Hu Gujarati 35 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati 35


હુંુ ગુજરાતી - ૩૫


COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.સખૈયો - સ્નેહા પટેલ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.કૌતુક કથા - હર્ષ પંડયા

૫.સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

૬.મંથન - સાકેત દવે

૭.મસ્ત રીડ - ભૂમિકા દેસાઈ શાહ

૮.બોલીસોફી - સિદ્ધાર્થ છાયા

૯.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર-વઘર અમદાવાદી

એડિટરની અટારીએથી....

સિદ્ધાર્થ છાયા

ગુજરાતી પ્રાઈડનું પ્રાઈડ બન્યો આપણો પોતાનો ‘હું ગુજરાતી’

આખા વિશ્વને સોશિયલ મિડિયાએ ગાંડું કર્યું છે અને આ અસરમાંથી ભારત અને ગુજરાત કેમ બહાર રહી શકે? પરંતુ ગુજરાતમાં સોશિયલ મિડિયામાં ફેસબુક, વ્હોટ્‌સ-એપ્પ તેમજ ઈન્સ્ટાગ્રામ જેટલી ધૂમ મચાવે છે એટલું ટ્‌વીટર અત્યાર સુધી ધૂમ મચાવી શકતું નહોતું. આ પાછળ ઘણા કારણો છે. એકતો ટ્‌વીટરની પેલી એસએમએસ જેવી ૧૪૦ અક્ષરોની લિમીટ. આપણા ગુજરાતીઓ એકવાર વાત કરવા બેસે એટલે ૧૪૦ અક્ષરોમાં પૂરી કરે એ શક્ય જ નથી, એટલે તેમને લગભગ અનલિમિટેડ અક્ષરો વાપરવા દેતું ફેસબુક જ ફાવે એ સ્વાભાવિક છે. આ ઉપરાંત ટ્‌વીટરનો ફંડા આજ સુધી સોશિયલ મિડિયા વાપરતા મોટાભાગના ગુજરાતીઓમાં ક્લીયર નથી થયો. ટ્‌વીટરની જો સરળ ભાષામાં વ્યાખ્યા કરવી હોય તો જે દિલમાં છે એ લખી નાખવું એટલે ટ્‌વીટર. “મને બહુ ભૂખ લાગી છે, અલ્યા કોઈ મને નાસ્તો મોકલી આપો” કે પછી, “હું પાસ થઈ ગયો” કે “મને એક સ્દ્ગઝ્રમાંથી જોબ ઈન્ટરવ્યુનો કોલ આવ્યો છે, મને બેસ્ટ ઓફ લક તો કો?” થી માંડીને “આજે ઓફિસે જવાનું બિલકુલ મન નથી, પણ જવું તો પડશેજ નહીંતો બોસ મારી નાખશે” થી લઈને “આજે પેટ સાફ નથી થયું” સુદ્ધાંની જુદીજુદી લાગણીઓ તમે બિન્દાસ ૧૪૦ અક્ષરોમાં ટ્‌વીટર પર વ્યક્ત કરી શકો છો અને તેના ફની, પોઝીટીવ, નેગેટીવ અને ઈવન ગાળા-ગાળીથી ભરપુર જવાબો આવવાની આશા પણ રાખી શકો છો. ફેસબુક પર પણ અમુક ગુજરાતીઓ આ પ્રકારના સ્ટેટ્‌સ લખતા હોય છે, પરંતુ તે ખરેખરતો ટ્‌વીટરને લાયક હોય છે.

એનીવેઝ, આ ટ્‌વીટર પર ગુજરાતીઓની સંખ્યા ખુબ ઓછી હોવાની ફરિયાદ મારા જેવા ઘણાબધા રેગ્યુલર ‘ટ્‌વીપલ્સ’ (એટલેકે ટ્‌વીટરમાં પડયા પાથર્યા રહેનારા ‘પીપલ્સ’ એમ!) કરતાં હતા. પરંતુ આઠમી સપ્ટેમ્બરનો દિવસ એવો ઉગ્યો કે તેણે અમારા બધાંની વર્ષો જુની ફરિયાદ દુર કરી દીધી. આપણા હું ગુજરાતીના જ હ્યુમર કોલમિસ્ટ, શ્રી વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી ઉર્ફે ભીષ્મક પંડિત, જે આપણને દર પંદર દિવસે એમની ‘લઘરી વાતો’ દ્વારા હસાવે છે, એમણે ઈં ગુજરાતી વાક્યો નામનો એક હેશટેગ વાપરીને અમુક ગુજરાતી અર્થ વિનાના વાક્યો લખ્યા. (આ હેશટેગ એટલે શું અને એનો ફાયદો શું એની ચર્ચા આપણે ફરી ક્યારેક કરીશું.) જેમ કે “શું ચાલે છે બોસ?” “આજે તો બહાર જમવાના?” વગેરે. આ તમામ વાક્યો લખ્યા બાદ પેલો હેશટેગ એ ઉમેરતા ગયા. અમારા જેવા ભીષ્મકભાઈના લાકડા જેવા ફેન્સ તેમના આ હેશટેગને વાપરતા ગયા અને પછી રચાયો ઈતિહાસ. અત્યાર સુધી હિન્દી અને અમુક દક્ષિણ ભારતીય ભાષાના શબ્દો જ ટ્‌વીટર પર ટોપ ટેનમાં ટ્રેન્ડ થયા હતા, પરંતુ આઠમી સપ્ટેમ્બરે લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ આપણો આ ઈં ગુજરાતી વાક્યોનો ટ્રેન્ડ ટોપ ટેનમાં આવતાની સાથે જ પહેલા નંબરે પહોંચી ગયો.

આ સમયે મુંબઈમાં અમલમાં આવનારા મીટ બેન તેમજ યુએસ ઓપનમાં મેચ રમી રહેલા રોજર ફેડરરના નામના ટ્રેન્ડ જોરમાં હતા, પણ તોયે છેક દોઢ કલાક સુધી આપણો ગુજરાતી લીપીમાં લખેલો ટ્રેન્ડ, સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને ટ્રેન્ડ થતો રહ્યો અને અમારા જેવા ગુજરાતી પ્રેમીઓ ગદગદ થઈ ગયા. પછી તો શું અંગ્રેજી છાપાઓએ પણ તેમજ એક એફએમ રેડિયો સ્ટેશને પણ આ ઘટનાની નોંધ લેવી પડી. હા ગુજરાતી છાપાઓ આ બાબતે સાવ મૂંગા રહ્યા એ અલગ વાત છે. ભીષ્મકભાઈનું સ્પષ્ટ માનવું છે કે ટ્‌વીટર એટલે માત્ર અંગ્રેજી જાણનારાઓ નો અડડો એવી ગુજરાતીઓમાં પડેલી છાપને તેઓ દુર કરવા માંગતા હતા. ઈં ગુજરાતી વાક્યોના સફળ ટ્રેન્ડ પછી ભીષ્મકભાઈ પોતાના આ કાર્યમાં મહદઅંશે સફળ થયા છે એવું જરૂર કહી શકાય. હવે જરૂર છે અચાનક ટ્‌વીટર પર વધી ગયેલા ગુજરાતી ઓડિયન્સનો રસ ટકાવી રાખવાનો, જે ભીષ્મકભાઈ કરી જ શકશે એનો અમને પૂર્ણ વિશ્વાસ છે. વળી તેમાં અમારો સાથ તો રહેશે જ.

આપણા ગુજરાતી પ્રાઈડ તેમજ હું ગુજરાતી પરિવારના સભ્યે રાષ્ટ્ર કક્ષાએ કશુંક કરી બતાવ્યું હોય અને આપણે તેની નોંધ ન લઈએ એવું બને? અને એટલે જ આ વખતનો તંત્રીલેખ આપણે હું ગુજરાતી પરિવારના એક અનમોલ રત્ન ભીષ્મક પંડિત ઉર્ફે વ્યવસ્થિત લઘર-વઘર અમદાવાદીને સમર્પિત કર્યો છે. વ.લ.વ.અ ને ખુબ અભિનંદન!

૧૧-૦૯-૨૦૧૫, શુક્રવાર

અમદાવાદ

સખૈયો

સ્નેહા પટેલ

જહીરટ્ઠરીંજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠ.ૈહ

પાગલ થઈ જા...

દૃઙ્મિાજ ીા ઙ્મહટી;છ િીઙ્માજ ીા ્‌;ાજકટિઢી;છ

ી’ઇ;ાજીાઢી’િીશ્ ટી; શ્ ઝ્રઈંખ્તહાદ્ઘ.;ઙ્ઘ દ્બૈકે"ાહશ્-

(અસત્યોમાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,

ઊંંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા,

મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.)

નાનપણથી મને ’પ્રેમ’ આ શબ્દ પ્રત્યે ખબર નહીં કેમ પણ ખૂબ જ આકર્ષણ છે સખૈયા ! ’પ્રેમ’ એ માત્ર અઢી અક્ષરનો શબ્દ નહીં પણ માનવીને તાજી લીલીછમ્મ રાખતી લાગણી, ખુશી છે એવી સમજ તો મને બહુ મોડેથી આવી હતી. સૌપ્રથમ તો આ શબ્દ માટે મને એક અચરજભાવ એક આકર્ષણ જન્મેલું અને એ આર્સ્ચ્યના સમંદરમાં ગોતાં લગાવતા મારે હાથ તારા નામનું મોતી લાગી ગયેલું. હું તો પહેલેથી જ્ તારા પ્રેમમાં ગળાડૂબ, પ્રેમ શું એ જાણ થાય એ પહેલાં તો હું તારા પ્રેમમાં પડી ગયેલી. તું મારી પ્રથમ ’લવસ્ટોરી’ !

જોકે એ પ્રેમ સાવ સમજણ વિનાનો હતો એની ના નહીં અને એ અણસમજણમાં જ મેં તને મારી જિંદગીના હરે’ક પળમાં, હરેક ક્ષણમાં તારો સાક્ષાત્કાર કરવાનો, તને શોધવાનો યત્ન ચાલુ કરી દીધેલો. તું કે તારો પ્રેમ મને ક્યાંય મળતાં નહીં અને હું ખૂબ નિરાશ થતી. મને તારા સુધી પહોંચવાના કોઈ રસ્તા નહતા દેખાતા. કોઈ કહે કે ઉપવાસ, દોરા ધાગા કરવાથી તું મળી જાય એટલે હું મનને મારી મારીને લાગલગાટ ૩ દિવસ નકોરડાં ઉપવાસ કરતી, હાથમાં લાલ પીળાં કાળાં ધાગાઓની તો મોટી હાર થઈ ગયેલી. થોડી સમજણી થતાં, વિચારતા ખ્યાલ આવ્યો કે હું હકીકતે શું -કોને શોધી રહી છું એનું ય મને પૂરતું જ્જ્ઞાન નહતું.વળી જે પણ મળતું એના તારા - તારો પ્રેમ પામવાના રસ્તા, વિચારો અલગ અલગ હતાં. એ જોઈને મને અનુભવાતું કે,’ આ બધી માયાજાળની તો આટલાં મોટાં અને અનુભવી લોકોને પણ ક્યાં ખબર છે ? ’ હું જબરી કશ્મકશમાં હું ફસાઈ ગયેલી. તારા વગર જીવવાનું તે જીવ્યાં કહેવાય વળી ? પણ તારા જેવા અણીશુધ્ધ અને સો ટચના સોના જેવા પ્રેમને શોધવો ક્યાં ? આ તો તારા સિવાય લગભગ અશક્ય જ હતું.

અને...

એક દિવસ અચાનક મધરાતે મારા કાનમાં કોઈ સુંવાળી ગલીપચી કરતું હોય એવો ભાસ થયો. આંખો તો બંધ જ રહી પણ દિમાગ સતેજ, સક્રિય થઈ ગયું. કાનને પૂરતા સરવાં કર્યા તો કંઈક અસ્પષ્ટ - અજાણયો અવાજ સંભળાયો,

‘અરે પાગલ, તું પ્રેમને બહાર ક્યાં શોધે છે? એની શોધ પર પૂર્ણ-વિરામ મૂક. તું તારી પૂર્વગ્રહ યુકત દિવાલોને શોધી કાઢ જે તેં પ્રેમની શોધના નામે તારી અંદર ઉભી કરી રાખી છે. તારી બધી હોંશિયારી વેચીને જ્યાંથી અચરજ ત્યાંથી એ મેળવવાનું કાર્ય ચાલુ કરી દે. સલામતીના વિચારો છોડીને જ્યાં જયાં ડર લાગતો હોય એવી અસલામત જગ્યા પર રહેવાનું ચાલુ કર. બધા માન-પાન, નામ પ્રતિષ્ઠા જેવા બંધનો છોડી દે અને ભરપૂર બદનામ થઈ જા, પાગલ થઈ જા. બદનામીની છેલ્લી કક્ષાએ જતી રહે. બીજાઓ સાથે શું થયું શું નહીં એ વિચારો છોડી દે, તારા ભ્રમની દુનિયા ઓળખતાં શીખ. જે થાય છે એ સારૂં અને યોગ્ય જ છે માનીને આભારના બે શબ્દો બોલતાં શીખ. નજરને અણીશુધ્ધ કરી દે અને આખી દુનિયા નિર્મળ છે એ વિચાર સાથે નવેસરથી જોવાનું ચાલુ કર. તારૂં જીવન તેજોમય થઈ જશે. મેં તને પાંખો સાથે જન્મ આપ્યો છે ને તું જમીન પર સરકીને શું કામ ચાલે ? દરવાજો ખટખટાવ હું મળી જઇશ. પડી જા હું તને સ્વર્ગ સુધી ઉપર લઈ જઇશ. સામાન્યથી ય સામાન્ય બની જા હું તને અસામાન્યમાં ય શિરોમણી બનાવી દઈશ. તું સમુદ્રની એક બૂંદ નથી આખે આખો સમુદ્ર છે. બરફની જેમ ઓગળી જા અને જાતને ધોતાં શીખ, અગ્નિની જેમ પ્રજવળી ઉઠ અને એમાં તપીને શુધ્ધ થઈ જા. અમૃત તો તારી ભીતરે જ વરસી રહ્યું છે એની મીઠી બૂંદ ચાખવાનો પ્રયત્ન કર. હું, મારો પ્રેમ તને દરેક જગ્યાએ મળી જઇશ. બસ, તું વિશ્વાસ રાખીને શરૂઆત કર. આ દિશામાં એક કદમ તો ઉપાડ.’

અને અચાનક મારી આંખો ખૂલી ગઈ. ’સખૈયા’ આભાર. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ ! તારી અમુક વાતો મુજ પામરને હજુ સમજાણી નથી પણ એ દિશામાં ચાલવાનું ચાલુ કરી દઈશ. એક દિવસ બધું સમજીને જ રહીશ, પ્રોમિસ !

ર્સ્િીપીંછ

કાનજી મકવાણા

કૌતુક કથા

હર્ષ પંડયા

જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

લઘુકથાનું નામ : આખરી ઈચ્છા

“મુશાયરે કી જીતની તરકીબે મુજે આતી હૈ

ઈતની હિંદુસ્તાન મેં કિસી કો નહીં આતી”

આવું લખવા કહેવા વાળો શાયર કોણ હશે? એવી તે કેવી જુર્રત કરી શકે કે સરાજાહેર આવું બયાન ફરમાવી શકે? હિન્દુસ્તાન તો સદીઓથી શાયરો-કવિઓ-ગઝલકારો-નઝમીઓથી છલક છલક થતું આવ્યું છે. ‘રઘુકુલ રીત સદા ચલી આયી, પ્રાણ જાયે પર બચન ન જાયે’ એવું મહાકવિ તુલસીદાસ કહે છે રામચરિતમાનસમાં. રાજા દશરથના મુખેથી આ સંવાદ બોલાય છે. હાલાંકી આ તો તુલસીજીનું રામાયણ અંગેનું પોતાનું રૂપાંતરણ છે, પણ આજે એ શબ્દ દરેકના મનમાં કોતરાયેલો છે. અમસ્તું ભારતીય દર્શન શબ્દને ‘બહ્મ’ ગણતું આવ્યું છે?

થોડા વર્ષ અગાઉ ગુજરાતી પ્રજામાં સોનાના માર્કેટ તરીકે પ્રચલિત દુબઈ ખાતે ઈન્ડો-પાક મુશાયરો હતો. સંચાલક તરીકે આપણા ડો. કુમાર વિશ્વાસ હતા. પોતાના આગમનને એમણે આ રીતે વર્ણવ્યું, ‘યે ઉર્દુ બઝ્‌મ હૈ લેકિન મેં હિન્દી માં કા જાયા હૂં, ઝબાને મુલ્ક કી બહેને હૈ યે પૈગામ લાયા હૂં, મુજે દુગની મહોબ્બત સે સુનો ઉર્દુ ઝબાન વાલો, મૈ અપની માં કા બેટા હૂં મૈ ઘર મૌસી કે આયા હૂં...’ અને તાળીઓની બૌછાર થઈ. પછી એમણે એક પછી એક સમર્થ શાયરોને આમંત્ર્‌યા. ત્યાં સહેજ ઘઉં વર્ણ દેખાતા, માથે પ્રોફેસરી ટાલ, પાંચ અગ્િાયાર ઉંચાઈ અને એથી ય વધુ ગહેરા ઘેઘુર કંઠના માલિક એવા એક શાયરનો વારો આવ્યો. એમની શેર રજુ કરવાની અદા અને શેરનું ધીંગુ બળ શ્રોતાઓ પર બારે મેઘ ખાંગા થઈને વરસ્યું.

એ શાયરનું નામ રાહત ઈન્દૌરી. રફાતુલ્લાહ કુરેશી અને મકબુલ ઉન નીસા બેગમ ના ચોથા નંબરના સંતાન એવા રાહત ઈન્દોરમાં જન્મીને મોટા થયા. કોલેજકાળથી આપણા કવિ સૌમ્ય જોશીની જેમ ઉર્દુ ભાષામાં અલગ જ જાતની કવિતાઓ કરવા માંડેલી અને ત્યાં લોકપ્રિયતા હાંસિલ કરી. વિદ્યાર્થીઓમાં પ્રિય એવા ઉર્દુના પ્રોફેસર રાહત ઈન્દૌરી સાહેબ પછી દેશભરમાંથી મળતા મુશાયારાઓના આમંત્રણોને લીધે સમગ્ર દેશમાં ઉર્દુ ગઝલો માટેનું સર્ટિફાઈડ ટ્રેડમાર્ક બની ગયા છે. દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત એવા આ શાયર બોલીવુડમાં ગીતકાર પણ છે. ફિલ્મ ‘કરીબ’નું ‘ચોરી ચોરી જબ નત્રે મિલી’ ગીત એમની પેન વાટે નીકળેલું છે.

ઉર્દુ સાહિત્યમાં એમને પી.એચ.ડી. ડીગ્રી એનાયત છે. જરા એમના શેર ઉપર થોડી સી નત્ર કરીએ. ‘તોફાની ત્રિપુટી’ના નામથી ત્રણ મિત્રો ફેસબુક પર નવીન અને સુંદર ગઝલો લખે છે જેમાંના એક મિત્રકવિ શ્રી તાહા મન્સૂરીએ આપણે સમજી શકીએ એવા અમુક શેર ખાસ ચૂંટીને એનો આસ્વાદ કરાવ્યો છે. એમના જ શબ્દોમાં જોઈએ :

“મારા મતે રાહત ઈન્દૌરીનો શ્રેષ્ઠ શેર આ છે.

દ્બેઙ્ઘર ;ાહ દૃા;ર ખ્તજી ઙ્માટ્ઠઙ્માજ ંદ્ઘા દૃાકખ્તન્િા આજૃ

/ાસ્+ઙ્ઘેાજટ્ઠઙ્મજ ૐાર હ્વષ્ઠાહિીજટ્ઠ ચાઅઅ ૈસ્+િા ખ્તજીછ

રાહત ઈન્દૌરી ખરેખર મંચનો જાદુગર છે, એને મંચ પર બોલાવવા ખાસ ઈંતઝામ કરવા પડે. એ પોતે લખે છે કે...

ટૂઆષ્ઠૃ ચષ્ઠાષ્ઠૃ ર્હાૃ ંખ્તદ્ઘૃ ાંી ડ્ઢ;ા ડ્ઢ;ા ખ્તજીરૂ

ીજટ્ઠ દૃા ટ;ા ખ્તૂટ્ઠ ષ્ઠિા હ્વઢટ્ઠિાંી ડ્ઢ;ા ડ્ઢ;ા ખ્તજીરૂ

રાહત કહે છે કે મુશાયરે કી જીતની તરકીબે મુજે આતી હૈ ઈતની હિંદુસ્તાન મેં કિસી કો નહીં આતી. અને પોતાની આ વાતને જાણે સાબિત કરતો હોય તેમ આ કવિ શેરિયત વિનાના મુશાયરાની તરકીબો વાળા શેર પણ સંભળાવે કે...

ટૂઆષ્ઠૃ ચષ્ઠાષ્ઠૃ ર્હાૃ ંખ્તદ્ઘૃ ાંી ડ્ઢ;ા ડ્ઢ;ા ખ્તજીરૂ

ીજટ્ઠ દૃા ટ;ા ખ્તૂટ્ઠ ષ્ઠિા હ્વઢટ્ઠિાંી ડ્ઢ;ા ડ્ઢ;ા ખ્તજી રૂ

પણ રાહત પોતાની કવિતા વિશે ખુબ સભાન છે એ પણ એક હકીકત છે. રાહત મુશાયરાઓમાં ભલે તરકીબો કરતાં હોય પણ એ કહે છે કે મુજે માલુમ હૈ કિ મુશાયરે કી શાયરી ક્યા હોતી હૈ ઔર અસલ શાયરી ક્યા હોતી હૈ. મેં દો તરહ કી શાયરી લિખતા હું. અને જ્યારે મોકો મળે અને સામે સારૂં ઓડિયન્સ હોય ત્યારે રાહત આ "અસલ શાયરી" સંભળાવવાનું સહેજ પણ ચુકતા નથી. ગાંધીનગરના એક હોલમાં રાહતનો વન મેન શો હતો. હું પોતે ત્યાં હાજર હતો. માંડ ૫૦-૬૦ લોકોનું ઓડિયન્સ. લગભગ અડધો-પોણો કલાક કવિતાઓ સંભળાવ્યા બાદ રાહત કહે કે, "અબ આપ લોગ સેટ હો ગયે હો તો મેં શાયરી સુનાના શુરૂં કરૂ? જીસ તરહ સે આપ લોગ સુન રહે થે મુજે યકીન હૈ કિ આપ લોગ અબ સચ્ચી શાયરી ભી સુન હી લોગે". અને આ વાત સાંભળી આ લખનારનાં મોઢેથી એક જ શબ્દ નીકળ્યો "દાદો".

અને આપણે યુવાનોને ઉદ્દેશીને રચેલા એમના એક શેર પર વસ્ત્રાપુર આઈ.આઈ.એમ થી ઠેઠ મણીનગર સ્ટેશન ઓવારી જીએ.

િૂઊોાજ ઙ્મજ દૃાપ્નચા કીઆદૃાજૃ ઙ્મજીઆષ્ઠાજ ૈદ્ઘર્ ાદ્ઘ ઙ્ઘદ્ઘાજછ

ીરૂઆખ્તાજ ઙ્ઘા ડ્ઢઙ્ઘદ્ઘ દ્ગાજસજૃ જીિદ્ઘ ઙ્ઘજ હકદ્ઘ;ા ૈાદ્ઘ ઙ્ઘદ્ઘાજછછ

એમનો અસલ મિજાજ જોવો હોય તો આ વાક્યથી ભારે જમ્યા પછી લેવાતા કલકત્તી સાદા (સંકેલી સેવર્ધન) પાન જેવો સ્વાદ આવશે.

’ાા;દ્ઘરશ્ટ।અ ઙ્મૂેેજશ્ઙ્મૂેોજ ઙ્ઘજ કઅ, દૃાહીર ઙ્ઘાજ હ્લાાજસ ષ્ઠહશ્એ ખ્તાજેા ંઈંદ્ઘર ખ્તજીછ

સંજય દ્રષ્ટિ

સંજય પિઠડીયા

જટ્ઠહદ્ઘટ્ઠઅિૈંરટ્ઠઙ્ઘૈટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કૃષ્ણ એટલે ‘જેવા સાથે તેવા’

આશા છે કે સાતમ-આઠમના જલસા પતાવીને મોટાભાગના વાચકમિત્રો પરવારી રહ્યા હશે. આ વખતે તો કેવો યોગાનુયોગ? ‘કૃષ્ણ જન્માષ્ટમી’ અને ‘શિક્ષકદિન’ એક જ દિવસે! એટલે કે વિશ્વના શ્રેષ્ઠ શિક્ષક કૃષ્ણનો જન્મદિન આ વખતે શિક્ષકદિનની ઉજવણીમાં દૂધમાં મેળવણની જેમ ભળ્યો અને “નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયાલાલ કી...” જી હાં, વર્લ્ડના બેસ્ટમ બેસ્ટ ટીચર એટલે આપણા ‘કાનજીભાઈ વસુદેવભાઈ યાદવ’... દરેકે દરેક ક્ષેત્રમાં આગળ એવી વર્સાટાઈલ પ્રતિભા ધરાવનાર મહામાનવ ‘કૃષ્ણ’ સિવાય બીજો કોઈ થયો નથી. કૃષ્ણ સહજેશ્વર છે, સરળેશ્વર છે, સરસેશ્વર છે.

આપણા રસોડામાં ચીપીયો અને સાણસી બંને હોય. ચીપીયાના બંને પગ સીધા હોય પણ સાણસીના આંટી મારેલા હોય. જ્યારે રોટલી ઉથલાવવી હોય કે પાપડ શેકવા હોય ત્યારે ચીપીયો કામમાં આવે પણ મોટા ગરમા-ગરમ તપેલા ઉંચકવા હોય તો ચીપીયો કામમાં ન આવે, ત્યારે સાણસી જ જોઈએ. તમે દરેક ભગવાનના ફોટા સામે જુઓ. બધાં ભગવાનના પગ સીધા હોય. ફક્ત કૃષ્ણ જ એવો છે જેના પગ આંટી ચઢાવેલા (એટલે કે ક્રોસમાં) હોય છે. એનો અર્થ એવો થાય કે જે કૃષ્ણની આંટીએ ચડયો એનું તો આવી જ બને. વ્રજકિશોર કૃષ્ણ મધુરાધિપતિ હતા, પણ દ્વારકાધીશ કૃષ્ણ થોડા જુદા હતા. કૃષ્ણ આખાબોલા અને કડવું સત્ય ઉચ્ચારનારા હતા. ગોળ ગોળ અસત્ય બોલવાનું તેમને ક્યારેય ફાવ્યું જ નથી. કૃષ્ણ એટલે ‘તડ ને ફડ’. એક ઘા ને બે કટકા. કૃષ્ણ તો હાથમાં સુદર્શન પણ રાખે અને બાંસુરી પણ રાખે. ગોપીઓની સામે બાંસુરી વગાડવાની પણ શિશુપાલની સામે તો સુદર્શન લેવું જ પડે. વાયડાઓને તો સંભળાવી જ દેવાની. મહાભારતના યુદ્ધમાં જ્યારે દુર્યોધન હણાયો ત્યારે અંતિમ ક્ષણે પણ કૃષ્ણને ભાંડવા દોડેલો. એ વખતે (શલ્યપર્વમાં) કૃષ્ણે દુર્યોધનને કઠોર વચનો કહીને શાંત પાડયો હતોઃ “હે નિર્લજ્જ દુર્યોધન! જ્યારે દ્યુતસભામાં રજસ્વલા દ્રૌપદીને ખેંચી આણવામાં આવી હતી ત્યારે જ તારો વધ કરવો જોઈતો હતો.” મહાયુદ્ધમાં કર્ણના રથનું પૈડું જમીનમાં પેસી ગયું ત્યારે એ અર્જુનને યુદ્ધધર્મના નિયમને ધ્યાનમાં રાખીને થોડી વાર થોભી જવાનું સૂચન કરે છે. એ વખતે કૃષ્ણ મણમણની સંભળાવીને કડવાં વેણ ઉચ્ચારે છેઃ “હે કર્ણ! તેં જ્યારે દુર્યોધન, દુઃશાસન અને શકુનિ સાથે મળીને (રાજસભામાં) એકવસ્ત્રા પાંચાલીને સભામાં બોલાવી ત્યારે તને ધર્મ યાદ આવ્યો હતો? હે કર્ણ! જ્યારે રાજસભામાં રજસ્વલા દ્રૌપદીને તેં જોઈ ત્યારે તું હસતો હતો. એ વખતે તારો ધર્મ ક્યાં ગયો હતો?” (કર્ણપર્વ).

કૃષ્ણ મધુર હતા પણ વખત આવ્યે પરિસ્થિતિનો તકાજો સમજીને અમધુર પણ થઈ જતા હતા. દુર્યોધન સાથે સમાધાનની શક્યતા શોધવા માટે વિશિષ્ટ કરવાના હેતુથી જ્યારે કૃષ્ણ હસ્તિનાપુર તરફ પ્રસ્થાન કરે છે ત્યારે દ્રૌપદીને વહેમ પડે છે કે કૃષ્ણ વિશિષ્ટ કરવામાં સફળ થાય તો પોતાની પ્રતિશોધનું શું? એ પ્રસંગે દ્રૌપદીનાં આંસુ વહેતાં થાય છે અને કૃષ્ણ એને આશ્વાસન આપે છે એ પણ ઊંના લાવારસ જેવા (ઉદ્યોગપર્વ) કૃષ્ણ કહે છેઃ “હે યાજ્ઞસેની! કાળનો કોળિયો થવા તત્પર એવા કૌરવો જો મારી વાત નહીં સાંભળે, તો ભોંય ભેગા થશે અને હણાઈને કૂતરાં અને શિયાળનો આહાર બનશે. હે દ્રૌપદી! હિમાલય પર્વત પોતાની જગ્યા છોડે, પૃથ્વીના સો ટુકડા થાય અને નક્ષત્રો પૃથ્વી પર તૂટી પડે, તો પણ મારૂં વચન નિષ્ફળ નહીં જાય.” સ્ત્રીપર્વમાં ગાંધારીના બધા પુત્રો યુદ્ધમાં મૃત્યુ પામ્યા તેથી તે અતિ વ્યાકુળ હતી. એ પોતાનો બધો ગુસ્સો ઠાલવીને કૃષ્ણને શ્રાપ આપે છે એ વખતે કૃષ્ણ ગાંધારીને સંભળાવે છેઃ “હે ગાંધારી! બ્રાહ્મણ સ્ત્રી તપસ્વીના ગર્ભને ધારણ કરે છે, ગાય ભાર ઊંંચકનારા ગર્ભને ધારણ કરે છે, ઘોડો દોડનારા ગર્ભને ધારણ કરે છે, શુદ્રા સેવાવૃત્તિના દાસના ગર્ભને અને વૈશ્ય જાતિની સ્ત્રી પશુપાલન કરનારા ગર્ભને ધારણ કરે છે, પરંતુ તમારા જેવી સ્ત્રી તો યુદ્ધમાં લડીને મરી જનારા ગર્ભને ધારણ કરે છે!” જીવનમાં આવું તડ-ફડ જ રહેવું જોઈએ. બહુ મર્યાદામાં રહીએ તો પોતાના ઘરવાળાઓને પણ અગ્નિ પરીક્ષામાં ઉતારવા પડે.

જેવો પવન હોય એવો પતંગ ચગાવવો, એવો સંદેશ કૃષ્ણ તરફથી આવતો હોય એવા પ્રસંગો નોંધાયા છે. ગોવર્ધન જેવો ગિરીરાજ ઉપાડવા એને ફક્ત ટચલી આંગળી જ જોઈએ પણ વાંસળી વગાડવા એને બે આંગળીનો ઉપયોગ કરવો પડે. જે કૃષ્ણ બાલ્યાવસ્થામાં ગોપીઓના લૂગડાં ચોરીને કદંબની ડાળે સંતાઈ જાય છે એ જ કૃષ્ણ જરૂર પડયે સમાજની દ્રૌપદીનાં ચીર હરાતાં હોય ત્યારે એની મદદે પણ પહોંચી જાય છે. એ નાગદમન કરીને નાગની ફેણ પર પણ બેસે, યમુનાના તીરે ગોપીઓ ચુંદડી પાથરે તો તેના પર પણ બેસે અને દ્વારકાનું સિંહાસન પર પણ બિરાજમાન થાય. દુર્યોધનના મેવામાં એને રસ નથી, વિદુરની ભાજી એને ટેસ્ટી લાગે છે. ઉદ્યોગપર્વમાં કૃષ્ણના શબ્દો છે,

“હે દુર્યોધન! તમારૂં અન્ન દુર્ભાવનાથી દૂષિત છે. તેથી મારા ભોજન માટે યોગ્ય નથી. મારે માટે તો અહીં કેવળ વિદુરનું જ ભોજન ખાવા માટે યોગ્ય છે. આ મારી નિશ્ચિત ધારણા છે.” ગીતામાં પણ એમણે વિરોધાભાસ દર્શાવ્યો છે. એક તરફ આત્માના અવિનાશીપણાની વાત કરે છે.

(ેજીેટ્ઠ કદ્ગેંહકેિં ’ાન્=ા.ાર ેજીેટ્ઠ હખ્તકિર્ ૈાઙ્ઘ%છ ે ાજીે% ડ્ઢઅજહ;ેંઇ;ૌાજ ે ’ાાજ"ા;કિ ીાઈિં%છછ) અને બીજી તરફ કયા મુહુર્તમાં મરો તો મોક્ષ થાય અને સદ્‌ગતિ મળે એવું પણ કહે છે (દૃકઠેંઢશ્;ાજકદ્ઘિખ્ત% ’ાૂડ્ઢઅ% "ા.ીાઙ્મા દ્બ્રાદ્ઘા;.ાીશ્છ િ= બ્;ાિા ટઁદ્ગકેિં ષ્ઠડદ્ય ષ્ઠડદ્યર્કહાજ ેંા%).

શ્રીમદ્‌ ભાગવત કહે છે કે ભગવાન શ્રીકૃષ્ણ વૃંદાવન છોડીને મથુરા આવ્યા તે પછી વૃંદાવનમાં જે લોકો વ્યથિત હતા તેમને આશ્વાસન આપવા અને સમજાવવા માટે કૃષ્ણ પોતાના કાકાના દીકરા ઉદ્ધવને મોકલે છે. ઉદ્ધવ ત્રણ દિવસ માટે ગયેલા પણ પછી ત્યાં છ માસ રહ્યા. પાછા આવીને એમણે કૃષ્ણને પૂછ્‌યું કે આખુંય વૃંદાવન કૃષ્ણમય છે તોય તમે વૃંદાવન કેમ છોડયું? ત્યારે કૃષ્ણ જવાબ આપે છે, ‘અવતાર આનંદ કરવા માટે નથી લેવાના હોતા. અવતારની સાથે જોડાયેલી ફરજો પણ નિભાવવાની હોય છે. અવતારની સાથે જોડાયેલી વેદના પણ સ્વીકારવાની હોય છે.’ એમ ઈશ્વર વિશ્વના દરેક મનુષ્યને તેની નિશ્ચિત ફરજો અને હક્કો સાથે આ પૃથ્વી પર જન્મ આપે છે. પોતાની ફરજ નિભાવવી એ સંદેશ કૃષ્ણ આપે છે.

કવિ ભાગ્યેશ જ્હાનું એક વિધાન છે - લોકોને, સાથીઓને દુઃખી કરવા અને કૃષ્ણની ભક્તિ કરવી તે વ્યવહારિક વિરોધાભાસનો ઉત્તમ નમૂનો છે. કૃષ્ણનું બાળપણ અદ્‌ભૂત તોફાનોથી ભરેલું છે. બાળ કનૈયો માખણ ચોરે, કાળીનાગને નાથે, માટી ખાય, કપડાં ચોરી કરે, તે બધું આપણને ખૂબ ગમે પણ આપણો પોતાનો બાળ કનૈયો ઉંબરાની બહાર પગ મૂકે તો આપણે હાંફળા ફાંફળા થઈ જીએ. આજે ૨૧મી સદીમાં પણ ઓનરકિલિંગના નામે આપણા સમાજની બહેન-દીકરીને મારી નાખવાની ઘટના બને છે અને તે સામે સદીઓ પહેલાં કૃષ્ણ જેવા મહાપુરૂષ પોતાની બહેન સુભદ્રાને (મોટાભાઈ બલરામની ઈચ્છા વિરૂદ્ધ) તેના મનગમતા પુરૂષ અને પોતાના મિત્ર એવા અર્જુન સાથે ભાગી જવામાં મદદ કરે છે. કૃષ્ણ ૫૦૦૦ વર્ષ પહેલાં પણ કેટલા આધુનિક અને બ્રોડમાઈન્ડેડ હતા તેની ભાળ મળે છે. કૃષ્ણ એ પણ સમજાવે છે કે નિત્ય પરિવર્તનશીલ રહેવું. ઝ્રરટ્ઠહખ્તી ૈજ ંરીર્ હઙ્મઅ ર્ષ્ઠહજંટ્ઠહં ંરૈહખ્ત. ‘જમાનો બગડી ગયો’ એવા રાગડા તાણનારાઓને સમજવાની જરૂર છે કે નવી પેઢી બદલાઈ છે, બગડી નથી. પૂજ્ય મોરારિબાપુએ એક વાર કહેલું કે “હું પરંપરાનો માનનારો માણસ છું પણ પ્રવાહી પરંપરા, જડ નહીં. પથ્થર થઈ ગઈ હોય એ નહીં. ગંગા વહેતી રહે તો આપણા મેલ ધોશે પણ એ જ ગંગાના પાણીનો બરફ કરશો તો કપડાં ફાડી નાખશે. પરંપરા જ્યારે જડ બને છે ત્યારે નુકસાન કરે છે અને જ્યારે એ પ્રવાહી હોય છે ત્યારે પુણ્‌ય કમાવી આપે છે.” અન્ય અવતારોની સરખામણીમાં યુવાનોને કૃષ્ણ પોતાના લાગ્યા છે કારણ કે એ હસ્યા છે, નાચ્યા છે. તેઓ એક્ચ્યુઆલિટીના દેવ છે.

કૃષ્ણ સહજ પ્રેમી છે, તેમના માટે પ્રેમ જાતિ કે લિંગ લક્ષી વિષય નથી. રૂક્મણી, સત્યભામા કૃષ્ણની પત્નીઓ ખરાં, પરંતુ જેની યાદ સાથે કૃષ્ણની યાદ આવે તે મીરાં અને જેને લીધે કૃષ્ણ યાદ રહે તો રાધા. નરસૈંયો હોય બોડાણો હોય કે કબીર હોય - કામ બધાના કરે. કૃષ્ણ ડાયનેમિક છે, પ્રેક્ટિકલ છે, ઓલરાઉન્ડર છે. માખણ પર ચોરે અને અસુરોના વધ પણ કરે. એક તરફ અર્જુનને તીર ચલાવવા માટે પ્રેરણા કરનાર કૃષ્ણ સાવ એક પારધીના તીરથી વીંધાઈ જાય, એ વાત માનવામાં ન આવે એવી છે. ભગવાન શ્રીકૃષ્ણ આપણને શીખવે છે કે તમે જે માર્ગ પર ચાલો છો તે તમારા પોતાના પગ ઉપર ચાલો છો તે નિર્વિવાદ સત્ય છે, પણ તમને ચલાવનાર પરિબળ કોઈક બીજું છે તે ખાસ યાદ રાખો. ‘હરિ હળવે હળવે હંકારે, મારૂં ગાડું ભરેલ ભારે’ - આ ભજન સાચે સાચું છે અને હરિ હંકારે જ છે પણ આપણને પાછલી સીટમાં બેઠા બેઠા સખ નથી. બેકસીટ ડ્રાઈવીંગ કરવું છે. જરાક ડાબે લેજો, જરાક જમણે લેજો, અહીં જરાક ઊંભી રાખજો. આવું કહી કહીને આપણે એને જ કન્ફ્યુઝ કરવાની કોશિશ કરીએ છીએ. જ્યારે આપણને એમ લાગે કે આપણે માર્ગ ભૂલેલા જીવનપથિક છીએ ત્યારે પણ આપણને દોરનાર ઈશ્વર જ છે અને તેને ખબર છે કે આપણને ક્યાં લઈ જવાના છે. ઈશ્વરીય પરમ તત્વ આપણી સાથે જ છે.

પડઘોઃ

ઈશુદાન ગઢવીની આ કવિતામાં પણ કૃષ્ણની જવાબ આપવાની અલૌકિક શૈલીના દર્શન થાય છે.

દ્વારકામાં કોઈ તને પૂછશે કે કાના, ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો શું રે જવાબ દઈશ માધા?

તારૂં તે નામ તને યાદ નો’તું તેદિ’થી રાધાનું નામ હતું હોઠે,

ઠકરાણાં-પટરાણાં કેટલાય હતા તો યે રાધા રમતી’તી સાત કોઠે,

રાધાવિણ વાંસળીના વેણ નહીં વાગે શીદને સોગંદ એવા ખાધા, તો શું રે જવાબ દઈશ માધા?

રાધાના પગલામાં વાવ્યું વનરાવન ફાગણ બની એમાં મહેક્યો,

રાધાના એકેકા શ્વાસ તણે ટોડલે અષાઢી મોર બની ગહેક્યો,

આજ આઘેરાં થઈ ગ્યાં કાં રાધા ને વાંસળી એવા તે શું પડયા વાંધા, તો શું રે જવાબ દઈશ માધા?

ઘડીકમાં ગોકુળ ને ઘડીક વનરાવન ઘડીકમાં મથુરાના મહેલ,

ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીઓ ઘડીક કુબ્જા સંગ ગેલ,

હેત પ્રીત ન્હોય રાજ ખટપટના ખેલ કાન સ્નેહમાં તે હોય આવા સાંધા, તો શું રે જવાબ દઈશ માધા?

કૃષ્ણનો જવાબઃ

ગોકુળ વનરાવન ને મથુરા ને દ્વારકા એ તો પંડયે છે પહેરવાના વાઘા,

રાજીપો હોય તો અંગ પર ઓઢીયે નહીં તો રખાય એને આઘા,

આ સઘળો સંસાર મારા સોળે શણગાર પણ અંતરનો આતમ એક રાધા,

હવે પૂછશો મા કોણ હતી રાધા...

મંથન

મંથન - સાકેત દવે

જટ્ઠાીંઙ્ઘટ્ઠદૃીજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠદ્બ

ડાબા પગની પાનીનો તલ

૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકના વેગથી દોડતી રાજધાની એક્સ્પ્રેસ ટ્રેઈનના કોચ નંબર છ૬માં બેઠેલા પ્રતાપે ખિસ્સામાંથી રૂમાલ કાઢી કપાળે બાઝેલા પ્રસ્વેદ-બુંદ લૂછ્‌યા. એસીની ઠંડક અને પાર પાડવામાં આવનાર દુષ્કૃત્ય તેના માટે રોજિંદુ કાર્ય હોવા છતાં પોતાને થયેલ નર્વસનેસ વિષે એ જરા વિચારી રહ્યો.

આમ તો દર વખતની જેમ તેનું આયોજન સંપૂર્ણ હતું અને કાર્ય જરા સરળ. જયપુર છોડયા પછીની ત્રીસમી મિનિટે સામેની બેઠક પર બેઠેલી અનન્યા નામની સ્ત્રીને ટ્રેઈનમાંથી ધક્કો મારીને બહાર ફેંકી દેવાની હતી. દેવમ નામના શખ્સ સાથે પત્ની અનન્યાની હત્યા માટે માતબર કહી શકાય એવી રકમનો સોદો થઈ ચૂક્યો હતો. ટ્રેઈનની આ અલાયદી કૂપે (કેબીન) હતી, જેમાં માત્ર એ બે જ વ્યક્તિ હતી. અન્ય બે ટિકિટ દેવમે ખોટાં નામથી ખરીદી ફાડી નાખી હતી. પ્રતાપ અત્યારે અનન્યા માટે એક જ ટ્રેઈનમાં સફર કરતો કોઈ અજનબી માત્ર હતો.

જયપુરથી આશરે અડધો કલાક થયો હશે ત્યારે પ્રતાપે દેવમને ટેક્સ્ટ-મેસેજ મોકલી કાર્ય શરૂ કરવાની સૂચના આપી. દેવમે પોતાના ઘરેથી પત્ની અનન્યાને ફોન જોડયો. યોજના અનુસાર દેવમે ફોનમાં અવાજ કપાતો હોવાનું બહાનુ કરી અનન્યાને કૂપેમાંથી બહાર નીકળી બોગીના દરવાજા પાસે જવાનું કહ્યું. અનન્યા પતિની સૂચનાને અનુસરી બોગીના દરવાજા તરફ જવા નીકળી. પ્રતાપ ધીમે પગલે તેની પાછળ થયો.

યોજનાના ભાગરૂપે પ્રતાપે સામાન્ય રીતે રાતે બંધ રહેતી બોગીનું એક તરફનું બારણું પહેલેથી ખોલી રાખ્યું હતું. ટ્રેઈનની ઝડપને લીધે બારણાંમાંથી વાવાઝોડા માફક પવન ફૂંકાઈ રહ્યો હતો. બોગીમાં અન્ય મુસાફરો મધ્યરાત્રીની મીઠી ઊંંઘ માણી રહેલા ત્યારે પ્રતાપે અચાનક નજીક જી અનન્યાને ધક્કો મારી બારણાની બહાર ધકેલી. નાજુક બાંધાની અનન્યા ફંગોળાઈને ટ્રેઈનની બહાર ફેંકાઈ. પ્રતાપ ઝડપથી આવીને પોતાના સ્થાને ગોઠવાઈ ગયો અને પછીના સ્ટેશને ઉતરી ગયો. એક અઠવાડિયું તેણે શહેરમાં પાછા નહિ આવવાનું આયોજન પણ હતું જ. કાર્ય સરળતાથી પાર પડી ગયું હતું તેની દેવમને જાણ કરવામાં આવી.

બીજા દિવસની સવારે ટીવીમાં સમાચાર જોવાની દેવમ જેટલી તાલાવેલી શહેરમાં અન્ય કોઈને નહોતી. સમાચારમાં દર્શાવવામાં આવ્યું કે દિલ્હીથી બરોડા આવી રહેલી રાજધાની એક્સપ્રેસમાંથી ચાલુ ટ્રેઈને પડી જવાથી ત્રીસેક વર્ષની એક સ્ત્રીનું મૃત્યુ થયું હતું. ટ્રેઈનમાંથી પટકાયા બાદ અન્ય દિશામાંથી આવતી બીજી ટ્રેઈન તેની પર ફરી વળતા શરીર કપાઈને વિકૃત થઈ ગયું હતું.

સાંજે બે કોન્સ્ટેબલ આવી દેવમને ઘટનાના સમાચાર આપી ગયા. બીજા દિવસે પોસ્ટમોર્ટમની વિધિ બાદ અનન્યાનું મૃત શરીર દેવમને સોંપી દેવામાં આવ્યું. લાશ પર વીંટળાયેલું કાપડ મોઢાંના ભાગ પરથી દૂર થતાં અત્યંત ખરાબ રીતે ચૂંથાયેલો ચહેરો જોઈ દેવમ જરા હેબતાઈ ગયો. અને જરાવાર રહી શરીર અનન્યાનું જ હોવા અંગે એ ભારે સાશંક બન્યો. તેને વિચાર આવ્યો કે પ્રતાપ પણ કંઈ ઓછી માટીનો નહોતો અને પૈસા માટે એ બધું જ કરી છૂટે એમ હતો. કદાચ અનન્યા સાથે મળી અન્ય સ્ત્રીની હત્યા કરી તે રમત રમી ગયો હોય એ શક્યતાને દેવમ અવગણી શક્યો નહિ. આવનાર સમયમાં કદાચ પ્રતાપ પોતાની આ ચાલનો ગેરલાભ લઈ બ્લેક-મેઈલ કે અન્ય પરેશાની ઊંભી કરી શકે તેવો સંશય પણ દેવમના મનમાં ઉદભવી રહ્યો. સમય જતાં શંકાએ ખાતરીનું સ્વરૂપ લેવા માંડયું પરંતુ દેવમને ચકાસણીનો કોઈ ખાસ માર્ગ નજર આવ્યો નહિ.

અચાનક દેવમને યાદ આવ્યું કે અનન્યાના ડાબા પગની પાની પર એક કાળો તલ હતો. એ પણ યાદ આવ્યું કે લગ્ન પહેલાં અને પછીના થોડા સમય સુધીના તેમના પ્રેમાલાપમાં એ તલ વિશેષ ભાગ ભજવતો. દેવમ ઘણીવાર એ તલને તેના પ્રેમનું કેન્દ્રબિંદુ કહેતો ને અનન્યા લજ્જા સહ હસી પડતી. ખાસ આકર્ષણના ભાગરૂપે પાનીના તલ પર બનાવેલી કેટલીક કવિતાઓ દેવમને યાદ આવી ગઈ. તેની ઘાતકી આંખોમાં જરા જરા ભેજ છવાયો.

ઘરમાં કોઈ નહોતું. લાશ પાસે ઊંભડક બેઠેલા દેવમે ધ્રૂજતા હાથે બાજુમાં પડેલી લાકડી લઈ લાશના પગ પાસેથી કપડું હટાવ્યું. વિકૃત થઈ ગયેલા આખાય શરીર સાથે ડાબા પગની પાની પરનો કાળો તલ હેમખેમ દેખાઈ આવ્યો. લાશ અનન્યાની જ હતી તેની ખાતરી થઈ. દેવમનો ચહેરો પરસેવાથી નીતરી રહ્યો. દુષ્કૃત્ય અચાનક તેને આભડી ગયું હોય એમ એ બેસી પડયો. સહસા એને અનંત નિરાશા ઘેરી વળી. દામ્પત્યના એક અરસાનો તમામ મીઠો સમય તેની આંખ આગળ આવી ઝળહળી રહ્યો. બે હથેળી વચ્ચે મોઢું મૂકી ક્રુર દેવમ નાના બાળકની જેમ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડયો.

જરાવાર પછી થોડું સ્વસ્થ થતાં દેવમે નિર્ણયાત્મક બની ટેલીફોન ઉપાડયો અને પોતાના આ જઘન્ય કૃત્યની જાણ કરવા પોલીસને ફોન લગાડયો ત્યારે પવનની લહેરખી આવી લાશ પરનું સફેદ કપડું ડાબા પગની પાની પર ઓઢાડી રહી હતી.

મસ્ત રીડ

ભૂમિકા દેસાઈ શાહ

હ્વરેદ્બૈાટ્ઠજરટ્ઠર૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

લજ્જા, શર્મ... માણસ હોવાની?

“તમે મારી બહેન માયાને ક્યાય જોઈ છે?”- એક અજાણયો રઘવાયો થયેલો યુવાન મને પૂછી રહ્યો.

“જી ના. હું કોઈ માયાને નથી ઓળખતી.”-હું મારા ફેવરેટ કેફેના ગાર્ડનમાં નિરાંતની પળો માણી રહી હતી, મારી ફેવરેટ બુક અને મારા બેસ્ટ બડી-ચાના પ્યાલા સાથે.

“જી, આ ફોટો સહેજ જુઓને.. તમે કદાચ અહી ક્યાય એને જોઈ હોય!” - દર્દ, આજીજી, વેદના- જાણે એ યુવાનના વિશ્વાસ અને આશાની સાથે એનો અવાજ પણ તૂટી રહ્યો હતો.

મેં ખુબ ધ્યાનથી એ ફોટો જોયો, ખુબજ જુનો બ્લેક-એન્ડ-વ્હાઈટ ફોટો, જે સમયની સીડીઓ ચઢીને થાકીને પીળો પડી ગયો હતો.

“જી ના, મેં આમને ક્યાય જોયા નથી. અલબત્ત જો આપની પાસે કોઈ બીજો ફોટો હોય તો કદાચ વધુ મદદરૂપ રહેશે... આ ફોટો ખુબ જ જુનો લાગે છે.”- મેં મદદ કરવાની ભાવનાથી સુચન કર્યું.

નિરાશા, થાક, દુખ,આક્રોશ,ગુસ્સો- જાણે બધા જ આવેગોથી કચડાઈ ગયો હોય એમ એ યુવાન મારી પાસેની ચેરમાં ફસડાઈ પડયો.

મેં વેઈટરને ઈશારો કરી એક વધુ ચા મંગાવી. ઘણી વાર મૌન, કોઈની હાજરી, એક ચાનો કપ-થઈ પડે છે ખુબ બધા ઘા ભરવા!

વેઈટર ચાનો કપ મૂકી જાય છે. મારા હાથમાં રહેલો ચાનો કપ ચુસ્કીઓથી મારી વીકલી થકાવટ ઉતારી રહ્યો છે અને સામે પેલા યુવાનની હાથમાં રહેલો ચાનો કપ કદાચ એની ચુપકીદી અને મનોમંથન તોડવા મથી રહ્યો છે. મૌન જે સ્પેસ આપે છે, કદાચ એમાં પ્રશ્નો પૂછવા કરતા વધુ મોકળાશ અને આત્મીયતા મળે છે! હું અને એ યુવાન પોત-પોતાના ચાના કપ અને એકલતા એકબીજા સાથે શેર કરી રહ્યા છે, એક વિચિત્ર ખામોશીમાં.

“આ માયા છે, મારી નાની બહેન. કેટલાય દિવસોથી લાપતા છે. હું અને મારો પરિવાર એને શોધવા શક્ય પ્રયત્નો કરી રહ્યા છીએ. પરંતુ...” - નજર નીચી રાખીનેજ છુટક શબ્દોમાં એ અજાણ્‌યા યુવાને પોતાની કહાની કહેવાની શરૂઆત કરી.

“ઘણી વાર આપણા ખુબ બધા પ્રયત્નો મંઝિલથી માત્ર એકજ પ્રયત્ન દુર હોઈ શકે છે! એટલે એ કરતા રહેવું..” - મારાથી કૈક મોઘમ શબ્દો બોલાઈ ગયા.

“હમમમ... મળશે. જરૂર મળશે. હું એને શોધી ને જ રહીશ.” - અચાનક એક મક્કમતા અને આવેગથી એ યુવાન જાણે પોતાની જાતને જ આશ્વાસન આપી રહ્યો.

“અમે જ્યારે મયમનસિંહમાં રહેતા હતા ને ત્યારે, ત્યારે એકવાર અમારી વિશાળ મિલકતને છીનવી લેવાના બદ-ઈરાદાથી અમારાજ એક વિધર્મી પડોશી અમારી માયાને ઉઠાવી ગયા હતા. હું અને માં ખુબ ગભરાઈ ગયા હતા. બાબાને ખુબ સમ્ઝાવ્યા પણ સુધામય જેમનું નામ, એમને મન તો “બાંગ્લાદેશ” એમની માતૃભુમી. અને માતૃભુમીને છોડીને સ્વર્ગ મળે તો પણ નક્કામુ! માંએ ખુબ સમજાવ્યા બાબાને કે કોલકત્તા ચાલ્યા જઇએ, જેમ બીજા પાડોશીઓ જાય છે એમ... પણ... જોકે ત્યારે તો તેઓ માયાને બીજા દિવસે પાછી મૂકી ગયા હતા... અલબત્ત અમે ખુબ ડરી ગયા હતા, એટલા બધા ડરી ગયા હતા કે પાણીના ભાવે બધી બાપ-દાદાની જમીન-જાયદાદ વેચી-સાટીને મયમનસિહ કાયમ માટે છોડી દીધું! માયા-અમારા સૌનો જીવ છે એનામાં! કોઈ પણ ભોગે જીવવાની લાલસા છે એ છોકરીની નાની બદામી આંખોમાં!” - ખબર નહિ કેમ, મારા કોઈ પ્રશ્નનાં પૂછવા છતાં એ અજાણયો યુવાન એની જિંદગીના ખાનગી અને પીડાદાયક પન્નાઓ મારી સામે વાંચી રહ્યો...

“આ વખતે પણ માયા મળી જ જશે!”- હું બીજું શું કહી શકું?

“નાં, કદાચ નહિ. વર્ષો પહેલા નાની બાળકી એવી માયાને ઉપાડી જઇને “તેઓએ” માત્ર અમારી સંપત્તિ છીનવી લીધી હતી... આ વખતે માયાને ઉપાડી જઇને તેમણે અમારા - ધર્મ નિરપેક્ષતા, દેશપ્રેમ, બહેતર જીવનના અને વિકસિત બાંગ્લાદેશના બધા જ સપનાઓ સુદ્ધાં કચડી નાખ્યા છે! માસુમ માયા તો ધર્મ અને રાજકારણથી કોસો દુર હતી. જીવન જીવવાની અદમ્ય ઈચ્છાવશ એની મુસ્લિમ સહેલીના ભાઈ સાથે પ્રીત બાંધી બેઠી હતી. બિચારી માયા, એને એમ કે બાંગ્લાદેશમાં સુખી સમૃદ્ધ અને સુરક્ષિત જીવન જીવવા મુસ્લિમ જીવનસાથી બહેતર પસંદગી છે. બિચારી માયા, શું જાણે કે જન્મે “હિંદુ” હોવું જ એનો સૌથી મોટો ગુનો હતો, જે વિધર્મી સાથે પ્રેમ કરીને એ કેમેય નાં દુર કરી શકશે? માયાને તેઓ ફરીથી ઉપાડી ગયા.. એના પ્રિયતમના જ ધર્મવાળા! શું એ લોકો એની સાથે બળાત્કાર કરશે? શું તેઓ એને રોજ-બ-રોજ આ પીડામાં શેકશે? કે એને મોતની ભેટ આપી “હિંદુ” હોવા છતાં બાંગ્લાદેશમાં વસવાની હિંમત કરવા માટે માફ કરી દેશે?”- એ યુવાનના શબ્દો ધીમે ધીમે બરછટ અને તીખા થતા ચાલ્યા!

“કોઈ ધર્મ પરપીડન, હિંસા કે વિનાશ નથી શીખવાડતો! પ્રેમ અને સહિષ્ણુતા દરેક ધર્મના મૂળભૂત પાયામાં છે.”- મેં મારા ધાર્મિક વિચારો રજુ કરવા પ્રયાસ કર્યો.

“તમે નહિ સમજી શકો! એક મુસ્લિમ દેશમાં લઘુમતી હિંદુની પરિસ્થિતિ તમે નહિ સમઝી શકો! લક્વાગ્રસ્ત ડોક્ટર પિતાનો જીવ બચાવવા એના રાજનીતિના રવાડે ચડેલા રખડેલ-સ્વપ્નીલ પુત્રના વ્યર્થ વલખા તમને નહિ સમઝાય. પોતાની માંના ઘરેણાં વેચાઈને ઘરમાં આવેલા ધાન્યનો તીણો-ઝેરીલો સ્વાદ તમે ક્યારેય ચાખ્યો નહિ હોય. પોતાની બાળપણની પ્રીતને તમે ધર્મના કારણે બીજે પરણી જતા ક્યાં અનુભવી હશે? આખે આખા હિંદુ ગામો સળગતા તમે જોયા છે? ઠેર-ઠેર મંદિરો રાખ થતા ઉઠેલો એ ઝેરી ધુમાડો ક્યારેય તમારા શ્વાસમાં આવ્યો છે? એકસાથે આખા ગામની માં-દીકરી-વહુને ઉઠાવી જઇને સામુહિક બળાત્કાર કરાયાના બર્બરતા ભર્યા સમાચાર સુધ્ધા તમે સાંભળ્યા છે? મારામાં જ રહેલો એક ધર્મનિરપેક્ષ, સ્વપ્નીલ, તરંગી અને જીવનથી છલોછલ યુવાનને મેં ધર્મભીરૂ, શૂન્ય, નમાલો અને કટ્ટરવાદી બનતા જોયો-અનુભવ્યો છે! ના તમે નહિ જ સમઝી શકો! તમે ક્યારેય નહિ સમઝી શકો કે ધાર્મિક કટ્ટરતા જ્યારે રાજકીય રંગ પકડે ત્યારે કેવી અરાજકતા સર્જે છે.” - એ અજાણ્‌યા યુવાનનો બોલેલો શબ્દે શબ્દ જાણે મને દઝાડી ગયો.

“સમય સાથે બધા ઘાવ ભરાઈ જાય છે. જંગલની આગ પણ સમય સાથે બુઝાઈ જાય છે.” - મેં એ યુવાનની આપવીતી સાંભળીને ભીતરમાં ઉઠેલી પીડાને ઠારવા ઠાલા પ્રયત્નો કર્યા જાણે.

“ના, સમય એ કાળી યાદો, એ સંબંધોની રાખ, એ કારમી ચીસો - કેજ નહિ બદલી શકે! સમય મને મારી માયા પાછી નહિ આપી શકે. સમય એક પ્રેમાળ, સમઝુ અને સુશીલ ગૃહિણી-કિરણમયી, એટલેકે મારીમાંએ આખી જીન્દગી જીવેલા ઝંઝાવાતો ભુંસીને એને એક સામાન્ય, સુખી જીન્દગી નહિ આપી શકે! સમય મારા સિધ્ધાંતવાદી પિતાએ જોયેલું સુખી, સમૃદ્ધ, ધર્મનિરપેક્ષ બાંગ્લાદેશનું સ્વપ્ન શું ક્યારેય નહિ પૂરૂં કરી શકે?”- એ યુવાન જાણે આકાશમાં ઉંચે, પેલે પાર સમયને જ પૂછી રહ્યો!

અને હું ખુબ પ્રયત્નો પછી માત્ર એટલુ જ કહી શકી કે ...”આમીન!”

***

અચાનક મોબાઈલની રીંગ વાગી અને...

અને હું એક અલગ દુનિયામાંથી આ દુનિયામાં પાછી આવી..

અને મારા હાથમાં રહેલી એ બુકને જોઈ રહી જે મને-એક અલગ સમય અને અલગ દેશમાં દોરી ગઈ!

“લજ્જા”- તસલીમા નસરીનની બહુચર્ચિત નોવેલ જેને લગભગ દરેક ઈસ્લામિક દેશોમાં બેન કરવામાં આવી છે, રજુ કરે છે નગ્ન સત્ય, તીક્ષ્ણ સંવેદનાઓ અને કાળો-દાઝેલો ભૂતકાળ!

મને તો આ બુક દ્વારા સંવેદનાઓની નવી પરિભાષા સમઝાઈ, તમે વાંચી કે નહિ?

બોલીસોફી

સિદ્ધાર્થ છાયા

જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

માંઝી - પહાડતોડ પ્રેમ

અમારા ગામમાં શામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગ્યો. ખુબ ગોત્યો, ખુબ ગોત્યો, પણ ન મળ્યો એટલે છેવટે ગામના પાદરે આવેલા ઝાડ પર ચડીને બેઠો કે રખેને ક્યાંક દેખાઈ જાય? એવામાં એક પ્રેમી યુગલ ત્યાં ફરતું ફરતું આવ્યું. યુવતીને જોઈને યુવકે કીધું કે, “પ્રિયે પ્રિયે તારી આંખોમાં મને આખું જગત દેખાય છે.” તે શામજી ઉપરથી બોલ્યો કે, “મારૂં ગધેડું ક્યાંય દેખાય છે?”

ગુજરાતના જાણીતા હાસ્યકાર શ્રી શાહબુદ્દીન રાઠોડનો આ અત્યંત લોકપ્રિય ટુચકો આજે માંઝી ફિલ્મની વાત કરતી વખતે એટલે યાદ આવ્યો કે પ્રેમી અને પ્રેમિકા એકબીજાને પ્રેમ કરતી વખતે કેટલાય વચનો આપી દેતાં હોય છે અને ઘણીવારતો ન સમજી શકાય એવી એટલેકે પેલું ‘આખું જગત દેખાય છે’ એવી વાતો પણ આલોકો કરી દેતા હોય છે. પણ એ પ્રેમની અવસ્થા છે એમાં કશું પણ કહેવાઈ જાય. જેમકે પ્રેમીઓ દ્વારા પેલો બહુ ચવાઈ ગયેલો ડાયલોગ કે, “કહો તો તુમ્હારે લિયે આસમાંસે ચાંદ તારે તોડ લાઉં?” પણ પ્રેમિકા જ્યારે પત્ની બને છે અને એકાદું બાળક થાય છે ત્યારે આ બધી જ ‘હવા’ પ્રેમીઓના દિલો-દિમાગમાંથી છૂ થઈ જાય છે. એવું નથી કે તમામ પ્રેમીઓ આવા જ હોય છે, પણ જેમ આગળ આપણે એક શબ્દપ્રયોગ કર્યો એમ પ્રેમની એક ‘અવસ્થા’ છે. પોતાના પ્રિયપાત્રને પામવા પ્રેમી કે પ્રેમિકા બને અથવા તો બે માંથી એક એ અવસ્થાના દબાણમાં કોઈને કોઈ એવો વાયદો કરી બેસે છે જેને આપણે કહીએ છીએ એમ પ્રેક્ટીકલી નિભાવવો ઘણીવાર આસાન નથી હોતો. પણ જો પ્રેમ પ્રેમી અને પ્રેમિકાના પતિ કે પત્ની થયા પછી પણ જળવાઈ રહે એ તો સમજીએ પણ જો ભગવાન ન કરે કે બે માંથી એક ભરયુવાનીમાં પ્રભુને પ્યારૂં થઈ જાય અને તો પણ એ પ્રેમ એવોને એવો સચવાઈ રહે એ કેવું?

કહેવાય છે કે પ્રેમ કશું પણ કરી દેવા માટે પ્રેમીઓને મજબુર કરી દે છે. દશરથ માંઝીની સત્યકથા આ મજબુરીની ચરમસીમા છે એમ કહી શકાય. બોલીસોફીમાં આપણે ફિલ્મ કેવી હતી એની ચર્ચા ન કરતાં એની વાર્તામાં શું સંદેશ છુપાયેલો છે એના વિષે ચર્ચા કરતાં હોઈએ છીએ એટલે એની એક અલગજ મજા છે. જો ફિલ્મ ટીકાકાર તરીકે માંઝીની વાત કરીએ તો કદાચ એના વખાણ થઈ શકે એમ નથી, પરંતુ દશરથ માંઝી જે ખરેખર ભારતમાં પોતાનું જીવન વિતાવી ચૂક્યો છે એની વાત કરીએ તો અફાટ પ્રેમની એક અનોખી કહાણી સામેઆવીને ઉભી રહી જાય છે. પ્રથમ નજરે થયેલા પ્રેમને પામવા માટે દશરથ માંઝી પોતાની પ્રેમિકાને લગ્ન મંડપમાંથી ભગાડી જનાર પહેલો અને આખરી પુરૂષ તો નહોતો. પરંતુ લગ્ન પછી પણ પ્રેમિકાને એટલા જ પાગલપનથી પ્રેમ કરનાર બહુ ઓછા પ્રેમીઓમાં તે જરૂર શામેલ હતો. પોતાના ગામની સીમાએ આવેલા એક પહાડને લીધે કટોકટીના સમયમાં પોતાની પત્ની ગુમાવી ચુકેલા દશરથ માંઝીએ જે કર્યું એ કદાચ કોઈપણ પ્રેમીએ આજસુધી નહીં કર્યું હોય.

બીજી વખતની પ્રેગ્નન્ટ એવી પોતાની પત્ની ફગુનીયાનું મૃત્યુ પેલા પહાડના હોવાને લીધે થયું હોવાનું માનસિકરીતે પુરવાર થઈ જતાંજ દશરથ માંઝી તેનો બદલો લેવાનું નક્કી કરે છે. ગામ અને દુનિયાની પરવાહ ન કર્યા વગરજ માંઝી રોજ સવારથી સાંજ પહાડ તોડવાનું હર્ક્યુલીયન કાર્ય હાથ ધરે છે. પોતાની ફગુનીયાને પોતાના હાથમાંથી ઝુંટવી લેનાર આ પહાડનું અભિમાન તો તેના બે હિસ્સા કરીને જ લેવાશે એવી દશરથની માન્યતા સાથે કોઈપણ સહમત નહોતું, પણ દશરથને એની ક્યાં ફિકર હતી? પ્રેમિકાના મૃત્યુ બાદ પણ પોતાના પ્રેમમાં તસુભાર પણ ફેર ન આવવા દેતા દશરથ માંઝીએ પોતાનું આખું જીવન આ પહાડ તોડવામાં વિતાવી દીધું. એકલે હાથે આ પહાડ તોડવામાં લગભગ ૨૨-૨૩ વર્ષે દશરથ માંઝી સફળ પણ થયા અને ત્યારબાદ અમુક વર્ષે એ જગ્યાએ પાકી સડક પણ બની અને ગામવાસીઓને એવી સુવિધા થઈ ગઈ કે હવે બીજી કોઈ ફગુનીયા સારવાર વગરતો કારણે મૃત્યુને નહીં જ ભેટે.

ચાંદ તારા તોડી લાવવાની વાતો કરનારા ખોટા નથી, પરંતુ પહાડ તોડીને પ્રેમ કરનારા બહુ ઓછા છે. આવા પ્રેમીઓ માટે તેમની ફગુનીયાઓ જીવતેજીવત તો ખરીજ પરંતુ મૃત્યુ બાદ સ્વર્ગમાં પણ અભિમાન કરતી થાકતી નહીં હોય. એવું પણ નથી કે પ્રેમની સાબિતીઓ આપવા દરેક પ્રેમી-પ્રેમિકાએ માંઝીની જેમજ પહાડ તોડવા કે પછી એના જેવું કોઈ મુશ્કેલ કાર્ય જ કરવું જોઈએ, પરંતુ એટલીસ્ટ તમે જેને પ્રેમ કરો છો એને સતત કોઈપણ કપરા કે સારા સંજોગોમાં પણ પ્રેમની ગરમી આપતા રહીએ એટલું તો થઈ જ શકે ને? ઉપરાંત પ્રેમી-પ્રેમિકાના લગ્ન પહેલા કે પછી ઘણીવાર અચાનકજ સામે આવી જતા પર્સનલ ઈગો ના માનસિક પહાડને રોજ થોડો થોડો તોડતા રહીને તો તમે તમારી પ્રેમી કે પ્રેમિકાની ફરજ તો નિભાવી જ શકો છો ને?

૧૦.૦૯.૨૦૧૫, ગુરૂવાર (પર્યુષણ પ્રારંભ)

અમદાવાદ

લઘરી વાતો

વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ઈન્ટરનેટ પુરાણ

પુરાણો માં ક્યાય ઈન્ટરનેટ શબ્દ નો ઉલ્લેખ જ નથી. માનવ સંસ્કૃતિનો ઉદય થયો, પણ જો આદમ અને ઈવ એકબીજા જોડે વાત કરી અને સફરજન ખાઈને ટાઈમપાસ કરતા એમને કોઈક એ જો ઈન્ટરનેટ નાં રવાડે ચડાઈ દીધા હોત તો કદાચ માનવ સંસ્કુતિ જ નાં હોત બન્ને પોત પોતાના રૂમમાં પડયા પડયા લેપટોપ કે મોબાઈલ થી નેટ સર્ફિગ કરતા હોત અને માનવ સંસ્કૃતિ ત્યાંજ નાશ પામી જાત. પણ આપણે ઈન્ટરનેટ યુગમાં જન્મ લીધો છે અને હવેતો ઘરમાં શોધી શકાય એવી વસ્તુ પણ આપણે ગુગલ પર સર્ચ કરવા ટેવાઈ ગયા છીએ .

પણ ઈંટરનેટ જ્યારે બંધ થાય ત્યારે તકલીફો ની ખબર પડે છે. છેલ્લા દસ દિવસથી ગુજરાતમાં મોબાઈલ ઈંટરનેટ બંધ છે હતું ત્યારે કેટલાય લોકો ને ખબર પડી કે મોબાઈલ ફોન નો ઉપયોગ વોટ્‌સએપ અને ફેસબુક વગર પણ થઈ શકે છે, કેટલાય લોકોને આજે ખબર પડી કે તેમના ફોન ની બેટરી ખરેખર કેટલી લાંબી ચાલે છે, કેટલા લોકો ને તો ખબર જ નહતી કે મોબાઈલ ઈંટરનેટ વગર ચાલી પણ શકે , કેટલાક લોકો નાં હાથ નાં અંગુંઠા ફક્ત ફોન માટે જ નહિ એનાથી પેન પણ પકડી શકાય, ચિત્રકામ પણ કરી શકાય, શુન ચોકડી રમી શકાય , છાપાની પઝલ ભરી શકાય વગેરે આત્મજ્જ્ઞાન થયા. તો કેટલાય લોકો ને ટુડુક ટુડુક નોટિફિકેશન નાં આવાજ નાં માનસિક ભાસ થયા અને ખ્યાલ આવ્યો કે ખરેખર નોટિકિકેશન ચેક કર્યા વગર પણ આખીરાત ઉઘી પણ શકાય છે. ઘણા લોકો ને એવું જ્જ્ઞાન થયું કે એમની સોસાયટીમાં એમના સીવાય આજુબાજુ માં પણ અન્ય લોકો રહે છે. ઘણા લોકો ને બપોરે જમ્યા પછી ઉઘી શકવાની ટેવ નો વર્ષો બાદ એહસાસ થયો .

પરંતુ જે લોકો ઈન્ટરનેટ થી ટેવાઈ ગયા હતા અને એના વગર એક મિનીટ પણ રહી શકે એવા નહતા તેમને કરોડોનું નુકસાન થયું હોય એવું એમના ચહેરાઓ પરથી લાગતું હતું. ઉબેર અને ઓલા કેબ વગેરે એકાઉન્ટમાં પ્રોમોકોડ નાખી ઉભા કરેલા રૂપિયા લોકો નાં ડૂબી ગયા જે ઈનકમટેક્સ માં પણ બાદ નહિ મળે જાણી ઘણા લોકો નારાજ છે. ઘણા લોકો ને આમે ટ્રેન ની ટિકિટ બુક નહતી કરવી અને નેટ બંધ છે એનો ફાયદો થયો. ઈંટરનેટ રીચાર્જ વગર એક કલાક પણ નાં ચાલતું હોય એવા લોકો એ નકોડા ઈંટરનેટ ઉપવાસ કરીને દિવસો કાડ્‌યા અને રૂપિયા બચાવ્યા.

ઘણા લોકો ને તો સમય જ પસાર થતો નહતો એમના ઘરે ટીવી છે અને એ પણ જોઈ શકાય છે એવું જ્જ્ઞાન થયું અને ટીવી જોઈ સમય પસાર કર્યો ઘણા લોકો એ વોટ્‌સએપ ફોલ્ડર માંથી ઈમેજ ડીલીટ કરીને સમય પસાર કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે કેટલો નકામો કચરો મોબાઈલ માં ભરી રાખ્યો હતો. ઘણા પતિ - પત્ની એ લગ્ન પછી પહેલીવાર આટલાબધા કલાક સુધી રૂબરૂ માં સુખ દુઃખ ની વાતો કરી , ઓનલાઈન શોપીગ ની જગ્યાએ પોતાના નાના બાળકને ટ્રોલી માં બેસાડી શોપીગ મોલમાં શોપીગ કર્યું અને મુવી જોયું અને આ બધું કર્યું અને તો પણ ફેસબુક માં ચેક-ઈન નાં કરી શકાયું એનો ઘણા લોકો ને વસવસો પણ થયો હતો .

ઈંટરનેટ ચાલુ થાય એટલા માટે ઘણા લોકો એ જુદી જુદી પ્રકારની બાધાઓ રાખી. જેમાં ફેસબુક ચાલુ થયા પછી દસ જણાને કેન્ડીક્રશ રીક્વેસ્ટ મોકલવાની બાધા, કોઈપણ વ્યક્તિની પોસ્ટ વાંચ્યા સિવાય નેટ ચાલુ થાય તો ફેસબુક પોસ્ટ વાંચ્યા વગર પેહલી પચાસ પોસ્ટ ને લાઈક કરવાની બાધા , ઘણા એ એક વર્ષ સુધી ડિસ્પ્લે પિક્ચર ચેન્જ નાં કરવાની બાધા , કેટલાકે અગ્િાયાર નાળિયેર નો ફોટો અપલોડ કરવાની બાધા લીધી તો કેટલાકે પોક ને પોક બેક કરી પોખી લેવાની બાધા રાખી. ઘણા એ તો નેટ ચાલુ થશે પછી ટોરેન્ટ પરથી મહિને ૫૦ જી.બી થી ઓછા મુવી ડાઉનલોડ કરવાની બાધા રાખી ત્યારે જીને ઈંટરનેટ ચાલુ થયું .

બસ પછી દરેક માનવ એ ઈંટરનેટ ચાલુ થયા નાં નિર્ણય નું હાર્દિક સ્વાગત કર્યું અને એક નો એક સ્વાગત શબ્દ આગળ લખેલો શબ્દ કાડો જોક પચાસ થી સો જણાને વોટ્‌સએપ પર ફોરવર્ડ કર્યો આ પુરાણ વાંચવાથી અને આ પુરાણ ની લીક દરેક ગુપ માં શેર કરવાથી શની ની પનોતી પણ ઉતરી શકે છે અને ભાગ્ય બદલાઈ શકે છે તો આ ઈંટરનેટ પુરાણ વાચો અને વંચાવો .