ઝીંદગી નું બંધારણ AKSHAY CHAVDA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝીંદગી નું બંધારણ

ઝીંદગી નું બંધારણ

પ્રસ્તાવના

મિત્રો, આ બુક એ મારી ઝીંદગીમાં મારા નામે લેખક તરીકે પ્રકાશિત થતી પ્રથમ બુક છે. આમતો આ બુકનું લખાણ કાર્ય ૨૭, જાન્યુઆરી,૨૦૧૫ માં કર્યું હતું પણ ત્યારે એ લખાણ માત્ર ૧૫ રૂપિયા ની સાદી નોટબુક અને ૨ રૂપિયા વાળી કલમ ની સાહી પુરતુજ સીમિત હતું. પણ આજે મને “માતૃભારતી” ના સાથ અને સહકાર થકી આજે મને મારા વિચારો અને મારા અનુભવો ને દુનિયા તથા લોકો સમક્ષ મુકવાનો અદભૂત અવસર પ્રાપ્ત કરાવ્યો છે.મારા એ વિચારો ને જૂની ૧૫ રૂપિયા ની નોટબુક માંથી બહાર લાવીને આજે માતૃભારતી સુધી પહોચાડનાર મારા પરમ મિત્રો સુલતાનસિંહ, પ્રિયદર્શના, ચિત્રોડા સાહેબ ને ધન્યવાદ કે જેમને મારા માટે જેમ અંધારા ઓરડા માં એક મીણબત્તી સમગ્ર ઓરડાને પ્રકાશિત કરે છે.તેવુજ કામ મારા અંતર ના અંધારિયા ઓરડાને આ ત્રણ મીણબત્તીએ પ્રકાશ ફેલાવાનું કાર્ય મારા માટે કર્યું છે .જેમના દ્વરા આજે મને લેખો ને પ્રકાશિત કરી અને લોકો સમક્ષ મુકવાની પ્રેરણા મળી છે.

જો આ બુક વિશે કહું તો આ બુક નું નામ “ઝીંદગી નું બંધારણ” છે જેમ દેશ સારીરીતે ચલાવા બંધારણ જરૂરી છે એમ ઝીંદગી સારીરીતે ચલાવા આ બુક “ઝીંદગી નું બંધારણ” જુરુરી છે. આ બુક માં ઝીંદગી જીવવાના અમુક નીતિ-નિયમો અને અમુક રીતો છે. ઝીંદગી ને અસર કરતા મહત્વના પરિબળો જેવા કે પ્રેમ, સફળતા, નિષ્ફળતા, જીવન જેવા પાસાઓ ઉપર વાત કરી છે. અને ઝીંદગીને જો વધારે આકર્ષિત ને મૂલ્યવાન બનાવી હોય તો મહત્વના ચાર પાસા પ્રેમ, સફળતા, નિષ્ફળતા તથા જીવનને સમજવા બહુજ જરૂરી છે. આ બુકમાં ઝીંદગીની રોમાંચિત વાતો અને અદભૂત રહસ્યોની વાતો છે. આ બુક એ નથી નવલકથા સ્વરૂપે કે નથી નિંબંધ કે નથી વાર્તા સ્વરૂપે બસ દરેક વાત ટોપિક પ્રમાણે અલગ-અલગ વાતો છે. વધારે તો કાઈ નહિ કહું .પણ મારી ૨૧ વર્ષની નાની અમથી ઝીંદગીનું થોડુક નિરૂપણ છે. આ બુક એ તમારી અમૂલ્ય ઝીંદગીને જીવવા ની અદભૂત કળા શીખવશે અને એવી આશા રાખું છું. કે આ બુકએ ઝીંદગીની વાસ્તવિક સફળતાના સોપાન કરવા મદદરૂપ થાય.

***

નીતિ ૧

મન એજ ભગવાન છે

ઝીંદગીમાં આગળ વધવા મહત્વનું પાસું છે કે તમે આમ તેમ ખોટી અંધશ્રદ્ધા, વહેમો જેવા કે ભગવાને મને આવો બનાવીયો કે ભગવાન મારી સાથે આમ કરે છે કે ભગવાન મને આ આપીદેશે કે ભગવાને મારી સાથે આમ કે તેમ કર્યું વગેરે શબ્દો બોલીએ છીએ પણ હકીકતમાં તો પોતાનેજ પોતાના મન ઉપર વિશ્વાસ નથી હોતો અને માટેજ કાર્ય બગડે કે દોષ સીધોજ ભગવાન ઉપર ઠાલવિયે ? વાહ રે ભાઈ વાહ .

આપણે આપણી ઝીંદગીમાં ઘણીબધી જગ્યાએ ભગવાને પામવા કે ભગવાન પાસે કંઈક માંગવા કે પછી નિરાશા વ્યક્ત કરવા માટે પોત પોતાની શ્રદ્ધા અને ધર્મ પ્રમાણે અલગ-અલગ જાવીજ છીએ પણ વાતજ અહિયાં છે કે આપણને એજ નથી ખબર કે ભગવાન આપણી અંદર બેઠો છે અને તેને ગોતવા બાર જાવી છીએ શામાટે આંટા ફેરા કરવા જાવ છો ? બધાજ પાસે પોતાનો ભગવાન છે અને એ છે તમારું અને મારું “મન” જી હા એક દમ સાચીવાત કે “આપણું મન એજતો છે ભગવાન “ અરે ભાઈ તમે જો નિષ્ફળ થાવ તો દોષ તમારા મન ને દેવો જોઈએ તમારી આશા તમારી નિરાશા બધુજ તમે એની પાસે વ્યક્ત કરો અને દરેક માંગણી તમારા મન પાસે કરો એ અવશ્ય સાંભળશે જ. બારે કોઈજ ભગવાન પાસે જવાની જરૂર નથી કારણ કે બારે કોઈજ ભગવાન છેજ નહિ અને જે ભગવાન છે એ તમારી અંદર બેઠો છે અને એ છે તમારું મન.

આવી બધી વાતો વાંચીને ઘણા લોકો એમ માને કે આ બધી વાતો તો આધ્યાત્મિક અને ધાર્મિક વાતો છે આમાં ક્યાં પડવું? આવી વાતો ઓલા ૬૦ વરહ ના ધોળા કપડા વાળા અને ધોળા વાળ વાળા ભાભા કે જેઓ ગામના ચોરે બેસીને ભગવાના નામે ચર્ચા કરી ને સમય પસાર કરવાની વાતો કરતા હોઈ છે આતો એવી વાતો લાગે છે પણ આ એવી વાતો નથી આતો મન અને વિશ્વાસની વાતો છે કે જે ઝીંદગીમાં ડગલે અને પગલે જરૂર પડે છે કારણ કે જયારે તમે કોઈ કાર્ય નિષ્ફળ જાવો છો અથવા તમારી ઝીંદગીમાં કઈક ખરાબ ઘટના બને છે તો દોષ સીધો ભગવાન ઉપર ઠાલવો છો જયારે ભગવાનેજ તમારી ઝીંદગીનો ઠેકો ના લીધો હોય ? હકીકતમાં તો દોષ તમારી જાતનો છે એટલે કે તમારા મન નો છે કારણ કે તમને જે કામમાં ઉત્સાહ નથી, રસ નથી કે એ કામ કરવાની લગન નથી ટૂંક માં કહુતો તમને એ કામ કરવામાં મન જ નથી અને છતાય તમે એ કામ કરો છો તો ભાઈ સ્વભાવિક છે કે નિષ્ફળ જવાનાજ ને તો આમાં દોષ તામારા મન નો કે ભગવાનનો ?

તમને હવે જીજ્ઞનાસા બહુજ ઉછળતી હશે અને પ્રશ્ન થતા હશે કે ભગવાન અને મન કેમ એક હોઈ શકે? મન અને ભગવાનમાં શું સામ્યાતા ? બસ ઝીંદગી માં આગળ વધવા નવું જાણવાની જીજ્ઞનાસા હોવીજ જોઈ તો વાત કરીએ મન વિશેતો મન એ અપણા શરીરનો એવો અદભૂત હિસ્સો છે કે જે હયાત છે પણ આપણે તેને શરીરમાં જોઈ શકતા નથી સામાન્ય રીતે જયારે મનની વાત આવે કે લોકો અને મગજ સમજે છે પણ ના મન અને મગજ સાવ અલગ વસ્તુ છે ઉદારહણ તરીકે જો શરીરના તમામ ભાગો ને ખોલીને એટલે કે પોસમટમ કરીને આખુય શરીર જોશો તો “મન” ક્યાંય નહિ મળે મગજ મળશે એટલે કે મગજ નું સ્થાન નક્કી છે કે ખોપરી ની વચ્ચે સમાયેલું છે પણ મન નું આવું કોઈજ સ્થાન નક્કી નથી પણ દરેક જગ્યાએ અની હયાતી મહેસુસ કરી એજ છીએ. મને આજેય મારા નાનપણનો એક કિસ્સો યાદ આવે છે કે જયારે પપ્પા કામે થી આવે ને તરતજ બોલે “બેટા એક લોટો પાણી આપતો” હું કાયમ મારી રમત હોવું એટલે હું ભૂલી જતો પાણી આપવું અને છેવટે મારા પપ્પાને મારા મમ્મી પાણી આપી દે એટલે મને ખીજાય અને બોલે કે “ એનું હમણાથી કામ માં મન નથી હોતુ “ અને હું ત્યારે વિચારોતો કે આ મન એ શું છે ? અને આવોજ એક બીજો કિસ્સો કે જયારે મારું નિશાળ થી પરિણામ આવે કે તરતજ વારો નીકળે અને બોલે કે “તારું મગજ કિયા હોય છે” બસ ત્યારથી સમજાણું કે મગજ અને મન એ બંને અલગ અલગ છે.

તમે રાતેભર નીંદરમાં હોવ છો છતાય તમે તમાર પલંગ કે ખાટલા ઉપરથી નીચે નથી પડીજાતા તમે કયારેય વિચારીયું કે આવું કેમ ત્યારે શરીર નું ધ્યાન કોને રાખે છે? તમેતો જમીને કામે લાગીજાઓ છો કે સુઇજાવ છો તો પાચન કોણ કરાવે છે? તમેતો ક્યારેય તમારા જઠરને, હોજરીને પાચનનો ઓર્ડર નથી આપતા છતાય એ પાચન કરી આપે છે. તમેં ક્યારેય તમારા હૃદય ને કીધું કે ધબકારા ચાલુ રાખ?!! છતાય એ પોતાની રીતે બધુજ કરે છે આવતો હજારો આવા કામો છે કે જે તમારું મન કરે છે અને તમને જીવતા રાખે છે પણ અપને ઓલા બારે બેઠા ભગવાન પાસેજ જવું હોઈ છે મન એ તમને તમારી ઝીંદગી માં જે તમે માંગો એ આપવા તૈયાર જ છે પણ તમેં સાચા મન સાથે અને પાસે માંગતાજ નથી.મન જે તમારા વિચારો ને તમારી હકકીત માં બદલવાનું કામ કરે છે જો વિચારો સારા હશે તો સારું અને જો વિચારો ખરાબ હશે તો ખરાબ બસ તમે મન ને ઓર્ડેર આપો કે અમ થવું જોઈ એ બસ પછી આમજ થશે બસ તમારે ખાલી વિશ્વાસ, લગન અને ધીરજ રાખવાની છે હવે તમે જે માંગો છો એમાં તમનેજ સંકા કુસંકા થતી હોય તો આવું ના થવું જોઈ બીજું કે તમને એ વસ્તુ પામવાની ધગશ લગન હોવી જોઈ અને ત્રીજું ખાસ કે ધીરજ હવે સમાન્ય રીતે બધાજ ને ઉતાવળ માંજ જોઈ છે હવે આમાં થાય આવું કે અમુક મહિના જાય કે કે કંટાળી ને હિંમત હારિને બેસી જાય પછી કે ભગવાને અપાવ્યું નહિ આમ હિંમ્મ્ત હરિને બેસી ના જવું ધીરજ રાખવી તમને મળસેજ .બસ આ ત્રણ વિશ્વાસ, લગન અને ધીરજ સાથે મન પાસે માંગો એ જરૂર આપસેજ

ચાલો હવે અમુક લોજીકલ પ્રશ્નોથી સમજીએ કે ભગવાન કોઈએ જોયા ? તો જવાબ હશે “ ના” મન કોઈએ જોયું ? તો જવાબ હશે “ના” બધાજ માટે એક સર્વ સામન્ય ભગવાની વ્યાખ્યા છે કે જે અપણને ખુશીઓ આપે જે આપણને ઝીંદગી આપે કે જે આપણને સફળ બનાવે કે જે સત-બુદ્ધિ આપે એ ભગવાન. તો ભાઈ ઉપરની દરેક વસ્તુ તમારા “મન” સાથે બંધ બેસે છે જે – જે ભગવાન કરે છે એવું તમે માનતા હતા તો આવુંજ તમારું મન તો કરે છે .તો ભગવાન એ તમારું મન થયું ને ?? તમે જો ઝીંદગીમાં કાઇક કરવા માંગતા હોવ તો વિશ્વાસ રાખો કે તમારું મન એજ ભગવાન છે. તમે જે વારંવાર વિચારો છો એવુજ “મન” તમારી ઝીંદગી માં કરે છે માટે હમેશા સારું વિચારોતો સારું કરશે અને જો ખરાબ વિચારો તો ખરાબ થશે . વિશ્વાસ રાખો તમારા “મન” ઉપર અરે જો પ્રાર્થના કરવી હોઈ તો “મન” ની કરો બસ બારે કોઈજ જગ્યાએ જવાની જરૂર નથી અને જો નિષ્ફળ જાઓ તો હતાશ થઇને ખોટી માનતા કે ઢોંગી બાવા પાસે કયાય પણ જવાની જરૂર નથી બસ તમારા મન ઉપર વિશ્વાસ રાખો કે એ અપસેજ જો ધીરજ,વિશ્વાસ અને લગન નો અભાવ હશે તોજ તમેં નિષ્ફળ જાવ બાકી મન તો ભગવાન છે જે તમને બધુજ આપવા બેઠો છે .

મેં પણ મારી ઝીંદગીમાં આ વાતનો અનુભવ કરિયો છે અને મારે જે જોઈતું હતું અને જેટલું જોઈતું હતું એ મેં મારા મન પાસે માંગિયું એ દરેક વસ્તુ આપવી છે હું મારા મનને જ જાતી, ધર્મ અને ભગવાન માનું છું હું સાચા મન થી જે માંગું છું એ મળીજ જાય છે અમુક વસ્તુતો મારે નથી જોઈતી તોય મન એવસ્તુ મને અપાવીજ દે છે બસ તો આજથી તમે પણ ખોટી દરેક માંનીયતા ને મૂકી અને પોતાના “મન” ને ભગવાન માંનો અને આગળ વધો મારી બુક નો મહત્વ નો ટોપિકજ અને હવેની દરેક વાતો ધીમે ધીમે વધુને વધુ રોમાંચિત થતી જશે .બસ તો આજ થી ખોટી દરેક માન્યતાઓ ભૂલીને વિચારો કે “MIND IS GOD”.

***