T.Y.B.COM પૂર્ણ કર્યા ને છ મહિના થી પણ વધુ સમય થઈ ગયો હતો. આ છ મહિના માં તડકાનો ને વરસાદ નો સાથ લઈ હું ઘણાં ગામડામાં ફર્યો અનેક અજાણ્યા માણસો, સંતો, ગરીબો (પણ માયા ના મન ના નહી ) ખેડૂતો અને મજુરો ને મળ્યો. ને હવે હું મન અને વિચારો પણ થાક્યા, આ બધી મહેનત મે કોઈ એક વિષય ની શોધ માટે કરી રહ્યો હતો કે જેનાં પર હું કઈક નવું વિગતવાર લખી શકું. આ પ્રવાસ દરમિયાન તો મે ઘણાં નાના-મોટા લેખો લખ્યા પણ અંતે તો કઈક ખૂટતું હોઈ એવું લાગ્યું એટલે મેં મારી નોધપોથી ને ટાંકવાનું બંધ કરી દીધું. હવે ભમરડાં ની જેમ ફરવાં કરતાં મે સ્થિર થવાનું વિચાર્યું આ સાથે જ ઘરને જાણે વાંચા ફૂટી હોઈ તેમ તેણે મારી પાસે આર્થિક ટેકો માંગ્યો માટે બીજો કોઈ ઉપાય ન હોવાથી મે JOB કરવાનું વિચાર્યું. જોકે આજનાં સમય માં એક યોગ્ય JOB મળવી ઘણી મુશ્કેલ છે. મારી કરતાં પણ વધુ ભણેલાં ને સારી કુશળતા ધરાવતાં પણ હજુ નોકરી માટે ફાંફા મારે છે. પોતાના સ્વતંત્ર આકાશ માં કલ્પનાની પાંખો ફેલાવી ને વિચારો ના વાદળોમાં ઉડતાં આ એક પંખીને પાંજરામાં કેદ કરવામાં આવ્યું આ માટે હું મારા ઘર ને મિત્ર નો આભારી રહીશ.
બાઈક ચલાવતી વખતે લાગેલાં પવન ને કારણે વિખરાયેલા વાળને સંકેલતો દાદરા ચઢીને કોઈ એક આબરૂદાર ઓફિસનાં દરવાજે પહોચ્યો ત્યારે મારો જમણો હાથ શર્ટનાં ડાબા ખિસ્સા ઉપર પડકારતો હતો ને મનમાં પેલો ૩ઈડિયટ્સ નો ડાઈલોગ ALL IS WELL બોલતો હતો. "સર આવું...... કહીને મે તેમની ઓફીસનાં ડોરને સહેજ ધક્કો મારી ને અડધો ખોલ્યો. તેમણે માત્ર પોતાનાં મસ્તકને સહેજ હલાવી ને આવકાર્યો. મે પ્રવેશ કર્યો સ્વામી વિવેકાનંદ જેવી મુદ્રામાં ઉભો રહ્યો. તેઓ એ પોતાનાં ચશ્માંને થોડાક નીચે ધકેલી તેમની આવરણ વગરની આંખો દ્વ્રારા મારી આંખો સાથે સંપર્ક જોડવાનો પ્રયત્ન કર્યો મે તેમાં સાથ આપ્યો. થોડાં સમય બાદ ઈન્ટરવ્યું પૂર્ણ થયું, હું બહાર નિકળતો હતો ત્યાં અચાનક મારી નજર તેના જ ફેમેલી ડોક્ટર પાસે રિપેરિંગ કરાવેલી અંગુઠા પછી ની બે આંગળીઓ પર પડી.મે મન માં એવું વિચારેલું કે સાહેબ ને પતંગ ચગાવવાના ખુબ શોખીન હશે એટલે માંજાવાળી દોરીને કારણે આવું થયું હશે. (ખુલાસો: થોડાં દિવસો પછી તેનાં મેનેજર સાથે નાં વાર્તાલાપમાં આ વાતનો ઉલ્લેખ આવ્યો ત્યારે ખરું રહસ્ય ખુલ્યું કે...ભાઈ.. સરની કોઈ ભંગાર લોખંડની શીપ સાથે મુલાકાતમાં આ બનાવ બન્યો. આમ અમે બન્ને એકબીજા ની વાત સાંભળીને આનંદિત થયાં.)
આજે JOB નો પહેલો દિવસ હતો. અગાઉની જેમ જ હું ઓફિસે પહોંચ્યો, વિખરાયેલા વાળને દાદરા ચડતાં સંકેલતો ને પેલો જમણો હાથ અને ALL IS WELL નાં શબ્દોને મન માં ગણગણાવતો. જોકે હવે આ આદત થઈ ગઈ હતી હા, પેલા શબ્દો પણ આ આદતે જ કાઢી નાખ્યાં હતાં. ઓફીસમાં મારું સ્થાન એક સમાજ વિહોણાં વ્યક્તિ જેવું જ ને અવળું ફરીને મારી જ જેવાં શાંત ને ઘણીવાતો માં રિસાઈ જાય તેવાં એક ગુસ્સાથી ભરપુર ઝરમરિયાવાળા કોમ્પ્યુટર નાં મોનીટરની સામે થોડી આરામદાયક ખુરશી પર આપવામાં આવ્યું. પણ નવાઈ ની વાત તે હતી કે ઘણાં સમયથી મૃતપાઈ અવસ્થામાં પડેલ આ ખંડેર એક ઇન્દ્રપ્રસ્થમાં પરિવર્તિત થયું હોય તેવું મને લાગ્યું. જેમ સર્કસમાં કોઈ નવાં ખેલ ને જોવાં લોકોની નજર તે તરફ સ્થિર થઈ જાય તેમ ઓફીસનો સ્ટાફ મારી તરફ જોતો હતો, ને રીંગમાસ્ટર (ખુલાસો: અમારી ઓફીસનાં મેનેજરશ્રી શફીકભાઈ) મારી નજીક આવીને મને ખેલ શરું કરવાં ઈશારો કર્યો.
પ્રથમ દિવસ હતો એટલે કોઈ ખાસ કામ ન હતું. હું અને મોનીટર એક-બીજા સામું મૌન ધારણ કરીને બેઠા હતાં, પણ આ મૌન મને ગુલામી નો અહેસાસ કરાવતું હતું, ને મારું હારી ગયેલું મન કે મારાથી પ્રાઈવેટ JOB શક્ય જ નથી તે વાત ને જીવંત રાખતી હતી, ને એક બોડીગાર્ડની જેમ મારી સામે બેઠેલ ટેબલપંખો જ સતત બકબક કરતો હતો. કોઈ વૃક્ષની માફક અખંડ સવારનાં અગિયાર થી લઈને સાંજનાં સાત વાગ્યાં સુધી હું આજ સ્થિતિમાં હતો, હવે મારી જીભ સળવળતી હતી, આ અલાયદા રૂમમાં મારા જીવને ગભરામણ થાતી હતી હું પેલાં જ રીંગમાસ્ટરની રજા લઈને થોડાં સમય માટે નીચે ખુલ્લી હવામાં આટો મારવાં ગયો, કરમાઈ ગયેલાં ફૂલને જેમ પાણી છાંટીને તાજું કરી દેવામાં આવે તેમ હું પણ જરા તાજો થઈને વળી પાછો હતો ત્યાં ને ત્યાં આવ્યો. રાતનાં સાડાઆઠ વાગે રજા પડી. ઘરે પહોચ્યો ત્યારે ભૂખ મરી ગઈ હતી ચહેરો સાવ નિસ્તેજ અને કરમાયેલો થઈ ગયેલો થોડું માથું પણ ચડેલું તેને મે ગણકાર્યું નહી. આવું સતત પાંચ-છ: દિવસ સુધી ચાલ્યું એટલે આદત થઈ. પણ મારાથી પ્રાઈવેટ JOB શક્ય જ નથી તેની જ્વાળા પ્રખર બનતી હતી આજે શનિવાર હતો પણ માત્ર કહેવાં માટે ગવર્મેન્ટ JOB ની જેવું કશુંજ ન હતું મને જો નિરાંત મળે તો હું પ્રાઈવેટ JOB ને મારી ગુલામી જેવા વિષય પર ઘણુંખરું લખી શકું. રોજની જેમ હું ઓફિસે પહોંચ્યો, આ..શું ? મારી પેલી HOT SIT પર તો કોઈ નવું વ્યક્તિત્વ બેઢેલું છે. ઘડીક તો લાગ્યું હા...શ.. JOB ગઈ પણ નહિ રીંગમાસ્ટરે મને તેની બાજુની ચેર પર બેસાડ્યો. થોડીવાર થઈ એટલે એણે મારી સાથે ઓળખણ મેળવવા વાત ઉચ્ચારી ને મેં પણ અતૂટ મૌન તોડી વાતો નો મેં' વરસાવ્યો. હા, હું એક વાત કે'વાની તો ભૂલી ગયો કે એણે વાર્તાલાપ દરમિયાનમાં તેનું નામ સાકીર જણાવેલું. આ એજ સાકીર જેની સાથે મેં આ JOB માં પ્રથમ વાર વાર્તાલાપ કર્યો મને આ એકલતા માંથી અને આ જેલ માંથી ઉગાર્યો આ વાર્તાલાપ મિત્રતાં માં પ્રરિવર્તન થઈ ગયો પછી તો જયારે સમય મળતો ત્યારે અમે ગપ્પાં મારતાં હા ઘણીવાર તેમાં ધર્મ જેવાં ગંભીર વિષયો પર ચર્ચા પણ થતી ને આ ચર્ચા એક ઠડું યુધ્ધ હતું તેમ પણ તમે માની શકો જેમાં બન્ને સક્ષમ હથિયારોથી લડ્યાં, પણ હવે થોડું-થોડું આ જેલ નું પાણી સદતું હતું. " જિંદગીમાં ચા નો શોખીન બુરહાન", સંગીત વિશારદ દીપ, બિલાડાંનો અવાજ બોલતો સાહિલ અને રીંગમાસ્ટર પ્રિય કાસીમ જેવાં ઘણાં મિત્રો બન્યાં. (ખુલાસો: આ મિત્રો માત્ર ઓફીસ સમય દરમિયાનનાં જ હતાં, આ મિત્રતાં ને આગળ ધકેલવા નો અમે કોઈએ પ્રયત્ન કર્યો જ નથી) હા....મિત્રો થી યાદ આવ્યું એક વાણીયો અભિષેક કરીને હતો. જે શરું-શરું માં મારી નજીક ખુબજ આવેલો અને અમારાં થોડાં વિચારો પણ મળતાં, વાણી નો એટલો મીઠો હતો કે દુશ્મન ને પણ સામે ચાલીને બોલવાનું મન થાય,તે હસમુખો હતો ઘણાં પ્રશ્નાર્થ વાક્યો તે હસી ને ટાળી દેતો, હા...બીજી એક વાત તેની પાસે દરેક વાતનો તોડ હતો, પણ મારી મિત્રતા બહુ લાંબા સમય સુધી રહી નહી, કદાચ તે એવું સમજતો હશે કે હું જેને હીરો સમજતો હતો તે કાચનો એક ટુકડો નીકળ્યો અને હું પણ એનાં વિશે એવું જ વિચારતો હોવ......!!!! ને મને કહેવાં દો કે આ એજ અભિષેક જેનાં માટે મે કયારેક કવિતા લખેલી... (ખુલાસો: સફર હોય કે સબંધ સામે જોઈએ તો માર્ગ ન દેખાય કે પડઘાં પડવાનાં બંધ થાય તો સમજી લેવું કે વળાંક લેવાનો સમય આવી ગયો છે. નોધ: અહી અમારી મિત્રતા ની વાત હતી જે અમુક સમય સુધી સારી રહેલી એમ નહી પણ અમારો રીંગમાસ્ટર કે'છે તેમ બહુજ સારી, હા..એક વાત ખરી આજેય અમારો ઓફીસ સબંધ યથાવત્ છે.)
હું દૂધમાં સાકર ભળે તેમ ભળી તો નહીતો ગયો પણ ધીરે-ધીરે સાકરની જેમ ઓગળતો હતો, ને પેલું રટણ મારે આ કેદી જેવી JOB નથી કરવી તેની આગ થોડી શાંત પડતી હતી, પણ જ્યારે-જ્યારે સાહેબ ઓફિસમાં બોલાવીને ખિજાતા ત્યારે પેલી આગમાં ઘી રેડાતું, એક ખાનગીમાં વાત કહું તમને આ જે ઉચ્ચ હોદ્દાઓ છે તેનાં પર બેઢેલા સાહેબો કે માલિકો માં થોડું અભિમાન, ઈર્ષા ને તેનાંથી નીચેનાં વ્યક્તિઓ ને ધમકાવવાની તાકાત આપતું હોય તેવું લાગે છે, હા. આ વાક્યમાં અપવાદ હોય શકે. હવે હું જેમનાં વિશે આતુરતાથી વાત કહેવાં ઈચ્છુંક છું તે પેલો રીંગમાસ્ટર (ઓફિસનાં મેનેજર શ્રી) શાફીક્ભાઈ...? જેની પાછળ પ્રશ્નાર્થ ચિન્હ જરૂરી છે કારણ કે મહાનુભાવો એ તેના વિશે કહેલું કે -" આ માણસને સમજાવતાં આવડે છે સમજતાં નથી આવડતું ". ઓફીસનો તમામ સ્ટાફ તેમનો વિરોધ કરતો અને કદાચ તેમની હયાતી ન હોય ત્યારે ગાળો પણ આપતો હશે, કારણ કે તે દરેક નો વાંક મોઢે જ ઝાપટી દેતાં, ટુંકમા ગમે તેને હાકી નાખવામાં પેલો નંબર, મારી જેવાં એક-બે ને બાદ કરતાં. જોકે મારે પણ તેની સાથે બાધ્યા વિના મોજ ન આવતી, પણ મારે તેમની સાથે સારો સબંધ હતો એમ નહી પણ રીંગમાસ્ટર કે છે તેમ બહુજ સારો એની પાછળ નું કારણ એ હતું મારી પાસે તેમનાં નબળાં અને સારા બન્ને પાસાં હતાં. જેમ છાશને લાંબા સમય સુધી પડી રહે તો તેમાંનું પાણી ઉપર તરી આવે ને શુધ્ધ છાશ નીચે રહે. તેમ આ મિસ્ટર નો ચહેરો જે પ્રભાવ પાડતો હતો તે છાશની ઉપરનું પાણી હતું માટે શુધ્ધછાશ ની પ્રાપ્તિ માટે મે કારણ વગરની તેમનાં જીવન માં મરજીવાની માફક છલાંગ મારી એટલુંજ નહી મને રત્નો મળ્યાં પણ ખરી, હું તે ભાઈ ને બીજા એક-બે અગંત મિત્રોની બેઠક ઓફીસનો કાર્યકાળ પૂર્ણ થયાં પછી લાંબા સમય સુધી રહેતો તેમાં ઘણાં મુદ્દાઓ પર ચર્ચા થાતી પણ પોણાં ભાગ નાં જવાબો તો તે મિસ્ટરનાં જ રહેતાં આ દરમિયાનમાં તેનો એક પ્રશ્ન મારા માટે જરૂર રહેતો કે "શું..? કે'છે તારો પ્રિય મિત્ર 'સાકીર'...!!!!" હું તેમને ઘણીવાર ગબ્બરસિહ કહેતો ને તેઓ અસલ તેનાં જેવાજ દાંત કાઢતાં. હા એક તેમની રસપ્રદ વાત તેમણે કહેલું કે-" માણસ વસ્ત્રો શરીર ઢાકવા પહેરે છે કે બતાવવાં...?, ને મને જયારે સર ખીજાતા તારે તેણે જ આસ્વાસન આપેલું , તેઓ ઓફીસને દસ કલાક થી પણ વધારે સમય આપતાં કામ હોય કે ન હોય સમ્રગ સ્ટાફ પર તેની બાજ નજર તો ખરી સાથે હાથીકાન પણ રહેતાં આ જાણી કોઇકે એવું કહેલું કે -" શફીક તો થાકતો જ નથી (ખુલાસો: તે હું જ હતો) તે નાસ્તા ના પણ શોખીન હતાં, અમારે ત્યાં સ્ટાફમાં રોહિતભાઈ કરીને એક નિખાલસ વ્યક્તિ હતાં જે રોજ અમારી માટે નાસ્તો લાવતાં પોતાનાં ખર્ચે, માટે આ ગબ્બરસિહ રોજ તેની રાહ જોતાં પણ હમણાં થી વાતાવરણ ફર્યું રોહિતભાઈ તો આવતાં પણ નાસ્તો ન આવતો, ને ગબ્બરસિંહનો પ્રશ્ન કે-"નાસ્તો ન લાવ્યાં....? તેનો જવાબ રોહિતભાઈ એવી હલક થી દેતાં કે " હું તો આજે ભરપેટ નાસ્તો કરીને આવ્યો છું વાલા". (ખુલાસો: તમને એમ લાગશે કે આ ભાઈ તો એકલાં શફીકભાઈ ને જ માખણ મારે છે પણ તેવું નથી મે તો ફક્ત તેમની સત્યતાને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે બાકી તો મારાં માં એટલી હિંમત તો છે જ કે તેમની ભૂલને હું મોઢે-મોઢ ઝાપટી દવું) પણ અંતે મે મારેલી છલાંગ દ્વ્રારા છાશ અને પાણી ને વલોવી મિક્સ કરી નાખ્યું, મારાથી પ્રાઈવેટ JOB શક્ય જ નથી તેની સામે હથિયાર મૂક્યાં, સાકીર સાથેનું ઠંડુ યુદ્ધ શરું રહ્યું, નાસ્તો પણ શરું રહ્યો પણ સોલ્ઝરીમાં, ને ફરીવાર 1857 ની જેમ આઝાદીની રાહ સાથે આ અંગ્રેજો સામે મારાથી શરણાગતી સ્વીકારાય. (ખુલાસો: "અંગ્રેજો" એટલાં માટે કે હું રહ્યો ગામઠી લોકસાહિત્યનું માણસ ને તે બધાં રહ્યાં અંગ્રેજી માધ્યમથી ઉચ્ચ ભણેલાં ને થોડાં સ્વા....ર....!!!!!!!!)