Evergreen Oldi - 4 books and stories free download online pdf in Gujarati

એવરગ્રીન ઓલ્ડી - 4

એવરગ્રીન ઓલ્ડી-4

મારી રૂમે જઈ, સરે મને ડ્રોપ કરી કહ્યું..

ટેક યોર લગેજ, હું પણ મારો લગેજ લઈને પાછો આવું છું.

બંનેનો સામાન લઇને પોણા છએ તો સરની કારમાં અમે મારા ગામ તરફ નીકળી ચૂક્યાં હતાં.

એકદમ ઉતાવળમાં મારા ફ્લેથી નીકળતાં જ સરે કહી દીધું હતું કે આપણે બંને તારા ગામે જવું છે. અને એ બાબત મેં કોઈ જ પ્રશ્ન પણ ન કર્યો. કારણરે મારા ગામ જવાનો જે પ્રસ્તાવ મુક્યો, જો એ ન બોલ્યા હોત તો હું જ એમને વિનંતી કરવાની હતી.

મેં ચીવટ રાખીને આજે સરે આપેલ ડ્રેસ પહેર્યો હતો. મેં જોયું કે સરે તરત જ નોટીસ કરી લીધું હતું, પણ કાંઈ બોલ્યા ન હતા. પણ મારે એમના મોઢે બોલાવવું હતું આજે, એટલે મેં જ સામેથી સરને પૂછ્યું..

સર.. હેવ યુ નોટીસ્ડ માય ડ્રેસ.. તમારી જ ગીફ્ટ છે..

ડ્રાઈવ કરતાં અછડતી નજર નાખીને એ બોલ્યા.. હા, સર લાગે છે.

સર મારી અપેક્ષા કરતાં ઓછું બોલ્યા.. પણ સરસ લાગે છેસરનુંવાક્ય મને ગમ્યું તો ખરું જ.

પણ મને લાગતું હતું કે સર કાંઇક ગંભીર છે.. વિચારમાં લાગે છે. આજે કારમાં સરને ગમતાં એવરગ્રીન ઓલ્ડીઝ પણ બંધ હતાં !

મને થયું કે ઓલ્ડીઝ ચાલુ કરવાનું કહું ? પણ પછી કાંઇક વિચારીને ન કહ્યું.

કાર સારી એવી ઝડપથી રસ્તા પર દોડી રહી હતી. મારા કરતાં પણ મારા ઘેર જવાની ઉતાવળ સરને હોય એવું લાગતું હતું.

....

બસમાં તો બે-અઢી કલાક થાય, કારમાંતો અમે બહુ જલ્દી પહોંચી જશું..એવા વિચારો કરતી હતી. ત્યાં શહેરથી દૂર નીકળીને અડધી જ કલાકમાં એક નાના રસ્તે કાર વળી.

હું એકદમ બોલી ઉઠી.. સર.. આપણે તો હાઈ-વે પર જ આગળ જવાનું છે.. આમ ક્યાં ... ??

હમ્મ્મ્મ..

સરે કાંઈ જવાબ આપ્યો નહી.

પંદરેક મિનીટ કાર ચાલી હશે ને પછી એકદમ ગ્રીનરી વાળા એક વિસ્તારમાં સરે કાર ઉભી રાખી દીધી.ચારે તરફ એક્દમ નિરવ શાંતિ હતી. સામે જ એક ગેઇટ હતો. આખું ઝાડ-પાનથી હર્યુંભર્યુ હોય એવું કાંઇક લાગતું હતું. ગેઇટ પાસે કાર રાખીને સરે કારનું હોર્ન વગાડ્યું ને એક પગી જેવા માણસે બહાર આવીને જરા નિહાળીને કારની અંદર જોયું. પછી હસીને આંખો દરવાજો ખોલી નાખ્યો. ને કાર સડસડાટ અંદર જતી રહી.

કઈ જગ્યા હશે ? શહેરથી આટલી દૂર.. ફાર્મહાઉસ લાગે છે કોઈનું. એકદમ કુદરતી વાતાવરણ... અને ફાર્મહાઉસની વચ્ચોવચ એક નાનકડી મઢૂલી જેવું પાકું મકાન.

સર કાંઈ બોલતા હતા. મકાન પાસે એક કવર્ડ પાર્કિંગમાં કાર પાર્ક કરી, ત્યાં તો પેલો પગી પણ દોડતો આવી ગયો અને બંડીના ખીસાંમાંથી ચાવી કાઢીને દરવાજો ખોવા લાગ્યો... પણ સરે એને રોક્યો.

રહેવા દો પગીબાપા, ઘર ખોલતા નહી, બે ખુરશી લાવો, પાછળ નદી પાસે મુકી દો.

હા ભાઈ.. કહીને પગીબાપા દોડીને ખુરશી ઉપાડી આવ્યા ને મકાનની પાછળ જતા રહ્યા.

સર પણ એ તરફ ચાલવા લાગ્યા, મેં સરને કાંઇક પૂછવાની કોશિશ કરી.. પણ સરે હાથ ઉંચો કરીને મને ફક્ત પાછળ પાછળ આવવા જ ઈશારો કર્યો. હું પણ પાછળ પાછળ ચાલી.

નાનકડાં મકાન ને ફરતે ઇંટોની ક્યારીઓ વચ્ચે સરસ પગદંડી બનાવેલી હતી. ચાલતાં ચાલતાં મઢૂલીની પાછળ પહોંચ્યાં ત્યાં એક નાનકડી નદી વહેતી હતી. આગળ જ એક નાનો ચેકડેમ બનાવેલો હતો એટલે પાણી એકદમ મંદ ગતિએ વહી રહ્યું હતું.

મઢૂલીની પાછળ જ નદી કિનારે ઘણાં ઝાડ હતાં, ત્યાં સમથળ જગ્યા પર બેસવાના ઓટલા હતા, તેની પાસે જ ખુરશીઓ પડી હતી અને પગીબાપા ઉભા હતા. સરે ત્યાં પહોંચીને પગીબાપાને કાંઇક ઈશારો કર્યો એટલે એ તો જી ભાઈકહીને જતા રહ્યા.

ખુરશી પર બેસીને સરે મને પણ બેસવાનું કહ્યું. નવાઈ એ લાગતી હતી કે સર કાંઈ જ બોલતા હતા. ચૂપચાપ એ નદી સામે જોઈને બેઠા હતા. મને ઘણું પૂછવાનું મન થતું હતું પણ એના ચહેરા પર સાફ દેખાઈ રહ્યું હતું કે એ કોઈ વાતનો જવાબ નહી આપે.

પાંચ-સાત જ મિનીટમાં પગીબાપા હાથમાં ટ્રે લઇને આવ્યા... ગ્લાસ, બોટલ, આઈસ બકેટ, નમકીન... સરનું સાંજનું રૂટીન...!! અહી પણ..!! જગ્યા, પગી.. સર આ બધાંથી પરિચિત હશે ? પણ ભારે સસ્પેન્સ ઉભું થયું છે ! આજ નો દિવસ જ શું મારા માટે આવા ધબકારા વધારી દે એવાં સસ્પેન્સ.. આશ્ચર્યોથી ભરેલો જ લખાયો હશે ?

સર કેમ કાંઈ બોલતા નથી ? એ સામેથી બોલવા ન માગતા હોય તો કાંઈ નહી.. મને પણ કાંઈ પૂછવા દેતા નથી..! ફ્લેટથી નીકળ્યાં વખતે લગેજ લેવાનું મને કહ્યું હતું, ને ડ્રેસ સારો લાગે છે એટલું બોલ્યા હતા, પછી મારી સાથે વાતના નામે એક પણ શબ્દ બોલ્યા નથી. શું હશે ?

પગીબાપા પણ ટ્રે સામે ઓટલા પર મૂકીને જતા રહ્યા હતા.

....

બીજો ગ્લાસ ભર્યો સરે.. હજી પણ એ કેમ કાંઈ બોલતા નથી ? મન મોહી પડે એવી સરસ જગ્યા છે પણ સરની ચૂપ્પી એવી છે કે એનો આનંદ લેવાનું મન જ નથી થતું. અત્યારે તો ઘેર પહોંચી ગયાં હોત, એના બદલે છેલ્લી પોણી કલાકથી અહી સાવ ચૂપચાપ બેઠાં છીએ... શું કામ ? મને અકળામણ થવા લાગી હતી કે આ બોસ કાંઇક બોલે તો ખબર પડે ?

....

પચાસમી મીનીટે સર ઉભા થયા. નદી તરફ ગયા અને નદી તરફ જોને ઉભા રહ્યા. અંધારું થવા આવ્યું હતું. કોણ જાણે અંધારામાં શું દેખાતું હશે એમને ? આજ પહેલીવાર સરનું વર્તન મને થોડું અકળાવનારું લાગી રહ્યું હતું. પણ કાંઈ પૂછવાની મારી હિંમત નહોતી થઈ રહી હતી. ઘેર પહોંચવાની અધીરાઈ પર સરના વિચારો સમજવાની તત્પરતાનો તમતમતો વઘાર લાગી ગયો હતો. બમણી માનસિકતા વિચારોની એસીડીટી કરી મુકે એવી થઇ ગઈ હતી.

ત્યાં સરને પાછા આવતા જોયા. એકદમ મારી સામે આવીને ઉભા રહ્યા. હું પણ ઉભી થઇ ગઈ. બે જ સેકન્ડ મારી સામે જોઈને કાંઇક બોલવા ગયા.. પછી.. આમતેમ નજર ફેરવી.. મારા સામે જોયા વગર બોલ્યા.

તને નવાઈ લાગી હશે, જગ્યા જોઇને.. પણ, ફાર્મહાઉસ આપણું જ છે.

આપણું શબ્દ સાંભળીને હું મનમાં જ ચમકી... ફાર્મહાઉસ સરનું છે એ પણ મને ખબર નથી.. ત્યાંઆપણુંકેવી રીતે થઇ ગયું...! પણ તો’યેઆપણુંશબ્દ બહુ જ મીઠો લાગ્યો.

સર, એના કરતાં નવાઈ એ વાતની છે કે આપણે અહી કેમ રોકાઈ ગયાં છીએ, આપણે તો મારા ઘેર જતાં હતાં ને !

હમમમ.. ઘેર જ જવું છે. પણ તે પહેલાં મારે થોડી વાત કરવી છે...

જી સર.. કહો..

આવતીકાલે તને એકત્રીસમુ બેસશે ખરું ને !

જી સર.. (ઓહ.. સરને મારી બર્થડેટ યાદ છે !!! વળી આજના દિવસમાં એક આશ્ચર્યનો ઉમેરો !!)

મને પિસ્તાલીસમુ ચાલે છે.. યુ નો ઓલમોસ્ટ એવરીથિંગ અબાઉટ મી.. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન સ્ટ્રેચિંગ ટોપિક... હેન્સ, સ્ટ્રેઈટ અવે આસ્કીંગ યુ... વિલ યુ મેરી મી ?

સવારથી ફૂટી રહેલી આશ્ચર્યની તડાફડીઓના અંતે એક જબરદસ્ત ધડાકો હતો.

સાંભળવાની, સમજવાની, રીએક્ટ કરવાની તમામ શક્તિઓ કોમામાં જતી રહી હતી. માનસિકતાને નડી રહેલ વિચારોની એસીડીટીની તકલીફ પર આંખે પાણી છાંટવાનો ઈલાજ શરુ કર્યો હતો. સામે ઉભેલા સર ધીમે ધીમે ધૂંધળી આકૃતિ બની રહ્યા હતા.

મંદ ગતિએ વહેતી નદીના વહેણ આડે બાંધેલો ચેકડેમ તૂટી પડ્યો અને નદીનું વહેણ તેજ ગતિએ વહેવા લાગ્યું હોય એમ લાગ્યું.

મારા તરફથી કોઈ જ રીએકશન આવતું નથી એ જોઈને સરે મને ખભેથી પકડીને ઝંઝોડી અને હું જાણે બેશુદ્ધિમાંથી બહાર આવી હોઉં એમ ઝબકી પડી.

મારી વિનંતી હતી.. હા કે ના.. તારો નિર્ણય રહેશે.. ઉંમરનો મોટો તફાવત છે.. અને તારી ના પછી પણ તારા વર્તમાન કે ભવિષ્યને કોઈ જ અસર નહી થાય એની હું ખાતરી આપું છું.

કદાચ મારા ચહેરાના એક્સ્પ્રેશન જોઈને સરને એમ લાગ્યું હશે કે હું નકારાત્મક આઘાત અનુભવી રહી છું. પણ ખરેખર તો હું આવી મોટી-મહત્વની વાત સામે ફક્ત હાનામનો નાનકડો શબ્દ બોલીને મારો અંદરનો આનંદ વ્યક્ત કરવા નહોતી માગતી.

એમ પણ જે વ્યક્તિને મેં ભગવાન સમાન સ્થાન આપ્યું છે, ખુદ જયારે સામેથી કાંઇક મારી પાસે માગે છે ત્યારે એનો પ્રતિસાદ કેમ આપવો એ મારું મન નક્કી જ નહોતું કરી શકતું. કદાચ, આજે ફ્લેટમાં કે આ ફાર્મહાઉસમાં વ્યક્તિએ કોઈ જુદી જ માંગણી પણ કરી હોત તો પણ એના ઉપકારના ભાર હેઠળ દબાયેલી હું મારી આંખોમાં ઇન્કાર પણ ડોકાવા પણ ન દઈ શકી હોત.

મારા તરફથી જવાબમાં થઇ રહેલ વિલંબ સરના મગજમાં નકારાત્મક છાપ ઉભી કરી રહી હોય તેમ સરના ચહેરાના બદલાઈ રહેલા હાવભાવથી લાગવા લાગ્યું હતું. મારે સરના વિચારમાં ઉગી રહેલી નકારાત્મકતાને દૂર કરવા માટે વિલ યુ મેરી મી... જેવાં અમુલ્ય વરદાનના પ્રત્યાઘાતરૂપે કાંઇક કરવાનું હતું.

આજે ભગવાન સરના સ્વરૂપમાં પ્રત્યક્ષ મારી સામે આવીને ઉભા હતા, બસ, ભગવાનના તો પગે પડી જવાનું હોય ને!

....

સરે, મને ઉભી કરી, મારી આંખોમાં જોયું... બંનેની આંખોમાં ભીનાશ હતી, અને મારી આંખોમાંથી વહી રહેલ પાણીએ મારી ધૂંધળી દ્રષ્ટિને એટલી નિર્મળ કરી નાખી કે મને આવનારું ભવિષ્ય એકદમ ચોખું દેખાઈ રહ્યું હતું.

પણ.. મારે.. મારા પેરેન્ટ્સને કેમ.. સમજાવવું...

હું વાત કરીશ.. ડોન્ટ યુ વરી.. પણ એમને કહેતાં પહેલાં, એમની મંજૂરી લેતાં પહેલાં તારી મંજૂરી મેળવવી જરૂરી હતી. તારે કોઈ જ ઉપકાર-આભાર જેવી લાગણીઓના વશમાં કે દબાણમાં આવીને સ્વીકારી લેવાની જરૂર નથી. મેં ફક્ત મારી ઈચ્છા જણાવી છે, અંતિમ નિર્ણય તારો જ રહેશે. તારી ઉંમર નાની છે, આપણા વચ્ચે એઇજ ડીફરન્સ પણ મોટો જ છે. વળી હું ડિવોર્સી પણ છું. બાકી મારી ડીટેઈલ્સ તને ખબર જ છે. છતાં તું કાંઈ પણ પૂછી શકે છે.

ના ના.. સર.. તમારા મારા પર ઉપકારો તો અગણ્ય છે ને તમે ન હો તો મારી તો હયાતી નગણ્ય છે. હું આ ખુશીને વ્યક્ત કરી શકું એ માટે શું કરું એ તો મારી સમજણની બહાર છે...

.... કેટલી વાતો થતી રહી ત્યાર પછી... પગીબાપા એકવાર પૂછી ગયા કે ભાઈ, જમવાનું શું કરવું છે ? પણ સરે મારી સામે જોઈ ને જ ના પાડી દીધી.

....

ચાલ, હવે જવું છે ને !

હા, ચાલો.. હજી પહોંચતા એક-દોઢ કલાક થાશે.. અમારે ત્યાં તો બધાં વહેલા સૂઈ જવાવાળાં...

.....

અત્યારે હું કારમાં બેસતી વખતે અલગ જ અનુભવ કરી રહી હતી. કાર ઉપડી, મેઈન રોડ સુધી કોઈ કાંઈ બોલ્યાં નહી પણ હાઈ-વે પર કાર ચઢી ત્યારે મેં કહ્યું.. ઓલ્ડી સોન્ગ્ઝ મુકોને ! મને ગમે છે.

છેક ગામ સુધી પહોંચ્યાત્યાં સુધી સર એની એ જ ઓરિજિનલ મર્યાદામાં જ રહ્યા. આટલી વાત થઇ ગયા પછી પણ તેમનું વર્તન એક ટકો પણ ફર્યું ન હતું.

....

સાડા નવે અમે ઘરની ડેલી પાસે પહોંચી ગયાં હતાં. ડેલીપર જોરથી સાંકળ ખખડાવી ન હોત તો પણ કદાચ મારા પૂરવેગથી ધબકી રહેલ હૃદયના ધબકારા સાંભળીને જ ઘરના લોકો ડેલી ખોલી નાખી હોત.

ઘરમાંથી હોંકારો આવ્યો તો પણ મેં સાંકળ ખખડાવવાનું બંધ ન કર્યું. કારને અઢેલીને ઉભેલા સર સ્મિત કરતા કરતા મારી અધીરાઈ જોઈ રહ્યા હતા.

ડેલી ખૂલી, સામે માં હતી. બે સેકન્ડ તો એ પણ જોઈ રહી. એક વર્ષ પછી મળતાં હતાં અમે. અમે બંને ડેલી પર જ વળગીને રડવા લાગ્યાં.

અંદરથી પપ્પાનો અવાજ આવતો હતો.. કોણ છે ? કોણ આવ્યું.. પણ અમારા બંનેમાંથી કોઈને એવું સૂઝતું હતું કે પપ્પાને કહી દઈએ. અમારો જવાબ અંદર ન ગયો એટલે નાનો ભાઈ પણ દોડીને બહાર આવ્યો... દીદી કહીને એણે તો ચીસ જ નાખી... અને દોડીને મને વળગી પડ્યો.

દીદી!!?? હવે પપ્પાને સમજાયું કે હું આવી છું.. એટલે દોડીને એ પણ બહાર આવ્યા.

ઘરની ડેલી પર જ આખો પરિવાર એકબીજામાં એટલી હદે ઓતપ્રોત થઇ ચૂક્યો હતો કે મનેપણ યાદ રહ્યું કે સર હજી બહાર કાર પાસે જ ઉભા છે.

અરે.. માં.. છોડ.. જો તો ખરી, કોણ આવ્યું છે ? સર છે મારા..

પપ્પા બોલી ઉઠ્યા.. ખરી છે તું, સાહેબ સાથે આવ્યા છે ને એમને બહાર ઉભા રાખી દીધા ? હટો તમે બધાં..

પપ્પા દોડીને બહાર ગયા, સર સામે હાથ જોડીને બોલ્યા.. માફ કરજો સાહેબ, દીકરી લાંબા સમયે આવી એમાં અમે આપને...

ના.. ના.. વડીલ.. એવું ન હોય.. હું સમજી શકું...

પધારો સાહે.. આવો.. એઈ નાના.. સાહેબ અને દીદીનો સામાન લઇ લે..

આવો આવો .. પધારો સાહેબ...

.....

સરનો રાજમહેલ જેવો ફ્લેટ.. સામે અમારું સાવ નાનકડું, ટીપીકલ બે રૂમ, ઓસરી, રસોડાવાળું મકાન... બેસવા માટે ખાટલા, બે પ્લાસ્ટિકની ખુરશીઓ. બસ.. અમારું તમામ ફર્નીચર આવી ગયું આમાં.

પણ જાણે પોતાનું જ ઘર હોય એમ સર તો મેળે ખાટલો લઈને ફળિયામાં બેસી ગયા. સામે મારા પપ્પા ઉભા રહ્યા એટલે ફરી સરે ઉભા થઈને એમને હાથ પકડીને સાથે બેસાડી દીધા. સ્વાભાવિકપણે, મારા પપ્પા બહુ જ સંકોચ અનુભવી રહ્યા હતા.

હું સામે ઉભી હતી, સરે મારી તરફ જોયું.. અને હું માં સાથે રસોડામાં જતી રહી, અને નાનાને મોકલી દીધો થોડો રસોડાંનો સામાન વગેરે લેવા માટે.

માંને ગભરામણ થઇ ગઈ હતી... રસોડામાં જતાં જ એ બોલી..

તું તારા સાહેબ સાથે એકલી આવી ? ગામમાં કોઈ જોશે તો વાતું કરશે..

અરે, માં.. અમે સાથે કામ કરીએ છીએ, બહુ જ સજ્જન માણસ છે, ને હું તો એમના ઘેર પણ ઘણીવાર જાઉં છું.

તે.. એના ઘરના ?

ના.. સર એકલા જ છે.. પરિવારમાં કોઈ જ નથી..

એ ગાંડી.. એકલા હોય તો જવાય કોઈને ત્યાં ?

એવું નથી માં.. સારી વ્યક્તિ છે..

પણ, માં માટેએ સમજવું કે માંને એ સમજાવવું શક્ય જ ન હતું. બહાર સર અને પપ્પા બહુ જ આત્મીયતાથી વાતો કરી રહ્યા હતા. મેં પણ વાત વાતમાં માંને કહી દીધું કે સર આજ અહી જ રોકાવાના છે.

માંના મગજમાં એ વાત બેસતી જ ન હતી કે કોઈ એકલા રહેતા પુરુષ સાથે એક છોકરી એકલી ખાનગી મોટરમાં આવે, એના ઘેર પણ જાય. માં માટે હું એક છોકરી જ હતી, એમને પ્રમોશન, સારો પગાર, ઉચો હોદ્દો.. બધું જ મારી અને કુટુંબની આબરૂથી જરા પણ મહત્વનું ન હતું.

....

સાડા અગિયારે જમવાનું પૂરું થયું પછી અમે બધાં નાનકડાં ફળિયામાં બેઠાં હતાં. સર અને પપ્પા સામસામે એક-એક ખાટલે બેઠા હતા. હું રસોડાનું કામ પતાવીને બહાર આવી પછી બંને ખાટલાની વચ્ચે રાખેલી ખુરશી પર બેઠી.

ગામડાનું જમણ એટલે વાહ.. આવું જમવાનું આજ સુધી ચાખ્યું નથી. શહેરમાં દેસી જમવાનું પીરસતી હોટલો ભલે હોય, પણ એમાં આ સોડમ, સ્વાદ ન મળે... એમાં ખાવાની વસ્તુઓનો ભાવ લખેલો હોય, આમાં રાંધેલી વસ્તુઓમાં ભાવ ઉમેર્યો હોય...

ખરું કહ્યું સાહેબ... અમે આપની આગતાસ્વાગતામાં આનાથી વધુ તો શું કરી શકીએ.. !!

ત્યાં માં પણ બહાર આવી અને સામે ઓટલે બેસવા ગઈ એટલે સરે તેમને કહ્યું.. કે ત્યાં શું કામ બેસો છો.. અહી ખુરશી પર બેસો ને ! માંની અનેક આનાકાની પછી માં માંડ માની. મહેમાન સામે આમ ખુરશીએ ચઢીને બેસવું.. માંના મતે તો બહુ અસંસ્કારી ગણાતું હતું.

ઘણી વાતો ચાલી.. સરે બહુ જ સહજતાથી માંને પણ વાતમાં ઇન્વોલ્વ કરવા માંડી હતી. એક પછી એક.. નવી નવી વાતો.. કિસ્સાઓ.. કોણ કહી શકે કે આ માણસ કોઈ મોટી લિમિટેડ કંપનીનો સી... છે ને અતિશય હાઈ-પ્રોફાઈલ લાઈફસ્ટાઈલ ધરાવતું, લાખોનો પગાર મેળવતું વ્યક્તિત્વ છે.

એક કલાકમાં તો માં અને પપ્પા સરથી એટલા બધા પ્રભાવિત થઇ ચૂક્યા હતા કે વાતચિતમાં કોઈ જ સંકોચ નહોતો રહ્યો. મારી પ્રગતિની વાતો મેં તો માં-પપ્પાને કહી જ હતી.. પણ સરના મોઢે મારાં વખાણ સાંભળીને બંને અતિશય આભાર વ્યક્ત કરી રહ્યાં હતાં.

સાહેબ, જેવું સાંભળ્યું હતું એનાથી ઘણું વિશેષ અનુભવ્યું આપને મળીને.. આપની સાથે એકવાર ફક્ત ફોન પર મારા દીકરા બાબત વાત થયેલી, એથી વધુ આપણો કોઈ જ પરિચય નહોતો. આપે મારી દીકરીની તો જિંદગી સ્થિર કરી, પણ છોકરાને પણ શહેરમાં ભણાવવાની બધી વ્યવસ્થા કરીને કેવડો ઉપકાર કર્યો છે એ તો અમે જ જાણીએ છીએ... ઉપકારોના બદલામાં અમે આપને શું આપી શકીએ.. જ નથી સમજાતું..

સરે બહુ સૂચક નજરે મારી સામે જોયું.. અને હું આંખો ઝૂકાવીને મનોમન શરમાઈ ગઈ. હૃદય પણ જોર જોરથી ધડકવાનું શરુ થઇ ગયું હતું. જીવનની અતિ નાજુક ક્ષણ આવી ગઈ હતી.

સર બોલ્યા... હું આવતા મહીને વિદેશ જાઉં છું... કંપનીના કામ માટે.. લગભગ પંદર-વીસ દિવસનું રોકાણ થશે. આજે આપ બંનેને એક વિનંતી કરવા આવ્યો છું કે તો આપ બંને સહમતી આપો... તો આપની દીકરીને સાથે લઇ જવી છે... પણ.. પણ.. જોજો.. કોઈ ઉલટો-સીધો વિચાર ન કરતાં... મારે તમારી દીકરીને લગ્ન કરીને લઇ જવી છે.. બસ, તમારી પરવાનગી જોઈએ છે.

અમુક ક્ષણો તો માં અને પપ્પા બંને સાવ અવાચક થઇને એક-બીજા સામે જોઈને બેસી રહ્યાં હતાં. હું ઉભી થઇને અંદર જવા લાગી, ત્યારે પપ્પાએ મને રોકી... અંદર ન જતી.. અહી જ બેસ.

માં ક્યારેક મારી સામે, ક્યારેક પપ્પા સામે.. તો ક્યારેક સર સામે જોયા કરતી હતી. નાનો ભાઈ ત્યાં વાત તો સાંભળતો હતો.. પણ લાગતું હતું કે એના પલ્લે કાંઈ પડ્યું જ ન હતું.

થોડીવાર પછી માં બોલી.. ભાઈ, દીકરીની પોતાની જિંદગી છે, લગ્નની ઉંમર વીતી ગઈ છે, અમારી માટે જ ઢસરડા કરી કરીને પોતાની જાત તરફ કોઈ દીજોયું જ નહી એણે. અમે તો કેટલીય વાર કીધું કે હવે પરણી ને ઠરીઠામ થા.. પણ એ એક જ વાત બોલ્યા કરે છે કે પરિવાર માટે મારી પણ જવાબદારી છે...

માં ને રોકીને પપ્પા બોલ્યા..

એક તો અમારી નાતમાં જાજું ભણેલા છોકરા મળે નહી.. જાજું ભણેલી છોકરીને કોઈ કુટુંબ કે છોકરો સ્વીકારે પણ નહી.. ને જો કદાચ કોઈ મળી ગયું તો અમારે છોકરાવાળા દાયજો પણ એટલો બધો માગે કે ચૂકવતાં તો અમે ભૂખ ભેગા થઇ જઈએ. એમાંય વળી લોકો જાણે કે આ છોકરી તો સારી નોકરીમાં છે, સારો પગાર છે.. એટલેએ લોકોની અપેક્ષાની કોઈ સીમા જ ન રહે...

માં-પપ્પા એ જાણે જુગલબંધી કરી હોય એમ લાગતું હતું..

ભાઈ, કરજ કરીને આટલું ભણાવીને, પાછા નવાં કરજ કરવાનાં ? ને ગમે એટલું કર્યા પછી પણ સામેવાળાંને સંતોષ ન હોય, એટલે જાણે બધું જાણવા છતાં છોકરીને શૂળીએ ચઢાવી દેવાની.. એટલે એના લગ્ન નથી થયાં એમાં પણ એક રીતે માં તરીકે મને થોડી શાંતિ હતી. બાકી ભાઈ, તમે બોલ્યા છો.. પણ છોકરી શું મનમાં ધારે છે ? તો અમારે જાણવું પડશે ને.. એની હા હોય તો અમારા માટે તો ભગવાન ખુદ માંગુ લઈને આવ્યા હોય એવો ઘાટ થયો છે..

પપ્પા હસી પડ્યા.. અને બોલ્યા..

તું શું સમજ્યા વગરનું બોલે છે.. માં થઇને દીકરીની આંખ નથી વાંચી શકતી ? હું અનુભવું છું એ મુજબ તો સાહેબ અને આપણી છોકરી.. બંને એકબીજાની સહમતી લઇને જ આવ્યાં છે.. સાચું કે નહી સાહેબ ?

જી.. બિલકુલ સાચું.. બસ.. મેં મારા તરફથી જે કહેવાનું હતું એ પહેલાં જ કહી દીધું.. હવે આપ બંને આપની દીકરીને જે કાંઈ પૂછવું હોય એ પૂછી શકો છો.

માં ઉભી થવા ગઈ પણ પપ્પાએ રોકી લીધી. અને કહ્યું..

ક્યાંય ખાનગી વાત કરવા જવું નથી.. જે કાંઈ વાત હશે એ અહી.. અત્યારે ને સાહેબની હાજરીમાં જ થશે.. બેસી જા.. અને ખાસ વાત એ.. હું કે તું.. આપણે કોઈ કાંઈ નહી પૂછીએ, દીકરી હવે મોટી છે, સમજદાર છે.. સાચા-ખોટાની પરખ કરી શકે એટલી તો ઊંડી દ્રષ્ટિવાળી છે જ.. એને જે કહેવું હશે એ પોતે જ કહેશે. હવે તું બોલ દીકરી..

....

મેં અત: થી ઇતિ.. પહેલા દિવસના ઇન્ટરવ્યુથી માંડીને ફાર્મહાઉસ સુધીની તમામ વાત વિગતે કરી. વાતના અંતે બધાંની આંખોમાં પાણી હતાં. નાનોભાઈ તો વાત સાંભળતા સાંભળતાં જ ક્યારે સુઈ ગયો હતો એ કોઈને ખબર ન હતી.

મારી મરજી માં-પપ્પાને જણાવી દીધી હતી.

....

વાતો વાતોમાં સવારે પાંચ થઇ ગયા હતા.. પણ કોઈની આંખે એક મટકું માર્યું ન હતું. મને અચાનક જ સૂઝ્યું.. સર તો આવ્યા ત્યારના એકધારા ખાટલામાં જ સાવ ટેકા વગર બેઠા છે. એસી ઘર, એસી ઓફીસ ને એસી કારમાં વૈભવશાળી જીવન જીવનારો માણસ આજે અહી કેવો સરળ બનીને બેઠો છે.. નથી એણે પાણી માગ્યું.. નથી ચાની ડીમાંડ કરી.. અરે એ તો ન બોલ્યા.. મને પણ કાં પૂછવાનું યાદ ન આવ્યું ?

જીવનના આ તબક્કા સુધી જ ભગવાને અમારી સહુની ભાગ્ય રેખાઓમાં દુઃખ લખ્યું હશે. હવે તો પાછું વળીને ક્યાંય જોવાની વાત જ નથી. શું આ થવાનું નક્કી જ હશે, એટલે જ મારા લગ્નનો મેળ ઉભો જ નહી થયો હોય ?

....

સવારે સાડા છ એ પપ્પા અમારા ગામના ગોર મહારાજને ત્યાં ગયા, અને અડધી કલાકમાં જ તેમને લઇને પાછા આવ્યા. માં ની ઈચ્છા એવી હતી કે સારું ચોઘડિયું જોઈએ પછી પહેલાં સગાઇ ને પછી લગ્ન.. પણ હું, પપ્પા અને સર.. ત્રણે નો એક જ મત હતો. શુભ કાર્યમાં બધું શુભ જ હોય... અત્યારે જ લગ્ન.

આઠ વાગે ગામના પાંચ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સાક્ષીમાં, ગામ બહારના શિવમંદિરમાં લગ્ન સંપન્ન થયાં.

ગામના મોટાભાગના પરિવારો, કહેવાતા સગાંઓ, હરખ જાહેર કરવા અને વ્યવહારનો દેખાડો કરતાં કુતૂહલવશ ઘેર આવી પણ ગયાં. કદાચ સહુના મનમાં ખરુંખોટું બોલવાની ગણતરી, વાંકુ પાડવાની ઈચ્છા હશે.. પણ સરની હાજરી, તેમનો પ્રભાવ જોઈને સાચાખોટા હરખના મુખવટા હેઠળ ઈર્ષાની લાગણી છૂપાવીને જ પાછાં વળી જતાં હતાં.

....

સોમવારે વહેલી સવારે કારમાં અમે પાંચેનીકળ્યાં. માં-પપ્પાએ તો ઘણી ના પાડી, પણ સરનો આગ્રહ હતો કે મારા પરિવારમાં કોઈ જ નથી. એટલે મારી પત્નીને લગ્ન પછી ગૃહપ્રવેશ પ્રસંગે વિધિસર આવકારવા માટે મારા તરફથી પણ તમે લોકો જ રહેશો.

....

કારમાં બેસીને પહેલું કામ મેં મ્યુઝીક સીસ્ટમ ચાલુ કરવાની પહેલીવાર પહેલ કરી. એવરગ્રીન ઓલ્ડીઝ.. વાહ.. ખરેખર.. આના જેવું સંગીત આજે ન થાય.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED