પ્રેમાલાપ-૩ BINAL PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમાલાપ-૩

"પ્રેમાલાપ-૩"

"પ્રેમની વાતો એ તો એવો વિષય છે સાહેબ કે કયારેય એને પૂર્ણવિરામ મૂકી જ શકતો નથી. આપણે પ્રેમાલાપના બંને ભાગમાં ખુબ પ્રેમની વાતો કરી છે અહીંયા પણ એ જ કરવાના છે પરંતુ થોડું વધારે ઊંડાણમાં ઉતરી આજે ચર્ચા-વિચારણા કરીશુ તો વધારે મઝા આવશે.

પ્રેમને જીવનભર કાયમ રાખતા મહત્વના પરિબળોની આપણે ચર્ચા કરી છે જેમ કે,

* ધીરજ

* વિશ્વાસ

* સમર્પણ

* સંપૂર્ણ સ્વીકાર

* સમજણ અને સમજદારી

પ્રેમને જીવનમાં તરબતર રાખવા માટે આપણે શું કરવાનું એ બહુ જ સીધી અને સરળ ભાષામાં કહીશ એ બધી જ વાતો જે હું માનુ છે અને એ જ વાતો જે તમને પાણી ની જેમ થી નહિ ઉતરે પરંતુ તમારે એ વાતોને દિલથી માનવી પડશે. અહીંયા આપણે કોઈ પ્રેમલગ્ન કે ગોઠવાયેલા લગ્નની વાતો નથી કરતા બસ વાત છે તો ખાલી "પ્રેમ"ની. પ્રેમ તો બંને લગ્નમાં થાય જ છે, પ્રેમલગ્નમાં પહેલા થાય જયારે ગોઠવાયેલા લગ્નમાં પછી... આ પડાવ તો બધા એ પાર કરવાનો જ છે. બસ તો પછી આપણા આ "પ્રેમાલાપ"માં અપને પ્રેમમાં રહેલી ઊર્મિ, સંવેદના, સહનશીલતા, સ્થિતિમત્તા, બીજા ઘણા પરિબલીની ચર્ચાઓ કરી છે અને આજે પણ આપ સહુ મારા શબ્દ પર ભાર આપજો એટલે ભાવનાઓ આપો-આપ સમજાઈ જશે

* સૌ પ્રથમ તો પ્રેમ, પ્રેમ, પ્રેમ કરવાનું બંધ કરવાનું.. પ્રેમ શું છે એ પહેલા જાણવાનું પછી આગળ વધવનું, આકર્ષણને પ્રેમનું નામ આપીને જીવનમાં

મુશ્કેલીઓ વધારવાની નહિ. પ્રેમ છે કે આકર્ષણ એ જાણવા માટે આપણી જાતને આપણે અમુક સવાલ પૂછી લેવાના જેમ કે,

* આ એ જ વ્યક્તિ છે જેને હું પ્રેમ પણ કરીશ અને જીવનસાથી તરીકે પણ સ્વીકારીશ એ પણ જીવનભર માટે?

*શું આ એ જ વ્યક્તિ છે જેની સાથે જીવનભર હું ગમે તે પરિસ્થિથિમાં રહી શકીશ?

*એ વ્યક્તિના સારા-નરસા જે કઈ પણ ગુણ છે એને હું દિલથી અપનાવી શકીશ?

*વ્યક્તિના બદલાતા સમય અને સ્વભાવને હું દિલથી સમજી શકીશ?

*એ વ્યક્તિના મનમાં મારા માટે શું સ્થાન છે?

*મારુ મન એની સાથે મળે છે કે નહિ?

*બંને વચ્ચે "મતભેદ" હોઈ શકે પરંતુ "મનભેદ" નથી ને?

* મને એ જ વ્યક્તિની સાથે વૃદ્ધ થવાનું ગમશે..(કાજલ ઓઝા વૈદ્ય) દ્વારા બોલાયેલ શબ્દ.

આ બધા જ સવાલોના જવાબમાં જો "હા" આવે તો જ સમજવાનું કે આ પ્રેમ હોઈ શકે એવું મને લાગે છે મારા માટે મુજબ.

* હવે પ્રેમ થયો છે એ વાત સાબિત થઇ જાય પછી જરૂરી નથી કે એ પ્રેમ તમને મળી જ જાય. બહુ જ મહત્વની વાત છે સાહેબ આ. જીવનમાં બધી જ ધારેલી વસ્તુઓ થાય જ એ જરૂરી નથી.. એ પ્રેમને પામવાની આપણા તરફથી તો ૧૦૦૦ % કોશિશ હોવી જ જોઈએ એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ એ કોશિશ જીદ્દ,ગુસ્સો ના બની જાય એ વાતનું ધ્યાન પણ આપણે જ રાખવાનું છે. જો એ પ્રેમ જીદ્દ બની જાય તો એ જીદ્દ અને ગુસ્સામાં કોઈ બીજી વ્યક્તિને તકલીફ થાય એવા ખોટા કામ કરીને પ્રેમને પામવાનો કોઈ મતલબ રહેતો નથી. "પ્રેમ એ તો ત્યાગ" એવું આપણે આજના ૨૧મી સદીમાં સાંભળી શકીએ ખરા પરંતુ એ જો આપણે પોતે એ કરવાનું આવે તો કેવી હાલત થાય એ આપણે સમજી શકીએ છે. કારણ કે આ કળિયુગ છે દોસ્ત, પ્રેમની પરિભાષા બદલાઈ છે પ્રેમ નહિ. પ્રેમને પામવા માટે દુનિયા સામે લડી લેવાનું પરંતુ એ પ્રેમને ખાતર સિદ્ધાંતોને નેવે મૂકી જીવનમાં ખોટા રસ્તે ચડી જવું અને કાંઈક ના કરવાનું કરી બેસવું એ પ્રેમ નથી દોસ્ત, એ ઝુનુન છે,ગુસ્સો છે જીદ્દ છે, જેને પ્રેમનું નામ ના આપવું.

ચાલો અહીંયા સુધી તો બધું બરાબર જ ચાલે છે સાહેબ,

અસલી ખેલ અબ શુરુ હોતા હૈ.!

* પ્રેમને પામી લીધા પછી જ "પહેલા જેવો પ્રેમ આપણા વચ્ચે રહ્યો નથી" આ વાક્ય જન્મ લે છે. અને જયારે કોઈ આ વાક્ય બોલે છે ને ત્યારે હું એ બધાને એક જ સવાલ પૂછવાની મહેરબાની કરીશ કે, "દોસ્ત, પ્રેમને પામવા માટે દુનિયા સામે લડતા હતા, ઝગડતા હતા ત્યારે તમારો પ્રેમ સહી-સલામત હતો અને જયારે હવે એ જ પ્રેમને પામી લીધા પછી તમને એમાં બદલાવ લાગે છે??? કેમ? કેમ? કેમ?

* જીવનમાં પ્રેમ એટલે ખાલી બહાર ફરવું, ફોટો લેવા,એને સ્ટોરી બનાઇને એમાં કેપ્શન લખવું અને બધો જ પ્રેમ ખાલી સોશ્યિલ મીડિયા પર જ વરસાવવાંનો એવું નથી હોતો દોસ્ત.(એમાં મેં સોશ્યિલ મીડિયા પર પ્રેમ વરસાવતા લોકો માટે કઈ ખરાબ ભાવ વ્યક્ત કર્યો જ નથી એ નોંધ મારા ખુબ જ ઉત્સાહી વાચકમિત્રો એ લેવી અનિવાર્ય છે) પ્રેમ વરસાવો સોશ્યિલ મીડિયા પર પરંતુ એટલો જ પ્રેમ અસલી જીવનમાં પણ તરબતર રેહવો જોઈએ.

* પ્રેમ કરી એ જ જીવનસાથી સાથે જીવનભર જોડવાની એ સફરમાં એ સાથીનો સાથ જીવનભર આપવો જોઈએ, પ્રેમમાં અહમ અને અહંકારને સ્થાન આપવાથી ભવિષ્યમાં સૌથી વધારે તકલીફોનો સામનો કરવો જ રહ્યો એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. અહં અને અહંકાર એ દરેક સંબંધને ઉધઈની જેમ કોરી ખાય છે અને છેવટે એ સંબંધ નાશવંત બને છે. આજના યુગમાં બધાને પોતાની જાતને સાચી સાબિત કરવી છે બસ પછી એના માટે પ્રેમને નેવે મુકવા તૈયાર થતા કપલને પણ આપણે જોયા જ હશે. મારુ એવું માનવું છે કે પ્રેમ આપણે કર્યો છે કોઈના કહેવાથી નહિ, બસ તો પછી જે કઈ પણ છે એને દિલથી સ્વીકારી લેવાનું, સહન કરતા થઇ જવાનું, થોડું લેટ ગો ની ભાવના એટલે જ જતું કરવાની ભાવના કેળવી લેવાની, એક "SORRY " બોલવાથી સંબંધમાં આવેલા મૂંઝવણના દોરા ખુલી જતા હોય ને સાહેબ તો "SORRY " બોલાય એમાં કાંઈ ખોટું નથી. સામે વાલી વ્યક્તિ થોડું નથી ઝૂકી શક્તિ તો કાંઈ નહિ આપણે ઝૂકી જવાનું, અંતે સામે વાળી વ્યક્તિ પણ આપણી જ છે ને!! સંબંધ બંધાયો છે તો એને અંનંત કાળ સુધી ટકાવી રાખવા આપણા પૂરતા પ્રયત્ન કરવાના અને એ જ જીવનસાથીને જીવનભર સાથ આપવા બંધાઈ જવાનું એટલે પછી "પ્રેમ બદલાયેલો નહિ લાગે."

* સમજશક્તિ અને સહનશક્તિ બંનેનો થોડો આભાવ આપણા બધામાં આવવા લાગ્યો છે. ૨૧મી સદી છે માની શકાય છે અને એમાં પણ કળિયુગ એટલે રામ-સીતા, રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી જેવા જોડા બહુ જૂજ જોવા મળે. જીવનમાં શાણપણ કરતા પણ સમજણ બહુ જ જરૂરી છે. જીવનમાં દરેક પરિસ્થિતિ એક સરખી રેહવાની નથી એ વાત આપણે બધા માનીએ છે. પરિસ્થિતિ આપણા પ્રમાણે નહિ બદલાય પરંતુ આપણે પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ થઈને રેહવું પડશે. એ જ રીતે આપણા જીવનસાથી સાથેના સંબંધો આપણે પોતે જ સમજવા પડશે અને કઇ પરિસ્થિતિમાં કેવો પ્રતિઉત્તર આપવો, કેવો ભાવ પ્રગટ કરવો અને કેવા સંજોગોને કેવી રીતે હેન્ડલ કરવા એ આપણે પોતે જ જોવાનું રહેશે ને. અરસપરસ સમજણ અને શાંતિ કેવી રીતે બનાવી રાખવી એ આપણે જાતે નક્કી કરવાનું રહેશે. આપણા જીવનસાથી કે પ્રેમની સાથે આપણી સમજણ કેવી છે એની પરથી પ્રેમ જીવનભર રહેશે કે પછી બદલાઈ જશે એનો અંદાજ આવી જ જશે. સંબંધમાં તકલીફો તો આવશે જ પરંતુ એ તકલીફને આપણે આપણી સમજણ અને સહનશક્તિના માધ્યમથી કઇ રીતે ઉજાગર કરી શકીએ છે એ જ મહત્વનું છે.

* ગુસ્સામાં આવીને કોઈ નિર્ણય પર આવતા ૧૦૦૦ વાર વિચાર કરવાનો એ વાત આપણે બધા જ જાણીએ છે સાથે ગુસ્સામાં લીધેલો નિર્ણય લાંબા સમયે ખોટો જ સાબિત થાય છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. સાહેબ, ઘરમાં વાસણ હોય તો ખખડે જ, કાંઈક તો તકલીફ રેહવાની જ છે ને. તો પછી શા માટે આપણે એ તકલીફ માં વધારે કરીએ? ગુસ્સો, જીદ્દ બધું જીવનમાં વિનાશને નોતરે છે એ વાત આપણે બધા જ જાણીએ છે બસ સમય આવે એ વાત પર અમલ નથી કરી શકતા અને એ જ કરવાનું છે.

* આજના આપણા રોબોટ જેવા ચાલતા જીવનમાં આપણી પાસે બધું જ છે અને આગળ પણ બધું જ મળી રહેશે પરંતુ તકલીફ છે તો બસ એક જ કે આપણે કોઈના માટે "સમય" નથી ફાળવી શકતા પછી હરીફરીને સવાલ આવીને ઉભો રહે છે કે "તને મારા માટે સમય જ નથી અને વાત આવી ને ઉભી રહી જાય છે કે હવે પહેલા જેવો પ્રેમ નથી આપણા વચ્ચે, તું બદલાઈ ગયો/ગઈ, પ્રેમ બદલાઈ ગયો." અરે! દોસ્ત, શું કામ બદલાય પ્રેમ? જે ૨ વર્ષ પહેલા હતો એ જ વ્યક્તિ છે અને એ જ ચહેરો છે, હા, બસ સમય થોડો બદલાયો છે, જવાબદારી વધી છે અને ચિંતા-તણાવમાં પહેલા જેટલો સમય ફાળવી શકવાનું મુશ્કેલ હોઈ શકે. આપણે આપણો પૂરો પ્રયત્ન કરીએ કે આપણા જીવનસાથીને એ બાબતે કાંઈ જ પ્રશ્ન ન રહે પરંતુ સમય અને સંજોગો આપણા હાથમાં નથી એ વાત આપણે જાણીએ છે, અમુક વખત એવો પણ આવે કે આપણે ઇચ્છવા છતાં સમય ના ફાળવી શકીએ એ વાતનો રંજ આપણા મનમાં પણ એટલો જ હોય, પરિસ્થિતિ એવી હોય કે ના સહી શકાય ના કહી શકાય.... આવી પરિસ્થિતિમાં મગજને થોડું શાંત રાખી હકારાત્મક વિચારોનું ધોરણ અપનાવીએ અને સંબંધની ગરિમાને જાળવીએ એમાં જ બધાની ભલાઈ છે.

* કયારેક શાયર બની પ્રેમ વરસાવી લેવાય જેમ કે,

"હમ અલ્ફાઝ બનકે ઈઝહાર કરતે રહે,

ઔર આપ સુનકાર ભી અંજાન બનતે રહે,

હમ દૂર રહે કર ભી ઇસ કદર ડૂબ ગયે ઈન નિગાહોકી ગહેરાઈઓમે,

ઔર આપ પાસ આકર ભી ઇન્તઝાર કરતે રહે.."

હવે પ્રેમમાં જ માણસ શાયર બને એવું નથી, પરંતુ જયારે માણસ પ્રેમમાં હોય ને ત્યારે માણસને એ શાયરીના દરેકે એ દરેક શબ્દ પ્રેમની ઊંડાઈ માપવા મજબુર કરે છે એવામાં માલ છે દોસ્ત. તો કયારેક પ્રેમને જતાવી દેવાનો એમાં કાંઈ શરમાવની વાત નથી. ક્યારેક તો કેહવું પડે ને જીવનસાથીને કે કેટલો પ્રેમ સમાયેલો છે આપના દિલના દરિયામાં!!! હવે હસવાનું મૂકીને "I LOVE YOU " કહી દેજો અને જો ના કહી શકતા હોવ તો લખીને કહી દેજો દોસ્ત, મઝા મઝા આવી જશે.. પ્રેમમાં બોલી ના શકાય તો કહી નહિ પરંતુ લખીને જે કહી શકાય ને એમાં કાંઈક અલગ જ ચાર્મ હોય છે, એકવાર અજમાવી જો જો કલમની તાકાતને, પછી જોવો મીણની જેમ પીગળી જશે ગમે તેવો ગુસ્સો હોય તો પણ માણસ શાંત થઇ જ જાય અને પછી જોવો પ્રેમની પરાકાષ્ઠ! કરી જોવો આજે એટલે આ લેખની ચર્ચા ફળી જશે. શું કહેશો??

હવે થોડા અમૂલ્ય વાક્યો છે જે આપણે જીવનમાં ઉતારી લઈએ તો સારું રહે ને! એવું તો ના કહી શકાય કે આ વાક્યો આપણા જીવનમાં તકલીફ નહિ લાવે પરંતુ એ આવેલી તકલીફોને અડધી જરૂર કરી દેશે અને એમાંથી બહાર નીકળવાના ૧૦૦૦ રસ્તા મળી રહશે. તો ચાલો જોઈએ,

* પ્રામાણિકતા જીવનનો મંત્ર બનાવી દઈએ.

* પારદર્શિતા(Transparency ) હોવી જ જોઈએ.

* "SORRY " બોલવામાં નાનમ ના લાગવી જોઈએ.

* જીવનસાથીને તનથી અપનાવતા પહેલા મનથી એની દરેક સારી-ખરાબ વાતો કે આદતોને દિલથી અપનાવવી જ રહી.

* જીવનસાથીને ભૂલને અંતરમાં સમાવી લેવાની આવડત તો કેળવવી જ રહી.

* વધારે પડતી અપેક્ષાઓ સંબંધમાં મુશ્કેલીઓ લાવશે જ.

હવે આ પ્રેમની વાતો તો કયારેય ખૂટશે જ નહિ. પ્રેમની બીજી ઘણી બધી ચર્ચાઓ આપણા બધાના મનમાં આવી રહી છે પરંતુ એને આપણે બીજા ભાગમાં લઈએ ત્યાં સુધી આપ સહુ આપની કોઈ વાત જે "પ્રેમાલાપ" સાથે સાંકળવા ઇચ્છતા હોવ તો જરૂર થી ઇમેઇલ કરી શકો છો એની પર આપણે ચર્ચા જરૂરથી કરીશુ અને આપણા અભિપ્રાય આમારા લેખકો માટે આશિર્વદ સમાન છે. જે ઉત્સાહથી આપ સહુ આપનો કિંમતી સમય કાઢીને વાંચન કરો છે એ બાદલ આભારી રહશે બિનલ પટેલ.

આપના અભિપ્રાયની રાહમાં......

બિનલ પટેલ

૮૭૫૮૫૩૬૨૪૨