બસ આજ શબ્દ મારા મનની આસપાસ રમતો રહે છે. મને તો આ પ્રેમ એક મોટા કરોળીયાના ઝાળા જેવો લાગે છે જેની અંદર તમે એક વારો ફરવાનુ ચાલુ કરો કે તમે તેની અંદર ફર્યા જ કરો. તેમ તમે પણ આમા વિચારવાનુ ચાલુ કરો કે તમે પણ આ દુનિયાની પર એક અદભુત અનુભવના સૌંદર્યમા તરવા માંડો છો. આ મારા મતે બીજુ કશુ નહી પરંતુ એક એવી વાત છે જેની અંદર સાવ નીચે તળીયે પહોચવુ કઠીન છે. પરંતુ ત્યા નીચે કેવી અનુભુતી હશે તે જાણવા બધાનુ મન ઊત્સુક રહેતુ હોય છે. અને હા આજકાલ તો ખાસ છોકરાઓ નાં મતે હુ કહી શકુ છું. એમનાં વીશે હુ કહી શકીશ કેમ કે એમનાં પ્રત્યે નો અનુંભવ ખાસ છે. તેંમ ને ક્યારેક ક્યારેક જોઈએ ત્યારે એમનુ કહેવુ એમ હોય છે કે એમને પ્રેમ થયો છે. પાછુ બ્રેક-અપ પછી એક બે દીવસમા પાછા હતા એમનામજ જોવા મળતા હોય છે. ભાગ્યેજ એવા હોય છે જે પેલા એક કદી ખાલી ન થતા તળાવમા હજુ પણ તરતા હોય છે. ને અમુક અમુક તો એવા હોય છે જેને જોઈને આપણે એ નક્કી નથી કરી શકતા કે તે પ્રેમમા છે કે ગમમા કે પછી એમને કશો ફરકજ નથી પડતો. આમાથી એકય વસ્તુ આપણે નક્કી ન કરી શકીયે. અને હુ તમને આ બધુ કહેવાજ બેઠોછુ તો કહીજ દવ અમુક અમુક તો એવા નમુના મળતા હોય છે જેનુ મોઢુ જોઈને એવુ લાગે કેવો બિચારો! ભોળો છે!. એજ વ્યક્તિનુ ચોથુ બ્રેક અપ થયુ હોય છે. અમુક એવા હોય છે જે આખો દિવસ કીશોર કુમારના દર્દ ભર્યા ગીતો વગાળતા ફરતા હોય છે અને બીજા પેલા વધ્યા તે જે સાવ નાનકડુ મોઢુ લઈને ફરતા હોય. તે આખા ગામને જાણે તેમના બ્રેક-અપ ની કંકોતરી વ્હેચતા ના હોય ! આજે બધા એમ માનીને બેઠા છે કે પ્રેમ એમના વીશે એવી વાત છે જેમા એક-બીજા સામ સામે આખો દીવસ વાત કરતા રહે. ભેગા મળીને નાસ્તો કરે,હરે-ફરે અને નીતનવા ગતકડા કરે. પરંતુ મને આવુ જોઉં ત્યારે એક જ પ્રશ્ન ઉદભવે એક બીજાની તે લાગણીયો જાણી શકે છે. લાગણીયોને સમજી રહ્યા છેકે નહી. જો આવુ તેમની અંદર સમાયેલુ છે તો મને એ નથી સમજાતુ કે આમનુ બ્રેક અપ કેમ થાય છે એવી કઈ વસ્તુ છે જેના લીધે તેમની વચ્ચે એક જાંખીપાંખી વાળ ઉભી થાય છે. અહીયા હુ દીવાલ શબ્દનો ઊપયોગ એટલા માટે નથી કરતો કે ગમેતેમ હોય પરંતુ તે એકબીજાની જે નજીક રહ્યા. એના લીધે એકબીજા થી ભલે આમ દુર હોય પરંતુ અંદરથી તો તે થોડા નજીક તો હોય જ છે. હા તો એવી વાળ ઊદભવવાનુ કારણ શુ?તે એક બીજાની ભાવના, લાગણીયોને નહી સમજતા હોય કે શુ? ને અમુક લોકો એવા હોય છે પ્રેમને એક રમત માંડીને જ ચાલતા હોય છે. આમ પ્રેમ કરવા કરતા કોઈએ સાચુ કીધુ છે પ્રેમ કરવા કરતા બાર વીઘામા ધઊં કરવા સારા ખાવાતો કામ લાગે. તે લોકો પ્રેમને એક મજાક માંડીને બેઠા છે. અમુક અમુક એવા જે કહેતા એમ હોય કે હુ એના વગર જીવી નહી શકુ અને એજ બે દીવસમા એકલા એકલા પીઝા ખાવા જતા જોવા મળે. અમુક ચિત્રમા આપણને એવુ લાગતુ હોય કે આ વાર્તા આગળ વધશે તે માત્ર એક બે મહીનાનુ ટ્રેઈલર દેખાડીને પોત પોતાના રસ્તે ચાલવા મંડ્યા હોય છે. અમુક એવા હોય જે દેખાળતા કંઈક હોય ને કરતા કંઈક હોય. અમુક અમુક વખતે તે એકલા એકલા હરખાતા હોય છે. આ તો પાછળથી ખબર પડે કે વિચાર્યુ એવુ કઈ હતુ જ નહી. અમુકે પોતાની કહાણી મળ્યાના ત્રીજા દીવસે જ પુરા જોશથીજ ચાલુ કરી દીધી હોયને ત્રીજા અઠવાળીયે તો બધુ સંકેલાઈને પુરૂ થઈ ગયુ હોય છે. બસ આ જોઈને તો એવુજ લાગે છે આ બધી લાગણીયોની રમત છે. જેમા પાછળથી કાઈજ હાથમા નથી આવતુ પરંતુ અમુક એવા પણ હોય છે જે તેમની પ્રથમ મુલાકાતથી સ્મશાન યાત્રા સુધી સાથે રહેતા હોય છે. જે એક બીજાની ભીતરે જઈને ચોંટેલા હોય છે. જે સતત એકબીજાના શ્વાસની નજીક હોય છે. ટુંકમા તે એકબીજાનો બોજો નહી પરંતુ ટેકો થઈને ઉભા હોય છે. ને અમુક ને તો સીગ્નલે સીગ્નલે ગાડી બદલવાનો શોખ હોય છે. હવે એમને કોણ સમજાવે કે પ્રેમ વસ્તુ શુ છે?મને તો એવુ લાગે છે કે હવે આપણે એક પ્રેમ આંદોલન કરવુ જોઈએ જેમા દરેક વ્યક્તિના ધરે જઈને પ્રેમ ઊપર વ્યાખ્યાન આપીએ પ્રેમ જાગૃતી લાવવાનુ કામ ચાલુ કરીએ. પ્રેમ મંદીર નામના આશ્રમો ખોલીએ. અને પ્રેમ તત્વને જાણવા મંદીર બંધાવીએ. આ સાવ સદંતર ખોટીજ વાત છે પરંતુ અત્યારે એક ઊપરછલી નજર નાખતા તો આવુજ જણાય છે. બાકી પ્રેમ તો એ ચાનક થતો હોય છે જેની ભનક પણ આપણને નથી લાગતી. પ્રેમ થોડી કાઈ મજાક છે. એતો એક બીજાની સાથે રહેવાથી ઝઘડવા સુધીનુ સમાયેલુ છે. અમુક ભલે એમ કહેતા હોય કે મારે અને એમને કાઈજ લેવા દેવા નથી તેવાની અંદર પણ અંદર તેના માટે તો જગ્યા હોય છે અને એજ તેના માટે સવાયુ બનીને રહેલુ હોય છે. આ ઝડપથી વધતા જમાના સાથે પોતે પણ જલ્દી બદલાતા હોય છે. મને એવુ લાગે છે આ લોકો કઈ રીતે સમજાવીએ આમને ક્યા ભણાવીએ તો ફાયદો થાય. બાકી પ્રેમની પરીભાષા તો પ્રેમી જ જાણે એમની વચ્ચેતો કેવો પ્રેમ છે. બાકી તમે જુદાઈની વાત કરતા હોવ તો
જુદાઇ
જુદાઇ એટલે એકબીજાથી દુર રહેવા છતાય ભીતર રહેવુ
જુદાઇ એટલે ઉજવેલા દિવસોને શમણામા લાવી ઉંઘવુ
જુદાઇ એટલે દુનીયાની ઝંઝાળ વચ્ચે પણ એક-મેક ને દીલ થી ચાહવુ.
જુદાઇ એટલે તેંનાં ન હોવાનો આભાસ માત્ર તેની વ્યાખ્યા કરવા પુરતો છે.....
તમે કોઇક વ્યક્તિ ને ત્યારેજ બેવફા કહેતાં હોય છો જ્યારે તેનાં પ્રત્યે હજુ પણ પુરી લાગણી અને પ્રેમ છે. . બાકી આવુ ન હોય તૌ બેવફા શબ્દ નું કોઈ જ તાત્પર્ય નથી...
બાકી તમને એકવાર પ્રેમ થાય પછી એને અકબંધ રાખવો તે તમારા પર હોય છે.
જ્યારે જ્યારે મને તારો આભાસ દેખાય છે ને
ત્યારે તનેય નીતરતુ આ આકાશ દેખાય છે ને ?
***