વેલેન્ટાઈન ડે... Ssandeep B Teraiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેલેન્ટાઈન ડે...

કેમ શું થયું ? આમ તૈયાર થઇ ને સવાર સવાર માં ક્યાં ચાલ્યો ?

મમ્મી એ મને પૂછ્યું,

ક્યાંય નહિ મમ્મી બસ આજે વેલેન્ટાઈન ડે છે એટલે બધા મિત્રો સાથે મળીને ઉજવાના છીએ, મેં અર્ધ સત્ય કહ્યું,

મમ્મી : અચ્છા તો આજે સાંજ સુધી માં મને ખબર પડી જશે કે મારા 25 વર્ષ ના, graduate, 15000 ની સેલરી પાડતા રવિ ની ગર્લ ફ્રેન્ડ કેવી છે એમ ને?

રવિ : મમ્મી તમે ક્યાં અત્યાર માં મસ્તી ચાલુ કરી દીધી ?

મમ્મી : બેટા , તું નસીબદાર છો. કે 2000 ની સાલ માં તને 2022 ના વિચારો વળી માં મળી છે, તારા મોઢા માં બધું દેખાય છે,કે તું કોઈ ને પ્રોપોઝ કરવા જઈ રહ્યો છે, જો રવિ, તારા પાપા તો હવે રહ્યા નથી, તું મારો એક ને એક જ છો, મને પણ હરખ છે કે મારા ઘરે તારી ઘર વાળી આવી જાય તો હું આખો દિવસ તેની સાથે વાતો કરી શકું, ખરીદી કરવા જય શકું, તેમની સાથે કામ કરું, તવ જોવ, અને હું જીવું છું ત્યાં સુધી માં તને તેની સાથે ખુશ જોઈને હું ખુશી ખુશી સામ આવશે ત્યારે તારા પાપા પાસે જઈ શકીશ, પછી અમે બંને ત્યાંથી તમને જોસુ અને ખુબ રાજી થાશું,

રવિ : બસ મમ્મી બસ, હજી જવા તો દે, હજી તેના માટે ગુલાબ લયીશ, તેને std pco માંથી કોલ કરીશ, ઘરે છે કે નહિ તે પૂછીશ, પણ મમ્મી મને એક વાત નો ડર છે,

મમ્મી : શું ? તે ના પાળશે તેનો ?

રવિઃ ના, જો તે ના પાડશે તો હું સ્વીકારી લહીશ, પણ પેલો અમારી સાથે કોલેજ માં હતો મનીષ, તે પણ શ્રેયા ને બવ જ પસંદ કરે છે, અને મનીષ અને શ્રેયા એક બીજાના સારા મિત્રો પણ છે, આમ પણ તે ખુબ રૂપિયા વાળો છે, તેની પાસે મોબાઈલ પણ છે, તે ઘણી વાર શ્રેયા ને ઘરે call પણ કરતો હોય છે,

મને ડર છે ક્યાંક આજે તે મારી પહેલા શ્રેયા ને પ્રોપોઝ ના કરી દે,

મમ્મીઃ અરે બેટા , એવું પણ બંને કે તે માત્ર મિત્રો જ હોય, પણ તને ક્યારેય એવું લાગ્યું છે કે શ્રેયા ના મન માં તારા માટે કાંઈજ છે ?

રવિ: હા મમ્મી, એટલે જ તો હિમ્મત કરું છું, હું જયારે તેને જોવ ત્યારે મારુ હૃદય માં કોઈ પ્રકાર નો ઉમંગ છવાય જાય છે, અને જયારે હું રાતે ઊંઘવા જાવ તે પહેલા મને તેની યાદ આવે જ છે, અને તેના વિષે વિચાર કરતા કરતા હું સુઈ જાવ છું, આ વાત મેં તેમને એક વાર કહી હતી, તો તેને એમ કહ્યું હતું કે તને જે થાય છે તેવું જ મને પણ થાય છે, ત્યારે મને લાગ્યું કે તે મનીષ માટે થતું હશે, એટલે હું ત્યાંથી નીકળી ગયો, તેને મને બોલાવ્યો તો પણ હું ના ગયો,

મમ્મીઃ અરે મારા ભોળા રવિ, તે તારા માટેજ બોલી હતી, થોડો તેના પાર, થોડો તારા પાર અને થોડો તમારા પ્રેમ પાર ભરોષો કરતા શીખ, જાજુ બધું વિચાર્યા વગર ફટાફટ જ અને તેને કહી દે કે તું તેમને કેટલો પ્રેમ કરે છે.

રવિઃ સાચી વાત છે મમ્મી, મારે હવે નીકળવું જ જોશે, ક્યાંક મનીષ મારી પહેલા ના પોચી જાય,

મમ્મીઃ હાજી તને વિશ્વાસ નથી. પણ મને છે કે શ્રેયા તારા માટે રાહ જોતી હશે,

રવિ : મમ્મી તેની પહેલા હું તને કહી દાવ કે હું તને કેટલો પ્રેમ કરું છું. ( રવિ તેના મમ્મી ને બાથ ભરી ને થેન્કયુ કહી ને નીકળે છે )

રવિ રસ્તા માંથી 10 ગુલાબ ખરીદે છે, એક ગિફ્ટ લે છે અને તેનું બાઈક ચાલુ કરી એક હાથ માં ગુલાબ પકડી ને શ્રેયા ના ઘર તરફ જાય છે,

શ્રેયા ની કોલોની માં પ્રવેશ કરતા પહેલા રવિ મનીષ નો અવાજ સાંભળે છે પાછળ થી, રવિ પાછું વારી ને જોવે છે તો મનીષ પોતાની બાઈક લઈને રવિ ની પાછળ આવતો જોવે છે, મનીષ જોર થી રવિ ને ઉભું રહેવાનું કહે છે પણ રવિ ડરી જાય છે, તેને એમ થાય છે કે ક્યાંક મનીષ મારી પહેલા પોચી જશે, તે ઉતાવળ માં રવિ નું ધ્યાન સ્પીડ બ્રેકર માં નથી પડતું અને વધુ ઝડપ હોવાથી તે ઊંચે સુધી ફંગોળાય છે અને તેનું માથું રોડ સાથે અથડાય છે, તેના માથા માંથી ખુબજ લોહી વહેતુ થાય છે,

રવિ ત્યાંથી ઉભો થઇ ને શ્રેયા ના ઘર તરફ જાય છે, રવિ ત્યાં પહોંચીને જોવે છે કે શ્રેયા ફોન પાર વાત કરતી હોય છે,

શ્રેયા : મનીષ તું મજાક તો નથી કરતો ને ? મહેરબાની કરીને આજે આવો મજાક ના કર, હું આ દિવશ ની રાહ કેટલા દિવસ થી જોઈ રહી હતી.

શ્રેયા જોર જોર થી રડવા માંડે છે, અને ઝડપ થી દોડીને બહાર નીકળે છે, હું બહાર ઉભો હોવ છું તેમ છતાં તે મારી સૌ જોવા વગર દોડીને કોલોની ના ગેટ તરફ ઉઘાડા પડે દોડતી જાય છે, હું તેની પાછળ જાવ છું, તો સામે થી જોવ છું કે મનીષ પણ તેના હાથ માં ગુલાબ લઈને દોડતો આવતો હોય છે,

શ્રેયા રડતા રડતા મનીષ ને બાથ માં લે છે અને મનીષ તેને હાથ પકડી ને ગેટ તરફ બંને દોડતા જાય છે, હું પાછળ દોડતા દોડતા જાવ છું , રાડું નાખું છું પણ શ્રેયા કે મનીષ મારા અવાજ ને અવગણી ને આગળ દોડ્યા જાય છે, હું પણ પાછળ પાછળ દોડું છું અને તે લોકો મારુ જ્યાં અકસ્માત થયું હતું ત્યાં પહોંચીને ઉભા રહે છે, પણ શ્રેયા ત્યાં નીચે પડી જાય છે અને હું જોવ છું કે જ્યાં હું નીચે પડ્યો હતો ત્યાં મારી લાશ પડેલી હોય છે.

મારી લાશ પર એક ગુલાબ પડ્યું હતું તે પકડી ને શ્રેયા રડતી રહે છે અને બોલતી રહે છે " I love you રવિ "

***