Khushinu Davakhanu books and stories free download online pdf in Gujarati

ખુશીનું દવાખાનું.

ખુશીનું દવાખાનું

" અરે મને જવા દો તમો મારે ડો. રાજ ને મળવું હે " એક પહાડી અવાજ ના પડખા આખા દવાખાના માં પડતા હતા.

બહાર ઉભેલો કારકુન તેને રોકી રહીયો હતો. " તમે અહીંયા બેસો એ સવારે આવશે હવે તો ત્યાં સુધી તમે અહીં રહો..." કારકુન બોલ્યો.

તેને એક રૂમ આપી દેવામાં આવીયો હતો, પછી આખા દવાખાના માં ચુપી છવાઈ ગઈ. ખૂબ જ ઓછી હલચલ હતી દવાખાના માં ક્યાંક દૂર કોઈ નાના બાળક ના રોવાનો અવાજ આવી રહીયો હતો.

સવાર ના નવ વાગી ગયા હતા. દવાખાના ની બહાર લોકો ની ચહરફર વધી રહી હતી. બધા લોકો પોત પોતા ના વારા ની પરચીઓ લઈ લીધી હતી કારકુન પાસેથી અને ડૉ. રાજ નકુમ ની રાહ જોઈ રહિયા હતા. ડૉ. રાજ ને હજુ છ જ મહિના થયા હતા રામપુર તાલુકા ના દવાખાના માં આવ્યાં.

ભીડ માંથી અવાજ આવ્યો " કેટલું સમય લાગશે સાહેબ ને આવતા...…?"

ત્યાં કારકુન ડૉકટર સાહેબ ની ચા લઈ ને તેના ટેબલ પર મૂકે છે અને કહે છે " બસ આવતા જ હશે " થોડી વાર માં જ કોઈ દવાખાના ની અંદર દાખલ થયું બધા તેમને જગ્યા આપવા લાગ્યા.

એ વ્યક્તિ ની પૂરેપૂરી ઉંચાઈ હતી, વાન માં બહુ ગોરાપણું ન હતું પણ બધાની નજર માં આવી જાય એવું હતું, મુખ પર એક હાસ્ય ની ચિત્કારી જોવા મળી રહી હતી. સફેદ કોર્ટ જે ડૉકટર લોકો પહેરે છે તે એક હાથ માં લટકાળેલ હતો તે સીધો કારકુન ને આપી દે છે અને કારકુન તે લઈ ને તે કોર્ટ ને સીધો તેમના ટેબલ પર મૂકી ને તેમની ચા હાથ માં લઇ ને ડૉ. રાજ ની પાછળ જાય છે.

રાજની એ નિત્યક્રમ હતો તે રોજે આવીને પેલા જુના દર્દીઓ ની તપાસ કરવા લાગે છે. તેમની સાથે દીપકા જે દવાખાનાની નર્શ છે જે ફાઇલ લઈને બેડ ના નંબર મુજબ રાજ ને યાદ અપાવતી જાય છે કે તેને કયો રોગ છે અને તે કેટલા સમયથી દવાખાના માં છે. રાજ બધા ને ચેક કરી ને ટેબલ પર જાય છે.

પરચી ના નંબર મુજબ બધા લોકો આવતા જતા હતા. રાજ બધા ને ધ્યાનથી ચેકઅપ કરી રહીયો હતો ત્યાં જ બહાર બધા લોકો નો અવાજ આવવા લાગ્યો હતો. પેલા રાજ તે અવાજ પર ધ્યાન આપતો નથી અને દર્દી ને ચેક કરી રહીયો હોય છે. ત્યાં જ તે અવાજ થોડો વધી જાય છે એટલે રાજ જલ્દી ઉભો થાય અને બહાર શું થઈ રહિયું છે તે જોવા માટે બહાર પહોંચે છે ત્યાં કારકુન એક મજબૂત બાજુબન્ધ વાળો, પડછંદ વ્યક્તિ ઉભો હતો અને તેને રોકવાની કોશિશ પેલો કારકુન પોતાની પુરી તાકાત લગાવી રહીયો હતો.

આ વ્યક્તિ ના મોં માંથી એક જ શબ્દ વારંવાર આવી રહીયો હતો કે " મારે ડૉ. સાહેબ ને મળવું ખૂબ જરૂરી છે તમે મને જવા દો.

બીજા બધા લોકો નો વારો કપાઈ રહીયો હતો એટલે તે લોકો પણ તેના પર રાડો નાખી રહ્યા હતા " ભાઈ અમે પણ આયા ક્યુના બેઠા છીએ પેલા પરચી લય લે પછી જ મળવા દેહુ." બધા આ વાતમાં હા મિલાવી રહ્યા હતા.

રાજ બહાર આવે છે એટલે બધા જ ચૂપ થઈ ને મૂર્તિ ની જેમ ઉભા રહી જાય છે.

" શું થયું...? તમે બધા એટલો બધો અવાજ કેમ કરો છો " બધા પેલા વ્યક્તિ તરફ જોવે છે.

" સાહેબ આ જુવો ને તે પરચી પણ નથી લીધી અને તે તમને મળવા દોડી આવે છે મેં કહિયું કે પરચી લઈ લે પછી તારો વારો આવશે તો કહે ના...! મારે ઉતાવળ છે તમે મળવા દો..." કારકુન બોલે છે.

રાજ તેના તરફ એક નજર કરે છે. આખી બાયનો શર્ટ હતો જે કોણી એ થઈ તૂટી ગયો હતો. તેને જોઈ ને લાગતું હતું કે ત્રણ - ચાર દિવસ થી ન્હાયો નહિ હોય, વાળ અને દાઢી વધેલી અને વાળ વિખાયેલા તેને પહેરેલા કપડાં ખૂબ જ મહેલા હતા.

" સાહેબ તમો જલ્દી ચાલો ને...." તે રાજ ને જોઈને બોલે છે.

" પણ તમે છો કોણ ? અને ક્યા જવાનું છે? " રાજ બોલે છે.

" ડૉ. સાહેબ મારુ નામ લખમણ હું વઢવાડ ગામ મેં થી આવ્યો છું મારી દીકરી ને ખૂબ જ મજા નથી, તે પેલા ઓરડા માં છે સાહેબ ચાલો ને તપાસ કરો ને એને શું થયું છે ઘણા દિવસથી તેને તાવ આવે છે અને હમણાં તો ઘણા દી થયા ખુબજ આખું શરીર ધગે છે " એટલું બોલે છે ત્યાં તો તેનો અવાજ ગળગળો થયી જાય છે.

" હા ઠીક છે ચાલો " રાજ બોલે છે.

લક્ષમણ તેને જે આગલી રાતે રહેવા કારકુને રૂમ અપીયો હતો ત્યાં લઈ જાય છે. દીપિકા ને બીજા દર્દી ને જોવા નું સૂચવી ને જાય છે.

તે બંને રૂમ માં પહોંચે છે. એક 8 વર્ષ ની છોકરી જે બેડ પર સૂતી હોય છે. શરીર બિલકુલ સુકાઈ ગયું છે, ઘણા સમય થી કંઈ પણ પેટમાં ગયું નથી એ રાજ એ જોતાં જ અંદાજ લગાવી લે છે. તેની પાસે જ લક્ષમણ ની પત્ની બેઠી હોય છે. જે રાજ ને જોતા જ ઉભી થઇ જાય છે અને બોલવા લાગે છે.

" ડૉ. સાહેબ જુવો ને મારી ખુશી ને શું થઈ ગયું હે... કંઈ પણ ખાતી નય, ખાય તોય ઉલટી કરી નાખે છે, એનું ડીલ તો જુવો કેટલું ગરમ થઇ ગયું છે હમણાં ઘણા ટાઈમથી એવું જ થાય છે તાવ આવે ને જાય છે છેલ્લા ત્રણ દી થયા તો તાવ ઉતરતો જ નથી. " રાજ તેની સામે જુવે છે પાતળા એવું શરીર, તેની આંખોની નીચે કાળા ડાઘ સાફ સાફ કઈ રહયાં હતા કે ખુશી ની મમ્મી ઘણા દિવસોથી શાંતિથી ઊંઘ પણ લઈ શક્યાં ન હતા.

રાજ ખુશી ને ચેક કરે છે. ખુશી તેના નાના હાથ ને મુઠી બન્ધ કરી ને સૂતી હોય છે એટલે રાજ શાંતિથી તેની હથેળી ખોલે છે અને જુવે છે પછી તેંની હળવેથી આંખો ખોલી ને જોવે છે. તેનું આખું શરીર આગ ની માફક ધગી રહિયું હતું. રાજ ધ્યાન રાખે છે કે ખુશી ઉઠી ના જાય.

તેને ચેક કરીને લક્ષમણ ને તેની સાથે આવવા કહે છે. તે અને લક્ષમણ તેની ઓફીસ માં જાય છે.

" શું થયું છે ડૉ. સાહેબ મારી દીકરી ને....? "લક્ષમણ બોલે છે.

રાજ તેની ખુર્ચી ખેંચી ને બેસે છે અને કહે છે " તમને મારી પાસે કોને મોકલ્યા ?"

" સાહેબ અમારા ગામ ના એક જુના દાક્તર છે સાગર એમને કહ્યું કે તમારી પાસે આવવાનું અને એને આ ચિઠ્ઠી આપી છે " લક્ષમણ રાજ ને ચિઠ્ઠી આપે છે.

રાજ તેને વાંચી ને તેના ખાના માં મૂકી દે છે અને ત્યાં જ દીપિકા પણ બધા દર્દીની તપાસ કરી ને આવી જાય છે. એકદમ ઈસ્ત્રી કરેલ યુનિફોર્મ, હાથ ના કાંડા પર એક નાની અમથી ઘડિયાળ, ધારદાર આંખો, વાળ બાંધેલા અને એમાંથી એક લટ છૂટી પડેલી તેના કાન પાછળ, કાનમાં નાની બુટી, અને હોઠ પર હંમેશા રહેતી આછી એવી લિપસ્ટિક અને સાથે સાથે કોઈ ને પણ પીગળાવી દે તેવુ કાતિલ સ્માઈલ.

" આ લ્યો આટલી વસ્તુ તમે લેતા આવો પેલા, આપણે જલ્દીથી ખુશી ને બાટલા ચડાવા પડશે " રાજ દીપિકા ને એક ચિઠ્ઠી આપતા કહે છે.

" ડોકટર સાહેબ મારી દીકરી ને શું થયું છે....? " વધુ ચિંતામાં આવતા લક્ષમણ પૂછે છે.

" જુવો લક્ષમણ ભાઈ ખુશી ને ડેન્ગ્યુ થઈ ગયો છે. હું મારી પુરી કોશિશ કરીશ કારણ કે તેને ઘણા સમય થઈ ગયો છે. આ તાવ આવ્યો એને એટલે હું ખાસ કહી નહિ શકુ.ભગવાન પર તમે ભરોસો રાખો " રાજ લક્ષમણ ને હિંમત આપતા કહે છે. ચાલો આપણે ખુશી પાસે જઈએ.

રાજ ત્યાં પહોંચે છે તે પહેલાં જ દીપિકા પહોંચી ગઇ હોય છે. ખુશી પણ ઉઠી ગઈ હતી. આંખો નાની એવી હતી એનું આખું શરીર ગરમ કોલસો લાગતું હતું, ઉભી થવાની પણ શક્તિ રહી ન હતી, એના નાના હાથ માં એક નાની ઢીંગલી હતી અને તે તેની સાથે રમી રહી હતી અને દીપિકા તેની સાથે વાતો કરી રહી હતી જેથી તેને બીક ના લાગે. રાજ ને આવતા જોઈ તે તેની નાની આંખો ને ઉપર કરે છે અને તે નાનું એવું એક સ્મિથ રાજ તરફ ફેંકે છે.

" ચાલ ખુશી હવે આ ઢીંગલી ને અહીં તારી બાજુ માં સુવડાવી દે હો..." દીપિકા સ્મિથ આપતા ખુશી ને કહે છે.

" હા પછી તમે મને ચોકલેટ આપશો ને....?" એક મીઠા અવાજે ખુશી બોલે છે.

" હા આપીશ ચાલ સુઈ જા તો જ આપીશ " અને ફરી એક બીજી કોયલ બોલી ઉઠે છે.

રાજ પેલા તેને ચેક કરે છે એટલે ફરી ખુશી તેને નીરખી નીરખી ને જોયા કરે છે રાજ તેના તરફ સ્મિથ આપે છે, ત્યાં તો ખુશી તેના તરફ જીફ કાઢી ને તેના મમ્મી ના ખોળામાં માથું નાખી દે છે અને બધા હસી પડે છે.

" તમે બાટલો ચડાવી શકો છે " રાજ દીપિકાને કહે છે.

" ચાલ તો ખુશી તારો હાથ તો બતાવ મને કેટલા નાના નાના છે " દીપિકા તેનો હાથ પકડતા બોલે છે.

ખુશી તેને હાથ આપે છે હજુ તે કંઈપણ વિચારે તે પહેલાં જ દીપિકા તેની રગ ગોતી ને તેને સોય નાખી દે છે. આખા દવાખાના માં ખુશીના રોવા નો અવાજ આવી રહયો હોય છે.

દીપિકા બાટલો ચડાવી દે છે અને બોલે છે " જો જો ખુશી કઈ નથી થયું કીડી બટકું ભરી ગઈ છે જો અને તારે ચોકલેટ જોઈએ છે ને....! " ખુશી હીબકાં ભરતી ભરતી શાંત થાય છે અને દીપિકા તેને એક ચોકલેટ આપે છે.

" તમે કહેતા કેમ નય કે આપણી દીકરી ને શું થયું છે એને કોની નજર લાગી ગઈ છે કાય ખબર જ નથી પડતી " રમાબેન તેના પતિ ને પૂછે છે અને લક્ષમણ ઘણા ઊંડા વિચારો માંથી બહાર આવે છે.

" તમને કવ છું...! શું વિચારો છો " ફરી ખુશી ના મમ્મી બોલે છે અને આ વખતે થોડી નિરાશા જનક હોય એવા એંધાણ તેના ચહેરા પર આવી રહ્યા છે.

" કઈ નહિ ડેન્ગ્યુ થયો છે અને ડોક્ટર સાહેબ એ કહિયું છે. " લક્ષમણ એટલું જ બોલી શકે છે અને ફરી કોઈ ઊંડા વિચારોમા ડૂબી જાય છે.

" આ એજ રોગ છે ને જે આપણા ગામના રાજ્યા અને પેલા લાલીયા ની વહુ જ્યા ને ગળી ગયો " રેખા ધીરા અવાજે બોલે છે.

ખુશી ના મમ્મી ખુશી તરફ એકીટશે જોયા કરે છે.

***

" ખુશી હવે કેમ છે.? " રાજ ખુશી ને તપાસ કરતા પૂછે છે .

" પેલા ચોકલેટ " ખુશી બોલે છે અને મો ફુલાવે છે રાજ તરફ.

ત્યાં જ પાછળથઈ દીપિકા તેને ચોકલેટ આપે છે. ત્રણ દિવસ થઈ ગયા હોય છે તેને બાટલા ચડી રહિયા હતા.

" સાહેબ એ હજુ પણ કાય જમતી નથી " ચિંતા માં લક્ષમણ બોલે છે. દીપિકા ફરી એક બાટલો ખુશી ને ચડવા માટે મનાવા લગે છે.

રાજ અને લક્ષમણ બંને તેની ઓફીસ માં જાય છે. ખુશીના મમ્મી તેની પાસે જ બેઠા હોય છે. તે પણ ત્યાંથી હલવા નું નામ લેતા નથી ત્રણ દિવસથી તેની પાસે જ રહે છે. લક્ષમણ બપોરે અને રાતે જમવાનું લઈ આવે તો મન હોય તો જમે નહિતર બસ બેઠી રહે ખુશી પાસે એટલે લક્ષમણ તેને ટકોર આપે " તું જમી લે નકર તું પણ માંદી પડીશ " પણ પોતાનું બાળક ભૂખીયુ રહેતું હોય તો માં ને ક્યાંથી ગળા માં કોળિયો ઉતરે.

" જુવો લક્ષમણભાઈ તમે તેને બાટલા ચડી જ રહ્યા છે બરાબર અને તેને ભૂખ એટલી આમ પણ નહિ લાગે એટલે તમે ચિંતાના કરતા અને આજે તો તેને જોઈને લાગે છે કે તેને સારું થઈ રહ્યું છે " રાજ બોલે છે.

લક્ષમણ હોકારો આપે છે " તમે તેને દવા તો આપો છો ને સમયસર..?" રાજ સવાલ કરે છે.

" હા સાહેબ દવા આપીએ છીએ " લક્ષમણ તરત જ તેનો જવાબ આપી દે છે.

" ચાલ ખુશી અહીંયા આવ " ખુશી ના મમ્મી ખુશી ને બોલાવે છે.

ચાર દિવસ માં તો ખુશી ઠીક થવા લાગી. તેનો જે પેલા ચહેરો ઉતરી ગયેલો હતો. એમાં હવે એક અલગ જ રંગ આવી ગયો હતો. હવે તો તે આખા દવાખાનામાં આમથી આમથી આંટા માર્યા કરે. થોડું થોડું તે ખાવા પણ લાગી હતી. જેના લીધે તેના મમ્મી માં મોં પર પણ એક ખુશી ની ઝલક જોવા મળી રહી હતી. જે રીતે તે પેલા ચૂપચાપ બેસી રહેતી તે હવે ત્યાં આવતા દર્દી ઓ સાથે વાતો કરતી જોવા મળી રહી હતી.

સાંજ ના છ વાગ્યા હશે. દવાખાનું બિલકુલ શાંત હતું. બસ ખુશી ના મીઠા અવાજથી આખા દવાખાનું ગુંજી રહિયું હતું. રાજ ફ્રી થઇ ને તેને ખુશી નો અવાજ આવે છે એટલે તે તેના રૂમમાં જાય છે. ત્યાં ખુશી દીપિકા ના ખોળા માં બેઠી હોય છે અને ખુશી ના મમ્મી, પપ્પા સામે ના પલંગ પર બેઠા હોય છે. રાજ ત્યાં બાજુ માં પડેલી ખુરશી ને લઈ બેસે છે.

" કેમ સાહેબ આજે ગયા નહીં...? " લક્ષમણ પૂછે છે.

આમ તો રોજે રાજ છ વાગે દવાખાનું બન્ધ કરી ને ચાલ્યો જાય છે. કારણકે રામપુર માં બહુ વધારે વસ્તી ન હતી એટલે એ સવાર માં જ ભીડ રહેતી હતી. જો કોઈ સિરિયસ કેસ હોય તો કારકુન પાસે રાજ ના ઘર ના નંબર હતા જ તે તરત જ આગળ ના ફોનબુથ પર જઈને રાજ ને ફોને કરીને બોલાવી લેવાનું કહેલું જ હતું પરંતુ અત્યાર સુધી એવો કોઈ કેસ બન્યો જ ન હતો.

" હા સર તમે તો છ વાગે તો ઘરે જવા નીકળી જાવ છો, તો આજે કેમ અહીંયા ? " દીપિકા મીઠા અવાજે પુછીયું.

" હા હું જતો જ હતો ત્યાં ખુશી નો હસવાનો અવાજ આવ્યો એટલે થયું કે ચાલને એક વાર આટો મારીયાવું " રાજ બોલે છે.

" લક્ષમણ તું કામ શું કરે છે? " રાજ લક્ષમણ સામું જોઈને પૂછે છે.

" છકડો ચલાવું શુ સાબ " લક્ષમણ બોલ્યો.

હમ્મ... રાજ હોકારો આપે છે. ખુશી પોતાની ઢીંગલી સાથે રમી રહી હોય છે.

" ખુશી.....! તારી ઢીંગલી નું શું નામ છે..? " રાજ ખુશી સામે એક સ્મિથ આપી ને પૂછે છે.

" લે હું શું કામ કવ તમે મને ચોકલેટ આપો છો...? તમારા કરતા તો આ દીદી સારા છે તે રોજે મારા માટે ચોકલેટ લઈ આવે છે. " ખુશી તેની કાલીખેલી ભાષા માં રાજ ને જવાબ આપે છે. બધા હસવા લાગે છે. ખુશી દીપિકા પાસે જાય છે અને તેના ડાબા ગાલ પર એક ચુંબન આપી દે છે.

" અરેરેરેરેરે....." દીપિકા બોલે છે અને તે પણ ખુશી ને તેડી લે છે અને તે પણ તેના ગુલાબી હોઠ થઈ ખુશી ના ગાલ પર પ્રેમ ભરીયું ચુંબન આપી દે છે. પછી ખુશી રાજ ને ચીડવવા માટે રાજ ને ઠેંગો બતાવે છે. અને ફરી પાછા હસવા લાગ્યા.

" સારું ચાલો હવે હું નીકળું તો.... " રાજ બોલે છે.

" ઉભા રહો મારે ભી આવવાનું છે તો સાથે જ જઈએ " દીપિકા રાજ ને કહે છે.

બન્ને એક સાથે રૂમ ની બહાર નીકળે છે. ખુશી તને બહાર જતા જોવા માટે રૂમના બારણાં પાસે આવીને જોયા કરે છે. તે બન્ને કઈક વાતો કરતા જોવા મળે છે. રાજ અને દીપિકા એ બન્ને ના મુખ પર એક સ્મિથ જોવા મળે છે.

"દીદી....." ખુશીનો આ અવાજ ખુબજ ધીરે આવે છે.

સાંજ નો સમય હતો અને દવાખાના માં બિલકુલ શાંત હોવાથી ખુશી નો એ ધીમો અવાજ પણ સંભળાય સકાતો હતો. તરત જ તે જમીન પર પડી જાય છે. રાજ અને દીપિકા હજુ તો દવાખાના ની બહાર ન હતા નીકળ્યા તેથી તે તરત જ ત્યાં દોડી આવે છે.

ત્યાં તો ખુશી ના મમ્મી તેના માથા ને પોતાના ખોળામાં લય લે છે અને ત્યાં જ બેસી જાય છે અને બોલે છે.

" ખુશી શું થયું ઉઠ... ખુશી એ ખુશી...." અને તેની આંખો માં સફસાફ ઝરઝરિયા દેખાતા હતા.

" તમે તેને બેડ ઉપર સુવડાવી દો. " રાજ બોલે છે.

ખુશી ને બેડ પર એના મમ્મી સુવડાવે છે રાજ ખુશી ને ચેક કરે છે. " તમે ઇજેક્સન લેતા આવો. " રાજ દીપિકા ને કહે છે . દીપિકા તરત જ લેવા માટે દોડી પડે છે.

" ડૉ. સાહેબ શું થઇ ગયું છે.? " લક્ષમણ રાજ ને પૂછે છે.

" તે બેહોશ થઈ ગઈ છે, અશક્તિ ના કારણે તમે ફિકર ના કરો. " રાજ બોલે છે.

દીપિકા આવીને ઇંજેક્શન આપે છે અને બાટલા ચડવા ની ત્યારી કરે છે. થોડી વાર માં દીપિકા ખુશી ને બાટલો પણ ચડાવાનું શરૂ કરી દે છે. થોડી વાર રાજ અને દીપિકા બેસે છે પછી જતા જતા કારકુન ને કહેતા જાય છે કે જો કઈ પણ ઇમરજન્સી જણાઈ તો તરત જ મને ફોન કરવો.

થોડી વારમાં જ ખનખોર અંધારું છવાઈ ગયું. ખુશીના રૂમ માંથી એક લેમ્પ નો પ્રકાશ દવાખાના માં આવી રહયો હતો. બહારની સડક માનો કે પડખું ફરી ને સુઈ ગઈ હતી. દૂરથી કુતરાઓ નો અવાજ આવી રહ્યો હતો જે આ અંધકાર ને વધારે ડરામણો બનાવી રહ્યા હતા.

" બધું સારું થઈ જાહે ખુશીની માં..." લક્ષમણ રેખા ને દિલાસો આપતા કહે છે.

" હમમમ...." ખુશી ની માં બોલે છે. " આ દવાખાના ના બિલનું બિલ કેટલું થયું હશે ડો સાહેબે કાય કીધું કે નય તમને...? " ત જરાક અટકીને તરત બોલે છે.

" ના.... પણ હું ડો. સાહેબ સાથે વાત કરી લઈશ તું ચિંતા ના કર અને આયા સુઈ જા " લક્ષમણ ઉભો થતા બોલે છે.

" તમે ક્યાં જાવ છો આટલી મોડી રાતે ?" તરત જ ખુશીની માં બોલી ઉઠે છે.

" ક્યાંય નય બસ બારે આટો મારતો આવું અને પેલો કારકુન જાગતો હોય તો એની પાસે બેસીસ નકર આવતો રયસ " લક્ષમણ એમ બોલીને રૂમ ની બહાર નીકળી જાય છે.

રેખાબેન ખુશી ના કપાળ પર હાથ ફેરવે છે અને તેના કપાળ પર એક વ્હાલ ભરીયું ચુંબન આપી દે છે. સામે પડેલા બેડ પર તે જઈને સુઈ જય છે.

રાત ના બે વાગ્યે હશે હજુ તો ત્યાં જ રાજ ના ઘર નો ફોને રણકી ઉઠે છે. પાંચ - છ વખત રણકીયા પછી રાજ ઉઠીને ફોને ઉપાડે છે. સામેથી થોડો ચીંતાજનક અવાજ આવી રહ્યો હતો.

" હાલો સાહેબ હું બોલું છું..., પટ્ટા વાળો પેલી ચોરી ને પાછી મજા નથી રહી અને એની તબિયત વધુ બગડી ગઈ એવું લાગે છે તમે જલ્દી આવો " કારકુન બધું જ એકી શ્વાસે બોલી દે છે.

" હા બસ હું દસ જ મિનિટ માં આવ્યો " રાજ બોલે છે.

તરત જ ફોન કાપીને મોં ધોઈને ઘર પર થી નીકળી જાય છે. તે એટલો ઝડપથી ચાલી રહ્યો હોવા છતાં આજે દવાખાનાનો રસ્તો લાંબો લાગી રહ્યો હતો. તેના મન માં એક જ વિચાર આવી રહ્યો હતો કે ખુશીની તબિયત કેટલી ખરાબ થઈ હશે. તે પેલા ઝડપ થી ચાલી રહ્યો હતો પછી દવાખાનું સામે દેખાતા જ તે દોડવા જ લાગ્યો.

ત્યાં પહોંચતા જ લક્ષમણ અને કારકુન બહાર જ ઉભો હતો. લક્ષમણ બોલ્યો " સાહેબ ખુશી..... ! " રાજ તેના સામું જુવે છે અને તરત જ બધા રૂમ તરફ જાય છે.

રાજ તરત જ ખુશીની હાથ ની નશ ને તપાસવા લાગે છે, ખુશીનું શરીર પેલા કરતા પણ વધારે ધગતું હોય છે. ત્યાં તેનું ધ્યાન બાટલા પર પડે છે. તે તરત જ દોડવા લાગે છે. બધા થોડી વાર તો આશ્ચર્ય ચકિત રહી જાય છે અને તે લોકોના ચહેરા પર સાફ એક પ્રશ્ન પૂછી રહ્યો હતો કે ડૉ. સાહેબને સુ થયું. હજુ તો લક્ષમણ તેની પાછળ જવાનું વિચારે છે ત્યાં તો રાજ આવી જાય છે અને ખુશી ને ફરીથી એક બાટલો ચડાવાનું શરૂ કરી દે છે.

" સાહેબ ઠીક તો છે ને ? " ખુશી ની માં પૂછે છે. રજ કઈ પણ જવાબ આપતો નથી અને એમની સામે જોવે છે. એક દીકરીની માં ની ચિંતા અને દર્દ સમજવાની કોશિશ કરે છે. બધા થોડી વાર માટે મૌન રહે છે.

" તમે સુઈ જવું હું જાગુ છું " રાજ ખુશીના મમ્મી અને પપ્પા ને કહે છે.

" ના ના સાહેબ તમે સુઈ જાવ તમતમારે " ખુશીની મમ્મી સામેના બેડ પરથી ઉભી થતા બોલે છે.

" હું નહિ સુવ કારણકે ખુશી પાસે મારે રહેવું જરૂરી છે અને એને હજુ સવાર પડે એ પહેલાં એક બાટલો ચડાવા નો છે " રાજ બોલે છે.

" તું સુઈ જા હું અને ડોકટર સાહેબ જાગી છી " લક્ષમણ ખુશીની માં ને કહેતા બોલે છે. રેખાબેન હોકારો આપી સુઈની કોશિશ કરે છે પણ ઊંઘ થોડી આવે. તો પણ આંખો બન્ધ કરીને ભગવાને પ્રાર્થના કરતા સુઈ જાય છે.

રાજ ખુશી તરફ જોઈને ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે. આવા હસતા ચહેરાને કેમ આવી બીમારીએ ઝડપી લીધી છે. નાનું એવું શરીર, નાની અને એકદમ કાળી એની આંખો હતી, એની સાથે રહેતી એની વ્હાલ ભરી ઢીંગલી, એમાં પણ એની કાલીઘેલી ભાષા અને રાજ ને હમેંશા ચિઢવવામાં આવતી એને મજા અને પછી એક એવું સ્મિથ એના મોં પર આવે જે રાજ હંમેશા જોવા માંગતો હતો. ખુશી, રાજ અને દીપિકા આ ત્રણેય વચ્ચે એક અલગ જ લાગણીનો પુલ રચાઈ ગયો હતો.

" સાહેબ શું થયું છે હવે હમણાં તો ટિક હતી " લક્ષમણ આ વખતે એની આંખો માં સાફસાફ ઝરઝરીયા જોવા મળી રહ્યા હતા.

" મને લાગે છે કે....." રાજ બસ એટલું જ બોલી શક્યો.

" સાહેબ જુવો મારી દીકરી ને કઈ પણ કરીને બચાવી લો અમારે ઘણા વર્ષે મારી બાયડી ને છોકરું થયું હતું. એને ઘણી માનતા કરી હતી અને દેવની કૃપાથી અમને દીકરી આપી.

સાહેબ એને આ સહન કરવું ખુબજ કપરું પડી જશે સાહેબ મહેરબાની કરીને ખુશી ને " એટલું બોલીને તે રાજ સામે હાથ જોડી જાય છે અને રોવા લાગે છે.

રાજ તેના હાથ પકડતા " આમ જો લક્ષમણ હું મારી પુરી કોશિશ કરી રહ્યો છું અને આપણે આજુબાજુમાં ક્યાંય પણ આના કરતાં તો મોટું દવાખાનું નથી. હું કાલે જ બાજુ ના તાલુકા ના ડોકટર ને ફોન કરીને બોલવું છું એ થોડીક મદદ કરશે. તું ચિંતાના કર ભગવાન પર ભરોસો રાખ " રાજ બોલે છે.

પાછળ ખુશીની માં લક્ષમણ ના રોવા ના અવાજથી એની ઊંઘ ઊડી જાય છે અને રાજ અને લક્ષમણ ના વચ્ચેની વાત સાંભળે છે. સવાર ના પાંચ વાગ્યા હશે. લક્ષમણ નીચે સૂતો હતો રાજ ખુરશી પર બેઠો હતો અને તે ઉઠી ને ખુશી ને ફરીથી એક બીજો બાટલો ચડાવાની રાહ જોવે છે. થોડી વારમાં જ બાટલો પૂરો થતાં તેને ચડાવી ને ફરી ખુરશી પર બેસે છે.

" સાહેબ..." લક્ષમણ ઉઠી ગયો હોય છે રાજ ને એક નાનું એવું ઝોકું આવી ગયું હોય છે અને તે સબાળો ઉભો થઇ જાય છે.

" હા શું થયું લક્ષમણ..." રાજ બોલે છે.

" કઈ નહિ સાહેબ સવાર ના આઠ વાગ્યા એટલે ખુશી ની માં કહે સાહેબ ને ઉઠાડી દો જેથી તે પણ ચા - પાણી પીતા આવે " લક્ષમણ બોલ્યો.

રાજ ખુશીને ચડી રહેલ બાટલા પર એક નજર કરે છે અને તે પૂરો થઈ ગયો હોવાની ત્યારી માં હોય છે અને તે બદલવા જાય છે ત્યાં જ પાછળથી અવાજ આવે છે.

" સર હું કરી આપું છું તમે જાવ " સવાર સવાર માં એક કોયલ બોલી હોય એવા અવાજે દીપિકા એ રાજ ને કહ્યું.

" ઠીક છે હું અને લક્ષમણ નાસ્તો કરી ને આવિયે છીએ અને રેખાબેન માટે પણ લેતા આવીએ છીએ " રાજ રેખાબેન સામે જોઇને કહે છે.

" ના સાહેબ મારે કઈ પણ નથી ખાવું.." રેખાબેન તરત જ બોલ્યા.

" ના બેન તમે નાસ્તો કરી લ્યો બધું ટિક થઈ જશે " રાજ તેને આશ આપતા કહે છે. લક્ષમણ અને રાજ બન્ને બહાર સામેની બાજુ ચા ની દુકાન પાસે જાય છે.

" સર રાત ના અહીંયા જ છે...? " દીપિકા ખુશી ને બાટલો ચડાવતા રેખાબેને પૂછે છે.

" હા ડોક્ટર સાહેબ તો રાત ના બે વાગ્યાના અહીંયા જ છે " રેખાબેન ઉત્તર આપે છે.

થોડીવાર માં રાજ અને લક્ષમણ નાસ્તો કરી ને આવી જાય છે અને રેખાબેનને લઈ આવેલ નાસ્તો આપે છે. પછી થોડી વાર ત્યાંજ બધા બેસે છે. ત્યાં તો નવ વાગી ગયા હોય છે અને દર્દીઓ આવવાનું શરૂ થઈ જાય છે.

" દીપિકા તું આજે અહીંયા જ રે હું બધા દર્દી ને ચેકઅપ કરી લઈશ ટિક છે " રાજ દીપિકા સામું જોતા તેને કહે છે.

" હમમમ...ઓકે સર " દીપિકા કહે છે.

બપોરના બાર વાગી ગયા હોય છે. બધા જ દર્દીની તપાસ રાજ કરી લે છે. આજે તે ઘરે નહીં હોવાથી ટિફિન આવ્યુ ન હતું. તેથી તે ઓફીસ માં બેઠો હતો. દીપિકાને ખ્યાલ આવી ગયો કે આજે રાજનું ટિફિન નહિ આવ્યુ હોય તેથી તે ઓફીસ માં આવે છે.

" સર ચાલો જમવા " રાજ તરફ જોઈ ને દીપિકા બોલે છે.

" પણ મારું તો ટિફિન આવ્યુ નથી...." અને રાજ ચોખવટ કરી દે છે.

" હા એટલે જ તો કવ છું ને " દીપિકા હસતા હસતા બોલે છે.

" પણ દીપિકા તું જમી લે તારે ઘટશે " રાજ બોલે છે.

" ફિકર ના કરો આજે વધારે જ છે " દીપિકા બોલે છે અને ટિફિન ઉંચુ કરીને રાજને બતાવે છે. બન્ને હસતા હસતા જમવા બેસી જાય છે.

સાંજ ના પાંચ વાગ્યા છે. સૂરજ ધીરે ધીરે ક્ષિતિજ ની દિશા માં પુરા વેગથી આગળ વધી રહ્યો છે. પક્ષીઓ પણ આખો દિવસ સફર કરીને અને ખાવાનું શોધી ને થાક્યા હોવાથી પોતાના માળા તરફ આગે કુચ કરી રહયા હતા. આ તરફ દવાખાના માં પણ આજે કારકુન પણ બહાર ગામ જવાનું હોવાથી તે પણ રાજની રજા લઈ ને ગયો હતો. તેથી બહાર કોઈ બેઠું ન હતું જેથી એક કૂતરું આજે કારકુનની ખુરશી નીચે આરામ કરી રહ્યું હતું બાકી બધા ખુશી પાસે બેઠા હતા.

" મમ્મી......" અચાનક ખુશી હોસ માં આવી જાય છે અને બોલે છે.

" હા દીકરી બોલને આયા જ છું " રેખાબેન ગળગળા થઈને બોલે છે.

" દીદી તમે આજે ગયા નથી..." ધીરે રહીને આંખો ખોલે છે અને દીપિકા ત્યાં જ ઉભી હોય છે એટલે એને જોઈને પૂછે છે.

" ના ખુશી હું આજે નથી જવાની " ખુશીના ચહેરા પર હાથ ફેરવતા બોલે છે.

" દીદી ચોકલેટ અપશો ને.....? " દીપિકા સામું જોઈને બોલે છે.

" હા ખુશી આટલી બધી આપીશ હોને તું સાજી થઈ જઈશ ને એટલે " દીપિકા હાથ નો ઈસરો આપતા બોલે છે.

એટલે ખુશી એક નાનું અમથું સ્મિથ વેરે છે અને તેની પાસે રહેલ ઢીંગલી ને પાસે રાખી દે છે અને ફરી પાછી ઊંઘી જાય છે.

રાજ અને દીપિકા ઓફીસ માં જાય છે અને ઔપચારિક વાતો શરૂ કરે છે.

" સર શું ખબર આવી નાની ઢીંગલી ને જ કેમ એવો રોગ થયો હશે..." દીપિકા ના આંખોના ખૂણાની ભીનાશ સાફ જણાઈ રહી છે.

" આ બધું કઈ પણ આપણા હાથમાં નથી દીપિકા આપણે તો બસ એક નાટકના કેરેક્ટર છીએ એ તો જેને આપણું નાટક લખીયું હશે એને જ ખબર હશે બધી..." એમ કહીને રાજ સામે રહેલા મન્દિર તરફ જુવે છે અને દીપિકા સમજી જાય છે કે રાજ શું કહેવા માગે છે.

થોડી વાર બંને તરફ મૌન રહે છે પછી રાજ મૌન ને તોડતા બોલે છે.

" તમારે આજે નથી જવું....? " રાજ દીપિકા ને પૂછે છે.

" ના... " તે ઉત્તર આપે છે.

" તો કઈ નહિ પણ આજે ટિફિન તો ભરીને લાવ્યા છો કે નહીં....? " રાજ દીપિકા ને ટોન મારતા પૂછે છે.

" હા હું આજે મમ્મી ને કહીને જ આવી હતી એટલે પૂર્વેશ દેવા આવતો જ હશે." દીપિકા બોલે છે.

ત્યાં જ દીપિકા નો ભાઈ પૂર્વેશ ટફિની દઈ જાય છે પછી રાજ અને દીપિકા જમી લે છે અને સાથે સાથે લક્ષમણ અને ખુશીના મમ્મી ને પણ સાથે જમવા બોલાવે છે. તે બન્ને થોડું થોડું જમી લે છે.

સૂરજ ડૂબી ગયો છે. દિવસે અંધકારની ચાદર ઓઢી લીધી છે. આજે આ અંધકાર ખુબજ ગાઢ લાગી રહ્યો છે.

દવાખાનાના રૂમ સુધી બહારથી ધસી આવતો ઠંડો પવન બધા ને મહેસુસ સાફ સાફ થઈ રહ્યો હતો.

રાત ના ત્રણ વાગ્યા હતા. રાજ ખુશીને દર અડધા કલાકે ચેક કરી રહ્યો હતો. ખુશીના શરીરમાં રહેલ તાવ ઉતરવાનું નામ જ ન લેતો હતો. રાજ જ્યારે પણ ચેક કરે છે ત્યારે તાવ થોડો ને થોડો વધેલો જ જોવા મળે છે. રાજના માથાં પરના ચિહ્ન જોઈને સાફ બધા જોઈ રહ્યા હતા કે ખુશીને સારું તો થઈ જ રહિયું નથી.

" શું થયું સર....? " દીપિકા રાજ ને ચિંતા થી પૂછે છે.

" યાર આ ખુશી ને તાવ ઉતવાનું નામ જ નથી લેતો વધતો જ જાય છે. " રાજ બોલે છે.

રાજનું એટલું બોલતા જ ખુશી ના મમ્મી ના આંખ માં તો આસું આવી જાય છે.

" ડૉક્ટર સાહેબ શું ખુશી ને સારું થઈ જશે....? " લક્ષમણ પૂછે છે.

" હું કઈ પણ કહી નહિ શકતો લક્ષમણ માફ કરજે મને " રાજ ની આંખો ભીની થઇ જાય છે.

ત્યાં જ ખુશીના હાથની આંગળી હલતી રેખાબેન જોવે છે. તે તરત જ ખુશી પાસે જાય છે.

" ખુશી બેટા...." રેખાબેન રોતા રોતા બોલે છે.

" મમ્મી મને શું થયું છે....? " એની પુરી આંખો ખલોવાની કોશિશ કરે છે પણ ખુલી શકતી નથી. તેથી તે આંખોને થોડી ખોલીને એના મમ્મી સામે જોઇને પૂછે છે.

" કઈ નથી થયું દીકરી હમણાં સારું થઈ જાહે તું ચિંતાના કર આ ડોકટર સાહેબ બધું હારુ કરી દેહે હો...." અને રેખાબેન રોવા લાગે છે અને તે જમીન પર બેસી જાય છે.

" મમ્મી તું શું કામ રોવે છે. મને તો સારું થઈ જાહે , તું રોમા " ખુશી બોલે છે.

દીપિકા રેખાબેન પાસે જાય છે અને એને છાના રાખવાનો પ્રયત્ન કરે છે. રાજ અને લક્ષમણ ઉભા હોય છે . ત્યાં ખુશી દીપિકાને કહે છે.

" દીદી.... આ લ્યો આ ઢીંગલીને એને ભૂખ લાગી હશે. ખુશી ઢીંગલી દીપિકા ને આપવા હાથ લંબાવે છે અને દીપિકા તેની પાસેથી ઢીંગલી લઈ લે છે.

" હા ખુશી હું એને ચોકલેટ ખવડાવીસ હોને...." દીપિકાની આંખ માં સાફ સાફ આસું હવે સાફ દેખાય રહ્યા હતા.

" આ સાહેબ ને તમે ઢીંગલી ના આપતા એ એને ઇન્જેક્શન મારી દેશે મારી ઢીંગલી પછી રોવા લાગશે. " તે રાજ તરફ જોઈને બોલે છે.

એટલું બોલીને ખુશી આંખો ઢાળી દે છે. રાજ તેના હાથ ને ચેક જ કરી રહ્યો હોય છે તેને ખબર પડી જાય છે કે આ નાના જીવના પ્રાણ પંખીડા ઉડી ગયા છે. રાજ તેના હાથ ને તેની બાજુ પર મૂકે છે અને એની આંખો માંથી આંસુ નો દરિયો વહી પડે છે. ખુશીની માં ને પણ ખ્યાલ આવી જાય છે કે એની ખુશી હવે એની જીવન માંથી પણ ખુશીનો પિટારો બન્ધ કરી ને જતી રહી છે. ખુશીની માં ને માનો કંઈક મોટો આઘાત લાગી ગયો હતો. લક્ષમણ તેને બોલાવે છે પણ એ કંઈ પણ જવાબ નથી આપતી બસ ખુશીની સામે જોયા કરે છે. દીપિકા પણ રોતા રોતા ત્યાં જ બેસી રહે છે.

સવારના પાંચ વાગ્યા હતા. પક્ષીઓ નો મીઠો કલરવ પણ આજે દુઃખ ભરેલો લાગી રહ્યો હતો. સૂરજનો જાખો પ્રકાશ દેખાઈ રહ્યો હતો. રાજ અને દીપિકા ઓફીસમાં હતા. તેના મોં પર કાલ રાત ની ઘટના સાફ દેખાય રહી હતી. બંનેના મન માં એક જ સરખા વિચારનું વાવાઝોડું ચાલી રહ્યું હતું.

" ડોક્ટર સાહેબ...." લક્ષમણ આવે છે હવે તેના અવાજમાં દુઃખનો અહેસાસ આવી રહ્યો હતો.

" હા લક્ષમણ આવ " રાજ ધીરેથી બોલે છે.

" ના સાહેબ હવે આવી ને શું કામ છે અને આયા તો આપણા દુશ્મન ને પણ ના આવવું પડે એવી પ્રાર્થના કરું છું. અમારી તો જીવવાનો ઉદેશ હવે રહ્યો નથી. એની સામે આપણું થોડું ચાલે છે એને જે કરવું છે એ તો ગમે એમ કરીને પણ કરીને જ રેવાનો છે. " લક્ષમણની આંખો ભીનાશ પકડી લે છે.

" મને માફ કરજે લક્ષમણ કે હું...." ત્યાં તો રાજના મોં માં લાગણીનો ઢુમો ભરાઈ ગયો અને આગળ ના બોલી શક્યો.

બધા મૌન રહે છે. થોડી વાર માટે પુરા દવાખાનામાં શાંતિ છવાઈ જાય છે.

" ડોક્ટર સાહેબ બિલ કેટલું થયું છે એ કહી દો જેથી અમે જઇ શકીએ " મૌન તોડતા લક્ષમણ બોલે છે.

થોડી વાર દીપિકા અને રાજ બંને ઊંડા વિચારો માંથી બહાર આવે છે. તે લક્ષમણ સામે જોવે છે. રાજ કંઈ પણ બોલતો નથી.

" સાહેબ બોલો દવાખાનાનું બિલ કેટલું થયું...." લક્ષમણ ફરી પૂછે છે. થોડી વાર મૌન રહે છે.

ત્યાં જ દીપિકાની નજર પેલી ઢીંગલી પર પડે છે અને સાથે સાથે રાજ ની પણ.

" બિલ તો આવી ગયું છે. " રાજ બોલે છે.

" કોને આપ્યું..... ? " થોડા આશ્ચર્ય સાથે લક્ષમણ પૂછે છે.

" ખુશી એ.... " દીપિકા ગળગળા અવાજે બોલી ઉઠે છે.

લક્ષમણની પણ નજર પેલી ઢીંગલી પર પડે છે અને એ આખી વાત સમજી જાય છે. તે ડૉ. રાજ અને દીપિકાની રજા લે છે. બધા બહાર આવે છે. ખુશી ના મમ્મી હજુ પણ એમ ને એમજ બેઠા હતા છકડા પર ખુશીનું માથું પોતાના ખોળામાં રાખી ને.

હવે સૂરજ ને નરી આંખે જોઈ શકતો હતો. એનો પ્રકાશ દવાખાનાની અંદર સુધી આવી ગયો હતો. મંદિર ની આરતીનો ધીમોંઘીમો અવાજ સંભળાય રહ્યો હતો. લક્ષમણ છકડો શરૂ કરે છે અને ધૂળની ડમરીમાં દૂર સુધી પહોંચી જાય છે.

રાજ અને દીપિકા બસ ઉભા રહીને એ જતા રીક્ષા ને જોયા કરે છે. દીપિકા એ ઢીંગલી ને બાથ ભરી લે છે. દૂર ક્ષિતિજ સુધી જુવે છે જ્યાં સુધી છકડો દેખાતો ન હતો. દીપિકાની આંખના આંસુથી એ છકડો આછો થતો જાય છે અને એ આંખો બન્ધ કરી રાજ ના ખાંભા પર માથું ઢાળી દે છે.

***

હું આશા રાખું છું કે તમને મારી આ સ્ટોરી પસન્દ આવી હશે તો પ્લીઝ સેર કરજો અને તમારા મંતવ્યો આપવાનું ભૂલતા નહિ. જેથી હું શીખી શકું. આવતી સ્ટોરી પર હું વધારે ધ્યાન રાખી શકું.

- રાજ ( ઘાયલ )

બીજા રસપ્રદ વિકલ્પો