Hu Gujarati-36 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati-36




હુંુ ગુજરાતી - ૩૬





© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.કલશોર - ગોપાલી બૂચ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

૫.કાફે કોર્નર - કંદર્પ પટેલ

૬.પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

૭.ટેક ટોક - યશ ઠક્કર

૮.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

એડિટરની અટારીએથી...

* સિદ્ધાર્થ છાયા *

જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

* જગમોહન દાલમિયા - મારવાડી કા દિમાગ ઔર મિયાભાઈ કા ડેરિંગ એડિટરની અટારીએથી...

જગમોહન દાલમિયા આ નામ ક્રિકેટ વિશ્વમાં અને ક્રિકેટ પ્રેમીઓમાં એટલું બધું મોટું છે કે ગઈકાલે રાત્રે એમના અવસાનના ખબરથી ક્ષુબ્ધ તો થઈજ જવાયું પરંતુ એમને અંજલિ આપવા ‘હું ગુજરાતી’નો આ તંત્રી લેખ પણ બદલી નાખવાનું નક્કી કરી લીધું અને એટલે જ ઓલરેડી લખાઈ ચુકેલા તંત્રી લેખને રદ્દ કરીને આજે જગમોહન દાલમિયા ઉર્ફે ‘જગ્ગુ દાદા’ પર એક-બે વાતો કરવી છે.

ભારતમાં ક્રિકેટનું રાજ અને એપણ એકહથ્થુ રાજ તો આઝાદી પહેલાંથી જ હતું, પરંતુ આ રાજકાજ સાવ નાણા વગરનું હતું. ખેલાડીઓને નામના જ પૈસા અપાતા જેનાથી માંડમાંડ એમનું ઘર ચાલતું. સુનિલ ગાવસ્કર, કપિલદેવ કે દિલીપ વેંગસરકર જેવા મોટા ખેલાડીઓને પ્રાઈવેટ કંપનીઓ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જેવી મોટી બેંકો પોતાની કંપની કે બેંકનું નામ ઊંંચું થાય એટલે નામની નોકરી આપીને સારોએવો પગાર પણ આપતી એટલે એલોકોને કોઈ ખાસ વાંધો ન હતો. વાંધો હતો બીજી અને ત્રીજી શ્રેણીના ક્રિકેટરોને. ભારતમાં પહેલા પણ ક્રિકેટ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ થતું અને આજે પણ થાય છે. એક જમાનામાં બીસીસીઆઈને દુરદર્શનના બાબુઓને કહેવું પડતું કે “ભાઈઓ, ભારતમાં અમુક ટેસ્ટમેચો અને વનડે મેચો રમાવાની છે તો ખર્ચો અમે ઉપાડશું પણ તમે ભૈસાબ, લાઈવ ટેલિકાસ્ટ કરો!” અને દૂરદર્શન જાણે કે ઉપકાર કરતું હોય એમ એકજ છેડે કેમેરા મુકીને આખી સિરીઝનું ‘જીવંત પ્રસારણ’ કરતુ અને વચ્ચે સમાચારના બ્રેકમાં ગમે તેવી ઈન્ટરેસ્ટિંગ પોઝીશન હોય મેચને બંધ કરી દેવાતી.

એન્ટર્સ જગમોહન દાલમિયા! કોલકાતામાં રહેતા આ ‘મારવાડી ભાયા’એ બીસીસીઆઈમાં પગપેસારો કરતાંજ જાણી લીધું કે અહીં મબલખ કમાણી છે, પણ આ કમાણીના ધરબાયેલા દેખીતા ભંડાર શોધીને, ખોદીને ભારતીય ક્રિકેટ અને ક્રિકેટરોનું ભલું કરવામાં કોઈનેય રસ નથી. ૧૯૭૯માં બીસીસીઆઈમાં શામેલ થયા બાદ ૧૯૮૩માં જે વર્ષે ભારત વર્લ્ડકપ જીત્યું હતું ત્યારે દાલમિયા બીસીસીઆઈના ખજાનચી બન્યા અને ભારતીય ક્રિકેટની કાયાપલટની શરૂઆત થઈ. ૧૯૮૭નો વર્લ્ડકપ ભારતમાં લાવવામાં દાલમિયાનું જ ભેજું હતું. આ ઉપરાંત ૧૯૯૨માં ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ દરમ્યાન પહેલીવાર એવું બન્યું કે લાઈવ ટેલીકાસ્ટમાં દૂરદર્શન નદારદ હતું. જગમોહન દાલમિયાના જ આઈડિયાને ફોલો કરીને બીસીસીઆઈ એ પહેલીવાર એક પ્રાઈવેટ કંપની ટ્રાન્સ વર્લ્ડ ઈન્ટરનેશનલને ભારતમાં રમાતી મેચોના પ્રસારણ હક્ક આપ્યા. પોતાની મોનોપોલી આમ રાતો રાત જતી રહેવાથી દૂરદર્શનના અધિકારીઓને સખ્ખત પેટમાં દુઃખ્યું પણ દાલમિયા આણી કંપનીએ સુપ્રીમકોર્ટ સુધી તમામ કોર્ટ્‌સને સમજાવ્યું કે ભારતમાં રમાતી મેચો પર દૂરદર્શનનો નહીં પરંતુ બીસીસીઆઈનો એકાધિકાર છે આથી પ્રસારણના હક્કો વેંચવા કે નહીં એ માત્ર બીસીસીઆઈ જ નક્કી કરી શકે. આ હતું જગમોહન દાલમિયાનું મારવાડી ભેજું.

૨૦૦૧ની સાઉથ આફ્રિકા ટૂર વખતે જગમોહન દાલમિયા બીસીસીઆઈના પ્રમુખ હતા. પોર્ટ એલિઝાબેથ ટેસ્ટમાં વગર કોઈ મજબુત પુરાવાએ ઈંગ્લેન્ડના મેચ રેફરી અને પૂર્વ ખેલાડી માઈક ડનેસે ભારતના કપ્તાન સૌરવ ગાંગુલી સહીત પાંચ ખેલાડીઓ પર એક મેચનો પ્રતિબંધ મૂકી દીધો. આટલું ઓછું હોય તેમ સચિન તેંદુલકર પર બોલ ટેમ્પરિંગનો આરોપ મુકીને તેને પણ બેન કરી દીધો. આમ ભારતની પંદર સભ્યોની ટીમમાંથી છ જણા બેન થઈ ગયા. આગલી ટેસ્ટમાં પુરા અગિયાર ખેલાડીઓ ભેગા કરવાની પણ તકલીફ ઉભી થઈ ગઈ. દાલમિયા તરત જ હરકતમાં આવ્યા. તેમણે જોયું કે ડનેસે કોઈ અગમ્ય કારણોસર ભારતીય ખેલાડીઓ પર પોતાની ખીજ ઉતારી છે. તેમણે સિરીઝના યજમાન સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડને પાંખમાં લીધું અને જાહેર કરી દીધું કે ડનેસને હટાવો તો જ આગલી ટેસ્ટ રમાશે. આઈસીસી એ પોતાનું મહત્વ ટકાવી રાખવા તરત જ ઈન્કાર કર્યો, તો દાલમિયા એક કદમ આગળ વધ્યા અને સાઉથ આફ્રિકન બોર્ડ સાથે મસલત કરીને આગલી ટેસ્ટ અન-ઓફિશિયલી રમાડવાનું નક્કી કર્યું. તે સમયે દાલમિયાએ ચોખ્ખું કહી દીધું હતું કે જ્યાં સુધી તેમના ક્રિકેટરોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ભારત વર્લ્ડ ક્રિકેટમાં ભાગ નહીં લે. આઈસીસીની દુઃખતી રગ અહીં બરોબર દબાઈ, કારણકે એ સમય આવી ચુક્યો હતો જ્યારે ભારતની ટીમ અન્ય દેશોમાં પણ નાણા કમાવવાનું સાધન બની ચુકી હતી. આઈસીસીને તરત જ રેચ લાગ્યો અને બીસીસીઆઈ સાથે સમાધાન કરી દીધું.

આપણા એડીટોરીયલનું મથાળું આમ તો શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ ‘રઈસ’ની પંચ લાઈનમાં કરેલા થોડાક ફેરફાર માત્ર છે, પણ ગઈકાલે સ્વર્ગારોહણ કરનારા ભારતીય ક્રિકેટના સાચા સેવક જગમોહન દાલમિયાને એ બરોબર ફીટ થાય છે. દાલમિયાને ક્રિકેટનો બિઝનેસ કેમ કરવો એપણ આવડતું હતું અને જરૂર પડે તો ભારતના ક્રિકેટના એક અસરદાર અધિકારી તરીકે હિંમતભેર ક્રિકેટરોની બાજુમાં કેવીરીતે ઉભા રહેવું એ પણ આવડતું હતું.

પ્રભુ જગમોહન દાલમિયા ઉર્ફે ‘જગ્ગુ દાદા’ના આત્માને શાંતિ આપે.

૨૧.૦૯.૨૦૧૫, સોમવાર

અમદાવાદ

* સિદ્ધાર્થ છાયા *

કલશોર

* ગોપાલી બૂચ *

ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

* મનને સમજાવો કલશોર

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,

આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે.

છે ને કલકોલાહલે આ સાવ મૂંગું મૂઢ સમ,

એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે!

એક પલકારે જ જો વીંધાય, તો વીંધી શકો,

બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે.

એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી,

એ જ તો મોતી સમું પાછું નીપજતું હોય છે.

ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,

શબ્દનું એને કને કૈ ક્યાં ઉપજતું હોય છે!

- શ્રી રાજેન્દ્ર શુક્લ

આહહા! મન વિશેનુ સચોટ નિરૂપણ. શ્રી રાજેન્દ્ર શુક્લ જેવા કવિવરના શબ્દોમાં મન ટપકે ત્યારે મન ખુદ કવિ કર્મમાં ગુંથાવા તૈયાર થઈ જાય, એ નિર્વિવાદ વાત છે.

મન હોય જ છે અવળચંડુ. સમજે બધું,પણ એણે સમજવું કાંઈ હોય નહીં. એને એની ઈચ્છા મુજબ જ વરતવું હોય અને સમજણ પણ ઈચ્છાવર્તી જ રાખવી હોયેની અણસમજ પન એનું જ સર્જન હોય છે.

મન આકાશમામ વિહરતું મોજીલુ પંખી છે.બંધનોથી પર છે. એની વિચારયાત્રામાં બ્રેકને અવકાશ જ નથી. ના સમય, સ્થળ કે અન્ય કોઈ બંધનો છે. એને ભરચક ભીડમાં પણ સ્વત્વ સહજ પ્રાપ્ય છે. અને સન્નાટા વચ્ચે પણ એ કોલાહલ સર્જી શકે છે.આ મનપંખી ધારે તો મનુષ્યને મહાદેવ બનાવે અને ધારે તો અધમગતિ તરફ ધકેલી આપે. બધું જ મનનાં અકળ મૌન પર નિર્ભર છે. એકલતા મનને પણ સ્પર્શતી હોય છે એવો કવિશ્રીનો મનનાં તાત્વિક ભાવ તરફનો નિર્દેશ છે.

મન ખુશી અને ઉદાસી બન્નેને જીરવી જાણે છે. કવયિત્રી લક્ષ્મી ડોબરિઆનો એક શેર છે. "મનને થોડું ઉદાસ રાખું છું, એમ એની તપાસ રાખું છું. "ભાગ્યે જ કોઈ કવિ હશે જે મનની આ અવસ્થાને નહી સ્પર્શ્યાં હોય. આખરે તો જીવનનાં સૌ લેખા-જોખાં મનની જ ઉપજ છે. જેટલું મઠારો એટલી સમજણ આપણી. દમનથી મન સ્વછંદી થઈ શકે છે. સમજણ જ એક માત્ર સહારો છે મન પર વિજયઘોષ કરવાનો.

"એક પલકારે જ જો વિંધાય, તો વીંધી શકો" બહું જ ઊંંડુ ચિંતન વ્યક્ત થાય છે. આ નઠારૂં મન એક ક્ષણ માટે તો જાગૃત થાય જ છે. એક ક્ષણ માટે આપણને ચેતવતી સમજણની ‘ફ્લેશ’ બુક તો થાય જ છે. બસ, એ વિજળીને ચમકારે જો એને વીંધી શક્યા, એની ઉપર કાબુ મેળવી શક્યાં તો ક્ષણને જીતી ગયાં. પણ, જો જરાક અવઢવમાં રહ્યં અને મોડા પડયાં તો..? ગયા જ સમજો. લાખ બહાના આપી મન આપણને એને ગમતું સહેલું કરવા રાજી કરી જ લે છે.

હ્ય્દય અને મન વચ્ચે બહુ બહુ નજીકનું સગપણ હોય છે. વરસે તો અનરાધાર વરસે. અનરાધાર હેતની હેલી થઈ વરસતું મન મોતી જેવું શ્વેત, સ્વચ્છ અને નિર્લેપ હોય છે. સમજણનો સથવારો સાધ્યો હોય તો મન મોતીની કક્ષાને પ્રાપ્ત કરે છે.

મનની પરમગતિ એનું મૌન છે. મૌન મનનો પ્રકાશ છે તો એનું હથિયાર પણ મૌન જ છે. મનનો મૌન-વિહાર મનને મુનિ સુધી લઈ જાય છે. મૌનધારી મન ચિંતનની અવસ્થા પ્રાપ્ત કરે છે. એ પછી "સમજણ" એને આત્મસાત થઈ જતી હોય છે. પછી શબ્દ એને સ્પર્શતો નથી.

આ એક ૠષિ કવિ એ આલેખેલો મન અને મૌનનો મહિમા છે. મનનું એકાંત જ માણસને સ્વનો પરિચય કરાવે છે. અંતરના અવાજને સાંભળવા મનનું મૌન જરૂરી હોય છે. એકવાર મન ભીતરના અવાજને પારખી લે એ પછી એ પરમ ચેતનાને પામવા તરફ પ્રયાણ કરે છે.

* ગોપાલી બૂચ *

ર્સ્િીપીંછ

* કાનજી મકવાણા *

* ર્સ્િીપીંછ

માર્કેટિંગ મંચ

* મુર્તઝા પટેલ *

હીંદૃીટ્ઠટ્ઠજ્રિખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

* મૂંઝવણનું માર્કેટિંગ ! આ રીતે પણ કરી શકો... માર્કેટિંગ મંચ

સ્થળઃ કેલીફોર્ન્િાયા રાજ્યમાં આવેલું પાલો આલ્ટો શહેર.

સમયઃ માર્ચ-એપ્રિલનાં આસપાસનો કોઈક એક દિવસ.

ઈલેક્ટ્રોનિક્સ પાર્ટ્‌સ અને હાર્ડવેર્સ બનાવતી એક બહુ મોટી અમેરિકન કંપનીના માલિકની ચેમ્બરમાં ડાયરેક્ટ એક ફોન રણકે છે...

“યેસ ! કોણ છે?”

“હેલ્લો! કોણ? મી. બિલ હ્યુલેટ?- સાહેબ, હું સ્ટીવ બોલું છું. હું ૧૨ વર્ષનો છું અને હાઈસ્કૂલમાં ભણી રહ્યો છું. સાહેબ, મને એક ફ્રિકવન્સી કાઉન્ટર મશીન બનાવવું છે. જેના માટેના સ્પેરપાર્ટસ તમારી કંપનીમાંથી મળી શકે છે. તો શું તમે મને મેળવી આપશો?”

- એકી શ્વાસે બોલાયેલાં એક અજાણ્‌યા નાનકડા બાળકની આવી મીઠ્ઠી રિક્વેસ્ટ, સામે છેડે રહેલાં બિલભાઈનાં ચેહરા પર એક મજાનું પણ આશ્ચર્યજનક હાસ્ય લાવે છે. અને તેઓ આ બાળકને ખુશ કરતા કહે છે...

“જરૂર દોસ્ત, તને જે પાર્ટ્‌સ જોઈતા હોય તે હું તને મેળવી આપીશ. પણ મને તારા આવા આત્મવિશ્વાસથી ભરેલાં અવાજને સાંભળી પર્સનલી મળવાનું મન થયું છે. તુ મને અહીં મળવા આવીશ?”

ને બસ... ભાવતું’તુ એ વૈદ્યએ કહ્યું હોય એમ સ્ટીવ નામના એ છોટુને જાણે સ્વર્ગ મળ્યું હોય એમ એ ખુશીથી નાચી ઉઠ્‌યો. પણ આ નાનકડી ખુશી તેને હજુ યે એક મોટી ખુશી આપવા માટે (એ કંપનીમાં) રાહ જોઈ રહી’તી. ચંદ ઘડીઓ પછી સ્ટીવના એ નાનકડા હાથમાં જેકપોટ સમી ૩ વસ્તુઓ આવી ગઈ.

૧. એ ચેરમેન મી. વિલિયમ હ્યુલેટની સાથે હેન્ડશેકનો સંજોગ.

૨. તેને જરૂરી એવાં સ્પેરપાર્ટસનું પેકેટ અને...

૩. એ જ કંપનીમાં ફ્રિકવન્સી કાઉન્ટર મશીન બનાવવાની એસેમ્બલી-લાઈનમાં પાર્ટ્‌સ ફિટ કરવાની એન્જિનિયરી જોબ.

એ ઉપરાંત સ્ટીવને બીજું શું શું મળ્યું હશે તેનો અંદાજ લગાવી શકાય? ના.

કારણકે જ્યારે એક નાનકડી નોબત કોઈક મોટી સોબત સાથે સંકળાય ત્યારે સમજવું કે એટ-લિસ્ટ તેની આસપાસની દુનિયા બહુ જલ્દી બદલાઈ જવાની છે. અને એટલે જ એવાં સંજોગો પેદા કરી બીજાં અનેકાનેક સંજોગોનો વાઈરસ ફેલાવનાર એવાં સોર્સને સૌ કોઈ હ્યુલેટ-પેકાર્ડ કંપની તરીકે ઓળખતા થઈ જાય છે. જ્યારે પેલા છોટુ ઉસ્તાદને આખી દુનિયા સ્ટીવ જોબ્સ તરીકે ઓળખતી થઈ જાય છે.

સ્ટીવ જોબ્સે તેની આ ઘટના તેના એક જુના ઈન્ટરવ્યુંમાં બે મહત્વનાં પોઈન્ટસ પર કહી છે.ઃ મૂંઝવણ અને ડર.

તેના કહેવા મુજબ...

“દુનિયામાં વધુ ભાગે ‘ઘરની અંદર’નું વાતાવરણ તેમજ તેનાં રહેઠાણની આસપાસનું વાતાવરણ બાળકમાં નાનપણથી ડરનાં બીજ વાવતું રહે છે. જેને લીધે તેની ઉગતી ક્રિયેટીવીટી અને કાંઈક નોખું કરવાની હોંશ ઢીલી પડે છે યા પછી ઉગતા પહેલા જ ખતમ થઈ જાય છે.

તમને કોઈક વિચાર કે કામ અપનાવવા જેવો લાગે તો વહેલી તકે તેને અમલમાં મૂકી તેના ચક્રો ગતિમાન કરવા જરૂરી છે. હું નસીબદાર નીવડયો કે મારા ઘરમાં એવું વાતાવરણ બન્યું જેનાથી હું થોડો વિરોધ થતો હોવા છતાં જેવું વિચારતો તેવું કામ કરી શકતો હતો.

મૂંઝવણની સાથે સાથે ડર બોનસમાં આવતું હોય છે, અને એટલે જ ઘણાં લોકો જરૂરી વ્યક્તિની સલાહ લેતા પણ ખચકાતાં હોય છે. અરે સામાન્ય સવાલ પણ કરતા અચકાઈ જતા હોય છે. કોઈક મોટી વ્યક્તિને મળવાનું જરૂરી લાગે ત્યારે ‘ફક્ત કોન્ટેક’ મેળવવામાં જ તેમના ટાંટિયા ઢીલા થઈ જતા હોય છે.

સાચું કહું છુ. મારી લાઈફમાં જવલ્લે જ કોઈકે મને ના પાડી હોય. કેમ કે જે ‘આત્મન’ સાથે હું તેમને કોઈપણ રીતે કોન્ટેક્ટ કરૂં ત્યારે મારો ‘વિશ્વાસ’ જ આપોઆપ સોલ્યુશનનાં રસ્તા ખુલ્લા કરી આપે છે. આહ! આજે પણ હ્યુલેટ સાહેબનો ડાયરેક્ટ નંબર મારી પાસે છે અને તેમને હું જ્યારે ચાહું ત્યારે વાત કરી શકું છું.

આ ‘ના સુનને કી આદતે’ મને એક સુટેવ પણ આપી છે. એ કે જ્યારે કોઈ બીજી (અજાણી) વ્યક્તિ મને ડાયરેક્ટ ફોન કરે છે ત્યારે હું પણ તેમને તેમના વિશ્વાસ પર ‘હા’ માં જવાબ આપુ છું. એમ સમજોને કે પાછલાં અનુભવોમાં મળેલાં એ દરેક ‘હા’નું જાણે ૠણ ચૂકવવાનું છે એ રીતે...

તમને કોઈકને સીધો સંપકૅ કરવાનો હોય ત્યારે ડર શાં માટે? અરે ! માત્ર એક ફોનનું ચક્કર ઘુમાવવાનું છે. અને જે જોઈએ છે તે વિશે ચોખ્ખા શબ્દો અને વિચારોનું ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. હદમાં હદ શું થશે? શરૂઆતમાં કદાચ તમે બોલવામાં સાવ ફેઈલ જશો. તમને ચક્કર આવવા લાગશે. પણ પછી જેમ જેમ આદત પાડી ડર તોડીએ ત્યારે... સમજવું કે ચમત્કારનું ચેઈન રિએક્શન...!!!

જરૂર છે માત્ર તમારા બમ્પ્સ (ફૂલા)ને ખુરશી પરથી ઉચકી ‘કોન્ટેક્ટ’ નામનું એક્ટ કરવાની શરૂઆત કરવાની બસ ! અને જો એટલું ય કરતા ડર લાગતો હોય તો... શું પછી તમે દુનિયા કઈ રીતે બદલી શકશો? મારી જેમ.”

સ્ટીવ જોબ્સનાં એક જુના (ક્લાસિક) ઈન્ટરવ્યુંમાંથી...

દોસ્તો, બોલો હવે મૂંઝવણનું માર્કેટિંગ... અત્યારના સમયમાં મોબાઈલ થકી આંગળીના ટેરવે પણ બહુ આસાનીથી દૂર કરી શકાય છે ને?

ર્જી... ઉરટ્ઠં છિી ર્રૂે ઉટ્ઠૈૈંહખ્ત ર્કિ સ્ટ્ઠહ?

* મુર્તઝા પટેલ *

કાફે કોર્નર

* કંદર્પ પટેલ *

ટ્ઠીંઙ્મ.ાટ્ઠહઙ્ઘટ્ઠિ૫૫૫જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

* ધર્મનું કેન્સર કાફે કોર્નર

સોસાયટીની બહાર રાત્રે ૮-૯ વાગ્યા આસપાસ ૪-૫ લંગોટિયા દોસ્તોની મહેફિલ જામી છે. રોજ સાંજે પોત-પોતાના નોકરી-ધંધાથી ઘરે પાછુ આવીને સાથે બેસવું એ તેમનો નિત્યક્રમ. રસ્તે ચાલનારની મશ્કરી ઉડાવવી, એકબીજાની ટીખળ કરવી અને મોજમાં રહેવું આ તેમનો સ્વભાવ. કોઈ પણ તહેવાર આવે એટલે આખી સોસાયટીમાં ફરી-ફરીને ‘ફન્ડિંગ’ કરીને ‘ફેની’ઓ ‘ફાઈન્ડ’ કરવાનું તેમનું કામ. નિરાશાજનક વાતો અને પ્રત્યેક વિચારોમાંથી હતાશાની દુર્ગંધ આવતી હોય તેવા લલ્લુઓ બહારથી અત્યંત ખુશ રહેવાનો પ્રયત્ન ખોટો દંભ કરતા રહે છે. સમાજ અને દેશને તો ગાળો આપી-આપીને જીભને બરાબર કસી લીધી હોય છે.

બોસ સેલરી નથી વધારતો, મજૂરી કામ કરીને થાક્યો, અરે..! આ ધૂળ જેવી જિંદગી, છોકરાઓની ફી, પેલીની રોજની અલગ ડિમાન્ડ, મમ્મી-પપ્પાનું રોજનું એનું એ જ ભાષણ, આ ટ્રાફિકમાં અપ-ડાઉન, કંટાળાજનક જિંદગી..! હાય... હાય... હાય..! છેલ્લે દરેકના ચહેરા પર જાણે તાજમહેલ પોતાનો હતો અને કોઈક ચોરી ગયું હોય તેવું ચકલીની ચાંચ જેવું મોઢું કરીને બેઠા હોય.

***

એક વખત બાદશાહે ફરમાન જાહેર કર્યું, “આવતી કાલે દરેક દરબારીઓ બલૂન જીન્સ અને યુ.એસ પોલોનું ટી-શર્ટ પહેરીને આવવાનું છે. મારા નવરત્નો જોધપુરી શેરવાનીમાં આવશે.”

બીજા દિવસે દરબાર ભરાયો. અકબરે પૂછ્‌યું, “બિરબલ...! નક્ષત્રો કેટલા?”

બિરબલ કહે, “બાદશાહ... સત્તાવીસ.”

“તેમાંથી ૯ કાઢી લઈએ તો કેટલા વધે?”

“શૂન્ય...!”

“કેમ?”

“જે નક્ષત્રો કાઢી નાખવાના છે તે વર્ષાના છે. જો તે કાઢી નાખીએ તો શૂન્ય જ વધે ને...!”

આ જ રીતે જ્ઞાન, કર્મ અને ભક્તિના નવ નક્ષત્રો જેવા જ છે. જો તેમાંથી એક કાઢી લઈએ તો શૂન્ય જ રહે. જીવનને નિરાશાવાદી અભિગમ (પેસિમિસ્ટિક આઉટલુક ઓફ લાઈફ) એ વર્ષોથી ધર્મને લાગેલું કેન્સર છે. ‘સૃષ્ટિ કેટલી સુંદર છે...!’ એમ કહીને તેઓ ભોગમાં જ પડયા રહે છે. બાકીના ‘સૃષ્ટિ કેટલી ખરાબ છે’ તેમ કહીને ત્યાગમાં રાચવામાં મને છે. ધર્મ સજ્જનને એટલા માટે પાસે લે છે કારણ કે તેમાં અનુકરણનો સૂચિત ભાવ રહેલો છે અને દુર્જનના માથા પર એટલા માટે હાથ ફેરવે છે કે જેથી તેની સ્લેટમાં તે પાસે આવીને જીવનનો કક્કો ઘૂંટી શકે. હીરા-મોતીના ત્રાજવાને ચારે બાજુથી કાચથી મઢેલું હોય છે. કોઈ કસ્ટમર જો તે હીરા-મોતી લેતી વખતે તેમાં ‘હજુ૨ વધુ નાખો..!’ એમ કહે તો તે શીંગદાણાનો વેપારી છે તે સાબિત થઈ જાય છે. ધર્મનો લાગેલો લૂણો પણ આ જ છે, તેમાં ૨ વસ્તુ કે શબ્દ વધુ ન આવે કે ન ઓછો આવે. જેના સિદ્ધાંતો ભૂત, વર્તમાન કે ભાવિમાં ક્યારેય બદલાય નહિ તેનું નામ શાસ્ત્ર.

ચંદ્રના માપની જેમ વિજ્ઞાનનું માપ પણ રોજ બદલાતું રહે છે. પ્લેટો કહે છે, વિજ્ઞાન તો અભિપ્રાય માત્ર છે. એક કાલે અણુ અજડ હતો, આજે ચેતન છે. “હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી” કહીને આપણે રાજી થઈએ છીએ. ધર્મની ભાષા તો કેન્સરમુક્ત હોય તો જ નીકળે.

એક બાળક રમતું હતું અને અચાનક રડવા લાગ્યું. એક પ્રોફેસરે તેણે શાંત રાખવાના ઘણા પ્રયત્નો કર્યા. એટલામાં તેની મા આવી અને તેણે બાળકને ઊંંચકી લીધું. અને એ બાળક તરત જ બંધ થઈ ગયું. પ્રોફેસરે પૂછ્‌યું, “આવું કેમ?” ત્યારે એ બાળકની મા એ કહ્યું, “તેનો અર્થ ના સમજાય. જે મારો દીકરો થઈને આવે તેણે જ એની સમજ પડે..!”

આપણે દરેક ભારતની ગર્વિષ્ઠ ભૂમિના રાજપુત્રો છીએ. આ પવિત્ર ધરતી પર જન્મ લીધો છે. સમય, સ્થિતિ, દેશ અને કાળને ધ્યાનમાં રાખીને લેવાયેલા નિર્ણયો હંમેશા સાચા અને અર્થપૂર્ણ જ હોય છે. તે દરેક કદાચ આ સમયે સદંતર ખોટા પડે, પરંતુ જે સમયે તે લેવાયા હોય તે હંમેશા સાચા જ હોય છે. ઈશ્વરે ધર્મ નામનું અજીબ હાર્મોનિયમ આપની દરેકની અંદર મુક્યું છે. ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે. હતાશા-નિરાશાને ગળણીમાંથી ચાળીને એક માણસ તરીકે આગળ લાવવા માટે દરેક પ્રકારની સરગમ અને સૂરાવલીઓ કાઢે છે. ગામનો એકાદ ફોજદાર ઓળખીતો હોય તો પણ છાતી કાઢીને ચાલીએ, તો આપણે તો સીધા ઈશ્વરની ફેક્ટરીની જ ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ છીએ.

જયારે એક પિતા ઓફીસ પરથી ઘરે પાછા ફરી વખતે પોતાના દીકરા માટે કોઈ ગીફ્ટ લઈને આવે ત્યારે બાળકની રાજીપાની કોઈ સીમા રહેતી નથી. તેવી જ રીતે જ્યારે ભગવાનનો દીકરો તેની પાસે કોઈ અપેક્ષા વિના માત્ર મળવા જાય ત્યારે ઈશ્વરની ખુશીની કોઈ સીમા નહિ રહેતી હોય. ધર્મના નામ પર ચડી બેસેલા ઠેકેદારો ખરેખર સમાજ માટે કેન્સર સમાન જ છે. ઉપમા કોની અપાય? જે સર્વોચ્ચ છે તેની..! ગગનને ગગનની જ ઉપમા હોય અને સાગરને સાગરની.

એક રાજા હતો. તેની બહુમાનીતી રાની સગર્ભા થઈ. રાજાએ વૈદ્યોને આદેશ આપ્યો, “મારી રાણીને પ્રસૂતિની કોઈ જ વેદના ન થવી જોઈએ. તેની વ્યથા બીજું કોઈ લઈ લે તેવી સ્ત્રીઓને તેની પાસે રાખો.”

વૈદ્ય એ કહ્યું, “પુત્રજન્મનો આનંદ લેવો હોય તો પ્રસૂતિની મીઠી વેદના સહન કરવી જ પડે.” તેમ જ આ સ્વાર્થી દુનિયામાં ટકી રહેવા કોઈ સજ્જડ વિચારની આ શરીરને જરૂર જ છે, જે આ ખોળિયાને જીવંત બનાવી શકે. જેટલા વધુ દુઃખ છે, અવરોધો છે અને તકલીફો છે. તેટલી જ પ્રગતિની આગ પ્રજ્વલ્લિત થયેલી જોવા મળશે.

વખાણની કિંમત કેટલી? નિંદાની કિંમત કેટલી?

દુનિયા તરફ જો અને વિચાર, શું તારૂં છે? તને શાનો અહંકાર છે? તારી કેટલી કિંમત છે?

વખાણ કે નિંદાની કિંમત, તે બંને કરવાવાળા લોકોના મત જેટલી હોય છે. તેનાથી જરાયે વધુ નહિ. ત્યારે અંતઃકરણને પૂછવું જોઈએ કે જગતમાં મારા મતને ભાવ કોણ આપે છે? જગતમાં મારા મતની કિંમત કેટલી? ધર્મ એ માણસમાં ઉન્નતિનો ભાવ જાગૃત કરે તેવો હોવો જોઈએ. ચૈતન્ય નિર્માણ કરવો જોઈએ. છેલ્લામાં છેલ્લો માણસ પણ જયારે એમ કહે કે, હું જમીન પર સુઈશ-મરચું અને રોટલો ખાઈશ પરંતુ બિચારો-બાપડો બનીને સ્વાભિમાનને ઠેસ નહિ પહોચાડું. શું ડર વખતે ભગવાન પાસે બે હાથ ભેગા કરીને માંગણ બનીને જ જવું છે? ક્યારેક કૃતજ્ઞતા વ્યક્ત અવ જઇશું તો ભગવાન જરૂરથી પોતાની પાસે બોલાવશે, એ પણ ‘વેઈટિંગ લિસ્ટ’માં ઉભા રાખ્યા વિના જ...!

કોફી એસ્પ્રેસ્સો રોમાનોઃ

હંમેશા ઠોઠ નિશાળિયા પાસે જ માસ્તરનો અભ્યાસ વધુ દૃઢ થાય છે. તેવી જ રીતે દુર્જન પાસે જ સંતની સાધુતા દૃઢ બનતી જાય છે.

* કંદર્પ પટેલ *

પ્રાઈમ ટાઈમ

* હેલી વોરા *

ર્દૃટ્ઠિરીઙ્મૈ૧૯૮૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

* શોપિંગ... ફીટીંગ... મેચિંગ... પ્રાઈમ ટાઈમ

“ઘરે આવને યાર એમ નહી ખબર પડે”

“ઓફીસ માં છું યાર”

“અરે અડધી કલાકનું કામ છે, ઘરે જતા જતા અહી આવીને જજે ને.”

“અરે યાર... ઓકે”

સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર બે સહેલીઓ કમ ક્ઝીન્સ વચ્ચે આટલી વાતચીત થયા બાદ ના એક કલાક ની અંદર ડોરબેલ વાગી. મેઘનાએ દોડીને દરવાજો ખોલ્યો અને નિશી ને ઢસેડી ને બેડરૂમમાં લઈ ગઈ. બેડ પર આઠ દસ જુદા જુદા ડ્રેસીસનો ઢગલો પડયો હતો, અને સાઈડમાં ખુલ્લી એસેસરીઝ ખડકેલી હતી.

“જો ગણેશમાં આ વખતે ૫ દિવસનું ફન્કશન છે. અને નોરતાની નવ જોડી યે અલગ કાઢવાની, પછી ચાર જોડી દિવાળીની તો ડિસેમ્બરમાં વેદિકાના મેરેજ માટે શોપિંગ કરવું પડશે ને યાર અત્યારથી, નહીતો સ્ટીચ નહી થાય ડ્રેસીસ”

નિશી પણ મથવા લાગી. અઘરૂં કામ હતું. આજે જ શોપિંગ કરવા જવાનું નક્કી થયું. મમ્મીને એમ કહીને મનાવી લીધી કે સુપર માર્કેટમાં સેલ છે. એટલે થોડું વધુ શોપિંગ કરી લઈએ તો ફાયદો થાય. અને આવ્યા બે ચણીયા ચોલી, ત્રણ ડ્રેસ મટીરીયલ્સ, એક ડિઝાઈનર સાડી અને વેસ્ટર્ન માંતો ખાલી ટોપ્સ જ લીધા, કેપ્રી નો ખર્ચો બચાવી લીધો. અને રાતે સાડા દસે છુટ્ટા પડતી વખતે કાલની અપોઈન્ટમેન્ટ પણ નક્કી થઈ. મમ્મીએ કહ્યું કે હજુ કેટલું લઈશ તો કહ્યું કે “મમ્મી હું બધું નાગું પહેરીશ શું? મેચિંગ જ્વેલેરી ક્યાંથી લાવવી? અને ઈમેજીન નવી ડિઝાઈનર સાડી અને રૂટીનમાં વપરાયેલા ફ્લોટર્સ? હું કેવી લાગીશ?” મમ્મીને પણ એ વાત તો સાચી લાગી, નીશી તો રેન્ટ પર ડ્રેસીસ લેવાની વેતરણમાં હતી.

ફેસ્ટીવલ્સ ને ફન્ક્શન્સની મોસમમાં ઘેર-ઘેર એ જ વાત, અને બજારો પણ ઉભરાય અવનવી આઈટમ્સ અને અવનવી ઓફર્સથી. પોતાને, પરિવારને અને ઘર ને સજાવવાના અવનવા નુસ્ખોથી હજારો ગીફ્ટ આર્ટીકલ્સ અને જાત જાતના સ્વીટ્‌સ. તહેવારો આવે એટલે ઘરમાં નવું ફર્નીચર, ઈલેક્ટ્રોનિક આઈટમ કે હોમ ડેકોર આઈટમ્સ પણ વસાવવાની પ્રથા. જેટલું શોપિંગ કરીએ એટલું ઓછું જ પડે. અને જે વસાવશું એ ક્યારેક તો કામ લાગવાનુ જ છે. ઘરનો લૂક પણ સારો લાગે અને આપણો પણ, ઓલ્વેઝ લેટેસ્ટ યુ સી...

પણ એકવાર ફરી વિચાર કરી જોઈએ. સેલિબ્રેશન્સ એટલે શું? ઉમંગ. ઉમંગના ભાગ રૂપે શોપિંગ કરીએ તો એ વાત બરાબર છે. પણ ઉમંગ બિચારી બાજુએ રહી જાય ને શોપિંગ રાજા થઈ જાય એ કેવું? ઘરમાં નવુંને લેટેસ્ટ વસાવ્યા જ કરવાની હોડમાં આપણે ઘરને ગોડાઉન કરી નાખીએ છીએ. ઘરના બધા જ ખૂણા, મેડા, કબાટો, પેટી પલંગો, સ્ટોર રૂમ બધુ જ હાઉસ ફૂલ. એને ગોઠવવામાં, મેઈન્ટેઈન કરવામાં, સાફ અને પ્રેઝન્ટેબલ રાખવામાં આપણી કીમતી ઝીંદગી પસાર થઈ જાય. આપણે પણ મેનીક્વીનના બજારમાં લગાવેલા પૂતળાની જેમ બસ આપણા દેખાવને પંપાળે રાખીએ. અપ-ટુ-ડેટ, સુઘડ કે સુંદર દેખાવાની એક મજા છે. પણ ફક્ત તેની પાછળ અનંતપણે મહેનત કર્યા કરવાથી કોઈ પ્રતિમા રાતોરાત પ્રિયંકા ચોપરા કે રાજેશ રાતોરાત રણવીર કપૂર નહી બની જાય. સાદાઈની પણ એક મજા છે. એમાં આપણી અંદરની ક્વોલીટીઝને દેખાવાની તક તો મળે એટલીસ્ટ. નહી તો એ આપણા મેક અપ અને પરફ્યુમ્સ પાછળ સંતાઈ જતી હોય છે. અને આપણે જે વસાવીએ તેનો પૂરો ઉપયોગ કરીએ છીએ ખરા? પેલી મેઘના પાસે કેટલા કપડા હશે? કેટલી એસેસરીઝ? પછી એ બધાને સાચવવાના, ગોઠવવાના, પ્રેસ કરાવવાના ને એકાદ વર્ષ માં ફેશન આઉટ, પછી? પછી તો એ પહેરાય નહી, એટલે એને ડમ્પ કરવાના રસ્તા શોધવાના, અપ-ટુ-ડેટ પાંચ હજાર નો ડ્રેસ એક વરસમાં આઉટ-ડેટેડ થઈ જાય પછી એને કો’ક ને પધરાવી દેવાના ને ફરીથી એ જ કસરત. ખરીદી, પેટા ખરીદી, ફીટીંગ, સેટિંગ, મેચિંગ...

આવું જ ઘર વખરીઓમાં પણ. ક્યારેક નેસેસીટી એટલે કે જરૂરિયાતનું ડાયમેન્શન પણ વિચારવા જેવું છે. આપણે આ વર્ષે શાની જરૂર છે? એ આ વર્ષે વસાવીએ, અને જો શાની જરૂર છે? નો કોઈ “આમ તો... ઓમ તો... એમ તો...” વિનાનો સીધો જવાબ સીધા શબ્દોમાં પાંચ મિનીટ સુધી ન મળે તો રહેવા દઈએ શોપિંગ કરવાનું. અને એટલો કીમતી સમય આપણા પરિવાર અને મિત્રો સાથે ડાયરેક્ટ વિતાવીએ, ઓનલાઈન નહી. મમ્મીને લાડુ બનાવવામાં હેલ્પ કરીએ કે ભાઈ બહેનો સાથે મળીને રંગોળી બનાવીએ. કોઈ મિત્ર ના ઘરે પહોંચી જઇને સાથે ચા પીએ. હસબન્ડ વાઈફ શાંતિથી ચાલતા દર્શન કરવા જઇએ. બાળકોને મોબાઈલની ગેમ ન પકડાવી ને એમની સાથે ચોકઠાં કે કુંડાળા રમીએ... જય વસાવડા સાહેબ કહે છે તેમ એક્ટીવલી પાર્ટીસીપેટ કરી જોઈએ.

* હેલી વોરા *

ટેક ટોક

* યશ ઠક્કર *

અટ્ઠજરષ્ઠ૮જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

* સેમસંગ ગેલેક્સી નોટ-૫ ટેક ટોક

જ્યારથી મોબાઈલ દુનિયા અસ્તિત્વમાં આવી છે ત્યાર થી સેમસંગ તેમાં ધૂમ મચાવી રહ્યું છે, જોકે છેલ્લા કેટલાક સમય થી સેમસંગ એપલ સાથે ડીઝાઈન ના મામલે વિવાદમાં આવતા ફ્રી ની પબ્લીસીટી નો લાભ ઉઠાવામાં સફળ રહ્યું છે. છેલ્લા કેટલાક સમય થી સેમસંગ દર વર્ષે અઢળક નવા મોડેલ લોન્ચ કરે છે અને એ કદાચ પરોક્ષ રીતે કંપનીને નુકશાન કરે છે. આ વર્ષે જ વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસમાં સેમસંગએ જીટ્ઠદ્બજેહખ્ત ય્ટ્ઠઙ્મટ્ઠટઅ જી૬ અને જી૬ ઈઙ્ઘખ્તી લોન્ચ કર્યા હતા અને હમણાં થોડા દિવસ પહેલા જ જી૬ ઈઙ્ઘખ્તી+ (એસ-૬ એઈજ પ્લસ) અને સેમસંગ ગેલેક્સી નોટ ૫ લોન્ચ કરી દેવાયા હતા. જોકે લોન્ચિંગ ના પહેલા જ કન્ફર્મ લીક તરીકે આવેલા ન્યુઝે ક્લીયર કર્યું હતું કે સેમસંગ ના આ મોડેલ્સ માં બેટરીની કેપેસીટી ઓછી કરી છે (અને અજાણતા જ મારા જેવા કેટલાય ગ્રાહકોને ફોન બતાવ્યા વગર જ ગુમાવી દીધા છે). આજે આપણે અહી સેમસંગ ગેલેક્સી નોટ ૫ વિષે ચર્ચા કરશું.

સેમસંગ ગેલેક્ષી નોટ-૫ ને જો એપલ આઈફોન-૬ કે ૬-પ્લસ ની બાજુમાં મુકવામાં આવે તો આગળની બાજુ પર નું હોમ બટન અને પાછળ રહેલ કેમેરા લેન્સ જ અલગ છે બાકી બોડી ડીઝાઈન અદ્દલ ડુપ્લીકેટ જ લાગે છે. આ સિવાય સેમસંગ પણ હવે એપલના રસ્તે ચાલી નીકળતા આખી બોડી ગોરિલા ગ્લાસ સાથે તથા વચ્ચે સસ્તા પ્લાસ્ટિકને બદલે સ્ટીલ અને મેટલનો ઉપયોગ કરવા લાગ્યું છે. અત્યાર સુધી લોન્ચ થયેલા સેમસંગ ગેલેક્સી નોટ સીરીઝ ની એક વિશેષતા એ હતી એ તમામ ફોનમાં યુઝર રીપ્લેસેબ્લ બેટરી તથા એક્ષપાન્ડેબ્લ મેમરી સ્ટોરેજ સ્લોટ આપવામાં આવતો હતો. સેમસંગ ગેલેક્ષી નોટ ૫ થી હવે આ બંને વસ્તુ બંધ કરવામાં આવી છે. એટલે તમે જે સ્ટોરેજ વાળું વર્ઝન ખરીદો છો એ જ તમારૂં ફાઈનલ સ્ટોરેજ બની રહે છે. જોકે સેમસંગ દ્વારા નોટ ૫ ને ૩૨ અને ૬૪ ય્મ્ એમ બે અલગ અલગ ઓપ્શન સાથે આપવામાં આવે છે.

ડિસ્પ્લે બાબતે વાત કરૂં તો સેમસંગ ગેલેક્ષી નોટ ૫ માં ૫.૭ ઈંચની સુપર એમોલેડ સ્ક્રીન છે જે લગભગ સેમસંગ ગેલેક્ષી નોટ ૪ માંથી જ ઉઠાવી ને મૂકી દેવાઈ છે. સેમસંગ દ્વારા ગેલેક્ષી નોટ ૫ માં અલ્ટ્રા એચ ડી નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જોકે બીજા પક્ષે સેમસંગ દ્વારા બેટરી ની કેપેસીટી ૩૦૦૦ દ્બરડ જ રખતા આ અલ્ટ્રા એચ-ડીની મજ્જા જોઈએ તેવી નહિ આવે તેની પૂરી શક્યતાઓ છે. સેમસંગ ગેલેક્ષી નોટ-૫ના હાર્ડવેર વિષે વાત કરીએ તો ઈટઅર્હજ ૭૪૨૦ ચીપસેટ ને ઊેટ્ઠઙ્ઘ-ર્ષ્ઠિી ૧.૫ ય્ૐડ ર્ઝ્રિીંટ-છ૫૩ તથા ઊેટ્ઠઙ્ઘ-ર્ષ્ઠિી ૨.૧ ય્ૐડ ર્ઝ્રિીંટ-છ૫૭ પ્રોસેસર પાવર આપે છે. ૪ જીબી ની અત્યંત પાવરફુલ રેમ તમારા મલ્ટી ટાસ્ક તથા સેમસંગ ગેલેક્ષી નોટ-૧ સાથે લોન્ચ થયેલ એક જ સ્ક્રીન પર મલ્ટીપલ ટેબને બિલકુલ પણ અટકાવશે નહિ. તમે એક સાથે અઢળક એપ્લીકેશનનો ઉપયોગ કરતાં હશો તો પણ ફોન હેંગ થવાની શક્યતાઓ નહીવત બરાબર છે. સેમસંગ ગેલેક્ષી નોટ-૫ તમને એન્ડરોઈડ ઓપરેટીંગ સીસ્ટમ વર્ઝન ૫.૧.૧ એટલે કે લોલીપોપ સાથે જ મળશે અને ટૂંક સમયમાં લોન્ચ થનાર એન્ડરોઈડ ઓપરેટીંગ સીસ્ટમ વર્ઝન-૬ એટલે કે માર્શમેલો માટે પણ અપગ્રેડ મળશે તે કન્ફર્મ છે.

સેમસંગ દ્વારા ગેલેક્ષી નોટ-૫ ના કેમેરામાં પણ અઢળક ચેન્જીસ કરવામાં આવ્યા છે. હવે રીઅર કેમેરા ૧૬ મેગા પીક્શલ નો છે જયારે ઓપ્ટીકલ ઈમેજ સ્ટેબીલાઈઝેશન તમારા પિક્ચર્સ માં ખરેખર જીન્ઇ ક્વોલીટીનો અનુભવ કરાવશે. ફ્રન્ટ કેમેરા હવે ૫ મેગા પીક્શલનો છે.

સેમસંગ ગેલેક્ષી નોટ ૫ ના મેજર ચેન્જીસ ની વાત કરીએ તો જી ઁીહ માં ઘણો મોટો બદલાવ આવી ગયો છે... હવે જી ઁીહ ને પ્રેસ કરશો એટલે પેન બહાર આવશે અને તમારા ફોન ના કલર ના મેચિંગ ની જ પેન પણ તમને મળશે... આ સિવાય ઘણી વખત એવું થાય કે તમે બીજા ફોન પર કોઈ સાથે વાત કરતા હોય એને સામે વાળી વ્યક્તિ નંબર લખવાનું કહે તો આપણે હાંફળાફાંફળા થઈ ને પેન અને કાગળ શોધતા પણ હવે જો તમારી પાસે ગેલેક્ષી નોટ-૫ હશે તો જી ઁીહ થી તમે સીધું તમારા ફોન પર લખી શકશો અને એના માટે ફોન અનલોક કરવાની જરૂર નથી... તમે લખી અને તરત જ સેવ કરશો એટલે તમારો મેમો સેવ થઈ જશે. આ સિવાય જી ઁીહ ના નોર્મલ ફીચર્સ જેમ કે છૈિ ર્ઝ્રદ્બદ્બટ્ઠહઙ્ઘ અને મ્ર્િુજીિ માંથી સીધું સેવ કરવું અથવા કટ-કોપી-પેસ્ટ તો હજુ પણ થાય જ છે.

સેમસંગ ગેલેક્ષી નોટ-૫ ના ફિંગર સ્કેનર માં પણ મોટો બદલાવ આવી ચુક્યો છે અથવા તો કહું કે સેમસંગ પણ એપલના રસ્તે ચાલી નીકળ્યું છે તો કશું ખોટું નથી. હવે નોટ ૫ માં ફિંગર સ્કેનર થી ફોન અનલોક કરવો હશે તો તમારે ફિંગર ને હોમ બટન પર સ્વાઈપ કરવાની જરૂર નથી, ખાલી તમારી ફિંગર હોમ બટન પર મુકશો અને તમારો ફોન અનલોક થઈ જશે. આ સિવાય હાર્ટ રેટ સેન્સર પણ પોતાની હાજરી નોંધાવી રહ્યું છે.

સેમસંગ ગેલેક્ષી નોટ-૫ પણ હવે સેમસંગ-પે સાથે આવી રહ્યું છે. હવે શોપિંગ કરવા જાઓ ત્યારે કોઈ ક્રેડીટ કાર્ડસ/ડેબીટ કાર્ડસ સાથે નહિ હોય તો ચાલશે, તમારે ફક્ત એક વખત તમારા ક્રેડીટ ડેબીટ કાર્ડની ઈન્ફોર્મેશન તમારા ફોનમાં સ્ટોર કરવી પડશે અને વિક્રેતા ને ત્યાં રહેલા દ્ગહ્લઝ્ર મશીનની મદદ થી ડાયરેક્ટ પેમેન્ટ થઈ જશે.

ભારતીય બજારમાં સેમસંગ ગેલેક્ષી નોટ રૂપિયા ૫૭,૯૦૦/-ની કિમંત સાથે ૭ સપ્ટેમ્બરના રોજ લોન્ચ થઈ ચુક્યો છે. આ ઈવેન્ટની ટેગ લાઈન જ સેમસંગ ગેલેક્ષી નોટ ૫ ના ફાયનલ ક્ન્કલ્યુઝન વિષે ઘણું બધું કહી જાય છે. “ુૈંહીજજ ંરી ર્દ્બજં ર્ુીકિેઙ્મ ટ્ઠહઙ્ઘ ઙ્ઘઅહટ્ઠદ્બૈષ્ઠ ય્ટ્ઠઙ્મટ્ઠટઅ અીં,”

ટેકનીકલ ટીટબીટઃ

સેમસંગ ના બે નવા મોડેલ લોન્ચ સાથે એપલ ૈઁર્રહી ૬જી પણ લોન્ચ થઈ ચુક્યો છે. આવનારા આર્ટીકલમાં એપલ ૈઁર્રહી ૬જી વિષે ચર્ચા કરશું.

* યશ ઠક્કર *

મિર્ચી ક્યારો

* યશવંત ઠક્કર *

ટ્ઠજટ્ઠિઅષ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

* ધર્મગુરૂ કે ગર્મગુરૂ? મિર્ચી ક્યારો

તાજેતરમાં ટીવીની એક સમાચાર ચેનલના સ્ટૂડિઓમાં કેટલાંક ધર્મગુરૂઓ ધર્મયુદ્ધ માટે એકઠાં થયાં હતાં. ખરેખર તો ધર્મગુરૂઓએ એ યુદ્ધ, માત્ર જીભ વડે જ લડવાનું નક્કી થયું હતું. પરંતુ જોતજોતામાં એ યુદ્ધ, બે ધર્મગુરૂઓ દ્વારા શરીરના અન્ય અંગ હાથ વડે લડાયું. વાતવાતમાં ધગી ગયેલાં એ ધર્મગુરૂઓ ખરેખર તો ગર્મગુરૂઓ તરીકે ઓળખાવાં જોઈએ. આ ધર્મયુદ્ધ માત્ર જે તે ચેનલ દ્વારા જ નહીં પરંતુ બીજી કેટલીક ચેનલ દ્વારા પણ વારંવાર દર્શાવવામાં આવ્યું. જેના કારણે કેટલાંક શ્રોતાઓને એ વાતની ખાતરી થઈ ગઈ કે આપણા ધર્મ માટે ધર્મગુરૂઓ અને સમાચાર માધ્યમો ધર્મ માટે ખૂબ જ જાગૃત છે.

આ ધર્મયુદ્ધ નિહાળ્યા પછી મને પણ થોડું ઘણું જ્ જ્ઞાન પ્રાપ્ત થયું છે. જે હું અત્રે રજૂ કરૂં છું.

યુદ્ધ માટે મેદાન હોવું જરૂરી નથી. એ ટીવી સ્ટૂડિઓમાં પણ લડી શકાય છે. આમેય દેશમાં મેદાનો ઘટતાં જાય છે. જમીનની સમસ્યાને લીધે કેટલાય નેતાઓના પગ તળેથી જમીન સરકતી જાય છે. જમીનના મુદ્દાને આગળ કરીને કેટલાય નેતાઓ પોતાની રાજકીય કારકિર્દી માટે જમીન તૈયાર કરી રહ્યા છે. ખેલકૂદ અને ગરબા માટે માટે મેદાનો ન મળવાથી કેટલાંક લોકોમાં પહેલેથી જ અસંતોષ છે. આ સંજોગોમાં ધર્મયુદ્ધ માટે મેદાનની વ્યવસ્થા કરવી એ કપરૂં કામ છે. પરંતુ એ સમસ્યાનો ઉકેલ મળી ચૂક્યો છે. ધર્મયુદ્ધ ટીવી સ્ટૂડિઓમાં પણ લડી શકાય છે. ભવિષ્યમાં વિશ્વયુદ્ધ પણ ટીવી સ્ટૂડીઓમાં લડાય તો નવાઈ નહિ.

આ એક ચેનલ પરના ધર્મયુદ્ધ પરથી પ્રેરણા મેળવીને બીજા સાહસિકો પણ પોત પોતાની ચેનલ પરથી ધર્મયુદ્ધનું જીવંત પ્રસારણ કરી શકે. સવારમાં જે જે ચેનલ પરથી ધાર્મિક કાર્યક્રમો પ્રસારિત થાય છે એ ચેનલ પરથી પણ આવાં ધર્મયુદ્ધોનું પણ પ્રસારણ થાય તો દર્શકોને પણ જાણવા મળે કે આપણા કેટલાક ધર્મગુરૂઓમાં કેટકેટલી શક્તિ રહેલી છે. એમનું ખાધુ-પીધું વ્યર્થ નથી જતું એ જોઈને દર્શકોને પણ કેટલો આનંદ થાય! વળી, એ ધર્મયુદ્ધો માત્ર હાથ વડે જ નહિ પરંતુ પગ વડે પણ લડી શકાય. માથાં વડે પણ લડી શકાય. ધર્મગુરૂઓ વચ્ચેનાં આવાં ધર્મયુદ્ધોની સ્પર્ધા પણ યોજી શકાય. માત્ર આવાં ધર્મયુદ્ધોનું જ પ્રસારણ કરનારી ખાસ ચેનલો પણ અસ્તિત્વમાં આવી શકે. જેનાં નામ પ્રહાર, તકરાર, ક્રોધાગ્નિ જેવાં રાખી શકાય. ટૂંકમાં આ ઘટનાએ ટીવી સમાચાર ઉદ્યોગ માટે કેટલીય નવી શક્યતાઓનાં દ્વાર ખોલી નાખ્યાં છે.

આ જે ધર્મયુદ્ધ લડાયું ત્યાર પછી કેટલાક ધાર્મિક મહાનુભાવોએ એવું જણાવ્યું છે કે : ‘કેટલાંક લોકો પોતાની જાતે જ ધર્મગુરૂ બની બેઠાં છે!’ મતલબ કે ધર્મગુરૂ પણ આપો આપ જ બની શકાય છે. એ માટે કોઈના પણ પ્રમાણપત્રની જરૂર નથી. જેમ લેખક બનવા માટે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી એમ ધર્મગુરૂ બનવા માટે પણ કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. ‘જે લખે એ લેખક’ એમ જ ‘જે ધર્મની વાત કરે એ ધર્મગુરૂ.’

ભાવિક દર્શકોએ ધર્મગુરૂઓનાં આવાં યુદ્ધો જોઈને સવળો અર્થ લેવો જોઈએ. એમ માનવું જોઈએ કે આવાં યુદ્ધોના પ્રદર્શન કરીને ધર્મગુરૂઓ આપણને ભાન કરાવે છે કે ક્રોધથી મુક્ત થવું કેટલું અઘરૂં છે.

કામ, ક્રોધ, મોહ વગેરે અવગુણોથી મુક્ત થવાનો ઉપદેશ આપવો એ એક વ્યવસાય છે. એવા ઉપદેશ આપનારા પોતે જ અવગુણોથી મુક્ત હોય એ જરૂરી નથી. ભજિયાં બનાવીને વેચનારો પોતે જ ભજિયાં ન ખાતો હોય એવું પણ બને. કહેવાય છે ને કે : ‘ગુરૂ કહે એમ કરવું, કરે એમ નહિ’ કોઈ ચતુર ગુરૂએ જ આવી વાત વહેતી કરી હશેને?

* યશવંત ઠક્કર *