મનાલી
(ફ્રેન્ડશીપ એડવેન્ચર)
' યે જવાની હે દીવાની ' મુવી આવ્યું પછી હું ને મારા કોલેજના ફ્રેન્ડસ મળી લગભગ રોજ મનાલી જવાનો પ્લાન બનાવતા, ક્યારેક સબમિશનને લીધે તો ક્યારેક મીડ એક્ઝામને લીધે તો કયરેક કશા કારણ વગર પણ પ્લાન કેન્સલ જ થતો. ટર્મ એન્ડ થયું ત્યારે બધાએ નક્કી કરી જ નાખ્યું કે બસ હવે તો બોસ જવું જ છે, હા એમાં પણ ઘણા વિઘ્ન આવ્યા જેમ કે કોઈના મમ્મી તો કોઈના પપ્પા પણ છેલ્લે બધું સેટલમેટ કરી અંતે આજ ટ્રીપ પર નીકળી જ ગયા.
અમારો જ્યારે પ્લાન બનતો ત્યારે એક વાત તો કોમન જ હોઈ કે બધા ફ્રેન્ડસ એકલા જઈશું, કોઈની ફિકર નઈ કોઈની મગજમારી નહિ અને હા ક્યાં રાત રોકાવવાના એ પણ નક્કી નહિ, માટે સાથે ટેન્ટ અને નાસ્તો લઈ ને જ નીકળ્યા હતા. ટ્રેકિંગનો એટલો એક્સપિરિયન્સ કોઈને નહિ છતાં અમારા પ્લાન માં એવું હતું કે જે પર્વત દેખાય ત્યાં ટ્રેકિંગ કરવું છે, કોઈ આલીશાન હોટેલમાં નહિ પર્વતની ગોદમાં સૂવું છે. પ્લાન તો એકદમ ફિલ્મી હતો પણ ત્યાં જઈ શુ થશે એની કોઈને પણ ખબર નહતી. પણ હાલનો પ્લાન એ હતો કે પઠાણકોટ સુધી ટ્રેનમાં ને ત્યાંથી કોઈ વાહનમાં બેસી સીધા મનાલી...
ટ્રેનમાં હું, નિરાલ, રાહી, આર્યા ને ભોપુ(સમીર) બધા સાથે જ હતા એટલે મોજ મસ્તીમાં સમય કેમ પસાર થતો હતો એનું ભાન જ નહતું, હું તો સવારનો ટ્રેનમાં ઉપરની સ્લીપિંગ સીટ પર બધાના બેગ હતા ત્યાં જ બેઠો હતો અને સામે આર્યા ને રાહી
ને ભોપુ (સમીર) બધા સાથે જ હતા એટલે મોજ મસ્તીમાં સમય કેમ પસાર થતો હતો એનું ભાન જ નહતું, હું તો સવારનો ટ્રેનમાં ઉપરની સ્લીપિંગ સીટ પર બધાના બેગ હતા ત્યાં જ બેઠો હતો અને સામે આર્યા ને રાહી વિન્ડો પાસે બેઠી હતી અને સ્પીકર ચાલુ કરી અમે સવારથી સોંગ જ સાંભળતા હતા, અને હજુ ત્રણ કલાક ના થઇ ત્યાં સમીર ભૂખ્યો થઈ ગયો હતો, એ ભોપાનું શરીર એક તો એવળું મોટું કે બે લોકોની જગ્યા રોકી બેઠો હતો. થોડીવાર થઈ એટલે ટ્રેન ઉભી રહી અને જેવી ટ્રેન ઉભી એટલે ભોપુ સીધો નાસ્તો કરવા નીચે અને નિરાલ ઉપર મારી પાસે બેસવા આવ્યો, અમારા ડબ્બામાં ઘણા નવા લોકો ચડવા લાગ્યા, હું ને નિરાલ ક્યારના જોતા હતા કે એક છોકરી ક્યારની એની બેગ ઉપાડવાની ટ્રાય કરે પણ ઉપડતી નથી અને એ કોઈની રાહ જોતી હોય એવું લાગ્યું. નિરાલે મને ધક્કો માર્યો અને બોલ્યો જા એલા સમાજ સેવા કર ... મેં હસીને કીધું નિરાલ સમાજ સેવા ત્યાં જ કરાય જ્યાં સેટિંગ પળે, તું આમજો મારુ મોઢું ને ત્યાં જો... હવે ખોટું બળ કરવા કરતાં હું જાવ ચા પીવા... હું નીચે ઉતાર્યો ને ત્યાં પેલી છોકરીએ આશા ભરી નજરો મારા તરફ કરી, મેં નીચે ઉતરી તેની સામે જોયું ને પૂછ્યું ક્યાં મનાલી ? તેને ખાલી માથું જ હલાવ્યુ. એણે મને પૂછ્યું પ્લીઝ સમાન અંદર પહોંચાડવામાં મદદ કરશો ? મેં એની સામે જોયું ને પછી ફરી પૂછ્યું ટ્રેકિંગ માં જા છે ? એને ફક્ત હા પાડી... તો પછી હનીમૂનમાં જતી હોય એટલા સમાન નું શુ કામ ...હાથે કર્યા હૈયે વાગ્યા.. જા જાતે ચડાવી લે, હું મસ્કરી કરી નીકળી ગ્યો ત્યાં બારી પાસે બેઠેલી રાહી ને આર્યા હસવા લાગી અને ત્યાં જ ભોપુ નાસ્તો લઈ ડબ્બામાં અંદર આવવા ગયો ને પેલીનું બેગ થોડું વચ્ચે આવ્યું તો ભોપુએ બેગ ઉપાડી ને ડબ્બામાં મુકવાની જગ્યાએ દૂર મૂકી દીધું, આ જોઈ પેલી છોકરી ભોપુ ઉપર ચિડાણી. એ કઈ બોલે એ પહેલાં રાહી ને આર્યા આવી અને પેલી છોકરીનું બેગ ઉપાડી અંદર લાવવામાં મદદ કરી.પેલી છોકરીની સીટ આર્યા ને રાહીની બાજુમાં જ હતી. તે ત્યાં બેઠી અને બોલવા લાગી, કેવા કેવા લોકો ભટકાય અહીંયા ઓલો પેલો છોકરો ખાલી ખાલી કારણ વિનાનું સંભળાવી ચાલ્યો ગયો ને આ જાડ્યો.. આ સાંભળી આર્યા ને રાહી હસવા લાગી.હું આ બધું બારી પાસે ઉભો ઉભો સાંભળતો હતો.
ટ્રેન ઉપાડવાની તૈયારી હતી, હું અંદર ચડ્યો ને મારી સાથે બીજા મારી ઉંમરના બે છોકરાઓ મારી સાથે અંદર આવ્યા ને બોલ્યા સોરી રોમી યાર લેટ થઈ ગયું, પેલા છોકરા એટલું બોલ્યા ત્યાં હું જોરથી હસવા લાગ્યો ને પેલા છોકરા મારી સામે જોવા લાગ્યા... મેં એને હસતા હસતા જ પૂછી લીધું અલ્યા સાથે કોઈ કૂતરીને લાવ્યા કે શું? રોમી.… હાહા.. આ સાંભળી પેલા બન્ને છોકરા પણ મારી સાથે જોરથી હસવા લાગ્યા, મેં રાહી સામે નજર કરી તો એ હસવાનું રોકવાનો પ્રયત્ન કરી રહી હતી, રાહી એ આંખથી એની બાજુમાં બેઠેલી સામે ઈશારો કર્યો. પેલી છોકરી ગુસ્સામાં લાલ ટમેટા જેવી થઈ મારા સામે જોઈ રહી હતી.આ જૉઈ હું અને તેના મિત્રો હસતા બંધ થઈ ગયા પણ નિરાલ ઉપર બેઠો બેઠો આંખો બંધ કરી હસતો હતો ને બોલતો હતો કુતરી.… હાહાહા... મેં નીચે ઉભા ઉભા નિરાલને હાથથી ધક્કો માર્યો પછી માહોલ જોઈ એ પણ શાંત થઈ ગયો.રોમી ગુસ્સામાં બોલી મારો મૂડ સારો છે મારે બગાડવો નથી પણ આવા લોકો ક્યાંથી આવી જાય ખબર નઈ... અને મિસ્ટર સાંભળી લે મારુ નામ નિર્જરી છે અને ફક્ત મારા મિત્રો જ મને રોમી કહી ને બોલાવે છે, આજ પછી ધ્યાન રાખજે અને યાર આકાશ, કેવલ તમે પણ શું ગમે તેની સાથે... આર્યાએ રોમીને શાંત પાડી ને હું ઉપર નિરાલ પાસે બેઠો અને ટ્રેન ચાલુ થઈ મેં આર્યને પૂછ્યું પેલો ભોપુ ક્યાં? ક્યાંક નીચે તો નથી રહી ગયો ને ? એ પાછો દોડી ને ટ્રેન પણ પકડી નઈ શકે ત્યાં નિરાલ બોલ્યો ગાંડા એ તો એક હાથે ટ્રેનને રોકી લેશે... ત્યાં રાહી બોલી ભોપુ આવે છે બીજા ડબ્બામાં આટો મારવા ગયો છે... અમારા વચ્ચે વાત થતી જોઈ રોમી આર્યા અને રાહી સામે જોવા લાગી ને મોઢું બગાડી બોલી યાર.. તમે આની સાથે છો?. ત્યાં ભોપુ આવ્યો ને રોમી સામે બેઠો.. અને રોમી ફરી બોલી અને આ પણ તમારી સાથે?? આર્યા ને રાહી એ નિરાશા ભર્યો ભાવે હા પાડી ને પછી ત્રણેય હસવા લાગી અને સાથે સાથે હું પણ હસવા લાગ્યો...
ખરી બપોર જામી હતી, મને ક્યારે ઊંઘ ચડી ગઈ ખબર જ ના પડી, ધીરે ધીરે મારી આજુબાજુ ના અવાજો ઘટ્ટ થતા ગયા સમોસા.... સમોસા... ચાલો સમોસા... ચા... ચા...ચા... ફૂલ ડીશ 60 રૂપિયા ફક્ત 60 રૂપિયા... મેં હળવે થી આંખ ખોલી ને આજુ બાજુ નજર કરી તો નિરાલ પેલી રોમીના ફ્રેન્ડ સાથે વાતોમાં મશગુલ હતો અને રાહી ને આર્યા મોબાઈલ મચેડી રહી હતી અને બાજુમાં નિર્જરી બેઠા બેઠા જ સુઈ ગઈ હતી. એ ગુસ્સા વાળો ચહેરો ઊંઘમાં કઈક અલગ જ લાગતો હતો, એ ગુસ્સા વાળા ચહેરાની પાછળ રહેલી શાંતી અત્યારે દેખાતી હતી, બારી માંથી આવતો પવન એના વાળની લટને એના ચહેરા પર ફેરવી રહ્યો હતો ... હું તેને જોતો જ હતો ત્યાં ચા વાળા એ એન્ટ્રી મારી… ચાલો ચાઈ.… અને આ સાથે નિર્જરી પણ ઉઠી ગઈ.. મેં બૂમ પાડી ચાઈ વાળને પાસે બોલાવ્યો ને બે ચા નું કીધું પેલા ચા વાળાએ કીધુ બીજી ક્યાં આપું મેં આંગળી ચીંધી પેલી તરફ ઈશારો કર્યો, અને મેં કીધું જો તારી મજાક કરી એના માટે સોરી... અને આમ પણ ચા પીવાથી બધું શાંત થઈ જાય... પેલી ફરી ગુસ્સે થઈ બોલી મારે તારી ચા નથી પીવી... તો ચા વાળો બોલ્યો મેડમ હવે આ ચા પીવી પડશે મારી પાસે ચા ખતમ થઈ ગઈ એમ કહી બે ચા મારા હાથમાં આપી અને મને આંખ મારી ને ધીરેથી બોલ્યો ચા તો છે મારી પાસે પણ યાર તારું દિલ નથી તોડવું એમ કહી ચાલતો થયો... ત્યારે મને અનુભવ થયો કે સાલું આ દુનિયામાં હજુ માનવતા જેવું કંઈક છે તો ખરું..
મેં એક ચા રોમી સામે લંબાવી ને પૂછ્યું પીવી છે કે હું પીઈ જાઉં. પેલીએ ઉભી થઇ ને મારી પાસેથી ચા લઈ લીધી... મેં તેની સાથે વાત કરવાનું ચાલુ કરવા પૂછ્યું 'તો ભમરી મનાલીમાં ટ્રેકિંગમાં જા છો એમ ને?' આ ભમરી સાંભળતા પેલી ફરી ગરમ થઇ... જો તું પેલા મારુ નામ શીખી લે... આ ભમરી કોઈનું નામ હોય... નિર્જરી સમજ્યો યાદ રાખી લે... મેં ફરી પૂછ્યું તારા બાપા ગુજરાતી પ્રોફેસર છે? ત્યાં કેવલ સામે બેઠો બેઠો બોલ્યો મિત્ર 100% સાચી વાત કીધી... તને કેમ ખબર પડી? અરે ભાઈ આવા નામનો વિચાર કોમન માણસો ને ના આવે... નિર્જરી... આ સાંભળી નિર્જરી પણ હસવા લાગી...
ત્યાં નિરાલ બોલ્યો આ બધા પણ આપણી જેમ મનાલી એકલા ફરવા આવ્યા... તો તારું શુ કેવું ? મેં કીધું યાર એ લોકોને પ્રોબ્લેમ ના હોય તો મને કશો વાંધો નહિ શુ કેવું નિખારી.... પેલી ગુસ્સે થઈ ને બોલી જો પેલા તું મારુ નામ બોલતા શીખી જા.. અને કેવલ, આકાશ જો આ ડોબો હશે ને ત્યાં હું નહિ જાઉં. ત્યાં આકાશ બોલ્યો યાર માની જા ને આ બધા આપણા જેવા જ છે મજા આવશે... આપણે અહીંયા મજા તો કરવા આવ્યા છે... પ્લીઝ... આકાશને આર્ય સાથે ફાવી ગયું હતું માટે એ થોડો વધારે આગ્રહ કરતો હતો. આકાશે આંખથી રોમીને બાજુમાં બેઠેલી આર્ય તરફ ઈશારો કરી હાથ જોડ્યા... રોમી સમજી ગઈ અને અંતે માની ગઈ. નિરાલ અને કેવલ અને રાહી ને જોઈ મને એવું લાગતું હતું કે આ બધા વર્ષોથી એકબીજાને ઓળખે... અને આકાશ ને આર્યા બન્નેના દિલમાંથી પ્રેમની સુગંધ આવતી હોય એવું લાગતું હતું. અને જેવું રોમી સામે જોયું તો એમ લાગતું હતું કે મારા આગળના જન્મની ચુકવણી બાકી રહી ગઈ લાગે માટે આ માથાભારે ભટકી...
રાત થઈ ચૂકી હતી.. અમે બધાએ સાથે નાસ્તો(જે બેગમાં પડયો હતો એ)કર્યો અને બધાએ સાથે મળી ગપ્પા માર્યો અને લગભગ 12 થાય ત્યાં બધા સુઈ ગયા. ફક્ત હું ને નિર્જરી જ જાગતા હતા.હું બપોરે 4 કલાક સૂઈ ગયો હતો એટલે ઊંઘ આવતી નહતી માટે વિચાર્યું કે ચાલ ડબ્બાના દરવાજા આગળ ઊભું ને ઠંડી હવા લઉં. ડબ્બાના દરવાજા આગળ જોરથી પવન ચાલી રહ્યો હતો ને હું શાંતીથી બહાર દેખાતી લાઈટોને અને અંધારાને માણતો હતો. ગુગલ મેપમાં બતાવતા હતા કે અમે રાજસ્થાનમાં છે. હું બહાર જોવામાં મગ્ન હતો. બહાર લાઈટો સિવાય કશું દેખાતું નહતું છતાં પણ મજા આવતી હતી. થોડીવાર પછી હું મારી વાસ્તવિક દુનિયામાં આવ્યો અને મારી બાજુમાં નજર નાખી તો નિર્જરી કાનમાં હેડફોન નાખી ઉભી હતી. એ મારી બાજુમાં ક્યારે આવી મને ખબર જ નહતી.
એની સામે જોઈ હું ધીરેથી હસ્યો ને એ પેલી વાર મારી સામે હસી. એનું હાસ્ય મને સાવ નિર્દોષ લાગ્યું. એની સ્માઈલ જોઈ કોઈને પણ ના લાગે કે આ છોકરીનો ગુસ્સો ક્યા લેવલનો હશે. મેં પૂછ્યું કેમ ઊંઘ નથી આવતી? ના તારી જેમ બપોરે ઊંઘ ખેંચી લઈએ પછી રાત્રે થોડી ઊંઘ આવે... ત્યાં જ ચા વાળો છેલ્લો આંટો મારવા નીકળ્યો મેં રોક્યો અને નિર્જરીની પૂછ્યું તારે ચાલશે?અરે કેમ ના ચાલે ચા તો મારા માટે બીજું અમૃત છે, અમે બંન્ને એ ચા પકડી અને દરવાજા આગળ નીચે બેસી ગયા અને ચા ની ચુસ્કી જોડે બહારના દ્રશ્યમાં ખોવા લાગ્યા.મેં પેલી ને ધક્કો મારી બાર તરફ આંગળી ચીંધી ને કહ્યું જો ત્યાં પર્વત પર લાઈટો ચાલુ છે ત્યાં રહેતા હશે તેને તો જલશો જ હશે ને. નિર્જરી હસી બોલી એ તો આપણે પર્વતો ગમે એટલે બાકી તે લોકોને તકલીફ તો બોવ પડતી હોય. હું તરત બોલ્યો યાર જો આપણે તો કુદરત અને શાંતીના દીવાના મને તો આવી જગ્યાએ જલસો જ પડી જાય, મનાલી પણ હું ખુદની મોજ માટે જ જાઉં છું, આવી શાંત જગ્યામાં આપણું દિલ ફક્ત આપણું જ સાંભળે અને આપણે ફક્ત આપણા દિલનું સાંભળીએ. હા યાર તારી વાતતો સાચી પણ મારા જેવાનું શુ જે ભારી દિલ લઈ ને જતા હોય. જેના દિલમાં હમેશા માટે કોઈ છપાય ગયું હોય.. ઓહો.. લવ શવ એમ.. પેલીએ હસીને હા પાડી, હું સિરિયસ થયો ને બોલ્યો એક વાત પૂછું સાચો જવાબ આપજે... હા બોલ..
તારા જેવી ગાંડી પસંદ કોને આવી... હા..હા.. પેલી સ્માઈલ વાળા ગુસ્સામાં મારી સામે આંખો કાઢી જોવા લાગી...
તું તો બહું કુલ રહ્યો ને એટલે બે ત્રણ તો ગર્લફ્રેન્ડ હશે? અરે યાર એ જ તો પ્રોબ્લેમ છે હું બહુ કુલ રહ્યો એટલે કોઈ હોટ છોકરી પાસે આવતી જ નથી. આ સાંભળી અમે બન્ને હસવા લાગ્યા. મેં એના તરફ હાથ લાંબો કર્યો અને બોલ્યો તો હવે ફ્રેન્ડસ? પેલીએ મારા હાથ સામે જોયું અને પછી હાથ મિલાવી લીધો. આમ તો હું કોઈને આટલા ઇસીલી ફ્રેન્ડ બનાવતી નથી પણ અંદરથી મને તું સાવ સાફ લાગે એટલે.... હું બોલ્યો ઓ હો... દિલ સાફ ને ગંદુ એ આપણે ખબર ના પડે પણ તે ના પાડી હોત તો પણ હું તારો પીછો ના છોડેત.. અમે બન્ને હસવા લાગ્યા. હું બહારના અંધારામાં ખોવાય ગયો ને ક્યારે ઉઘી ગયો ખ્યાલ જ ના રહ્યો. મારી આંખ ખુલી તો હું નિર્જરીની જગ્યા પર સૂતો હતો અને નિર્જરી ઉપર મારી જગ્યા પર...
નિર્જરી ઉઠી ગઈ હતી અને મારી સામે જ જૉઈ રહી હતી. એ ઉપર બેઠા બેઠા બોલી યાર આવી રીતે દરવાજા આગળ કોણ સુઈ જાય, તને ખબર કોઈ દારુ પીઈ ને જે રીતે કરે એમ તું ઊંઘમાં કરતો હતો, તને ઉઠાડ્યો ને પછી મેં સુવડાવ્યો. હે સાચે?? મને તો ખબર જ નથી કે હું અહી કેવી રીતે પહોંચ્યો... એ હસવા લાગી..
નિરાલ તો બારી પાસે બેસી સોંગ સાંભળી રહ્યો હતો અને આકાશ ને આર્યાનું પ્રકરણ તો અલગ જ હતું.. રાહી મારી સામેની સીટ પર હજુ સૂતી જ હતી.. નિરાલની નજર રાહી પર ગઈ અને ઉભો થયો ને જોરથી રાહી ને પાટુ મારી અને જગ્યા પર જતો રહ્યો ને હું બારીની બહાર જોવા લાગ્યો... રાહી ઉભી થઇ.. મને પાટુ કોણે મારી?.. કોઈએ ત્યાં ધ્યાન આપ્યું નહિ, મારી પાસે આવી અને પૂછ્યું તે મારી ને મને પાટુ?હે સાચું બોલજે હો બાકી હું તને બોવ મારીશ... ત્યાં નિરાલ બોલ્યો એ બપોર બાવી તને સપનું આવ્યું હશે... તને આવું ઘણીવાર થાય છે.. શુ કામ બીજાનો જીવ ખા છે... રાહી મારી પાસે બેસીને વિચારવા લાગી.. હા યાર સપનું જ આવ્યું હશે... નિરાલ બોલ્યો જા બ્રશ કરતી આવ 4 વાગે આપણે ઉતારવાનું છે.. આ બધો ખેલ નિર્જરી ઉપર બેઠી બેઠી જોઈ હસતી હતી...
થોડીવાર થઈ એટલે નિર્જરી નીચે આવી અને મારી સામેની બારી પાસે બેસી ગઈ અને જોરથી બોલવા લાગી નિરાલ .. આ સુનિધી કોણ?? ત્યાં રાહી બ્રશ કરતા કરતા અંદર આવી ને કહેવા લાગી અરે એ તો અમારા ક્લાસમાં છે, તું ઓળખે છે? અરે નહિ આ તો કોઈ કાલે ઊંઘમાં એનું નામ લેતું હતું, નિર્જરીનો ઈશારો મારી તરફ હતો... પણ સાલું હું પણ વિચારવા લાગ્યો કે હું એનું નામ લેતો હતો ?? પણ શું કામ?? ત્યાં નિરાલ બોલ્યો અરે યાર એ તો અમારા ક્લાસનું રત્ન છે અને એ રત્ન પર આ સાહેબની નજર છે... ઓ એમ છે... પણ યાર તું તો મને કાલ કહેતો હતો કે આ કુલ પાસે કોઈ હોટ આવી જ નહીં તો આ કોના નામના જાપ કરતો હતો...
સુનિધી અમારા ક્લાસની છોકરી હતી મારે અને એને 36નો આંકડો ને મારા ફ્રેન્ડ મને ચિડાવવા મારુ નામ એની સાથે જોડતા અને એકદિવસ તો હદ કરી દીધી બોર્ડ પર દિલ બનાવી અમારા બન્નેનું નામ લખી દીધું... ત્યાં કેવલ પાસે આવ્યો ને બોલ્યો ભાઈ ભાભીનો ફોટો બતાવને... અરે યાર આ બધા ખોટા છે એવું કશું જ નથી... અરે યાર હોય બધાને હવે બતાવી દે ને... ત્યાં નિરાલ આવ્યો ને બોલ્યો આ લે કેવલ હું બતાવું ત્યાં આકાશ પણ આવ્યો ને બોલ્યો મારે પણ જોવી છે... નિર્જરી, રાહી, આર્ય આકાશ, કેવલ બધા નિરલની આજુબાજુ વીંટળાઈ ગયા અને ફોટો જોવા આતુર થયા... ત્યાં સાઈડમાં બેસી ને ભોપુ કઈક ખાઈ રહ્યો હતો મેં તેને હાથ જોડી ઈશારો કર્યો કે ભાઈ કઈક કર ને.. બસ હું તને નાસ્તો કરવી... ખાવાનું નામ સાંભળી ભોપુ ઉભો થયો ને પેલા બધાના ટોળાં પાસે ગયો ને નિરાલનો ફોન ખેંચી લીધો ને બોલ્યો.... ચાલો નાસ્તો માગવો મને ભૂખ લાગી... નાસ્તો નહિ થાય ત્યાં સુધી ફોન નહિ મળે... બધા ભોપુ સામે આંખો ફાળી ને જોઈ રહ્યા હતા... હું ખુશ ખુશ થઈ ગયો... ચાલ ભોપુ તે સાચું કીધું... બોવ ભૂખ લાગી ટ્રેન ઉભી છે ત્યાં આપણે નાસ્તો લઈ આવીએ.... આ જોઈ બધા હસવા લાગ્યા..
પઠાણકોટ સ્ટેશન આવી ગયું હતું અને અમે ઉતરી રહ્યા હતા... એકબીજાની મદદ કરી સમાન નીચે લાવ્યા પણ હવે એક મોટો પ્રશ્ન સામે હતો કે અહીંથી મનાલી કેવી રીતે જઈશું... ત્યાંના બસસ્ટેશને આટલો સામાન લઈ પહોંચ્યા તો ખબર પડી કે બસ ખરાબ છે માટે હવે રાત્રે બે વાગે બસ ઉપડશે.... અમે વિચારતા હતા કે હજી તો 6 વાગ્યા આટલો સમય શુ કરશું... બધાએ એક હોટેલમાં જમ્યુ ને પછી હાઈ વે પર સમાન લઈ ઉભા હતા અને ભોપુ એનું બેગ આડુ કરી અને એના પર જ બેસી ગયો... ધીરે ધીરે અમે પણ બેસવા લાગ્યા, અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું...
રાત્રે રસ્તા પર ઉભા ઉભા વાહનોની અવર જવર જોવાની મજા કઈક અલગ જ હોય છે એમા પણ હાઈ વે પર તો મજા કઈક અલગ જ છે. અમે વિચારતા જ હતા ત્યાં પાછળથી એક ભાઈ આવ્યા ને પૂછ્યું કઈ બાજુ જવું? મનાલી... તો ચાલો મારી ગાડી અહીંયા જ છે. અમે ભાડું નક્કી કર્યું ને પછી એની ગાડીમાં બેસી ગયા. બધો સામાન ઉપર બંધાવી દીધો એટલે નકામો સમાન અત્યારે જગ્યા ના રોકે... અમે ગાડીમાં સ્પીકર ચાલુ કર્યું, રાત્રીનો સમય હતો એટલે મેં વિચાર્યું કે જુના ગીતોની રમઝાટ બોલાવીએ... મેં ગીત ચાલુ કર્યું " તેરે જેસા યાર કહાઁ, કહાઁ એસા યારના.... અમે બધા નાચી ઉઠ્યા ને બૂમ બમ કરી મૂકી લગભગ રાતના 1 વાગ્યા સુધી બધું ચાલ્યું અને બે વાગે ફક્ત હું ને કેવલ જ જાગતા હતા કેમ કે ડ્રાઈવરને કોઈની પાર્ટનારશીપ હોય તો વાંધો ના આવે એટલે ડ્રાઈવરે કીધું હતું કે જે આગળ બેસે એ જાગતા રહેજો...
રાતના 2 વાગ્યે લગભગ બધા સુઈ ગયા હતા, કેવલ પણ મારી બાજુમાં જ સુઈ ગયો અને હું ઊંઘમાં ડ્રાઈવર જોડે વાત કરતો હતો. હું શું વાત કરતો હતો એનું ભાન મને પણ નહતું, આખું વાતાવરણ શાંત હતું ત્યાં ભોપુના નસકોરા એ બધાની શાંતિ ભંગ કરી. હું અડધો ઊંઘમાં હતો પણ આ ભોપુના લીધે જાગી ગયો અને મારી સાથે નિરાલ પણ ઉઠી ગયો.નિરાલે મને ઈશારો કર્યો અને પછી એને જોરથી ભોપુનું નાક ચીપી દીધું અને ભોપુ અચાનક જ ઉઠી ગયો અને જોરથી બુમ પાડી અને બધા ઉઠી ગયા. જોકે ભોપુ ને ખબર નહતી કે શું થયું.. ત્યાં કેવલ બોલ્યો કેમ ભાઈ કઈ સપનું આવ્યું હતું?? હા એવું જ કંઈક થયું હશે એટલું કહી એ ફરી સુઈ ગયો. આર્યા ને રાહી અડધી ઊંઘમાં બોલવા લાગી... આ જાડિયા એ ઊંઘ બગાડી... આર્યા ફરી આકાશના ખભા પર માથું રાખી સુઈ ગઈ. થોડીવાર પછી ફરી શાંતિ છવાય ગઈ ત્યાં ડ્રાઈવરે બ્રેક મારી અને ગાડીમાંથી ઉતરી બહાર ગયા... અમે હિમાચાલમાં આવી ગયા હતા એટલે આખો રસ્તો વન- વે જ હતો અને બધું પહાડ ઉપર. થોડીવાર થઈ ત્યાં ડ્રાઈવર પવનજી આવ્યા... શુ થયું? અરે ગાડી ફેરવવી પડશે.. અહીં વીજળીનો તાર તૂટી અને રસ્તા પર પડી ગયો એટલે હવે ગાડી અહીંથી નહિ નીકળે આટલું કહી પવનજી ગાડી સ્ટાર્ટ કરી ત્યાં નિર્જરી બોલી પવનજી ઉભો હું આગળ આવી જાઉં મને ઊંઘ નથી આવતી... અને આ કેવલ પાછળની સીટ પર આવતો રહે... મેં કેવલને ઉઠાડ્યો અને પાછળ મોકલ્યો અને નિર્જરી મારી બાજુમાં બેઠી અને ગાડી બીજા રસ્તેથી જવા નીકળી...
અરે સાહેબ આ રસ્તો સાવ સુમસાન છે, પણ સારો છે.. તમે કહો તો ચા પીવા આગળ ગાડી ઉભી રાખું?
અરે પવનજી ચા માં પૂછવાનું હોય.... આપણે ત્રણેય સાથે ચા નો ચસ્કો લઈશું.... થોડીવાર પછી નિર્જરી બોલી પવનજી આ રસ્તો તો સુમસાન છે પણ બહુ સુંદર છે.. અંધારામાં ક્યાંક ક્યાંક પેલા લાઈટ વાળા પતંગિયા કેવા સરસ લાગે છે... અરે ડોબો એ પતંગિયા નહિ જીવડાં હોય અને એને આગિયા કહેવાય... આ સાંભળી પવનજી હસી બોલ્યા.. અરે મેડમ આપણી નજરે તો બધું સરખું... નિર્જરીએ પણ પવનજીનો સાથ પુરાવતા કહ્યું સાચું કીધું આપણે મતે બધું સરખું આ તો આના જેવા માણસો કુદરતમાં પણ તફાવત ખોજે... અમારી વાતો ને મશ્કરી અડધી કલાક ચાલતી રહી અને પછી પવનજી એ એક નાની દુકાન પાસે ગાડી રોકી અને કીધું ચાલો ચા આવી ગઈ....
અમે નીચે ઉતાર્યા પણ ઠંડી બહુ હતી... હું ને નિર્જરી તો ધ્રુજતા હતા.અમે ચા લીધી અને બસ પીતા જ હતા ત્યાં નિર્જરી ચાલવા માંડી... એ રસ્તો ઓળંગી પેલી પાર પહોંચી, હું પણ તેની પાછળ ગયો. મેં રસ્તો ઓળંગી જોયું તો હું જોતો જ રહી ગયો... અને પવનજી ને બુમ પાડી કહ્યું કે થોડીવાર અમે અહીં બેઠા તમારે આરામ કરવો હોય તો કરી લ્યો.... યાર આજ વસ્તુતો હું અહી જોવા આવી હતી, નિર્જરી જાણે કુદરતમાં ખોવાઈ ગઈ હોય એવું લાગતું હતું.. હું પણ આ જગ્યાથી મોહિત થઈ ગયો હતો, નાનું ઝરણું વહેતુ હતું અને આજુબાજુ નાનું ઘાસ જાણે કોઈએ હમણાં જ અહીં સાફ કર્યું હોય... કદાચ ચા વાળો જ અહીં બધું સાફ રાખતો હશે કેમ કે તેની દુકાનની સામે જ આ લોકેશન હતું....પાછી આ ઝરણાં આજુબાજુ ચંદ્રની ચાંદની કઈક અલગ જ માહોલ બનાવી રહી હતી...
નિર્જરી તો ઠંડીની મોસમ હતી છતાં પગ ડૂબોળી ઝરણાં કાંઠે બેસી ગઈ અને મારો હાથ પકડી મને પણ ત્યાં બેસાડ્યો...આ ચંદ્રનું પ્રતિબિંબ પાણીમાં તરતું હોય એવું લાગતું હતું, અહીંની હૂંફ પણ કઈક અલગ જ હતી. ત્યાં બેસી અમે ચા પીધી અને એ ચા મારી જિંદગીની આજ સુધીની બેસ્ટ ચા હતી કેમ કે આવી જગ્યાની મેં આજસુધી કલ્પના જ કરી હતી અને આજે એ કલ્પનાનું ચિત્ર સામે આવી ગયું હોય તેમ લાગતું હતું.
ચાલ હવે 3.30 થાય કાલે વહેલા પહોંચવું છે બાકી મનાલીના ટ્રાફિકમાં બે કલાક બગડશે.. નિર્જરી ઉભી થઇ અને કીધું યાર આ મસ્ત લોકેશન છે ચાલ થોડા ફોટો લઈએ... હું પણ આ ક્ષણો અને લોકેશનને કેમેરામાં કેદ કરવા તૈયાર થયો... અમે બન્ને એ ઘણી સેલ્ફી લીધી ચા ના કપ સાથે તો એકબીજાની મસ્તી કરતા તો ઠંડીમાં પાણી ઉડાળતા ફોટો લીધા.... ફોટોની યાદો મેં મારા મોબાઈલમાં સંઘરી અને પછી પવનજીને જગાડ્યા અને નીકળી પડ્યા મનાલીના રસ્તે...
સવારના કુણા તડકા સાથે થોડો મધુર અવાજ અને સાથે થોડો ઘોંઘાટ કાને પડ્યો... મેં ધીરેથી મારી આંખ ખોલી, નિર્જરી મારા ખભા પર માથું રાખી સૂતી હતી અને પવનજી બહાર ઉભા ઉભા આળસ મરડતા હતા ને નિરાલ બહાર ફોટો ખેંચતો હતો.બહારનું દ્રશ્ય અલૌકિક હતું એમ લાગતું હતું કે અમે આ પર્વતમાળામાં સૌથી ઉપર હતા. અને નિચેના ઘરો સાવ નાના નાના દેખાતા હતા અને છેક દૂર દૂર સુધી નીચે વાંકાચુકો રસ્તો જ દેખાતો હતો, અને એ રસ્તાની આજુબાજુ નાનું નાનું ઘાસ જાણે એમ લાગતું હતું કે કોઈએ લીલા રંગના મોટા પૅપરમાં કાળા રંગની વાંકીચૂકી લીટી પાડી દીધી અને અલગ અલગ રંગના ટપકા મૂકી દીધા હોય.. મેં નિર્જરીને ઉઠાડી અમે બહાર ગયા અને દ્રશ્યોનો લાભ લીધો... પવનજી મનાલી કેટલું દૂર ? મારો પ્રશ્ન સાંભળી પવનજી બોલ્યા બસ બે કલાક... પણ તમારે મનાલી માં કઈ જગ્યાએ જવું છે? હું કઈ બોલું ત્યાં નિર્જરી બોલી.. જ્યાં કોઈ હોય નહીં ફક્ત પર્વત અને પાણી અને ઘોંઘાટથી દૂર કોઈ જગ્યાએ લઈ જાવ... પવનજી હાસ્ય ને પછી બોલ્યા... સારું તો હું તમને મનાલીથી 20 કિમી એક ગામ છે ત્યાં લઈ જાઉં.. પ્રોપર મનાલીમાં તો બહુ પબ્લિક હોય અને ટ્રાફિક પણ.... હું નિરાલ અને નિર્જરી સહેમત થયા અને અમે નીકળી પડ્યા પવનજીએ નક્કી કરેલા લોકેશન પર.
લગભગ 1.30 કલાક ના સફર પછી અમે એ ગામમાં પહોંચ્યા એનું નામ કઈ અજીબ હતું એટલે અમે એના પર ધ્યાન ના આપ્યું. પણ જગ્યા બહુ સુંદર હતી.. પવનજીએ અમને આંગળી ચીંધી રસ્તો બતાવ્યો ને બોલ્યા તમે પેલી બાજુ જશો એટલે પર્વતનો બેઇઝ એરિયા આવશે અને ત્યાં બાજુમાં જ ઝરણું છે અને ત્યાં બેઝ એરિયા પ્લેન છે એટલે ત્યાં તમે ટેન્ટ નાખી રહી શકશો.. અમે પવનજી નો આભાર માન્યો અને એનું ભાડું આપ્યું અને પછી પવનજી એ વિદાય લીધી. અમે અમારો સમાન ઉપાડી પવનજીએ ચીંધેલ જગ્યા પર જવા નીકળ્યા... આંગળીએ ચીંધ્યે તો જગ્યા નજીક હતી પણ જેમ ચાલતા જતા હતા એમ દૂર હોય એવું લાગતું હતું.
ઘણી મહેનત પછી અમે પહોંચ્યા, આજ લગભગ સ્કૂલ પુરી થઈ પછી પહેલીવાર અમે આટલા વહેલા ઉઠ્યા હશે અને ચાલ્યા હશે . આ જગ્યા ખરેખર સુંદર છે આકાશે આર્યની આંખોમાં આંખો નાખી કહ્યું, આ જોઈ કેવલથી રહેવાયું નહિ એ આકા અહીંયા અમે પણ આવ્યા છે હો તું અને ફક્ત ... આટલું બોલી અટકી ગયો ત્યાં ભોપુ વચ્ચે ટપકિયો એલા અટકી કેમ ગયો કઈ દે તું ને ફક્ત તારું બૈરું... આ બન્નેએ મારો મગજ ખાલી કરી દીધો... આખો દિવસ એકબીજામાં જ પડ્યા રહે, ત્યાં નિરાલ પણ ટપકયો આવી જગ્યા બીજી વાર નસીબ નહિ થાય, પ્રેમ કરો પણ ભાનમાં રહી આ કુદરતને માણો એના માટે સમય આપો... અમારી મસ્તીમાં ભાગીદાર થાઓ તો વધારે મજા આવશે ત્યાં હવે અધૂરામાં પૂરું કરવા નિર્જરી પણ બોલવા લાગી આ દ્રશ્ય જોઈ લાગતું હતું કે બધા યોદ્ધા ભેગા થઈ અને આકાશ અને આર્યને ઘેરી વધ કરવાની તૈયારીમાં હોય. નિર્જરી આર્યને કહેવા લાગી કે પ્રેમ પ્રેમની જગ્યાએ અત્યારે આનો લ્હાવો ઉઠાવો જે રીતે નિર્જરી આર્યને સમજાવતી હતી એ જૉઇ કોઈ એવું ના કહી શકે કે આ બન્ને હજી બે દિવસ પહેલા જ મળી છે. અમારું ગ્રુપ સાવ એકબીજા સાથે ભળી ગયું હતું. નિર્જરી ક્યારની ભાષણ આપતી હતી અને પેલા બન્ને સાંભળતા જ હતા, અરે યાર આ પ્રેમ તમારો કેવો છે તમે બન્ને પાછા એકબીજા જોડે પણ વાત નથી કરતા બસ એકબીજાને જોયા જ કરો છો... આ મને તો કઈ સમજાતું નથી..
जिंदगी उसकी भी है उसे पलभर जीने दो
इश्क करते है अपने तरिके से करने दो..
कहा देती है ऐसा मौका जिंदगी हरपल
आज उसे आंखों में ही डूब जाने दो...
આ સાંભળી બધા મારા તરફ જોવા લાગ્યા, આકાશ અને આર્ય તો આ સાંભળીને ફરી એકબીજા સામે જોઈ મલકાવવા લાગ્યા. અરે યાર અણીએ પ્લાન બગાડી નાખ્યો મેં કીધું હતું કે આને પણ જણાવી દઈએ... જો બગાડ્યો ને આખો પ્લાન..નિર્જરી, કેવલ રાહી ભોપુ અને નિરાલને કહેવા લાગી પ્લાન? શેનો પ્લાન ? અરે યાર આ બન્નેને ને વધારે નજીક લાવવાનો ક્યારના એકબીજની આંખોમાં જ ડૂબ્યા રહે છે માટે અમે વિચાર્યું કે આ બન્ને વચ્ચે દુરી વધારીએ એટલે આપમેળે એકબીજાને મળવા તલપાપડ થશે પણ તે...
પ્રેમ છે...
આંખોથી હોય કે હોઠોથી શુ ફેર પડે છે...
બસ અહીં તો ફક્ત દિલનો જ મેડ પળે છે..
આ તો દરિયો છે
અહીં કોઈ તરે છે
કોઈ બળે છે
આખી જિંદગીનો સાથ કોઈક ને જ જડે છે...
આ જ તો પ્રેમ છે...
ઓય ભાઈ તને કશું થયું છે આજે ? નિરાલે મને પૂછ્યું.. ના કેમ? તો ભાઈ આજે કેમ આવી રચનાઓ બાર આવે છે.. ભાઈ તું વાતાવરણ જો દ્રશ્ય જો.. આ નાનું ઝરણું આ પહાડો અને એની ઉપરની ટોચ પર બરફની ચાદર અને આ ઝાકળ ... આજે હું આવું ના બોલું તો ક્યારે બોલું ...
બાઈ ધ વે યાર તું મસ્ત શાયરી કરે છે.. તું જ લખે છે ? નિર્જરી મને પૂછવા લાગી.. હમ.. હું આટલું કહી મારુ બેગ ખોલી અને ટેન્ટ બહાર નીકાળી ટેન્ટ લગાડવાનું ચાલુ કરી દીધું.. આ જોઈ બધાએ પોતાનો ટેન્ટ લગાડવાનું ચાલુ કર્યું.
ટેન્ટ લગાડી બધા અંદર થોડીવાર આરામ કરવા ગયા અને બધાની આંખ લાગી ગઈ, મને કોઈ હલાવતું હોય એવો અનુભવ થયો એટલે મેં આંખ ખોલી અને જોયું તો ભોપુ મને ઉઠાડી રહ્યો હતો, હું ઉભો થયો ને પૂછ્યું શુ છે યાર અત્યારે ? અરે ઉભો થા 1 વાગ્યો ને મને ભૂખ લાગી..હા તો શું? તને મારુ મોઢું જોઈ લાગે કે મને જમવાનું બનાવતા આવડે છે? અરે યાર ભૂખ લાગી તો રાહી, નિરાલ અને આર્યાને ઉઠાડ મને સુવા દે.. હું આખી રાત જાગ્યો છું.. હું ટેન્ટનું ચેઈન બંધ કરી ફરી સુઈ ગયો..
હું સૂતો હતો પણ અચાનક મને સંભળાયું કે કોઈ મને બોલાવી રહ્યું છે, મેં ઉભા થઇને ધ્યાન ધર્યુ તો નિરાલ મારા ટેન્ટની બહાર બુમો પાડતો હતો. મેં ટેન્ટ ખોલ્યો ને આંખો ચોળતા ચોળતા ને બગાસું ખાતા બોલ્યો શુ કામ છે લ્યા? અરે ક્યારનો બુમ પાડું છું સંભળાતું નઈ.. ચાલ જમવાનું થઈ ગયું છે. હું ઉભો થયો ને પાણીથી મોઢું ધોઈ સીધો બધા બેઠા હતા ત્યાં ગયો.. અરે ચા બનાવી ? ત્યાં રાહી બોલી એ ડોબા બપોરના 2 થયા છે ચા કોણ પીવે અત્યારે? યાર આ મનાલીમાં તો ખબર જ નથી પડતી કે સવાર છે કે બપોર... ચલ છોડ શુ છે જમવામાં? નિર્જરીએ તપેલી તરફ ઈશારો કર્યો અને મેં ધાર્યુ એ જ વસ્તુ હતી મેગી... સાથે ડુંગળી અને છાશ આ કોમ્બિનેશન અલગ હતું પણ આપણે તો ગમે તે ચાલે.. અમે બધા ખાવા લાગ્યા.. હું મારી મેગીમાં મશગુલ હતો ત્યાં આકાશ બોલ્યો ભાઈ તને મેગી બરોબર લાગી? મેં મેગી ખાતા ખાતા જ હા કહ્યું.. મેં જ્યારે મેગી ખાઈ માથું ઊંચું કર્યું તો બધા મારા અને ભોપા સામે જોતા હતા.. શુ? એ શું જોવો છો આમ? અલ્યા તું તો આખી ઝાપટી ગયો, આ નિર્જરી ને આર્યા ને દુનિયાનું સાવ સહેલું કામ પણ ના આવાળ્યું બોલ.. આવી મેગી હોય.. કેવલ નિરાશ થઈ બોલ્યો... મેગી આવી ના હોય ? મારો પ્રશ્ન સાંભળી બધા હસવા લાગ્યા ત્યાં ભોપો વચ્ચે બોલ્યો મને હજી થોડી મેગી આપ.. આ સાંભળી બધા ફરી હસવા લાગ્યા. જો ભાઈ મારુ તો એવું છે કે જે મળે એ ખાઈ લેવાનું કેમ કે મને જમવાનું બનાવતા નથી આવડતું એટલે ટ્રેકિંગ આવીએ ત્યારે ગમે તેવું હોય આપણે ચલાવી લઈએ..ભાઈ તું જંગલી છે, તારે ચાલે.. માટે અમે અહીંયા નજીકમાં સ્ટોર ગોતીએ કઈક મળે તો પેટ ભરાય.. અરે આકાશ 4 કીમી. સુધી કશું જ નહીં મળે..તો હું ને આર્ય જઈએ છે આવશું ત્યારે બધા માટે રાતનું જમવાનું લેતા આવશું. મેં ફક્ત માથું જ હલાવ્યું.. ત્યાં નિર્જરી બોલી અરે આકા એમ કે ને તારે ને આર્યા ને એકાંત જોઈએ અમે બધા તને ડિસ્ટર્બ ના કરેત... આર્યા ને આકાશ હસવા લાગ્યા ને મેં કહ્યું કે બન્ને વહેલા આવજો રાતનો પ્લાન મોટો છે.
આમ તો અમે હતા એ વિસ્તારમાં પર્વતો જ હતા પણ 2 કિમિ પછી ક્યાંક ક્યાંક ઘરો હતા એટલે હું એ બાજુ નીકળી ગયો અને નિરાલ, નિર્જરી, કેવલ ને ભોપો એક ટેન્ટમાં ભેગા થઈ ગપ્પા લડાવવા લાગ્યા..હું ત્યાં ગામે પહોંચ્યો ને લોકો સાથે વાત કરવાની ટ્રાય કરી પણ અમુક ને જ હિન્દી આવડતી હતી.જેને હિન્દી આવડતી હતી એની જોડે વાતો કરી ને ચા નો ડોઝ પણ લીધો. મને લોકો સાથે વાતો કરવાની અને નવું નવું જાણવાનો ખૂબ શોખ એટલે અમે રહેતા હતા ત્યાંની આજુબાજુ ની પર્વતમાં ફરવાની બધી જગ્યા વિશે ત્યાંના લોકોને પૂછી લીધું. હું ટેન્ટ તરફ નીકળ્યો અને ચા કોફી પાર્સલ કરી ટેન્ટ તરફ નીકળી પડ્યો. ત્યાં નિર્જરી, કેવલ, નિરાલ, રાહી, ભોપુ અને આર્યા અને આકાશ પણ આવી ગયા હતા, એ બધા ટેન્ટમાં બેસી જૂની વાતો વિખોડી રહ્યા હતા કોઈ સ્કૂલની વાતો કરતું હતું તો કોઈ જુના ક્રશની તો કોઈ કોલેજની. હું ચા લઈ અંદર ઘૂસ્યો અને ચા ભરી બધાને આપી ને બધાની વાતો સાંભળવા લાગ્યો.
આમ તો અહીં સૂરજ ક્યારેક જ દેખાતો હતો, આખો દિવસ અહીં વાતાવરણ વાદળછાયું જ રહેતું એને લીધે સમયનો કઈ અંદાજો જ ના રહેતો.મેં હાથની ઘડિયાળ સામે જોયું તો સાંજના 6 થઈ ગયા હતા.અરે 6 થઈ ગયા!!! મારાથી બુમ પડાઈ ગઈ.... ઓય 6 વાગ્યા છે કઈ આભ નીચે નથી પડી ગયું... ચીલ માર .. નિર્જરીએ ફરી એનું ધ્યાન વાતોમાં દોર્યું. હું તરત જ એ બધા બેઠા હતા એની વચ્ચે જઈ બેસી ગયો અને કહ્યું આજનો તમારો ગપ્પા સેસન અહીંયા પૂરો થાય છે... બધા શૂઝ પહેરી ટોર્ચ અને મોબાઈલ તથા પાણીની બોટલ અને જરૂરી સમાન નાની બેગમાં લઈ જલ્દી બહાર આવે, અને હા ખાસ સૂચના કોઈ મને પૂછે નહિ ક્યાં જવું છે? બધાએ મારી પાછળ પાછળ ચાલતા રહેવાનું.. જેમ ટ્રેનમાં કોઈ સ્પીકરમાં બોલતું હોય એ રીતે હું આ બધું એક સાથે બોલી ગયો.
હું શૂઝ પહેરી જેવો બહાર નીકળ્યો ત્યાં તો બધા મારી પહેલા તૈયાર હતા, અને હું બહાર નીકળ્યો તો કોઈએ પ્રશ્ન પણ ના કર્યો કે કયા જવાનું છે. હવે આને મારી દોસ્તી પર બધાનો વિશ્વાસ કહું કે પછી કઈક નવુ જાણવાના સસ્પેન્સની જિજ્ઞાસા.. હું બેગ લઈ ને ચાલતો થયો ને બધા મારી પાછળ પાછળ, અમે જ્યાં ટેન્ટ નાખ્યા હતા તેની સામેના જ પર્વત પર અમે ચડવાનું ચાલુ કરી દીધું, મેં હાથમાં ટેકા માટે નીચે પડેલી એક લાકડી લીધી અને થોડીવાર પછી પાછળ ફરી જોયું તો બધાએ પોતાના હાથમાં લાકડી લઈ લીધી હતી, આ જોઈ હું મંદ હસ્યો ને કહ્યું આગળથી ધ્યાન રાખજો સીધું ચઢાણ આવે છે..આ સાંભળી બધા એક સાથે બોલ્યા ઓકે સર... હું હસતો હસતો આગળ ચાલવા લાગ્યો, ચાલતા ચાલતા લગભગ અડધી કલાક થઈ ગઈ હશે છતાં કોઈ કશું બોલતું નહતું, કોઈ અંદરો અંદર વાતો પણ નહતું કરતું બસ ખાલી આર્યા ને આકાશ એકબીજાનો હાથ પકડી ચડી રહ્યા હતા ને થોડી થોડી વારે એકબીજાની આંખોમાં આંખ પરોવી ફક્ત હોઠોથી હસી લેતા હતા.
હું ચાલતા ચાલતા ઉભી ગયો અને પાછળ બધા ઉપર ચઢતા હતા એના તરફ મોં કરી એક પથ્થર પર બેસી ગયો, જેમ જેમ બધા મારી પાસે આવતા ગયા તેમ તેમ બધા મારી પાસે બેસતા ગયા.. તમને કઈ થયું છે કેમ આટલી શાંતિથી વાતો કર્યા વિના આવતા હતા? અરે યાર ચઢતા ચઢતા વાતો કરીએ તો થાક વધારે લાગે એટલે બસ ફક્ત આ નજરો માણતા માણતા જ ચડતા હતા.. જો કેવલ હવે 7 વાગવા આવ્યા ને અંધકાર પણ થઈ ગયો એટલે હવે આપણે અંદરો અંદર વાતો કોઈ વસ્તુ પકડી ને બચવા ના ચાન્સ પણ ઓછા... મારી વાત સાંભળી ને એકબીજાનો હાથ પકડી બેઠેલા આર્યા અને આકાશે એકબીજાનો હાથ તરત છોડી દીધો..
હવે અમે અંદરો અંદર ગપ્પા મારતા મારતા ચાલતા હતા. ચંદ્રના તેજના લીધે અમને રાત્રે પણ રસ્તો સાફ દેખાતો હતો એટલે ટોર્ચ અમે ચાલુ જ ના કરી. રાત્રે આ પર્વતના વૃક્ષો વચ્ચે અમારા અવાજ સિવાય પણ બીજા ઘણા અવાજો આવી રહ્યા હતા, આ નાના જીવોના અવાજો અને અમારા આવજો મળી અને અલગ પ્રકારના સંગીતનું સર્જન કરતા હોય એવું લાગતું હતું. એક તિમિરનો આવાજ જાણીતો હતો બાકી બધા આવજો નવા જ હતા પણ સાથે મધુર પણ હતા.ચંદ્રની શીતળતા આ રાત્રીની અલગ જ અનુભૂતિ કરવી રહી હતી.
વાતોના ગપ્પા ચાલતા હતા મેં પૂછ્યું કેવલ આકાશ ને નિર્જરી તમે કહો તમને આવો મનાલી આવવાનો પ્લાન ક્યાંથી પ્રગટ થયો... પહેલા તો ત્રણેયે એકબીજા તરફ જોયું પછી નિર્જરી બોલી જો સાચું કહું તને તો મારો બોયફ્રેન્ડ અને કેવલ બેસ્ટ ફ્રેન્ડ છે, અને આકાશની ગર્લફ્રેન્ડ અને હું બેસ્ટફ્રેન્ડ છે, અમારા રિલેશનશિપમાં બહુ ડખા ચાલતા હતા એટલે અમે નિર્ણય લીધો કે બધા પોતાની રીતે નવા જ મિત્રો સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરી આવે એટલે મૂડ રિફ્રેશ થઈ જાય.. અને જો બોયફ્રેન્ડ સાથે જઈએ તો ક્યાંક ને ક્યાંકથી જૂની વાતો ખુલે અને મૂડ પાછો હતો ત્યાંનો ત્યાં એના કરતા નક્કી કર્યું કે પર્સનલી ટાઈમ નીકાળીને ફ્રેશ થઈ અને રિલેશનશિપ કન્ટીન્યુ કરીએ... ઓહો નાઇસ પ્લાન હો નિર્જરી .. નિરાલ બોલ્યો...મારે પણ જ્યારે ગર્લફ્રેન્ડ બનશે ને અમારી વચ્ચે ડખા થશે ત્યારે હું પણ આવો પેતરો અજમાવી.. ઓય નિરાલ એના માટે ગર્લફ્રેન્ડ બનવી જરૂરી છે, અને જ્યાં સુધી અમે જીવતા છે ત્યાં સુધી અમે એ બનવા નહિ દઈએ.. કેવલ નિરાલની ટાંગ ખેંચતા બોલ્યો.. અને કેવલ ગર્લફ્રેન્ડ બનાવવાના વિચાર પહેલા એકવાર મોઢું તો અરીસામાં જોવુંતું ને.. મેં પણ કેવલનો સાથ આપ્યો..ત્યાં નિર્જરી નિરલની તરફેણમાં બોલી ટેંશન ના લે નિરાલ હું ને રાહી અમારી ફ્રેન્ડ સાથે તારું કઈક ગોઠવી દઈશું, પછી તું આ લુખ્ખાઓ ને સંભળાવજે...ત્યાં કેવલ વચ્ચે બોલ્યો.. આ જો મારી સાથે ભણે મારા ફ્રેન્ડની ગિર્લફ્રેન્ડ અને ક્યારેય મને ના કીધું કે હું તારું સેટિંગ કરાવીશ ને અજાણ્યા ઉપર રહેમ... હે ભગવાન આ દિવસો દેખાડતા પહેલા મને ઉપાડી કેમ ના લીધો...હવે મેં પણ મારું કેવલ સાથે ફિલ્મી અંદાજમાં ઉમેર્યું...એ કરમજલી નિર્જરી.. તને આ કેવલના દયાળુ ચહેરા પર એકવાર પણ રહેમ ના આવ્યો, અરે આ ચહેરો જોઈને રસ્તા પણ માણસો આના મોઢા પર 2 રૂપિયા ના સિક્કા મારે ને તું એક ગર્લફ્રેન્ડ માટે રોવડાવે... મારી પાર્ટી ચેન્જ થતા કેવલ મસ્તીમાં મને મારવા દોડ્યો..
અમે તો અમારી ધૂનમાં અને ફિલ્મી ડાયલોગ મારવામાં ડૂબી ગયા હતા પણ ત્યાં અચાનક ભોપુ ને રાહી અમારી પાસે દોડતા દોડતા આવ્યા અને કહ્યું કે આર્યા ત્યાં નીચે બેઠી બેઠી રડે છે.. આ સાંભળી અમે ઝડપથી આર્યા પાસે પહોંચ્યા, આર્યા પથ્થર પર બેઠી બેઠી રોતી હતી અને આકાશ એને મનાવવાની ટ્રાય કરતો હતો.. આર્યા એક જ વાત વારંવાર બોલતી હતી કે તારે એક ગર્લફ્રેન્ડ છે .. અને આ વાત તે અત્યાર સુધી છુપાવી.. તું ચાલતો થા મારે તારી એક વાત પણ નથી સંભાળવી.. હું આર્યા પાસે ગયો અને એનો હાથ પકડી પથ્થર પરથી ઉભી કરી અને મેં બધાને આગળ ચાલવાનો ઈશારો કર્યો... આર્યા ને અમારા બધામાંથી હું એને ખૂબ જ નજીકથી જાણતો હતો, અમારો લોહીનો સબંધ નહતો છતાં અમારી વચ્ચે એક એવો બંધ હતો કે હું આર્યાના દિલની બધી વાતો અનુભવી શકતો હતો, આમ કહીએ તો ભાઈ બહેન જેવો નાતો..
મેં આર્યા ને ઉભી કરી અને આર્યા મારા પર રડતી રડતી ઢળી પડી મેં એને ટેકો આપી એને ખભેથી પકડી.. એ હજુ રડતી હતી અને મને કહેતી હતી 'ભાઈ મારી સાથે જ દર વખતે કેમ આવું થાય છે?'મેં આર્યાના માથા પર હાથ ફેરવ્યો.. આર્યા સાથે મારી આંખો પણ ભીની થઇ ગઇ હતી, મેં આર્યા ને એક પથ્થર પર બેસાડી અને બેગમાંથી પાણી કાઢીને પીવડાવ્યું... અને મારી સાથે ચાલવાનું કહ્યું.. આર્યાના ડુસકા મને અંદર સુધી ખૂંચતા હતા, કેમ કે અમારો સબંધ એવો હતો, અમે કે.જી. થી સાથે જ ભણ્યા અને આર્યા એની દરેક વાત મને કહેતી.. હું એના દરેક ઘાવથી પરિચિત હતો, હું આર્યાને લઈ પર્વતના ઉપરના ભાગે ખુલ્લી જગ્યા પર પહોંચ્યો, ત્યાં બધા પહેલેથીજ ચિંતામાં બેઠા હતા.
Next.....