રોશની ભાગ ૬ (અંતિમ પ્રકરણ) NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

રોશની ભાગ ૬ (અંતિમ પ્રકરણ)

રોશની

ભાગ -

(અંતિમ પ્રકરણ.)

આજે પંદર દિવસ પછી હું મારા પાંચ સ્ટેજ શોને સફળતા પૂર્વક પુરા કરી અને ઓફિસમાં આવ્યો. મારી કેબીનની બહાર રીસીપ્ટનીશ ચેર પર વર્ષા એકલીજ હતી. મેં વર્ષાને પૂછ્યું.

“રોશની ક્યાં છે?”

“હોસ્પીટલમાં, મલીકા પાસે.”

“ઓકે, રોશનીને ફોન કરો, અને કહો કે હું આવી ગયો છું.”

“જી ચિરાગભાઈ.” વર્ષાએ ટેબલ પર પડેલો ફોન ઉઠાવતા કહ્યું.

અડધો કલાક પછી રોશનીને ઓફિસમાં આવતી જોઈ મેં સિગરેટ બુજાવી અને બારીમાંથી બહાર ફેંકી.

“તો, માસ્ટર ચિરાગ, કેવી રહી તમારી ટુર? અને સ્ટેજ શો?”

“ફેન્ટાસ્ટીક, હવે માર્ચ મહિનામાં અન્ય ચાર સ્ટેજશો માટે ડેટ મળી છે અને મારું માનવું એવું છે કે આપણે આ વીકમાં પરણી જવું જોઈએ, શું કહે છે?”

“ચિરાગ, તું એકવાર મલીકાને મળીશ? મારા માટે પ્લીઝ.”

“કેમ? શું થયું ? અને હવે કેમ છે એને?”

“મલીકા હવે ખતરાથી બહાર આવી રહી છે, બટ ઉમેશ ઇસ નો મોર. ઉમેશ ચાર દિવસ પહેલાજ આ દુનિયા છોડીને જતો રહ્યો.”

“ઓહ નો!”

“ડોક્ટરનું કહેવું હતું કે મલીકા મોતના મોમાંથી પાછી આવી રહી છે. મલીકાનો જે કેસ હતો તેંમાં દસમાંથી એક કેસ સકસેસ જાય છે, અને એમાં અમે સફળ રહ્યા, માલિકની એઇડ્સ સાથેની લડાઈમાં એઇડ્સ હારી રહ્યું છે. આ રહ્યો મલીકાનો પ્રોગ્રેસ રીપોર્ટ. ડોક્ટરનું કહેવું છે કે એ ૧૬ થી ૨૦ વીકમાં ખતરાથી બહાર હશે. આઈ વિન ચિરાગ, આઈ વિન, પણ મને ઉમેશનું દુખ થયું, ઉમેશને ન બચાવી શકાયો, છ દિવસ પહેલા તેંને વાયરલ તાવ આવ્યો અને એ તાવથી સર્વાઈવ ન કરી શક્યો.”

“ઇટ્સ ઓકે, એ આપણા હાથની વાત નથી, પણ હું મલીકાને શા માટે મળું? મલીકાને બચાવી લીધી અને હવે એ એની જિંદગી જીવે. કોઇપણ ભારણ વગર સ્વતંત્ર છે. હવે મારે એને મળવાની શું જરૂર છે?”

“ચિરાગ શી લવ્સ યુ. એ તને ખુબ ચાહે છે.”

“વોટ નોનસેન્સ ? ચાહતી હશે, પણ હવે મારી પાસે મલીકાને નફરત કરવાનો પણ સમય નથી, અન્ડરસ્ટેન્ડ? અને હા, એ કામ પૂરું થયું હોય તો આપણા મેરેજની તૈયારી કરો.”

“હજુ એક કામ બાકી છે.” રોશનીએ મારી આંખમાં જોઇને કહ્યું.

“હજુ શું બાકી છે?”

“તું એકવાર મલીકાને મળવાનું પ્રોમિસ કર, પ્લીઝ મારા માટે.”

“પણ એનાથી શું ફરક પડશે?”

“એ તું એને એકવાર મળીશ પછી ખબર પડશે. એ હજુ અન્ડર ઓબ્ઝર્વેશન છે, ડોક્ટરનું કહેવું છે કે તેંના રીપોર્ટસમાં ઘણો પ્રોગ્રેશ છે, મલીકાને મોરલ સપોર્ટની જરૂર છે, તું એને બચાવી શકે છે, છેલ્લા પંદર દિવસમાં એકપણ દિવસ એવો નથી ગયો કે મલીકાએ તને યાદ નથી કર્યો, અને ડોક્ટરનું કહેવું પણ એવું જ છે કે, મલિકાના કેસમાં ફાસ્ટ રીકવરી થઇ રહી છે. જો ચિરાગ તેંને મોરલ પૂરું પાડશે તો એ જલ્દી રીકવર થઇ જશે, પ્લીઝ ચિરાગ, ચાર થી છ મહિના ફક્ત, મલીકા માટે નહીં તો પણ મારા એક પેસન્ટ માટે તો તું એટલું કરી જ શકે છે. મારી બધી જ મહેનત ઉપર પાણી ફરી વળશે, જો હું મલીકાને નહીં બચાવી શકી તો, મને જિંદગી ભર અફસોસ રહેશે, પ્લીઝ ચિરાગ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ.”

“ઓકે, તો તું મારાથી શું અપેક્ષા રાખે છે?”

“૧૬ થી ૨૦ વિક એટલે ચાર કે પાંચ મહિના જોઈએ, એઇડ્સની બીમારીના કારણે મલીકાના માબાપ પણ તેંને ઘરમાં આવવા નથી દેતા. એજ જૂની માન્યતામાં જીવી રહ્યા છે. એઇડ્સ વિષે કોઈ જાણકારી નથી. તું એમ સમજ કે મલીકાનું આ દુનિયામાં કોઈ નથી. આ ચાર કે પાંચ મહિના આ મીશનમાં તું મને સાથ આપ, દિવસ દરમિયાન તું હોસ્પિટલમાં રહેતો જા, અને રાત્રી દરમિયાન હું રહીશ, અને હા, વર્ષા છે ને, એ પણ સાથ આપશે. બસ એ કામ પૂરું થાય એટલે તું કહે ત્યાં હું તારી સાથે મેરેજ કરી લઈશ. પણ આમ એક કામ અધૂરું મુકીને હું વ્યવસ્થિત હનીમુન પણ નહીં મનાવી શકું. તું સમજે છેને ચિરાગ?”

“ઓકે,, પછી સ્ટેજ-શો? કમીટમેન્ટ આપી દીધું છે.”

“એ દરમિયાની હું અને વર્ષા સંભાળી લઈશું.”

“ઓકે. ડન..આઈ એગ્રીડ બટ, નોટ ફોર મલીકા ઓકે? ઓન્લી ફોર યોર પેસન્ટ. આઈ એગ્રીડ.”

“થેન્ક્સ ચિરાગ આજે મને તારા ગાલ ઉપર બટકા ભરવાનું મન થાય છે, પ્લીઝ મને એક જપ્પી જોઈએ.”

એમ કહીને રોશનીએ મને આલિંગનમાં લઈ લીધો મારા ગાલ ઉપર, ગળા ઉપર, માથા ઉપર છાતી ઉપર ચુંબનોનો વરસાદ કરી મુક્યો. નાગણ જેમ ચંદનના ઝાડ સાથે વીંટળાઈ જાય તેંમ વીંટળાઈ ગઈ હતી.

રોશની આજે મારા ઉપર વર્ષી રહી હતી. મારી નજર ઓફીસના ગ્લાસની બહાર પડી વર્ષા તેંના કામમાં મશગુલ જણાઈ, સનગ્લાસમાંથી બહાર જોવાતું પણ બહારથી અંદર નહોતું જોઈ શકાતું. મેં રોશનીને હળવેથી પૂછ્યું.

“રોશની ડોર ને અંદર થી લોક કરી દઉં?”

રોશની કાતિલ નજરોથી મારી આંખોમાં જોઈ મેં રોશનીને આલિંગન માંથી છોડાવી અને કેબીનની બહાર આવી વર્ષાને કહ્યું.

“વર્ષા તું જમી આવ. અને હા પરત આવે તો અમારા માટે પાર્સલ લેતી આવજે.”

“જી ચિરાગભાઈ”

એમ કહીને વર્ષા નીકળી ગઈ અને તરત મેં ઓફીસનો ડોર અંદરથી બંધ કરી મુક્યો. અને ત્યારબાદ મેં રોશનીના ઘઉં વર્ણ બદન ઉપર લસ-લસતા ચુંબનો કરતા કહ્યું.

“છ મહિના તો હું વેઇટ નહીં કરી શકું ડીયર.”

“આજે હું તને નહીં રોકી શકું ચિરાગ,” એમ કહી ને રોશની ફરી મને વળગી પડી અને અમે બંને એક-મેક થયાં.

***

આજે પાંચ મહિના થયા, રાત્રે આઠ વાગ્યે મલીકા મારા ખોળામાં માથું રાખી અને સુઈ રહી હતી, અને હું વિચારોમાં ખોવાયો, ડોક્ટરનું કહેવું છે કે મલીકાને હોસ્પિટલ માંથી હવે ચાર દિવસમાં ડીસ્ચાર્જ કરશે. આ પાંચ મહિના દરમિયાન રોશનીએ હોસ્પિટલને જાણે મ્યુજિક સ્ટેસન બનાવી દીધું, મારું ગીટાર, મારી જૂની ધૂન, લીરીક્સ, ડીવીડીઓ, રેકોર્ડીંગસ, વિડીઓ, આ બધું મલીકાને એરેંજ કરી આપ્યું, એ પાંચ મહિના દરમિયાન હું અને મલીકા એક એક દિવસ તારીખ અને સમય સાથેના વિડીઓ જોઈ જોઇને હસ્યા, અને મલીકા જેમ ગુલાબનું ફૂલ દિવસે દિવસે ખીલતું જાય એમ ખીલતી ગઈ, પણ રોશની? રોશની તો જાણે મારી રિલીવર હોય તેંમ રાત્રે મને છોડાવવા આવતી, અને સવારે હું થર્મોસમાં ચાય લઈને હોસ્પિટલ જતો તો એ મારી સાથે પાંચ મિનીટ બેસતી અને હોસ્પિટલના રૂટીન અને મલીકાની દવા અને રીપોર્ટસના પ્રોગ્રેશ વિષે સમજાવી અને જતી રહેતી, ક્યારેક વર્ષા હોસ્પીટલમાં આવતી તો મારી અને રોશનીની મુલાકાત થતી. મારો સ્ટેજ શો હોય કે કોઈ પ્રોગ્રામ હોય તો વર્ષા આવી જતી અને મારી જગ્યા સંભાળતી, પણ રોશની પાસે હમેશા મલીકાનીજ વાતો, મલીકાને ટાઇમ ટુ ટાઈમ જમવાનું, દવા, બીલ, ડોક્ટરની વિઝીટ વગેરેની ચર્ચા, એક દિવસ હું અને રોશની મલીકાના મમ્મી અને પપ્પાને મળવા ગયા હતા, પણ એમનું એજ જુનું વલણ, એના પપ્પાએ એક વાક્યમાં એટલું કહ્યું,

“એ જ્યારથી ઘર મુકીને ભાગી ગઈ ત્યારથી તેં અમારા માટે મરી ગઈ.”

જે મને પણ લાગી આવ્યું. હદ વટાવી, કોઈ મા-બાપ આટલા નિર્દય હોઈ શકે? તેં દિવસે મને પણ ખરેખર મલીકા ઉપર દયા આવી ગઈ હતી, માંલીકાનો વાંક શું? અરે દુ:ખતો મને થવું જોઈતું હતું. મારા સાચા પ્રેમને લાત મારીને ચાલી ગઈ હતી. અને એપણ એવા સમયે જયારે મને મલીકાની સખત જરૂર હતી. ખેર, જે થયું તેં પણ હવે હું મલીકાને તકલીફ નહીં પડવા દઉં.

***

આટલી મહેનત કરી છે તો એ મહેનત ઉપર પાણી નહીં ફરવા દઉં. બસ બે દિવસમાં મલીકાનો રીપોર્ટ આવી જાય અને અહીંથી ડીસ્ચાર્જ કરી આપે એટલે મલીકાને હું ઘર લઈ આપીશ, જ્યાં સુધી એ પગભર નહીં થાય ત્યાં સુધીની બધી જ જવાબદારી હું ઉઠાવીશ.

ભલે હું લગ્ન રોશની સાથે કરીશ પણ મલીકા જ્યાં જશે ત્યાં હું તેંની કાળજી જરૂર લઈશ. અરે સાડા નવ વાગ્યા હજુ રોશની કેમ ના આવી? ત્યાં તો સામેથી વર્ષા આવતી દેખાઈ,

“કેમ રોશની ન આવી?” મેં ધીમા અવાજે વર્ષાને પૂછ્યું કેમ કે મલીકા મારા ખોળામાં સુઈ રહી હતી.

ત્યાં રોશનીનો ફોન આવ્યો.

“ચિરાગ કેમ બધું બરાબર છેને? અને વર્ષા આવી ગઈ?”

“હા આવી ગઈ, તું કેમ ના આવી?

“ચિરાગ મારે કેરલા જવું પડે એમ છે એટલે ના આવી, એક કામ કર તું સ્વાગત રેસ્ટોરન્ટમાં આવી જા સાથેજ ડીનર કરીએ મારી અગિયાર વાગ્યાની ટ્રેન છે.”

“ઓહ! પણ આ મલીકા મારા ખોળામાં સુતી છે. એ હમણાં ઉઠે તો આવું પ્લીઝ થોડી રાહ જોજે. તું પહોંચ આ મલીકા ઉઠે એટલે તરત હું નીકળું.”

“ઓકે ચિરગ આઈ વિલ બી ધેર સુન, હું રાહ જોઇશ.”

“ઓકે ડીયર. વિલ મિટ યુ સુન. બાય.”

એમ કહીને મેં ફોન ટેબલ પર રાખ્યો વર્ષા મલીકાની પાસે બેડ પર બેસી રહી, હું મલીકાના માથા પર હાથ ફેરવતો રહ્યો, અડધો કલાક પછી મલીકા ઉઠી, મારા પગની નસ જકડાઈ ગઈ હતી. વર્ષા ટીફીન લાવી હતી, એ બેડ ઉપર ખોલી અને હું વર્ષા અને મલીકા સાથે બેસીને જમ્યા, ફરી રોશનીનો ફોન આવ્યો.

“ચિરાગ, હું તારી રાહ જોઈ રહી છું.”

“બસ,,જસ્ટ ટેન મિનીટ રોશની, આઈ વિલ બી ધેર..મલીકા જમી લે એટલે હું નીકળું.”

“ઓકે.”

મલીકાએ જમી લીધું અને થોડી સ્વસ્થ થઇ, એ મારી આંખોમાં જોઈ રહી, એની આંખોમાં અનેરી ચમક હતી, એની આંખોમાં જીવવાની ખેવનાં જાગી આવી હતી, રોશની મારી રાહ જોઈ રહી હતી. મેં મલીકા સામે જોઈ અને કહ્યું.

“ઓકે, મલીકા હું જાઉં? સવારે મળીએ, બાય.” એમ કહીને મેં મલીકાના માથા ઉપર અને ગાલ ઉપર કિસ કરી હું સ્વાગત રેસ્ટોરન્ટ તરફ નીકળી ગયો. રોશની મારી રાહ જોઇને બેઠી હતી, ટેબલ પડેલા ચાર ગ્લાસ જોઇને હું સમજી ગયો કે મારી રાહ જોતા જોતા રોશની ચાર ગ્લાસ પાણી પી ચુકી હતી..મેં જતાજ..

“ઓહ!આઈ એમ સો સોરી રોશની, મલીકા મારા ખોળામાં માથું રાખીને સુતી હતી, હું કેમ નીકળી શકું.? એટલે હું લેટ થઇ ગયો, આઈ એમ સો સોરી ડીયર.”

“ઇટ્સ ઓકે ચિરાગ, નાઉ શી ઈઝ ફાઈન?”

“ઓહ!યેસ એ તારા કારણે, તું આટલી મહેનત નહીં કરતી તો એ ક્યારેય ઠીક નહીં થતી, થેન્ક્સ ટુ યુ ડીયર.”

“એ તો મારે કરવુજ પડતું, આફ્ટર ઓલ શી ઈઝ માય પેશન્ટ. એન્ડ ઈટ વોઝ નોટ પોસીબલ વિધાઉટ યોર સપોર્ટ, તેં મને હેલ્પ ના કરી હોત તો હું ક્યારેય પણ મલીકાને ઠીક ના કરી શકી હોત.”

“ઓહ! રોશની આફ્ટર ઓલ મલીકા મારો પહેલો પ્રેમ છે, એના માટે આટલું તો હું કરીજ શકું.”

“ઓકે, ચિરાગ મારું કામ પ્રુરુ થયું, તારો પહેલો પ્રેમ તને મુબારક, નાઉ આઈ એમ ગોઇંગ ટુ માય નેક્સ્ટ પેસેન્ટ.”

“વ્હોટ ડુ યુ મીન? તું કહેવા શું માંગે છે?”

“એજ કે મલીકા તારો પહેલો પ્રેમ છે, અને આજે એ તારો પહેલો પ્રેમ તારી રાહ જોઈ રહ્યો છે અને તું મારી સાથે બેઠો છે?”

“મતલબ ? આપણે મેરેજ નથી કરવાના? આ બધું શું હતું? ટ્રીટમેન્ટનો એક ભાગ?”

“નો... નો...નો... ઈટ વાઝ નોટ અ પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ, આ કોઈ ટ્રીટમેન્ટ ન હતું, પણ તું તારા દિલ ઉપર હાથ રાખીને કહે કે તારા દિલમાં મલીકા માટે કોઈ સ્થાન નથી, ધેન આઈ એમ રેડી ફોર મેરી વિથ યુ.”

“યેસ, રીઅલી, મલીકા માટે મારા દિલમાં કોઈ સ્થાન નથી.”

“ચાલ છોડ, નાટક કરવાનું બંધ કર, એક સાયકોલોજીસ્ટ પાસે તને વ્યવસ્થિત ખોટું બોલતા પણ નથી આવડતું.

એટલું કહીને રોશનીએ મારા હાથમાં એક કવર પકડાવ્યું અને જતા જતા કહેતી ગઈ.

“મલીકાના એચ.આઈ.વી રીપોર્ટ નેગેટીવ આવ્યા છે, અને હા, હું કેરલા જઈ રહી છું, કદાચ એક વર્ષ રહીને આવીશ. એક વર્ષ રહીને આવું તો મને એક નવો ટચુકડો સ્માર્ટ પેસન્ટ જોઈએ, જે મને કાલી ઘેલી ભાષામાં રોતનીઆની કહી ને બોલાવે.. સમજ્યો.નાઉ આઈ એમ ગોઇંગ ટુ માય નેક્સ્ટ પેસન્ટ..બાય.બાય.”

સાલ્લીએ એ પાછું વળીને પણ ન જોયું એનો ખુબ અફસોસ થયો. કવર ખોલીને જોયું તો આઈ.કેર ફોર યુ નો તમામ હિસાબ કિતાબ, ચેક્સ, ડોક્યુમેન્ટ્સ તેંમજ મારું અને મલીકાનું નામ લખેલી સુંદર મજાની કંકોતરી હતી જેમાં અંદર લખ્યું હતું.

”ચિરાગ મેરેજ ઇન્વીટેશન કાર્ડની આ પેટન્ટ પસંદ આવી. કદાચ મેરેજમાં હું નહીં આવી શકું, પણ મને કેરલાના એડ્રેસ ઉપર જરૂર પોસ્ટ કરજે, મને ખુશી થશે.”

મારી અંદરથી રોશની માટે ગાળ નીકળી ગઈ, “યુ બ્લડી કાઉન્સિલર...સાલ્લી.”

***

મારા અને મલીકાના મેરેજ થયા તેંને આજે એક વર્ષ થયું, અને મારા ઘરે સુંદર મજાની બેબીનો જન્મ થયો, જેનું નામ અમે બંનેએ મળીને “રોશની” રાખ્યું. સવારે રોશનીનો જન્મ થયો અને સાંજે વકીલ અંકલનો ફોન આવ્યો, કોર્ટમાં જે અમારી કંપની ઉપર કેસ કરવામાં આવ્યો હતો, તેં કેસમાં અમારી જીત થઇ, અને કોર્ટનો ચુકાદો આવ્યો કે ચિરાગ કન્સ્ટ્રકશન કંપનીનું જે સીતેંર કરોડ રૂપિયાનું પેમેન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું તેં રિલીજ કરવું. અમારા જીવનમાં ફરી એક રોશની આવી.

સમાપ્ત

-નીલેશ મુરાણી.

ઈમેઈલ:- nileshmurani@gmail.com

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯