Mayajaal books and stories free download online pdf in Gujarati

માયાજાળ

માયા જતી હતી, મારુ દિલ તોડી, મારો સાથ છોડી હંમેશા હંમેશા માટે, હું બાલ્કની માં ઉભો ઉભો એની સામે જોઈ રહ્યો હતો..., પાછળ ફર્યા વિના ચાલતી રહી, એક ક્ષણ માટે મારા મન માં વિચાર આવ્યો એના આંસુ છુપાવા માટે પાછળ ફરી..ત્યાં બીજી ક્ષણે મને વિચાર અર્થવિહીન લાગ્યો...

તેની કાર માં બેસી નીકળી પડી, હું બાલ્કની માં ઉભો રહ્યો....દૂર સુધી એની કાર પાછળ નજર દોડવી....,એની કાર હવે રસ્તા પર અદ્રશ્ય થઈ ગઈ.… અને માયા ....,

માયા મારી જિંદગી માંથી હંમેશા માટે અદ્રશ્ય .....

વિચાર ને વિચારી હું દુઃખી હતો... સાંજ ના ઢળતા સૂરજ ની સાથે મારી જિંદગી ને પણ મેં તેજ રહિત કરી નાખવા નો વિચાર કરી લીધો, સૂરજ ના કિરણો વિખરાવતી માયા હવે મને ક્યારેય નહીં મળે, હું અંધકાર ને ઓઢી સુઈ ગયો....

એક સમય એવો હતો જ્યારે અમે બંને ને એક બીજા વિના એક ક્ષણ પણ ચાલતું.....હું માનતો કે હું શ્વાસ છું અને મારી ધડકન,હું લોહી છું મારા રક્તકણો, હું આંખ છું મારી કિકી, હું હોઠ છું મારી મુસ્કાન, હું ચહેરો છું અને એના પર આકર્ષિત તિલ.....

પણ એની માટે હું શાયદ મિત્ર રહ્યો.....એને મને ક્યારેય ખોટા ઈશારા નહતા કર્યા, ખોટા વિચારો મારા મન માં નહતા નાખ્યા, તો પણ હું એની એક સ્માઈલ પર ફિદા હતો....હું એને અનહદ પ્રેમ કરતો....

અને એવો અનહદ પ્રેમ હર્ષ ને કરતી... એને મને મિત્ર માન્યો, અને મેં હર્ષ ને એનો મિત્ર માન્યો....

મેં મારા પ્રેમ નો ઇઝહાર જ્યારે કર્યો,ત્યારે ડરી ગઈ, માયા હર્ષ પ્રત્યે ની એની પ્રેમ ની લાગણી મને વ્યક્ત કરી....અને હું મારા થી હારી અને દોસ્તી ને જીતાડવા મારા પ્રેમ ના ઇઝહાર ને મજાક કહી હવા માં ઉડાવી દીધો.... ખુશ હતી, હર્ષ માયા ના પ્રેમ માં હતો....અને હું પણ.....

ભૂલાવી શક્યો હું એને....એવું નથી કે મેં કોશિશ નથી કરી....મહામહેનત કરી ...પણ.... મારા મન કે દિલ ક્યાંય થી નીકળી શકી....

હવે મારે માયા પ્રેમિકા તરીકે જીવન માં જોઈતી હતી, મારું જુનૂન બની ગયું....જુનૂન પૂરું કરવા માં હું પાગલ બની ગયો..

એક દિવસ એવો આવ્યો, માયા મારા ઘરે આવી, આવતા ની સાથેજ મેં એક સાઇકો વન સાઈડેડ આશિક ની જેમ એને મારી બાહો માં લીધી અને ખૂબ ઇન્ટેનસીવલી પ્રેમ નો ઇઝહાર કર્યો.... ડરી ગઈ...એને મને ધક્કો માર્યો, મેં પુરા જોશ થી એને મારા તરફ ખેંચી... એને મને એક તમાચો માર્યો, હું ભાન માં આવ્યો.... રડી,મેં ચૂપ કરાવી....

અને અંત માં દોસ્તી ની સાથે સાથે મને પણ તોડી ચાલ્યી ગઈ.....

હું મારી બધી હરકતો પર શર્મીન્દા છું, મને મહેરબાની કરી માફ કરી દે....કેટલી વખત મેં એને મેસેજ કરી કહ્યું...

એનો કાંઈ રીપ્લાય આવ્યો.....સમય વીત્યો....મને એહસાસ થયો, ભૂલ એની પણ છે....જો ખાલી મિત્ર લેખતી હોત તો, મને આટલી ટાઈટ ગળે મળી એના દુઃખડા કહેતી હોત, મારો નંબર છોકરી ના નામે સેવ કર્યો હોત, રક્ષાબંધન ને દિવસે એને મળવા ના મારા બહાના પર ખુલી ને હસતી ના હોત....અને હર્ષ ના મળ્યા ના એક દિવસ પહેલા પુરા ભાન માં રહી થયેલ કિસ થયા બાદ આટલી શરમાતી ના હોત.....

બસ વાતો વિચારી હું મારા મન ને દિલાસો આપી દઉં છું....તો પણ મારું દિલ એને ભુલવા તૈયાર નથી,દરરોજ એને યાદ કરે છે અને મારી આંખો એનો પૂરતો સાથ આપી અશ્રુ વહાવે છે,

મને છોડી ગઈ એને આજે વર્ષ થઈ ગયા તો પણ મને એની હરએક નાની નાની વાતો યાદ છે,

મારા જીવન ને અંધકાર માં ધકેલવા વાળી માયા,અને અંધકાર માં રોશની નું એક નાનું કિરણ લાવતી માયા ની યાદો.....

મારુ જીવન તો એક માયાજાળ બની રહી ગયું...

***

આટલું કહી હું સ્ટેજ પર થી ચાલ્યો ગયો....મારા જતા પાછળ મને તાળીઓ નો ગળગળાટ સંભળાયો, મને પ્રેક્ષકો ના સારા રીએકશન થી જરા ખુશી મળી, એક આર્ટિસ્ટ , એક સ્ટોરી ટેલર તરીકે પ્રેક્ષકો ની તાળી મારી માટે સૌથી વધુ મહત્વ ની હોવી જોઈએ, પણ સ્ટોરી માટે મને તાળીઓ નો અવાજ મારા કાન અને મન ને ખૂંચતો હતો.

કારણકે કે આજે કહેલ માયા ની કહાની ખાલી કહાની હતી, મારી ઝીંદગી હતી....

***

મારી આંખો માં આંશુ હતા, હું મારી કાર લઈ અને ઘરે પહોંચ્યો, કાર માંથી નીચે ઉતર્યો, ત્યાં દિશા મારો હાથ પકડ્યો....

મેં મારો હાથ એના હાથ માંથી છોડાવ્યો.… અને મારા ઘર તરફ આગળ વધ્યો મારી આંખો માં છુપાયેલ આંસુ શાયદ જોઈ ગઈ હશે.... મારી પાછળ મારા ઘર માં આવી ગઈ....

મેં પાછળ ફરી એને જવા માટે કહ્યું ત્યાં મને ગળે વળગી પડી.....

મેં મારી જાત ને દૂર કરવા કોશિશ કરી, એને મને ટાઈટ પકડી લીધો....અને રડવા લાગી.....હું પણ રડી પડ્યો.....

મેં એને મારા થી દુર કરી....અને જવા માટે ઈશારો કર્યો.... મારી સામે ભીની આંખે જોતી હતી...હું એની સામે જોતો હતો.....હું મારા રૂમ તરફ ચાલવા લાગ્યો....એને મારો હાથ ફરી પકડ્યો....મારા થી રહેવાયું નહીં હું ગુસ્સા માં બોલ્યો,"હવે શું છે તારે....?કેમ પાછી આવી છો ?"

મને આટલા ગુસ્સા માં જોઈ પેહલા થોડી ડરી, ત્યાર બાદ એનો ડર આંશુ સાથે વહી ગયો અને બોલી," તે સાચું કહ્યું હતું.....હું પ્રેમ કરતી હતી તને...., પણ મને હર્ષ ના મળ્યા બાદ અટરેક્શન લાગવા લાગ્યું હતું....પણ હું ખોટી હતી પ્રેમ હતો, અટરેક્શન મને હર્ષ પ્રત્યે હતું.....

મને વાત નો એહસાસ થયો એટલે તે દિવસે હું તારા ઘરે આવી હતી, મારા પ્રેમ નો ઇઝહાર કરવા....

એને બોલતી વચ્ચે અટકાવી હું હસવા લાગ્યો...અને બોલ્યો,"એમ.....પ્રેમ હતો..... હે....જે તને વર્ષ પછી યાદ આવ્યો.......,

દિશા જોર થી બોલી, "કહ્યું ને કે તે દિવસે એહસાસ થઈ ગયો હતો એટલે તારા ઘરે આવી હતી....તને કેહવા....."

મેં એને મારા બંને હાથો વડે ટાઈટ પકડી "તો કહ્યું કેમ નહીં.... હે...બોલ કહ્યું કેમ નહિ......" અવાજ માં ગુસ્સા સાથે હું જોર થી બોલ્યો....

એને મને પાછળ ધક્કો માર્યો અને બોલી,"તારા બીહેવ્યર ને લીધે.... પાગલપણા ને લીધે.... દિવસે તારી આંખો માં લવ નહિ લસ્ટ હતું.....મને પ્રેમ કરવા નું નહિ મને પામવા નું જુનૂન તારા માથે હતું...તું એમ વર્તન કરતો હતો જો હું તારી થઈ તો કોઈ ની કેમ થાઉં....."

હું થોડો આગળ આવ્યો અને બોલ્યો,"તો બધી ભૂલ મારી....તારી કાંઈ નહીં....?"

થોડી ઢીલી પડતા બોલી,"ભૂલ તો સૌથી મોટી મારી હતી કે હું તારા પ્રેમ ને સમજી શકી....,તારા પ્રેમ નો મજાક બનાવા બદલ મને માફ કરી દે....."

અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી...

હું એના આંશુ જોઈ શક્યો....મેં એના ખભે હાથ રાખી એને શાંત કરાવી....

"પણ દિવસે મને તારા થી ડર લાગવા લાગ્યો હતો....હું ડરી ગઈ હતી

.." શાંત પડતા બોલી......

હું પણ થોડો શાંત પડ્યો....વિચારો માં આગળ ચાલતા ચાલતા બોલ્યો...."મને માફ કરી દે દિશા..... દિવસે હું થોડું વધુ ખરાબ વર્તન તારી સાથે કરી ગયો ...."

.......

ત્યાં ઘર માં કામ કરવા આવતા નીલમ કાકી મને અટકાવી પાછળ થી બોલ્યા," સાહેબ, કોની સાથે વાતો કરો છો......?"

હું પાછળ ફર્યો, દિશા ત્યાં નહતી....મેં આજુ બાજુ નજર કરી મને ક્યાંય દેખાઇ.....

ત્યાં નીલમ કાકી ફરી બોલ્યા..."હા, તમે તમારી માયા વાળી સ્ટોરી ની પ્રેક્ટિસ કરતા હશો .... નહી....

સોરી હો...હું ભૂલી ગઈ હતી, તમને વચ્ચે ટોકવા બદલ માફી...."

એમ કહી તેઓ કિચન તરફ ચાલતા થઈ પડ્યા...

હું દોડતો મારા રૂમ માં પહોંચ્યો....કબાટ ખોલી,ફંફોળવા લાગ્યો....ત્યાં એક ન્યૂઝપેપર હાથે ચળ્યું....

ઉપર તારીખ જોઈ,1 એપ્રિલ 2012.....

નીચે ગાડી નો ફોટો હતો..... અને ન્યુઝ ની હેડલાઈન હતી, પૂર ઝડપ માં આવતી ગાડી ની સાઈડ માં પડેલ ટ્રક સાથે જોરદાર ટક્કર...ગાડી ચલાવનાર મહિલા નું કમકમાટી ભર્યું મૃત્યુ....

મેં ન્યૂઝપેપર ના બે પેજ ઉલ્ટાવ્યા.... તેમાં દિશા નો ફોટો હતો, અવસાન નોંધ સાથે......

મેં પેપર ફરી અંદર રાખ્યું.. હું મારી બાલ્કની તરફ આગળ વધ્યો, મારું ધ્યાન નીચે રસ્તા તરફ પડ્યું...મને સામે છેડે થી બાય કહેતી દિશા કાર માં બેસતા દેખાઈ.....

મેં એને એક મોટી સ્માઈલ આપી અને હાથ હલાવી બાય કહ્યું.... કાર લઈ ગાયબ થઈ ગઇ...

મારા ચહેરા પર સ્માઈલ હતી અને આંખો ભીની હતી..

(મારી કહાની માં માયા બસ એક કાલ્પનિક નામ હતું, દિશા નું.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED