GARIBAI NI KATHNAI-(the real fact about india) Aman Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

GARIBAI NI KATHNAI-(the real fact about india)

ગરીબાઇની કઠણાઇ

અમન જે. ચાવડા

E-mail: amanchavda123@gmail.com

Facebook : www.facebook.com/Aman Chavda




© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

ગરીબાઇની કઠણાઇ

વિશ્વ માં લગભગ ૩ કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. જેમાંથી ૧.૩ કરોડ લોકો તો ખૂબ જ ગરીબ છે અને આશ્ચર્ય ની વાત એ છે કે, ૩ કરોડમાંથી ૧ કરોડ બાળકો છે!

ભારત એક સમૃદ્ઘ દેશ છે પણ ભારતીયો ગરીબ છે!! અહીં આશ્ચર્ય લાગે છે ને કે ભારત સમૃદ્ઘ અને ભારતીયો ગરીબ કેમ? એ વાત સાચી કે, આઝાદીના ૬૮ વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ ખૂબ જ સારો રહ્યો છે. છતાં પણ દુનિયા ના ત્રીજા ભાગ ના ગરીબો એકલા ભારત માં વસે છે. આ વાત જરા ખટકે એવી છે.

દરેક ભારતીય ને દેશપ્રેમ તો હોય જ અને મને પણ મારા દેશ પ્રત્યે પ્રમ છે પણ સત્ય છે એ તો લખવું જ રહ્યું એટલે અહીં દેશની સત્ય વાત કરેલી છે. જો આ વિષયમાં કોઈની દેશપ્રેમ પ્રત્યેની લાગણી દુભાય તો માફ કરવા વિનંતી.

ભારતની ગણના એક વિકાસશીલ દેશ તરીકે થાય છે પરંતુ આ જ ભારતમાં ગરીબીમાં ગણનાપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી. ભારતમાં લગભગ ૩૬૩ લાખ લોકો ગરીબી રેખાની નીચે જીવે છે એટલે કે વર્ષ ૨૦૧૨માં જાહેર થયેલા આંકડા મુજબ લગભગ વસ્તી ના ૨૯.૫% લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. આ આંકડા પ્રમાણે દેશની વસ્તીના ૧૦ માંથી ૩ લોકો ગરીબ છે! અને આ કારણે ભારતે વિશ્વમાં ષષ્ષ્ત્ ણસ્ટષ્ણિ તરીકેની છાપ ઊભી કરી છે.

ગરીબીના મુખ્થ કારણ તરીકે ભણતરની કમી અને વસ્તીવધારો કહી શકાય અને એ ઉપરાંત ભણતર મળી રહે. પરંતુ ત્યારબાદ યોગ્ય કામ-ધંધો ન મળે તો પણ ગરીબીમાં ઘટાડો થવાનો નથી. દેશની વસ્તીના લગભગ ૨૦% લોકો બેકાર છે! આ પણ એક પરિબળ ગરીબી ઘટાડવામા આડે આવે છે.

જાહેર થયેલા આંકડા મુજબ ભારતમાં દર વર્ષે લગભગ ૧૮ લાખનો વસ્તી વધારો થાય છે. આ પાછળનુ કારણ ભણતરની અછત કહી શકાય. મે જોયેલુ એ પ્રમાણે અભણ તેમજ ગરીબીરેખા નીચે જીવતાં લોકો એમ વિચારે છે કે પરીવારના સભ્ય વધશે એમ આવક વધશે. પરંતુ તેઓ પોતાના બાળકને ભણાવવાને બદલે મજુરી કે ભીખ મંગાવે છે. જો આમ જ ચાલતુ રહેશે તો ગરીબીમાં ઘટાડો થવાના સપના સપના જ બની રહેશે અને ભવિષ્યમાં ભારત સરકારે પણ ચીન સરકારની જેમ એક કુટુંબ એક બાળકનું વલણ અપનાવવું પડશે.

સરકાર ગરીબોને લાભ આપવા માટે અનેક યોજનાઓ અમલમાં મુકે છે.ખાવા માટે સસ્તા અનાજ, રહેવા માટે ઘર અને પહેરવા માતે કપડાનું વિતરણ કરે છે. પરંતુ રાજકારણ છે એટલે ભ્રષ્ટાચાર તો રહેવાનો જ. એટલા માટે જ ગરીબોને યોજાનનો પૂરતો લાભ મળતો નથી. મોટા રાજકારણીઓ અને નેતાઓ આવી યોજનામાંથી નાણાં એકત્ર કરી સ્વિસબેંકમાં નાખે છે. માટે અમીર વધારે અમીર અને ગરીબ વધારે ગરીબ બને છે.

આવા રાજકારણીઓને લીધે જ કેટલાય ગરીબ પરીવારો ને બે ટંકનુ ભોજન નથી મળતું અને માથું છુપાવવા છાંપરું!! આ અહીં અટકી નથી જતું પણ ગરીબીએ કેટ-કેટલાય પરિવારોના ભોગ લીધો છે.

વર્ષ ૨૦૧૨માં સરકારના કમિશને શરમ નેવે મૂકી હોય એવી જાહેરાત કરી કે, શહેરી વિસ્તારમાં રહેતા લોકો જો એક દિવસમાં રુપિયા ૩૩ કરતાં વધારે અને ગ્રામ્ય વિસ્તાર માં રુપિયા ૨૭ કરતાં વધારે વાપરે તો તેની ગણના ગરીબમાં થાય નહિ! હવે દરરોજના રુપિયા ૧૦૦૦નું ખાવાનું ખાતા આ રાજકારણીઓને કહો કે, એક દિવસ રુપિયા ૩૩ માં ગુજરે કઇ રીતે?

અહીં હુ મારા બે અનુભવ જણાવવા ઈચ્છુ છુ.

હુ અત્યારે વડોદરાની હ્મ.શ. ઊનાવઇરસાતયમાં અભ્યાસ કરુ છુ અને માતા-પિતા મોરબી રહેતા હોવાથી હુ વડોદરા હોસ્ટેલમાં રહુ છુ.

ઘણીવાર સવારે હોસ્ટેલની બહાર નાસ્તો કરવા જાઉ ત્યારે ત્યાં ફુટપાથ પર રહેતા અને ત્યાં જ રહીને મજુરી કરતાં લોકોના બાળકો નાસ્તો કરતા હોય ત્યાં આવે છે અને ભીખ માંગે છે. મેં ઘણીવાર આ જોયુ અને પ્રશ્ન થયો કે આ ૫-૭ વર્ષના ટેણીયાઓ આ રુપિયાનુ કરે છે શુ? પાછળ થી જાણ થઇ કે આ ટેણીયાઓ રુપિયા તેના મા-બાપને આપે છે અને બાપ એ રુપિયાથી રાત્રે દારુ પીવે છે હવે આમાં ગરીબી દુર થાય કેમ? આ પરથી એ ખ્યાલ આવી જશે કે ગરીબી ઘટાડવા માટે ભણતર વધારવું પડશે.

ત્યારબાદ મને હજી એક કિસ્સો યાદ આવે છે કે, હું મારા મિત્રો સાથે ભોજન કરવા જઇ રહ્યો હતો.ભોજન કર્યા બાદ અમે જરા ટહેલવા નિકળી પડયા. તો રસ્તામાં એક ૫-૬ વર્ષની બાળકી આવી અને ભીખ માંગવા લાગી. મારો મિત્ર રુપિયા આપવા જઇ રહ્યો હતો તો મે તેને ટોકયો. મારી પાસે ચોકલેટ હતી તો એ મે બાળકીને આપી. તો તેણે લેવાની ના પાડી.મે કીધું કે જો તને ભુખ લાગી હોય તો તને ખાવાનું આપુ પણ રુપિયા તો નિંહં જ. પરંતુ એ બાળકી એ જીદ પકડી કે, મારે રુપિયા જ જોઇએ. તેથી મારા મિત્ર એ તેને બે-પાંચ રુપિયા આપી રવાના કરી.

ષરંતુ એક વાત મને ગળે ના ઉતરી બાળકીએ ચોકલેટ માટે ના કેમ પાડી? ત્યારબાદ બીજા મિત્રો પાસે જાણવા મળ્યું કે, કોઇક માણસ આવા અનાથ બાળકો પાસે ભીખ મંગાવે છે અને કમાણી કરે છે. દેશમાં આવા ઘણા લોકો ભરેલા છે. જો દેશમાં જ આવા લોકો રહેશે તો ગરીબી ઘતાડવી મુશ્કેલ બની જશે.

ગરીબી નાબુદ કરવા ગાંધીજી જેવા મહાનપુરુષ પણ પોતે જરુરિયાતની જ વસ્તુનો ઉપયોગ કરતાં. આપણી સરકાર ડઘિટિસ્ળ ણિડસ્િ, સ્વચ્છ ભારત જેવા અનેક અભિયાન ચલાવે છે. તો સરકારે પૂરા દેશમાં ગરીબી નાબુદ કરવા અભિયાન ચલાવવું જોઇએ અને આપણે પણ એક જાગૃત નાગરિક તરીકે ગરીબોને થઈ શકે તેટલી સહાય કરવી જોઇએ.

છેવટે,

ગરીબ એ નથી જેની પાસે ઓછું છે, પરંતુ ધનવાન હોવા છતાં પણ જેની ઇચ્છા ઓછી નથી થઇ એ સૌથી વધારે ગરીબ છે.

અસ્તુ

-વિનોબા ભાવ

E-mail: amanchavda123@gmail.com

Facebook : www.facebook.com/Aman Chavda