Hu Gujarati-41 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati-41


હું ગુજરાતી - ૪૧




© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.સખૈયો - સ્નેહા પટેલ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.‘ઉપસંહાર’ - અજય ઉપાધ્યાય

૫.કૌતુક કથા - હર્ષ પંડયા

૬.સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

૭.મસ્ત રીડ - ભૂમિકા દેસાઈ શાહ

૮.બોલીસોફી - સિદ્ધાર્થ છાયા

૯.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

એડિટરની અટારીએથી....

* સિદ્ધાર્થ છાયા *

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

નિવૃત્ત ક્યારે થવું?

ભારતીય ક્રિકેટમાં આજકાલ નિવૃત્તિની સિઝન ચાલી રહી છે. ગયે અઠવાડિયે ઝાહિર ખાન અને બે દિવસ અગાઉ વિરેન્દર સહેવાગે પોતાની નિવૃત્તિ જાહેર કરી હતી. આમ જુવો તો ભારતના ક્રિકેટમાં ખેલાડીઓ દ્વારા સામેચાલીને નિવૃત્તિ લેવી એ એટલી સરળ ઘટના નથી હોતી. પરંતુ વિદેશોમાં એટલે કે એશિયન દેશોની બહાર આમ કરવું એક આમ બાબત છે. આપણે ત્યાં ક્રિકેટ રમે રાખવાનો મોહ ખુબ છે. જો કોઈ ક્રિકેટર એક દાયકાથી પણ વધુ ભારત તરફથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો હોય તો તેણે મબલખ નાણા કમાઈ લીધા હોય છે, એટલે નિવૃત્તિનો નિર્ણય ન કરી શકવા પાછળ પૈસાની ભૂખ હોવી એટલું મહત્ત્વ નથી ધરાવતું જેટલું કે લાઇમ લાઇટથી દુર થઇ જવાનો ભય.

પાંત્રીસ વર્ષની ઉંમર પછી દરેક ક્રિકેટરના જીવનમાં એક પળ એવી જરૂર આવતી હોય છે જ્યારે તે એવું વિચારતો હોય છે કે તે હજી ઘણું લાંબુ રમી શકે એમ છે. કારણકે કોઇપણ સારો ક્રિકેટર પાંત્રીસ વર્ષે મોટેભાગે તેની કારકિર્દીની ટોચ ઉપર હોય છે. પરંતુ આ ઉંમર પછી આટલા વર્ષો સુધી થાક્યા વગર કામ કરેલા એના શરીરને એવું લાગતું નથી હોતું. આથી ઘણીવાર મન અને હ્ય્દય વચ્ચેના દ્વંદમાં ખેલાડી એટલો બધો ફસાઈ જતો હોય છે કે ક્યારે નિવૃત્ત થવું તેનો નિર્ણય તે કરી શક્તો નથી. પરિણામે બાવાના બેય બગડયા જેવો ઘાટ થતો હોય છે. સહેવાગ અને ઝાહિરના જ કિસ્સા લઈએ તો બંને છેલ્લા દોઢથી બે વર્ષથી ભારતીય ટીમની બહાર હતા અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ કોઈ ખાસ પ્રદર્શન કરી શક્તા ન હતા. પણ તેમ છતાં પેલી ઈચ્છા એમના દિલમાં જરૂર હતી કે હજી જો એક મોકો મળે તો તેઓ દેશ માટે કશું કરી બતાવવા તૈયાર છે.

પણ, સ્પોર્ટ્‌સ એ પોલિટીકસ નથી (થેન્ક ગોડ ફોર ધેટ!) કે જ્યાં પંચાવન વર્ષનો રાજકારણી પણ યુવાન ગણાય. અહીં તમારૂં શરીર જેટલું મજબુત એટલી તમારી માંગ નહીં તો આવજો, ટાટા, બાય બાય! સહેવાગ અને ઝાહિરે બે વર્ષ રાહ જોઈ, પરંતુ જ્યારે એમ લાગ્યું કે હવે આપણા ટીમમાં પરત થવાના કોઈજ ચાન્સ નથી એટલે (અંતે) તેમણે રિટાયરમેન્ટ લઇ લીધું. આ પ્રકારની નિવૃત્તિમાં ખેલાડીનું માન જળવાતું નથી. એવું નથી કે આમ કરવાથી ઝાહિર કે સહેવાગનો ભારતીય ક્રિકેટને તેમણે આપેલા ફાળાની કિંમત ઓછી થઇ જાય છે, પરંતુ આ ઘટના એક દિવસતો બનવાની જ હતી જે બની ને રહી તેનાથી વિશેષ કશુંજ નહોતું. ભારતના ક્રિકેટમાં માત્ર સુનિલ ગાવસ્કર અને મહેન્દ્ર સિંઘ ધોની (ટેસ્ટ ક્રિકેટ) એ જ પોતાની મરજીએ અને દુનિયા આશ્ચર્યચકિત થઇ જાય એવા સંજોગોમાં નિવૃત્તિ લઇ લીધી હતી. એક કિસ્સામાં સૌરવ ગાંગુલીનું નામ પણ શામેલ કરી શકાય, ભલે તે પડદા પાછળ બીસીસીઆઈ ના દબાણ હેઠળ લેવામાં આવેલો નિર્ણય હતો, પરંતુ એવા સમયે લેવાયો હતો જ્યારે ગાંગુલી તેના શ્રેષ્ઠ ફોર્મમાં હતો, બિલકુલ ગાવસ્કર અને ધોનીની જેમજ.

૨૨.૧૦.૨૦૧૫, ગુરૂવાર (દશેરા)

અમદાવાદ

* સિદ્ધાર્થ છાયા *

સખૈયો

* સ્નેહા પટેલ *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ જહીરટ્ઠરીંજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠ.ૈહ

તું અને માત્ર તું જ !!

સખૈયા, નાનપણથી હું તને ’તું’ કહીને સંબોધુ છું. તને ’તમે’ કહેવા જેવો વિચાર સુદ્ઘાં ક્યારેય મગજમાં નથી આવ્યો. આમ જોવા જઈએ તો મારા માટે આ એક નવાઈજનક વાત જ છે. નોર્મલી હું કોઇ પણ વ્યક્તિ પછી એ નાનું કે મોટું હોય પણ એમને ’તમે’થી જ સંબોધન કરૂ, અમુક માણસો સાથે વધુ સમય પસાર થાય તો ’તમે’માંથી ’તું’ સુધી પહોંચી જાય પણ ’તું’તો ડાયરેક્ટ મારા જન્મથી જ ’તું’ સુધી પહોંચી ગયેલો. એવું કેમ થયું હશે હેં ? આજે વિચારોની મનમાં હેલી ઉઠી છે.

સખા, તું માનવી હોત તો કદાચ આ વિચારોની હેલીની અસર સમજી શકત. વિચારોની હેલીમાં કોઇ ક્રમ,નિયમ, ઇચ્છા - અનિચ્છા જેવું કશું ના હોય. આડેધડ આવ્યા કરે. વગર મોબાઇલ - નેટવર્ક કે વોટસએપ - હું તારી સાથે કલાકોના કલાકો વાતો કર્યા કરૂં છું. અમારા જેવા કાળા માથાના માનવી પાસે કોઇ જ એવી સ્વિચ કે રીમોટ કંટ્રોલ ના હોય કે જેના થકી અમે આ વિચારોની ધારાને રોકી શકીએ. તને તો ખબર છે કે મારા વિચારોનો વિષય ’તું’ હોય પછી હું દિલ, સંવેદનોના બધા દરવાજા ખુલ્લાં મૂકી દઉં છું ને તારા વિચારોને ઉત્કટતાથી આવકારૂં છું. જોકે તારા વિશેના વિચારો તો મારા આત્માની ખુશી છે. આ વિચારોની ધારા થકી મારા મનોપ્રદેશમાં કોઇ જ નુકશાન નથી થતું ઉલ્ટાનું એ ધારાથી ફળદ્રુપ ખુશીની વાવણી થાય છે.

સખૈયા, હું મીરાંબાઈ જેવી મહાન નથી કે એના જેવો એકતારો ય મારી પાસે નથી. હું નરસિંહ મહેતા નથી કે મારી પાસે વહેલી સવારે આંખ ખૂલી જતાં તારા માટે ગાઇ શકું એવું પ્રભાતિયું ય નથી, એના જેવા કરતાલ પણ નથી. મારી પાસે તો તારા માટે નર્યું- નીતર્યુ વ્હાલ જ છે - અપરંપાર વ્હાલ ને કોઇક વાર ભાવનાની ઉચ્ચતમ કક્ષાએ રચાઈ જતા રડયા ખડયાં એકાદ બે ગીત જે કદી ક્યાંય ’સેવ’ નથી થતાં. આ વ્હાલથી ભરેલું હૈયું ને ગીતો લઈને હું તારા વિચારો સાથે એકધ્યાનમાં બેસી જાઉં છું. વિચારો મને એના ગુલામ બનાવવા માટે તલપાપડ થતા હોય છે, મારૂં મન ભટકાવી નાંખવા તેઓ જમીન-પાતાળ એક કરી નાંખે છે. બીજો કોઇ વિષય હોય ત્યારે મહ્‌દાંશે તેઓ વિજયી પણ થઈ જાય છે પણ સખા, મારો વ્ચિારનો વિષય તું હોય ને ત્યારે હું મારા વિચારોની દિશાની માલિક થઈ જાઉં છું ને આખીય વૈતરણી સહજતાથી પાર કરી જઉં છું. પવનથી ય તેજ જેનો વેગ છે, પારાથી ય ચંચળ જેનો સ્વભાવ એવા વિચારો તારા વિષયની સરહદમાં પ્રવેશે એટલે સાવ નિર્બળ થઈ જાય છે, એ પછી એ તેજીલાઓનો તોર તોડીને હું એમની બાગડોર સંભાળીને એને ધારૂં એવો વેગ અને દિશા પકડાવી શકું છું.

જોકે સખૈયા, આ બધાની પાછળ ’હું’ નહીં પણ ’તું’ કામ કરે છે એ હું બહુ જ સારી રીતે જાણું છું, એથી મારામાં રખેને અભિમાન આવી જશે ને હું મદમસ્ત થઈને રસ્તો ભૂલી જઈશે એવી ચિંતા તું કદી ના કરીશ. મારો તો રસ્તો પણ તું, મંઝિલ પણ તું...માર્ગમાં વિધ્ન આવે તો ય તારી મરજી ને સુગંધી પુષ્પ શીતળ વાયરા સંગાથે એની સુવાસનો દરિયો લહેરાવે તો ય તારી મરજી. બીજા કોઇ વિષયના વિચાર આવે ત્યારે એ તીડના ટોળાંની પેઠે ત્રાટકીને મારા મનને ઘેરી લે છે, ઘણી વાર રાતોની નીંદરડી ખેદાન મેદાન કરી નાંખે છે પણ જેવી હું તારા વિચારોમાં મન પૂરોવું એટલે આ બધી મુશ્કેલી માખણના વાળની પેઠે સરકી જાય, મોરપીચ્છ જેવી હળવી બની જાય અને હું નિર્મળ પાણીના ધરામાંથી ડોકું કાઢીને ઉભી રહેલ કમળ પેઠે બની જઉં છું.

બ્હાજ"ાજ હરૈઙ્ઘ’ટ્ઠધ્છ

બ્ૐાાજિ હરૈઙ્ઘાજ દ્ઘર્કઃછછ

જેમ સંધ્યાને ચંદ્ર અજવાળે છે, સવારને સૂરજ પ્રકાશન્વિત કરે છે એમ જ

છ ર્કાદ્ઘજ હરૈઙ્ઘાજ ઙ્મચાજી;ાજ% છછ

મારા વિચારોને તું દેદિપ્યમાન કરે છે ’સખૈયા’.

આ બધું મેળવવા મેં કોઇ જ મહેનત નથી કરી, આ તો મને સાવ સહજતાથી જન્મજાત મળી ગયેલું છે..ઓહ..હવે આખી ય વાત સમજાઈ ગઈ. તેં મને આ જન્મતાંની સાથે જ સહજતાની અમૂલ્ય ભેટથી નવાજી છે એના કારણે જ તું મને જન્મથી જ ’તું’ ના સંબોધન જેટલો નીકટનો લાગે છે.

તારી માયા અપરંપાર રે વ્હાલાં..!

સ્નેહા પટેલ.

* સ્નેહા પટેલ *

ર્સ્િીપીંછ

* કાનજી મકવાણા *

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠાુટ્ઠહટ્ઠોદ્બટ્ઠિ૩૪જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ર્સ્િીપીંછ

* કાનજી મકવાણા *

‘ઉપસંહાર’

* અજય ઉપાધ્યાય *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠોદ્ઘિંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

આ જીછન્ઈ મુજે માર...!!!

‘ ત્રણ શર્ટ સાથે ત્રણ શર્ટ ફ્રી... ફ્રી... ફ્રી...’ રસ્તે કા માલ સસ્તે મેં ‘....’ દિવાળી બમ્પર ધમાકા - કોઈ પણ આઈટમની ખરીદી પર ફ્લેટ ૫૦% છૂટ ..’ ‘ ૩૦૦૦ ની સાડી ૧૨૦૦માં... એક સાડી સાથે એક સાડી ફ્રી...’ !!!! ભદ્રનો ઓટ્‌લાવાળો હોય કે સીજી રોડના શોરૂમવાળો... સુરતની કાપડ માર્કેટ હોય કે પછી રાજકોટનો લાખાજીરાજ રોડ... ...તહેવારોમાં અને ખાસ કરીને દિવાળી જેવા તહેવારમાં બજારમાં નીકળો એટલે શોકેસમાં જેટલી આઈટમ ડીસ્પ્લેમાં મૂકી હોય એટલા જ આવા આકર્ષક બેનરો પણ દુકાને દુકાને વાચવા-જોવા મળે મળે ને મળે જ , ખબર નહિ શું ગણિત-ભૂગોળ કે વિજ્ઞાન છે પણ તહેવારો આવે એટલે સેલ સેલ સેલનો બુંગીયો ફુકાય જ જાય... !!!! નીકળ્યા હોવ એક પેન્ટ કે શર્ટ લેવા ને એયને એક બે થેલી ભરીને કપડા કે પછી બીજી ચીજ વસ્તુ ખરીદી જ લો... બસ આ જ તો છે સેલનું સાદું ગણિત..!!! જો કે આ અટપટા ગણિતનો દાખલો સાચી રીતે ગણતા આવડતો હોય તો સેલના પેપરમાં તમને ૧૦૦માંથી ૧૦૦ માર્ક પાક્કા મળી જાય...!!! કેવી રીતે ???? આગે દેખતે હૈ ના...!!!!

જનરલી મોટાભાગનાને એવું ભૂસું ભરાઈ ગયેલું હોય છે સેલ એટલે કચરો... સેલ એટલે નાં ચાલતી હોય એ ચીજને વેચવાની તરકીબ ...સેલ એટલે ગ્રાહકને સસ્તામાં આકર્ષીને મોંઘી ચીજ ખરીદવા લલચાવવાની સદીયો જૂની ટેકનીક...!!! મોટાભાગના કેસમાં ..આઈ મીન સેલમાં આ દાખલો ખોટો પડતો હોય છે. સેલ એટલે સાવ એવું નહિ કે હલકી ચીજ જ પધરાવે. અસલમાં તહેવારોમાં અને ખાસ કરીને દિવાળી ટાણે લાગતા સેલના લટકણીયામાં ખરેખર તમારે જોઈતી ચીજને તમને પોસાઈ એવા ભાવે ખરીદી શકો એવો ઝગમગાટ પણ છુપાયેલો હોય છે પણ શું છે બોસ્સ કે જરા આંખ ખુલ્લી રાખીને અને પર્સ માપસર ઉઘાડીને સેલના સમરાંગણમાં કૂદવું પડે. અને હા ખાસ તો જો શ્રીમતીજીને લઈને ગયા હોવ તો ‘ ઓ ગોરી તારો પાલવ રે...’ એવું ગાતા ગાતા ગોરંદેને સમયસર એકાદ અટપટા સેલમાંથી પાલવ ખેચીને બહાર કાઢી શકવાની હિમ્મતો પણ રાખવી પડે અને ઉસકા રીઝન હૈ બબુઆ... એન્ડ રીઝન ઈઝ ધેટ કે આ સેલના સોફ્ટ ટાર્ગેટો બીજા કોઈ નહિ પણ સ્ત્રીઓ જ હોય બકા !!!

આમ તો શું છે કે હવે ઘણી દુકાનો તો બારેમાસ સેલ ચલાવતી હોય છે પણ એમાં શું છે કે બહાર લખ્યું હોય એ ‘સેલે’બલ આઈટમ અંદર તમને જોવી પણ ના ગમે એવી પણ નીકળે, પણ ઈ તમારો પોબલેમ થયો ભાયલા કે બેનડી !!!... દુકાનદારને તો લાલ - પીળા કે લીલા પતાક્ડામાં લખેલા ‘ સેલ ‘ નામના કોણીએ ગોળ ચોટાડેલા હોય એવા શબ્દોથી ખેચાઈને તમે દુકાનની માલીપા ઘુસ્યા ન્યા જ એના તો પૈસા વસુલ ( પબ્લીસીટીના જ તો !! ). સેલનો મુખ્યમાં મુખ્ય જો કોઈ હેતુ હોય તો એ જ કે બહાર ડિસ્પ્લેમાં નખરાળા પુતલાઓને વીંટેલા કપડાઓ જોઇને ઘણા થનગનભૂષણો-ભૂષણીઓ એક બાર... બસ એક બાર તો દુકાનની અંદર પગલા કરે જ. સેલ નામના સુમધુર વાજીન્ત્રની સુરાવ્લીઓથી અંદર ગયેલું કસ્ટમબર કઈક તો લઈને નીકળે જ અને જો કાઈ ના લ્યે તો ‘ બેન થોડુક બજેટ વધારો તો એકદમ લેટેસ્ટ આઈટમ બતાવું ; આવી લોલીપોપ હાજર જ હોય. બસ થોડુક બજેટ બેનનું વધ્યું ( અને ભાઈનું બ્લડપ્રેશર ) પછી ખલ્લાસ્સ્સ્સ... સેલ - બેલ માયરા ફરે ને શરૂ થઇ જાય અસલ ખરીદી !!!!.

ઓકે બહુ થઈ દુકાનદારની ફેવર... હવે ગીરાગ વિષે પણ બે શબ્દો પ્રમુખશ્રી કહેશે અને એ પણ સીરીયસલી !!! ખરેખર તો આગળ કહ્યું એમ સેલમાંથી ખરીદી કરતી વખતે જરૂરીયાત અને બજેટ એ બે વસ્તુનો ખયાલ રાખો તો સેલ નામના સમુદ્રમંથનમાંથી ફાયદા રૂપી અમૃત મળે જ. સેલને જો સુપરમાર્કેટની જેમ ટ્રીટ કરશો તો ગયા કામથી. ખબર છે ને કે સુપરમાર્કેટમાં આપણે ગયા હોય બે ટૂથબ્રશ લેવા ને બાસમતીના દહ-દહ કિલોના બે બાચકા લઈને આવતા રહીએ. ઘરે આવીને સુપરમાર્કેટનું બીલ ચેક કરીએ ત્યારે ખબર પડે કે એની જાય્‌તને અર્ધાથી ઉપરની વસ્તુ તો આપણે જરૂરીયાત કરતા વધુ લઇ આવ્યા ..પણ ત્યાં સુધીમાં તો હોર્સ તબેલાના ડોર બ્રેક કરીને રનઅવે થઇ ગ્યા હોય... ખીખીખીખી !!! સેલનું પણ ડીટ્ટો ટુ ડીટ્ટો એવું જ છે. પણ ઉસકા ભી જુગાડ હૈ નાં ભાય... !!!

સૌ પરથમ તો એ નક્કી કરીને જ સેલના સુસવાટા ખમવા જવું પડે કે આપણે ખરેખર શું અને કેટલું લેવું છે ? હા એ છે કે ઘણી વાર રૂટીનમાં ઊંચા ભાવ જોઇને ઓન્લી વિન્ડોશોપિંગ કરીને પાછા વયા આયવા હોય એ ચીજ સેલમાં અચાનક જ આપણા ખિસ્સાને પોહાતા ભાવે મળવા માંડે. બસ જો ખરેખર એવું લાગે તો બોસ્સ મારી ફ્રી ઓફ ચાર્જ સલાહ છે કે આવી ચીજ એકાદ વધુ લઇ લેવી કેમકે જનરલી દુકાનદારોએ એ જ ચીજ સેલ સિવાય ઊંચા ભાવે વહેચીને ઈનફ નક્કો કમાઈ લીધો હોય છે અને જો એવી ચીજ આપણે સેલમાં અર્ધા ભાવે ખરીદીને કોઈને બતાવીએ ને જો એને એ જ ચીજ રૂટીનમાં મોંઘા ભાવે લીધી હોય તો બાપ્પુ છાક્કો પડી જાય ને ? જો કે હવે ગીરાગ પણ શાણા થઇ ગ્યા છે ( આ હું નહિ પણ એક સેલ-દાર દુકાનદારને સગ્ગા કાને કહેતો સાંભળેલો !!!! ). લોકો પણ તહેવારોના સેલનો બેસબ્રીથી ઇન્તેઝાર કરતા હોય છે એમને ખબર છે કે લગનસરાની સિઝનમાં આ વાલામુઆઓ એ ભલેને હટીને ગામને લુટી લીધું હોય પણ ગરાગી વધારવા એમાંની ઘણીબધી ચીજો સેલમાં નહિ મુકે ને જાશે ક્યાં ? એટલે ભયંકર ધીરજો ધરીને ગ્રાહકો આવા સેલની અને સેલમાં આવી એક્સક્લુઝીવ ચીજોની આતુર નજરે રાહ જોતા હોય છે.

એવું નથી કે સેલોમાં ટર્મ્સ એન્ડ કન્ડીશનવાળી ફૂદડી નથી હોતી , હોય જ છે. સાવ સસ્તી ચીજો આપણે લેવી નથી હોતી અને સારી ચીજો સેલમાં હોતી નથી એવું પણ આમાં નથી પણ સેલના પતાકડા પાછળ છુપાયેલી ટી એન્ડ સી વાળી ફૂદડી એ છે કે ‘ હર ચીજ સેલ-એ-બલ ‘ ( આઈ મીન સેલને એબલ ) નહી હોતી ‘ પણ હા તમારે લેવી હોય એ ચીજ ક્યાંક ને ક્યાંક તો સેલ-અવેલેબલ મળી જ જાય. અમથુય બાર્ગેનિંગ એ આપણા શોપીંગનો સાઈડ બિજનેસ છે. બે-ચાર રૂપિયા ઉતારી નહિ તો આપણને ચેન-ચક્કર કે હેન્ડલ પણ નાં પડે એટલે વગર માથાકૂટ કર્યે જો અર્ધા કે એનાથી થોડા વધુ ભાવે કોઈ ચીજ મળતી હોય તો છો ને ડીઝાઈન થોડી જૂની હોય કે પછી સોફાનું રેક્જીન ચાર ને બદલે સાડા ત્રણ ઈંચનું હોય કે પછી મોતીયોવાલા સેટ સહેજ ટૂંકો હોય કે પછી બલ્બની સીરીઝ ૫ ને બદલે ૩ મીટરની હોય કે પછી બુટનો સોલ લેધરને બદલે રબ્બરનો હોય કે પછી ભલે ને ખબર જ હોય કે બેલ્ટ એકાદ વરહ માંડ ટકશે કે પછી... કે પછી... કે પછી... નું આ લીસ્ટ લાંબુ થાય એ પહેલા કટ શોર્ટ કે સેલમાં ઓછા ભાવે અને એ જ ક્વોલીટીની ચીજ - વસ્તુ- કપડા-ફર્નીચર-ડેકોરેશન ઈટીસી ઈટીસી ની ખરીદી કરવાની મજા જ કાઈ ઓર છે...!!!!

* અજય ઉપાધ્યાય *

કૌતુક કથા

* હર્ષ પંડયા *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ દ્બટ્ઠહૐછઇ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

બર્બરતાનો આજે ય યાદ રહેતો ચહેરોઃ અત્તિલા-ધ હૂણ

એક ચોખવટ પહેલા જ કરી લઈએ. જગતે નાના-મોટા અનેક યુદ્ધો જોયા છે. માણસ-માણસ વચ્ચેના ધર્મ-જાતિ-સંપ્રદાય-શ્રદ્ધા-આર્થિક વૈભિન્ય વગેરેને ચલતે અનેક પ્રકારના સંઘર્ષો આ મધર અર્થ પર જોવાયા છે. અનેક પ્રજાતિઓએ અન્ય પ્રદેશો પર આક્રમણ કર્યું છે. એક યા બીજી રીતે અનેક સંસ્કૃતિઓ પાંગરી, અન્ય સંસ્કૃતિઓ સાથે ભળતી ગઈ, અને અનેક સંસ્કૃતિઓ તહસનહસ પણ થઈ ગઈ. જે પ્રજાતિ વધુ બળવાન અને વધુ બુઘ્ધિ ધરાવતી હતી એ ડાર્વિનદાદાના નિયમ મુજબ ટકી ગઈ. બાકીની પ્રજાએ હાર અને મૃત્યુ સ્વીકારીને ઉત્ક્રાંતિના એ મહાચક્રની અંદર પીસાઈ જવાનું મુનાસિબ માન્યું. સમજણ આવ્યા પછી માનવજાતે અનેક મોટા યુદ્ધો નિહાળ્યા છે. બે મોટા વિશ્વયુદ્ધો, ધર્મયુદ્ધો (ક્રુઝેડસ) અને અન્ય લડાયક પ્રજાએ બીજી પ્રજાઓ અને એમના વસવાટના પ્રદેશો પર કરેલા હુમલાઓ બધુ ચાલતું રહ્યું છે. બીજા વિશ્વયુદ્ધમાં જાપાને આચરેલી બર્બરતા કે અમેરિકાએ વિયેતનામમાં કરેલી હિંસા, કોલંબસે મૂળ અમેરિકન સંસ્કૃતિ પર કરેલું દમન આજે ય ચર્ચાઓ જન્માવે છે.

પરંતુ, અત્તિલા એ બર્બરતાનો પર્યાય ગણાતું નામ છે. એના જેટલી હિંસા કદાચ કોઈએ આચરી નથી એવું લખાયેલ ઇતિહાસ કહી સંભળાવે છે. સાથોસાથ એ પણ નોંધવું પડે કે હિંસા આચરવાનો એનો એકલાનો શોખ નહોતો. ચંગેઝ ખાન પણ આવી મારકાપ માટે નામચીન હતો. બાર્બેરિયન તરીકે ઓળખાતા હૂણો મૂળ હંગેરીના મેદાની પ્રદેશોમાં વસવાટ કરતાં અચ્છા ઘોડેસવાર અને તીરંદાજ હતા. ઘોડા પર બેસીને જ બેફામ તીરો ચલાવવામાં એમને મહારથ હાંસલ હતી. ઘોડાઓ પર બેસવા માટેની ખાસ ગાદીને લીધે એ ફાવે તે દિશામાં તીરો ચલાવી શકતા હતા. ઇ.સ. ૪૦૬માં ડાન્યૂબ નદીને કિનારે પેન્નોનિયા વિસ્તારમાં અત્તિલાનો જન્મ થયો. આ વિસ્તારની માલિકી માટે પણ સળંગ ત્રણ વર્ષ યુદ્ધો ભૂતકાળમાં થયા હતા. એટ્‌લે કદાચ અહીં રહેવાવાળા અત્તિલામાં ય આ ગુણો ફૂટવાના હતા. નાનપણથી જ હૂણ પ્રજામાં એક અજીબોગરીબ પ્રથા હતી. બાળકોના માથામાં એક પટ્ટો કસીને બાંધી દેવામાં આવતો. આને લીધે એમની ખોપરીનો આકાર વિચિત્ર થઈ જતો. આ જ આકાર ભવિષ્યમાં નજરે ચડીને ગ્રંથસ્થ થવાનો હતો. અત્તિલા અને એનો મોટો ભાઈ બ્લેડા ઠંડે કલેજે ખુનામરકી ચલાવતા. ઇ.સ. ૪૩૪. અત્તિલાને મોટા ભાઈની સાથે હૂણોના રાજા પદે નીમવામાં આવ્યો. સહિયારા રાજા બનેલા અત્તિલાએ લોહિયાળ મારકાટ વર્તાવી અને પોતાના નામનો ડંકો વગાડયો. અત્તિલાની યોજના સાવ સાદી હતી. નગરની દીવાલો તોડો. નગરમાં પ્રવેશો, લૂંટો, જેટલા લોકો સામનો કરે એને ભૂંડે હાલ મારો, પાછા ફરતા દરેક ઘરને સળગાવી નાંખો અને જેટલા માણસો ઊભા હોય એની કતલ કરી દો. અત્તિલાનું નામ જ એવું થરથરાવી દેતું કે જે સ્થળે હુમલો કરવાનો થાય ત્યાં પ્રજા આપોઆપ હટી જતી.

એવામાં એ સમયના સૌથી શક્તિશાળી સામ્રાજ્યે એમનો સાથ લેવાનો નિર્ણય કર્યો. રોમન સામ્રાજ્ય. રોમનોને અત્તિલાનો ભય હતો. એવી કહેવત છે કે દોસ્તો કરતાં દુશ્મનોને વધુ નજીક રાખવા જોઈએ. એ હિસાબે રોમનોએ પોતાના દુશ્મનો એટલે કે બ્રૂગંડીયન્સ(આજનું ફ્રાંસ) સામે ઇ.સ. ૪૩૭ માં ફૂલ સ્કેલ આક્રમણ કરે તો હૂણોને અઢળક સંપત્તિની ઓફર કરી. મૌત નીપજાવવાના પૈસા મળે એ જોતાં બ્લેડા અને અત્તિલા એ રીતસરનો હાહાકાર મચાવ્યો. આ આક્રમણ સામે લડનારાઓને અત્તિલા અને એની સેનાએ બેરેહમીપૂર્વક કતલ કર્યા. એ પછી અત્તિલાએ કરીબન ૨૦,૦૦૦ જેટલા સ્ત્રી-બાળકોને મૌતને ઘાટ ઉતાર્યા. આટલા જંગી સ્કેલ પર હત્યાઓ ઈંરહૈષ્ઠ ઝ્રઙ્મીટ્ઠહજૈહખ્ત તરીકે ઓળખાઈ અને એ પછીથી એને લોકો ‘ઈશ્વરીય પ્રકોપ’ (જીર્ષ્ઠેખ્તિીર્ ક ર્ય્ઙ્ઘ) તરીકે ઓળખવા લાગ્યા. આ હુમલાના બદલામાં હૂણોને વાયદા મુજબ અઢળક સંપત્તિ અને સોનું મળ્યા. પરંતુ, મહમુદ ગઝનીની જેમ અત્તિલાને થયું, જો આટલી સંપત્તિ માત્ર આટલા લોકોને મારવાથી મળી શકતી હોય, તો ઓરિજીનલ ખજાનો કેવો હશે? અને રોમન સામ્રાજ્ય, કે જેણે પોતાના દુશ્મનોને સાફ કરવા માટે હૂણોને ‘હાયર’ કર્યા હતા એમના જ તરફ હૂણોના હુમલાની શક્યતાના પાયા નંખાઈ ગયા.

ઇ.સ.૪૪૧. રોમન સામ્રાજ્ય માટે મહત્વના ગણાતા શહેર નાયસસ (આજનું સર્િબયા) પર અત્તિલાનો ડોળો મંડાયો. હાલાંકી, ત્યાં રોમન લશ્કરનું થાણું અને અભેદ્ય કિલ્લો પણ હતો એટલે સીધો હુમલો શક્ય ન હતો. અત્તિલાની જુદા આકારની ખોપરીમાં એક અફલાતૂન વિચાર આવ્યો. જાડા થડવાળા વૃક્ષને કાપી, એના થડના એક છેડે લોખંડની પટ્ટીઓ ચીપકાવી દઈ, એને કિલ્લાની દીવાલો પર વેગપૂર્વક મારવામાં આવે તો ગમે તેવી દીવાલો ય તૂટી જાય. એમ નાયસસના કિલ્લાનું પતન થયું. અને પછી તો એજ દોર ચાલ્યો. હત્યાઓ,બળાત્કાર,લૂંટ. પછીનો ટાર્ગેટ હતો લક્ષ્મીના ડુંગર પર બેઠેલું વૈભવશાળી નગર, કોન્સ્ટેન્ટીનોપલ (આજનું ઇસ્તંબુલ). અભેદ્ય બબ્બે દિવાલોથી ઘેરાયેલ આવા નગરને લૂંટવું સહેલું ન હતું. પરંતુ, અત્તિલાની પ્રસિઘ્ધિ એની પહેલા જ ત્યાં પહોંચી ગઈ હતી અને અત્તિલા ત્યાં આવી પહોંચ્યો. રોમનોએ રીતસરનો સોનાનો વરસાદ કર્યો. અત્તિલા બધું ભેગું કરીને ચાલતો થયો, પણ પાછા આવવાના વચન સાથે. એક રીતે માફિયા સ્ટાઈલનું કલ્ચર ઊભું થયું જે અમુક સમયે તમારી પાસેથી પૈસા લેવા આવે છે. ૧૨ વર્ષ, બ્લેડા અને અત્તિલાએ હૂણોને એક ઓળખ આપી અને સામ્રાજ્ય બનાવ્યું. એક દિવસ બ્લેડા શિકાર કરવા જંગલમાં ગયો. અને પાછો આવ્યો જ નહીં. ઘણા ઇતિહાસકારોના મત મુજબ ખુદ અત્તિલાએ જ બ્લેડાને મૌતને ઘાટ ઉતારી દીધો હતો.

જેની ખુદની જિંદગીમાં સતત મારકાટ, રક્તપાત હોય, એનો અંત કેવી રીતે કલ્પી શકો છો?

એ જાણવા માટે અહીંયા જ જોતાં રહો.

(ક્રમશઃ)

* હર્ષ પંડયા *

સંજય દ્રષ્ટિ

* સંજય પિઠડીયા *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ જટ્ઠહદ્ઘટ્ઠઅિૈંરટ્ઠઙ્ઘૈટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સરદારી મિજાજ - નીડર જબાન અને વ્યંગની દુકાન

બળવાખોર વિદ્યાર્થી, બાહોશ બેરિસ્ટર, બળુકા વહીવટદાર, બેજોડ અનુયાયી, બુઘ્ધિશાળી લડવૈયા, બેલેન્સ્ડ રાજકારણી અને બેદાગ નાયબ વડાપ્રધાન - આ બધા વિશેષણોનું એકમાત્ર નામ એટલે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ એટલે કે ‘સરદાર’. મનોજ ખંડેરિયાનો શેર ‘બધાનો હોઈ શકે સત્યનો વિકલ્પ નથી, ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.’ નું જીવતું-જાગતું ઉદાહરણ હતા પટેલ. આપણા ઈતિહાસના પૃષ્ઠોમાં સરદાર વિશે શું ભણાવાય છે? એ જ ને કે સરદારની બગલમાં બામલાઈ (મોટું ગુમડું) થયું ત્યારે તેમણે તેના પર લોખંડનો ધગધગતો સળિયો ચાંપીને ગુમડું ફોડી કાઢ્‌યું હતું. પણ આઝાદી માટે અંગ્રેજ શાસનનો સૂર્યાસ્ત લાવનાર અને આઝાદી પછી દેશી રજવાડાંનો પણ અસ્ત કરાવનાર ‘સરદાર’વિશે ખૂબ બધું લખાયું છે. ગાંધીજીને ખબર હતી કે પટેલ શું છે અને નેહરૂ શું છે. સરદારની તે ખુલ્લા ગળે પ્રશંસા કરતા. તેમણે કહ્યું છેઃ ‘સરદાર પટેલ મારી સાથે છે એને હું મારૂં અહોભાગ્ય સમજું છું. તેમણે મને જે પ્રેમથી નવાજ્યો છે તે જોઈ મને મારી માતાનું સ્મરણ થઈ આવે છે. તેમનામાં માતાના સદ્‌ગુણો છે એની મને જરાય માહિતી નહોતી... ’ઓક્ટોબર મહિનો ‘ગાંધી’થી શરૂ થઈને ‘સરદાર’ પર પૂરો થાય ત્યારે આવો જાણીયે સરદારના તીખાં રંગ અને કટાક્ષભર્યા વ્યંગને...

વિલક્ષણ સ્વભાવના, આખાબોલા અને તીવ્ર બુઘ્ધિમત્તા ધરાવતા સરદાર કોઈનો અહમ્ કે બેદરકારી ચલાવી ન લેતાં. બ્રિટિશ મેજિસ્ટ્રેટ હોય કે મહારાજા, વાઈસરોય હોય કે રાજકીય નેતા, શબ્દોથી ઘૃણા અને હિંસાની આગ ઓકતો હૈદ્રાબાદનો કાસિમ રઝવી હોય કે અમૃતસરમાં ઉશ્કેરાયેલું શીખોનું સશસ્ત્ર ટોળું હોય, સરદારે સત્યને સ્પષ્ટ રીતે સુણાવી દેવામાં કચાશ નહોતી રાખી તે ઈતિહાસની હકીકત છે. ચંચી મહેતાએ કહ્યું છે કે, ‘કૃષ્ણ-અર્જુનની જેમ ગાંધી-સરદાર જ્યાં હોય ત્યાં વિજય નિશ્ચિત હોય જ એ વાત બરાબર પણ કૃષ્ણ જેની પડખે હતા એ અર્જુનનેય વિષાદયોગ આવેલો. અમારા સરદારની સામે પાંચસો જેટલા રાજાઓ હતા અને અંગ્રેજોનું લશ્કરી બળ પણ હતું. છતાં સરદારનાં ગાત્રો ઢીલાં નહોતાં થયાં’. મૂળ સ્વભાવે જ અન્યાય થાય ત્યાં રોકડું પરખાવી દેવાનો પાક્કો પટેલ મિજાજ વલ્લભભાઈમાં હતો. મેટ્રિક પરીક્ષામાં વલ્લભભાઈએ સંસ્કૃત ન ફાવતાં ગુજરાતી રાખ્યું. ગુજરાતીના શિક્ષક છોટાલાલ નરભેરામ ભટ્ટે કટાક્ષ કર્યો, “સંસ્કૃત ન આવડે એમને ગુજરાતી ન આવડે, સમજ્યા?” વલ્લભભાઈએ ફટ દઈને મોં પર સંભળાવ્યું, “બધાં સંસ્કૃત ભણે તો તમે ગુજરાતી કોને ભણાવશો?”. શિક્ષકનું અભિમાન ઘવાયું એટલે છેલ્લી પાટલી પર ઊભા રહીને એકથી દસ સુધીનો પાડો બસ્સો વાર લખવાની સજા ફરમાવી. વલ્લભભાઈએ સજાનું પાલન ન કર્યું. બીજે દિવસે પૂછ્‌યું તો હસીને કહે, “બસ્સો પાડા તો લઈ આવેલો, પણ એક મારકણો નીકળ્યો એમાં બાકીના ભાગી ગયાં!” માસ્તરે ધમકાવી બીજે દિવસે લખવાનું કહ્યું તો એક કાગળ પર લખીને ગયા - ‘બસ્સો પાડા!’ માત્ર બે જ શબ્દો. હેડમાસ્તર સુધી વાત પહોંચતા વલ્લભભાઈએ એમને ય કહ્યું કે આટલા ઊંચા ક્લાસમાં કંઈ આવી એકડિયા બગડિયાની સજા હોય? વલ્લભભાઈ પટેલ લંડનમાં બેરિસ્ટર થવા માટે ગયા એ સમયે તેઓ જે મકાનમાં ભાડુઆત તરીકે રહેતા હતા, ત્યાં નીચેથી રોજ કરૂણ ચીસો સંભળાતી હતી. આ ચીસો સાંભળી યુવાન વલ્લભભાઈનું હૈયું પારાવાર પીડા અનુભવતું હતું. એમણે અહીંની કામવાળી બહેનને બોલાવીને પૂછ્‌યું કે આવી ચીસો કોણ પાડે છે? તો કામવાળીએ કહ્યું કે નીચે એક અતિ ધનાઢ્‌ય સ્ત્રી રહે છે. એની પાસેથી પૈસા પડાવવાની કોશિશ કરવા માટે એને સાંકળથી બાંધીને એના સ્વજનો(?) માર મારે છે. માર અસહ્ય બનતાં એ સ્ત્રી વારંવાર ચીસો પાડે છે. આ સાંભળી વલ્લભભાઈને ભારોભાર દુઃખ થયું. દરમિયાનમાં ઘર બદલવાનું આવ્યું, પરંતુ એમણે પોલીસને આની જાણ કરી. જાતે જઈને લંડનની અદાલતમાં જુબાની આપી, એટલું જ નહીં પણ અંતે એ ધનવાન સ્ત્રીને આ યાતનામાંથી મુક્તિ પણ અપાવી.

સ્વરાજ્ય પછીની પહેલી કેબિનેટમાં રફી અહમદ કીડવાઈને લેવાની નેહરૂની તીવ્ર ઈચ્છા હતી. સરદારે આનો વિરોધ કર્યો એટલે નેહરૂએ બમણા જોરથી કીડવાઈને લેવાનો દુરાગ્રહ સેવ્યો, એટલે સરદારે કહ્યું કે ભલે, તો મારૂં રાજીનામું લઈ લો. આ પછી નેહરૂએ નાછૂટકે પોતાનો આગ્રહ જતો કર્યો, પણ જે પ્રધાનમંડળ રચાયું એ અંગે તેમણે દુઃખ અને કચવાટથી જણાવ્યું કે ‘ધિસ કેબિનેટ ઈઝ એ પુઅર કમિટી’ (આ કમિટી ખૂબ જ દરિદ્ર લાગે છે). આના જવાબમાં સરદારે દાઢમાં કહ્યું કે હાસ્તો, કાળા ગોગલ્સ અને ખાસ પ્રકારનો સુરવાલ ને એવું બધું ન હોય તો તમને બધું ‘પુઅર’ જ લાગે ને?

પંચમહાલ જિલ્લાના દાહોદ-ઝાલોદ વિસ્તારમાં પાક નિષ્ફળ જતાં કારમા દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ. એ વિસ્તારમાં મુખ્યત્વે આદિવાસે પ્રજા વસતી હતી અને એને ભૂખે મરવાના દિવસો આવ્યા. આદિવાસીઓનો મુખ્ય ખોરાક મકાઈ હતો. બન્યું એવું કે દુષ્કાળને કારણે એક રૂપિયે મળતી મકાઈના બજારમાં અઢીથી ત્રણ રૂપિયા બોલાવા લાગ્યા. ત્રણ ગણી કિંમતે મકાઈ મેળવવાનું એમને માટે શક્ય નહોતું. સરદાર પટેલને જેવી આની જાણ થઈ તેવું એમણે જાહેર કર્યું કે આદિવાસીઓને એક રૂપિયે મણના ભાવે મકાઈ મળશે. આદિવાસીઓને એક રૂપિયે મણના ભાવે એ મકાઈ મળવા લાગી અને બાકીની ખોટ સરકારે ભોગવી. આ સમયે કોઈએ સરદારને સલાહ આપવાનો પ્રયત્ન કર્યો કે પહેલાં આટલા ઓછા ભાવે મકાઈ આપતા કેટલી ખોટ આવશે એનો અંદાજ મેળવીએ અને પછી જાહેરાત કરીએ. ત્યારે સરદારે સ્પષ્ટપણે કહ્યું - “આવો અંદાજ કઢાય ત્યાં સુધી માણસોને મરવા ન દેવાય. મકાઈ આપો, રાહતનું કામ એકદમ શરૂ કરો અને બેસીને પછી અંદાજ કાઢજો.”

૩૪ વર્ષે વિધુર થયેલા સરદારના પુત્ર ડાહ્યાભાઈ ૨૮ વર્ષે પત્નીને ગુમાવી બેઠા ત્યારે પિતાએ લખ્યું કે એકલા રહી શકાય તો ફરીથી આ જંજાળમાં પડવામાં સાર નથી. તમારી ઈચ્છા શું છે તે નક્કી કરવું રહ્યું. કોઠાસૂઝનો ભંડાર, હાજર જવાબી અને તર્કયુક્ત દલીલોમાં નિષ્ણાંત એવા સરદારે ૧૯૨૧માં ભરૂચમાં કહેલું કે ‘હિન્દુ મુસ્લિમ ઐક્ય એક કુમળા છોડ જેવું છે. આપણે તેનું લાંબા સમય સુધી ખૂબ જ કાળજીપૂર્વક જતન કરવું રહ્યું, કારણ કે આપણાં હ્ય્દય હજુ જોઈએ તેટલાં સાફ નથી.’ છેક ૧૯૪૮માં સરદાર બોલેલા કે, ‘કાશ્મીરની બાબતમાં હું કહું છું કે આજે જે જાતની લડાઈ ચાલી રહી છે તેના કરતાં ખુલ્લું યુદ્ધ કરવું ઠીક થઈ પડશે.’ સરદારની હયાતીમાં જે લોકો તેમને કટ્ટરવાદી હિન્દુમાં ખપાવીને તેમનો એકડો કાઢી નાખતા તે લોકો હવે કહે છે કે સરદાર પટેલ સેક્યુલર હતા. ગાંધીજી પર ગોડસેએ ત્રણ ગોળીઓ છોડી તેમની હત્યા કરી ત્યારે આવા સ્તબ્ધતાના વાતાવરણમાં સરદારે ફરમાવેલું કે તાતકાલિક જાહેર લરો કે દેશની અંદરના હિન્દુની ગોળીથી મહાત્મા ગાંધી વિંધાયા છે. કોઈ મુસ્લિમની ગોળીએ ગાંધીજીનો ભોગ લીધો એવી ખોટી અફવાય જો એ ક્ષણે ઊડી હોય તો કેટલો મોટો આતંક ફેલાઈ ગયો હોત!

આવા કડપવાળા સરદારની ગંભીરતા વચ્ચે પણ સદાય હાસ્ય વિલસતું હતું. વલ્લભભાઈ પાસે અમર્યાદિત, અસાધારણ અને અજોડ વિનોદવૃત્તિ હતી. તેમની લાયકાત અને વકીલાતથી એમનાં વાણી-વર્તનમાં વ્યંગરંગ ભળતો. સરદારના વિનોદ-સામર્થ્ય વિશે ગાંધીજી ‘હરિજન’માં લખે છે, ‘મારી પાસે સરદાર વલ્લભભાઈ પટેલ રૂપે એક લાડકો વિદૂષક છે. તેઓ મને પોતાની અણધારી ગમ્મતની વાતોથી હસાવીને લગભગ બેવડ વાળી દે છે. તેમની હાજરીમાં ખિન્નતા પોતાનું ભૂંડું મુખ છૂપાવીને ભાગી જાય છે. ગમે તેવી ભારે નિરાશા પણ તેમને લાંબો વખત ઉદાસ રાખી શકતી નથી અને તેઓ મને એકથી બીજી મિનિટ માટે ગંભીર રહેવા દેતા નથી. તેઓ મારા સાધુપણાને પણ છોડતા નથી.’ જાન્યુઆરી ૧૯૩૨થી મે, ૧૯૩૩ સુધીના ગાંધીસોબતના સોળ માસના જેલ-જીવનમાં સરદારની વિનોદ-ચાંદની સોળે કળાએ ખીલેલી અનુભવી શકાય છે. ‘મહાદેવભાઈની ડાયરી’માં નોંધ છેઃ ‘વલ્લભભાઈ જમી લીધા પછી બાપુના દાતણ કૂટવાનું કામ કરતાં. એક દિવસ દાતણ કૂટીને તૈયાર કર્યા પછી સરદાર બોલ્યા - ગણ્‌યાંગાંઠયા દાંત રહ્યા છે તો પણ બાપુ ઘસ ઘસ કરે છે. પોલું હોય તો ઠીક પણ સાંબેલું વગાડ વગાડ કરે છે.’ વલ્લભભાઈને ગમ્મત આખો દિવસ ચાલતી જ હોય. બાપુ બધી વસ્તુમાં ‘સોડા’ નાખવાનું કહે એટલે વલ્લભભાઈને એ એક મોટો મજાકનો વિષય થઈ પડયો છે. કંઈક અડચણ આવે એટલે સરદાર કહેઃ ‘સોડા નાખોની!’

ગાંધીબાપુ પર આવેલા પત્રોના જવાબો તે જાતે જ લખતા, ને કેટલીકવાર આવેલા પત્રોના વાચન વખતે વલ્લભભાઈ સાથે બેઠા હોય, તે બેઠા હોય એટલે ન હોય ત્યાંથી રમૂજ વચ્ચે ટપકી પડે. એક વાચકે ગાંધીબાપુને ખુલ્લો પત્ર લખ્યો કે એ મારૂં દુર્ભાગ્ય છે કે હું તમારા (બાપુના) સમયમાં જીવું છું. આ પત્ર સરદારને બતાવતાં બાપુએ કહ્યુંઃ ‘આવા કાગળનો મારે શો જવાબ લખવો એ તમે મને જણાવો’. સરદાર બોલ્યા, ‘ઝેર પી લો... એવું એને લખી દો.’ તો વળી બાપુએ કહ્યું કે ‘એને બદલે હું તેને એવું લખું કે તમે બાપુને ઝેર પીવડાવી દો તો એ વધારે યોગ્ય નહીં લાગે?’. ત્યારે સરદાર પોતાની લાક્ષણિક અદામાં બોલ્યા - ‘ના, મને ડર છે કે એથી એનું કામ નહીં સરે... કેમ કે તમને ઝેર આપવાથી તમે ગુજરી જશો ને એ બદલ તેને મૃત્યુદંડની સજા થશે, અને તેને તમારી સાથે સાથે જ પુનર્જન્મ લેવો પડશે, ફરી પાછું તમારા યુગમાં જીવવું પડશે, એ કરતાં તો તે જાતે જ ઝેર પી લે એ બહેતર છે.’ બીજા એક પત્રલેખકે ગાંધીબાપુની સલાહ માગતા પૂછ્‌યું કે, તેની પત્ની દેખાવમાં કદરૂપી હોવાને કારણે તેને તે દીઠી ગમતી નથી, તો તેણે શું કરવું? વલ્લભભાઈએ બાપુને તરત જ કહી દીધું કે તેને લખી દો તું તારી આંખો ફોડી દે અને સુરદાસ થઈ જાય, ત્યાર પછી તું તારી સ્ત્રી સાથે સુખ અને આનંદથી રહી શકીશ. માર્ચ ૧૬૩૨માં યેરવડા જેલમાં ગાંધીજી અને સરદાર સાથે હતા,ત્યારે ગાંધીજીએ સરદારને પૂછ્‌યું ‘સ્વરાજ્યમાં તમે કયું ખાતું સંભાળશો?’ સરદારે કહ્યું, ‘સ્વરાજ્યમાં હું ચીપિયો અને તૂમડી લઈશ.’ ચીપિયો અને તૂમડી એ સંન્યાસીની ત્યાગની ઓળખના સંકેત છે. પોલીસ ખાતું જેમ અમુક તત્વોને તડીપાર કરે છે એ રીતે સરદારે પોતાનાં સ્વજનો માટે દિલ્હીમાં પ્રવેશબંધી ફરમાવેલી.

પડઘોઃ

યહી પ્રસિદ્ધ લોહ કા પુરૂષ પ્રબલ, યહી પ્રસિદ્ધ શક્તિ કી શિલા અટલ

હિલા જિસે સકા કભી ન શત્રુ દલ, પટેલ પર દેશ કો ગુમાન હૈ...

સુબુઘ્ધિ ઉચ્ચ શ્રૃંગ પર કિયે જગહ, રદય ગંભીર હૈ સમુદ્ર કી તરહ

કદમ છુએ હુએ જમીન કી સતહ, પટેલ દેશ કા નિગાહબાન હૈ...

હરેક પક્ષ કો પટેલ તૌલતા, હરેક ભેદ કો પટેલ ખૌલતા

દુરાવ યા છિપાવ સે ઉસે ગરજ? કઠોર નગ્ન સત્ય વહ બૌલતા

પટેલ હિંદ કી નીડર જબાન હૈ...

- હરિવંશરાય ‘બચ્ચન’

* સંજય પિઠડીયા *

મસ્ત રીડ

* ભૂમિકા દેસાઈ શાહ *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ હ્વરેદ્બૈાટ્ઠજરટ્ઠર૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

છ અક્ષરનું નામ

“પ્યાર, ઈશ્ક, મહોબ્બત, લવ, પ્રેમ- આ શબ્દો એટલા તો ચવાઈ ગયા છે કે એના પર કઈ નવું લખી જ નાં શકાય એવી પરિસ્થિતિ છે. અને છતાં લોકો આજ શબ્દોને શણગારીને,મઠારીને લખી મારે છે. વાર્તા, નવલકથા, કવિતા કે શાયરી- જ્યાં જુઓ આ જ શબ્દો ચોંટાડેલા મળે છે. જાણે લાગણીઓ અને પ્રેમને રજુ કરવા શબ્દોનો દુકાળ પડયો છે.” દસ-પંદર બુક્સ ઉથલાવીને આમ-તેમ ફેરવીને પછી મુકતા મારાથી બોલાઈ ગયું.

“ના, સાવ એવું પણ નથી. એવા અઢળક શબ્દો છે જેમાં લાગણીઓ એટલી તો નીતરે છે કે ઝીલવા એક આયખું ઓછું પડે.”-ક્યાંકથી એક ધ્રૂજતા અવાજે જવાબ આપ્યો અને મેં મારા બુકશેલ્ફની સામેની બાજુ નજર કરી. આંખે કાળી ફ્રેમના ચશ્માં પહેરેલા એક વડીલ સન્નારી મારી જેમ જ પુસ્તકોમાં ખોવાયેલા દેખાયા.

“મેં તમને ઘણી વાર અહી જોયા છે. કદાચ આમ જ પુસ્તકોમાં ખોવાયેલા.. મને આમ પુસ્તકોની વચ્ચે ખોવાઈ જતા ચહેરાઓનો ચાર્મ છે.”-મેં નજીક જઈને મારી ઓળખાણ આપી.

“હા, આપણે આમ જ, અહી જ, આ પુસ્તકોની આગળ-પાછળ સંતા-કુકડી રમતા એકબીજાને જોયા છે. આપણે મળીને આનંદ થયો. અને હા, મને પણ પુસ્તકપ્રેમીઓ પ્રત્યે બેશુમાર પ્રેમ છે.”-એક હુંફાળા સ્મિત બાદ એક મઝાનું આલિંગન આપતા વડીલ સન્નારીએ કહ્યું.

“જી આ પ્રેમ શબ્દની જ તો બધી મોકાણ છે. જેને-તેને માત્ર પ્રેમ પર લખવું છે પણ છતાં લખેલા એકેય શબ્દોમાં પ્રેમ શોધ્યો જડતો નથી! મળે છે માત્ર લસ્ટ-વાસના-સેક્સ-આકર્ષણ-એવું બધું. જેમ સારૂં ખાવાથી શરીર સ્વસ્થ રહે એમ સારા વાંચનથી મન દુરસ્ત રહે, પણ એવું સારૂં વાંચન પણ આજકાલ દુર્લભ છે!”-મેં મારી અવઢવ રજુ કરી.

“સારૂં વાંચન પહેલા પણ હતું અને આજે પણ મળે છે-જરૂર છે આપણા વાંચન-વિસ્તારને બહોળો કરવાની. અને રહી વાત શબ્દોમાં પ્રેમના અર્થ-ને પામવાની તો લાગે છે કે તમે હજુ શબ્દોનાં યોગ્ય સરનામે નથી પહોંચ્યા.”-ચશ્માને કપાળથી સહેજ ઉંચે ચઢાવતા વડીલે અનુભવગત કહ્યું.

“તો તમે જ ચીંધી દ્યોને કોઈ યોગ્ય સરનામું. ખુબ ઈચ્છા છે અંદર સુધી ઉતારી અને વિસ્તરી જાય એવા શબ્દો-કવિતાઓ વાંચવાની.”-મેં ધીમેકથી વિનંતી કરી.

“ર.પા. ને વાંચો છો?”-વડીલે પ્રેમથી સામે પ્રશ્ન કર્યો.

“ના. ર.પા એટલે?” - મેં પોતાના અજ્ઞાન પર શરમ અનુભવતા ધીમેકથી પૂછ્‌યું.

“ચિંધ આખું વિશ્વ તું એને, જેણે સરનામું ર.પા. નું જોઈએ.. - એવી કૈક ર.પા. - રમેશ પારેખ લખતા ગયા છે.”-આંખોમાં ચમક સાથે વડીલે જવાબ આપ્યો.

“અહા, ખુબ જ વિસ્તૃત સરનામું. કૈક વધુ સંભળાવોને ર.પાની યાદમાં.” - મેં ઉત્સુકતા બતાવી.

“તો સાંભળો થોડા રમેશ-શબ્દો...”-સ્મિત સાથે વડીલે પુસ્તકાલયના એક ખાલી ટેબલ તરફ મને દોરતા કહ્યું..

અને જામી રમેશ-મહેફિલ..

“છાપામાં અમે એવી જાહેરાત આપી,

લઇ જાવ નકદ સપના, બટકેલી નજર આપી!” - વડીલે વાત માંડી.

“વાહ વાહ, સપનાઓની જાહેરાત - કેટલી વેધક!” - મેં કહ્યું..

“અને છોકરીને મેં પૂછ્‌યું,

હું આ ફૂલ તને આપું?

જવાબમાં

છોકરીએ મને લપડાક મારી-પતાસા જેવી”-વડીલે બીજી શબ્દ-ફૂલઝડી વરસાવી.

“લપડાક અને એ પણ પતાસા જેવી, કેટલા મીઠઠા શબ્દો!”-મારાથી બોલાઈ ગયું.

“જેના ડાબા ફેફસામાં દરિયો અને જમણા ફેફસામાં બોમ્બ,

એવો ેહટ્ઠીટ્ઠજટ્ઠહ્વઙ્મી, ક્યાંથી આવી ચઢયો એક કવિ!

એની આંખોમાં લસલસતા’તા છંદ

એના કાનમાં ઘૂઘવતા’તા રંગ

પોતાના રૂંવાડાની પીંછીથી ચીતરતો શબ્દછવી

આવી ચડયો કવિ!”-વડીલે પોતાની પાસેની એક દળદાર-પુસ્તક્માંથી કેટલીક પંક્તિઓ વાંચી.

“વાહ, વાહ, કવિ વર્ણન અને એ પણ કેટલું સુંદર!”-મેં ભાવવિભોર થતા કહ્યું!

“કાળાભમ્મર સપનામાં વરસાદ થયો છોકરીઓનો..

સનનન થઈને આખું સપનું થયું કાગડો ક્રાઉ,

છત્રીણા હાથ જેવો હું ખુલ્લમખુલ્લા હાઉ,

ન્હાવું ઉર્ફે અર્થ મને અકળાવો અઢળક પરીઓનો,

એક છોકરી ‘એક હતો રાજા’ની જેવું હસે,

કોઈ વળી પંખીની ટોળી જેમ નર્યું તસતસે

અને કોઈ તો ઉફ્ફ સફરજન ઉપર હલ્લો છરીઓનો..

પછી થઇ હોનારત એમાં બચ્યા ફક્ત આ શ્વાસ,

એમાં જાજરમાન ઉઝરડા ઊંડા બબ્બે વાંસ,

ટેવ નાહીને પલળ્યા તેથી તાવ ચડયો ઘૂઘરીઓનો...”-વડીલે એકદમ લહેકામાં શબ્દ-પ્રેમ લલકાર્યો.

“વાહ રે વાહ! શું શબ્દો અને શું ઉપમા! મૌજ પડી ગઈ! આવા શબ્દો વાંચવા મળે તો દરેક સીઝનમાં વસંતની મૌજ પડે!”-મને તો અંદરથી જાણે મૌજ પડી ગઈ.

“તમે ઘેર આવ્યાને સોનલ,

ફળિયે બેઠા પથ્થરનાં પંખીને,

નીલું પિચ્છ અચાનક ફૂટે

પિચ્છ તળે કુમળો કુમળો પડછાયો કંપે,

તોરણમાં ફરફરતો લીલો પર્ણોનો કલશોર,

ફળિયામાં ચકલીના સ્વરની શ્વેત મંજરી મ્હોરે,

ઝલમલ ઝલમલ ઝૂલચાકળા ભીંતે / ભીંતે ફળિયું,

ફળિયે તમે ઘેર આવ્યાનો અવસર ઝલમલ ઝલમલ..” -વડીલ સન્નારી શબ્દ શબ્દ માણતા- માણતા વાંચી રહ્યા..

“સુભાનલ્લા, આં સોનલબેન અને એમનું આવવું તો પ્રેમ-પ્રસંગ લાગે છે અનોખો. હવે નહિ રહેવાય. જલ્દી નામ બતાવો.. ક્યા વાંચી શકું હું ર.પા.-નાં આ સુંવાળા-સૌમ્ય-તીખા-મીઠા-પ્રેમનીતરતા-લાગણીઝરતા શબ્દો?”-મેં લય અને પ્રાસમાં જ પૂછ્‌યું.

“લો ત્યારે વાંચો - ‘છ અક્ષરનું નામ’ જેમાં રમેશ પારેખ લિખિત બધી જ રચનાઓ માણવા મળશે. અને હા મિત્રો સાથે મમળાવવાનું અને વહેંચવાનું ભૂલતા નહી..”-સૌમ્ય સ્મિત સાથે વાચક સન્નારીએ એમના હાથમાં રહેલું ર.પા.નું બહુમૂલ્ય પુસ્તક ધાર્યું.

“નાં, લાઈબ્રેરીમાંથી નહિ. આ શબ્દોતો મારે પોતાના કરી લેવા છે. વસાવી લેવું છે આ પુસ્તક.” - મેં વડીલ સંન્નારીને પ્રેમ-આલિંગન આપતા અભારવશ કહ્યું.

***

તો તમે ક્યારે ખોવાઈ જવા તૈયાર છો છ અક્ષરનાં નામ અને એના શબ્દોની અદભુત દુનિયામાં?

* ભૂમિકા દેસાઈ શાહ *

બોલીસોફી

* સિદ્ધાર્થ છાયા *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

‘અવતાર’ અને ‘બાગબાન’

- સંતાનો સાથે પ્રેક્ટીકલ થવાનો વખત આવી ગયો છે.

૧૯૮૩માં આવેલી રાજેશ ખન્ના અને શબાના આઝમીની ‘અવતાર’ અને ૨૦૦૩માં આવેલી અમિતાભ બચ્ચન અને હેમા માલિનીની ‘બાગબાન’ લગભગ એકજ વાત આપણને કરે છે. માં-બાપ સંતાનો માટે બધુંજ કરે પણ જ્યારે સંતાનનો વારો આવે ત્યારે એ ન સિર્ફ ફરજ ચુકે પરંતુ માં-બાપને પોતાનાથી બિલકુલ દુર કરી દેવાના કારસા પણ કરવા લાગે. આપણે ત્યાં વર્ષોથી ઘણા એન આર આઈ સગાવહાલાઓ દર વર્ષે આવતા હોય છે અને એમના મતે એમના અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે પછી યુકેમાં ‘આવું’ કશું જ જોવા ન મળે. સંતાન અમુક વર્ષનું થાય એટલે એને કહી દેવામાં આવે કે, “હવે તું જા, જી લે અપની ઝિંદગી.” શરૂઆતમાં એટલે કે જ્યારે ‘અવતાર’ આવી ત્યારે આ બાબત બહુ નવી અને આશ્ચર્ય પમાડે એવી લગતી હતી, પરંતુ ‘બાગબાન’ આવતાં આવતાં આવું ભારતમાં પણ કરવું જોઈએ એવું લાગવા માંડયું.

ભારતમાં હવે સંયુક્ત કુટુંબની વ્યવસ્થા લગભગ પૂર્ણ થવાને આરે આવી છે. ભલે આપણું મન ન માનતું હોય પણ આ હકિકતનો સ્વિકાર જેટલો વહેલો કરી શકીશું એટલો આપણનેજ ફાયદો છે. તકલીફ જનરેશન ગેપની છે. આ તકલીફ નવી નથી, પરંતુ નવી છે આપણી જીવન જીવવાની પ્રકૃતિ. નવા જમાના સાથે નવો વિચાર પણ આવ્યો, આઝાદીનો. એક જમાનો જરૂર હતો કે માતા-પિતા (ખાસકરીને તો પિતા)ની અવજ્ઞા કોઇકાળે ન થઇ શકતી. પછી તે તેમની બે આંખોની શરમ હોય કે તેમનો ઉગ્ર સ્વભાવ. પિતા એંશી વર્ષનો હોય અને પુત્ર પંચાવનનો હોય તો પણ પિતાથી ડરતો હોય એવું ઘણીવાર આપણે જોયું છે. ટૂંકમાં વૈરાગ્ય ભોગવવાની ઉંમરે પણ ઘરમાં પોતાનું ચલણ ચાલવું જોઈએ એવી જીદ ઘણા માતા-પિતાઓ કરતા અને સંસારનું ગાડું ચાલી જતું. પણ સમય આવે જરૂરિયાતો બદલાઈ અને સંતાનોના વિચારો વધુ આઝાદ થવા લાગ્યા અને આ વિચારોએ તેમને લાગણીના બંધનોથી મુક્ત કરવા માટે પણ પ્રેર્યા. આમ થવું સારૂં હતું કે ખોટું એની ચર્ચામાં નથી પડતાં, પરંતુ સુકા ભેગું લીલું પણ બળવા લાગ્યું.

‘અવતાર’ અને ‘બાગબાન’માં દર્શાવવામાં આવેલા માતા-પિતા આ બીજા પ્રકારના માતા-પિતા હતા જે સંતાનોના સુખે સુખી અને તેમના દુઃખે દુઃખી રહેતા. આવા કિસ્સાઓમાં જ્યારે સંતાન તેમનું અપમાન કરવા સુધી પહોંચે છે ત્યારે ખુબ દુઃખ પહોંચે છે એટલુંજ નહીં પરંતુ માં-બાપ અંદરથી સાવ તૂટી જતા હોય છે. જતી ઉંમરે જ્યારે એકબીજાની હુંફની જરૂરિયાત વધારે રહેતી હોય છે ત્યારેજ આ સંતાનો તેમને જુદા પાડી દે છે. આ તો કેમ સહન થાય? મેં તો એવા કિસ્સા પણ જોયા છે જ્યાં બે સંતાનો તેમના માતા-પિતાને અલગ તો નથી કરતા પરંતુ દર મહિનાની પહેલી તરીકે વારાફરતી એમના ઘરે લઇ જઈ અને પરત મૂકી જાય છે. તો શું માં-બાપ ભારરૂપ હોય છે? કદાચ નહીં, પરંતુ મોટેભાગે એમનાં અને આપણા વિચારો ન મળતા હોવાથી ધીરેધીરે ટ્‌યુનીંગ બગડવા લાગે છે અને છેવટે એ સંબંધ નામમાત્રનો જ રહી જાય છે. કેટલાક કિસ્સાઓમાં ઘરમાં પહેલીવાર ક્લેશ ઉભો થાય ત્યારે અથવાતો એની શક્યતા પણ દેખાય ત્યારે અમુક ખુદ્દાર માતા-પિતા જાતેજ તેમના સંતાનોને પોતાની અલગ વ્યવસ્થા કરી દેવાનું કહી દેતા હોય છે અથવાતો પોતે સામેચાલીને વૃદ્ધાશ્રમમાં જતા રહેતા હોય છે, કોઇપણ દેખીતા દુઃખ વગર.

એવું કહેવાય છે કે આવી પરીસ્થિતિ મોટેભાગે ઘરમાં વહુ આવે પછીજ ઉભી થતી હોય છે. અહીં પણ પેલી જનરેશન ગેપ વાળી વાત આવીને ઉભી રહે છે. આપણે ગયે વખતે‘ખુબસુરત’ વિષે ચર્ચા કરતી વખતે પણ આ બાબત પર ધ્યાન આપ્યું હતું કે જો સાસુ વહુને ઘરમાં છુટ્ટો દોર આપી દે તો ઘરમાં સુખશાંતિ કાયમ રહેવાના ચાન્સીઝ વધી જતા છે. પણ હા જો વહુને સાસુ-સસરા દીઠાંય ગમતા નહોય તો વાત અલગ છે. પરંતુ આ પ્રકારની વહુઓ મોટેભાગે ફિલ્મોમાંજ જોવા મળે છે. રિયલ લાઈફમાં સાસુ-વહુ કે પછી સસરા-વહુ વચ્ચેના પ્રોબ્લેમ્સ મીસ-કમ્યુનિકેશન કે મીસ-અન્ડરસ્ટેન્ડિંગથી જ ઉભા થતા હોય છે. એકવાર જો સાથે બેસીને એના વિષે ખુલ્લા દિલે ચર્ચા કરવામાં આવે તો કદાચ આવી બાબતોથી છુટકારો મેળવી શકાય છે.

પણ આવું ક્યાં સુધી? આપણે આગળ વાત કરી એમ કદાચ ભારતમાં પણ હવે અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે યુકે જેવી પરિસ્થિતિ આવીને ઉભી થઇ ગઈ છે. અત્યારે જે દંપત્તિઓ તેમની ચાળીસીમાં હોય એમણે અત્યારથીજ એકબીજા સાથે બેસીને આવનારા દસ-પંદર વર્ષ પછી શું થઇ શકે તેમ છે તેની ચર્ચા કરી લેવી ખુબ જરૂરી છે. જ્યાંસુધી તેમનો પુત્ર તેમની સાથે રહેવા માંગે ત્યાંસુધી તે ભલે રહે, પણ સાથેસાથે માનસિકરીતે એ પરિસ્થિતિ માટે પણ તૈયાર રહેવું કે એને એક દિવસ કદાચ ખુશી ખુશી, ઘરની ખુશી કાયમ રહે તેના માટે વિદાય પણ કરવો પડે. પુત્રમોહનો જન્મ જ કદાચ આપણે ત્યાં એટલે થયો છે કે એ આપણા ઘડપણની લાકડી બને. આજના જમાનામાં આ લાકડીજો આપણી પોતાની પીઠ પર જ પડવાની હોય તો એના કરતા સંજોગોને પિછાણીને એને એની જિંદગી જીવવા છૂટ આપી દેવી જોઈએ. ભલે આપણો પુત્ર અને એની પત્ની બાજુનાંજ ફ્લેટમાં કે બાજુના જ બિલ્ડીંગમાં રહે,પણ જુદા રહીને જો એક રહેવાતું હોય તો એનાથી મોટું સુખ આવનારા વર્ષોમાં બીજું કોઈજ નહીં હોય.

કદાચ આ વાત કડવી લાગે કે અત્યારે સત્યથી વેગળી પણ લાગે, પણ આવનારા વીસ થી પચ્ચીસ વર્ષમાં આ ટ્રેન્ડનો સહારો લેવોજ પડશે. સંતાન બધાંને વહાલા છે, પણ એમની સાથે એક મામુલી ક્લેશ પણ જો સંબંધ કાયમ ખાતે ખાટો કરી નાખતો હોય તો પછી એમને આપણાથી દૂર રાખીને ખુશ કેમ ન રહેવું? અંતે તેઓ આપણા દિલથી તો દુર નથી જ રહેવાના ને?

૨૨.૧૦.૧૫, ગુરૂવાર (દશેરા)

અમદાવાદ

* સિદ્ધાર્થ છાયા *

લઘરી વાતો

* વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ગુજરાતી મુવી કેવી રીતે બનાઉં ?

આજકાલ ગુજરાતી મુવી નો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. જે જોવો એ ગુજરાતી મુવી બનાંવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ‘કેવી રીતે જઈશ?’, ‘બે યાર’, ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ વગેરે મુવી લોકો ને થીયેટર સુધી ખેચી રહી છે અને લોકો ગુજરાતી મુવી ને હોશે હોશે માણી રહ્યા છે અને વધાવી રહ્યા છે. પરંતુ ગુજરાતી મુવીનો ઈતિહાસ આટલો સારો કોઈ દિવસ નહતો તમને ખબર છે અમે તો જુના ગુજરાતી મુવી ની રેસેપી પણ નક્કી કરી દીધેલી છે કે એક જ રીતે ગુજરાતી મુવી બનતા હતા .

જુના ગુજરાતી મુવી બનાવતી વખતે એક વાત નું એ લોકો ખાસ ધ્યાન રાખતા મુવીમાં સ્ટોરી હોય કે નાં હોય પણ મુવીનું નામ ૧૩ (તેર) અક્ષરોનું ચોક્કસ રાખવું. ખરેખર તો ૧૩ નંબર ને અપશુકનિયાળ ગણવામાં આવે છે પણ ગુજરાતી મુવી બનાવતા લોકો આને શુકન ગણતા અને આ ૧૩(તેર) અક્ષરનાં નામવાળું મુવી ઓડિયન્સ માટે અપશુકન થઇ જતું હતું . અને હું તો એવા કોઈ તેર લોકોને પણ નથી ઓળખતો કે જેમણે આ મુવી જોવા ગયા હોય .

જુના ગુજરાતી મુવી બનાવતા હીરોની ફાંદનું ખાસ ધ્યાન રાખવામાં આવતું, જેમકે વધારે ફાંદ વાળો હીરો હોય તો મુવીનું વજન વધારે પડે અને લોકો વજનદાર મુવી માણી શકે એ હેતુ હોઈ શકે. બીજું કે દરેક ફાંદ વાળા હીરો એ પોતાની કમર પર દુપટો બાંધવો ફરજિયાત હતો, અને હીરો સાદા કપડા જેવા કે ટ્રાઉઝર, પેન્ટ શર્ટ વગેરે નાં પહેરી શકે એ ઘરમાં પણ કેડિયું પેહરીને જ ફરતો હોય. આપણા જેવા નોર્મલ માણસો ને તો આ કેડિયું પેહરી ને ચાલવામાં અને ગરબા રમવામાં પણ તકલીફ પડતી હોય પણ હીરો એ હીરો હોય છે એ કેડિયું પેહરીને મારા મારી નાં સીન પણ કરી શકે. ભલે પગ ઉચો પણ ના થતો હોય તોય બચારો સામે વાળો ગુંડો પડી જ જાય. હીરો હાથ પગ ની મુવમેન્ટ કરતા ડાયલોગ પર વધારે ધ્યાન આપે એટલે ગુંડા ને મારવાની જગ્યાએ લલકારવા પર અને એની સાથે વાતો કરવા પર બહુ ધ્યાન આપે. એક ફેમસ ડાયલોગ છે ‘’ જેની માં એ સવા શેર સુંઠ ખાધી હોય એ બહાર આવે ‘’ ! સુંઠ નાં ગાંગડે ગાંધી નાં થવાય પણ ગુજરાતી મુવી માં હીરો થઇ શકાતું હતું. ઘણી વાર હીરો ગીતો ગાતી વખતે ગળામાં ઢોલ પેહરેલું હોય એ ઢોલ ને ટેકો એની ફાંદ મારફતે આપતો હોય, આમ ફાંદ વાળા હીરો લેવાનું મહત્વ ગીત આવે ત્યારે સમજાતું હતું .

જુના ગુજરાતી મુવીમાં ગીતો નાં નામે ગરબા હોય માતાજી ની મૂર્તિ મુકેલી હોય એના પર કેમેરો ઝૂમ ઇન , ઝૂમ આઉટ કરી પાછળ બેકગ્રાઉન્ડમાં ગરબો વગાડી હીરો પર કેમેરો ઝૂમ ઇન ઝૂમ આઉટ કરવાનો અને પછી હિરોઈન ને થોડી વાર ગરબા રમતી બતાવાની એટલે ગુજરાતી મુવી નું ટોપ નું ગીત બની જતું. ઘણા હીરો તો એટલા મલ્ટીટેલેન્ટેડ હતા કે ગીતો પણ જાતે ગાતા અને ગીત નાં અંત વખતે માતાજી ની મૂતિ પરથી ફૂલ અથવા તો હાર પડતો બતાવાનો એટલે લોકો ભાવવિભોર બની જતા .

જુના ગુજરાતી મુવીમાં મારા મારી નાં સીન ની સમગ્ર જવાબદારી ગુંડા ની હતી કાળો ભદો ગુંડો હોય તો લોકો ને એના તરફ ખીજ આવે. એવા લોકો ને સિલેક્ટ કરાતા બાથમ બાથી માટીમાં ગોળ ગોળ આળોટવું , જાતે જ કુદીને પડવું , ગોળ ગુલાટ ખાઈ જવી એ એક સારા ગુંડાનાં લક્ષણો હતા. હીરો ની માં ને કિડનેપ કરી લેવી , હિરોઈન ની છેડતી કરવી વગેરે આવડવું ફરજીયાત હતું હીરો ગમે ત્યાં મારે પણ બેગડા કે માટલા તોડી ને જ પડવું એ તો ગુંડા ની એક્ટીગ માં ચાર ચાંદ લગાવી દેતો. આમ ગુંડો જેટલો ખતરનાક એટલું મુવી હીટ.

જુના ગુજરાતી મુવી માં કોમેડિયન માં આપડી જોડે બહુ સ્કોપ નહતા એકજ કોમેડીયન દરેક મુવી માં કોમન હોય અને એ ખાલી ઓ હો હો હો કહે એટલે જ ઓડિયન્સ હસી પડતું હતું .

આમ જુના ગુજરાતી મુવી બનાવા ઘણા સહેલા હતા આટલા બધા ટેકનીકલ નહતા. તો પણ હવે તમારે લોકો ને નવા ગુજરાતી મુવી થી ચલાવી લેવું પડશે શું થાય હવે જે છે એ નવું જ છે ચલાવી લેજો

* વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી *