હમ તુમ્હારે હૈ સનમ - 3 Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમ તુમ્હારે હૈ સનમ - 3

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-3)

રોટલો, માખણ, ઓળો સાથે થાળી તૈયાર કરી આયત બાજુમાં બેસેલી પરવીન ને કહે છે.

"પરવીન તું આપી આવ થાળી.."

"આયત એક વાત કહું? જો તું ખોટું ન લગાળે તો?"

"હા બોલ.."

"તું આટલા પ્રેમ થી બધું બનાવી ને મને પીરસવા જવાનું કેમ કહે છે. તું જાતે જઈશ તો એને ગમશે..."

"ના પરવીન હું નઈ જાઉં. મેં પહેલીવાર ના બનાવ્યો એટલે આમ પણ એ મારા થી ખુબ નારાજ છે. હું એને વધુ નારાજ નથી કરવા માંગતી... તું જા અને એને એને પીરસીને આવ. મારા તરફ થી એને સોરી પણ કહેજે..."

પરવીન જમવાનું લઈને ટેરેસ પર જાય છે. આયત ને પણ એને જોવાની અને એની રસોઈ વિશે શું કહે છે એ જાણવાની ઉત્સુક્તા હોય છે. આયત પરવીન પાછળ પાછળ જાય છે પણ એ ટેરેસ પર નથી જતી એ ત્યાં નીચે સીડી પર જ ઉભી રહે છે.

"અક્રમ ભાઈજાન હું આવી ગઈ. વીરા માટે ભોજન તૈયાર છે. આયત એ બનાવી છે..."

"લાવ પરવીન મને આપી દે.. ચાલ અરમાન જમી લે મારા ભાઈ.. હવે તો તારી મંગેતર એ બનાવ્યું છે..." અક્રમ આજીજી કરતા કહે છે.

"મેં કહ્યું ને મારે નથી જમવું. હવે અક્રમ તું મને વારંવાર કહી ને મારુ મગજ ખરાબ ના કર... અને પરવીન તું આ લઈને જતી રહે નહીંતર તને અને આ થાળીને બંને ને નીચે ફેંકી દઈશ..."

અરમાન ખુબ જ ગુસ્સામાં બોલે છે. આયત સીડી પર ઉભા ઉભા બધું જ સાંભળે છે. એના ચહેરા પર ઉદાસી ફરી વળે છે. પરવીન જમવાનું લઈને નીચે પાછી આવી જાય છે.

"આયત એ બહુ જ ગુસ્સા માં છે. એ નઈ જમે..."

"સારું કર્યું એને .. આવું જ કરવું જોઈએ. મેં પહેલીવાર ન બનાવી ને આપ્યું એ કેટલો ભૂખ્યો હશે...." આયત પોતાની જ જાત ને ખોટી સાબિત કરતા બોલી.

આયત ખુબ જ ઉદાસ હતી પણ અરમાન માટે એના મનમાં જે ચિંતા હતી એ એને સીડી ના પગથિયાં ચડાવી ગઈ. એ ટેરેસ ના છેલ્લા પગથિયે પહોંચી અને દીવાલ ની આડ માં અરમાન ને જોવાની કોશિસ કરી. અરમાન બીજી તરફ મોઢું કરી ને ઉભો હતો એટલે ખાલી એની પીઠ જ નજરે પડી. એની આંખોમાં ખુબ જ વ્હાલ, અરમાન માટે ની ચિંતા વર્તાઈ રહી હતી. એને આમ જ બે પળ માટે જોઈ ને આયત નીચે આવી ગઈ.

અરમાન ના અમ્મી અનિશા જી પણ એને સમજાવવા ધાબે ગયા. અક્રમ અને અનિશા જી ના સમજાવવા છતાં અરમાન ન માન્યો. એને કહ્યું કે એ સુઈ જવા માંગે છે હવે સીધો સવારે જ નાસ્તો કરશે. અનિશા જી એ અક્રમ ને કહ્યું તારા ભાઈ ને તારી સાથે લઇ જા હવે એ કોઈ નું નહિ માને.

અરમાન અને અક્રમ એક ઓરડામાં સુઈ રહ્યા હતા. ત્યાં એક મધુર અવાજ માં ગીત સંભળાયું.

તું હી રે.. તું હી રે... તેરે બીના મેં કૈસે જીયું...

આજા રે.. આજા રે... યુહી તડપા ના તું મુજકો.

"અક્રમ આ કોણ ગાય છે...?"

"આયત.. એનો અવાજ ખુબ જ મધુર છે...."

અરમાન આયત નો અવાજ સાંભળી થોડો ઠંડો પડ્યો. અરમાન નો આખરે ગુસ્સો શાંત થયો ને એ સૂતો.

બીજા દિવસે સવાર થતા જ લગ્ન નો દિવસ હતો. અરમાન ના પિતા આબિદ અલી રાજકોટ થી જેતપુર આવી ગયા. આવતા ની સાથે જ એમની મુલાકાત સુલેમાન (આયત ના પિતા) સાથે થઇ.

"કેમ છો સુલેમાન ભાઈ.. બધું હેમ ખેમ છે ને..?"

"હા.. આબિદ ભાઈ બધું જ સારું. કેમ તમે આજે આવ્યા કાલે આવ્યા હોત તો.."

"ભાઈ કામ ધંધા માં ક્યાં નીકળાય છે. કાલે અરમાન અને એના અમ્મી આવી ગયા હતા. મળ્યા તમે અરમાન ને?"

"કેવી રીતે મળું આબિદ ભાઈ એ મળે તો મળું ને. સાંભળ્યું હતું એ આવ્યો છે પણ મને હજી મળ્યો નથી."

"હજી થોડું છોકરમત છે. હું એને કહું છું.. ચાલો તો અંદર બેસીએ..."

આબિદ અલી અને સુલેમાન ભાઈ ઘરમાં પ્રવેશે છે. અક્રમ બંને ને દરવાજા પર જ મળે છે. અરમાન પણ દોડતો આવી ને પિતાને ગળે મળે છે.

"બેટા સુલેમાન માસા ને મળ્યો તું?.."

"ના અબ્બુ ભૂલ થઇ ગઈ... સોરી..."

"ચાલ ગળે મળ એમને અને માફી માંગ..."

"સોરી માસા... " કહી ને અરમાન સુલેમાન (આયત ના પિતા) ને ગળે મળે છે.

અક્રમ અને અરમાન ફળિયામાં ઉભા હોય છે ને આબિદ અલી ને સુલેમાન ભાઈ ઘરના હોલ તરફ જાય છે. આયત આબિદ અલીને જોતા જ ફળિયામાં દોડી આવે છે. એ આબિદ અલી ને ભેટી પડે છે.

"અસ્સલામું અલયકુમ ખાલુંજાન... " કહી એ આબિદ અલીને મળે છે. અક્રમ અરમાન ને ઈશારો કરે છે. પાછળ જો એ આવી છે.

અરમાન ફરી ને જુવે છે તો દૂર થી લાલ કલરના પંજાબી ડ્રેસ માં આયત ખુબ જ સોહામણી લાગે છે. આયત ને જોઈ અરમાન ના ચહેરા પર એક સ્મિત ઉપસી આવે છે.

લગ્ન ની વિધિ શરૂ થાય છે ને હવે નિકાહ માટે બધા તૈયાર થઇ ને ઘરે થી નીકળે છે. ઘરે થી નજીક ની જ વાળીમાં સામે વાળા પક્ષ એ નિકાહ નું આયોજન કરેલ હોય છે. બધા વાળી તરફ તરફ રવાના થાય છે.

રસ્તામાં ચાલતા ચાલતા આયતના પગમાં કાંટો વાગે છે. આયત ત્યાં જ રસ્તામાં એ પગ માંથી કાંટો કાઢવા નીચે બેસે છે. ત્યાં જ અરમાન એની સામે થી પસાર થાય છે. બંને એક બીજા ને ખુબ જ નજદીક થી જુવે છે. આયત ની આંખો પલક-ઝપકવાનું પણ નામ નથી લેતી. બંનેના દિલ ની ધડકન ફાસ્ટ થઇ જાય છે. જીવન માં સગપણ પછી પહેલી વાર બંને એક બીજા ને આટલા નજદીક થી જોઈ રહ્યા હોય છે. આ પળ રોમેન્ટિક ફિલ્મના દ્રશ્ય સમાન બની જાય છે.

ત્યાં થી આયત ઉભી થઇ ને વાળીમાં પ્રવેશે છે. પરવીન એની સાથે જમવા બેસે છે. જમતા જમતા એ બોલે છે.

"આયત આજે તો તમે બંને બેશરમ બની ને એક બીજા ને જોઈ રહ્યા હતા. તારા ગાલ તો એક દમ લાલ થઇ ગયા હતા. તારી આંખો એના પર થી દૂર થવાનું નામ નહોતી લેતી. શું માહોલ હતો. મને તો ખુબ મજા આવી.."

"ખરેખર પરવીન ...? તો તારે મને ત્યારે જ કહેવાય ને..."

"હું શા માટે કબાબ માં હડડી બનું... " પરવીન શરમાતા બોલી...

જમવાનું પૂરું થયા પછી નિકાહ ની રશમ શરૂ થઇ. પરવીન, આયત સાથે જ ઉભા હતા. અચાનક આયત ના કાન પાસે કોઈ આવ્યું...

"બહાર આવ... મારે તારી સાથે વાત કરવી છે...."

આયત ખુબ જ શરમાઈ અને એ પરવીન ને થોડી બાજુમાં લઇ ને કહેવા લાગી.

"એ આવ્યો તો.. મને કહી ને ગયો મળવું છે... પણ દૂર થી અમ્મી એ જોઈ લીધું છે. શું કરું શમજાતું નથી..."

"એ કહી ને ગયો છે તો મળી આવ. એ તારો મંગેતર તો છે સાથે કઝીન પણ છે. કઈ વાંધો નથી મળી આવ..."

આયત હિંમત કરી ને એને વાળી ની સામે આવેલા એક ઝાળ નીચે મળવા જાય છે. ત્યાં જ પાછળ થી અવાજ આવે છે.

"આયત.... તું તો એક પગલું પણ આગળ વધીશ તો તારું મોઢું તોડી નાખીશ..."

આયત ની સામે અરમાન હોય છે. એ આયત ને આવતી જુએ છે. પણ અચાનક આયત ત્યાં જ થંભી જાય છે. પાછું ફરીને જુએ છે તો એના અમ્મી ગુસ્સામાં દાંત બીડી રહ્યા હોય છે. આયત ત્યાં થી જ પાછી ફરી જાય છે. અરમાન ને આ વાત ની જાણ નથી હોતી કે એના અમ્મી એ એને રોકી.

રુખશાના (આયત ના અમ્મી) એના અબ્બુ સુલેમાન ને બોલાવી ને કહે છે. ચાલો હવે રાતો રાત નીકળવું પડશે. ઓલો તમારી દીકરી ને મળવા બોલાવે છે.

"રુખશાના તું સમજવાની કોશિસ કર આટલી રાતનાં ક્યાં સાધન મળશે. કાલે સવારે નીકળી જઈશું..."

"હા તો તમારી છોકરી ને કન્ટ્રોલમાં રાખો...."

""રુખશાના એ માઁ નું કામ હોય. તું ચિંતા ના કર હું આબિદ અલી ને વાત કરું છું કે મને આયત માટે અરમાન નો રિસ્તો મંજુર નથી..."

"એ તમને કારણો આપી આપી ને મનાવી લેશે..."

"એ મને ના મનાવી શકે તું ચિંતા ના કર...."

રુખશાના એના પતિ સુલેમાન ને ચાવી ભરી ને આયત પાસે આવે છે.

"કેમ ગઈ તી એને મળવા..."

"કેમ ન જાઉં અમ્મી એ મારા મંગેતર ની સાથે મારો કઝીન પણ છે. શું ખોટું છે અમ્મી..."

"સામે બોલે છે... તું... એક મારીશ તો મોઢું તોડી નાખીશ..."

"મારો અમ્મી... કરો બિસ્મિલ્લાહ... વાટ શું જુવો છો... હું આવળી નાની હતી ત્યારે તમે મને કહેલું કે અરમાન સાથે મારુ સગપણ થયું છે.. મેં ત્યાર થી જ એને મારો માની લીધો છે. એ પછી ના અરમાન ના પરિવાર સાથે કોઈ મનભેદ થયો છે ના કોઈ ઝગડો. તો અમ્મી તમે આવું કેમ કરો છો...."

"આ બધું બોલતા તને એ જ શીખવાડે છે ને... તારી પહેલા તો આટલી જીભ નહોતી ઉપડતી... હવે તું માં સામે બોલવા લાગી..."

"અમ્મી એ મને શું શિખવાળવાનો. એ તો શું કહેવાનો હતો એ પણ મને ખબર નથી. કદાચ મળી હોત ને એ એમ કહી દેત કે તું મને નથી ગમતી. તો હું તમને આવી ને કહેત કે મુબારક અમ્મી સગાઇ તૂટી ગઈ.."

"તું હવે હદ થી વધુ બોલે છે......" એમ કહેતા જ એક થપ્પડ આયત ના ગાલ પર એના અમ્મી મારી દે છે.

"હજી મારો અમ્મી... પણ આજે હું કહીશ.. તમારી બેન ને મારી થનારી સાસુ ને પણ કહી દો કે મને આમ વ્હાલ થી ચુંબન ન કરે. એ તો બિચારા સપનાઓ લઇ ને બેઠા છે. કહી દો એમને કે અમે આપેલી જબાન થી ફરી ગયા...."

આયત મનમાં દબાયેલી વેદના આજે એના અમ્મી સામે ઠાલવી દે છે. ત્યાં ટેરેસ પર અરમાન અક્રમ ને કહે છે.

"અક્રમ એ મળવા આવી પણ કેમ જાણે એ અધ વચ્ચે જ રોકાઈ ગઈ..."

"અરમાન એ રોકાઈ નહોતી એને એના અમ્મી એ રોકી હતી. મને પરવીન એ કહ્યું. એના અમ્મી ની આંખોમાં એટલો ગુસ્સો હતો કે જાણે એ એને મારી જ નાખેત...."

"પણ માસી આવું કેમ કરે છે... અક્રમ મને સમજાતું નથી."

"અરમાન તું હવે આયત વિશે વિચારવાનું ઓછું કર મને લાગે છે હવે એમની મરજી ઓછી છે. એ સગપણ તોડવાની તૈયારી માં છે..."

"તૂટી જાય તો સારું અક્રમ... એમને તોડવા દે.... હું પછી એમને બતાવીશ કે સગપણ આપેલ વચન થી નઈ દિલ થી થાય છે... અને હું એ એમને કરી બતાવીશ...."

અક્રમ અને અરમાન આમ જ મન હળવું કરી ને નીચે જાય છે. અક્રમ અરમાન ને ઓરડામાં સુવડાવી ને વાળીયે જાય છે જ્યાં બધા પુરુષો ની મંડળી જામી હોય છે. અક્રમ આબિદ અલી પાસે બેસે છે.

"માસા એક વાત કહું ... તો તમે અરમાન અને આયત ના સંબંધ ની વાત સુલેમાન અંકલ સાથે કરી લો..."

"કેમ બેટા .... એવું તો શું થયું..."

"થયું કઈ નથી પણ મને ડર લાગે છે... તમે એક વાર વાત કરી ને કન્ફોર્મ કરી લો..."

"પણ બેટા વાત તો કરેલી જ છે. આ થોડી ને વેપાર છે કે કઈ ઉપર નીચે થશે તો જબાન ફરી જશે..."

"માસા પણ મને એમના વર્તન થી થોડું અજીબ લાગે છે. તમે વાત કરી લો તો સારું..."

"હા ચાલ બેટા હું સુલેમાન પાસે જાઉં છું...."

આબિદ અલી અક્રમ પાસે થી ઉભા થઇ ને સુલેમાન ભાઈ ના ખાટલા પાસે આવે છે. એમની સામે પડેલા ખાટલા પર બેસી ને સુલેમાન ભાઈ ને કહે છે.

"ભાઈ સુલેમાન હવે તૈયાર થઇ જજે હું પણ બે જ વર્ષ માં આવીશ જાન લઈને...."

"શેની જાન આબિદ અલી...?"

"કેમ ભાઈ... યાદ શક્તિ તો છે ને... ? મારા અરમાન ની... તારી આયાત માટે..."

"ભાઈ મેં હજી આયત માટે કઈ વિચાયું નથી..."

"વિચાર્યું નથી એટલે.. તમે જીબ આપી છે... તારી પત્ની રુખશાના ને પૂછી લે જે... કે એની બેન અનિશા ને આજ થી દસ વર્ષ પહેલા જબાન આપી છે..."

"આબિદ અલી જુવો એવી જબાન આજ કાલ ક્યાં રહે છે. અને એ તો રુખશાના એ અનિશા આપા ને ખુશ રાખવા હામી ભરી તી. અમે આ સંબંધ વિષે એટલુ ધ્યાન નથી આપ્યું..."

"સુલેમાન તું ભૂલ કરે છે..."

આબિદ અલી થોડા ગુસ્સામાં આવતા નિઝામ અલી (જેનો દીકરો હારુન ના લગ્ન હતા) જે ત્યાં પાસે ખાટલા માં બેઠા બેઠા બોલ્યા...

"આબિદ અલી તું જૂનું છોડ ને અત્યારે માંગ હાથ..."

"એ વાત પણ સાચી... ચાલ સુલેમાન આજે હું મારા દીકરા અરમાન માટે તારી દીકરી આયત નો હાથ માંગુ છું મંજુર...."

"ભાઈ આ વાત જૂનાગઢ આવી ને કરવી પડશે અહીં જેતપુર માં નઈ થાય..."

"સુલેમાન સાચ્ચું કે વિચાર બદલી નાખ્યો છે કે શું...?"

આબિદ અલી થોડા કડકાઈ થી બોલ્યા.

"આબિદ અલી , મારી દીકરી છે મારે એના કાકા-મોટા બાપુ ને પૂછવું પડે. રુખશાના સાથે પણ ચર્ચા કરવી પડે. તમે પણ ઘરે ચર્ચા કરી લેજો. લગ્ન નો મામલો છે વિચારવું તો પડે ને.."

"આજે કયો વાર છે... ?"

"આજે રવિવાર...." નિઝામ અલી બોલ્યા...

"સુલેમાન આવતા રવિવારે હું અને તારી શાળી તમારે ત્યાં આવીશું... તૈયારી કરી ને રાખજે....."

"હા ભાઈ આવી જજો તમતમારે... "

"સુલેમાન એમ બોલને કે સગુન લઇ ને જ આવજો..." નિઝામ અલી સુલેમાન આબિદ અલી ની સાઈડ લેતા બોલ્યા...

"જુવો ભાઈ નિઝામ અલી... એમાં એવું છે કે આ સંબંધ નો મામલો છે હું ના પણ સ્વીકારું અને હા પણ કહી દઉં.. એટલે હાલ તો એમને એમ જ આવજો... જો ખુદા ચાહસે તો આગળ વિચારીશું..."

આખરે સુલેમાન એ આબિદ અલી સામે મનસા સાફ કરી દીધી. આબિદ અલી ને પણ અક્રમ એ કહેલી વાત પર શંકા બેઠી.

બીજા દિવસે સવાર થતા જ સુલેમાને કેબ બોલાવી અને પરિવાર સાથે જૂનાગઢ નીકળવાનો નિર્ણય કર્યો. આયત એના સલમા માસી, અનિશા માસી ને જતા પહેલા ગળે મળી.

"બેટા ખુશી ખુશી જા.. આમ ઉદાસ ના થા..."

અનિશા જી અને સલમા બાનું બોલ્યા...

"માસી... જયારે પોતીકાઓ થી દૂર જઇયે ત્યારે કોણ ખુશ થાય... તમે બધા પોતાનું ધ્યાન રાખજો..."

"રુખશાના હું અને તારી બેન આવતા રવિવારે આવીએ છીયે. સ્વાદિષ્ટ જમવાનું બનાવી ને રાખજે....." આબિદ અલી એ રુખશાના અને આયત ને વિદાય આપતા કહ્યું.

સુલેમાન , રુખશાના અને આયત કેબ માં બેસી ને રવાના થયા. રસ્તા માં અરમાન બાઇક લઇ ને જતો હતો. એમને આયત ના પરિવાર ને જોઈ ને બાઇક આગળ ઉભી કરી અને કેબ પાસે આવ્યો.

"કેમ છો માસા.. નીકળવું છે....?"

"હા હવે લગ્ન થઇ ગયા નીકળીએ ને..."

"માસી કેમ છો..."

"હા બેટા મજા માં... ધ્યાન રાખજે...."

"ધ્યાન તો મારુ બરાબર છે માસી. તમારે કહેવાની જરૂર નહીં પડે..." અરમાન થોડો કટાક્ષ માં આયત સામે જોઈ ને બોલ્યો.

રુખશાના આ સાંભળી અને અરમાન ની નજર જોઈ ને અંદર થી ભડકે બળી રહી. આયત અને એનું પરિવાર જેતપુર થી જૂનાગઢ પોંતાની ઘરે પહોંચ્યા.

ક્રમશ...