Hu Gujarati-38 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati-38





હુંુ ગુજરાતી - ૩૮




© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.કલશોર - ગોપાલી બૂચ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.લાઈફ -એ - ગુજરાતી - અનિશ વઢવાણીયા

૫.કાફે કોર્નર - કંદર્પ પટેલ

૬.પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

૭.ટેક ટોક - યશ ઠક્કર

૮.ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

૯.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

એડિટરની અટારીએથી....

* સિદ્ધાર્થ છાયા *

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કક્કો ખરો, ખરો પણ ફક્ત મારોજ

જીદ કોણ નથી કરતું? આપણે ત્યાં તો જીદને પણ રાજ હઠ, સ્ત્રી હઠ અને બાળ હઠ જેવા પ્રકારો પણ આપવામાં આવ્યા છે. આજના જમાનામાં ‘ઈન્ટરનેટહઠ’ નામનો હઠ એટલેકે જીદનો નવો પ્રકાર તાત્કાલિક ઉમેરવાની જરૂર ઉભી થઇ છે એવું લાગી રહ્યું છે. હઠ ઘણીવાર સામાન્ય હોય છે અને તેને શાંત કરવાના રસ્તાઓ પણ હોય છે. પરંતુ આ હઠમાં જ્યારે ઈગો ઉમેરાય છે ત્યારે તેને શાંત કરવાના બધા જ રસ્તાઓ બંધ થઇ જતા હોય છે. આપણી આ નવી ઈન્ટરનેટ હઠ આ પ્રકારની જ હઠ છે. આ લખવા બેઠો છું એના લગભગ બે દિવસ અગાઉ, આપણા વડાપ્રધાન ફેસબુકના હેડક્વાર્ટરની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત અગાઉ ફેસબુકના બોસ માર્ક ઝ્‌કરબર્ગે વડાપ્રધાનના અમુક ડરીમ પ્રોજેક્ટ્‌સમાંથી એક ‘ડિજીટલ ઇન્ડિયા’ના સપોર્ટમાં પોતાનું પ્રોફાઈલ પિક્ચર ભારતના ત્રિરંગાના ત્રણ કલર સાથે રંગી નાખ્યું અને જોડે એક લીંક પણ છોડી કે જેને-જેને પોતાની જેમ પોતાનું ડિસ્પ્લે અથવાતો પ્રોફાઈલ પિક્ચર બદલવું હોય તે એ લીંક પર ક્લિક કરીને બદલી શકે છે અને ‘ડિજીટલ ઇન્ડિયા’માં ફેસબુકના સપોર્ટને સપોર્ટ કરી શકે છે.

વાત આમ ખુબ નાની હતી. માત્ર પોતાનું પ્રોફાઈલ પિક્ચર બદલીને રોજીંદી ઘટમાળમાં જોડાઈ જવાનું હતું અને કોઈ ફોર્સ પણ નહોતો. લાખો ભારતીયોએ પછી તે ભારતમાં રહેતા હોય કે બહાર એમણે આ પ્રયોગ કર્યો અને પોતાનો ફોટો ભારતના ઝંડાના ત્રણ રંગે રંગાયેલો જોઇને આનંદ પામ્યા અને કામે વળગ્યા. હા જો કે એક પ્રકાર એવો પણ હતો જેણે આ સમગ્ર પ્રક્રિયાને દેશભક્તિ સાથે જોડી દીધી હતી. તો સામેથી આ વિચારનું પણ માથું ફોડે એવો એક પ્રકાર ઉભો થયો જેમણે કોઈ કારણસર આ ડિસ્પ્લે પિક્ચર બદલવાની ઝંઝટમાં પડવું નહોતું પણ આટલાબધા લોકોને જોડાયેલા જોઇને કોઈ અગમ્ય બળતરાને લીધે જોડાનાર લોકોને ગાડરિયા પ્રવાહમાં જોડાયેલા ગણી દીધા. વાત કદાચ અહીં પતી પણ જાત, પણ સાંજ પડતા પોતાના ફ્રેન્ડ લીસ્ટમાં ૯૫% પણ વધુ પ્રોફાઈલ પિક્ચરો ત્રિરંગે રંગાયેલા જોઇને બળતરા વધી અને પછી આ પ્રકારના લોકો ગમેતેમ બોલવા લાગ્યા. કદાચ તેમનો ઈગો બહુ જોરદાર રીતે ઘવાયો હશે, એ જોઇને કે જે વસ્તુને મેં અવોઇડ કરી તેને મારા ફ્રેન્ડ લીસ્ટમાં આટલાબધા લોકો પસંદ કરીજ કેમ શકે?

આમેય સોશિયલ મિડિયામાં વસતા મોટાભાગના લોકોને અન્ય લોકોની પાસ્ટ હિસ્ટ્રી જોયા વીના પોતાના વિચારો રજુ કરવાની આદત હોય છે. આથી અમુક લોકોએ પોતાના ખાસ શુભેચ્છકોને પણ આડકતરી રીતે ન કહેવા જોઈએ એવા શબ્દોથી નવાજવા માંડયા. તો સામે પેલા ‘ઝંડાધારી’ સો કોલ્ડ રાષ્ટ્રવાદીઓ તેમની દરેક દલીલને વધુ આકરી દલીલથી જવાબ આપવા માંડયા અને છેવટે ખુબ ખરાબ ચિત્ર ફેસબુક પર ઉભું થયું. ડિજીટલ ઇન્ડિયાની વાતતો કોરાણે રહી, પણ આ પ્રકારની ભદ્દી મજાકો અને કોમેન્ટ્‌સ ચારેકોર દેખાવા લાગી. બંને બાજુઓ પોતપોતાનો કક્કો ખરો કરવામાં લાગી પડી અને પછી ઘણાબધાએ એટલા દિવસ પુરતું ફેસબુક પર આવવાનુંજ ટાળ્યું.

વાત એકદમ સિમ્પલ હતી. કાં તો તમારે પોતાનું પ્રોફાઈલ પિક્ચર બદલવાનું હતું, નહીંતો ઇગ્નોર કરવાનું હતું. વળી ફેસબુકે પણ સુવિધા આપી હતી કે પ્રોફાઈલ પિક્ચર બદલવાની સંમતી આપતા પહેલા એક બોક્સમાં રહેલા ટીકમાર્કને જો કાઢી નાખવામાં આવે તો પહેલી ઓક્ટોબરે આપોઆપ તમારૂં મૂળ પ્રોફાઈલ પિકચર એની જગ્યાએ ગોઠવાઈ જાત. પણ, ના મેં કર્યું અથવાતો ન કર્યું એટલે હું હોશિયાર અને બાકીના બધાં મૂરખના સરદારો! આની જ્ગ્યાએ જો કોઇપણ જાતની કોમેન્ટ કર્યા વગર જ આગળ વધી ગયા હોત તો શું વાંધો હતો? જેમ આગળ વાત કરી એમ કોઇપણ પ્રકારનો ફોર્સ નહોતો. તો પછી પોતાના અંગત વિચાર માનવાનો-મનાવવાનો ફોર્સ શા માટે? છેવટેતો સંબંધોજ ખાટા થયા ને? આગળ હવે આવું કશું નિર્દોષ આનંદ માટે અને મજા પડે એવું ફેસબુક લાવશે તોપણ હવે લોકો સો ટકા દસ વાર વિચારીનેજ એમાં ભાગ લેશે. કદાચ આ ભદ્દી તકરારે ફેસબુકમાંથી નિર્દોષ આનંદ મેળવવાનો એક ઔર દરવાજો બંધ કરી દીધો છે.

૩૦.૦૯.૨૦૧૫, બુધવાર

અમદાવાદ

* સિદ્ધાર્થ છાયા *

કલશોર

* ગોપાલી બૂચ *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

જીવનની ઠેસની હજુ કળ વળી નથી

જીવનની ઠેસની હજુ કળ વળી નથી

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,

સારૂં થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,

નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?

કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું સ્મિતને ગળાબૂડ,

મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,

જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

જલન માતરી એટલે માતૃભાષા ઉર્દુ હોવા છત્તાં ગુજરાતીમા પોતાનુ નક્કર સ્થાન બનાવનાર એક ઉંચા ગજાના શાયર. એમની ગઝલોમા ઈશ્વર પરત્વે ફરીયાદનો સુર વધુ જોવા મળે.પણ એ ફરિયાદમા ખુમારીની એક મર્દાના છાંટ જોવા મળે.ફરિયાદમા ક્યાંય બાપડા-બિચારાપણાનો લેશ માત્ર અંશ ન દેખાય.

ખુદાએ લખેલા લેખને મિથ્યા તો ન કરી શકાય પણ નથી ગમ્યુ એવો તકાજો તો કરી જ શકાય! આમ પણ જીવનમા ક્યાં બધું જ ગમતું મળતું હોય છે? અને કોઈ ઉણપ ન હોય તો ઈશ્વરને પુછે પણ કોણ? પોતાનું ભાગ્ય ક્યારેક ને ક્યારેક ન ગમ્યું હોય એવું દરેકના જીવનમાં બન્યું હોય છે.

કવિ કૈલાશ પંડિતનો શેર યાદ આવે છે

"કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?

મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?

અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?

સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

ત્યારે એમ થાય કે આ મતલબી દુનિયામાં દંભના આંચળા ઓઢી ફરવું એના કરતા બિન્દાસ બળવો જરાય ખોટો નહીં.એક શેર એક આખુ જીવનકથન વ્યક્ત કરી જાય છે.જે રીતે નદી પાછી નથી વળતી એ જ રીતે દીકરી પણ ...સમાજની વેધકતાને બહુ જ પ્રતિકાત્મક ભાવે શેરમા સુચવી છે.પાછા નહી વલવાની આ પ્રણાલીને સાપેક્ષ ભાવે મુલવવી કે નહી તે ભાવકે પોતે નક્કી કરવાનું રહે છે.

અને મકતામા ખુદાના લેખને નાપસંદ હોવાનું જણાવી તરત જ કવિ શ્રદ્ઘા અને ઇશવરી તત્વની વાત લઈ આવે છે.જલન માતરી સાહેબના અમુક શેર એમની આગવી ઓળખ બની ચુક્યા છે.એમાનો આ એક અદભુત શેર છે.સદીઓથી આ માણસ નામની જાત પુરાવા વગરના ઈશ્વર પર જ ટકી ગઈ છે.ઈશવર પ્રત્યેનીપાર શ્રદ્ઘા અહી મુખર થાય છે.ઘણા કવિએ આ શ્રદ્ઘા શબ્દને પોતાની લેખનીમા વાપર્યો છે.હિંદુ સંસ્કૃતિમા પણ ઇશ્વરને નિરાકાર દર્શાવ્યા છે જેની હોવાની કોઈ સાબિતિ નથી અને તો પણ એના હોવાની શ્રદ્ઘા થકી જ તો સત્ય,પ્રેમ,પ્રામાણિકતા જેવાં ગુણો ટકી ગયા છે.

આવી શ્રદ્ઘાની શક્તિને આપણે વારંવાર યાદ કરીએ છીએ. જલન માતરી ખુદ પણ લખે છે,

“જરા સરખો પરદો હટાવી તો જો

ખુદા છે કે નહિ હાંક મારી તો જો”

આગળ વધતાં જ કવિ જીવનના બીજા રંગને સ્પર્શે છે.આંસુમા સ્મિત ડુબાડવાની વાત પણ એમની ખુમારીનો પરિચય આપી જાય છે.પ્રત્યેક સ્મિતને સંબંધ કોઈ આંસુ સાથે હોય છે. પ્રત્યેક આંસુને સંબંધ કોઈ સ્મિત સાથે હોય છે. આંસુ એક એવી પહેચાન છે કે જે સુખ અને દુખ બન્નેમા ઉપસ્થિત રહે છે.આંસુ એ હ્ય્દય જીવિત હોવાની પ્રતિતી છે.સ્પંદનો સ્પર્શે છે એનો પુરાવો છે આ આંસુ.જેને સ્મિત સાથે સંયોજીને કવિ માનવ સહજ ઉર્મિને ઢંઢોળે છે.આંસુમાં સ્મિતને ડુબાડી દેવુ એ નાવિન્ય સભર રજૂઆત છે.

મતલામા શાયર શ્રી જીવન અને મરણનો ભેદ બહુ માર્મિક રીતે રજૂ કરે છે.જ્યાં જીવનમા ખાધેલી ઠોકરોની કળ નથી વળી ત્યાં મૃત્યુ આવી ઉભુ રહેશે તો ?હજુ ઘણુ કામ કરવાનું બાકી છે.હજી તો જાને પડતા આખડતાં માંડ જીવતા શિખ્યા ત્યા મૃત્યુનુ આગમન અસ્વિકાર્ય છે એવી પ્રતિતી આ શેરમા થાય છે.હજી જીવનની રમત શરૂ થઈ છે ત્યાં સમેટી કેમ લેવાશે એવો પ્રશ્નાર્થ એ માત્ર કવિની જ નહી પણ દરેકના હ્ય્દયની વ્યથા રજુ કરે છે.

અને છેલ્લે જીમી હેન્ડરીક્ષની વાત સાથે કદાચ જલન સાહેબ પણ સંમત હશે જ કે,

"ૈં’દ્બ ંરીર્ હી ંરટ્ઠં’જ ર્ખ્તં ર્ં ઙ્ઘૈી ુરીહ ૈં’જ ૈંદ્બી ર્કિ દ્બી ર્ં ઙ્ઘૈી, ર્જ ઙ્મીં દ્બી ઙ્મૈદૃી દ્બઅ ઙ્મૈકી ંરી ુટ્ઠઅ ૈં ુટ્ઠહં ર્ં.”

* ગોપાલી બૂચ *

ર્સ્િીપીંછ

* કાનજી મકવાણા *

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠાુટ્ઠહટ્ઠોદ્બટ્ઠિ૩૪જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ર્સ્િીપીંછ

* કાનજી મકવાણા *

લાઈફ -એ - ગુજરાતી

* અનિશ વઢવાણીયા *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠહૈજર.દૃટ્ઠઙ્ઘરટ્ઠદૃટ્ઠહૈઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

લાઇફ-ઍ-હમિદાબેન (૭૦ વરસની સેલ્સ ગર્લ)

જ્યારે વાત જિંદગીની નીકળે ત્યારે વાત જિંદાદિલીની પણ તો નીકળેજ ને! ઘણા લોકો ઍવા જોમ અને ખુમારી સાથે જીવતા હોય છે કે આપણને પણ લાગે કે ઍ વ્યકતિને ક્યારેય જીવવાનો થાક નહી લાગતો હોય? જેમ મેં તમને પહેલા પણ કહેલું કે વાર્તાઓ આપણી આસ-પાસથી જ રસ્તે આવતા જતા પસાર થઈ જતી હોય છે ઍ રીતે ઘણીવાર આ વાર્તાઓ અને વાર્તાના પાત્રો આપણા જીવનમાં આવીને દિલ-ઑ-દિમગનું બારણું ખટકાવી પણ જતાં હોય છે.

હા, ઍ વાર્તા સમી વ્યકતિ ઘરનું બારણું ખટકાવે છે.. ઍ ડોર ટૂ ડૉર ફરીને પ્રૉડક્ટ વેચે છે. ઍ ૭૦ વરસની સેલ્સ ગર્લ છે! ખરૂં સાંભળ્યું તમે, ૭૦ વરસની સેલ્સ ગર્લ - હમિદાબેન. તેઓ આણંદમાં ભાડાના ઘરમાં ઍકલા રહે છે અને ઘર-ઘર ફરીને પ્રમોશનલ પ્રૉડક્ટ્‌સ સેલ કરે છે. તો આજે આપણે ઍમની લાઇફની અને તેમની વાત કરીશું.

હમિદાબેન કાલુપુરમાં જનમ્યા અને મોટા થયા. તેમનું બાળપણ બહુજ સીધું સાદું મિડલ ક્લાસ હતુ જ્યાં રોજબરોજની જરૂરતની વસ્તુઓ માટે પણ સંઘર્ષ કરવો પડતો. તેમનાં પેરેંટ્‌સના તે સહુથી મોટા સંતાન હતા. તેમના પછી તેમના કરતાં ૩ નાના ભાઈ હતા. મોટા થયા, સમજણા થયા પછી તેમના લગ્ન થયા. તેમંનો સંસાર સુખેથી ચાલતો હતો. તેમના પતિ નાનકડો બિઝનેસ કરતાં હતા. તેમના પતિને કેમિકલની બહુ જ સમજ હતી. તેઓ ડિટરજેંટ સાબુ અને પાઉડર બનાવીને સેલ કરતાં. તેમને ત્યાં પછી ઍક બાળકીનો જન્મ થયો. નાનકડા પરિવારનું જીવન બહુ જ શાંતિથી પસાર થઈ રહ્યુ હતું. ધીરે ધીરે બિઝનેસ સારો થઈ રહ્યો હતો અને ચડતી થઈ રહી હતી. તેમનો પરિવાર અમદાવાદ થી હૈદરાબાદ શિફ્ટ થયો અને ત્યાં તેમના પતિનો બિઝનેસ ખૂબ વધ્યો અને જાહોજલાલીના દિવસો આવ્યા. ઍક સમય ઍવો પણ આવ્યો જ્યારે ઍમનો બૉલ ઍ તેમની સોસાઇટી અને કમ્યૂનિટીમાં પડયો ઝીલાતો. પરંતુ સમય ક્યાં ઍકધારો સરે છે; ઍના પૈડા ફરે છે ત્યારે સાથે સાથે પરિસ્થિતિઓ પણ ફરે છે. તેમનો સમય ફર્યો અને કોઈ કારણોસર બિઝનેસમાં નુકશાન થયું અને બિઝનેસ પડી ભાંગ્યો.

હૈદરાબાદ છોડી અલગ અલગ જગ્યાઍ રહ્યા અને બિઝ્‌નેસ માટે ઘણી મહેનત કરી પરંતુ પહેલા જેવો સમય પાછો ના આવ્યો. ત્યાર બાદ તેઓ વડોદરા, આણંદ અને આજુ બાજુના વિસ્તારમાં રહ્યા અને પછી અમદાવાદ રહેવા આવ્યા. તેમની દીકરી પણ મોટી થઈ ગઈ હતી. તેની લગ્નની ઉમર થતાં તેના લગ્ન કરાવી દીધા. ધીરે ધીરે સમય વહેતો રહ્યો અને ઍક દિવસ તેમના પતિ કોઈક કામથી મુંબઇ ગયા હતા ત્યાં તેમનું અવસાન થઈ ગયું, અને હમિદાબેન ઍકલા પડી ગયા. તેમના ભાઈઓ તેમના સાથે હતા પરંતુ તેમના લાઇફ પાર્ટનર વગર ઍકલા જીવન વ્યતિત કરવાનું સહેલું ન હતું. આ બધું જ્યારે થયું ત્યારે ટેયો આણંદ રેહતા હતા. તેઓ ધીરે ધીરે નાના જૉબવર્ક કરવા લાગ્યા. તેઓ હૈરબેન્ડ અને બક્કલનો કાચો સામાન અમદાવાદથી લઈ જતાં અને ફિનિશ પ્રૉડક્ટ પાછી અમદાવાદ વેપારીને આપવા આવતા. ધીરે ધીરે તેમનું કામ વધ્યું. તેઓ કાચો સામાન લઈ જઈ બીજા ફીમેલ પાસે કામ કરાવડાવી ફિનિશ પ્રૉડક્ટ પાછી લાવવા લાગ્યા. પ્રોફિટ ઓછો હતો પણ કામ સારૂં ઍવુ મળી રહેતું અને તેમને આણંદમા કામ કરનારા મળી રહેતા. ઘણાં વરસો સુધી આ જૉબવર્કનું કામ કર્યું. તેઓ આ કામ માટે આણંદ થી અમદાવાદ ઉપ-ડાઉન કરતાં.

ધીરે ધીરે તે કામ મળવાનું પણ ઓછું થવા લાગ્યું અને ઉમર પણ ઍવા ભાર લઈને રોજીંદા ઉપ-ડાઉનમાં બાધા બનવા લાગી. પરંતુ તેમણે કોઈ પાસે તેમનો હાથ નથી લંબાવ્યો આજ સુધી. છેલ્લા થોડા સમયથી તેઓ આણંદમાંજ અને તેની આસ-પાસના વિસ્તારોમાં ડૉર ટૂ ડૉર ફરીને કંપનીઍ આપેલ પ્રમોશનલ પ્રોડક્ટનું વેચાણ કરે છે. માર્કેટ કરતાં પ્રમોશનના ભાવ દરેક પ્રૉડક્ટ માટે ઓછા હોય છે પણ આ કામમાં પણ તેમણે તેમના ટાર્ગેટ પૂરા કરવાના હોય છે. આજે ૭૦ વરસની ઉમરે પણ તેઓ રોજ કેટલાય કિલોમીટર ફરીને તેમના ટાર્ગેટ પૂરા કરે છે. આપણે જ્યારે થોડુક ચાલતા આપણા પગ દુખવા લાગે છે ત્યારે આ સેલ્સ ગર્લ જીવનની ખુમારી લઈ ક્યાય હાથ લાંબો કરવાને બદલે પોતાની મહેનતથી જજૂમે છે - જીવે છે; જીવી જાણે છે. તેમની દીકરી અને ભાઈઓ જ્યારે તેમને આટલી મહેનત કરવાની ના પાડે ત્યારે તેઓ કહે છે કે જ્યાં સુધી મારી તાકાત છે ત્યાં સુધી હું કોઈના ઉપર બોજ બની રહેવા નથી માંગતી. હમિદાબેનની ઍ ખુદ્દારીને સલામ - ૭૦ વરસની સેલ્સ ગર્લની જીવન જીવવાની ઍ ખુમારી ને સલામ.

* અનિશ વઢવાણીયા *

કાફે કોર્નર

* કંદર્પ પટેલ *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠીંઙ્મ.ાટ્ઠહઙ્ઘટ્ઠિ૫૫૫જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

આત્મીય યુવા હવા

‘શુદ્ધૌસિ બુદ્ધૌસિ નિરંજનૌસિ’ આવું યુવા ચરિત્ર એ આજના ૨૧ મી સદીના ભારતની યુવા હવાની દિશા નક્કી કરનારૂં છે. આ સુંદર પૃથ્વી પર કલ્યાણમયી ભૂમિ તરીકે જેને ઓળખાવી શકાય, બધા કર્માત્માને ૠણ ચુકવવા આ ધરતી પર આવું જ પડે. જ્યાં માનવતાએ મૃદુતાની, ઉદારતાની, પવિત્રતાની, શાંતિની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી હોય તેવી જો કોઈ ભૂમિ હોય તો તે ભારતની ભૂમિ છે. ચારેય દિશાઓથી આ ધરતીને આવરી લેનાર તત્વજ્ઞાન સમા મહાસાગરની ભરતીના જુવાળનો આરંભ આ ભૂમિ પરથી જ થયો છે. દરેક વિચારો એક સંસ્કૃતિ તરફથી બીજી સંસ્કૃતિ તરફ વહ્યા છે. આ દરેક વિચારને લઇ જવા માટે લોહીની નદીઓ વહેવડાવવી પડી હતી. બીજા દેશોમાં લાખોના હ્ય્દયને બાળનાર જડવાદનો દાવાનળ ભડભડ બળતો હોય ત્યારે તેણે શાંત કલરવરૂપે વાતાવરણમાં પ્રસરાવવા માટેનું શાંતિજળ ભારતમાં જ છે.

આ ૨૧મી સદીમાં ઉભેલી નવવધૂ જેવી આ પૃથ્વીને કેવી યુવા હવા જોઈએ?

ધનુષ્ય કોઈનાથી તૂટ્‌યું નહિ. છેવટે, રામ ઉભા થયા. સીતાની સામે જોયું. ‘તાકી’ને જોયું. એટલે જ ‘તાકાત’ આવી અને તેણે પોતાની કરી. આ ‘તાકી’ને ભારતના મુગટ તરફ જોવાની નજર આજના યુવાનની જોઈએ. આંખો એ માત્ર પટપટાવવા માટે નથી, આંસુ પાડવા માટે છે. લાગણીશીલ બનીને પાત્રમાં ઘુસવા માટે છે. આજે કેટલાકે કોઈકનું હાસ્ય છીનવી લીધું છે તો અમુકે હાસ્ય છોડી દીધું છે. આ જિંદગી એક પ્રયોગશાળા છે.

‘હાર્ડ’વર્ક નહિ, ‘હાર્ટ’વર્કની જરૂર છે...એ પણ હાર્દથી..!

વચન અને વાણીનો વિવેક નથી તે આત્મીય ન થઇ શકે. જે સંબંધ બૌઘ્ધિક, માનસિક કે આર્થિક હોય તે ક્યારેય આત્મીય ન બની શકે. સ્વતંત્રતા સાથે શિસ્તનું પાલન કરતો હોય તે યુવા હવા છે, આવનારા કાલની. વિશ્વાસ છે... દરેકને આ યુવા હવા પર..! ‘લાંબા હાથ હોય તો થોરમાં ન નંખાય.’ આ વાતને જે અનુસરતો હોય તે એટલે ભારતનો ભાવિ યુવાન. નકામું નીકળી જાય અને સત્ય સાર્થક બનાવે તે એટલે વિશ્વાસ. આ વિશ્વાસ આજની યુવા પેઢી પર દરેક નાગરિકને હોવો જોઈએ.

સોક્રેટિસ કહેતા હતા, “મારી માં દાયણ હતી. તે બાળકને દુનિયામાં મુક્ત કરવાનું કામ કરતી હતી. તેમ જન્મ લેનાર દરેક બાળક માટે પૃથ્વી વિકાસનું કાર્ય કરે છે.”

જુવાનીમાં ઘરડા થવું એ દેશનું દુર્ભાગ્ય છે. સ્વેચ્છાએ સ્વીકારેલો સંયમ રાખવો, દબાણથી નહિ. અપવાદ ક્યારેય સિદ્ઘાંત ન બની શકે. વિચારોની હંમેશા યુવાવસ્થા હોવી જોઈએ. મનમાંથી વિચારોની સુવાસ આવવી જોઈએ, જેનાંથી વાણીમાં દુર્ગંધ ન આવે. ‘સ્મરણ’ વધારીશું તો ‘મરણ’ વચ્ચે નહિ આવે. લલકાર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ખુમારી ન આવે. જુવાન તો ભગવાન સાથે ખુલ્લી લલકાર ફેંકતો હોય, એ પણ પોતાના દમથી...!

મોરારિબાપુ કહે છે,

“હાનિ તારા હાથમાં, ઉદાસ ન થાઉં તે મારા હાથમાં,

લાભ તારા હાથમાં, શુભ મારી મુઠઠીમાં,

જીવન તારા હાથમાં, પાત્ર ભજવવું તે મારા હાથમાં,

મરણ તારા હાથમાં, હરિ સ્મરણ મારા હાથમાં.”

આવો યુવાન તૈયાર થવો જોઈએ. યુવાનીને શરીર સાથે કોઈ નિસ્બત નથી. માણસ વિચારથી, મનથી અને હ્ય્દયથી મહાન હોવો જોઈએ.

શંકરાચાર્ય પણ કહે છે ને,

“અંગં દલિતં પલિતં મુંડં દશનવિહીનં જાતં તુંડં”

મારી પૃથ્વીનો યુવાન અજર હોવો જોઈએ. જીવે ત્યાં સુધી અમરત્વની ભાષા બોલવો જોઈએ. તે ગુણનિધિ હોવો જોઈએ. પરમાત્માનો હાથ તેના માથા પર હંમેશા ફરવો જોઈએ.

‘યુવાસ્યાત સાધુ’ - યુવાન સરળ અને સહજ હોવો જોઈએ.

“યે ઔર બાત હૈ જો ખામોશ રહતે હૈ,

જો બડે હોતે હૈ વો બડે હી રહતે હૈ.”

જગતમાં ક્યારેય કોઈને ‘સુધારવાનો’ નહિ પરંતુ ‘સ્વીકારવાનો’ પ્રયત્ન કરે અને દરેકને સાથે લઈને ચાલે તે યુવાન છે. આ જિંદગી નામના નાટકમાં સૂત્રધારે આપેલા પાત્રના ઢાંચામાં ઢળીને તેણે પૂર્ણતઃ ભજવવું તે આજના યુવાનનું કામ છે. એક અનંત રંગમંચ છે. અનેક નાટ્‌યકારો પોતાની કૃતિઓ લઈને મંચ પર આવી ચુક્યા છે. અમુક જ હોય છે, જે અભિભૂત કરી મુકે છે. જેમના પાત્રમાં સૌથી વધુ પ્રેક્ષકોની તાળીઓ પડે તે તા-ઉમ્ર યુવાન છે.

કોફી ટર્કીશ

ઈશ્વર સાથેના મીઠા ઝઘડામાં યુવાનીનો લલકાર થઇ ગયો,

ઈશ્વર પણ હસ્યો જાણે ઈતિહાસ થઇ ગયો,

ખામી તારા હાથમાં પણ હામી હું ભરીશ,

કહીને એવું જાણે યુવાન યુદ્ધ છેડી ગયો.

* કંદર્પ પટેલ *

પ્રાઈમ ટાઈમ

* હેલી વોરા *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ર્દૃટ્ઠિરીઙ્મૈ૧૯૮૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ગુજરાતના પહાડો પર ‘ઓહ માય ગોડ!’

મારામારા ભાઈના યુરોપ પ્રવાસ દરમિયાન નો એક અનુભવ તેણે મારી સાથે શેર કરેલો. જે આજે હું તમારી સાથે શેર કરૂં.

એક અત્યંત સુંદર એવા માઉન્ટ તીત્લીઝ ની મુલાકાત દરમિયાન રોપ-વેની લાઈનમાં ઉભેલા યાત્રીઓ પૈકી એક આશરે ૭૦ કે તેથી પણ વધુ વય ધરાવતી સ્ત્રી એકલી અપ-ટુ-ડેટ ગરમ વસ્ત્રો માં સજ્જ થઇ,હાથમાં બીઅર ના ટીન સાથે રોપ-વેમાં બેસવા ઉભેલી હતી,અને માઉન્ટ તીત્લીઝનો આખો પ્રવાસ તેણે બધા યાત્રીઓની સાથે માણ્‌યો.

હવે,આ વાર્તા માં પછી શું થયું?તેનો એન્ડ શું આવ્યો?તેની રાહ જોતા હોવ તો વાર્તા બસ આટલીજ છે. પણ આ એક દ્રશ્ય ની પાછળ એક સપનું,એક દ્રષ્ટિ અને એક કહાની છે. આપણે અને આપણી માન્યતાઓ એ બનાવેલા સમાજના ઘણા બધા ભ્રમ એકસાથે ભાંગી નાખે.

આ દ્રશ્યની આપણે આપણી આસપાસ કલ્પના કરીએ. પાવાગઢ કે ગીરનાર ના પ્રવાસે ધારોકે આપણે ગયા છીએ. તો પહેલી વાત એ કે એ પ્રવાસ નહી ધાર્મિક યાત્રા બની જાય. દરેક રળીયામણી ટેકરીના માથા ઉપર મંદિર બનાવવા પાછળનો ઉદ્દેશ કદાચ એવો હશે કે એ બહાને આપણે એ ટેકરી ચડીએ. થોડું ટ્રેકિંગ કરીએ. અને ચડી ગયા પછી થોડો સમય ઈશ્વરને યાદ કરીએ. પણ સ્વીત્ઝરલૅન્ડના કોઈપણ રમણીય પહાડો પર કોઈ મંદિર હોતા નથી. છતાં દરરોજના કદાચ લાખોના હિસાબે મુસાફરો ત્યાનો પ્રવાસ ખેડે છે. આપણે પહાડ પર ચડવા માટે મંદિરની કાખઘોડી જરૂરી થઇ ગઈ છે. અને ચોટીલા કે કેદારનાથ ઉપર ભલે મંદિર હોય પણ તેનો સમગ્ર પ્રવાસ પણ પ્રસાદી અને ચુંદડીઓ ના ઢગલા વાળો હોય. એક સુપ્રસિદ્ધ મંદીરની બહારથી મેં ખાસ્સી કીમત ચૂકવીને પૂજાનો સમાન ખરીદેલો અને આજેતો ભગવાનને ખુશ કરી દેવાના અને બધી પૂજા આજેજ પતાવી દેવાના નિશ્ચય સાથે હું મંદિર માં પ્રવેશી. લગભગ દોઢ કલાક લાઈન માં ઉભા રહ્યા બાદ જયારે મારો નમ્બર આવ્યો ત્યારે પ્રવેશદ્વારથી આગળ પેલા સિક્યોરીટીગાર્ડ કમ વ્યવસ્થાપક કમ પુજારી કમ કાર્યકરે મારો“કીમતી”થાળ લગભગ ઝુંટવી લઇ અને ભગવાનની થોડે ફૂટ દુર પડેલા એક ઢગલા પર ફેંકી દીધો. વાંક એ ગાર્ડનો ન હતો. વાંક મારા જેવા અજ્ઞાની ભક્તોનો હતો. આવા ને આવા ઢગલા બધા ભક્તો લાવે તો એક મહિનામાં એ પૂજાની સામગ્રી અને પ્રસાદીઓથી ભગવાન ઉપર એક બીજો પેટા પહાડ ચણાઈ જાય. એકવાર કોમન-સેન્સથી વિચારીએ કે આપણી આગળ રોજ કોઈક પોતાની લાગણી ખાતર અગરબત્તીના ચિક્કાર ધુમાડા કર્યા કરે,દીવાના નામે બધી જગ્યા ચીકણી ચીકણી કરી નાખે,નાળીયેરના ઢગલા કરે અને તેના છોતરા આમતેમ ઉડયા કરે આપણે ઓક્સીજન ના લઇ શકીએ તેટલા ફૂલ પાંદડા ચડાવે તો આપણી હાલત શું થાય?તો બિચારા ભગવાન નો કોઈ વાંક? આપણે એક સાફ સુથરૂં અને આહલાદ્‌ક પ્રવાસન સ્થળ હોય તો આડું આવે છે? ટ્રેકિંગનો અને ટ્રેકિંગમાં કચરો કરવો એ સંસ્કૃતિ છે?અને ધારોકે આપણે માત્ર આનંદ ખાતર એ પહાડ ચડીએ, બીજા કોઈ લબાચા ભેગા ના લઈએ અને જયજયકાર ની રાડો રાડ ના કરીએ તો આપણને પાપ પડશે?

હવે પેલી ૭૦ વર્ષ ની સ્ત્રીને ફરીથી યાદ કરીએ,આપણા કોઇપણ પ્રવાસન કે યાત્રા સ્થળ ની બહાર આવી સ્ત્રી ઉભી હોય તો પહેલે પ્રથમ તો આપણે તેને ડોશી કે માજી તરીકે ઓળખીએ અને તે શા માટે એકલી આવી છે તેની વ્યાધી કરીએ. આ આપણી વડીલોને આદર આપવાની રીત છે કે વડીલો ખાસ કરીને સ્ત્રીઓ પતી કે સંતાનો સાથેજ હોવી જોઈએ અને આટલી વયે તો તેને ક્યાય જવાતું હશે?એક વખત આમ પણ વિચારી જોઈએકે વડીલોને થોડી માનસિક કે જીવનશૈલી ની સ્વતંત્રતા આપીએ તો એ પણ કદાચ એક પૂજા જ હશે. મોરલી વિચારીએ તો પેલી સ્ત્રીએ આવું કરાય? તેણે પૂજા પાઠ કે કુટુંબ કબીલો ના સંભાળવો જોઈએ?વેલ! એ પણ કરી શકાય પણ જીવનનો તંદુરસ્ત આનંદ લેવાની ક્યાય મનાઈ નથી.

હવે એક સૌથી મહત્વની વાત. ૭૦-૭૫ વર્ષની ઉમરે આપણામાંથી કેટલા લોકો એકલા ટ્રેકિંગમાં જવા જેટલા શારીરિક કે માનસિક સ્વસ્થ હોય છે? ફૂડ અને તહેવારો આપણા જીવનને રંગીલું બનાવે છે તે હકીકત છે, પણ આ પાર્ટી લાઈફ આપણા શરીર ના ભુક્કા બોલાવી દે છે એ પણ હકીકત છે. લગભગ ચાલીસીમાં પ્રવેશતાજ ૫૦% કે તેથી વધુ લોકો કોઈ કાયમી બીમારીનો ભોગ બની જતા હોય છે. અને સામાજિક પરંપરા ને કારણે માનસિક રીતે પણ કોઈને કોઈ “સંઘ” વગર કોઈ કાર્ય નહી થઇ શકે તેવું માનવા લાગે છે. અને અન્ય “સમાજ સેવકો” જો વડીલો એકલા બહાર નીકળે તો તેના બાળકો કેવા છે? શું કરે છે? તેની ચિંતામાં લાગી જાય છે અને સમય જતા આપણે પોતાના સંતાનોને ખાસ કરીને પુત્ર સંતાનોને એકલા ફરવા જવા જેટલી મોકળાશ આપીએ છીએ પણ પુત્રીઓ,પતી કે પત્ની,માતા કે પિતા ને એવી રજામંદી આપી શકીએ? પેલી સ્વીત્ઝરલૅન્ડની સ્ત્રી સિંગલ જ હશે તેવી આપણે ખબરજ છે? અને ધારોકે સ્ત્રી પાત્રને આપણે એકલી ન જવા દેવા પાછળ તેમની સલામતી ની ચિંતા હોયતો જરાક આપણી આસપાસ ના સમાજ ની માનસિકતા વિષે સામાન્ય તર્ક દ્વારા વિચાર કરીલો.

હવે ધારોકે આપણી તબિયત એક્દ ફીટ છે તો આપણામાંથી કેટલા લોકો એકલા ટ્રેકિંગ જેવા પ્રવાસે જવાનું વિચારે છે? મધ્યમવર્ગ કે નિમ્ન મધ્યમવર્ગ પણ ફરવા તો જાયજ છે પણ આટલા તંદુરસ્ત અને મનદુરસ્ત પ્રવાસીઓ કેટલા? આપણા સમાજ નો એક એવો પણ પ્રશ્ન છે કે અમારી પાસે પૈસા છે તો અમે શા માટે પગે ચાલીએ?કોઈ સારા મોલ, ડિસ્કોથેક કે હોટેલ માં શા માટે ન રહીએ? એ પ્રશ્ન નો જવાબ તોજ મળે જો એક વખત આ રીતે રખડવાનો સ્વાદ ચાખી જોઈએ.

મેં આ દ્રશ્યને એક સ્વપ્નું એટલા માટે કહ્યું કે આટલી જૈફ વયે જીવન સામે લાંબી ઝીંક ઝીલ્યા બાદ આપણે પણ એઈને મસ્ત હાથમાં બીઅર ના ટીન સાથે એકલા,મનમાં કોઈ જાતના ઉચાટ વિના ટ્રેકિંગની લાઈનમાં ઉભા રહી શકીએ તો મૃત્યુ સમયે કોઈ વસવસો ન રહે! વેલ! બીઅર ના ટીન કમ્પલસરી નથી. ગુજરાત ઇઝ અ ડરાય સ્ટેટ...

* હેલી વોરા *

ટેક ટોક

* યશ ઠક્કર *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ અટ્ઠજરષ્ઠ૮જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

છઙ્મી ૈઁર્રહી ૬જી અને છઙ્મી ૈઁર્રહી ૬જી ઁઙ્મેજ

ટેક ટોક વર્ઝન૭માં આજે આપણે એપલના બે નવા નક્કોર મોડેલ ની વાત કરશું. એપલ ની શરૂઆત થઇ ત્યારથી જ જુન મહિના માં તેઓ નવી ઓપરેટીંગ સીસ્ટમ સપ્ટેમ્બર મહિનામાં નવા ફોન લોન્ચ કરે છે. આ વર્ષે પણ સેમસંગ જાણે કે એપલ ને ટક્કર આપતું હોય તેમ જ એપલ ના નવા મોડેલ લોન્ચ થાય એના થોડા સમય પહેલા જ૨નવા ફોન સાથે આવ્યું હતું અને હવે જયારે આ લખી રહ્યું છે ત્યારે છહઙ્ઘર્િૈઙ્ઘ દૃ૬.૦ લોન્ચ થઇ ચુક્યું છે.

છઙ્મી ૈઁર્રહી ૬જી અને છઙ્મી ૈઁર્રહી ૬જી ઁઙ્મેજ આ બે નવા મોડેલ એપલ દ્વારા આ વર્ષે લોન્ચ કરવામાં આવ્યા છે. સૌથી પહેલા આપણે છઙ્મી ૈઁર્રહી ૬જી વિષે વાત કરશું.

એપલ આઈફોન ૬જી ૪.૭ ઇંચની ૈંઁજી ન્ઝ્રડ્ઢ સ્ક્રીન ધરાવે છે. ૨ ય્મ્ ઇછસ્ અને૧૬/૬૪/૧૨૮ ય્મ્ના સ્ટોરેજ પર અવેલેબલ છે. એપલ આઈફોન ૬જી સિક્સ કોર ગ્રાફિક્સવાળું ર્ઁુીિ ફઇ ય્‌૭૬૦૦ ય્ઁેં તથા ૧.૮૪ ગીગા હર્ટઝનું ડયુલ કોર પ્રોસેસર ધરાવે છે જેને એપલ ના જ છ૯ ચીપસેટ નો સપોર્ટ મળે છે. એપલ ઓપરેટીંગ સીસ્ટમ ૯.૦ તમને બાય ડીફોલ્ટ મળશે જયારે ૯.૧ને તમે અપગ્રેડ કરી શકો છો. કોઈ પણ એપ્લીકેશન હોય તેની જંક ફાઇલ જ નાં બનવા દેવી તે એપલ ઓપરેટીંગ સીસ્ટમની સૌથી મોટી ખાસિયત છે જેને લીધે ૨૫૬દ્બહ્વ ટ્ઠિદ્બ ધરાવતો એપલ આઈફોન પણ આજ સુધી કોઈ દિવસ હેંગ નથી થયો જયારે હવે તો એપલ પણ ૨ ય્મ્ ઇછસ્ આપતું હોય તેના પર મલ્ટીટાસ્કીંગ ખુબ જ મજા પડશે. એપલ દ્વારા આ વર્ષે લોન્ચ કરાયેલ બંને ફોન માં જો કોઈ સૌથી મોટો ચેન્જ હોય તો એ છે તેનો કેમેરા. હવે એપલ પણ ૧૨ સ્ીખ્તટ્ઠૈટીઙ્મ કેમેરા દ્વારા સેમસંગ ને ટક્કર આપી રહ્યું છે. જોકે જયારે છઙ્મી ૮ સ્ીખ્તટ્ઠૈટીઙ્મ ઝ્રટ્ઠદ્બીટ્ઠિ આપતું હતું ત્યારે પણ ૈઁર્રહી એટલે બેસ્ટ એવર કેમેરા ઇન મોબાઈલ એવું કહી શકાતું.

આ તો વાતો થઇ કેમેરા વિષે પણ આ વખતે બીજી કોઈ બાબત જો ઉડી ને આંખે વળગે તેવી હોય તો તે છે ન્ૈદૃી ઁૈષ્ઠેંિીજ.હવે ફોટો લેતા જ કેમેરા ફોટો ની પહેલા અને પછીની ૫-૧૦ સેકન્ડ નું રેકોર્ડીંગ કરી લેશે જેને લીધે તમારે કદાચ એ ફોટો ની મુવમેન્ટ જોવી હોય તો ફોટો ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકશો. જોકે હા આ ફીચર ને લીધે ૨-૩ દિવસ પહેલા જ અમેરિકામાં હેકિંગ ની ફરિયાદ નોંધાઈ હોઈ આ ફીચર નું ભવિષ્ય હાલ પુરતું તો થોડું ધૂંધળું નજર આવે છે. આઈફોન માં પહેલે થી કોઈ એડીશનલ મેમેરી કાર્ડ સ્લોટ ના હોવાને લીધે ૧૬ય્મ્ વર્ઝન વાળો ફોન કદાચ હેંગ થઇ શકે અથવા તો જો તમને પણ ૐડ્ઢ ય્ટ્ઠદ્બીજનો શોખ હોય તો મુશ્કેલી આવી શકે છે. આ સિવાય એપલ દ્વારા સતત પ્રયાસ થઇ રહ્યા છે કે ફોન ને શક્ય હોય તેટલો પાતળો રાખી શકાય પરંતુ ગયા વર્ષે જયારે આઈફોન ૬ અને આઈફોન ૬ પ્લસ લોન્ચ કરવામાં આવ્યો હતો તે સમયે ઘણા લોકો એ ફોન બેન્ડ થઇ જવાની ફરિયાદ કરી હતી, જોકે આ વખતે એપલ દ્વારા આ વસ્તુ ના થાય તેનો સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. એપલ દ્વારા જુન મહિના માં એપલ આઈ ઓએસ ૯ લોન્ચ કરાઈ હતી અને એ સમયે જ એપલ એ કહ્યું હતું કે હવે પછી ની તેની તમામ ઓપરેટીંગ સિસ્ટમ્સ ૧ ય્મ્ સુધીની સાઈઝની જ હશે જેથી કોઈ પાસે ૮ય્મ્ કેપેસીટીવાળો ફોન હોય તો તે પણ આઈ ઓએસ ઇન્સ્ટોલ કરી શકે. આઈફોન ૬ અને આઈફોન ૬જી ઁઙ્મેજ સાથે જ હવે એપલ પણ માઈક્રોસોફ્ટ ના રસ્તે ચાલી નીકળ્યું છે એટલે મોબાઈલ વાળું નહિ લેપટોપ અને કમ્પ્યુટર વાળું માઈક્રોસોફ્ટ;) હવે નવા આઈફોન ૩ડ્ઢ ટચ સાથે આવશે એટલે કોઈ પણ આઇકોન ઉપર તમે હોલ્ડ કરી રાખશો એટલે તરત જ એક ડ્રોપ ડાઉન મેન્યુ આવશે અને તમે એ મેન્યુ થી જ એ એપ ને ઓપરેટ કરી શકશો. જો તમારે ૫ સ્ીખ્તટ્ઠૈટીઙ્મ ના ફ્રન્ટ કેમેરેં દ્વારા ફોટો લેવો છે તો કેમેરા માં જઈને ફ્રન્ટ કેમેરા સિલેક્ટ કરવાની જરૂર નથી, માત્ર કેમેરા ના એપ ઉપર હોલ્ડ કરશો એટલે ડ્રોપ ડાઉન મેન્યુ આવશે અને તેમાં થી કેમેરા, સેલ્ફી તથા ક્વિક સેલ્ફી માંથી કોઈ પણ એક સિલેક્ટ કરી અને કેમેરા નો ઉપયોગ કરી શકો છો... છે ને મજા નું ફીચર?

આઈફોન૬જી ૧૭૧૫દ્બરની લાઈ પોલીમર બેટરી ધરાવે છે. જેમાં સ્ટેન્ડ બાય મોડ પર ૨૪૦ કલાક જયારે ટોલ્ક મોડ પર ૧૪ કલાક અને મ્યુઝીક પ્લેમાં ૫૦ કલાક નો બેટરી બેકઅપ આપે છે. જોકે લાઈ પોલીમર બેટરી ની વિશેષતા એ છે કે એ તરત ડીસ્ચાર્જ નથી થતી. આઈફોન ૬જી જીટ્ઠષ્ઠી ય્ટ્ઠિઅ, જીૈઙ્મદૃીિ, ર્ય્ઙ્મઙ્ઘ, ર્ઇજી ર્ય્ઙ્મઙ્ઘ આ ચાર કલર માં હાજર છે.

હવે વાત આઈફોન ૬જી પ્લસ વિષે

આઈફોન ૬જી અને આઈફોન ૬જી પ્લસ વચ્ચે માત્ર બે જ વસ્તુઓ નો ફર્ક છે. આઈફોન ૬જી ઁઙ્મેજમાં સ્ક્રીન સાઈઝ ૫.૫ ઇંચ ની થઇ જાય છે અને બેટરી બેકઅપ વધી ને ૨૯૧૫દ્બર નો થઇ જાય છે. આ વધારા ના બેટરી બેકઅપ ને લીધે તમારો ફોન સ્ટેન્ડ બાય મોડ માં ૩૮૪ કલાક જયારે ટોલ્ક મોડ માં ૨૪ કલાક અને મ્યુઝીક પ્લે માં ૮૪ કલાક નો બેટરી બેકઅપ આપશે. જોકે હા એના માટે તમારે ચોક્કસથી થોડા વધારે પૈસા આપવા પડશે. ભારતીય બજારની વાત કરીએ તો ૈઁર્રહી ૬જી અને ૈઁર્રહી ૬જી ઁઙ્મેજ ભારતમાં૧૬ ઓક્ટોબરથી રીટેઈલ માર્કેટમાં મળશે. આ બંને ફોનની ભારતીય બજારમાં કિમંત નીચે મુજબ રહેશે

એક જાણીતી વેબસાઈટ ના સમાચાર ને સાચા માનીએ તો ૈઁર્રહી ૬જી ૧૬ય્મ્ના ૬૨,૦૦૦, ૬૪ય્મ્ના ૭૨,૦૦૦ જયારે ૧૨૮ય્મ્ ના ૮૨,૦૦૦ રૂપિયા હશે. જયારે ૈઁર્રહી ૬જી ઁઙ્મેજ ૧૬ય્મ્ના ૭૨,૦૦૦, ૬૪ય્મ્ના ૮૨,૦૦૦ અને ૧૨૮ય્મ્ના ૯૨,૦૦૦ રૂપિયા હશે.

ટેકબીટઃ ૈઁર્રહી ૬જી અને ૈઁર્રહી ૬જી ઁઙ્મેજના ખૂબીઓમાં ૩ડ્ઢ ટચ અને ૧૨ મેગાપીક્ષ્લનો કેમેરા છે જયારે નબળાઈ માત્ર તેની કિંમત છે;)

* યશ ઠક્કર *

ફૂડ સફારી

* આકાંક્ષા ઠાકોર *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

મહા હૈ મહારાષ્ટ્ર ૨ : મુંબઈ ક્વીઝીન

આગળના અંકમાં આપણે મહારાષ્ટ્રની સફર ચાલુ કરી હતી. આજે એનો પહેલો પડાવ,મુંબઈ અને મુંબઈના ક્વીઝીન અંગે ની માહિતી મેળવીશું.

મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની હોવા ઉપરાંત દેશની આર્થિક રાજધાની પણ છે,પરિણામે આ શહેર કોસ્મોપોલીટન સીટી - પચરંગી શહેર છે,પરિણામે એનું ક્વીઝીન પણ પચરંગી છે. આ ક્વીઝીન તેના રીચ સ્વાદ તેમજ ચટપટા અને પ્રભાવશાળી ફ્લેવર્સને પોષે છે,પછી ભલે ને એ શાકાહારી ખાન પાન હોય કે માંસાહારી. મુંબઇનું ક્વીઝીન રસપ્રદ છે,તે ઓથેન્ટિક વાનગીઓ અને ચટપટી સીફૂડ વાનગીઓનો બહોળો ભાગ આવરી લે છે. અહીંના સ્થાનિકોના સ્ટેપલ ફૂડમાં ચોખા,સુગંધિત ફીશ કરી,ચપાતી અથવા તો રોટલી,વેજીટેબલ કરી અને કઠોળનો સમાવેશ થાય છે. નારિયેળ,કાજુ,મગફળી અને મગફળીના તેલ મુંબઇની ઘણી પરંપરાગત વાનગીઓમાં મુખ્ય ઘટકો છે.

મુંબઈ એક દરિયાઈ શહેર છે,ઉપરાંત આ શહેરનો માછીમારી વ્યવસાયનો ઈતિહાસ ખૂબ જુનો છે,કેમકે અહીના મૂળ વતનીઓ’કોળી’એટલે કે માછીમાર જ છે. આ કારણોસર,સીફૂડ ખાણીપીણીના એક આવશ્યક અને મહત્વના ભાગ રૂપે સામે આવે છે. સ્વાદિષ્ટ સીફૂડ વાનગીઓની વિશાળ શ્રેણી પીરસતા મુંબઇ માં પુષ્કળ સીફૂડ રેસ્ટોરાં છે .

આ શહેર તેની અત્યંત વ્યસ્ત સ્ટ્રીટ્‌સ પર,વિવિધ સ્ટોલ્સ પર વેચતા તેના સ્વાદિષ્ટ ચાટ માટે ખૂબ પ્રખ્યાત છે. અહીના સ્ટોલ્સ ચટપટા ફાસ્ટ ફૂડસ અને લોકલ સ્નેક્સ માણતા પચરંગી લોકોથી ઉભરતા હોય છે. આ ઉપરાંત આ શહેરમાં અનેક કોન્ટીનેન્ટલ રેસ્ટોરાં પણ છે,જો તમે અહીંની પરમ્પરાગત વાનગીનો સ્વાદ ન પચાવી શકતા હોવ તો!

અહી અમુક વાનગીઓ એવી છે જેના વગર સ્થાનિકોને ચાલે તેમ નથી. આ શહેરની વિશિષ્ટતા ગણાય એવી વાનગીઓમાં વેજીટેબલ પુલાવ,મસાલા ભાત,પાલક્ચી ભાજી,કાંદા પોહા,બટાટા ચે કાપ,મુંબઈ તવા પુલાવ વગેરે છે.

મીઠાઈ અને ડીઝાર્ત્સની વાત કર્યા વગર તો આપણાથી કઈ રીતે છુટા પડાય?મુંબઈની પોપ્યુલર મીઠાઈઓમાં મોદક,પૂરણ ચી પોલી,આમ રસ તેમજ ચીરોટાનો સમાવેશ થાય છે. ચોપાટી અને અન્ય જગ્યાઓ પર મળતી ડરાયફ્રૂટ કુલ્ફી એ એના પોતાનામાં જ એક વિશિષ્ટ વસ્તુ છે. આ તો થઇ પરમ્પરાગત મીઠાઇની વાત,આ ઉપરાંત આજે હવે અહી વિવિધ દેશોના સ્વાદિષ્ટ ડીઝાર્ત્સ,જેમકે બ્રાઉની,ચીઝકેક અને મેક્રોન્સ એકદમ સરળતાથી મળે છે,એટલું જ નહિ પરંતુ અહીની અમુક જગ્યાઓ દેશભરમાં આના માટે પ્રખ્યાત પણ છે.

આજે આપણે મુંબઈની બે વાનગીઓ તવા પુલાવ અને બટાટા ચે કાપ જોઈશું.

તવા પુલાવઃ

સામગ્રીઃ

૧.૧ કપ બાસમતી ચોખા

૨.૧ મધ્યમ મરચું / લીલા કેપ્સીકમ,સમારેલા

૩.૨ મોટા ટમેટાં,સમારેલી

૪.૧મધ્યમ ડુંગળી,સમારેલી

૫.૧ ંજ આદુ લસણની પેસ્ટ

૬.ભ ંજ લાલ મરચું પાવડર

૭.ભ ંજ હળદર પાવડર

૮.૨ ંજ પાવ ભાજી મસાલા અથવા જરૂરી ઉમેરો

૯.ઘ ંજ જીરૂં

૧૦.૨ ંહ્વજ માખણ અથવા તેલ અથવા બંને અડધા અડધા

૧૧.૧ મધ્યમ ગાજર,બાફીને સમારેલું

૧૨.૧ મધ્યમ બટાકા,બાફીને સમારેલું

૧૩.ઘ કપ લીલા વટાણા,બાફેલા

૧૪.ઘ ંજ લીંબુનો રસ

૧૫.થોડા સમારેલી કોથમીરના પાંદડા

૧૬.મીઠું જરૂર મુજબ

રીતઃ

૧.ચોખાને પલાળી,ધોઈ ને ચાર કપ ઉકળતા પાણીમાં તેલ અને મીઠું ઉમેરી પકવી લો.

૨.એક કડીમાં બટરને પીગળવા દો. ત્યારબાદ તેમાં જીરૂં ઉમેરો અને તે રંગ નાં બદલે ત્યાંસુધી શેકવા દો.

૩.તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને એ ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.

૪.તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો અને સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.

૫.તેમાં સમારેલા ટામેટા અને કેપ્સીકમ ઉમેરો અને હલાવો.

૬.તેમાં મસાલા - હળદર પાવડર,લાલ મરચું પાવડર અને પાવભાજી મસાલો ઉમેરો અને બરાબર ભેળવો.

૭.મિશ્રણમાંથી બટર છુટું પડે ત્યાંસુધી સાંતળો.

૮.તેમાં બટાકા,ગાજર અને વાતના ઉમેરો અને મીઠું ઉમેરી ભેળવી દો.

૯.પકવેલા ચોખાને ઉમેરી બરાબર ભેળવી દો.

૧૦.લીંબુનો રસ ઉમેરી,કોથમીર વડે સજાવી,રાયતા અને પાપડ જોડે સર્વ કરો.

બટાટા ચે કાપ

સામગ્રીઃ

•૧ મોટો બટેટાં,

•હળદર પાવડર,

•મરચું પાવડર,

•૧/૨ ંજ હિંગ,

•૧ ંજ ધાણા પાઉડર,

•૧ ંજ જીરૂં પાવડર,

•થોડું તેલ,

•મીઠું સ્વાદમુજબ

રીતઃ

•બટાટાને ધોઈ તેની છાલ કાઢી પાતળા સ્લાઈસમાં તેમને કાપો.

•૧૦મિનિટ માટે મીઠું નાખેલા પાણીમાં આ સ્લાઈસને પલાળી રાખો. સ્લાઈસને નીતારી દઈ,કિચન ટોવેલ પર બરાબર સૂકવો.

•એક પ્લેટમાં ધાણા અને જીરૂં પાવડર,હળદર પાવડર,હિંગ,મરચું પાવડર અને મીઠું મિક્સ કરો. પાણી ન ઉમેરો.

•એક તવી કે છીછરી કડાઈ ગરમ કરો તેમાં થોડું તેલ ઉમેરો.

•દરેક બટાકાની સ્લાઇસને તૈયાર મસાલામાં બોળવું . બંને બાજુઓ પર મિશ્રણ બરાબર લાગે છે તે ધ્યાન રાખવું.

•ત્યારબાદ સ્લાઈસને તવી કે કડાઈમાં શેકવા માટે મુકવી.

•નીચેની બાજુ ક્રિસ્પ અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે આંચને ધીમા તાપે કરી ને સ્લાઈસને સાચવી રહીને પલટો. જરૂર લાગે તો થોડું તેલ ઉમેરો. બીજી બાજુ પણ ક્રિસ્પ અને ગોલ્ડન બ્રાઉન થાય એટલું પકાવી લો.

•આંચ પરથી ઉતારી કોઈપણ સમયના ભોજન સાથે કે એમ જ સાંજના સ્વાદિષ્ટ નાસ્તા તરીકે ચા સાથે માણો.

* આકાંક્ષા ઠાકોર *

મિર્ચી ક્યારો

* યશવંત ઠક્કર *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠજટ્ઠિઅષ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

શેરબજારમાં ગ્યા’તા જશુભાઈ

ગુલાબી તેજીના દિવસો હતા. જશુભાઈને મિત્રોએ આગ્રહ કર્યો કે રોકો રોકો ને રોકો.

જશુભાઈએ પૂછ્‌યું : શું રોકું?

જવાબ મળ્યો કે : પૈસા રોકો.

જશુભાઈ : પણ ક્યાંથી કાઢું?

જવાબ મળ્યો : બચત કરો. ઉછીના લો. વ્યાજે લો. ચોરી કરો. ડાકા ડાલો.પણ રોકો રોકો ને રોકો.

જશુભાઈ : પણ ક્યાં રોકું?

જવાબ મળ્યો : શેર બજારમાં.

જશુભાઈ તૈયાર થઈ ગયા. બોલ્યા : હાલો, મારેય પૈસાવાળા થવું છે. શેર બજારના ચાળે ચડવું છે. ચડાવો મને.

જવાબ મળ્યો : એમ ન ચડાય.આ લો અમારા ઓળખીતા સલાહકારનું વિઝિટિંગ કાર્ડ. એ તમને મદદ કરશે. જરૂરી સલાહ અપાશે અને ખાતું ખોલાવશે.

જશુભાઈએ વિઝિટિંગ કાર્ડ લીધુ. વાંચ્યું :

રોકડિયા સલાહ કેન્દ્ર

આપના નાણાં + અમારી સલાહ = આપ શ્રી કરોડપતિ.

સલાહકાર : રાજુ રોકડિયા

ડબ્બાગલીના નાકે. જોખમીનગર.

જશુભાઈએ પહોંચ્યા રાજુ રોકડિયાને ત્યાં. રોકડિયાએ ફોર્મ ભરાવ્યું. ફોટા,જરૂરી પુરાવા અને ખર્ચ પેટે રોકડા પાંચસો રૂપિયા લઈને આવવા કહ્યું. પણ જશુભાઈ જેનું નામ. વિશેષ વિચારવું એ એમનું કામ. વિચાર કરવામાં કલાકો ગયા... દિવસો ગયા... અરે મહિનાઓ ગયા. ને જ્યારે ફરીથી ડબ્બાગલીના નાકે પહોંચ્યા ત્યારે તેમણે ત્યાં ભયંકર પરિવર્તન જોયું.

જશુભાઈએ જોયું કે રાજુ રોકડિયાના સલાહ કેન્દ્રની બહાર ‘ રોકડિયા દાબેલી કેન્દ્ર’ નું બોર્ડ લટકતું હતું. તેઓ અચકાતાં અચકાતાં અંદર ગયા ને જોયું તો રાજુ રોકડિયા દાબેલી બનાવી બનાવીને લોકોંને ખવડાવતો હતો. જ્યાં પહેલાં લાખો ને કરોડોની વાતો થતી હતી ત્યાં હવે પાંચ પાંચ રૂપિયામાં દાબેલી વેચાતી હતી.

‘બોલો કેટલી આપું?’ રાજુ રોકડિયાએ જશુભાઈને પૂછ્‌યું.

‘હું તો રોકાણ કરવા આવ્યો છું.’

‘ અરે સાહેબ. તમે મોડા પડયા છો. તેજી તો ગઈ. ભયંકર મંદી આવી ગઈ. મેં તો મંદીને લીધે સલાહ કેન્દ્ર બંધ કરી દીધું છે. છતાંય સલાહ આપું છું કે મૂડી સાચવીને બેસી રહો. તમે નસીબદાર કે બચી ગયા. હવે દાબેલી ખાઓ ને મંદીમાં જલસા કરો.’

‘પણ એકમાંથી અનેક રૂપિયા બનવવાની સલહ આપનારા તમે તમે દાબેલી બનાવો છો? માનવમાં નથી આવતું.’

‘રોટલા કાઢવા માટે ગમે તે ધંધો કરવો પડે. મહેનત કરવામાં શરમ ન રખાય. લો કરો ટેસ્ટ.’ રોકડિયાએ જશુભાઈને એક દાબેલી ધરી.

‘ ના મને નહીં ફાવે.’

‘ તો ઘરે લઈ જાઓ. આપણા તરફથી. બોલો..કેટલી બાંધું?’

‘ બે’

રોકડિયાએ બે દાબેલી બાંધીને જશુભાઈના હાથમાં મૂકી. જશુભાઈએ રોકડિયાને દસ રૂપિયા પરાણે આપ્યા ને નવા ધંધા માટે શુભેચ્છા પાઠવી.

નયનાબેનને અને જીતુને દાબેલી બહુ ભાવી. જીતુ તો તાળીઓ પાડીને ગાવા લાગ્યોઃ

શેરબજારમાં ગ્યાતા જશુભાઈ

દાબેલી લઈ ઘેર આવ્યા રે લોલ...

* યશવંત ઠક્કર *