ઑનલાઈન લવ ની સજા Sandy દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઑનલાઈન લવ ની સજા

ઑનલાઈન લવ ની સજા

DATE:-07/07/2018 SATURDAY TIME:- 09:55 AM

આજના આ ફાસ્ટ યુગ મા ટેક્નોલોજી માણસ ના જીવન મા એક મહત્વનુ અંગ બની ગઇ છે.

દિવસે ને દિવસે સાયન્સ એટલુ આગળ નીકળતુ જાય છે. કે ખબર નથી પડતી કે દુનીયા ક્યા જઇ ને અટકશે. !!!

આજ ના ફાસ્ટ યુગ મા માણસ ટેક્નોલોજી મા એટલો ખોવાય ગયો છે કે જાણે તે એના વગર જીવી શકે તેમ નથી. આજે ઇન્ટરનેટ માણસ મા જેમ જીવ હોઇ તે સમાન બની ગયુ છે. થોડાક સમય માટે કદાચ માણસ પાસે થી મોબાઇલ છીનવી લેવા મા આવે તો એમ લાગશે કે માણસ માથી જીવ નીકળી ગયો હોય. અને તે મ્રુત્યુ પામ્યો હોય તેવો આભાશ થશે. તો ચાલો જાણી એ આવી જ એક ઓનલાઇન લવ સ્ટોરી અને તેની સજા.

આજના આ ફાસ્ટ યુગ મા આપણા મોબાઇલ મા ઘણી બધી અલગ અલગ જાતની સોશ્યલ એપ્લિકેશન જોવા મળે છે. અને આમાથી સૌથી વધારે યુઝ થનારી એપ્લિકેશન મા જોઇએ તો ફેશબૂક, વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સટાગ્રામ અને આવી ઘણી બધી પ્રકાર ની એપ્લિકેશન આપણે ટેક્નોલોજી ના માધ્યમ થી તેનો ઉપયોગ કરીએ છીએ. અને તે આપણા સારા અને ઝડપી કામ માટે બનાવામા આવી છે. તેમ છતા આપણા સમાજ અમુક લોકો તેનો સાચો અને સારો ઉપયોગ કરે છે જ્યારે અમુક લોકો તેનો ખોટો અને બીનઉપયોગ કરે છે. તો આવીજ બનેલી એક ધટના જાણીયે અને સાવચેત રેહતા શીખીએ.

આ વાત લગભગ આજ થી 5 વર્ષ પેહલા ની છે. ગુજરાત રાજ્ય મા રાજકોટ સીટી મા રેહતા એવા હસમુખભાઇ અને તેના પરીવાર ની છે. હસમુખભાઇ ના પરીવાર મા તે તેના પત્ની એક દિકરો અને હસમુખભાઇ ના માતા આમ ચાર માણસ નો નાનો અને સુખી પરીવાર હસમુખભાઇ ને સારો એવો સોની નો ધંધો હતો. હસમુખભાઇ ને એક નો એક કાળજ ના કટકા જેવો દિકરો એનુ નામ સાગર તેણે 12th ની પરીક્ષા આપી હતી. અને તેનુ રીઝલ્ટ આવવાની તૈયારી હતી. હસમુખભાઇ એ દિકરા ને કિધુ હતુ કે સારા માર્કે પાસ થઇશ તો તને હુ નવો મોબાઇલ લઇ આપીશ. આમ રીઝલ્ટ નો દિવસ આવ્યો ને સાગર સારા માર્કે પાસ થયો. અને બધા ખુશ થઇ ગયા. હસમુખભાઇ ના વચન પ્રમાણે તેને નવો મોબાઇલ લઇ આપ્યો. આમ તેને કોલેજ મા એડમીશન લીધુ. અને તે કોલેજ મા નવો નવો પ્રથમ દિવસ થી કોલેજ જવા લાગ્યો.

સાગર ભણવામા હોંશીયાર હતો તે 12th મા સારા માર્કે પાસ થયેલ હતો. પણ તેને પપ્પા એ આપેલ સ્માર્ટફોન નો ઉપયોગ કરતા આવડતુ ના હતુ. તેને ક્યારેય સ્માર્ટફોન નો ઉપયોગ કર્યો ના હતો અને આ એનો પેહલો સ્માર્ટફોન હતો. આમ થોડા દિવસો સુધી તો તે ફોન ને બિનઉપયોગી જ રાખતો અને રેગ્યુલર કોલેજ જતો.

આમ કોલેજ મા તેના નવા નવા મિત્રો બનવા લાગ્યા. અને આપણે બધા ને ખબર જ હોય છે કે કોલેજ મા અમુક સારા મિત્રો બને તો અમુક ખરાબ મિત્રો પણ બને. આમ સાગર ના દોસ્તારો મા અજય નામનો એક ખરાબ મિત્ર પ્રવેશ કરી ગયો. તેણે સાગર અને તેને પરીવાર ની આખી વાત જાણી લીધી. અને તેને સાગર ને પાસે બોલાવ્યો અને કહ્યુ અરે સાગર તારા પાસે તો બહુ મસ્ત સ્માર્ટફોન છે. પણ તુ તેનો ઉપયોગ કેમ નથી કરતો ત્યારે સાગર કહે ભાઇ અજય મને આ સ્માર્ટફોન નો ઉપયોગ કરતો નથી અરે સાગર આજ નો જમાનો ફાસ્ટયુગ નો છે અને આ સ્માર્ટફોન ના ઉપયોગ થી બધુ ઓનલાઇન બેઠા બેઠા થઇ શકે છે અને તુ હજુ જુના જમાના મા જીવશ. ચાલ આજથી હુ તને આ સ્માર્ટફોન નો ઉપયોગ અને ઓનલાઇન બધી જ વસ્તુ નો ઉપયોગ કરતા શીખડાવીસ.

આમ અજયે સાગર ના મોબાઇલ મા ઇન્ટરનેટ ની સેવા ચાલુ કરી અને સાગર ના મોબાઇલ સૌ પ્રથમ જી-મેઇલ નુ એકાઉન્ટ ઓપન કર્યુ. અને પછી સાગર ને કહે કે ભાઇ તને જ્યારે પણ એકલાપણુ લાગે તો હુ તેના માતે તને એક મસ્ત એપ્લિકેશન ઇન્સટોલ કરી આપુ છુ જેનુ નામ છે ફેસબુક. તને જ્યારે મન થાય કે આજ કાંઇ ગમતુ નથી ત્યારે તુ આ ફેસબુક ને ઓપન કરી દુનીયા ની કોઇ પણ છોકરી સાથે વાત કરી શકીશ. અને તારુ એકલાપણુ દુર થઇ જશે. આમ અજયે સાગર ના મોબાઇલ મા અનેક પ્રકાર ની સોશ્યલ એપ્લિકેશન ઇન્સટોલ કરી આપી.

આમ ધીમે ધીમે દિવસો જતા હતા સાગર ને કોલેજ મા સાર મિત્રો બનવા લગ્યા. અને ભણવામા હોંશીયાર બન્યો. આમ અજયે તેને પુછ્યુ ભાઇ મે તને પેહલી ઘણી બધી ઓનલાઇન સોશ્યલ એપ્લિકેશન ચેટ કરવા માટે આપી હતી તેનો ઉપયોગ કેમ નથી કરતો સાગર કહે અરે ભાઇ હુ ભુલી ગયો એક કામ કર આજ રાતે હુ આ એપ્લિકેશન નો ઉપયોગ કરીશ અને પછી હુ તને કહુ.

કોલેજ પુરી થઇ અને સાગર તેના ઘરે જવા નીકળ્યો. 30 મિનીટ પછી સાગર તેના ઘરે પોંહચી ગયો. તે થોડો ફ્રેશ થઇ તે તેના પપ્પા ની દુકાને જાય છે. તે રોજ પોતાની દુકાન જવા લાગ્યો ને તેના પપ્પા ને મદદ કરવા લાગ્યો. અને તે પાછુ પેહલી ઓનલાઇન એપ્લિકેશન નુ ભુલી ગયો. થોડા દિવસ અજય સાગર ને મળ્યો નહી પણ એક દિવસ કોલેજ મા ફંક્શન હતુ. અને ફંકશન નો ટાઇમ બપોરે 4 થી રાત્રે 9 વાગ્યા સુધી નો હતો. આમ આ ફંકશન મા બહુ બધા સ્ટુડેન્ટે ભાગ લીધો હતો. બધા સ્ટુડેન્ટે આવી ગયા અને ફંકશન શરૂ થયુ. એક પછી એક સ્ટુડેન્ટ પોતાનુ પેર્ફોમન્સ આપવા લગ્યા અને ફંકશન નો ટાઇમ જતો હતો. એટલા મા અજય ની નજર સાગર પર પડી અને તેને સાગર ને બોલાવ્યો અને કહ્યુ ભાઇ તુ પેલી એપ્લિકેશન કેમ યુઝ નથી કરતો અજય બોલ્યો એક તો મે તને મારો કીંમતી સમય આપી તને બધુ શીખવ્યુ ને તુ તેનો ઉપયોગ જ નથી કરતો તને મારા ફીંલીંગ ની તને કાંઇ પડી જ નથી. આમ અજયે આવા શબ્દો વાપરતા સાગર બોલ્યો ભાઇ તુ મારો દોસ્ત છે તે મારા માટે ઘણુ બધુ કર્યુ છે. હુ તારો કેવી રીતે આભાર માનુ. તુ ના હત તો હુ કેમ શીખત આ બધુ આમ સાગર તેને આવા શબ્દો થી સમજાવી દે છે. પણ અજય સાગર ને એક શરત કહે છે. કે જો તુ આજ રાત્રે આ એપ્લિકેશન ઉપયોગ નહી કરે તો હુ આજ થી તારો દોસ્ત નથી. આવુ સાંભળતા સાગર કહે નહી ભાઇ હુ આજે રાત્રે આ એપ્લિકેશન નો ઉપયોગ જરૂર કરીશ. આમ અજયે પોતાના પ્લાન મુજબ સાગર ને મનાવી લીધો. અને જતા જતા કહ્યુ ભાઇ વચન યાદ છે ને. !!! ત્યારે સાગર કહે ભાઇ મને બધુ યાદ છે હુ આજે જ ઘરે જઇ આ એપ્લિકેશન નો ઉપયોગ કરુ છુ.

સાગર પોતાના ઘરે આવે છે. થાકેલો હોવાથી તે પેહલા ફ્રેશ થવા માટે જાય છે. ફ્રેશ થઇ તે તેના મમ્મી પપ્પા ને મળી તે પોતાના રૂમ મા જાય છે. પોતાના બેડ પર સુવે છે ત્યારે તેને યાદ આવે છે. આજે તો અજયે કહેલ એપ્લિકેશન નો ઉપયોગ કરવા દે આજે હુ થોડો ફ્રી પણ છુ તે એપ્લિકેશન નો ઉપયોગ કરી જ લઉ. આમ તે પોતાનો મોબાઇલ હાથ મા લે છે અને ઇન્ટેરનેટ ને ઓપેન કરે છે અને અજયે કહ્યા મુજબ તે સૌ પ્રથમ તે ફેસબુક ચાલુ કરે છે. ધીમે ધીમે તે બધા મેનુ જુવે છે. અને શીખી રહ્યો હોય છે તે તો જોઇ ને દંગ રહી જાય છે અરે દુનીયાભર ની છોકરી ઓ તો આમાજ સમાય ગઇ છે. આવુ વિચારી તે એક પછી એક છોકરી ને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે. જોત જોતા મા થોડાક મિનીટો મા તેની બધી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારાય જાય છે.

પણ હવે બને છે કાંઇક અલગ એ હ્જુ કોઇ છોકરી સાથે વાત કરવા જાય છે ત્યા તેને એક છોકરી ની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે. એ જોતા સાગર તો બહુ ખુશ થઇ જય છે. તે આવેલી ફ્રેન્ડ રેક્વેસ્ટ રીમા નામની છોકરી ની હોય છે અને સાગર ના મન મા તો બહુ બધા વિચાર આવવા લાગે છે. એને થાય છે કે યાર આપણે તો સામે થી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે. આવુ વિચારી તે આ ફ્રેન્ડ રેક્વેસ્ટ સ્વીકારે છે. અને પોતાની અલગ અલગ પોસ્ટ જોવા લાગે છે આમ થોડી વાર પછી રીમા નો હાય કરી મેસેજ આવે છે સાગર તેના મેસેજ ને વાંચે છે અને સાગર પણ તેને સામે હાય લખી રીપ્લે આપે છે આમ ધીમે ધીમે બંને એક બીજા વિશે બધુ જાણે છે રીમા મુંબઇ મા રહેતી હોય છે તેથી મળવા નુ બહુ પોસીબલ થતુ નથી. અને તેજ રાત્રે સાગર તેના પાછળ પાગલ બને છે. ધીમે ધીમે તે રોજ રાત્રે વાતો કરતા થઇ જાય છે અને સાગર પોતે ભણવાનુ મુકી કલાકો ના કલાકો આમા પસાર કરવા લાગે છે. દિવસે ને દિવસે તે બંને એક બીજા ના નજીક આવવા લાગે છે. તેઓ વિડીયો કોલ મા રોજ વાતો કરવા લાગ્યા હતા. વાતો કરતા કરતા બંને એક બીજા ને ગમવા લાગ્યા અને સાગરે રીમા ને આઇ લવ યુ કહ્યુ રીમા એ પણ હા પાડી. બસ હવે તો અજય નો સાચો ખેલ અહિથી ચાલુ થાય છે. સાગર જે અજય ને સારો અને સાચો દોસ્ત માનતો હતો તે અજય આ બધા પ્લાન નો માસ્ટર માઇન્ડ હતો. રીમા જે છોકરી છે તે હકીકત મા બીજુ કોઇ નહી પણ અજય ની જ ગલ્ફ્રેન્ડ હોય છે. અજયે રીમા ને મોહરો બનાવી સાગર પાસે થી બધી મિલ્ક્ત, દાગીના. રૂપીયા પડાવી લેવા આવો પ્લાન કરેલ હોય છે. આમ યોજના મુજબ રીમા સાગર ને લગ્ન કરવા તૈયાર કરે છે. અને સાગર આ વાત પોતાના ઘરે કરે છે તેના મમ્મી પપ્પા ને રીમા નો ફોટો બતાવે છે. પણ સાગર ના મમ્મી પપ્પા આ વાત નો સ્વીકાર કરતા નથી. તેઓ કહે છે કે આ બધુ ખોટુ છે દિકરા આ આજ નો જમાનો છેતુ આમ આ જગત ના લોકો પર ભરોસો ના કર લોકો તને ભોળવી રહ્યા છે સાગર ના મમ્મી પપ્પા એ સાગર ને ખુબ સમજાવ્યો. પણ સાગર વાત સમજવા તૈયાર ના થયો અને તેને તેના મમ્મી પપ્પા વિરુધ્ધ જઇ રીમા સાથે લગ્ન કરી ઘરે લઇ આવ્યો.

ઘરે આવ્યા પછી રીમા સારી અને શાંતી થી રેહવા લાગી પણ સાર ના માં બાપ ખુશ ના હતા. પણ તે ઉપથી ખુશ રેહ્તા હતા. કેમ કે સાગર તેનો એક નો એક દિકરો છે એટલે તેનાથી વધારે ખુશી શુ હોઇ શકે. આમ ધીમે ધીમે દિવસો જતા રહ્યા. અચાનક રીમા ક્યાક જતી રહે છે. તેનો પતો કરવા સાગર અને તેના પિતા સવાર થી સાંજ સુધી શોધયા કરે છે. પણ રીમા નો ક્યાંય પતો ના લાગ્યો અને તે બંને ઘરે આવે છે. ત્યા અચાનક સાગર ના મોબાઇલ મા રીમા નો ફોન આવે છે. કે સાગર હુ તારા મમ્મી પપ્પા સાથે નહી રહી શકુ તમે તમારા મમ્મી પપ્પા બીજે રેહવા મોક્લી દો નહી તો હુ નહી આવુ. આમ અજય ના પ્લાન મુજબ રીમા નાટક ચાલુ કરે છે. તે પછી રીમા એ ફોન કાપી નાખ્યો. પછી આ બધી વાત સાગર તેના મમ્મી પપ્પા ને કહે છે. અને સાગર ના મમ્મી પપ્પા કહે દિકરા તારી ખુશી માટે અમે બીજે રેહવા જઇએ છીએ.

આમ તેના મમ્મી પપ્પા જતા રહે છે. સાગર રીમા ને ફોન કરી બોલાવે છે. રીમા આવે છે. અને સાગર પાસે થી ઘર નો બધો વહીવટ લઇ લે છે. એક દિવસ રીમા સાગર ને બોલાવી ને કહે છે સાગર મારે તને એક વાત કેહવી છે તારે છે ને જેલ મા ના જવુ હોય ને તો તુ તારી બધી મિલ્ક્ત, દાગીના. , રૂપીયા મારા નામે કરી દે નહી તો હુ તારા પર બળાત્કાર અને ભગાડી જવાનો કેશ કરીશ. આ સાંભળતા સાગર ને મોટો ઝટકો લાગે છે અને ધડી બે ઘડી તો તે વિચાર મા ખોવાય જાય છે. સાગર ને તેના મમ્મી પપ્પા ની યાદ આવે છે અને રડવા લાગે છે પણ ત્યા રીમા બોલે છે ઓ બંધ કર આ તારા નાટક મારા પાસે ટાઇમ નથી નહી તો હુ પોલીશ સ્ટેશન જાવ છુ આ સાંભળતા સાગર ધ્રુજ્વા લાગે છે અને બોલે છે હુ બધુ તારા નામે કરુ છુ પ્લીઝ તુ ક્યાંય ના જતી. આમ 2 દિવસ મા સાગર ની બધી મિલ્ક્ત, દાગીના. , રૂપીયા ને ધંધો તેના નામે કરાવી લીધો એટલુ જ નહી સાગર પાસેથી છુટાછેડા પણ લઇ લીધા. પણ સાગર ને એ બાબત નુ કાંઇ ભાન ના હતુ. કેમ કે તે ડરી ગયેલ ને એકલવાયો થઇ ગયો હતો. આમ રીમા સાગર ને તેના ઘર માંથી બહાર કાઢે છે. અને એ પછી અજય ની એન્ટ્રી થાય છે. આ જોતા સાગર ના મન મા બહુ મોટો આઘાત લાગે છે અને કહે છે અજય તે મારી સાથે આવો વિશ્વાશઘાત કર્યો. તે મારી સાથે આવુ કેમ કર્યુ . !!!!

મે તારુ શુ બગાડ્યુ હતુ. !!!!! ત્યારે અજય જવાબ આપે છે ભાઇ સાગર આતો મારો અને રીમ નો રોજ નો ધંધો છે. અમે તો અમીર છોકરા એ ને પ્રેમ જાળ મા ફસાવી તેની બધી મિલ્ક્ત, દાગીના., રૂપીયા પડાવી લઇએ છે. અને બહુ ઉંચા નીચા થાય તો મારી પણ નાખી એ છીએ. હવે તારે અહીથી જવુ છે કે તને પણ ભગવાન પાસે મોક્લી આપુ. નક્કી કરી ને જલદી જતો રહે નહી તો અહી જ ખતમ કરી નાખીશ.

આ સાથે ડરી ગયેલ સાગર ત્યાથી જતો રહે છે અને તેને તેના મમ્મી પપ્પા ને યાદ કરે છે અને તેની વાત ના માની હોવાથી તેનુ આવુ પરીણામ ભોગવુ પડ્યુ મે મારા મમ્મી પપ્પા ને બહુ દુઃખી કર્યા તેની બધી કમાયેલી મુડી પર મે પાણી ફેરવી નાખ્યુ. હવે તેને હુ શુ મોહ દેખાડીશ. આવુ વિચારતા વિચારતા તે રાસ્તામા ચાલતો જતો હોય છે. તે આત્મહત્યા કરવાનુ વિચારે છે અને પોતે એક વિશાળ પુલ પરથી નીચે નદી મા ઝંપલાવે છે અને આત્મહત્યા કરી લે છે. આમ સાગર ના માં બાપ ને આ સમાચાર મળતા તે બહુ રોવે છે અને પોતાના એક ને એક દિકર ને ખોઇ બેસવાનો અફસોસ કરે છે.

આમ આ વાર્તા પરથી તમે બધા સમજી ગયા હશો કે દુનીયા મા આપણા પાસે ગમે તેટલી સારી ટેક્નોલોજી આવી ગઇ હોય પણ તેનો સારો અને સાચો ઉપયોગ કર્તા આવડવો જોઇએ. દુનીયા મા બધા પર વિશ્વાસ કરવો એ ક્યારેક આપણા જ પરીવાર ને નિશાન બનાવી શકે છે. સારા માણસ ને આ દુનીયા ટકવા નથી દેતી.

દુનીયા નો એક નિયમ છે.

" સાચા ને મળ્યા ખોટા "

' ખોટા ને મળ્યા સાચા "

એક સમય નો ટુટેલો વિશ્વાસ માણસ ને બહુ બધુ શીખવી જતો હોય છે.