રોશની ભાગ ૪. NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોશની ભાગ ૪.

રોશની

ભાગ -

“ઓહ! હા ચિરાગ ભાઈ ને તમે? આવો આવો, રોશની અંદર આરામ કરે છે, સવાર થી તબિયત ખરાબ છે.”

રોશનીની મમ્મી મને ઓળખી ગયા હોય એ રીતેં આવકાર આપ્યો, હું બહાર થોડી વાર ઊભો રહી ગયો.

“જાવ અંદર જાવ, રોશની અંદર છે,”

મને ડર લાગતો હતો કે તેંનો પતી ઘરે હશે શું વિચારશે, મારે નહોતું આવવું જોઈએ, હું સૂઝ ઉતારી સાવચેતીથી મારો પગ પાપડ ઉપર ન પડે એ રીતેં અંદર ગયો, નાના એવા રૂમમાં સિંગલ બેડ ઉપર રોશની સુતી હતી, મને જોઈ કહ્યું.

“ચિરાગ સામેથી સ્ટુલ લઇ બેસ.”

બેડથી થોડે દુર પડેલું સ્ટુલ ઉપાડી હું બેશી ગયો. આજુ બાજુ જોવા લાગ્યો. રોશની ઓશિકાના ટેકે બેઠી થઇ, રોશનીના મમ્મી પાણી લાવ્યા, પાણી પીતાપીતા મારી નજર બેડ ઉપર લટકતા બે ફોટા ઉપર પડી જેના ઉપર સુખડના હાર પહેરાવેલ હતા. પાણીનો ગ્લાસ નીચે રાખતો હતો જાણે રોશની મારા ચહેરાના ભાવ સમજી ગઈ હોય એમ કહ્યું.

“આ મારા સ્વર્ગીય પતિનો ફોટો, અને બાજુમાં મારા પપ્પાનો.”

“ઓહ તો તો તારા પતિ પણ? તેં મને ક્યારેય કહ્યું નથી.”

“તેં ક્યારેય પૂછ્યું પણ નથી.”

“હા એ ખરું, કેમ કરતા મૃત્યુ થયું?”

રોશની થોડી સ્વસ્થ થઈ બેઠી થઇ,

“મમ્મી ચિરાગ પહેલી વાર ઘરે આવ્યો છે, થોડી ચાય બનાવો, અને ચિરાગને કેરીનું અથાણું આપજો એનું ફેવરીટ છે.”

“ઓહ! તને હજુ યાદ છે? મેં તો તને ઘણા સમય પહેલા કહ્યું હતું કે કેરીનું અથાણું મારું ફેવરેટ છે.”

“હા, તું તો સાવ ડોબા જેવો છે,” એમ કહી રોશની હસવા લાગી,

રોશનીના મમ્મી ચાય મૂકી રહ્યા હતા, એમને અટકાવતા મેં કહ્યું.

“રહેવાદો આંટી ચાય હું બીજીવાર આવીશ ત્યારે વાત. રોશની ચાલ તૈયાર થઇ જા. આપણે તારી દવા લેતા આવીએ.”

રોશનીને ખભાથી પકડી ઉભી કરી એ આમ તેંમ જોવા લાગી, મારી આંખોમાં જોવા લાગી અને કહ્યું..

“ચિરાગ એકજ રૂમ છે, તારી સામે તો હું ચેન્જ નહીં કરું ને?”

“ઓહ સોરી સોરી,”

એમ કહી હું બહાર આવી ગયો, બહર ઊભો ઊભો ખાટલા ઉપર સુકવેલા પાપડ પર જોતો રહ્યો,. મારો પ્રશ્ન પ્રશ્ન રહી ગયો. રોશનીના પતિનું કેવી રીતેં મૃત્યુ થયું એ વાત જાણે આડેપાટે ચડી ગઈ હોય, પણ આજે એ પૂછીને રહીશ. થોડી વારમાં રોશની તૈયારી થઈને બહાર આવી. રોશની થોડી સ્વસ્થ લાગતી હતી. તેંને દવાખાને લઇ ગયો, વાયરલ તાવને કારણે રોશની કમજોર પડી ગઈ હતી. ઈન્જેકશન લીધા પછી રોશનીને રાહત થઈ હોય તેંવું જણાયું. ત્યારબાદ અમે બંને ઓફિસે ગયાં. રોશની સ્વસ્થ થઈ અને પોતાનું કામકાજ સંભાળવા લાગી. રોશની ચેર પર બેસતા બબડી.

"ફોન ડાયવર્ટમાં મુક્યો છે એ તો કાઢી નાખું."

એમ કહી રોશનીએ પર્શ માંથી ફોન કાઢ્યો, ડાયવર્ટ સ્ટોપ કર્યું જ હતું ને રોશનીના ફોનની રિંગ વાગી.

"હેલ્લ્લો"

"જી, જી.. સાંજે છ વાગ્યે?

ફોન ઉપર એટલું કહેતા રોશનીએ પોતાનો હાથ માઈક ઉપર રાખી મને ધીમેથી પૂછ્યું,

"રાજુભાઈ અપોઈન્ટમેન્ટને જોઈએ, સાંજે છ વાગ્યાની આપી દઉં?"

મેં ડોકું ધુણાવી હા કહ્યું, અને રોશનીએ ફોન કાન ઉપર લગાવતા કહ્યું.

"જી રાજુભાઈ સાંજે છ વાગ્યે આવો."

વાત પૂરી કરી રોશની ચેર પર બેસી ગઈ. મારા દિમાગમાં એકજ સવાલ દોડી રહ્યો હતો, અને એ મેં ફરી દોહરાવ્યો.

“રોશની હું જયારે પણ તારી કોઈ પર્સનલ વાત પૂછું છું ત્યારે તું આડી વાત કરી અને કહેવાનું ટાળે છે. મને કોઈ હક્ક નથી, કે હું તને પૂછું, તો પણ તારા પતિનું કેવી રીતેં મૃત્યુ થયું? એ સવાલ મારા દિમાગમાં ક્યારથી દોડી રહ્યો છે.”

“ઓકે, ચિરાગ તારે ચાય પીવી છે?”

“ફરી આડી વાત? ચાય નહીં કોફી મંગાવ અને મેં પૂછ્યું એનો જવાબ આપ અથવા ન જણાવવા પાછળનું કારણ.”

“ખરો જીદ્દી છો ચિરાગ તું.” એમ કહી રોશની હસવા લાગી, મોબાઈલ ઉઠાવી કોફીનો ઓર્ડર કરી ફોન ટેબલ ઉપર રાખતા કહ્યું.

“ચિરાગ ખુબ અંધકાર ભર્યો છે મારો ભૂતકાળ, તું એ જાણી ને શું કરીશ?”

“જેવો ભૂતકાળ મારો છે, એવો તો નથી ને?”

“ઘણા ઉતાર ચઢાવ જોયા છે મેં આ બે વર્ષમાં, ચિરાગ. લે આ કોફી પણ આવી ગઈ.”

કોફીનો કપ મારી તરફ સરકાવતા એ એક નીસાસો નાખી ઊંડો શ્વાસ લઇ કોફીનો કપ હાથમાં લેતા એ બોલી.

“કિશોર નામ હતું મારા પતિનુ, કોમ્પ્યુટર જીનીયસ હતો, સોફ્ટવેર સાઈડ હાર્ડવેર સાઈડ ભરપુર નોલેજ હતું, કંપનીના કામ રાખતો, વેબ-ડીઝાઇનીંગ, નેટ વર્કિંગ વગેરેનું કામ કરતો, સારું એવું કમાઈ લેતો, શહેરના પોષ એરિયામાં બે માળનું મકાન હતું. બધું વેચાઈ ગયું બીમારીમાં.

“બીમારી? કેવી બીમારી?” મેં ઉત્સુક્તાવસ પૂછ્યું.

“કિશોરને સોશિયલ મીડિયા એડીકસન થઈ ગયુ હતું. વચ્ચે થોડા દિવસ એની પાસે કામ ન હતું, આખો આખો દિવસ ફેસબુક અને વોટસ-એપમાં ડૂબેલો રહેતો. એની પોસ્ટ કે કોમેન્ટને કોઈ લાઈક કરતું કે શેર કરતું તો એ ખુબ ખુશ થઇ જતો. પણ એ એટલી હદે એમાં ડૂબી ગયો કે તેંનો સ્વભાવ ચીડચીડિયો થઇ ગયો. લોકોની પોસ્ટ અને કોમેન્ટ ઉપર એ ગુસ્સે થવા લાગ્યો, કોમેન્ટમાં લોકોને ઉદ્ધત જવાબ આપવા લાગ્યો, અમુક લોકો એને એની મિત્રસૂચીમાંથી રીમુવ કરવા લાગ્યા. અમુક બ્લોક કરવા લાગ્યા. એની પોસ્ટ અને કોમેન્ટ ઉપર લાઈકસ અને કોમેન્ટમાં ઘટાડો આવી ગયો અને તેંની ઘેરી અસર તેંના દિમાગ ઉપર પડી.

સોશિયલ મીડિયાએ કિશોરના દિમાગ પર એવી અસર કરી હતી કે, તેં વાસ્તવિક દુનિયા ભૂલીને સોશિયલ મીડિયાની દુનિયાને જીવન માની બેઠો હતો. તેં સોશિયલ મીડિયામાં એટલો મશગુલ થઈ ગયો હતો કે વાસ્તવિક દુનિયાથી જાણે એનો છેડો જ ફાટી ગયો હતો. એને મન તો બસ તેંની પોસ્ટ એ જ તેંનું જીવન બની ગયું હતું. લાઈક અને કમેન્ટ તેંનો ખોરાક બની ગયો હતો. પણ એ જાણતો ન હતો કે એક દિવસ તેંનો ભ્રમ તૂટશે અને તેંને વાસ્તવિક દુનિયાનું ભાન થશે ત્યારે આ પરિસ્થિતિ માંથી નીકળવું તેંના માટે મુશ્કેલ બની રહેશે, અને બન્યું પણ એવું, જ્યારે તેંની પોસ્ટ પરની લાઈક અને કોમેન્ટ ઓછી થવા લાગી તો તેં તેંના સોશિયલ મીડિયાના સ્વભાવમાં ચીડચીડયાપણું આવવા લાગ્યું અને તેંના કારણે તેંના મિત્રો તેંનાથી દૂર થવા લાગ્યા, જેના લીધે તેં ડિપ્રેશનનો શિકાર બન્યો, અને એ ડીપ્રેસનએ એને હતાશા તરફ ધકેલી દીધો, અને આ બધુંમારા ધ્યાન બહાર એટલે રહ્યું કે એ મારા સસરાના ઘેર અઠવાડિયા માટે ગયો હતો. ત્યાંથી આવ્યો ત્યારે તેંને એ એડીક્સન થઇ ગયું હતું. ત્યાર બાદ મેં ખુબ સમજાવ્યો, અને અંતેં એ ડીપ્રેશન નો શિકાર થયો, ઘરમાં ઝગડા કરવા લાગ્યો, મારા ઉપર શંકા કરવા લાગ્યો. મારા સસરા અને સાસુ તેંને ઠીક કરવા પીર-ફકીર અને ભુવા-ભરડીના ભરડા માં ફસાઈ ગયા, અને લાખો રૂપિયા વાપરી નાખ્યા, હું સમજાવી સમજાવીને થાકી ગઈ કે એને કોઈ માનસિક બીમારી થઇ ગઈ છે. આખી આખી રાત જાગતો, ઇન્સોમેનીયાનો શિકાર થયો,

“ઓહ માય ગોડ! વેરી વોર્સ કંડીશન.” મેં રોશનીને અટકાવતા કહ્યું.

“જેમ તને સ્ત્રી જાતી થી અણગમો કે નફરત થઇ ગઈ હતી તેંમ મને પણ પુરુષ જાતી થી નફરત થઇ ગઈ હતી. પણ પછી મારી સહેલી વર્ષા સાયકોલોજી એક્સપર્ટ છે. એને મને સલાહ આપી કે તેંનો ચીડ ચીડીયો સ્વભાવ એ એના માનસિક રોગનો એક ભાગ છે. એને એટેનસન જોઈએ, કાઉન્સેલિંગની જરૂર છે, દવાની જરૂર છે, એ હતાશ થઇ ગયો છે..ત્યાર બાદ હું કિશોરને ડોક્ટર અંકલ પાસે લઈ ગઈ, એ રેગ્યુલર દવા લેવાનું રાખ્યું સતત કાઉન્સેલિંગ ચાલુ રાખ્યું કિશોરના સ્વભાવમાં ઘણો ફરક આવી ગયો હતો.

“પણ.”

“પણ? પછી શું થયું રોશની?

રોશનીની આંખોમાં માં દડ દડ આંસુ ટપકવા લાગ્યા, હું ચેર ઉપરથી ઊભો થયો, રોશનીની નજીક ગયો રોશનીના ખભા ઉપર હાથ રાખ્યો,

“પ્લીઝ ડોન્ટ ક્રાય રોશની. આઈ એમ વિથ યુ ડીયર. મને આવી ખબર હોત તો હું તને તારા ભૂતકાળ વિષે પૂછત જ નહીં.” મેં સાંત્વના આપતા કહ્યું.

“ના સારું થયું, તેં પૂછ્યું, આ જ્વાળામુખી હું કેટલા સમયથી અંદર સાચવીને બેઠી હતી. લોકોના દર્દ જાણી જાણી કાઉન્સેલિંગ કરી કરીને હું આજે ખુશ રહી શકું છું, કેમકે મેં એ દર્દ સહન કર્યું છે. મને ખબર છે, લોકોની હાલત કેવી થાય છે. અને એટલેજ ડોક્ટર અંકલએ મને આ કામ કરવા પ્રેરણા આપી. મારી સહેલી વર્ષાએ પણ મને ખુબ મદદ કરી. હું છેલ્લા એક વર્ષથી આ સેવા ફ્રી ઓફ ચાર્જીસમાં કરી રહી હતી. મેં મારો પતિ ગુમાવ્યો છે, હું નથી ઈચ્છતી કે ફરી ડીપ્રેશન કે માનસિક બીમારીના કારણે કોઈનો જીવ જાય. આ ઓફિસનું માસિક ભાડું ત્રણહજાર રૂપિયા છે, જેમાંથી અડધું મારા સસરા આપે છે, અને અડધું મારી સહેલી વર્ષા આપે છે.”

“વાવ! ગુડ ચેરીટી.”

આજે રોશનીએ મારું દિલ જીતી લીધું હતું, ચુપ ચાપ અને ગુમસુમ રહેતી રોશનીના ચહેરા ઉપર આજે મને રોશનીની કિરણ જોવાઈ,વાતો વાતોમાં બપોરનો એક વાગી ગયો અને રોશનીએ કહ્યું.

“કેમ ચિરાગ ભૂખ નથી લાગી? કે મારી વાતો સાંભળીને પેટ ભરાઈ ગયું.”

અરે એ પાગલ ને કેમ કહું કે મારું દિલ ભરાઈ ગયું, મનમાં વિચાર આવ્યો કે રોશનીને એક હગ કરી તેંના ગાલ ઉપર બટકા ભરવા માંડું. તેંના હોઠ ખાઈ જાઉં. હું એનો ચહેરો જોતો રહ્યો,

“શું જુએ છે ચિરાગ? મેં પૂછ્યું કે ભૂખ નથી લાગી?”

“હું એ વિચારી રહ્યો છું કે જે બધાનું કાઉન્સેલિંગ કરતી હોય તેંનું કાઉન્સેલિંગ કેવી રીતેં કરાય?”

રોશની ખડખડાટ હસી પડી, ટેબલ ઉપરથી ફોન ઉપાડી અને ઓફીસની સામે આવેલ રેસ્ટોરન્ટમાં ફોન કરી અને પરોઠા અને પંજાબી શાકનું પાર્સલ મંગાવ્યું, દસ મિનીટમાં પાર્સલ આવ્યું.

ટેબલ પર જમવાનું રેડી કરી એ બહાર નીકળી, મારી કારની પાછળની સીટમાં રાખેલ પોતાનું બેગ લાવી,

બેગમાંથી અથાણાની બરણી કાઢી. મને બતાવવા લાગી..

“તો મિસ્ટર ચિરાગ આ તમારું ફેવરેટ અથાણું.” એમ કહી સ્માઈલ કરવા લાગી..

અથાણાની બરણી જોઈ મને ભૂખ લાગી ગઈ, બંને વાતો કરતા કરતા સાથે જમ્યા. એ પર્સમાંથી ગોળી કાઢતા કાઢતા બબડી.

“યાર હવે આ ગોળી ખાવાની જરૂર નથી, મારી તબિયત તો હવે બરાબર છે.”

“ના વાયરલ ફીવર છે, ચુપ ચાપ ખાઈ લે.”

હું પાણીનો ગ્લાસ ભરી લાવ્યો અને ગોળી ખવડાવી, તેંના ગુલાબી હોઠ આજે વધારે માદક લગતા હતા, તેંની આંખોમાં અલગ ચમક હતી, ગજબ છે જયારે સ્ત્રી પોતાનું દર્દ ઠાલવે છે ત્યારે વધારે સેક્સી લાગે છે.

“રોશની આજે તું વધારે સેક્સી લાગે છે.”

“ચલ જુઠા! ઉતાવળે તો તૈયાર થઇ અને સેક્સી લાગે છે! ખોટાડો.”

“રોશની સેક્સી મીન્સ સુંદર, જો એ સુંદરતા જોવા માટે તારે મારી આંખોમાં જોવું પડશે.” હું રોશનીની નજીક ગયો અને કહ્યું.

“રોશની મારી આંખોમાં અપલક જોયે રાખ.”

રોશની થોડી વાર જોઈ અને નીચું જોઈ ગઈ,

“પ્લીઝ રોશની જો ને?”

“ના તું હિપ્નોટીઝમ કરે છે, હું નહીં જોઈ શકું પ્લીઝ,”

“પ્લીઝ તારા એક પેસન્ટ માટે તું આટલું પણ નહીં કરી શકે?”

“ઓહ! તો મારો આ સ્માર્ટ પેસન્ટ એનાથી ઠીક થઇ જશે?” એમ કહી રોશની હસવા લાગી.

હું રોશનીની નજીક ગયો.મારા બંને હાથ રોશનીના ખભા પર રાખ્યા ધીરે ધીરે હાથ સરકાવતો ગયો અને બંને હાથ તેંણીની હડપચી પર રાખી કહ્યું..

“કોઈ દવા છે તારી આંખો માં કે કોઈ નશો છે તારી આંખોમાં.

“જો દવા છે તો ઓવરડોઝ લેવો છે અને જો નશો છે તો ટલ્લી થવું છે.”

આટલું કહેતા મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. રોશની પણ શરમાઈ ને નીચું જોવા કોશિષ કરી રહી હતી પણ તેંનો ચહેરો મારા બંને હાથ વચ્ચે હતો..

“પ્લીઝ ચીરા,,,,, પ્લીઝ ચિરાગ.. છોડ કોઈ આવી જશે.”

“અપોઈન્ટમેન્ટ વગર કોઈ નથી આવતું તને ખબર છે.” એમ કહી મેં રોશનીને મારી છાતીમાં દબાવી લીધી, તેંના હોઠ નો ખારો સ્વાદ મારા હોઠે લગાવ્યો. રોશનીનું દીલ જોરજોરથી ધડકી રહ્યું, રોશનીના બંને હાથ મારી કમર ઉપર, સળવળતા રહ્યા. ગુમસુમ અને ચુપ ચાપ રહેતી એ રોશનીના હુંફાળા સ્પંદનો મારા હ્રદયને સ્પર્શી ગયા, અને મારા મોમાંથી નીકળી ગયું.

“આઈ લવ યુ રોશની,,, આ ચિરાગને તારા થકી રોશની મળી, નહીંતો આ ચિરાગ તો ક્યારનો બુજાઈ ગયો હોત, રોશની ખુબ તડપવ્યો તેં મને, હું તને ક્યારથી ચાહવા લાગ્યો હતો. પણ. તારા આ પેસન્ટનો લાઈફ ટાઈમ ઈલાજ કરીશ?”

“ડોબા, એક સ્ત્રીનું દર્દ સમજવું એટલું આસન નથી.”

“હા અને ષડ્યંત્ર પણ.”

“છોડ, એટલેજ હું તને ડોબો કહું છું, આટલું રોમેન્ટિક એટ્મોસ્ફીયર ઉભું કરીને એવી વાતો કેમ કરે છે?

હું કાઈ બોલવા જતો ને એ ઘડિયાળ સામે જોઈને બોલી.

“ઓહ માય ગોડ.. સાંજે છ વાગ્યાની રાજુભાઈને અપોઈન્ટમેન્ટ આપી છે..ડોબા સાડા પાંચ વાગ્યા.”

“આજ તો તને છોડી દીધી એટલે ડોબો કહે છે.”

ક્રમશ:

- નીલેશ મુરાણી.

ઈમેઈલ:- nileshmurani@gmail.com

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯