Shuttaliya Ishq Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Shuttaliya Ishq

કંદર્પ પટેલ

Patel.kandarp555@gmail.com

www.kparticleworld.wordpress.com

+919687515557

“શટલિયા ઇશ્ક”

અનુક્રમણિકા

૧)ગર્વિષ્ઠ ઈશ્ક

૨) સ્કુલિયો ઇશ્ક

૩) બી.આર.ટી ઈશ્ક

૪) અગાશિયો ઈશ્ક

૫)શટલિયો ઈશ્ક

ગર્વિષ્ઠ ઈશ્ક

ગઈ કાલે રવિવારે, દક્ષિણ ગુજરાતના જંગલની સફરે નીકળી પડ્યો. એકદમ ઘેઘુર અને લીલોતરીમાંથી નીકળતા રોડ પર એકલા ડ્રાઈવ કરવાની મજા જ કંઇક અલગ છે. પણ મારે વાત તો કરવાની છે એ લાઈવ સ્ત્રીશક્તિ દુર્ગાની.

બપોર પછી ગાડીને સાઈડ પર મુકીને અંદરના ગામડાની મુલાકાતે ચાલતો-ચાલતો પહોચ્યો. ૨-૩ કિલોમીટર જેટલું ચાલી ગયો હોઈશ. એ સોનગઢ તાલુકાનું ગામ હતું. એકદમ હૃદયને નવપલ્લવિત કરે તેવી લીલોતરી અને હરિયાળીથી છવાયેલું ગામ. બસ, હું માણતો અને માનતો જતો હતો આ કુદરતને. અચાનક વાદળો ઘેરાયા અને વરસાદ ત્રાટકી પડ્યો. હવે, ગાડી તો દુર હતી...! જવું ક્યાં? પણ, ત્યાં જ એક સરસ મજાનું નળિયાવાળું ઘર દેખાયું. હું તે તરફ ગયો. વિચાર્યું કે, જરા ઉભો રહી જઈશ સાઈડ પર. પરંતુ હું એ ઘરના સુશોભનથી અભિભૂત થયો. વરસાદ પડે ત્યારે માટીની ખરેખર સુગંધ કેવી હોય? કોને કહેવાય? આનો જવાબ મળ્યો. ઘરની આગળ ફળિયામાં પાપડી, વાલોળ, દુધી, તુરીયા .. વગેરેના વેલાઓ હતા. દસ-પંદર પ્રકારના ફૂલો હતા. ગારનું લીંપણ કરેલું ઘર હતું. તેમાં અલગ-અલગ પ્રકારની હાથ વડે કરેલી સરસ મજાની ભાત હતી. એક કાકા બળદ લઈને પોતાના ઘરની આસપાસ શાકભાજી ઉગાડવા માટે તરુ છોપી રહ્યા હતા. એક કાકી ચોખાની ફોતરી કાઢી રહ્યા હતા. એમની દીકરી સિલાઈકામ કરી રહી હતી. હું જરા એ ઘર તરફ ગયો.

મને એ તરફ આવતો જોઇને એ કાકા બોલ્યા, ‘અરે દુર્ગા...! મહેમાન આવ્યા છે. જરા પાણી લઇ આવ અને રૂમાલ લઇ આવ. વરસાદના ભીંજાયા છે.’ ટોટલી અનએક્સ્પેકટેડ...!

એક કળશમાં એ દુર્ગા પાણી લઇ આવી. એમના મમ્મી ચોખાની ઢગલીને થોડી બાજુમાં મુકીને મારી પાસે આવ્યા અને નમસ્તે કર્યું. હું બધું મૌન ભાવથી જોઈ રહ્યો હતો અને અનુભવી રહ્યો હતો. દુર્ગાનું દેહસૌષ્ઠવ એ મેટ્રો સીટીની છીછરી છોકરીઓ પર ઊંડો પ્રહાર કરે તેવું હતું.

એ નળિયાના ધારે ટપકતી પાણીની બુંદના કર્ણપ્રિય અવાજો આવતા હતા અને વરસાદને લીધે લીલાછમ પરનો પરની કુંપળો અલગ આકારમાં જ નૃત્ય કરતી હતી. એ સંગીત સાથે વાર્તાલાપ શરુ થયો.
એ કાકા એ કહ્યું, ‘તમારું નામ શું? ક્યાંથી આવો છો? અહી એમ જ આવ્યા હતા કે?’
‘કંદર્પ. હું સુરતથી આવું છું અને અહી અનાયાસે કદાચ તમને મળવા જ આવ્યો હોઈશ.’ અને અમે બંને હસી પડ્યા.
એ કાકાએ કહ્યું, ‘હું વેલજીભાઈ. મારી પત્ની, ગિરા બહેન. આ છે મારી દીકરી..! દુર્ગા. તે અત્યારે એમ.ફિલ કરે છે. સાથે-સાથે વ્યારામાં સિલાઈકામ કરવા પણ જાય છે.’
મેં કહ્યું, ‘સરસ. તમે મને ઓળખતા નથી છતાં અત્યારે આપણે વર્ષોથી ઓળખતા હોઈએ તેવી વાતો કરીએ છીએ. મને જરા આશ્ચર્ય લાગે છે...!’

એ નળિયાના ઘર અને ગારની લીંપણમાં એવી મજબૂતાઈ હતી કે એ પવન સાથેના વરસાદમાં પણ સજ્જડતાથી તેનો સામનો કરી રહ્યા હતા. એની સામે, રામકો સિમેન્ટના પતરાઓને જમીનદોસ્ત થતા વાર નથી લાગતી. એ નળિયામાંથી એક પણ પાણીનું ટીપું ટપકતું નહોતું. જયારે, કોન્ક્રીટના જંગલોમાં લાખોના બાંધકામ પછીયે બહેનોને ઘરે ૨-૩ તપેલા પાણીના ટીપાઓ એકઠા કરવા મુકવા પડતા હોય છે.

વાત નીકળી દુર્ગાની. એ છોકરી આંખમાં આંખ પરોવીને શબ્દોને તોળીને બોલતી હતી. સ્પષ્ટ અને સચોટ જવાબો. દિવસે એમ.ફિલ કરે અને રાત્રિ સુધી સિલાઈકામ કરે. ઉપરાંત, તેના પપ્પાને ખેતીમાં પણ મદદ કરે. રસોઈ કરે એ પણ અફલાતૂન. ગામડામાં વહેલી રસોઈ બની જતી હોય છે. તેણે પાલખ-બટાટાની સબ્જી બનાવેલી હતી. કોમ્બિનેશન કંઇક અલગ હતું. એ સબ્જી જો સુરતની અવધ રેસ્ટોરન્ટના મેનુમાં આવે ને તો દિવસે ના ખવાય એટલી રાત્રે આ સબ્જી ખવાય, એટલી સ્વાદિષ્ટ.

મેં આજ સુધી કોઈ મેટ્રો સીટીમાં આટલી સુંદર દેખાતી છોકરી નથી જોઈ.
મેં એક પ્રશ્ન પૂછ્યો, ‘વરસાદ...આ વર્ષે બહુ સારો છે. છતાં, ચોખાને વધુ પાણી જોઈએ. તેટલો પડશે ખરો?’

હજુ પપ્પા જવાબ આપે એ પહેલા જ દુર્ગા બોલી, ‘ભગવાન પર સૌથી વધુ વિશ્વાસ એક ખેડૂતને હોય છે. જયારે પહેલું તરુ જમીનમાં છોપાય ત્યારે ખેડૂતના ચહેરા પરનો એ આનંદ કોઈ વર્ણવી ન શકે. એ મેં મારા પપ્પાના ચહેરા પર દર વર્ષે જોયો છે. એ પ્રેમમાં ક્યારેય વધ-ઘટ મેં નથી જોઈ. તેથી જ કદાચ અમે ભગવાનની સૌથી વધુ નજીક છીએ. ભલે કૂવામાં પાણી હોય કે ન હોય..! એટલે જ કદાચ સીટીના લોકોની કેમ બનાવટ અમને નથી આવડતી. એમની જેવા ઘરમાં રહેવું અમને પસંદ નથી. પ્રકુતિના ખોળામાં રમવું અમને ગમે છે.’ અફલાતુન જવાબ. સતત ઘણા સમય સુધી સાંભળ્યા કર્યું. દરેક પ્રશ્નોના જવાબ મને કુદરતે આજે આપી દીધા હતા.

બસ, સ્ત્રી તરફ જોવાની એક માનની નજરમાં વધારો થયો. જેના શરીર પર પહેલી નજર પડી હતી એ નજર આપમેળે ગર્વથી ઉંચી ઉઠીને તેની બુદ્ધિ અને મન પર સ્થિર થઇ.


સ્કુલિયો ઇશ્ક

બે દુકાનની વચ્ચેની જગ્યામાં અંધારામાં થોડા ઝાંખા પ્રકાશની નીચે એક એકટીવા સવારે ઉભી હતી. બીજી એકટીવા થોડીવારમાં આવી પહોચી સામે છેડેથી. તેના પર એક ૧૬-૧૭ વર્ષની બ્રાન્ડેડ સેન્સેશનલ દિવા, વિથ હર સ્ટ્રેઈટ હેઅર & ઇન અ સ્કર્ટ ઓફ સ્કુલ ડ્રેસ. હાથમાં બાર્બી ડોલના કિચનવાળી ચાવી લઈને ઉતરી અને સામે છેડે એ જ ઉંમરનો સ્કૂલનો સાથીદાર હોય એવું જણાયું, ડ્રેસ પરથી.

મ્યુનિસીપાલીટીની લાઈટ શરુ હતી. બંને આવીને તરત વાતો કરવા લાગ્યા. ખબર નહિ શું વાત હશે? પણ બહુ શરમાઈને વાત કરતા હતા એ ચોક્કસ દેખાતું હતું. એમાય વેલેન્ટાઈનના ધખારા ને તિખારા થતા હોય અત્યારે તો. કદાચ પેલો યુદ્ધ લડી રહેલો વીર પૂછતો હશે મોડા આવાનું કારણ. અને, જયારે પ્રેમથી પેલી એ કહ્યું હશે કે, “મમ્મી એ કહ્યું કે આટલી વહેલી સવારે ક્લાસ સાફ કરવા થોડા બોલાવે? એટલે થોડી વાર લાગી.” બાકી તો એ રાત્રે છેલ્લે વાત કરતી વખતે પ્લાન નક્કી કરતી વખતે જે ટાઈમ નક્કી થયેલો હશે એ પ્રમાણે જાગી જ ગઈ હશે. બંને એકબીજાનો હાથ પકડીને વાતો કરતા હતા. પેલીની કાતિલ સ્માઈલ પર લટ્ટુ થયેલો સૈનિકની ચારેબાજુ લાગણીઓના ફુવારા શરુ હતા.

પણ, મને અંદાજ હતો કે ખાલી વાત કરતા તો ન જ મળ્યા હોય. પણ ખબર નહી, ૩-૪ મિનીટ થઇ ગઈ છતાં કેમ વાત શરુ હશે? કે એ કશી રાહ જોતા હશે? એન્ડ ધ મોમેન્ટ કમ્સ. સ્ટ્રીટ લાઈટ બંધ થઇ. અને તરત જ, હજુ એકદમ બંધ થાય તે પહેલા પેલાનું બોલવાનું રોકીને એક તસતસાટ ‘કિસ’ કરી મૂકી. વાઉ, વ્હોટ અ મોમેન્ટ..! થ્રીલીંગ..એનો એક હાથ કમર પર અને બીજો હાથ ગરદન પર. અને, તરત જ શરમાઈને એ જ મીનીટે દોડીને એકટીવા સ્ટાર્ટ કરી, અને હેડ લાઈટનો પ્રકાશ થોડી વાર પેલાના ચહેરા પર શરુ રાખીને સીધી સ્કુલ તરફ.

ખરેખર તો ચુંબન એટલ સિંગલ હોઠની જોડીને ખુલ્લી રાખીને બોલવું એના કરતા બીજા હોઠની જોડી સાથે શૂન્યાવકાશ બનાવીને બંનેને જોડી દઈને તેની ઈરોટિક ફીલિંગને સ્ટફ કરવી એ જ છે ને..!

આ જે ‘ઈ-લીગલ’ માં જે મજા છે એ ‘લીગલ’ માં જરાય નથી. કદાચ, શહીદી વહોરનાર શહીદોને સવારમાં આવા રોમેન્ટિક ઇલેક્ટ્રિક સ્ટાર્ટ નહિ મળતા હોય. મને ગમ્યું તો એ, કે છોકરીએ પહેલ કરી. શાહજહાંને તાજમહેલ બનાવતી વખતે જેટલો આનંદ નહી હોય એટલો આ ‘ઈ-લીગલ’ ધડકનોએ ‘લીગલ’ ફેન્ટસીને જન્મ આપ્યો.

બી.આર.ટી ઈશ્ક

હું સવારના ૮:૩૦ એ બાપુનગર એપ્રોચથી ઇસ્કોન જવા નીકળ્યો. એક જુ(ના/ની) ફ્રેન્ડ ને મળવા. હવે થયું એવું કે ફૂલ એસી બસ અને સવારમાં ભીડ બહુ ઓછી. તડકો તો જાણે સુરતવાસીઓને આવતા જોઈ ગયો હશે એટલે ક્યાંક ગુમ જ થઇ ગયો એટલે ૨ દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યું. હવે હું સેમસંગના ડબલા મોબાઈલમાં ઘોંકા-જાળી કરીને મેથી મારતો હતો. ત્યાં ચંદ્રનગર આવ્યું અને બસમાં એક યંગ આતંકવાદી મહિલા ચડી. સ્ટ્રેઈટ લોંગ હેઈર, ક્લિનિક ઓલ ક્લિઅરની સુગંધ આવતી હતી. રાજસ્થાની ટાઇપની મોજડી, નોકિયા-ઈ2 સ્લાઈડરવાળો ફોન, અમેરિકન ટુરીસ્ટરનું બેગ અને ટપરવેરની ૭૫૦ મિલીની પાણીની બોટલ. મારી સામેની સીટ પર આવીને બેઠા. હું પગ પર પગ ચડાવીને આરામથી લહેકા લેતો બેઠો હતો અને પેલી આતંકવાદીએ પણ પગ પર પગ ચડાવ્યા. મોઢું આંખુ ચુંદડીથી બાંધેલું અને માથા પર પણ ચુંદડી. બરાબર એકબીજાની સામે-સામે પગ ગોઠવાયા. એકદમ પરફેક્ટ સેક્સી લેગ્ઝ, વ્હાઈટ-ડક હેન્ડઝ એન્ડ બ્યુટીફૂલ બ્લુ ટોપ.

સીન તો હવે જામ્યો. બસમાં વધીને ૫-૬ લોકો હતા. ‘નેક્સ્ટ જનમાર્ગ સ્ટેશન’ની ઘોષણા થઇ. જેમ-જેમ નજીક પહોચતા ગયા અને બસ ધીમી પડતી ગઈ ત્યાં સુધીમાં તો અમારા બંનેના પગ અથડાયા. વોટ અ સોફ્ટ જેન્ટલ ટચ. ઉફ્ફ..! પછી બન્યું એવું કે, પગ અડ્યા પછી પણ ‘પાછી-પાની’ કરે એ ‘બીજા’ કારણ કે આજે તો દિલને ‘ઈજા’ પહોચતી હોય એવું લાગતું હતું. ધીરેથી એ આતંકવાદીએ પોતાના ચહેરા પરથી ચુંદડી કાઢી અને સામે જોઇને છોટા-સા, સ્વીટ-સા... સ્માઈલ દિયા અપૂન કો રે..! આમ તો મને શરમ લાગે પણ પછી આજુ-બાજુ જોયું કે સાલું કોઈ છે નહિ, ઘરનું પણ કોઈ નથી. સ્માઈલ આપવામાં શું ખર્ચ લાગવાનો? પણ, અહહાહાહા...ચહેરો તો સાક્ષાત વિશ્વામિત્રનું ધ્યાન ભંગ કરીને તાજી-તાજી મારું ધ્યાનભંગ કરવા ‘મેનકા’ સ્વર્ગમાંથી આવી હોય એવો નજાકતભર્યો. અપૂન તો લટ્ટુ હુઆ રે...! મન મેં લડ્ડુ ફૂટા. પછી તો જેટલા સ્ટેશન આવે ત્યારે પગને ધીરેથી ટચ કરવાનો અને સ્માઈલના જેન્ટલ ટચનું શેરીંગ કરવાનું. બસ, પછી તો મજા આવી, પણ કહેવાય છે ને કે ‘હોઠની વાત ઇશારાથી સમજાઈ જ જાય.’ એવું લાગ્યું. ખબર નહિ પણ, વાત કરવાની હિંમત જ ના થઇ. બસ, સ્ટેશન આવે એટલે સ્થીતીસ્થાપક સંઘાત એટલો જબ્બર હોય કે રણકો સીધો દિલમાં જ પડે. અને ૨૫ મિનીટની આ સફરમાં શું થયું..?શું બાકી રહ્યું...?આવું કેમ થયું...?કોઈ જ સવાલ નહિ.

પીન ડ્રોપ સાઈલન્સ. ઇસ્કોન આવ્યું અને મારે ઉતરવાનો સમય થયો. એ પણ ઉતરી અને એકસાથે જ સીટ પરથી ઉભા થયા. પરંતુ, ત્યારે પણ બંનેનું માથું ફરીથી અથડાયું. પણ ‘સોરી’ કહેવાને બદલે મારાથી ‘થેંક યુ’ કહેવાઈ ગયું. લો કર લો બાત. દુકાળમાં અધિક માસ જેવું કામ કર્યું. અને આશ્ચર્યમ...! ‘થેંક યુ’ કહેવા છતાં પણ એ હસી. હું ડાબી બાજુ ચાલવા લાગ્યો અને તે જમણી બાજુ. ખબર નહિ પણ એ દિવાસ્વપ્ન બનીને આવી અને ચાલી ગઈ. દુનિયાની ભીડમાં એક અનંગ આનંદની લ્હાણી કરી અને ઉજાણીનો ભાગીદાર મને બનાવ્યો. ‘થેંક યુ’ ટુ હર. કદાચ તેણે પણ મનમાં ‘થેંક યુ, ટુ’ કીધું જ હશે.


અગાશિયો ઈશ્ક

મારો એક દોસ્ત. સ્વભાવે એકદમ શરમાળ અને શાંત. હમણાં-હમણાં એની સગાઇ થઇ, એન્જીનિયરીંગ પત્યું અને તરત જ. મહત્વની વાત એ છે કે, છોકરીના પપ્પાએ માત્ર માણસો અને મારા દોસ્તને જોઇને ‘બાર્ગેનિંગ’ કર્યા વિના ‘અપની પ્રાઈઝ’ પર ‘ડન’ કરી દીધું. એની સગાઈ પાછી અમારી સોસાયટીમાં જ થયેલી છે. હા, છોકરી પણ બહુ શાંત છે.

હવે ભાઈને અમારી સોસાયટીના ધક્કા (પ્રેમભર્યા) વધી ગયા છે. ક્યારેક, મારા ઘરે પણ આવી જાય છે બેસવા માટે.(ભાભી ઓછું ભલે બોલે, પણ ઘરની બહાર તો નીકળે છે.) એટલે આરામ કરવા લાટ સાહેબ બપોરના આવી જાય. ક્યારેક અમારી ગેલેરીમાં જુવાન ઉભો રહીને ઈશારામાં વાતો કરી નાખે. સામેથી એટલો જ શરમાળ રિપ્લે આવે.

આજે પણ એવું જ થયું. ભાભી(હવે ભાભી કહેવા પડે ને યાર..!) શાકભાજી લઈને આવ્યા અને આ બંદો ગેલેરીમાં તેની રાહ જોઇને ઉભો હતો. ખબર નહિ, પણ પ્રેમના સેન્સર એટલે જોરદાર હોય છે કે પોતાના પ્રેમને તરત જ સેન્સ કરી લે અને તેને કોઈ પ્રકારના સેન્સર બોર્ડ અટકાવી શકે નહિ. ધીરેથી ભાભીએ ઉપર જોઇને ઈશારો કર્યો કે, “હું આવી ગઈ છું, હવે ઘરે આવો.” અને ગાલમાં હસીને ચાલ્યા ગયા. ફરી પાછા ઘરના દરવાજે ઉભા રહીને પાછળ ફરીને જોયું, થોડો હોઠ એક બાજુથી અંદરની બાજુ સંકોચી, હાથથી પોતાની લટ એકબાજુ કરીને ફરીથી ઉપર અમારા વરરાજા સામે જોયું અને પ્રેમનો એક મીઠો ઉંહકારો આપીને ચાલતા થયા. હા, રાજા પણ એકીટશે એને જોઇને જ ઉભેલો.

પછી, મને કહે “ચલ ભાઈ, હવે હું જાઉં.” પણ આંખમાં આંખ નાખીને બોલતા શરમાયો. હું પણ હસ્યો. હું તેની વાતને સમજી ગયો. મેં કહ્યું, “આવજે ભૈલા. એન્જોય.” ધીરે ધીરે વાદળ ઘેરાયા અને વરસાદ પડશે એવું લાગ્યું. વાતાવરણ એકદમ ખુશમિજાજ અને ખુશનુમા લાગતું હતું. નાના ઘરોમાં એકલા બેસીને વાતો કરી શકાય એવી જગ્યાઓ નથી હોતી. ઉપરથી, ભાભી તેમના મમ્મી-પપ્પા સાથે ઘણા વર્ષોથી ભાડે રહેતા હતા. એટલે એમના મમ્મી એ સામે ચાલીને કહ્યું હશે કે, “બેટા..! અગાસી પર જતા રહો.”
હું આ વરસાદી વાતાવરણ જોઇને અગાસી પર ચડી ગયો હતો. આજે પુરેપુરો નાહવાનો મૂડ હતો. વરસાદ પડે એટલી જ વાર હતી. એ બંને પણ મારી સામેની લાઈનમાં ૨ મકાન મુકીને અગાસી પર એકબીજાનો હાથ પકડીને આવ્યા. ડ્રેસનો દુપટ્ટો વારે ઘડીએ પવનની લીધે ઉડી જતો હતો. અમારા દોસ્ત સાહેબએ ભાભીનો હાથ પકડીને એની સામે ઉભો રહ્યો. કદાચ, કોઈ નારાજગી હશે એટલે ભાભીએ રાજાની છાતી પર ધીરે-ધીરે પ્રેમભર્યો મુક્કો માર્યો અને ત્યાં માથું રાખીને એકબીજામાં ખોવાઈ ગયા. એ દાદરના ટેકે બંને ઉભા હતા. અચાનક જ વરસાદી વાદળ ગરજ્યા અને વરસાદ તૂટી પડ્યો. એ બંને પણ એકબીજામાં ખોવાયેલા હતા. હું વરસાદમાં પલળતો હતો અને ભીંજાયેલો હતો. એ બંને વરસાદથી પોતાનો બચાવ કરતા હતા. દાદરની ઓથે બંને બેઠા. તે મારા દોસ્તના આશ્લેષમાંમાં સમાઈને બેસી ગયા. દુપટ્ટો બંનેએ પોતાના મોઢા પર ઢાંકી દીધો અને ક્યાંક મસ્તમૌલા બનીને અદકેરી દુનિયાના અલાયદા ખૂણામાં સંતાઈ ગયા. કદાચ એમના એ દીર્ઘ-મૃદુ ચુંબનમાં પણ કોઈ અલગારી ઓલિયાના આશીર્વાદનો આલાપ સંભળાતો હશે.

હું પણ એ પડછાયાની બારીએથી મનમાં એમના યોગક્ષેમની કામના કરીને નીચે ઉતર્યો. ખુશ હતો. એ વાતની પાક્કી ખાતરી થઇ ગઈ કે ‘રીલ લાઈફ’ કરતા ‘રિયલ લાઈફ’ના પ્રેમ વધુ મજબુત અને પાક્કા રંગે રંગાયેલા હોય છે. માત્ર લકઝરીયસ લાઈફ હોય તો જ પ્રેમ શક્ય છે એવું નથી, ભાડાની રૂમમાં પણ પ્રેમનો પગરવ ચોક્કસ થાય.

શટલિયો ઈશ્ક

એક છોકરી. હું પોતે અને એક દાદા. કૃષ્ણનગર બી.આર.ટી સુધી કંપનીની બસ મૂકી જાય. ત્યાંથી રીક્ષામાં એક્સપ્રેસ હાઈવે સુધી આવવાનું. વાત જાણે બની એમ....!!!!!

અમે ત્રણેય રિક્ષામાં સવારી કરી રહ્યા હતા. બાજુમાં એક આતંકવાદી બુરખાધારી મહિલા હાથમાં જાણે હાથમાં વોકી-ટોકી પકડી હોય તેમ ફોનમાં ઘુસેલી હતી. આ મહિલાનું નામ અને પ્રોફાઈલ પિક્ચર મોબાઈલની સ્ક્રીન પર થતા સ્ક્રોલિંગથી જાણી લીધું. કૃષ્ણનગરથી લઈને ઠક્કરબાપા નગર સુધીમાં તેણે પોતાના બે પિક્ચર પિક્સઆર્ટમાં એડિટ કર્યા. તેમાંથી એક પ્રોફાઈલ પિક્ચર મુક્યું. કોઈનો રિવર્ટ મેસેજ ના આવ્યો એટલે ફરી પાછું જાતે જ 'નથી સારું...' એમ કરીને બીજું મુક્યું. એ બુરખાધારી મહિલા નખરા કર્યે જતી હતી અને હું જાસૂસ બનીને તેના મોબાઈલમાં ખાંખા-ખોળા કર્યે જતો હતો. આવી નખરાળી શકુંતલાઓ પર આ કાલિદાસનું દિલ પહેલેથી જ હારી જાય છે.

પ્રચંડ પ્રતિજ્ઞા કરી, "હે ઈશ્વર...! આવતા સ્ટેશન સુધીમાં હજુ એક પેસેન્જર મેઈલ કર. એ પેસેન્જર પાછો પાછળ જ બેસે. ઉપરથી આગલા સ્ટેશને મારી બાજુમાં બેઠેલા દાદા ન ઉતરવા જોઈએ. એ ચાર વ્યક્તિમાં મારી અને એની આંખો ચાર થવી જોઈએ અને અમે ભીંસાઈને ચપોચપ ગોઠવાઈ જવા જોઈએ."

ઉપરવાળો આપણું પહેલેથી જ 'મન' અને 'માન' રાખી જ લે છે. એક પેસેન્જર આવ્યું. અમે ચાર થઇ ગયા અને અમે બંને રીક્ષાના ૩૩% ભાગમાં સમાઈ ગયા. સોનીની ચાલી સુધીમાં તો કોઈ ઉતર્યું જ નહિ. પ્રોફાઈલ પિક પરથી તેના ચહેરાનો અંદાજ આવી જ ગયો હતો. એકદમ સેન્સેશનલ દિવા, હોટ એન્ડ સેક્સી લેગ્ઝ. કોટન બ્લેક ટી-શર્ટ અને સોક્સ. કૉફી કલરની મોજડી અને ટાઈટ ક્રીમ લેગીન્સ. લેફ્ટ હેન્ડ પર સોનાટાની વોચ અને રાઈટ હેન્ડ પર અંગૂઠામાં પહેરેલી એક વીંટી. સ્ટ્રેઈટ હેર વિથ બ્લુ હેરબેન્ડ. વૂડન સ્ટાઈલનું પર્સ. મોબાઈલ કવરની પાછળ એક સ્કૂબી-ડૂ નું કાર્ટૂન. સોનીના ઇઅરફોન્સ. એકદમ ચોખ્ખા-ચણાક દૂધથી ધોયેલા હોય તેવા હાથ. એકદમ ભરાવદાર સાથળ અને ડાર્ક રેડ રંગના ચશ્માંમાંથી દેખાતી તેની ગ્રીન શેડેડ આંખો. 'બ્લુ લેડી'નો સેન્ટ લગાવેલ હતો. એ ખબર પડવાનું રિઝન એ હતું, કે હું 'બ્લુ જીન્સ' લગાવતો. અમે બંને એકબીજાને અડીને એકદમ નજીક બેઠેલા. મારો હાથ તેના ખભા પાછળથી રીક્ષાની કટાઈ ગયેલ લોખંડની એસેસરીઝ પર હતો. શેમ્પેઇનની બોટલ ખોલતી વખતે જે ઉભરો આવે તે આજે આવતો હતો. મેં પેલા હાથને કહ્યું, "અલ્યા, કંટ્રોલ શેટ્ટી...કંટ્રોલ..આપણને બધું થાય. પણ કાબુમાં રેહ મારા ભાઈ..!"

સોનીની ચાલીથી એક્સપ્રેસ હાઈવે સુધી અમે પગ-પગ રમ્યા. હાથ-હાથ રમ્યા. ક્યારેક નાના બમ્પરમાં પણ અમે જાણે બહુ મોટો બમ્પર આવ્યો હોય તેમ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવતા. અંતે, એક્સપ્રેસ હાઈવે આવી ગયો. હું નીચે ઉતર્યો. તેણે પોતાનો બુરખો જરા નીચે કરીને ચહેરો બતાવ્યો અને એકદમ કાતિલ સ્માઈલ આપી. ઈશ્શશ્શ્શ.... 'કિક'ની જેકવેલિન. ડાર્ક રેડ સ્પેક્સ વિથ માર્વેલસ ફેસ. રિયલ બ્યૂટી, અ જેમ. આ શટલિયા ઈશ્કનો નશો જ અલગ છે, બાપુ.