Featured Books
શ્રેણી
શેયર કરો

સ્માઇલવાળી છોકરીની શોધમાં ભાગ-3

સ્માઇલવાળી છોકરીની શોધમાં.!!!-3

‘મેરા જીવન કોરા કાગજ કોરા હી રહ ગયા,

જો લિખા થા આંસુ એ કે સંગ બહ ગયા, મેરા જીવન….

ઇક હવા કા જોકા આયા, તુટા ડાલિસે ફૂલ, તુટા ડાલી સે ફૂલ,

ના પવન કી ના ચમન કી કિસકી હૈ એ ભૂલ, કિસકી હૈ એ ભૂલ,

ખો ગયી…ખો ગયી ખુશબુ હવા મેં કુછ ના રહ ગયા….મેરા જીવન…

મેરા જીવન કોરા કાગજ કોરા હી રહ ગયા….’એકદમ મારા માટે સ્યુટેબલ સોંગ, અત્યારે મને આવી જ ફીલિંગ આવવી જોઈએ. સ્માઈલ, એક સ્માઈલ મારી લાઈફમાં આટલી મહત્વની થઈ જશે મેં કોઈ દિવસ વિચાર્યું ન હતું, હવે પહેલા એક રહસ્યની વાત કરી લઈએ પછી વાત આગળ વધારીશું.

મેં બે સ્ટોરી લખી, બંને થોડી સાચી અને થોડી કાલ્પનિક હતી, હવે મારે એક સાચી સ્ટોરી લખવી હતી, સ્ટોરી લખવા માટે જો લેખક જ તે સ્ટોરીને ફિલ કરે તો સ્ટોરી બોલવા લાગે છે.આ જ વિચાર સાથે મેં પેલી સ્માઇલને આટલું ઈમ્પોર્ટન્ટ આપ્યું હતું, જાણીજોઈને એ સ્માઈલ તરફ આકર્ષાતો રહ્યો બસ એક આર્ટિકલ લખવા માટે, હા એ વાત સાચી છે કે મેં એક આર્ટિકલ લખવા માટે જ એ સ્માઇલનું ઓબ્ઝર્વેશન કર્યું હતું અને આ વાત સ્વાભાવિક હતી.આજુબાજુ બનતી ઘટનામાંથી શ્રેષ્ઠ ઘટના પસંદ કરી તેના વિશે લખવું તેને લેખકવૃત્તિ કહી શકાય.

પણ આ લેખકવૃત્તિમાં પેલું બેચેનીનું જીવડું કેમ બચકા ભરવા લાગ્યું ભઈ?, એને કહેવું પડશેને કે હવે બચકા ભરવાનું રહેવા દે બકા, કઈ જ ફેર નહિ પડે, બહારથી નાની લાગતી ફોડલી અંદર જડ સુધી મૂળિયા નાખી ગયી છે.હા તો આ બેચેનીના જીવડાં સાથે આગળ શું થયું તે જોઈએ.

***

“મારે તને એક વાત કહેવી હતી, અત્યારે નહિ અત્યારે કામ છે પછી વાત કરું, બાય.”તેનો છેલ્લો મૅસેજ આવ્યો અને મેં પણ “બાય”કહી દીધું.

હવે મારે એક જ કામ કરવાનું બાકી હતું, પછીના દિવસની પૂર્વતૈયારી.કાલે જે વાત થવાની હતી તે જ આ સ્ટોરીનું ફ્યુચર ડીસાઈડ કરવાની હતી.પૂરો દિવસ મને ચૅન ન પડ્યું, ક્યાંથી રહે યાર, છેલ્લા છ મહિનાથી ખુશ થવાનું રિઝન જ મળ્યું ન’હતું, એવું નહિ કે ખુશ થવાનું ભૂલી ગયો હતો પણ આ ઉંમર એવી છે ને કે બધું જ કરી લેવાની ઈચ્છા થાય પણ થતું કઈ નહિ અને જ્યારે ધારેલું કામ ન થાય ત્યારે નિરાશાનો જન્મ થાય છે.

નિરાશ જ ખુશીની ભૃણહત્યા કરે છે માટે કોઈ દિવસ નિરાશ નહિ થવાનું.કાલે મળવાનું છે…મળવાનું છે…એ જ વિચારીને મેં પૂરો દિવસ પસાર કર્યો, ખોટું નહીં બોલું એ રાત્રે મને ઊંઘ પણ ના આવી, પુરી રાત કરવટ બદલતો રહ્યો, સવારે પાંચ વાગ્યે જાગ્યો અને વોટ્સએપ ઓપન કર્યું.લ્યો આવી ગયો બ્લોકહોલમાં બોલ, છેલ્લી રાતે તેણે મને એક મૅસેજ કરેલો, “Ek vat kau, Mane tu ben kai ne bolav ne to kai problem nai thai, Tu jo mane ben banav ne to pan hu tari insperation j raish nahitar aapde vat pan nai kariye, Ben manto hoy ne dil thi vat kar je mari sathe.”હાહાહા…હસી લ્યો, હસી લ્યો, તમારા દિવસો ચાલે છે.

સવાર સવારમાં મૂડની દેવાઈ ગયી, જો કે હું ત્યારે શાંત રહ્યો હતો કેમ કે મેં એ વાતને સમર્થન આપ્યું જ ન’હતું, મેં કંઈક આવો રીપ્લાય આપ્યો, “Agharo sawal puchi lidho te yarr, Hu kai tane Gf nhi banavva mangto but hu su kru mane tara jode sister vadi filling aavti j nhi....But no prob...Mari pase tara question no correct answer che aapne malsu ne tyare hu ans. Apish...pachi tu j kahi deje mare tane shu kahevu okk....Ms.Bhatt Anjali.”

હવે સાચું કહું તો મારી આ સવાલનો જવાબ હતો જ નહિ, શું કહેવું યાર?, આમ તો કોઈ તરછોડતું હશે?, ચાલો પ્રપોઝ માર્યો હોય અથવા ચૅન-ચાળા કર્યા હોય તો અલગ વાત છે, આતો એના જેવું જ થયું સામેવાળાને તમે જેટલું વધારે મહત્વ આપશો એટલું જ તે તમને હલકામાં લેશે.

જ્યારે આ મૅસેજ વાંચ્યો ત્યારે જ મને લાગ્યું કે હવે આ સ્ટોરી આગળ નહિ ચાલે પણ એકવાર મળવાનું હતું એટલે મેં આ વાત જતી કરી.એક વાત કહું દોસ્તો તમે જેને લાઈક કરો છો, વધુ મહત્વ આપો છો કે રીસ્પેક્ટ કરો છો, ક્યારેક ભી તેની સામે તમે તેના માટે લાચાર છો તેવું ના દર્શાવતા, કારણ કે તમને એ હાલતમાં જોઈને તેને પોતાના પર અહંકાર થશે અને પરિણામ સ્વરૂપે તમને જ દુઃખ થશે.

હું લાચાર હતો, મળવા માટે.તે કઇ પણ કહે મારે કરવું પડ્યું અને આ જ મારી મોટી ભૂલ, મારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી હું તે કહે તેમ મળવા તૈયાર થઈ ગયો, બીજી ભાષામાં કહું તો હું મારા કુદરતી વર્તનથી વિરુદ્ધ વર્તન કરતો થઈ ગયો.

રાબેતા મુજબ હું ક્રિકેટ રમીને સાડા આઠ વાગ્યે ઘરે આવ્યો, નાહીને અંજલીને કૉલ લગાવ્યો, હજી આટલી બધી વાતો થઈ છતાં ભી મને મળવાની ના કહી રહી હતી, હકીકતમાં એ જ કન્ફ્યુઝ હતી, પોતાની વાત સાંભળવી કે તેના ફિયાન્સેની.છતાં એ કન્વીન્સ થયી અને અગિયાર વાગ્યે કૉલેજના કેમ્પસમાં મળવાનું નક્કી થયું.

હું અગિયાર વાગ્યે કોલેજ કેમ્પસમાં પહોંચી ગયો અને એ પણ પ્રોફેસર પાસેથી imp લઈને બહાર નીકળી, આજે મારી કોન્ફિડન્સ હતો, વાત કરવાની ખુમારી હતી, કદાચ આજે હું મારા કુદરતી વર્તનની અનુસાર વાત કરીશ, બિન્દાસ, એક કટ્ટીબદ્ધ લયમાં, તે કેમ્પસમાં થઈને કૉલેજના ગેટ તરફ ગયી અને હું પણ દોસ્તની એક્ટિવા લઈ ગેટની બહાર નીકળ્યો, તેનાથી થોડું અંતર રાખી દૂર ઉભો રહ્યો.

મને જોઈ તે ઉભી રહી ગયી અને મારા તરફ જોઈ રહી, મને લાગ્યું હું ગલત જગ્યાએ ઉભો રહ્યો એટલે હું ત્યાંથી નીકળી ગયો, થોડીવાર પછી તેનો કૉલ આવ્યો, “ક્યાં છો?”તેનો મધુર અવાજ મારા કાને અથડાયો.

“તમે લોકો મને જોઈને ઉભા રહી ગયા હતા, મને લાગ્યું તમે કોઈની રાહ જોઈ રહ્યા છો એટલે હું ત્યાંથી નીકળી ગયો.”મેં કહ્યું.

“હા, મારી તબિયત સારી નહિ, અમે હોસ્પિટલ જઈએ છીએ, મારો ફિયાન્સે મને લેવા આવે છે, તારે થોડીવાર વાત કરવી હોય તો તું આવી શકેત.”તેણે કહ્યું.

“હા હું આવું જ છું.”મેં કહ્યું.

“ના, હવે એ ગમે ત્યારે આવી શકે, હું ચાર વાગ્યે મારા ઘરે જવાની છું, આપણે બસમાં મળીશું.”આ શબ્દો તેણે કહ્યા ત્યારે અગિયાર વાગીને બારેક મિનિટ થઈ હતી, સાડા ચાર કલાક કેવી રીતે પસાર કરવા.કૉલ કટ કરીને તેતો નીકળી ગયી પણ મારી બધી જ અપેક્ષાઓ પર પાણી ફેરવીને તે ગયી હતી.

એ ચાર કલાકમાંથી બે કલાક તો મેં આમ તેમ ચક્કર જ લગાવ્યા, સિગરેટની તો આજે વાત વાતમાં જરૂર પાડવા લાગી હતી.બે વાગ્યે મેં તેને મૅસેજ કર્યો, “બૉર થાઉં છું યાર, તબિયત સારી હોય તો કૉલ કરને.”અડધી કલાક પછી તેનો રીપ્લાય આવ્યો, “Ha mari tabiyat sari 6e tu jato re kai vandho nai.”એમ કઈ થોડું નીકળી જવાય?, મેં ફરી મૅસેજ કર્યો, ”હું ક્યાંય નહીં જતો, અહીં જ છું ઑકે, તું કૉલેજે આવે છો?”

“ના, બસમાં મળું, હવે મૅસેજ ના કરતો.”તેનો રીપ્લાય આવ્યો.આજે એક પછી એક કેટલાય આંચકા લાગ્યા મને, હજુ બે કલાક કાઢવાની છે યાર, હું કૉલેજના ગાર્ડનમાં જઈ બેઠો.જ્યાં લગભગ અવરજવર નહીવત જેવી હતી.

અમારી કૉલેજના પ્યુન, સાઈઠેક વર્ષના એક દાદા ત્યાં ઝાડને પાણી આપી રહ્યા હતા અને હું તેને મદદ કરવા લાગ્યો, તેને એક જરૂરી કૉલ કરવો હતો તો મારો મોબાઈલ તેને આપ્યો, તેણે વાત પૂરી કરી ત્યાં સુધીમાં મેં સિગરેટ જલાવી લીધી હતી.મારા હાથમાં સિગરેટ જોઈ દાદાએ સલાહ આપી, “તમે સજ્જન માણસ લાગો છો, તો આ વ્યસન શા માટે?, સારા વ્યક્તિ બનો સૌને પસંદ આવશો.”

“દાદા, સારા માણસો ત્યાં સુધી જ સારા લાગે છે જ્યાં સુધી તે આપણે તેને ઉપયોગી હોઇએ, જો આપણે તેના કામમાં કાંટો બનિએ તો સારો માણસ, સારો માણસ નહિ રહેતો.”મેં દાદાના સવાલનો કટાક્ષમાં જવાબ આપતા કહ્યું.

“એકદમ સાચું કહ્યું તે બેટા, પણ તું કોના પ્રત્યે પ્રમાણિક રહેવા માંગે છો?, સામેવાળા પ્રત્યે કે પછી ખુદના પ્રત્યે?”દાદાએ મને શાંત ચિત્તે પૂછ્યું.

“દાદા, પહેલા પોતાના પ્રત્યે પછી સામેવાળાના પ્રત્યે.”હું થોડો વિચારમાં પડ્યો.

“તો પછી અંદરથી(આત્મા) વિચારને આ બધું ઠીક છે કે નહિ? અને તે કહ્યું ને સારા માણસો કામમાં આવે ત્યાં સુધી જ સારા લાગે છે….સામે વાળા તો પોતાનું સ્વારથ(સ્વાર્થ) જોતા હોય છે, અને કઈ એવી વાત છે જ્યાં સ્વારથ નથી.”દાદા મને સજ્જન વ્યક્તિ લાગ્યા, એટલે મેં પ્રશ્નોત્તરી આગળ વધારી.

“તો પછી દાદા કોઈ પોતાના સ્વાર્થ માટે આપણો લાભ લઇ જાય તો શું આપણે આપણું જ નુકસાન થવા દેવાનું?”

“ના, તેને પોતાના સ્વારથનું વિચારવા દે તું તારા સ્વારથનું વિચાર, બસ એક ધ્યાન રાખજે તારા સ્વારથ માટે બીજાનું નુકશાન ન થઈ જાય.”સજ્જન પોતાના વિચાર પિરછી રહ્યા હતા અને હું હોંશેહોંશે તે ઉતારતો જતો હતો.

“તેનો મતલબ એ જ થયો ને કે હું પણ સ્વાર્થી જ છું.(હું પોતાને સ્વાર્થી સમજતો નહિ.)”

“હા, તું પણ સ્વારથી છો, હું પણ સ્વારથી છું….સ્વારથ વિના કંઈ શક્ય જ નથી, તું મારી વાત સાંભળે છો કારણ કે તારે તારા સવાલના જવાબ જોતા છે, જો તારો સ્વારથ ના હોત તો તું પણ પેલા છોકરાની જેમ ચાલ્યો જાત.”મારી બાજુમાં સાંભળતા છોકરાને જતો જોઈ દાદાએ કહ્યું.

“દાદા હું કોઈના ચહેરા પર એક નિર્દોષ હાસ્ય જોઈને ખુશ થાવ છું, તો તેમાં મારો શું સ્વાર્થ?”મેં પેલી સ્માઈલ સાથે સીધી લિંક જોડી.

“તું ખુશ રહેવા માંગે છો ને એ તારો સ્વારથ છે બેટા, સ્વારથ પૈસા માટે કે મોજ-શોખનો જ નથી હોતો, સ્વારથને સકારાત્મક રીતે પણ લઈ શકાય, તારો સ્વારથ સકારાત્મક છે.”દાદાએ કહ્યું.

દાદા સાથે જે પણ વાત થઈ રહી હતી તે મારા મોબાઈલમાં રેકોર્ડ થતું જતું હતું, બે વાગ્યે શરૂ થયેલ આ ચર્ચા સાડા ત્રણ વાગ્યા તો પણ બંધ ના થઇ, દાદા પોતાના વિચારો અને અનુભવ રજુ કરતા જતા હતા અને હું વચ્ચે જો કોઈ સવાલ હોય તો પૂછતો જતો હતો.ચાર વાગવામાં અડધી કલાક બાકી હતી, છતાં મને આ ચર્ચા પુરી કરવાનું મન ના થયું, આજે છેલ્લીવાર અંજલી જોડે વાત કરવાની હતી, મારા હૈયાંમાં જરા ભી ઉત્સાહ ન’હતો.

છેવટે મેં અને દાદાએ ચર્ચાને પૂર્ણવિરામ આપ્યું અને દાદાએ કહ્યું, “બેટા હવે આ વ્યસન છોડી દે તો તારા માટે જ સારું છે.”મારી આંખોમાં શરમ હતી, હું દાદા સાથે આંખો ના મેળવી શક્યો માત્ર હકારમાં માથું ધુણાવી નીકળી ગયો.

બસમાં ચડ્યો તો તે સ્માઈલવાળી છોકરી બસમાં તેની સહેલી સાથે હતી, હું તેની પાછળની સીટ પર જઈ બેસી ગયો, બસ ઉપડી હું ઉભો થયો અને સ્માઇલવાળી છોકરીની બાજુમાં જે છોકરી બેઠી હતી તેને મારી જગ્યા પર જવા કહ્યું.હવે શું થયું એ મને ખબર નહિ, સ્માઇલવાળી છોકરીએ ના કહ્યું હશે કે તે છોકરીનું મૂડ નહિ હોય, મારી સામે જોઈ બોલી, “If you want talk with her, please tell her, don’t disturb me.”

મેં જાણીજોઈને મજાક કર્યું, “યાર હું ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ છું ગુજરાતીમાં સમજાવને!!!” તે વધુ ગુસ્સે થઈ અને કહ્યું, “તારે તેની સાથે વાતો કરવી છે તો તેને કહે, મને ડિસ્ટર્બ ના કર.” ઓહહ એટલો ઍટ્ટીટ્યુડ!!!, મેં સ્માઈલવાળી છોકરી સામે જોયું, તેણે સ્કાફ વડે ચહેરો ઢાંકેલો હતો, તેણે કાન પર હાથ રાખ્યો અને હું સમજી ગયો કે તેને વાત કરવામાં રસ નહિ, પણ આવું શા માટે થયું, અમારે તો વાત કરવાનું નક્કી હતું.

હું કંઈ બોલી ના શકયો, આગળ જઈ ઉભો રહી ગયો, તે આવું શા માટે કરે છે?, મને સમજાયું નહિ, મેં તેને કૉલ લગાવ્યો,

“તું આવું શા માટે કરે છો?”મારા દ્વારા પહેલો સવાલ પુછાયો.

“સૉરી યાર…”તેણે કહ્યું.

“સૉરી?, આ સૉરી કહી દીધું એટલે પૂરું?”મને કઈ જ સમજાતું ન હતું, હું શું બોલી રાહ્યો છું?,

“તું સમજને પ્લીઝ આપણી વાત નહિ થઈ શકે.”તેણે ફરી કહ્યું.હું તેને જોતો રહ્યો, તે આગળ કંઈ બોલી પણ ન હતી અને બારીની બહાર નજર રાખી બેઠી રહી.

“કંઈ વાંધો નહિ, એક કામ કર આ બીજો પાર્ટ તું વાંચી લે તને સમજાઈ જશે બધી વાત.”મેં તેને ચાર-પાંચ ડોક્યુમેન્ટ સેન્ડ કર્યા, અને મારી સ્ટોરીનો એક હિસ્સો બનવા માટે આભાર માન્યો.મારા કોન્ટેકમાં રહેવા માટે મેં કન્વીન્સ કરી પણ તે શું ધારીને બેઠી હતી એ મને ખબર ના રહી, આપણી છેલ્લી વાત છેલ્લી વાત કહીને મારું મન ભ્રમિત કરી નાખ્યું, છેલ્લે કરગર્યો, પણ તે એકની બે ન થઈ તે ન જ થઈ.છેલ્લે મેં એકવાર પેલી સ્માઈલ જોવાની ખ્વાઈશ રજૂ કરી અને તેણે પાંચ મિનિટ પછી સ્કાફ હટાવ્યો, મારા માટે નહિ પાણી પીવા માટે.

સિહોર આવી ગયું અને હું ઉતરી ગયો, મેં નક્કી કર્યું હતું જો પાસે બેઠો હોત તો સિહોરની આગળ સુધી વાતો કરવા જવું હતું પણ પાસે ન બેઠો એટલે સીહોર ઉતરી ગયો.આજે મહિનાઓ પછી હું હર્ટ થયો હતો, છેલ્લીવાર વાત થઈ એટલે નહિ, પાસે ના બેસી શક્યો એટલે.

ઉતરીને સીધો પાનના ગલ્લે પહોંચ્યો, હજી એક કલાક પહેલાં સિગરેટ ના કારણે મેં નીચે જોયું હતું અને એ કલાક પછી જ ઉપરાઉપર બે સિગરેટ ઘટકાવી ગયો, તે દિવસે લગભગ પંદર જેટલી સિગરેટ હું ઘટકાવી ગયો હતો , આંખોમાં આંસુ ન હતા પણ અંદરથી હું રડી રહ્યો હતો, કદાચ આંખોમાં આંસુ આવ્યા હોત તો હું ભી લખેત કે એક અણધારી મુલાકાતને કારણે આંખમાંથી નીકળતા શ્વેતબિંદુ ગાલ પર આવી અટકી ગયા.

અંતે મેં એક છેલ્લો મૅસેજ કર્યો, જેમાં ઘણીબધી વેદના છુપાયેલી હતી, “Thank you, Thank you so much for everything, hve aapnu malvu possible nhi, but possible hoy to mne peli smile aapi de yaar.... Actually smile no photo(taro photo nhi j ho.), mari life ma ae changes lavse(smile) nd hu wait karish mari smile no forever....Nd sorry if mara lidhe tne kai problem thai hoy to , once again THANK YOU....Mare aa msg karvo j n hto but aa msg tari smile ne karne thai gyo....Solly...nd hu kai taro bhai nhi ho...Bhuli jaje e vaat....”

અહીં મારા બધા જ પ્રયાસો પર ફૂલ સ્ટોપ લાગી ગયું, આગળ શું થશે એ સ્માઈલ વગર?, હવે તો હું ક્યારેય પણ તેને જોઈ નહિ શકું?, આગળ શું થશે?, હું માથું પકડી બેસી રહ્યો.

***

આ મારું પાગલપન હતું?, શું મને સ્માઇલનું એડીક્શન થઈ ગયું હતું?, હું તેના પ્રેમમાં તો ન’હતો ને?, કે પછી સફળ થવા(વાહવાહઇ મેળવવા) માટે હું આટલા બધાં પ્રયત્નો કરતો હતો.બિલકુલ આ બધા જ પાસા અહીં શામેલ છે.

સ્માઇલનું એડીક્શન એ મારું પાગલપન બની ગયું અને સામેના પક્ષથી સકારાત્મક જવાબ મેળવવા(સફળ થવા) હું એક નકારાત્મક માનસિક વિચારના ગરકાવમાં જતો રહ્યો.અહીં હું બધું જ સ્વીકારું છું, સ્માઈલ તરફનો નિઃસ્વાર્થ પ્રેમ, નિઃસ્વાર્થ પ્રેમમાંથી એડીક્શન, એડીક્શનમાંથી પાગલપણું અને અંતે નિષ્ફળતા.

તમે સૌ વિચારતા હશો આટલું બધું વિચારવા વાળો વ્યક્તિ આવું કેમ કરી શકે?, આ ઘટના ઘટવા પાછળ એક માત્ર કારણ છે, મારું વ્યક્તિત્વ.હું જે વિચારતો હતો તે હું દર્શાવી ન શક્યો.મારી બોલવાની શૈલી અને હાવભાવ એટલા અસરકારક નહિ તેથી હું કોઈને સમજાવી શકતો નહિ.હા, મારા શબ્દોમાં ધાર છે મારા વિચારોને કોઈ વાંચે તો જરૂર પ્રભાવિત થશે.એટલે જ મેં વાત નહિ કરી ડોક્યુમેન્ટ આપવાનું નક્કી કર્યું.

આ ઘટના બની તેના બે દિવસ પછી હું મારા દોસ્તને લઈને એક શાંત જગ્યા, ડુંગરની ઊંચી ટેકરી પર ગયો, જ્યાંથી સિહોરનો અલગ જ નજરો દેખાતો હતો, ત્યાં ન તો કોઈનો અવાજ હતો અને ન તો બોલવાની ઈચ્છા થતી.સાંજના સમયે આથમતા સૂરજને જોતા અને ઠંડા પવનની મહેક માણતા મારે થોડા સવાલ-જવાબ કરવાના હતા. બંને વચ્ચે ચર્ચા શરૂ થઈ, મેં તેને બસ એક જ સવાલ પૂછ્યો, “મારી સાથે કેમ આવું બની રહ્યું છે?”તેણે ખૂબ જ સરસ જવાબ આપ્યો, “તારે સ્ટોરી જોઈતી હતી, તને સ્ટોરી મળી ગયી.તે એક ખ્વાઈશ રજૂ કરી હતી તેણે એ પણ મંજુર કરી.હવે તે શરૂઆતથી જ જે રીતે વિચાર્યું તે રીતે થયું બરોબર , કદાચ તે એક તરફી પ્રેમ કર્યો અને તેના પરિણામે તારી સાથે આ બધું થયું.”

જ્યારે સમય ખરાબ ચાલતો હોય ત્યારે વધુ બોલાય નહિ, કારણ કે આ સમયે બધા જ શબ્દો પરિસ્થિતિમાંથી બહાર નીકળવા અને મનના સમાધાન માટે આપણે બોલીએ છીએ, મેં એક તરફી પ્રેમ પણ સ્વીકારી લીધો.આ ઘટનાને સકારાત્મક રીતે યાદ રાખવા માટે મેં એક જ ઉપાય કર્યો, ’ સિગરેટ છોડવી છે બસ.’, ભવિષ્યમાં જ્યારે પણ હું એ સ્માઇલને યાદ કરું ત્યારે તેના માટે મને માન થવું જોઈએ અને તે વિચારથી જ મેં સિગરેટ પીવાનું નહીવત કરી નાખ્યું.

હવે મેં મારા વિચાર બદલી નાખ્યા, “છેલ્લા કેટલાક વર્ષોથી મારા કુટુંબ દ્વારા મને માણસગંધારા(માણસોથી દૂર રહેતા વ્યક્તિ)નું બિરુદ મળેલ છે, હજી જ્યાં વધુ પબ્લિક હોય ત્યાં મને ગૂંગળામણ થાય જ છે પણ હું મિલનસાર બનવાની કોશિશ કરું છું, સામેવાળાને પસંદ આવે તેવા જવાબ આપતા શીખું છું.

તમને યાદ હોય તો મેં મારા “ફીલિંગ્સ”વાળા આર્ટિકલમાં એક વાત કહી હતી, “હું અત્યારે બધું જ સ્વીકારું છું.. કોઈ સારું બોલે તે પણ અને ના બોલે તે પણ.”બસ આ ભોળાનાથની મરજી નહિ હોય એટલે તેણે મને સારો રસ્તો પસંદ કરી આપ્યો તેમ સમજીને આગળ વધવાની કોશિશ કરું છું.મારી આટલી બધી નબળાઈની મેં વાત કરી તો એક ખાસિયત પણ કહી દઉં.હું કોન્ફિડન્સનું ઝાડ છું, હું કેટલો ભી દુઃખી થયો હોઉં મારે માત્ર એકવાર બાર કલાકની ઊંઘ જોઈએ બસ એ બાર કલાક પછીનો સમય મારો હોય છે.એ બાર કલાક પછી મને મારો માર્ગ મોકળો લાગવા લાગે છે.

સ્માઇલવાળી છોકરીના કિસ્સામાં લગભગ મેં ત્રણથી ચાર વાર બાર કલાકની ઊંઘ લીધી હતી, એ હતી જ એટલી ક્યૂટ સ્માઈલ, જો કે હવે એ ક્યૂટ સ્માઈલ ખોવાઈ ગયી છે મારાથી, કોઈને મળે તો એક હાંકલો મારી દેજો અને ના મળે તો કંઈ જ નહિ ભઈ આપણે પણ કામ-ધંધો છે, એક સ્માઈલ પાછળ થોડું પગ પર જ કુલ્હાડી મરાય?

હવે હું તેની રાહ નહિ જોતો, હવે સાચે મને સફળ થવાની લત લાગી છે, એક ખરાબ લત છોડવા માટે એક સારી લત પકડવી પડે ને?, હવે મારો સમય હું સફળ થવામાં પસાર કરું છું.

એ બિચારી સ્માઈલ મારા આર્ટિલક વાંચીને વિચારતી હશે, “કેવો સીધો છોકરો છે, મારી પાછળ આટલું ભટક્યો પણ હું કંઈ ના કરી શકી.”હવે કોઈક એને જઇ સમજાવો યાર, ત્યારે સમય હતો, ગાડી પ્લેટફોર્મ પર પડી હતી, ટીકીટ ભી કોઈકે લઈ આપી હતી, માત્ર ચડવાની જ રાહ હતી અને હવે આ સમય છે, ગાડી પ્લેટફોર્મ વટાવી ચુકી છે, તું જે આગળનું લોકલનું બોર્ડ વાંચી પાછળ શતાબ્દી આવશે તેમ વિચારી ઉભી હતી તે આ જ લોકલ ટ્રેનની પાછળ શતાબ્દીનું બોર્ડ વાંચી તને અફસોસ જ થશે બહેન.(હાહાહા…..રાવણે અહીં અટ્ટહાસ્ય છોડ્યું અને આપણી રામાયણ પુરી.)

*****

મેં આ સ્ટોરીના બીજા ભાગમાં કહ્યું હતું કે મારી સાથે આ ઘટના કુદરતી રીતે નહિ બનતી, જાણીજોઈને હું આવું મહેસુસ કરું છું અને તેનું કારણ અંતમાં જણાવવાનું મેં વચન આપ્યું હતું.

સ્ટોરીને બાજુમાં છોડો, છેલ્લા કેટલાક મહિનાઓથી મારી લાઈફ એક ટ્રેક પર જ ચાલતી હતી, કૉલેજ-ઘર, કૉલેજ-ઘર બસ બીજું કંઈ નહિ અને હા એ પણ જણાવી દઉં કૉલેજ હું પરાણે જતો, યાર બપોરે તો કંઈ કૉલેજ હોતી હશે?, ઘરનો રૂમ હોય કે કૉલેજનો કલાસરૂમ બપોરે તો કંપલસરી બે કલાક સૂવું જ પડે, હવે આ લાઈફમાં કોઈ ભી હાર્ટબીટ ન’હતી જેથી પેલા સ્નિકોમીટરની જેમ ગ્રાફ બને.

તો આ સીધી લિટીએ ચાલતી લાઈફમાં કંઈક એડવેન્ચર કરવા માટે આપણો આ પહેલો પ્રયાસ હતો, આ એડવેન્ચરમાં તો પત્તર ફાડી નાખી યાર….મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે મને ખબર જ હતી કે આગળ જતાં આવી રીતે બધી ઘટના બનશે છતાં ભી હું આ ઘટનાને જીવતો ગયો.એક રીતે પેલા ડર મૂવીમાં શાહરુખ ખાને જે સંકીનો રોલ કર્યો તે રોલ અહીં મારાથી નિભાવાઈ ગયો. હાહાહા…. ક.ક.. ક. ક. કિરણ… અરે ના આપણે તો…. સ.સ.સ.સ. સ્માઈલ.

અંતે એટલું જ કહી શકું, પેલી સ્માઈલનો હજી હું ઘાયલ છું, સ્માઇલનો જ હો પેલી સ્માઇલવાળી બહેનજીનો નહિ.હજી જ્યારે પણ એ સ્માઈલ જોઇશ ત્યારે મારા ચહેરા પર ન સમજી શકાય તેવા એક્સપ્રેશન આવશે જ.હજી, હા હજી એક સ્માઈલ, એક આર્ટિકલ, એક ફીલિંગ્સ માટે આટલા કાંડ કરવાની તૈયારી રાખું છું.હજી એકવાર અજાણ્યા વ્યક્તિને મારી નિષ્ફળતાનું કારણ પૂછવા તૈયાર છું, હજી એકવાર એક કાંડ કરવા પોતાનો 100% આપવા તૈયાર છું, હજી એકવાર કરેલી ભૂલ સુધારવા અને નવી ભૂલ કરવા તૈયાર છું.હજી એકવાર નવી સ્ટોરીની શોધમાં છું…હજી એકવાર બસ હજી એકવાર…….!!! (પૂર્ણવિરામ.)(પર્સનલ ડાયરીમાંથી)

-Mer Mehul