હેત્વીને પરીક્ષાનો સમય ચાલતો હતો એટલે રોજ રાત્રે મોડે સુધી જાગીને વાંચતી હતી. સ્મિત અને હેત્વી એક્બીજાને ક્યારેક ક્યારેક લગ્નપ્રસંગમાં જોયેલા એ રીતે ઓળખતા હતાં. એકવાર સ્મિતએ હેત્વીને ફેસબૂક પર Friend Request મોકલી. હેત્વીએ પેલા તો થોડાક દિવસ Accept ના કરી પછી થોડા દિવસ પછી સ્મિતએ ફરીવાર Request મોકલી તો એણે પ્રોફાઈલ જોઈ. એ બન્નેએ એકબીજાને જોયેલા એટલે એણે સ્મિતની Request accept કરી.પછી થોડાક દિવસ પછી સ્મિતએ તેને Hiii મેસેજ કર્યો.પછી હેત્વીનો પણ સામે Hiii મેસેજ આવ્યો. પછી એ બન્નેએ એકબીજાનો પરિચય આપ્યો.આવી રીતે તે બન્ને વાત કરવા લાગ્યા.
હેત્વીને પરીક્ષા ચાલતી હતી એટલે તેઓ ૧૧-૧૨ વાગ્યા સુધી વાત કરતાં પછી હેત્વી વાંચવા બેસી જતી. સ્મિતને પ્રેમનો બહુજ અનુભવ હતો. કારણ કે સ્મિતને પ્રેમ વિશે જાણવું બહુજ ગમતુ અને ઘણાં લોકોનાં અનુભવમાથી પ્રેમ કરતાં અને પ્રેમ શું છે તે જાણેલું. એટલે સ્મિત તેણીને ક્યારેક પ્રેમની બધી વાતો કરતો હતો અને હેત્વીને ખુબ જ મજા આવતી હતી. હેત્વી એમ જ કહેતી કે મને રોજ ૧૧ વાગે ઊંઘ આવી જાય પણ તું આ પ્રેમની વાતો કરેને એટલે મને ઊંઘ ઉડી જાય છે અને હું મોડી રાત સુધી વાંચી શકુ છું. અને સ્મિતને પ્રેમની વાતો બીજાને કહેવામાં મજા આવે એટલે તે રોજ હેત્વીને કહયા કરતો.પણ સ્મિત સાથે આવી વાત કરતાં કરતાં સ્મિતથી ખુશ થઈ ગઈ.તેણીએ સ્મિતને સામેથી ફોન નંબર આપ્યો.પછી તેઓ રોજ Whatsappમાં વાત કરતાં. પછી તો હેત્વી સ્મિતને કયારેક ક્યારેક આડકતરી રીતે પ્રપોઝ કર્યા કરતી. પણ સ્મિતને ખબર હોવાં છતાં તે કાંઈક મજાક કરીને હેત્વીની વાત ટાળતો.
હેત્વી પ્રેમાળ અને સુંદર છોકરી હતી. તેનો સ્વભાવ પણ સારો હતો. તેણીની ઉંમર ૨૧ વર્ષની હતી. સ્મિતને તેનો સ્વભાવ ગમતો હતો પણ તે એની વાત એટલે ટાળતો હતો કે સ્મિતને થોડીક સમસ્યા હતી. હેત્વી સ્મિત કરતાં મોટી હતી અને હેત્વીના ઘરેથી સગાઈ માટે બહુજ ઉતાવળ કરતાં હતાં. તેના મમ્મી એમ કહેતાં કે છોકરી ૨૦ વર્ષની થાય એટલે સગાઈ કરી જ નાખવી જોઈએ. સ્મિતની ઉંમર ૨૦ વર્ષની હતી અને સ્મિતને તો હજી તેનાં ભાઈ માટે છોકરી જોવાનુ ચાલુ પણ નહિ કર્યુ હતું એટલે સ્મિતને તો હજી તો ૩-૪ વર્ષની વાર હતી. આવી થોડીક સમસ્યા હતી.
પછી તેઓ તો દિવસમાં ૩-૪ કલાક વાત કરતાં.પછી સ્મિતને કયારેક એમ થતુ હતુ કે બધુજ બરાબર થઈ જાશે.એ બન્નેનાં પપ્પા એકબીજાને સંબંધીનાં સંબંધી ઈ રીતે ઓળખતાં હતાં એટલે જાતિ કે નાત નો પ્રોબ્લેમ ન હતો. હેત્વીનાં ઘરેથી સગાઈ કરી જ નાખવી હતી અને સ્મિતને હજી વાર હતી આ એક જ પ્રોબ્લેમ હતો. હેત્વી અમદાવાદ રહેતી હતી અને સ્મિત રાજકોટ રહેતો હતો.
એકવાર એ બન્ને શ્રી ક્રુષ્ણ ભગવાન અને રાધાની વાત કરતો હતાં તો હેત્વીએ વાત વાતમાં સ્મિતને કીધુ કે મારે તારી રાધા બનવુ છે અને સ્મિતથી રહેવાયુ નહિ અને ને કીધુ કે મારે પણ તને મારી રાધા બનાવી છે.પછી તે બન્ને ખુબ જ ખુશ હતા. એ બન્ને તો એકબીજાને પોતાના જીવનસાથી માનવા લાગ્યા. પછી તો એ રોજ રાતે ૧-૨ વાગ્યાં સુધી Whatsappમાં વાત કરવાં લાગ્યાં. હેત્વી ઘડીક વાંચે પછી થોડીવાર વાત કરીને ફરીથી વાંચવા બેસી જાય. આવી રીતે હેત્વીની પરિક્ષા પુરી થઈ. અને સ્મિત Engineering(Mechenical) સ્ટુડન્ટ હતો એટલે સ્મિતને તો હજી પરિક્ષા શરૂ પણ નહોતી થઈ. સ્મિતની પરીક્ષા પુરી થાય પછી તે બન્નેએ મળવાનુ નક્કી કર્યું હતું. હેત્વીના મામા રાજકોટ રહેતાં હતા એટલે તે રાજકોટ આવાની હતી પછી ઘરેથી કાંઈક બહાનુ બનાવીને મળીશુ ઈ રીતે નક્કી કર્યુ હતુ. પરંતુ સ્મિતની પરીક્ષા પુરી થઈ તે પહેલાં હેત્વીનું વેકેશન પુરુ થઈ ગયું. હેત્વીને બેચલર ડીગ્રી પુરી થઈ ગયી હતી એટલે એણે સ્કુલમાં નોકરી શરૂ કરી દીધેલી. એટલે એ બન્નેનો મળવાનો પ્લાન અસફળ ગયો. એ બન્નેના આવા સારા સંબંધો થયા પછી એ એકપણ વાર કોઈ લગ્નમાં કે ક્યાય મળ્યા ન હતાં. પછી તેમણે આવી રીતે ૩-૪ મહિના ચાલ્યું.
હેત્વીના ઘરેથી તો છોકરો શોધવાનુ ચાલુ જ હતુ. હેત્વી ઘણીવાર તેનાં મમ્મીને આડકતરી રીતે સ્મિત વિશે વાત કરતી હતી પણ તેના મમ્મી એમ જ કહેતા હતા કે હજી તો સ્મિતને વાર લાગે એટલે આપણે તો તારી બીજે કયાક સગાઈ કરી જ નાખવી છે. હેત્વીનો ભાઈ બહુજ ગરમ મિજાજનો હતો. તે પ્રેમનો વિરોધી હતો. એટલે હેત્વીએ ઘરે કહેવાની હિંમત જ ન કરી. પહેલા તો હેત્વી એમ જ કહેતી હતી કે બધુ થઈ જાશે પરંતુ અત્યારે તો સાવ હિંમત હારી ગયેલી. આ વાત પર તે બન્નેને ઘણી ચર્ચા ચાલી પછી એક દિવસ હેત્વીએ કિધુ કે સોરી, મારાથી ઘરે નહી કહેવાય. આજથી આપણે ખાલી ફ્રેન્ડ જ રહીયે. સ્મિતને તો ના કેમ પાડવી કારણ કે હેત્વીની પણ મજબુરી હતી. સ્મિતની એક બેસ્ટી હતી તેણે પણ મનાવાની કોશિશ કરી પણ હેત્વી ન માની. પછી સ્મિતએ હેત્વી સાથે તો વાત કરવાનુ બંધ કરી દિધુ. પછી હેત્વી પણ મેસેજ ન કરતી હતી. થોડા દિવસ પછી એ બન્ને એકબીજાને ઘણાં ખરાં ભુલી ગયાં હતા. સ્મિત તેનાં કામમાં વધારે સમય આપવા લાગ્યો અને ફ્રેન્ડને વધારે સમય આપવાં લાગ્યો. અને હેત્વીને પણ સ્કુલમાંથી પ્રોજેક્ટ આવતા એટલે તે ઈ બધુ બનાવામાં ટાઇમ આપતી.
થોડા દિવસ પછી હેત્વીનો સ્મિતને મેસેજ આવ્યો કે આવજે મારી સગાઈમાં. સ્મિત તો ઘડીકવાર હતાશ થઈ ગયો. પછી સ્મિતએ દિલ પર હાથ રાખીને કહ્યું કે નવી લાઈફ માટે અભિનંદન. પછી જે છોકરા સાથે સગાઈ થવાની હતી એનાં વિશે બધુ પુછયું. તે છોકરો સારો હતો. સરકારી નોકરીની તૈયારી કરતો હતો. તેના પપ્પાને સારો એવો ધંધો હતો. પછી સ્મિતએ કીધુ કે મજા કરો એમ કહીને bye કહી દિધુ. સ્મિત એક રીતે ખુશ હતો કે તેને સારો છોકરો મળ્યો પણ એક રીતે એમ થતુ હતુ કે મારી હેત્વી સાથે સગાઈ ન થઈ. પછી તે બન્ને ક્યારેક ક્યારેક વાત કરતા હતા પણ દોસ્તની જેમ .
હેત્વીની સગાઈ થયા પછી હેત્વી તેની નવી લાઈફમાં ખુશ જ હતી. એમ તો ભગવાન બધુ ભુલવાડી જ દે પરંતુ સ્મિતને તો કોઈ જીવનસાથી હતી ન હતી એટલે ક્યારેક ક્યારેક હેત્વીની યાદ આવી જાતી હતી. ઘણીવાર સ્મિતને તેના પ્રત્યેની લાગણી હેત્વીને કહેવાનુ મન થતુ હતુ પણ સ્મિતનો જીવ નહી ચાલતો હતો કારણ કે સ્મિતને એમ થતુ કે હેત્વી અત્યારે તેની લાઈફમાં ખુશ છે તો મારે એને શા માટે મારી લાગણી આપીને તેને દુ:ખ આપવુ એટલે પછી સ્મિત પોતાનું મન મનાવી લેતો હતો.
બસ હવે જ્યાં સુધી સ્મિતની લાઈફમાં કોઈ જીવનસાથી નહિ આવે ત્યાં સુધી સ્મિતને ક્યારેક કયારેક તેની યાદ આવતી રહેશે.
***