Palu valu Medan books and stories free download online pdf in Gujarati

પાળુ વાળુ મેદાન


       ગામમાં રહેવાની મજા કાંઇક અલગ જ હોય છે.ગામના મિત્રો જયારે મળે અને બાળપણ ની યાદો તાજી કરીએ ત્યારે આખો ભીનીં થય જાય છે.ગામના દરેક ખૂણે આપણા બાળપણ ની યાદો જોડીયેલી હોય છે. કોઇને હેરાન કરવા મજાક મસ્તી કરવી, એકબીજાના નામ પાડવા,કીટ્ટા થવું,  ભેરૂ થવું આવી અનેક બાળપણની વાતો યાદ કરીએ ત્યારે વિચાર આવે જો બાળપણ પાછુ મળી જાય તો કેવી મજા આવે ??... પણ આપણા સ્મરણો માત્ર સ્મરણો બની ને રહી જાય છે.
        તો ચાલો મેસણકા ગામના  આવા એક સ્મરણ ની વાત આપણે કરીએ; આ વાત કોઇ વ્યકિતની નહી પણ ગામના છોકરાઓ એ જે સ્થળે પોતાનું બાળપણ વિતાવ્યું એવા સ્થળ “પાળુ વાળુ મેદાન” ની છે.
    નામ સાંભળીને વિચાર આવે આ વળી કેવું મેેદાન પાળુ વાળુ ? અહીં પાળુ પણ છે અને મેદાન પણ છે.આ મેદાન આજથી ૨૦ વષઁ પહેલાનું છે. એના પહેલા અહી બાવળો હતાં ત્યારે નાના છોકરાઓ(કિકેટ રસિયા) એ બાવળ, તલબાવટા અને કાંટા કાઢી ને સાફ સુથરૂ મેદાન બનાવ્યું ત્યારે કહેતા ચાલો પાળુ મા મેચ રમવાં જઇએ.
       આ મેદાનમાં રમેલા શેરીનાં છોકરા અને ભાણીયાનીં યાદ જોડાયેલી છે.અહી મેચ રમવાની મજા જ કઇક અલગ છે.મેચ રમવા કરતાં અહીયાં ના નિયમો નું પાલન કરવું એ અઘરુ હતું. નવા ખેલાડી અથવા ગામનાં ભાણીયા આવે એ મેદાન નાં નિયમો સમજવામાં જ વેકેશન પૂરું થઇ જતું તો પણ નિયમો યાદ રહે નહીં; માંડ યાદ રહે ત્યાં નિયમ ફરી જાય ને બીજા નવા નિયમ પણ આવી જાય.
        મેચ રમવાં માટે પહેલાં બધા ખેલાડીને શેરીના ચોકમાં ભેગા થવાનું; પાણીના બાટલા (પીવા માટે)સાથે.જે બાટલા ના લાવે એને પાણી નહી આપવાનું એવા એકથી બે નમૂનાઓ હોય જ, પછી દડો (બોલ) અને બેટ ગોતવાનું,બેટ ખાલી પાટીયુ હોય તો પણ ચાલે અને જો નવું બેટ આવે ત્યારે નિચે ભૂલથી પછાડાય જાય તો દાવ ડીકલેર. આવા તો જબરા નિયમ. દડો ફાટી ગયો હોયતો સારુ રમતા હોય એને વધારે અને ઓછુ રમતા હોય એને ઓછા પૈસા કાઢવાના ત્યારે દડો આવે અને જો ગામમાં દડો ના મળે તો ગારીયાધાર જવું પડે. ટેમ્પામાં જાય તો ૧૦₹ બીજા જાય.પણ સાયકલ લઇને જાય કાળા તડકામાં આવે ત્યાં રાતા ચોળ થઇ જાય,આમ ટીમ ભેગી થવાં લાગે.
         સારા સ્ટંપ પણ નહોતા,તેના માટે ટુટે પણ નહી અને ખુટે પણ નહી એવો એક ઉપાય હતો ટુવીલ ગાડીનું નિકળી ગયેલું ટાયર બાવળની સોટી ના ટેકે ઊભું રાખતા વચે પાણા મુકવાના બંને બાજુ વાઇડ ના પણ પાણા હોય જે દરરોજ તેમજ રેહતાં.સામે છેડે મોટો પાણો હતો જે આજે પણ એમનો એમજ છે.સામે ઊભેલા ખેલાડી પાસે તુટેલુ જુનું બેટ કાતો બાવળનીં જ સોટી હોય .
         બધા ખેલાડી ચોકમાં આવા બધા નવા જુના નિયમો બનાવી યુધ્ધમાં જતાં હોય એવી તૈયારી સાથે મેદાનમાં મેચ રમવા માટે ચાલતાં થાય. કોઇ ગાડીનું ટાયર મંગાવે એ બીજાને કે તું લઇ આવ આમ કરતા કરતા ચોથો જણ લેવા જાય અને એની વાટ જોયા વગર બધા મહારથીઓ ઊપડે. હાથમા જૂના મોજા વિટાળેલા પાણીના બોટલ છે, કોઇના હાથમા બેટ છે,કોઇના હાથમા દડો છે,કોઇના હાથમાં સોટી છે અને જો કોઇ બેટ લઇ દડો મારવાનીં કોશિશ કરે તો દડો કાં બેટ એના હાથમાથી જાય.
એમાજો એકાદો ટેણીયો કે જવાન રહી ગયો હોય અને આગળના દિવસે એ સારા રન કે વિકેટ લિધી હોય તો માન સાથે બોલાવા મોકલે.  કે ભાઇ આજે તને બધા મેચ રમવા બોલાવે છે તારી વાટ જુએ છે.અને એ ભાઇ હવા મારતા મારતા આવે મારે તો આજે આની જ ટીમમાં રેવુ છે.ઓલાને જુડી નાખુ ઓવર લઇને મારી સામે આવે એટલી વાર છે.તમને તો હરાવિજ દઇએ, એતો કાલે અઠ્ઠે ગઠ્ઠે કેચ આવી ગયો બાકી એ છિક્કસ જ જાય.આયા કયારેક જ છિક્કસ જાય જે મારે એનુ માન વધી જાય.
                 બધા મહારથીઓ મેદાનમાં પહોચી ટીમના કેપ્ટન કોને બનાવવા એ નકકી કરે જેને ખબર હોય કે મને બનાવશે એ જાણી જોયને ટોયલેટ જાય અને પાછો સામેથી કે મને માગી લેજો હો..........તો પણ એ ભાઇ આવે ત્યારે જ। ટીમ પડે ટોસ ઉછાળવામાં છીકકો નાં હોય તો ભીનું કોરુ કરવા માટેઠીકરુ અથવા લીસો શિપરનો ટુકડો ગોતવાનો મળે ત્યારે એક બાજુએ થુકવાળુ કરવાનું પછી ધુળવાળુ કરી કહે જલદી માગજો ભાઇ સુકાય જાશે એકવાર તો એમજ ઊછળી જાય પછી બીજીવાર કાતો બંને સરખુ માગે કાતો કોઇ કાઇ ના બોલે ,આમ અંતે ટોસ ઊછાળયા પછી માગવાની વારી આવે સારો ખેલાડી ઘરે હોય તો પણ માગી લે અને ના આવે તો બીજી મેચ મા સામેની ટીમ માથી એક ખેલાડી લઇ લે.નાના છોકરા બિચારા દાવ માટે રમતા હોય પણ એ બિચારાના દાવ બધા મોટા ને સારા ખેલાડી આઊટ થાય તો જ આવે બાકી સારો કેપ્ટન હોય તો આવે બાકી વાટ જોયા કરે કે હમણા આપણો વારો આવશે, અને જો દાવ આવે તો જોશમા આવી ને રન મારવાની કોશિશમા આઉટ થઇ જાય પણ એના ચેહરા હસતા જોય ને આપણ ને પણ આનંદ આવી જાય પછી ભલે મેચ હારી જઇએ.
         ઓપનિંગ માં સારા ખેલાડી જાય અને પછી રન ના થયા હોય તો નાના છોકરા ને કહે આયા માર ત્યાં માર રન આવી જાશે એટલા રન થાશે તો પણ આપણે નહી થવા દઇએ.નાના છોકરા એક રન લે તો પણ શાબાશી મળે એ પણ ખુશ થઇ જાય કે દાવ પણ આવો ને શાબાશી પણ મળી.
       આખી મેચ માત્ર ૧૪ થી ૨૦ ઓવરની જ હોય એનાથી વધારે ઓવર દિવાળી વેકેશનમા હોય કોરણ કે ત્યારે સુરત ના ખેલાડી આવ્યા હોય. એની માંગ તો વધારે જ હોય ને ભાઇ.
         એક દાવ પૂરો થાય પછી બધા પાણી પીવે અને બીજા દાવની શરૂઆત થાય. એમા કેટલા રન કરવાના એ નકકી થાય જો રન ઓછા હોય તો નાના ટેણીયા ને દાવ આપે. કારણ કે જીતે તો એજ ટીમનો દાવ આવે આ નિયમ સૌથી જુનો હતો. જો ખેલાડી ઓછા હોયતો એક બાજુએ જ રન ગણાય.બીજી બાજુ દડો મારે તો જે મારે એને કાતો એની ટીમ વાળા ને લેવા જવાનો. લેગ સાઇડ અને ઓફ સાઇડ બે રન હતા. સિધુ મારો તો ફોર અને છિક્કસ. સારી ફીલ્ડીગ કરે એવો એક ખેલાડી બાઉનડીૃ મા હોય અને એક સાવ આગળ ઊભો હોય . બાકી બે ત્રણ જણા આમ તેમ નખરા કરતા હોય પોતાની મોજમાં.
જો મેચ રસા કસી વાળી હોય તો બધા ફિલડરો એકજ વાકય બોલે દબાણ કરો દબાણ તાળીયો પાડે ને  બેટસમેનને આઉટ કરાવે.રમતમા ઝઘડો પણ થાય વધારે તો એક ઓવરની દડા ફેકવામાં જ થાય . કોઇ ઓછા ફેકે તો કોઇ શોખીન હોય તો વિકેટ લેવાની મોજમા એકાદ બોલ વધારે ફેકે ને છિકકસ જાય તો અંદર અદંર મુજાય અને અંપાયર કહે કે એક વધારે ફેકયો તો એ ગુસ્સો કરે.અંપાયર પાછો બેટીંગ ટીમનો હોય એટલે વધારે માથાકુટ થાય . એમા પણ LBW આઉટ ના હોય પણ નાના છોકરા વધારે સ્ટંપ આડા આવીને રમતા હોયતો એને આઉટ આપી દે.જેટલી વાર મેદાનમાં જાવી એટલી વાર નવા નિયમો બનતા ચાલુ મેચ માં પણ અમુક ફરી જતા.
         આઉટ થવાના નિયમો અઘરા હતા,જો ખેલાડી ઓછા હોયતો બંને ટીમ ખેલાડી ફિલ્ડીંગ કરે,અને પોતાની ટીમના ખેલાડીના કેચ પણ મુકી દે, એમા ઝઘડો મેચ બંધ થવા સુધી પહોચી જાય. જો ખેલાડી ને કાઢી નાખીએ તો ફિલડીંગમા ખેલાડી ઘટે. જાજા છોકરાઓ દાવ લેવા માટે જ રમતા હોય.અમુક તો ટોસ જીત્યાં હોય તો એટલા ખુશ થાય કે જાણે મેન ઓફ ધ મેચ બની ગયા હોય.અને જેને પહેલા ફિલ્ડીંગ કરવાની હોય એ જાણી જોયને દાવ વાળી ટીમમાં બેસી જાય ને કહે હું દાવમાં છું. અને જો કોઇ નો મગજ જાય તો એને ત્યાં બેટિંગ માં બેસાડે અને તેની ટીમના બીજા ખેલાડી ને ફિલ્ડીંગમાં લઇ જાય.બીજી મગજમારી રન આઉટમાં થતી થડઁ અંપાયરની નિણઁયો આવે ત્યારે વધારે થાય.વિકેટ કિપર પણ હોય એટલે એ બન્ને વચ્ચે વધારે થાય.જો બેટસ્મેન આઉટ હોય તો વિકેટ કિપર રમતા રમતા બોલે હવે અમે પણ બે જ દાવ લેશું. એટલે જો બેટસ્મેન ભોળો હોય તો સામેથી બેટ મુકી દે.જો દડો બે રન બાજુ ગયો હોય તો ત્યાં મેદાન ખાડા ખડબચડા વાળું હતું દડો કયા જાય એ ખબર ના પડે. એમા વધારે ફિલ્ડીંગ વાળા બોલે. આમ બાઉન્ડી માં થાતું. બધા એકબીજા સામે બોલતા પણ મનમાં કાંઇ રાખતા નહી. મેચ પૂરી થયા પછી બધા સાથે જતા વાતો કરતા કરતા કે આજે ભલે હાયાઁ કાલે અમે જીતશું.
           મેચ જીતવાની ખુશી પણ બધા એવી જ માણતા બધાના હાવભાવ અલગ હોય, હારેલી ટીમ સામે મોઢા વાકા ચુકા કરે, કોઇક ડાંસ કરે કોઇક સ્ટંપ (ટાયર) કાઢી ને નાચે,વળી બીજી મેચ હોયતો પાછા ખોડી દે. કોઇ બેટ ઉચા કરે .
આવી મજા તો આ મેદાનમાં જ આવે  .મેદાન આખુ પાણાની ટેકરી થી ઘેરાયેલું હતું.અને જો ટેકરી પડી જાય તો તરત ગોઠવીય જાય. હજી પણ અમુક ટેકરીઓ પોતાની જગ્યાએ પડેલી છે.મેદાન ની પિચ હજુ ઘાસ વગરની જ છે. પેલા જે છોકરાઓ બેસતા એ બાવળ ખુબ મોટા થઇ ગયા છે.સ્ટંપ ઉભારાખવાના પાણા ત્યાં નાં ત્યાં જ છે.પાણીનાં બાટલા રાખતા એ બોરડીમાં બોર પણ આવે છે.હવે ચોમાસા અહી ઘાસ ઊગે છે અને ગાયો ચરવા માટે આવે છે.
    આ મેદાનની યાદ હંમેશા અહી રમેલા દરેક યાદ હશે અને રહેવાની જયારે જઇએ ત્યારે જુની યાદો તાજી થઇ જાય 

બીજા રસપ્રદ વિકલ્પો