હમ તુમ્હારે હૈ સનમ
(ભાગ-૧૨)
આયત તૈયાર થઇને નીચે આવે છે. એના અમ્મી પાસે આવી ને બેસે છે.
"આજ આવશે એ કમીનો..?"
આયત કઈ પણ બોલ્યા વગર ચુપ રહે છે.
"મેં તને કંઇક પૂછ્યું..."
"અમ્મી તમે એના આવા ખરાબ નામ રાખશો તો હું જવાબ નઈ આપું..."
"અમારા અરમાન સાબ આજે આવશે?"
"હા અમ્મી બસ આવતા જ હશે..." આયત શરમાતા જવાબ આપે છે. રુખશાના એ સાંભળી ને અંદરથી બળે છે.
કપ્તાન અરમાન ને મુકવા બસ સ્ટેન્ડ એ આવે છે. કપ્તાન એની પાસે સાચવી રાખેલા રૂપિયા અરમાનને આપે છે.
"અરમાન તું ક્યારે આવીશ..."
"બસ જો કપ્તાન આજે રાત્રે કા કાલ સવારે..."
"ભાઈ ખોટું ન લગાડે તો એને એકવાર પૂછી તો લેજે.. તારે ક્યાં એને હાથ પકડી ને ભગાડીને લઇ જવાની છે. "
"કપ્તાન હું જાણું છું. આ બોલે છે તું પણ શબ્દો બીજાના છે... સારું ચાલ કાલે મલિયે..."
અહીં ઘરે અરમાન ના અમ્મી એના અબ્બુ અને અક્રમ સામે રોષ પ્રગટ કરે છે.
"તમે એને રોક્યો કેમ નહિ?"
"અનિશા મને ડર લાગે છે. આ ખાલી એક બીજા ને ગમવું નથી એથી વિશેષ છે... સાચી લગન છે. એમના માર્ગમાં જે આવશે એ એનો ભોગી બનશે..."
"મેં કાલે જ મારા દીકરાનો લોહિયાળ શર્ટ જોયો. મારો જીવ નથી માનતો. હું મારી બેનના પગ પકડકા તૈયાર છું પણ આમ મારા દીકરા ને નઈ જોઈ શકું..."
"માસી આમ ન બોલો તમે. મારે કાલે પેપર છે. નહીંતર હું જાત એની સાથે.." અક્રમ બોલ્યો.
"બેટા હવે એ બીજીવાર જાય તો તું સાથે જજે... ખબર નઈ રુખશાના એની સાથે શું કરશે..."
"હા માસી... એક વાત કહું તો આજે એ એક ખાસ વાત માટે ગયો છે. એ સલાહ મેં જ અપાવડાવી છે"
"શું ?"
"એ આજે આયત ને કોર્ટ મેરેજ વિષે પૂછશે... "
"અક્રમ એ મારી બેનની દીકરી છે. હું આવું વિચારી પણ ન શકું.. "
"માસી કોર્ટ મેરેજ કરી એ એને અહીં નહિ લાવે એને ઘરે પછી મૂકી આવશે. જયારે કોઈ રસ્તો નહિ રહે ત્યારે આ વાત બહાર લાવીશું... મેં માસા અને માસી ની આંખોમાં જોઈ લીધું છે. એ મરેલી આયત પણ અરમાન ને નહિ આપે..."
અરમાન ના અમ્મી આ સાંભળી ને ફ્લેસબેક માં જાય છે. જયારે એ નવમા મહિના માં હોય છે ત્યારે એના પહેલા પતિ અકબર સાથે જે રુખશાના કરે છે એ બધું આંખો સામે તરી આવે છે.
અહીં રુખશાના એક બાવા જોડે જાય છે જે તાવીજ બનાવી આપતા હોય છે.
"સલામ બાબા... મેં સાંભળ્યું છે તમે સીધા અને ઊંધા બંને તાવીજ કરો છો?"
"તારો કહેવાનો શું મતલબ છે છોકરી? હું કોઈની બરબાદી કે મોતના તાવીજ નથી કરતો..."
"બાબા જી મોત કે બરબાદી ના નથી કરવાના. મારી દીકરી ને મારી બેન ના દીકરા સાથે ઇશ્ક થઇ ગયો છે એમને અલગ કરવાના છે..."
"બેટી ઇશ્ક કોઈ તાવીજ થી ના રોકાઈ..."
"બાબા રોકવાની વાત નથી. બસ એમનું મળવાનું બંધ કરાવવું છે."
"સાચું કે એ તારી દીકરી છે અને છોકરો તારી બેન નો છોકરો છે?"
"હા બાબા..."
"નામ શું છે દીકરી નું? "
"આયત..."
"છોકરાનું અને તારું?"
"અરમાન અને રુખશાના..."
"કે આ તાવીજ મોઢામાં રાખી ને ગરમ દૂધ કરી ને પી જજે. તારી સમસ્યા દૂર થઇ જશે..."
"મતલબ હું પીવું?"
"હા તું... તે કહ્યું હતું ને ઈલાજ ઉલટો કરવાનો છે..."
"પણ બાબા આવું તો મેં પહેલીવાર સાંભળ્યું..."
"મેં તારા જેવી માં પણ પહેલીવાર જોઈ... જા હવે તું કહ્યું એ કરજે..."
આયતના અમ્મી ઘરે આવે છે. એની નાની બેન ને દૂધ ગરમ કરવાનું કહે છે. એટલામાં ડેલી ખખડે છે. આયત ની નાની બહેન ડેલી ખોલે છે. અરમાન ડેલી ખોલતા જ સલામ કરી ને અંદર આવે છે. એની નાની બેન ને પૂછે છે
"આયત ક્યાં છે?"
"ઉપરના રૂમમાં ભાઈજાન..."
"અને માસા માસી?"
"અમ્મી અંદર કિચનમાં અને અબ્બુ બહારગામ ગયા છે..."
"સારું હું બેટા ઉપર આયત ને મળવા જાઉં છું..."
અરમાન ઉપર આવે છે. આયત દરવાજા પાછળ હંમેશની જેમ સંતાઈ છે. અરમાન એને દરવાજા પાસે ઉભો રહી ને જુવે છે. એની પીઢ અરમાન તરફ હોય છે. અરમાન પોતાના ગળામાં રહેલી સાલ નો એક છેડો આયતના ખભા પર નાખે છે.
"આજે વાત નહિ કરો?"
"કારીસ ને કેમ નહિ..."
"તો સામે આવો..."
"ના સામે નઈ આવું..."
"તો હું જાઉં..."
"કેમ જવું છે. હજી તો આવ્યા જ છો..."
"તું સામે નહિ આવે તો હું શું કરીશ... અને તું મને રોકતી પણ નથી કે આજે રોકાઈ જાઓ એમ..."
"હા તો હું કહું છું ને આજે રોકાઈ જાઓ કાલે જતા રહેજો..."
"ના આયત આજે રોકાયો તો તારા અમ્મી અબ્બુ પઢી પઢી ને ફૂંકો મારશે મારા પર બદદુઆની..."
"એમની હજારો બદદુઆ પર મારી એક દુઆ કાફી છે અરમાન... અને અહીં તમે ચા પીને ચાલ્યા જજો. સાંજે સારા ના ભાઈ ની પીઠી છે. ત્યાં આવજો..."
"હા પણ બોલાવ્યા વગર?"
"અરમાન એ બહુ આજીજી કરીને ગઈ છે...."
"હા સારું હું આવી જઈશ..."
"પણ તમે રોકશો ક્યાં?"
"અહીંથી ચા પીને મસ્જિદ એ જઈશ. મગરીબ ની નમાજ પઢીશ અને પછી મૌલવી સાબ પાસે ઈશા સુધી બેસીસ અને રાત્રે ૮:૦૦ વાગે ત્યાં આવી જઈશ..."
"હા સારું... એવું કરજો..."
"આયત હું અહીં થી જાઉં છું ને તો તારો ચહેરો ભૂલી જાઉં છું પછી મગજમાં જ તારો ચહેરો બનાવું છું. મને તો યાદ બ નથી તું કેવી દેખાય છે. સામે આવને..."
આયત સામે આવે છે અને બોલે છે.
"લો બોલો કેવી દેખાઉં છું..."
"બસ એવી જ જેવી હું મારી કલ્પનામાં તારો ચહેરો બનાવું છું.."
નીચેથી અવાજ આવે છે કે માસી અરમાન ને નીચે બોલાવે છે.
"અરમાન સાંજે આવી જજો... મસ્જિદ થી ચોથું ઘર છે.."
"હા આયત ધ્યાન રાખજે..."
અરમાન આયત ને એક નજર ભરીને જોઈ નીચે જાય છે.
"સલામ માસી.."
"દરવાજો બંધ કરી દે...."
અરમાન દરવાજો બંધ કરે છે અને સામેના સોફા પર બેસે છે.
"ચા પી...."
"તમે પણ પીવો ને માસી..."
"મારા ગળા નીચે તો થુંક નથી ઉતરતું ચા ક્યાંથી પીવું..."
"કેમ માસી શું થયું...?"
"થવાનું શું તું રોજ અહીં આવી જાય છે. હું કરું તો પણ શું કરું તને કોઈ રોકવા વાળું પણ નથી..."
અરમાન ચા નો કપ નીચે મૂકે છે.
"કેમ નીચે મુક્યો કપ તું તો પી ચા..."
"ના માસી તમારી વાત મને ગળા નીચે ઉતરે પછી પી લઈશ..."
"અમ્મી અબ્બુ ને પૂછી ને આવ્યો છે..."
"હા માસી..."
"એમને આવવા દીધો તને?"
"હા માસી.. એમને હા નથી પાડી... પણ ના પણ નથી પાડી..."
"એનો મતલબ હા જ કહેવાય..."
"અરમાન તારું ને મારુ દુઃખ સરખું છે. બંને નું કોઈ જ સોલ્યુશન નથી..."
"માસી શું દુઃખ છે કહો... "
"કહેવા જેવું નથી. તું યાદ ન અપાવ..."
"તો માસી એનો રસ્તો શું છે..."
"રસ્તો કઈ નઈ બંને તળપશો તમે... મારા જીવતા જીવ તો તમે એક નઈ જ થાઓ... અને તું અહીં આવી ને મને ગુસ્સો ના અપાવ તારો ગુસ્સો આયત પર નીકળે છે..."
"માસી હું તો આવીશ... જ્યાં સુધી એ ના નહીં કહે..."
"આખા કસ્બામાં વાતો થાય છે કે મારુ ઘર એક ધંધાવાળી સ્ત્રી જેવું થઇ ગયું છે. રોજ રાજકોટથી એક છોકરો આવે છે અને છોકરીને મળીને એના નાના ભાઈ બેન ને રિસ્વતના દસ રૂપિયા આપીને ચાલ્યો જાય છે."
અરમાન આટલું સાંભળતા જ ગુસ્સાથી ચા નો ભરેલો કપ તોડી નાખે છે અને ઉભો થઇ જાય છે.
"માસી... તમે લિમિટમાં બોલો... જેટલું સહન કરી શકું એટલું જ બોલો... આયતની લાજ શરમ થી તો મારી આંખો પાવન થાય છે. મેં એને હાથ સુધ્ધાં નથી લગાવ્યો..."
"તો તું આવવાનું બંધ કેમ નથી કરી દેતો...?"
"માસી એતો નહિ બને..."
અરમાન રૂમ માંથી બહાર આવી જાય છે. આયત પાસે આવી ને કહે છે.
"એક દિવસની રજા લઇ શકું... એક દિવસ છોડી ને એક દિવસ આવીશ..." આયત શરમાતા ના કહે છે અને એ ઉપર ચાલી જાય છે.
અરમાન પણ ત્યાંથી મસ્જિદ એ જાય છે. આયત પણ તૈયાર થઈને સારાની ઘરે જાય છે. સારા એને જોઈને ખુશ થાય છે. બધા પીથીની તૈયારીમાં લાગે છે અને ગીતો ગાય છે.
અરમાન નમાજ પઢી ને મૌલવી સાબના ઘરે બેસે છે. મૌલવી સાબ બંને માટે ચા બનાવી ને લાવે છે.
"બેટા તું ક્યારે આવ્યો...?"
"હમણાં અસર પછી જ મૌલવી સાબ..."
"તો મને એ ન સમજાણું આજે મગરીબ થી ઈશા સુધી તું મસ્જિદમાં કેમ બેઠો...?"
"મૌલવી સાબ સારા ના ભાઈ ની પીઠી છે એ કહીને ગઈ છે આવજો..."
"અચ્છા એ વાત છે..."
"મૌલવી સાબ તમે અહીં એકલા રહો છો?"
"હા બેટા એકલો જ કેમ?"
"તમારા પત્ની ને છોકરાઓ?"
"બેટા છોકરા ક્યાંથી થતા.. મારા લગ્ન પછી છ મહિનામાં મારી પત્ની અલ્લાહ ને પ્યારી થઇ ગઈ..."
"તો તમે બીજા લગ્ન ન કર્યાં?"
"બેટા આ સવાલ તારા મોઢે શોભતો નથી..."
"પણ મૌલવી સાબ જાયજ તો છે ને..."
"હા બેટા જાયજ છે. મને પણ તારી જેમ સાચો પ્રેમ હતો. મારી ફોઈની દીકરી સાથે મારા લગ્ન થયા હતા... અને સાચા પ્રેમ કરનારામાં જયારે એક મરે ત્યારે બીજા એ એકલા જ રહેવું યોગ્ય છે..."
"પણ મૌલવી સાબ આ ઘરના કામ ને એ બધું એકલા કેમ થાય..."
"બેટા હું ચાહેત તો ચાર લગ્ન કરેત.. પણ બેટા સાચા પ્રેમની આજ પરીક્ષા છે..."
"ચાલો મૌલવી સાબ તો હું રજા લઉં... "
"બેટા ચા તો પીતો જા...."
"મૌલવી સાબ એ રાહ જોતી હશે...."
"સારું જા બેટા..."
અહીં આયત એક સુંદર ગીત ગઈ રહી હોય છે.
તુમ જો આયે જિંદગી મેં બાત બન ગઈ...
ઇશ્ક મજહબ ઇશ્ક મેરી ઝાત બની ગઈ..
સપને તેરી ચાહતો કે દેખતા હું અબ કહી...
દિન હે સોના ઔર ચાંદી રાત બન ગઈ...
એટલામાં જ સારાના ઘરની ડેલી જોરથી ખુલે છે. એક ઝબ્બા કુરતામાં લાંબો છોકરો અંદર આવે છે.
"આ ગીત કોણ ગાતું હતું...?"
સારા એ છોકરાની સામે જુવે છે અને એની હસી ઉડાવતાં કહે છે.
"આ તમારી બેન...."
બધી છોકરીઓ ખડખડાટ હશે છે. એ છોકરો ગુસ્સમાં લાલ થઇ ને ડેલી એ જ ઉભો રહે છે...
(ક્રમશ:...)