મનાલી - 2
બધા બેઠા હતા તેનાથી દૂર હું આર્યાને લઇ ગયો અને ત્યાં આર્યા બેઠી એવી તરત જ મને ભેટી રડવા લાગી..એ આર્યાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું... આર્યા જો જિંદગીમાં આવું ચાલતું રહે આની પાછળ રોતા રહીએ તો આપણી જિંદગી ધોવાય જાય, તું ખુદને દોષ ના આપ..આકાશની પણ કંઇક મજબૂરી હોઈ શકે, તને ખબર ને મારી જોડે પણ એકવાર થયેલું મારી ગિર્લફ્રેન્ડ કોઈ ઓર ને મને કોઈ ઓર ગમી અને અંતે બન્નેમાંથી ગયો.. અમુક સબંધો પરાણે અને જબરદસ્તી બંધાય જાય છે, અને આવા જબરદસ્તી બંધાયેલા સબંધો જલ્દી નથી છુટતા,ક્યારેક તો આ જબરદસ્તી બંધાયેલા સબંધો આખી જિંદગી ફાંસીની જેમ ગળે પડ્યા રહે, એમાં જો વચ્ચે કોઈ સંબંધ એવો બંધાય કે જે આ જબરદસ્તીના સબંધ ને તોડવાનું કારણ બની શકે તો બન્નેની જિંદગી ને એક નવો ચાન્સ મળે. માટે તું પેલા આકાશ જોડે વાત કર પછી કોઈ નિર્ણય પર આવ..મેં દૂર બેઠેલાં આકાશને નજીક આવવા ઈશારો કર્યો. આર્યા હજુ મને ભેટીને રડતી જ હતી.. મેં એના માથાને મારા ખભા પરથી લઈ અને આકાશ તરફ કર્યું. આર્યાની આંખો રડી રડી ને લાલ થઈ ગઈ હતી. આકાશ નીચે જમીન પર ઘૂંટણભેર બેસી ગયો અને આર્યા ને કહેવા લાગ્યો, આર્યા તારા દિલને દુઃખાવવાનો મારો કોઈ ઈરાદો નહતો. નિર્જરીની ફ્રેન્ડ મારી ગર્લફ્રેન્ડ છે પણ આ સંબંધ ફક્ત અટરેક્શનને લીધે બંધાયેલો સબંધ છે, હું આ વાત નિહારિકાને આજ સુધી કહી ના શક્યો કેમ કે મારા દિલ પાસે બીજી કોઈ
દીશા નહતી, પણ હવે હું એને કહી શકીશ કે જે પ્રેમ આજ સુધી હું તેનામાં જોવા માંગતો હતો એ મને તારામાં મળ્યો અટલે હું તને છોડું છું.. પ્લીઝ આર્યા મને માફ કરી દે... હું તને આ વાત વહેલા કહી દેવા માંગતો હતો પણ જ્યારે ભાવેશે(હું) એમને બધાને એકાંત તારા વિશે કહ્યું કે તારા પપ્પાની ડેથનો હજુ 1 મહિનો થયો છે અને તું એ સદમો ભૂલી નથી શકતી, અને એ માટે ભાવેશ તને એ સદમો ભુલાવવા લાવ્યો ત્યારે મેં વિચાર્યું કે આ સાચો સમય નથી તને બધી હકીકત બતાવવાનો... પ્લીઝ યાર માફ કરી દે.. હું ઘરે પહોશીશ એટલે ડાયરેક્ટ નિહારિકાને બધું જણાવી દઈશ..
મેં આર્યા સામે જોયુ ને કહ્યું માની જ હવે... આની વાતમાં સચ્ચાઈ છે, આર્યાએ આંસુ લૂછયા અને આકાશને ગળે ભેટી પડી અને રડતા રડતા કહેવા લાગી.. જો મારા સિવાય બીજી તને કોઈ ગમે અને ત્યારે તે મને એમ કીધું ને કે તું અટરેક્શન હતી તો હું તારા ટાંટિયા ભાંગી નાખીશ... આ સાંભળી આકાશ હસવા લાગ્યો અને એ પણ આર્યા જોરથી ભેટી પડ્યો.. આ જોઈ દૂર બેઠેલા બધા ચોસો પાડતા આવી પહોંચ્યા... નિરાલ ને કેવલ તો આટલી ઠંડીમાં શર્ટ કાઢી નાચવા લાગ્યા, અને અધૂરામાં પૂરું કરવા રાહીએ બેગમાંથી સ્પીકર કાઢ્યું અને ગરબા ચાલુ કર્યા.. બધા આર્યા અને આકાશને ફરતે ગરબા રમવા લાગ્યા,થોડીવાર થઈ એટલે આર્ય ને આકાશ પણ રમવા લાગ્યા ને ગરબા પુરા થયા એટલે આર્યા મારી પાસે આવી અને મને ગળે લગાડી લીધો અને બોલી થેન્ક્સ... મે એના માથા પર ટપલી મારી અને કાનમાં કીધું, હવે મારે લવગુરુનો ધંધો ચાલુ કરવો પડશે.. શુ કેવું તારું, આ સાંભળી આર્યા હસવા લાગી...
હવે મારાથી ભૂખ સહન નથી થતી, ભાવેશ કઈક સેટિંગ કર, અને હવે તો કે તું અહીં શુ કામ લાવ્યો રાત્રે?
રાત્રે 9 વાગ્યે બોલેલા ભોપુના આ શબ્દો મને તેની ભૂખનો અહેસાસ કરાવતા હતા. જો ભોપુએ પહેલાં પ્રશ્ન કર્યો એટલે ખાવનું સેટિંગ પેલા કરીએ પછી હું કહીશ અહીં શુ કામ આવ્યા...
હું ઉપર ખુલ્લા મેદાનમાંથી બધાને એક મંદિર તરફ લઈ ગયો,આમ તો આ મંદિરનું સ્ટ્રક્ચર આપણા મંદિરો કરતા અલગ જ હતું.. અમે એ મંદિરમાં દર્શન કરી પાછળની બાજુથી બહાર નીકળ્યા, હકીકતમાં અમારામાંથી કોઈને ખબર ન પડી કે આ મંદિર હતું શેનું...છતાં એ ભાવથી નમસ્કાર કરી પાછળની બાજુએથી બહાર નીકળી ગયા.જેવા પાછળ નીકળ્યા ત્યાં કોઈ નદીનો અવાજ કાને પડ્યો પણ રાત્રીને લીધે કશું એટલું સાફ દેખાતું નહતું. એ મંદિરની બાર મેં આમ તેમ જોયું ત્યાં એક સામે ઘર નજરે ચડ્યું, અને અમે તે બાજુ નીકળી પડ્યા.
ઘર બે માળનું હતું પણ આખું લાકડાનું બનેલ એટલે કે કોટેજ ટાઈપનું હતું, આ ઘર મને તો પહેલી નજરે જોતા જ ગમી ગયું ને મનોમન વિચાર કરી નાખ્યું કે સાલું જાતે કમાતા થઈએ એટલે આવું ઘર આ વિસ્તારમાં જ લેવું છે. મેં ઘરનો દરવાજો ખખડાવ્યો તો એક 35-40વર્ષની સ્ત્રીએ દરવાજો ખોલ્યો, આ વિસ્તારમાં ઉંમરનો અંદાજો લગાવવો કઠિન હતો કેમ કે ઠંડો વિસ્તાર હોવાને લીધે બધાની ચામડી મુલાયમ અને ગોરી જ દેખાય, પણ મેં તો ચહેરા પર પડેલી કરેચલીઓના આધારે ઉંમરનો અંદાજો લગાવી દીધો. 'આયે આયે સાહેબ આપકા હી ઇંતજાર કર રહે થે' પેલા બહેન બાર ખોલી ને આવું બોલ્યા ત્યાં તો બધાની નજર મારા તરફ... અરે હું જ્યારે ચા લેવા ગયો ત્યારે ગામના લોકોએ કહેલું કે ત્યાં મંદિર પાછળ એક ઘર છે, તે પ્રવાસીઓ ને જમાડે છે અને રહેવાની પણ સગવડ કરી આપે છે, એ પણ ફ્રી માં... કેમ કે આ બહેનને લોકો પ્રત્યે ખૂબ લગાવ અને એ એકલા જ અહીં રહે છે. મેં આ સાંભળ્યું એટલે લોકોને કહ્યું કે આજે રાત્રે અમારે ત્યાં જવાની ઈચ્છા છે, તો એ લોકોએ કોઈ માણસ દ્વારા અહીં જાણ કરાવી દીધી. મારી વાત સાંભળી બધા સ્થિર થયા ને અંદર પ્રવેશ્યા, અંદર નીચે ટાઇલ્સ ને બદલે લાકડાનો જ માચડો હતો, અને એમાં ભોપો જેવુ ડગલું ભરે એવો ઢબ ઢબ અવાજ આવે.. નિરાલ હળવેકથી ભોપા પાસે ગયો ને બોલ્યો,એ હાથી ગેલમાં ચડ્યો શુ? ધીમેં ને નિરાંતે ડગલાં મુક... આપ એક કામ કિજયે અંદર મુ હાથ ધો ડાલો મેં ખાના લાગતી હું.. અમે અંદર જઈ વારાફરતી હાથ પગ ધોવા લાગ્યા, અહીંયા ઘરમાં તો કોઈ જ નથી મને તો ડર લાગે છે.. આકાશના આ શબ્દોએ બધાના મનમાં શંકા ફૂંકી, અરે આપણે ક્યાં રાત રોકાવવી આપણે જમી ને થોડીવાર બેસી નીકળી જશું, મારી આ વાત સાંભળી બધા થોડા સિક્યોર ફિલ કરવા લાગ્યા.
અમે અંદર પહોંચ્યા તો પેલા આંટી બધું ગોઠવતા હતા, આ જૉઈ નિરાલ અને કેવલ આંટીની મદદ કરવા ગયા.અમે બધા નીચે રાઉન્ડમાં બેઠા અને આંટીએ અમને પીરોસ્યું અને પછી એ પણ અમારી સાથે જ ડીશ લઈ જમવા બેઠા, આ જોઈ અમારો ડર દૂર થયો કે ક્યાંક ખાવામાં કશું ભેળવેલું હશે તો... કેવલે તો આંટી સાથે જમતા જમતા વાતો ચાલુ કરી, આપ કિતને સાલ સે રહેતી હે? આંટી પ્રેમથી જવાબ પણ આપતા હતા, જ્યાંરે કેવલ પૂછ્યું કે આપ અકેલી રહેતી હે?ત્યાં આંટી થોડીવાર માટે મૌન થઈ ગયા,અને એની આંખોમાં પાણી તબકવા લાગ્યું, એ હળવેકથી બોલ્યા.. અરે 5 સાલ પહેલે મેં મેરે 2 બચ્ચે ઓર પતિ કે સાથ યહાં હી રહેતી થી, પર એકદિન મેરી મા કી તબિયત ખરાબ હુવી તો મેં ઉસે મિલને ચલી ગઈ ઓર બચ્ચોકી પઢાઈ ચલ રહીથી ઇસ લીએ ઉસેભી યહાઁ છોડ કે ગઈથી, તબ અચાનક જોરો સે બારીશ આઈ ઓર વેસેભી યે પહાડી ઇલાકો મેં બારીશ આતી હે તો દહેશત ફેલા દેતી હે, પહાડી ઇલકા હે ઇસ લીએ ઉપરકે પહાડો મેં હુવી બારીશકા પાનીભી યહાઁ પાસ વાલી નદીમે હી આતા હે પર ઉસ દિન વો બારીશ સબ કો ખીચ કે લે ગઈ, મુજે પતા ચલા તો મેને સોચ કિ અબ મેં યહી રહુંગી મેરે પરિવાર કી યાદોમે યહી દિન ગુજારૂગી ઓર ઉસ ભયાનક બારીશકા ઇનતઝાર કરુગી, ઇસલીએ મેને ફિર સે યહાઁ ઘર બનાયા ઓર અકેલાપન મુજે ખા ના જાયે ઇસ લીએ મેં જો લોગ ઘુમને આતે હે ઉસે ખીલાતી હું ઓર સોને કે લીએ કમરે ભી.. ભોપા સિવાય બધા આ વાત સાંભળવામાંને સાંભળવામાં જમવાનું ભૂલી ગયા હતા, પણ ભોપો તો આ બધાથી પૂર્વ બસ જાપટતો જ હતો. ખાવામાં ડીશમાં મુકાયેલી વસ્તુમાંથી હું એક જ વસ્તુ ઓળખતો હતો અને એ હતી મોમોસ, બીજી વાનગીઓના નામ પૂછ્યા પણ કઈ પલળે પડ્યા નહિ પણ બધુ હતું સ્વાદિષ્ટ...
અમે જમી અને બહાર આંટો મારવા નીકળ્યા, હું તો. સીધો અવાજ પરથી નદીની દિશામાં ગયો, ત્યાં જોયું તો ચંદ્રના પ્રકાશમાં આ પાણી જગમગતું હતું અને આગળથી આ પાણી ત્રણ-ચાર ફાંટામાં વહેંચાતું હતું, એટલે મને તરત અંદાજો આવ્યો કે અમે ટેન્ટ નાખ્યા એ જગ્યાએ ઝરણું આવે એ પણ આ નદીનું જ હશે. હું પથ્થરો લઈ નદીમાં ફેકતો હતો, ત્યાં નિર્જરી મારી બાજુમાં આવી અને પગ નદીમાં ડુબોળવા ગઈ ત્યાં ચીસ નાખી.. આ ચીસ સાંભળી હું ઓચિંતો નદીમાંથી પગ બહાર કાઢી ઉભો થઇ ગયો. શુ થયું? અરે કેવું ઠંડુ પાણી.. મારા જીવમાં જીવ આવ્યો, મને તો એમ કે મગર કે એવું કઈ આવ્યું હશે.. હું ફરીથી નદીમાં પગ ડુબાળીને બેઠો ને નિર્જરી સામે જોઈ બોલ્યો.. ઠંડીમાં અને એ પણ મનાલીમાં તને પાણી ગરમ હોયને તો પણ ઠંડુ લાગે,એમાં શું બુમાં બુમ કરવાની જરૂર હતી.. આયા બાજુમાં કોઈને એટેક આવી જાય.. નિર્જરી જવાબમાં ફક્ત મારા સામે જોઈ મસ્તીમાં મોઢું બગાડી મેં હસી જ.. અમે બન્ને પોત પોતાના વિચારોમાં ખોવાયા અને અંદર નદીમાં મસ્તીમાં ઝુલતા પગો ક્યારેક એકબીજાને અથડાતા હતા. મેં અચાનક પગ નદીની બહાર કાઢી ઉભા થઇ બુમ પાડી મગર!! નિર્જરી સેકન્ડના છઠ્ઠા ભાગમાં ઉભી થઇ ગઈ.. આ જોઈ હું હસવા લાગ્યો ને હસતા હસતા નદીના નજીકના ઘાસમાં જ લાંબો થઈ ગયો, નિર્જરીએ મજાકમાં મને લત મારી અને પછી એ પણ ત્યાં જ બેસી ગઈ..
થોડીવાર માટેતો શાંતિ છવાઈ ગઈ, યાર મારે તને સોરી કહેવુ હતું, મેં પૂછ્યું સેના માટે? અરે આકાશ અને આર્યાનો ઝઘડો થયો એના માટે, મારાથી ભૂલમાં સચ્ચાઈ બોલાઈ ગઈ, આકાશે મને કીધું હતું કે આ બાબત વિશે આર્યાને ખબરના પડવી જોઈએ યોગ્ય સમય આવશે એટલે એ આર્યા ને બધું સમજાવી દેશે.. પણ મારા લીધે.... અરે નિર્જરી એમાં તારે કઈ દુઃખ કર્યા જેવું નથી, આ તો સારું થયું કે બન્ને સમય રહેતા સચ્ચાઈ જાણી ગયા બાકી આગળ જતાં એના સંબંધમાં વધારે તકલીફો ઉભી થાત... એન્ડ હવે એ બન્ને વચ્ચે બધું જ સોલ્ટ આઉટ થઈ ગયું..ત્યાં જો બન્ને પથ્થર પર કેવા પ્રેમથી બેઠા છે... નિર્જરી ને હું એ બન્ને તરફ જોવા લાગ્યા, આકાશ અને નિર્જરી એક ઊંચા અને મોટા પથ્થર પર હતા, આર્યા આકાશ પર માથું રાખી સૂતી સૂતી આકાશમાં જોતી હતી અને આકાશ પણ પથ્થર પર સૂતો સૂતો આર્યના વાળ સાથે ખેલી રહ્યો હતો, મેં નિર્જરી ને કહ્યું કેવી વાત છે નઈ આર્યા આકાશ પર માથું રાખીને આકાશ જ જોય છે.. નિર્જરીએ મારા સામે જોઈ સ્મિત આપ્યું. બીજી બાજુ નજર કરી તો રાહી, કેવલ અને નિરાલ આંટી જોડે બહાર વાતો કરતા હતા અને ભોપો ઉપરના માળે ગેલેરીમાં લાંબી લાકડાની આરામ ખુરશી પર બેઠો બેઠો કઈ ખાતો હતો..
થોડીવાર થઈ તો ઓચિંતાનો જોરથી પવન ફૂંકાવા લાગ્યો, આંટીએ ઈશારો કરી અમને બધાને અંદર આવવા કહ્યું.. અમે અંદર ગયા એટલે આંટીએ કીધું આજે વાતાવરણ બગડ્યું કદાચ બરફ પડશે એક કામ કરો તમે બધા ઉપર 4 રૂમ છે ત્યાં જ સુઈ જાવ.. પવન એટલો જોરથી ફૂંકાતો હતો કે અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નહતો.. અમે લાકડાની સીડીથી ઉપરના માળે પહોંચ્યા.. ત્યાં પણ બધું જ લાકડાનું, અને મોટો બેડ અને તેના પર મસ્તના ચિત્રો લટકાવેલા હતા અને એ પણ લાકડાની ફ્રેમમાં અને આ રૂમોની છત સાવ નાની હતી હું કૂદકો મારીને અડી શકું એટલી જ ઊંચી.... મને જોરની ઠંડી લાગવા માંડી માટે હું તો પેલા જ રૂમના બેડમાં પડ્યો અને રુ જેવો ઓછાળ ઓઢી બધા સામે જોવા લાગ્યો... નિરાલ બોલ્યો હું ભોપુ સાથે નહિ સુવ એ રાત્રે નસકોરા બોલાવે.. એટલે અંતે નક્કી થયું કે આકાશ, કેવલ ને નિરાલ એક રૂમમાં અને એક રૂમમાં આર્યા, નિર્જરી ને રાહી ને હું ને ભોપુ પર્સનલ રૂમમાં..
રાતના 1 વાગ્યા હશે ત્યાં નિર્જરી મને ઉઠાડવા આવી.. મેં માંડ માંડ આંખ ખોલી અરે ઉઠ.. શુ થયું? પેલી આર્યા ઊંઘમાં કઈક બોલે છે,ને ક્યારેક તો આંખો ખુલી રાખીને બોલે છે.. હું નિર્જરી સાથે તેના રૂમમાં ગયો તો આર્યાની અડધી આંખો ખુલી હતી અને કંઈક બબડી રહી હતી.. મેં નિર્જરી ને કહ્યું કે આવું આર્યને ઘણીવાર થાય છે એ જ્યારે બહુ થાકી જાય ત્યારે... પણ આ આંખો અડધી ખુલી છે એટલે મને ડર લાગે.. એક કામ કર તુ ત્યાં મારી સાથે સુઈ જા... તારી સાથે?? હા તો એક કામ કર અહીં નીચે સુઈ જા, હું આટલું કહી મારા રૂમ તરફ નીકળ્યો ત્યાં વચ્ચેના રૂમમાં કેવલ, આકાશ ને નિરાલ ટૂંટિયું વળીને સુતા હતા ને ઓઢવાનું નીચે પડી ગયું હતું, હું તેને ઓઢાડી મારા રૂમમાં જઈ સુઈ ગયો.. ત્યાં નિર્જરી મારી પાછળ પાછળ આવી.. ઓકે હું અહી જ સુઈ જવ, 5 મિનિટ થઇ હશે ત્યાં ફરી મને કોઈ જગાડતું હોઈ એવું લાગ્યું, એ નિર્જરી જ હતી. હવે શુ થયું? ઓશીકું આપને અહીં એક જ છે.. હું નહીં આપું અને હવે સુવા દે યાર મને... હું ફરી સુઈ ગયો.. મને મારા શરીર પર થોડો વજન લાગવા માંડ્યો મેં થોડી આંખ ખોલી જોયું તો નિર્જરીનું માથું મારા હાથપર હતું અને એક હાથ મારા પર હતો, લગભગ રાતના 3 વાગ્યા હશે. કોણ જાણે કેમ પણ હું નિર્જરીને મરાથી અલગ કરી શકતો નહતો, એનો એ પ્રેમાળ અને ઇનોસન્ટ ચહેરો જોયા જ કરવાનું મન થતું હતું, મેં હળવેકથી એના ચહેરા પર હાથ ફેરવ્યો મને આ અનુભૂતિ કઈક અલગ જ લાગી,હું ઓઢવાનું નિર્જરીને સરખું ઓઢાડી ને એની બંદ આખો નિહાળતો રહ્યો અને નિહાળતા નિહાળતા સવાર ક્યારે પડી એનું ભાન જ ના રહ્યું.. રાહી ઉઠી ગઈ હતી અને નિર્જરી હજુ મને વળગી ને જ સૂતી હતી..આમ તો હજી 6 થયા હતા એટલે અંધકાર જ હતો અને આમ પણ અહીં બધા રૂમમાં મોટી જગમગતી લાઈટો ની જગ્યાએ નાનો નાઈટ લેમ્પ જ હતો,હું આંખો બંધ કરવાનો ઢોંગ કરી સુઈ ગયો, એ ઢોંગમાં સાચી ઊંઘ ક્યારે આવી એની ખબર ના રહી..મારી આંખ ખુલી તો સામે લટકતી ઘડિયાળ 8 વાગ્યાનો સમય બતાવી રહી હતી પણ વાતાવરણ પરથી લાગતું હતું કે હજુ 5 જ વાગ્યા છે, ત્યાં નિર્જરી અચાનક ઉઠી એટલે મેં આંખો બંધ કરી લીધી પણ સાવ જીણી જીણી આંખોએ જોતો હતો... પહેલા તો એને જોયું કે એનો એક પગ અને હાથ મારા પર હતો અને એ મારા ખંભા પર માથું રાખી સૂતી હતી અને હળવેથી પગ હટાવ્યો પછી હાથ હટાવ્યો અને ધીમેથી ધાબળો હટાવી ઉભી થઇ અને ત્યાં જ બેઠી બેઠી મારી સામે જોતી હતી પછી એણે જોરથી મારા ગાલ ખેંચ્યા ને બોલી ઉભો થા.... સવાર પડી ગઈ ભૂત... મેં ધીરેથી આંખો ખોલવાનો ઢોંગ કર્યો અને ઉભા થઈ આળસ મરડ્યો... ઊંઘ સરખી આવી? અરે તું તો આ બધાનું માથું ભાંગે એવો નીકળ્યો મેં પૂછ્યું કેમ? તું તો રાત્રે નસકોરા પણ બોલાવતો હતો.. આંખો ખુલી રાખી કઈક બબડતો પણ હતો.. મેં ઉત્સાહથી પૂછ્યું શુ? શુ બબડતો હતો? નિર્જરી હસતા હસતા બોલી અલ્લા કે નામ પે દે દે બાબા અલ્લા કે નામ પે કુછ દે દે... મેં એને પગથી ધક્કો મારી બેડમાં પછાડી ને અમે એકબીજાના પગથી હુમલા કરવા લાગ્યા, ત્યાં રાહી ડીશમાં કેટલા બધા કપ લઈ આવી અને બોલી ચાલ અપવાદ તારી ચા લઈ લે... હું ચા જોઈ ખુશ ખુશ થઈ ગયો.. વાહ વાહ રાહી તે દિલ ખુશ કરી દીધું એક હગ તો બને છે રાહીએ ડીશ નિર્જરીને આપી ને મને જોરથી ભેટી... નિર્જરી પાસેથી રાહી એ ડીશ લીધી અને એક હાથે મને કપમાં ચા આપી.. નિર્જરી એક આ જ એવી વ્યક્તિ છે જે દિલથી ક જાણે છે કે મને અત્યારે શુ જોઈએ... આર્યાએ બનાવી હોતતો અત્યારે મારે પણ કોફી પીવી પડેત.. નિર્જરીએ પણ ચા લીધી મેં તેની ચામા નજર કરી ને મોઢું બગાડ્યું છી છી.. ગંદી... રાહી આકાશવાળા રૂમમાં ગઈ ત્યાં મેં બુમ પાડી, નિરાલ, કેવલ રાહી માટે એક હગ બને હો બ્રો સવારમાં આપણા માટે આટલી મહેનત.. ત્યાં તો બધા વારાફરતી રાહીને હગ કરવા લાગ્યા... રાહી તેની કોફી લઈ મારી અને નિર્જરી પાસે આવી.. અરે નિર્જરી તું કેમ અહીંયા સુવા આવી ગઈ... નિર્જરીએ બધી વાત રાહી ને કીધી... અરે રાહી મને તારું કામ ગમ્યું,સુઈ ગયા પછી શું થાય એની મગજમારી જ નહીં... આ નિર્જરીની જેમ કઈ માથાકૂટ નઈ.. નિર્જરીએ મારી સ્વતંત્રતા છીનવી લીધી આ બેડ પરથી... નિર્જરીએ મને ટપલી મારી અને બોલવા લાગી ઓય ટપોરી છાનીમની ચા પી ને... હું ચા લઈ બહાર ગેલેરી આગળ ગયો ને ગેલેરીનો દરવાજો ખોલ્યો,મેં જોરથી બુમ પાડી બધાને બોલાવ્યા. બધા અચંબિત થઈ ગયા, આ આખી જગ્યામાં જાણે કોઈ રાત્રે ઘાટો સફેદ કલર કરી ગયું હોય એવું લાગતું હતું, ચારે તરફ બરફના થર લાગી ગયા હતા અને અત્યારનું વાતાવરણ પણ વરસાદી જેવું હતું અને ઠંડો પવન ફૂંકાતો હતો. આ જગ્યા સવારે જોતા એમ લાગ્યું કે રાત્રેતો અમને બસ ટ્રેલર જ જોયું હતું, મુવી તો અત્યારે બાર પડ્યું... ચારે તરફ બરફ અને ક્યાંક એ બરફમાંથી સફેદ ઘાસ બહાર ડોક્યુ કાઢતું હતું તો દૂર દૂર નજર કરતા લાંબા લાંબા વૃક્ષો પણ માથે બરફ ચડાવી ઉભા હતા, કાળા વાદળ આમ તેમ ફરી રહ્યા હતા અને ઠંડો પવન અમારા કોટ અને કપડાં ચીરી સીધો અંદર ઉતરી રહ્યો હોય એમ લાગતું હતું... ત્યાં ભોપુ આવ્યો યાર હું ક્યાંક 8 મહિના તો નથી સૂતો રહ્યોંને.. આપણે સુતા હતા ત્યારે શિયાળો હતો અને અત્યારે ચોમાસા જેવું લાગે... આટલું બોલી ભોપુ હસવા લાગ્યો અને સાથે અમે પણ... અમે બાર બંધ કરી અંદર ગયા ને મેં રાહીને પૂછ્યું આંટી ક્યાં? એ બહાર જઉ છું..થોડીવારમાં આવું એમ કહી ગયા...આવા વાતાવરણમાં ક્યાં ગયા હશે હું એવા વિચારમાં ડૂબ્યો હતો, ત્યાં રાહી બોલી મિત્રો... મારી પાસે એક મસ્ત વસ્તુ છે હું તમને બતાવું જુવો... એમ કહી એ ઉભી થઇ અને મોબાઈલ કાઢી અને ફોટો ખોલ્યો.. તેમાં ફોટો હતો મારો અને નિર્જરીનો જેમાં નિર્જરી મને વળગીને સૂતી હતી અને મારો હાથ નિર્જરીને માથા પર.... આ ફોટો જોઈ હું ને નિર્જરી તો લાલ લાલ થઈ ગયા, અરે નિર્જરી તમે બન્નેએ તો તમારી સ્ટોરીની ખબર જ ના પડવા દીધી,આટલું બોલી આકાશે આગમાં ઘી રેડયું, આકાશ એવું કઈ નથી આ તો હવે નિર્જરીને સુતા નથી આવડતું એમાં હું ફસાઈ ગયો, અચ્છા મને સુતા નથી આવડતું એમ... હા એમ જ.. આ બધું આર્યા ને લીધે થયું, અરે હું વચ્ચેથી ક્યાં આવી? અરે આર્યા આ તું રાત્રે આંખો ખુલી રાખી સૂતી હતી એમાં મારે અમુક ડફોળ સાથે સૂવું પડ્યું... મને ડફોળ કે છે, પેલા તને જો વાંદરી.... અમારા મસ્તી ભર્યા ઝઘડાને વચ્ચે જ રોકી રાહી બોલી, અરે જો કઈ દિલમાં હોય તો તમે એકબીજાને કહી દો,ક્યાંક પછી દિલની વાત દિલમાં જ ના રહી જાય, ત્યાં કેવલ ને નિરાલ બોલ્યા અને હા નિર્જરીનો બોયફ્રેન્ડ ને રસ્તામાંથી કાઢવાનું ટેંશન ના લો તમે લોકો... અરે તમે પણ શું જામ્યા છે યાર એવું કશું નહીં આ તો ઊંઘમાં... ત્યાં રાહી ને આર્યા વચ્ચે બોલી ઊંઘમાં ઓ....
તમે બન્ને જ છો આ બધાની પાછળ એમ કહી મેં એ બન્ને પાછળ દોટ મૂકી અને આમથી તેમ થોડીવાર દોડ્યા દોડ... લગભગ અડધી કલાક સુધી મને અને નિર્જરીને મૂક્યા નહિ...
અમે તો અમારી ધૂનમાં હતા પણ ત્યાં ભોપુ બાલ્કનીમાંથી આવ્યો ને બોલ્યો યાર આંટી ક્યાં ગયા હશે આમ જો વરસાદ ચાલુ થઈ ગયો અને પવન પણ...આને ભૂખ લાગી લાગે એટલે આંટીની ચિંતા થતી લાગે નિરાલે ભોપુ ને ટોણો માર્યો... ઓય યાર બધી વાત મજાકમાં ના હોય, આપણે જવું જોઈએ, ભોપુ થોડો ગુસ્સે થયો. હા તો જઈ આવ તું,અહીં બરાડા શુ પાડે છે.. અલ્યા તમે શું બને ચાલુ પડી ગયા, આ તનાવ ભર્યા વાતાવરણમાં વચ્ચે પડી મેં બન્નેને શાંત કર્યા અને હું ને ભોપુ બહાર આજુબાજુમાં આંટી ક્યાં છે એ જોવા ગયા..
હજુ તો હું ને ભોપુ મંદિરથી થોડા નીચે ઉતાર્યા ત્યાં તો આંટી પલળતા પલળતા માંડ માંડ ઉપર ચડતા હતા અને એના હાથમાં એક બેગ હતા અને પગમાં શૂઝ પહેર્યા હતા(ત્યાં લોકો શૂઝ પહેરવાનું વધારે પસંદ કરે કેમ કે ક્યાંક બહારથી કશું લેવા જવાનું થાય તો ચડવા ઉતરવામાં સહેલું પડે..) પણ બુટને લીધે આંટી ચાલી શકતા નહતા.. હું ને ભોપુ આંટી પાસે ગયા અને તેના હાથમાંથી થેલી લીધી અને આંટીને ટેકો આપી આગળ ચાલવા માંડ્યા, આંટી નીચેથી ચડીને ઉપર આવ્યા હતા એટલે થાકી ગયા હતા અને એનો શ્વાસ પણ ફુલતો હતો. આ જોઈ ભોપુ એ તો આંટીને બે હાથેથી ઉપાડી લીધા.. આંટી તો બોલતા જ રહ્યા.. અરે બેટા રહને દો.. મેં પહોંચ જાઉનગી.. પણ ભોપુએ એક ના સાંભળી... આ સીન તો મને મુવુની યાદ અપાવતો હતો.. વરસાદ ચાલુ ને ભોપુ એ આંટીને બે હાથે ઊંચકી લીધા ને ધીરે ધીરે ચાલતો થયો... ભોપુ નો આંટી પ્રત્યેનો દયાભાવ ચોખ્ખો દેખાતો હતો.
ભોપુએ આંટીને સીધા ઘરની અંદર જ લેન્ડ કર્યા, યે બચ્ચા પાગલ હે... બતાવ એસે ઉઠાતે.. મેં ગીરજાતી તો.. અરે આંટી કુછ નહિ હુવા દેખા.. અમે બધા હસવા લાગ્યા.. આંટી ને પૂછ્યું તો આંટીએ કહ્યું કે એ બાર સબ્જી બનાવવા માટે મસાલા અને શાકભાજી લેવા ગયા હતા પણ અચાનક વરસાદ આવી ગયો... આંટીએ અમારા માટે બપોરે પણ જવાનું બનાવ્યું અને જેવો વરસાદ બપોરે શાંત પડ્યો એટલે અમે આંટીની વિદાય લીધી અને જલ્દી નીકળી ગયા.. અમે દેખાતા બંધ ના થઇ ગયા ત્યાં સુધી આંટી દરવાજેથી અમને જોતા રહ્યા.. મારા મનામ બસ એક જ વિચાર ચાલતો હતો કે આંટીને આવળા મોટા ઘરમાં અને હૃદયમાં અત્યારે કેટલી એકલતા લાગતી હશે... આ વાત વિચારતા જ મારી આંખમાં આંસુ આવી ગયા અને વરસાદના નાના નાના છાંટામાં એ આસું ધોવાઈ ગયા, જિંદગીમાં આવી એકલતા ક્યારેય ના મળે એની પ્રાર્થના કરવા લાગ્યો.. આંટીને કેવું દુઃખ થતું હશે જ્યારે અચાનક જ લોકોથી ભરેલું ઘર સાવ ખાલી પડી જાય.. એની એકલતા રાત્રીના અંધકારથી પણ વધારે કાળી હશે...આ વિચારોમાં કેટલીય વાર મારી નજરે નિરાશ છતાં મુખ પર ખોટું સ્મિત કરી ઉભેલા આંટીનો ચહેરો યાદ આવી જતો હતો... ખેર જ્યારે અમે ચઢાણ ઉતરવા લાગ્યા ત્યારે અમને મુસીબતનો અંદાજો આવ્યો.. વરસાદને લીધે ઘાસ ભીનું થઈ ગયું હતું એટલે અમે જેવો પગ મૂકીએ એવા લસરતા હતા.. બે ત્રણ વાર તો બધા પડ્યા...
પાછો વરસાદ સાથે ઝીણો બરફ પણ પડવાનો ચાલુ થઈ ગયો હતો, અને નીચે ઉતરવામાં બહુ તકલીફ થતી હતી અમારા બધાના કપડાં બગડી ગયા હતા.ઓચિંતા નિરાલ અને કેવલને શુ સૂઝ્યું રામ જાણે એ બન્ને નીચે બેસી ગયા ને લાસપટી ચાલુ કરી.બુમ બરાડા કરતા અમારી આગળ નીકળી ગયા ને વચ્ચે એક ઝાડ આવ્યું અને એને પકડી ઉભા રહ્યા... મેં બુમ પાડી... પીછવડા રહ્યા કે છોલાઈ ગયા.. ત્યાં તો બન્ને એ પાછળથી પૂંઠા કાઢ્યા... કેવો લાગ્યો આઈડિયા... કેવલે નીચેથી બુમ પાડી, આ બન્નેનું કરતૂત જોઇ બધા હસવા લાગ્યા.. ત્યાં તો મેં પણ બેગમાંથી પુઠું કાઢ્યું,પાછળ લગાડ્યું ને છુમ.. હું જેવો ઝાડ પાસે પહોચ્યો ત્યાં નિર્જરી પણ સીધી મારી પાછળ અને બ્રેક ના લાગી એટલે ધડામ દઇ ને મને ભટકાય અને હું કીચડમાં... ચહેરો પણ કીચડ વાળો થઈ ગયો હતો.મેં તીક્ષ્ણ નજરે નિર્જરી સામે જોયું ને પછી એના ગળા પરનો સ્કાફ લઈ મો લૂછી નાખ્યું.. એને આ જોઈ એ ગાંડી મને મારવા ઉભી થઇ ત્યાં લપસી અને પડી કીચડમાં... અને એ જોઈ ઉપરથી આકાશ રાહી ભોપુ ને આર્યા પણ હસવા લાગ્યા.. હવે ભોપુએ પુઠું લગાવ્યું પણ અમારા દિલની ધડકન તેજ થઈ ગઈ કેમ કે આ પ્રાણી જો ઝાડ સાથે અથડાયું તો ઝાડની હાલત ખરાબ થઈ જશે.. પણ જેવો એ નીચે પહોંચ્યો ત્યાં હું કેવલ અને નિરાલ એને ચોંટી ગયા ને બ્રેક લગાવી... હવે આ પુઠ્ઠા તો અમે નાસ્તો કરવા માટે નીચે પાથરવા લીધા હતા એ હતા પણ ઉપર હતા પૂંઠા બે અને માણસો ત્રણ.. એ પૂંઠા સાથે રાહી ને આર્યા આવ્યા ને ઉપર રહ્યો આકાશ... અરે આકાશ તારા જેવા ખડતલ માણસને પૂંઠાની શુ જરૂર... કેવલે આકાશને પનો ચડાવ્યો.. હા. હા. આકાશ દિખા દે અપને બમ કા દમ... અધૂરામાં પૂરું કામ નિરાલે કર્યું અને ઉપરથી આકાશ પૂંઠા વગર નીચે આવવા બેઠો પણ પછી એની જે બુમો આવી...આહાહા... એની બુમો જ રસ્તા પર આવતા પથ્થરોનું વર્ણન કરતી હતી, આકાશની આંખો ભરાઈ આવી હતી, બિચારો ઉભો થયો અને જે રીતે ચાલતો હતો ... હાહા.. હસવાનું રોકાતું જ નહતું.. મેં આકાશની પાછળ જોયું તો પેન્ટ પણ ફાટી ગયું હતું.. નિરાલ ને કેવલ જેવા પાસે આવ્યા ત્યાં આકાશ એને ધોઈ નાખ્યા.. આકાશ એ એના બેગમાંથી પેન્ટ કાઢ્યું અને ગર્લ્સને ઊંઘી ઉભી રાખી અને અમે છોકરાઓ રાઉન્ડમાં ઉભા રહી રુમ બનાવ્યો અને આકાશે પેન્ટ બદલાવ્યું... બિચારો માંડ માંડ પેન્ટ પહેરી શક્યો, હવે હતું જિન્સનું પેન્ટ એટલે ડગલે પગલે પીડા આપતું હતું.. માટે મેં એને મારુ ટ્રેક પેન્ટ આપ્યું... ટ્રેક પેન્ટથી રાહત મળી પણ બિચારાની ચાલ બદલાઈ ગઈ હતી..
આકાશની ચાલ જોઈ બધા હસતા હતા પણ એ બિચારની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી.. મશ્કરી સિવાય અમારી પાસે એનો કોઈ ઈલાજ નહતો..એ આર્યા તું અભીભી ઇસ અપાહીજ કો અપનાએગી.. કેવલે તો આજે આકાશનો વારો લઇ લેવાનું જ નક્કી કરી લીધું હોય એમ જામી પડ્યું,જવાબમાં આર્યાએ આકાશ તરફ નજર નાખી અને હસવા લાગી.. હું શું કહું આર્યા કે આ કેટ વોક તો સાભળ્યું પણ આ વોક કઈ નવું લાગે નઈ.. આ વોકમાં તારો આકાશ જ પેલો આવશે.. મેં પણ અધૂરામાં પૂરું કર્યું... અમે છેક નીચે સુધીના પહોંચ્યા ત્યાં સુધી આમ જ મસ્તીઓ ચાલુ રાખી... આ રાત્રે વરસાદ સાથે બરફ પણ પડેલો અને એના લીધે ચાલવાના રસ્તો લસરપટ્ટી બની ગયો હતો અને આજુબાજુ બધે બરફ પથરાય ગયો હતો,આ જગ્યાએ ઘણા ગ્રુપ ફોટો લીધા જેમાં આકાશની પોઝિશન જોયા જેવી હતી... અને આ બધે બાજુ બરફની ચાદર જોઈ મને મનમાં એક પ્રશ્ન મૂંઝાવતો હતો કે અમારા ટેન્ટનું શુ થયું હશે...
અમે માંડ માંડ ટેન્ટ સુધી પહોંચ્યા અને ત્યાં જોયું તો બે ટેન્ટ તો ગાયબ જ હતા અને બાકીના છ ટેન્ટ કફળી હાલતમાં, આ કયામત કાલ આવેલા પવનનું જ પરિણામ હતું.મોસમ ફરી ખરાબ થઈ રહ્યું હતું એટલે જલ્દી મેગી બનાવી અને અમે ટેન્ટમાં ગોઠવાયા, કેવલ રાહી અને આકાશએ નિર્જરીને જબરદસ્તી મારા ટેન્ટમાં મોકલી કેમ કે એનો ટેન્ટ પણ ગાયબ હતો... ઓય પેલા બધા એના ટેન્ટ પેક કરી બેઠા... તો મેં ધરમશાળા ખોલી... નિર્જરી મોઢું બગાડી બહાર જતી હતી ત્યાં મેં એને રોકી.. અરે મજાક કરું છું, મને ખબર છે એ બધા આપણા બન્નેની પાછળ પડ્યા છે.ટેન્ટ એક માણસનો જ હતો પણ અમે એકજેસ્ટ કરી આડા પડ્યા.. પવન જોરથી ફૂંકાવા લાગ્યો હતો અને તેના લીધે ટેન્ટમાં અમુક જગ્યાએથી સુસવાટા ભર્યો પવન અંદર આવી રહ્યો હતો, આ પવનને રોકવા મેં તે બાજુ ચાદર ગોઠવી દીધી અને નિર્જરીની ચાદર અમે બન્નેએ ઓઢી... થોડીવાર તો અમે બન્ને શાંત રહ્યા કશું બોલ્યા નહિ બસ ઓઢીને આમ તેમ નજરો ફેરવતા હતા અને જો ભૂલથી નજરો મળી જાય તો ખોટું સ્મિત એકબીજા સામે કરી દેતા હતા, આમ થવાનું કારણ અમને બન્નેને ખબર નહતી પણ આ ફીલિંગ કઈક અલગ હતી.
આમ કરતા કરતા ઊંઘ ક્યારે આવી એનો ખ્યાલ જ ના રહ્યો,રાત્રે જ્યારે પેલી આડી મુકેલી ચાદર એની જગ્યા પરથી ખસી ગઈ ત્યારે ઠંડીને લીધે મારી આંખો ઉઘડી અને ત્યાં જ નિર્જરીની આંખ પણ ઉઘડી,નિર્જરી કાલની જેમ જ મને વળગીને સૂતી હતી અને એના હોઠ અને મારા હોઠ વચ્ચે બસ થોડુંક જ અંતર હતું,અમારી બન્નેની આંખો જાણે એકબીજાને પહેલીવાર જોતી હોય એવું લાગતું હતું,અમારી ઈચ્છા ના હોવા છતાં અમે બન્ને એકબીજાની નજીક આવતા ગયા અને નિર્જરીનો આંખો મારા સ્પર્શને અનુભવવા બંધ થઈ અને બસ એક જ ક્ષણની વાર હતી ત્યાં મેં ખુદને રોક્યો અને જલ્દીથી ટેન્ટની બહાર નીકળી ગયો.. નિર્જરી પણ મારી પાછળ પાછળ આવી, હું ઠંડીને લીધે કાંપતો હતો.બહાર ઝરણાં આગળ પવન સાથે બરફ પડતો હતો અને આ બરફ ચંદ્રની શીતળતાને લીધે હીરાની જેમ ઝગમગતો હતો... સોરી પણ યાર મને લાગે છે કે આઈ લાઈક યુ.. નિર્જરી એ મારા કાંપતા હાથમાં એનો હાથ પરોવી મને કહ્યું.. નિર્જરી હું સમજુ છું પણ તારી લાઈફમાં ઓલરેડી કોઈ છે... આકાશની જેમ એ પણ મારી મજબૂરી હોય શેકે.. અરે યાર દરેક સબંધોમાં એવું હોય એ જરૂરી નથી.. નિર્જરીએ મારી આંખોમાં ફરી આંખો પરોવી અને બોલી તે કોણ છે ? શું છે ? મને હવે એ મહત્વનું નથી લાગતું યાર આઈ લાઈક યુ.. આટલું બોલતા નિર્જરીનો આંખોમાંથી પાણી વહેવા માંડ્યું.. અને નાની બરફની કણીઓ એને ચહેરા અડકી પ્રકાશી થતી હોય એવું લાગતું હતું.. હું એના આંસુમાં ભાવુક થયો અને ક્યારે મારો હાથ એની કમર સુધી પહોંચ્યો અને કેમ એની નજીક આવતો ગયો એ કશો જ ખ્યાલ મને ન રહ્યો, અને જ્યારે મને એના હોઠનો સ્પર્શ થયો ત્યારે હું બધું જ ભૂલી ગયો અને બસ એમાં જ ખોવાઈ ગયો, મારો એક હાથ તેની કમર પર અને બીજો તેના વાળ સાથે ગેલ કરી રહ્યો હતો અને નિર્જરીના બન્ને હાથો મારા ગાલ અને ગળા ને સ્પર્શી રહ્યા હતા .મને એવી લાગતું હતું જાણે હું જેને પામવા ઇચ્છતો હતો એ વ્યક્તિ મને મળી ગઈ.હજુ હું એના હોઠોના સ્પર્શમાં જ ખોવાયો હતો એને મારી બાહોમાંથી મુકવા જાણે દિલ ના પાડતું હોય તેમ લાગતું હતું.. અંતે દિલસાથે બળજબરી કરી હું નિર્જરીના સ્પર્શમાંથી છૂટો પડ્યો અને એના ચહેરા પર નજર કરી અને બોલ્યો યાર આ ખોટું થઈ રહ્યું છે.. બસ આટલું કહી હું દૂર ઝરણાં પાસે બેસી ગયો.. નિર્જરી ટેન્ટમાં ગઈ અને ઓઢવાનું લાવી અને મારા ઠુઠવાત શરીરને ઓઢાડ્યું અને મારો હાથ પકડી બાજુમાં બેઠી અને બોલી જ્યારે કાલે હું સૂતી હતી ત્યારે હકીકતમાં હું જાગતી હતી અને તને જ જોઈ રહી હતી,અને વિચારતી હતી કે પ્રીત(બોયફ્રેન્ડ)સાથે હોવ એના કરતાં તારી સાથે હોવ ત્યારે વધારે ખુશી અનુભવું છું યાર.. જો નિર્જરી આ પ્રેમમાં આપણે આપણી ખુશી જ શોધતા રહીએ તો ખુશી ક્યારેય ના મળે,તારે એને ચાન્સ આપવો જોઈએ યાર, તું આ રીતે એની સાથે વિશ્વાસઘાત કરીશ તો એ કોઈ પર વિશ્વાસ નહિ મૂકી શકે.. અને નિર્જરી જો કાલ તું મારી જેમ બીજાને લાઈક કરવા લાગે તો? આ વાત સાંભળી નિર્જરી ચૂપ રહી.. જો નિર્જરી તું પ્રીતને સમય આપ.. એને સમજ એની ખુશીઓમાં તારી ખુશીની ખોજ કર.. તું ફક્ત એ જ વિચારે છે કે એ તારી ખુશીઓનો ખ્યાલ નથી રાખતો.. પણ શું તે ક્યારેય એની ખુશી વિશે વિચાર્યું છે? યાર તમે જે પર્સનલ ટાઈમ મેળવવા અહીં આવ્યા એ નિર્ણય જ ખોટો હતો હકીકતમાં જ્યારે તમારે એકબીજાને સમજવાના હતા ત્યારે તમે પોતાની પર્સનલ સ્પેશ ગોતી રહ્યા હતા..
આ આખા ચંદ્રની રાત્રીએ નદી કાંઠે ધીમા બરફીલ વરસાદ અને પવનના સુસવાટા વચ્ચે અમારી વાતો સાથે સાથે પવન અને બરફે પણ તેજીથી પડવાનું શરૂ કર્યું... તેજ પવનના લીધે ટેન્ટ.ઉડવા લાગ્યા... હું અને નિર્જરી તરત ઉભા થયા અને બધાની નજીક પહોંચ્યા ત્યાં સુધીમાં બધા ટેન્ટ પવનના લીધે ઉડી ગયા અને હવે બરફની જગ્યાએ વરસાદ જોરથી પડવા લાગ્યો.વરસાદના લીધે બધા ઉઠી ગયા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું? જો આ ઝરણામાં વધુ પાણી આવ્યું તો આપણે તો મફતના ભાવે જતા રહેશું... માટે અમે સામાન લઈ ગામ તરફ ચાલવા માંડ્યા.મને આ સમયે આ પર્વતોની સુંદરતાની પાછળની રૌદ્રતા નજરે દેખાતી હતી,અચાનક એક વિજળનો મોટો ચમકારો થયો અને સાથે ધડાકો અને આ ઓચિંતા થતા નિર્જરી ડરી અને મને ચીપકી ગઈ, આ વીજળી અને ધડાકા સાથે વરસાદ તેજ થયો અને ઝરણું ધીરે ધીરે રૌદ્ર રૂપ ધારણ કરતું હોય એવું લાગ્યું.. લગભગ કલાક થયો હશે પણ વરસાદ,પવન કે વીજળી કોઈ શાંત થવા તૈયાર નહતું અને પવનને લીધે અમે ઝડપથી ચાલી પણ નહતા શકતા... હવે આ ઝરણું ઓવરફ્લો થયું અને તેના લીધે અવળી દિશામાં ફાટ્યું અને પાણી આવ્યું અમારી અને ગામ તરફ જવાના રસ્તાની વચ્ચે.. અમને કશું સૂઝતું નહતું પણ ત્યાં દૂરથી ઘણી લાઈટો દેખાય અને પાણીની પેલી પાર જોયું તો લોકો અમારી મદદે આવતા હતા, પાણી ગોઠણ સુધીનું જ હતું પણ પર્વતના ઢાળને લીધે ગતિ વધારે હતી, અને જો એકવાર આ પાણીમાં વહી ગયા તો સાવ ગયા... પેલા લોકોએ એકબીજાનો હાથ પકડી સામે પારથી સાંકળ બનાવી અને આ તરફથી અમે અને ધીરે ધીરે આગળ વધી અને તેની સાંકળ પકડી માડ માંડ પેલી પાર પહોંચ્યા, બચાવવા આવેલા લોકો અમારા માટે ભગવાનથી કમ નહતા..પેલા લોકોએ કહ્યું કે અમે વરસાદ આવ્યો એટલે અમારી બાર પડેલી વસ્તુ અંદર લેવા જાગ્યા તો વિચાર આવ્યો કે તમારું શુ થશે? માટે બચાવવા આવી પહોંચ્યા...
ગામનો કોઈ મોટો માણસ અમને તેના ઘરે લઈ ગયો.બધા સુઈ ગયા પણ હું એકલો જાગતો હતો, ધીરે ધીરે સાવર પડી એમ વરસાદ શાંત થતો ગયો, હજુ 6 વાગ્યા હતા પણ રાતની ઊંઘ બગડી એટલે બધા સુતા હતા.. મારી તો ઊંઘ જ ઉડી ગઈ હતી કેમ કે મારું મગજ ઘણા પ્રશ્નોમાં અટવાયેલું હતું...
અંતે મેં બેગ ઉપાડ્યું અને એક ચિઠ્ઠી ઉપાડી ને લખ્યું બાય રોમી.. આઈ થિંક હવે હું તને રોમી કહી શકું... તારા પ્રીતને એક નવો મોકો આપ... આટલું લખ્યું અને એનો મોબાઈલ લીધો અને પ્રીતને મનાલી આવવાનો મેસેજ એના મોબાઈલ માંથી જ છોડ્યો અને હું નીચે જેના ઘરમાં રોકાયો તેને મળવા અને આભાર માનવા ગયો ત્યાં લોકોનું ટોળું ઉભું હતું અને એની ભાષામાં વાત કરતા હતા.. મેં પૂછ્યું કે શું થયું? તો એને કહ્યું કે પેલા મંદિરની બાજુ વાળું ઘર તણાય ગયું છે..આ સાંભળી થોડીવાર માટે તો હું સાવ રડમસ થઈ ગયો.. કોણ જાણે કેમ પણ એક દીવસમાં તે આંટી સાથે અલગ જ લાગણીઓ જોડાઈ ગઈ હતી...હું એ બધા લોકો સાથે આંટીના ઘર સુધી પહોંચ્યો અને જોયું તો આખું ઘર તણાય ગયું હતું ત્યાં એક લાકડાનું પણ નામો નિશાન નહતું.. થોડીવાર બધાએ આજુબાજુ શોધવાનો પ્રયત્ન કર્યો પણ કઈ જડ્યું નહિ એટલે બધા મંદિરમાં ભેગા થયા, મંદિરમાં પણ જે પથ્થરથી ચણતર હતું એ જ બચ્યું હતું..જ્યારે મેં મારી નજીક ઉભેલા ભાઈ ને પૂછ્યું કે આંટીના પરિવારે આ જોખમ વાળી જગ્યા પર કેમ ઘર બનાવ્યું હતું? ત્યારે એ ભાઈએ કહ્યું કે પહેલા અહીંયા નિયમિત વરસાદ હતો અને નદીનું પાણી ક્યારેય આ મંદિરને પાર કરતું નહિ પણ છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા પ્રવાસીઓ વધારે આવે છે અને તેના લીધે પ્રદુષણ પણ એટલું જ વધ્યું છે અને વૃક્ષો પણ બહુ કપાયા માટે હવે અહીં ગમે ત્યારે વરસાદ આવે અને ગમે ત્યારે બરફ પડે, આ નદી છેક મનાલીથી આવે છે એટલે અહીં થોડો વધુ વરસાદ આવે એટલે પુર આવી જાય... પણ પહેલા આવું નહતું અને અહીં આ મકાન ઉપર હતું એટલે સસ્તા ભાવે મળી ગયું એટલે આંટીનો પરિવાર અહીં રહેતો પણ એકવાર પરિવાર ને ખોયા પછી તેને બીજી જગ્યાએ જવા દિલ ના માન્યુ... ગામના લોકો કહેતા કે બીજા લગ્ન કરી લે પણ તે હંમેશા એક જ વાત કહેતા કે 'સાચા દિલથી દિલ પર લખેલું નામ ભૂંસી એના પર ક્યારેય બીજું નામ નથી લખાવી શકાતુ' એટલે એને બીજા લગ્ન પણ ના કર્યા.. આ અંકલે કહેલી આંટીની વાતે મારો નિર્ણય વધારે દ્રઢ બનાવ્યો અને હું સીધો નજીકના બસસ્ટેન્ડના માર્ગે નીકળ્યો. હું આજે અંદરથી ખુશ હતો કેમ કે મેં પણ કોઈના દિલ પર કોઈનું નામ ભૂંસી મારુ નામ લખવાને બદલે એના દિલ પર લખેલું નામ ઉજળું કરવાનો પ્રયત્ન કર્યો... હું જે પેલી બસ આવી તમાં બેસી ગયો કેમ કે હવે મને મારી મંજિલ નથી ખબર બસ હવે મારે કોઈનું નહિ ખુદનું જ નામ ખુદના દિલ પર લખવું હતું..
***