કિતાબ ભાગ-૨ Dharmik bhadkoliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિતાબ ભાગ-૨

(ભાગ-૨)

(જાડી-જાખરા વધારે હતા મે તોડી ને આગળ જવા નો રસ્તો કર્યો સામે ખુલ્લી જગ્યા હતી." જુવો જગ્યા… મમ.. મળી...." ત્યા મને ચક્કર આવ્યા મે પાછળ ફરી ને જોયું ત્યાં બધા બેભાન હતા મને પણ જાખુ દેખાવા લાગ્યુ મારી આંખો બંધ થઈ ગઈ...)

મારી આંખ ખુલી; હુ એક ઓરડા મા બંધ હતો. માટી ની પાક્કી દીવાલ અને ઉપર વાસ નુ છાપરુ. સામે ના ખૂણે સાગર બેભાન પડ્યો હતો. મારા ઘૂંટણ છોલાય ગયા હતા. મે સાગર ને હલબલવ્યો. તે કાન નીચે હાથ રાખતા ઉભો થયો.

  • "હેય કાર્તિક ક્યાં આવી ગયા આપણે અને બીજા બધા ક્યાં છે ?" સાગર ધીમા અવાજે બોલ્યો.
  • "લાગે છે આપણને કોઈકે બેભાન કરી અહિયા લાવ્યા છે." હુ બારણું ખોલવા નાં પ્રયત્ન સાથે બોલ્યો.
  • "હા યાર.. અને આપણો સામાન પણ ગુમ છે" સાગર એ કહ્યુ.
  • "એય..... કોઈ છે.." સાગર એ બૂમ પાડી. અને હુ જોર જોરથી દરવાજો ખખડાવા લાગ્યો.
  • પણ આજુબાજુ મા કોઈ હોય એવું લાગતું નહોતુ. અમે બને છેલ્લે થાકીને બેસી ગયા. અને ખૂબ તરસ પણ લાગી હતી.
  • કરરર.... બારણું ખુલતા ની સાથે અમારી સામે પ્રકાશ આવ્યો મે આંખ આડો હાથ રાખી સામે ઉભેલો માણસ ને જોવાનો પ્રયત્ન કર્યો. સાડા સાત ફૂટ ઉંચો ખડતલ શરીર વાળો આદિમાનવ. પાંદડા વીટેલ; મોટી આંખો અને ગાલ પર કાળા પટ્ટા પડેલા ડરામણો ચહેરો.
  • અમે બન્ને તૉ એને જોતાં જ રહી ગયા.
  • "કૈટ....કરરંન.. કૌવવ" એ આદિમાનવ ફળો અમારી સામે મુકી બોલ્યો.
  • "જોજે કાર્તિક આ બલી ના બકરા ની જેમ ખવરાવી ને આપણને જ ખાશે.."
  • "પેલા ચૂપચાપ ખાય લે પછી કાંઇક વિચારીશું" મે સાગર ને ધીમેથી કીધુ.
  • "કટટ.. કઃનઁરટ. હેનટીન્ન." એ ધમકી આપતો હોય એમ બોલ્યો.
  • અમે ફળો ખાય લીધા. બે કલાક વીતી ગઈ. બે આદિ માનવ આવી અમને બહાર લઈ ગયા બહાર હાર્દિક, આકાશ અને રવિ પણ હતા. આજુબાજુ માં વીસેક જેટલા ઝુપડા હતા. થોડીવાર મા આદિમાનવ નો મુખ્ય આવ્યો. તે ભાલુ અમારી તરફ કરી બોલ્યો "કિઇટર..હિનઁ.." બીજા બે આદિમાનવ આવી અમારાં બધાનાં હાથ બાંધી દીધા.
  • " આજે તો બટાટા ની ચિપ્સ ની જેમ આપણું કટિંગ થાશે " સાગર બોલ્યો
  • " એય આવા સમયે મજાક કરે છે" રવિ એ સાગર સાગર નાં પગ ઉપર પગ મુકી કહ્યુ
  • " એમા મારે છે શુ ??" આમ બને જગડવા લાગ્યા.
  • " હવે બંધ થાવ ને મોત સામે ઊભી છે અને તમે બને...." મે બન્ને ને કહ્યુ.
  • એક આદિમાનવ આવી રવી ને આગળ લઇ ગયો. તેના ગળા પર કટાર રાખી. અમારા બધાં ની આંખો ફાટી રહી ગઈ. અને રવિ તો મોત ને જોઈ ગયો.
  • ત્યાં એક આદિમાનવ આવ્યો હાથ મા થેલી હતી. હેમંત કાકા જોરથી બોલ્યા " ઉસે બચાઓ... મેનસા" પેલા આદિમાનવે હેમંત કાકા સામે જોયુ અને પછી રવિ પાસે જઇ બોલ્યો "નન્તં.. હાસતમ ક્કાંરન્ટ.. કૌ." સામે ઊભેલા આદિમાનવે ભાલુ નીચે મૂક્યુ. પેલો આદિમાનવ અમારી પાસે આવી બોલ્યો "આપ યહાં.."
  • એને હિન્દી આવડતુ હતુ. હેમંત કાકા એ એને કહ્યુ " મેનસા હમે યહાં સે નિકાલો"
  • " પર આપકો જાના કહાં હૈ." મેનસા બોલ્યો
  • "મે તુમકો સબ બતાઊંગ઼ા પહેલે હમે બચાઓ" હેમંત કાકા એ વિનંતિ કરી.
  • "ઠીક હૈ" મેનસા એ કહ્યુ.
  • મેનસા એ આદિમાનવ સાથે વાત કરી અમને અમારો સામાન આપ્યો અને સાથે થોડા ફળો આપ્યા. અને આદિમાનવ નો મુખ્યા બોલ્યો "કૈટ... કરનમ.. ગ્યંઉનમ હમન્ટટ.." મેનસા એ હિન્દી મા ટ્રાંસ્લેટ કરી અમને કહ્યુ " આ ફળો અને તમને મેનસા અમારાં વિસ્તાર ની બહાર મુકી જશે.
  • હેમંતકાકા એ કહ્યુ "ધન્યવાદ.."
  • મેનસા ને હેમંત કાકા એ બધી વાત કરી. મેનસા અમારો સાથ આપવા એ અમારી સાથે રહેશે એવું એને નક્કી કર્યું.
  • " કાકા તમારી મેનસા સાથે મુલાકાત કેમ થઈ?" મે ઉત્સુકતાપૂર્વક પુછ્યું
  • " હા..હ.… હહાહા. બેટા મેનસા આંદામાન મા સામાન લેવા આવતો ત્યારે અમારી મુલાકત થઈ. ચિંતા ન કર મેનસા વફાદાર છે " હેમંત કાકા એ હસતાં હસતા કહ્યુ.
  • વાતો વાતો મા અમે લગભગ નકશા મુજબ ત્રણેક કિલોમીટર નું અંતર કાપી નાખ્યુ.
  • સુર્ય આથમતી વેળાએ હતો." બચ્ચો..રાત ઠહરને કે લિયે યહાં હમ સુરક્ષિત રહેંગે આગે જાનવર હો સકતે હૈ " મેનસા એ કહ્યુ.
  • મે હેમંત કાકા ની સામે જોયું. હેમંત કાકા એ હકારાત્મક માથું ધુણાવ્યું. ટાપુ પર કાંઇક ભિન્ન ભિન્ન વનસ્પતિઓ હતી. અમે બધાએ લાકડાઓ ભેગા કર્યા મેનસા કંઇક અલગ જ કરતો હતો. અમને વચ્ચે રાખી ફરતે લાકડીઓ ઊભી કરી અને એક વનસ્પતિ ની છાલ લઇ ફરતે વીટી દીધી. અમે પાંચેય એક બીજા ની સામે જોતા હતા
  • " આનુ મગજ તૉ ઠેકાણે છે ને " સાગર એ મારા ખભા પર હાથ મૂકતા કહ્યુ.
  • " એ જે કરે તે કંઇક કારણ હશે તારે સુવાનું કામ ને " મે બગાસું ખાતા સાગર ને કહ્યુ.
  • અંધકાર ગાઢ થતો હતો. અમે બધાં તાપણું કરી ફરતે બેસી ને નકશો ખોલ્યો. નકશા પર થી અમારે જંગલ મા U આકાર મા ચાલવા નું હતુ. મેનસા એ અમને સીધો શોર્ટકટ રસ્તો બતાવ્યો. શોર્ટકટ મા બે દિવસ મા પોહચી જવાય એમ હતુ અને એ બધા ને યોગ્ય લાગ્યું. થોડા ફળો ખાય અમે રાતપાળી નક્કી કરી 3 ત્રણ કલાકે એક ને જાગી ધ્યાન રાખવાનું.
  • અડધી રાતે સાગર બરાડી ઉઠ્યો "એ જાગો... બધા જાગો.. અમે બધાં ઉઠી ગયા અમને ચારે બાજુએ નાની આંખો જબકતી હતી.
  • "એએ ય.. જંગલ મા આત્માઓ નો વાસ હોય નક્કી આત્માઓ આવી" હાર્દિક ડર નો માર્યો બોલ્યો અને બેગ માથા પર ઢાંકી બોલવા માંડ્યો "જય હનુમાન જ્ઞાન ગુણ સાગર..." નજીક આવતાં ખબર પડી કે જંગલી વરુઓ એ અમને ઘેરી લીધા અમે બધા ભેગા થઈ ગયા. મેનસા દોડી ને તાપણા મા સળગતું લાકડું લઈ તે ભીની છાલ પર અડાડયૂ. અને અડાડતાં ની સાથે અમારી ફરતે છાલ મા આગ લાગી ગઈ. અને બધાં વરૂઓ આગથી ભાગી ગયા.
  • " મેનસા ને લીધે આપણે બચી ગયા " રવિ એ નિરાંતનો શ્વાસ લેતા કહ્યુ.
  • " સુઈ જા હવે આત્માઓ ભાગી ગઈ " સાગર એ હાર્દિક પરથી બેગ લઈ બોલ્યો.
  • વિવિધ પક્ષીઓ ના વિવિધ અવાજ સાથે સવાર થઈ. સવારે અમે મેનસા ના બતાવ્યા રસ્તે જવાનું હતુ. નકશો હાથ મા લઈ અમે બધાં ચાલતા થયા. સુર્ય મધ્યાહ્ન આવી ગયો અમે બારેક કિલોમીટર ચાલી ગયા હતા હવે ખૂબ તરસ પણ લાગી હતી.
  • "આજે રાતે આપણે કિતાબ સુધી પહોંચી જઇશુ" હેમંત કાકા બોલ્યા.
  • "હા... પણ કાકા અત્યારે ખૂબ તરસ લાગી છે" આકાશ ગળા પર હાથ પર મુકી કહ્યુ.
  • "ઠહૈરો... પાની કા ઇંતજામ હો ગયા" મેનસા એ નાળિયેરી જોઇ બોલ્યો.
  • અમને હાશકારો થયો. મેનસા તો ઝડપ થી બે મિનીટ મા નાળિયેરી પર ચડી ગયો અને નીચે નાળિયેર નાખતો ગયો સાગર એ કેચ કરી અમને આપતો ગયો.
  • નાળિયેર ફેંક્યા પછી પણ મેનસા ઉપર કંઇક ધ્યાનથી જોતો હતો. મેનસા લસરીને નીચે આવ્યો. અને કહ્યુ " વહાં પર હેલિકોપ્ટર ગિરા હુઆ હૈ ચલો વહાં દેખતે હૈ."
  • મોટો ખાડો અને તેમા હેલિકોપ્ટર ઊંધું પડ્યું હતુ.અમે બધાં હેલિકોપ્ટર પાસે ગયા. મે અંદર જોયું ત્યાં એક સેલફોન હતો મે સેલફોન લેવા હાથ લંબાવ્યો. ફોન તૉ હાથ મા આવી ગયો પણ હેલિકોપ્ટર માંથી ધરરર.... અવાજ આવ્યો મે જોયું મોટુ કદાવર ડાઈનોસોર જેવું પ્રાણી મારી આંખો ફાટી ગઇ હુ દોડ્યો "ભાગો બધા.." તે કદાવર પ્રાણી બહાર આવ્યુ અને અમારી પાછળ આવ્યુ અમે બધા દોડી ખાડાની બહાર નીકળતા હતા મારુ ધ્યાન તે પ્રાણી પર હતુ અને પગ પર પથ્થર આવ્યો હુ નીચે પડી ગયો. અને તે પ્રાણી મારા પર સવાર. મારી ઉપર આવી ઉભુ રહ્યુ. મારા ધબકારા સિવાય બીજુ કાંઇ સંભળાતું પણ નહોતું. સાગર એ ચાકુ લઇ તે પ્રાણી તરફ માર્યું. અને સાથે મેનસા એ પણ ભાલું માર્યું.
  • "ધરરર..... જોરથી બરાડી ઉઠ્યુ. અને મને ખાવા માટે મો મારા તરફ કર્યું એનાં મો માંથી મારી છાતી પર લાળ પડતી હતી. ભયંકર પ્રાણી મારી ડોક પકડવા માટે લાંબુ થયું ત્યાં...…
  • (To be Continue...)
  • કિતાબ મળવાની તૈયારી મા કાર્તિક પર આવેલુ આ સંકટ. શુ એ પ્રાણી કાર્તિક ને ખાય જશે.? કોણ બચાવશે ? મને પણ નથી ખબર. હા બચાવવા કોણ આવે એ માટે comment મા તમારુ મંતવ્ય જણાવજો. અને review આપવાનું ના ભૂલતા
  • Thank you