શરૂઆત Hiren Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શરૂઆત

મારી નજરો થી દુર જતો રે , તારો પડછાયો પણ મારા ઘર માં ના પડવો જોઈએ. મમ્મી તમે તો કઈ બોલો એમાં મારો શુ વાંક ? મને તો ખબર પણ નતી કે આવું થશે ! તારી નીચે કામ કરતો વ્યક્તિ કંપની માં ઘોટાડો કરે છે અને તને નથી ખબર બોલો ! મારું નામ, મારી ઈચ્છત તારા કારણે ખરાબ થઇ ગઈ મારે કઈ શાંભડવું નથી બસ તું હવે અહી નઈ રઈ શકે. મારી વાત શાંભડવા કોઈ તૈયાર નતું કઈ મગજમાં આવે એ પેહલા હું નીકળી ગયો ઘર છોડી ને.ખિસ્સામાં માં ફક્ત ૧૨૦ રૂપિયા હતા અને એ વખતે મોબાઈલ પણ ન હતા.મને ગુજરાતી અને થોડી હિન્દી શિવાય બીજી કોઈ ભાષા પણ નતી આવડતી અને કોલેજ પણ અધુરી છોડી ને નીકળી ગયો કઈ નતું મારી પાસે બસ એટલુજ ખબર હતી કે ગઈ કાલ સુધી જે “પવન “ મોજ મસ્તી કરતો હતો અને આજે એને પપ્પા એ ઘર ની બહાર કાઢી મુક્યો હતો કારણ કે એની નીચે કામ કરતા વ્યક્તિ એના નામ પર ઘોટાડા કર્યા અને પવન ની વાત પર એટલે કે મારી વાત પર કોઈ ને વિશ્વાસ નતો. મારો મિત્ર રેહતો હતો “પુને” મહારાષ્ટ્ર માં તો બસ ગુજરાત થી પુને સુધી ની મુસાફરી શરુ થઇ ગઈ.પેહલી વાર ટ્રેન માં એ પણ સામાન્ય ડબ્બા મા બેઠો માફ કરજો ઉભો હતો,કારણ કોઈ દિવસે પપ્પા એ તકલીફ નતી પડવા દીધી જીવન માં, પણ હવે મારી સાથે કોઈ નતું.લોકોના ધક્કા વાગતા હતા , કોઈ બેસવા લાયક જગ્યા દેખાઈ તો મારા પેહલા બીજું કોઈ બેસી જતું.જીવન માં પેહલી વાર મારા સપનાઓ ને મારી નજર સામે વેર-વિખેર થતા જોઈ રહ્યો હતો,પરિવાર થી ઘણો દુર જઈ રહ્યો હતો અસંખ્ય વિચારો મગજ માં દોડતા હતા,લોકોની કલબલ,નાના છોકરા ના રડવાનો આવાજ, જે મારી આંખ ને એક પળ માટે પણ બંધ થવાદેતા ન હતા. જાણે બધું સ્થિર થઇ ગયું હતું અને એકજ પ્રશ્ન મારી જાત માટે શું થયું? શું કામ થયું?મારી સાથે કેમ? હવે આગળ શું કરીશ? મારા મન ને સમજાવતા સમજાવતા પુને આવી ગયું અને ભૂખ પણ બૌ લાગી હતી, પણ પેહલા મિત્ર ને ફોન કર્યો એસ.ટી.ડી પર થી અને એને બધી હકીકત જણાવી એને મને ઘર નું સરનામું આપ્યું અને એ મુજબ મેં રીક્ષા વાળા ભાઈ ને કીધું અને હું એના ઘરે પોચી ગયો એ નીચેજ ઉભો હતો અને ભાડું પણ એને આપ્યું કારણ મારી પાસે રૂપિયા નતા વધ્યા.એ મને ઘર ની અંદર લઇ ગયો અને મેં જોયું તો રૂમ માં પ્રવેશતા જ થોડું આગળ વધુ ને ત્યાં તો રૂમ પૂરો એવા બે રૂમ અને એક રસોડું અને મારા વગર ઘરમાં એના પરિવાર ના ચાર સભ્યો રેહતા હતા,અને આવા માં એને વધારે હેરાન કરવું મને યોગ્ય ના લાગ્યું એટલે મેં એને કીધું કે હું કોઈ પણ નોકરી કરીશ પણ તું મને થોડી વધારે મદત કરી દે. અરે પવન વાંધો નઈ તું ચિંતા ના કરીશ તને જ્યાં સુધી નોકરી ના મળે ત્યાં સુધી તું અહીયાજ રે આપડે પછી વાત કરીશું તું પેહલા કઈ જમી લે અને આરામ કર. સાંજે જયારે રાહુલ નોકરી પર થી પરત આવ્યો ત્યારે મને એક જગ્યા પર લઇ ગયો જે એક સોફ્ટવેર કંપની હતી એમાં મેં મારું ઈન્ટરવ્યું આપ્યું પણ મને જવાબ માં ત્યાંથી ના શબ્દ મળ્યો કારણ કે મેં કોલેજ ના ફક્ત ત્રણ વર્ષ પુરા કર્યા હતા અને છેલ્લા વર્ષ માં હું પુને માં હતો તો હા મારી પાસે ડીગ્રી નતી કમ્પ્યુટર એન્જિનિઅર ની. પણ મારા માં એમને કઈ જોયું અને સિક્યુરીટી ગાર્ડ ની નોકરી કરવા પૂછ્યું, પગાર મહીને ૬ હજાર અને બસ્સો રૂપિયા(૬,૨૦૦). મેં કઈ પણ વિચાર્યા વગર કે રાહ જોયા વગર હા પડી દીધી અને બહાર આવ્યો.રાહુલ એ મને પૂછ્યું કે શું થયું અને જે થયું એ મેં એને કીધું પછી એક સારા મિત્ર ની જેમ મને સમજાવા લાગ્યો કે પવન તને આના થી સારી નોકરી મળશે તું રાહ જો અને હું છું ને પણ મારા મગજ માં કઈ નતું આવતું અને મારે રાહુલ ને વધારે હેરાન નતો કરવો. ના રાહુલ હું જેને લાયક છું એજ મને મળ્યું છે અને તારો ખુબ ખુબ આભાર પણ મારો નિર્ણય નઈ બદલાય.બીજે દિવસે મેં રાહુલ નું ઘર છોડ્યું અને મારી રીતે રૂમ ભાડા પર શોધી કામ ચાલુ કરી દીધું. સમય પસાર થતો ગયો અને હું બસ કઈ વિચાર્યા વગર કામ કરતો ગયો.એક મહિનો પૂરો થઇ ગયો હતો મને હિન્દી ભાષા પર ફાવટ આવી ગઈ હતી અને સાથે સાથે થોડું અંગ્રેજી પણ શીખી ગયો. અને હા મારા ચેહરા પર થોડુ સ્મિત હતું કારણ કે મહિના ના અંતે મારા હાથ માં મારો પગાર હતો. બસ મારી આંખો ત્યારે નમી જતી હતી જયારે કંપની માં ૫ વર્ષ થી કામ કરતા અને જેમનો પગાર વીસ હજાર હતો (૨૦૦૦૦) એવા મારા દુર ના સમ્બંધી મારી ડાયરી માં સવારે હાજરી પૂરતા. હા એમના થકી મારા પરિવાર ને જાણ તો થઇ ગઈ હશે કે હું અત્યારે ક્યાં છું અને શું નોકરી કરું છું પણ મને કઈ નતી પડી બસ ધીમે ધીમે મારા સપનાઓ ને પુરા કરવાના પ્રયત્ન શરુ કર્યા. પછી ના બે મહિના મેં વધારે મેહનત કરી ઓવર ટાઇમ શરુ કર્યો અને ૩ મહિના પુરા થયા મારી નોકરી ના, ત્યાં સુધી મેં ઘરે કોઈ વાત નતી કરી અને ૩ મહિનામાંજ મારું કામ જોઈ મને સિક્યુરીટી ગાર્ડ નું કામ છોડી રીસેપ્સન ડેસ્ક પર બેસવાનું કામ સોપવામાં આવ્યું અને પગાર વધી ને આઠ હજાર(૮૦૦૦) મહિનો પૂરો થયો મારા હાથ માં બધું બચાવીને કુલ પાંચ હજાર હતા (૫૦૦૦) અને રજા લઇ ઘરે જવા નીકળ્યો, ૪ મહિના પછી પોતાના ગામ માં પગ મુક્યો હતો, બધુજ બદલાયેલું બદલાયેલું લાગતું હતું અંતે મારા ઘરે હું પોચ્યો અને જેને જોવા મારી આંખો છેલા ૪ મહિનાથી તરસથી હતી મારી મમ્મી મારી સામે હતી મારી પાસે કોઈ શબ્દ નતા બસ થોડી ભાવનાઓ હતી જે આંખ દ્વારા પાણી માં ફેરવાઈ ગઈ હતી અને મારી મમ્મી ને પણ, બસ એને મેં બાથ માં લઇ લીધી અને ૨ મિનીટ સુધી બસ જકડી ને પકડી રાખી બસ બેટા બસ શાંત થઇ જા જે થવાનું હતું એ થઇ ગયું મારાથી વધારે તને કોણ સમજી શકશે મારી પણ છેલા ૪ મહિના થી તારા જેવીજ હાલત હતી બસ ફરક એટલોજ છે કે મારી સાથે બધા હતા અને તારી સાથે કોઈ નઈ મને માફ કરી દે બેટા. ના મમ્મી ભૂલ મારી હતી, તારી મમ્મી ને એકલોજ મળીશ તારા પપ્પા ને નઈ બેટા, મારા હૃદય ના ધબકારા વધી ગયા પપ્પાનો અવાજ શાંભળીને,હા પપ્પા પછી પપ્પા એ મને બાથ માં લીધો અને એ મારા જીવન નો સૌથી અમુલ્ય પળ હતો. મને માફ કરી દો પપ્પા, કઈ નઈ બેટા મને અત્યારે મારા એ વખતે લીધેલા નિર્ણય પર કોઈ અફસોસ નથી, અત્યારે તું જે છું એ તારી મેહનત થી છું અને મને ઘણોજ ગર્વ છે તારા પર.બસ પછી તો બધા વાતો એ ચડી ગયા અને જે દરેક પરિવાર માં થતું હતું એમ જ,હું ફક્ત સાત દિવસ ની રાજા લઈને આવ્યો હતો અને આ સાત દિવસ કેમના પુરા થઇ ગયા એ ખબરજ ના પડી. હું નીકળતો હતો પાછો પુને જવા પણ મગજ માં એક વિચાર ચાલ્યા કરતો હતો કે કદાચ પપ્પા મને રોકી લે અહિયાં અને અહીયાજ હવે રહી ને કામ કરું પણ એવું ના થયું હા મમ્મી એ પૂછ્યું કે બેટા હવે પાછું જવું જરૂરી છે ? મેં પપ્પા સામે જોયું અને પપ્પા એ તરત જવાબ આપ્યો અરે જવાદે તોજ એ જીવન માં આગળ વધી શકશે. હું નીકળી ગયો પછી ત્યાં થી કામ કરતા કરતા મારી નોકરી ને એક વર્ષ પૂરું થઇ ગયું. અને મેં મારું રીસ્યુમ બનાવી દીધું જેમાં મેં બધું લખ્યું હતું મારા ગામ માં કરતો નોકરી થી લઇ ને સીક્યુરીટી ગાર્ડ ની નોકરી પણ. અને બધે આપવા માંડ્યો ૨ મહિના બીજા નીકળી ગયા હતા અને એક દિવસ ટેલીકોમ કંપની માંથી ઈન્ટરવ્યું આવ્યું અને હું ગયો બધું ધાર્યા મુજબ થયું પગાર બાર હાજર અને કામ કોલ સેન્ટર માં હોય છે એવું, મને ત્યાંથી નોકિયા નો ૧૧૦૦ મોડલ નંબર વાળો મોબાઈલ આપ્યો.મેહનત અને કિસ્મત બંને સાથે ચાલતા હતા. પેહલાજ મહિના માં બેસ્ટ એમ્પ્લોય ઓફ ધ મંથ નો ખિતાબ મળ્યો, ભરોષો વધતો ગયો અને આશા પણ વર્ષ ના અંતે મારું નામ કામ માં પેહલું હતું ઘણો આનંદ થયો. અને એકજ વર્ષ માં બાર હજાર થી વીસ હજાર.આ એક સપના જેવુજ લાગતું હતું પણ હકીકત હતી અંતે પુને માં મારા ત્રણ વર્ષ થઇ ગયા હતા અને છ હજાર થી વીશ હાજર પોચી ગયો હતો,ઘરે પણ મોકલવા લાગ્યો પણ જે આનંદ થવો જોઈએ એ નતો થતો કારણ કદાચ હું ૨૫ વર્ષ ની ઉમરે એકલોજ હતો મારી સાથે કોઈજ ન તું કે કોઈ બીજું કારણ હું સમજી નતો સકતો. પણ ચોથું વર્ષ ઘણું મહત્વ નું હતું મારા માટે કારણ કે મને હવે મારી કંપની એ ટીમ લીડર બનાવી દીધો હતો અને પગાર છબીસ હજાર ચારસો.જીવન હવે ધીમે ધીમે આરામ થી ચાલતું હતું પણ એક નજર કે જે “કાવ્યા” પર પડી અને પાછું દોડતું થઇ ગયું. કાવ્યા મારી સાથે કામ કરતી હતી જયારે મેં એને પેહલી વાર જોઈ ત્યારેજ મેં નક્કી કરી લીધું હતું કે લગ્ન તો આની સાથેજ કરીશ પણ એવું મેં વિચાર્યું હતું. સમય ની સાથે મારો પ્રેમ અને આશા બંને વધતી ગઈ કારણ કે જે પરિસ્થિતિ માં થી હું પસાર થઇ રહ્યો હતો એ મુજબ ફક્ત મારે એક વ્યક્તિ ની જરૂર હતી જે મારી સાથે ચાલે,મને સમજે તો સ્વાભાવિક છે આ તો થવાનુજ હતું અને કદાચ હું સ્વાર્થી પણ હતો, પણ મારો પ્રેમ એક તરફી હતો કારણ કે મારી હિંમત નતી એને પૂછવાની અને એ તો એક સારી મિત્ર હોય એવી રીતેજ રેહતી હતી.ઉપરવાળા એ મને એક તક આપી મારા જન્મ દિવસે મેં હિમત કરી ને પૂછી લીધું અને મારા મન માં એજ કારણ હતું કે ભલે એ મને ના પડી દે પણ અમારી મિત્રતા તો ની તૂટે ને કારણ કે મેં મારા જન્મ દિવસે એને પૂછ્યું અને હું સારી રીતે જાણતો હતો કે એ મને દુઃખી નઈ કરે અને આ બધું હું વિચારતો હતો જે મારા મન માં હતું. હા થોડી ચિંતા હતી થોડી નઈ ઘણીજ પણ હું તૈયાર હતો જે જવાબ હોય તે સ્વીકારવા માટે.અને એનો જવાબ હતો ના. પણ સાથે સાથે એ એ પણ કે છે કે મેં આના માટે કઈ વિચાર્યું નથી અને મને બીજા કોઈ સાથે પ્રેમ નથી પણ તારા માટે પણ મેં આ દિશા માં વિચાર્યું નથી તો મને માફ કરજે “પવન” પણ આપડે સારા મિત્ર છીએ અને રહીશું પણ આના માટે હું તૈયાર નથી. મને કઈ સમજાતું નતું કે હું કેવીરીતે પ્રતિક્રિયા કરું અને પોતાને કેવી રીતે સમજાઉં જવાબ ભલે ના હતો પણ એ બીજા માટે પણ કઈ વિચારતી નતી તો હું સ્વાર્થી થઇ ગયો અને કઈ વિચાર્યા વગર એને પૂછ્યું ઠીક છે “કાવ્યા” તું મારા માટે આવું કઈ મેહશુશ નથી કરતી તો કઈ નઈ પણ હું નઈ બદલાઉં કે નઈ મારો નિર્ણય, હા હું હજી તારી રાહ ૨ વર્ષ સુધી જોઇશ ત્યાં સુધી તને કઈ થાય તો હું અહીયાજ છું તારી પાસે. બાકી હવે બધું તારા પર પણ મારાથી તારી સાથે મિત્ર બનીને નઈ રેહ્વાય કારણ કે મારાથી તને બીજા કોઈ સાથે નઈ જોવાય અને એ ચોક્કસ છે કે ભવિષ્ય માં તને બીજા કોઈ સાથે પ્રેમ થશે અને એ વખતે હું તારી સાથે મિત્ર ની જેમ જ હઈશ તો જે મારી હાલત થશે એ તું કદાચ નઈ સમજી શકું. અરે પણ “પવન” તું શું કામ આવું કરે છે ? જો મારો નિર્ણય પણ નથી બદલાવાનો મને નથી ખબર કે મને બીજા કોઈ સાથે પ્રેમ થશે કે નઈ પણ અત્યારે તો નઈજ અને હવે તારા પર છે તું જે નિર્ણય લઈશ એ હું માનીશ તું વાત નઈ કરું મારી સાથે તો પણ ચાલશે અને મિત્ર ની રીતે વાત કરીશ તો પણ મને વાંધો નથી. હવે પાછું મને કઈ સમજમાં નતું આવતું બસ આવતું હતું તો એટલુજ કે હું “કાવ્યા” વગર નઈ રહી શકું મને એની આદત પડી ગઈ હતી, એ જેરીતે મને સમજતી હતી જાણે મારી પડછાઈ પણ હું એને મારી પડછાઈ બનાવવા નતો માંગતો હું એની પડછાઈ બનવા માંગતો હતો. અને અત્યારે મારે એની બહુ જરૂર હતી. મેં એક નિર્ણય લઇ લીધો હું “કાવ્યા” સાથે વાત કરીશ મિત્ર ની જેમ ભવિષ્ય માં જે થાય એ જોયું જવાશે.અમે રોજ જેમ વાત કરતા હતા એમ સામાન્ય રીતે આગળ વધતા ગયા મારું ચોથું વર્ષ પૂરું થવા આવ્યું કંપની માં, અને એક દિવસે જયારે મેં બીજી કંપની માં ઈન્ટરવ્યું આપ્યું જે ઘણી મોટી મોબાઈલ કંપની હતી ત્યાં મારી નોકરી પાક્કી થઇ ગઈ અને પગાર હતો બત્રીસ હજાર કાવ્યા પણ મારી સાથે હતી અમે બંને ઘણા ખુશ હતા અને મારી કંપની એ મને ગુજરાત ની ઓફીસ માં કામ કરવાનું કહ્યું ખુશ ઘણો હતો કે હવે હું મારા ઘરની નજીક થી કામ કરી સકીશ પરિવાર સાથે રહીશ પણ દુઃખ પણ હતું કે હું કાવ્યા થી દુર જતો હતો,હું ઘરે જણાવવા માટે કોલ કરતો હતો ને ઘરે થી મમ્મી નો કોલ આવ્યો બેટા, મમ્મી શું થયું ? તમે રડો છો કેમ ? બેટા તારા પપ્પા ... મમ્મી શું થયું પપ્પા ને કઈ બોલો ! તારા પપ્પા હવે નથી રહ્યા એમને હાર્ટ અટેક આવ્યો અને એ..... મારા હાથ માંથી ફોન પડી ગયો, હું ત્યાજ ઓફિક માં નીચે બેસી ગયો ને બસ પોતાની જાત ને જેમ તેમ શાચવીને ઘરે પોચ્યો.સમજાતું નતું કે મમ્મી ને સાચવું કે પોતાની જાત ને કે પરિવાર ને...એ દિવસ મારા જીવન નો સૌથી લાંબો દિવસ હતો જેમાં એક એક મિનીટ પણ કલાક જેવી લાગતી હતી.એ દિવસે રાત્રે એક વાગે “કાવ્યા” નો ફોન આવ્યો અને મારાથી ના રેહ્વાયું હું બસ ચોધાર આશુ એ રડવા માંડ્યો. કાવ્યા મેં કેટલા બધા સપના જોયા હતા કે સારી નોકરી કરીશ ઘણા રૂપિયા કમાઇશ, પરિવાર ને એક અલગ જગ્યા પર પોચાડીસ,એમની સાથે હવે બાકી નું જીવન વીતાવીશ, પપ્પાનું નામ પાછું લોકો ગર્વ થી લેશે એમને હવે બધા મારા નામ થી ઓળખશે, બધુજ પૂરું થઇ ગયું કાવ્યા બધુજ હું શું કરીશ હવે ? મારી સાથે કેમ આવું થયું ? હું શું કામ પુને આવ્યો નોકરી માટે ? બોલતા બોલતા મેં ફોન મૂકી દીધો અને જેટલું રડવું હતું એટલું રડી લીધું.હવે બસ મારે મારા પરિવાર ને સંભાળવાનો હતો જો હુજ રડતો રહ્યો તો કઈ નઈ થાય.સમય સાથે આગળ વધતો ગયો ધીમે ધીમે બધું સામાન્ય થતું ગયું અંદર થી તો નતુજ પણ બીજો વિકલ્પ પણ ન હતો.બે વર્ષ વીતી ગયા હવે મારી પાસે સારો એવો નોકરી નો અનુભવ હતો અને હા જ્ઞાન પણ. મારી કંપની માં મને સીનીઅર પોજીસન મળી અને હવે મારો પગાર હતો ચોપ્પન હજાર રૂપિયા(૫૪૦૦૦) અને હવે ઘરે થી લગ્ન નું દબાણ પણ ચાલુ થઇ ગયું હતું અને અંતે મેં “કાવ્યા” ને પૂછ્યું કાવ્યા હવે હું જીવન મા ઘણો આગળ વધી ગયો છું હવે શાંતિ થી વિચારી ને મને ઉત્તર આપજે શું તું મારી સાથે લગ્ન કરીશ ? એને મને સમજાવતા સમજાવતા ઉતર આપ્યો ના “પવન“ મને માફ કરજે મેં તને પેહલા પણ કીધું હતું પણ હું તૈયાર નથી. તું આગળ વધી ગયો છું પણ હું નઈ મારે સમય લાગશે અને હજુ પણ હું એજ કઈશ કે મારે સમય લાગશે. મેં કાવ્યા ને જવાબ માં ફક્ત એટલુજ કહ્યું કે મને માફ કરી દેજે પણ આપડી વાર્તા અહી સુધીજ હતી તો હવે થી તું તારા રસ્તે મતલબ તું હતીજ પણ હું મારા રસ્તે.પણ આટલું કહી મેં ફોન મૂકી દીધો, કારણ કે હવે મારામાં હિંમત નતી કે હું આગળ કઈ વાત કરી શકું.”કાવ્યા “ એ મને સમજાવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ખબર નઈ મને કઈ સમજાતું નતુ કે હું સમજવા તૈયાર નતો.ઘણી વખતે કાવ્યા એવો વર્તાવ કરતી કે હું સમજી નતો શકતો કે માની નતો શકતો કે ખરેખર કાવ્યા મારા માટે કઈ વિચારતી હતી કે નઈ. સમય વધતો ગયો બધું સામાન્ય થતું ગયું પણ “કાવ્યા” હજુ મારા હૃદય માજ હતી, અત્યારે મારો પગાર ૫૮૦૦૦ હતો પણ ખબર નઈ કેમ બસ એવું થયા કરતુ કે બસ હજુ તો શરૂઆત છે હજુ તો જીવન માં ઘણું થવાનું છે.