અંકઃ ૪. સપ્ટેમ્બર, ૨૦૧૫.
હેલ્લો સખી રી..
સખીઓનું ઈ-સામાયિક..
“પ્રગતિને પંથે.. સખીરી..”
સંપાદનઃ કુંજલ પ્રદિપ છાયા
લેખકોઃ
જાગૃતિ વકીલ, જાહ્નવી અંતાણી, ગોપાલી બુચ, કુંજલ છાયા, ડા. ગ્રીવા માંકડ, મૌલિકા દેરાસરી, શ્લોકા પંડિત, સૌમ્યા જોષી
COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
૧.આહ્વાનઃ કુંજલ પ્રદિપ છાયા
૨.વિસ્તૃતિઃ જાગૃતિ વકીલ
૩.વાંચે સખીરીઃ જાહ્નવી અંતાણી
૪.હેય! વ્હોટસએપ?ઃ ગોપાલી બૂચ
૫.રૂગ્ણાંલયઃ ડા. ગ્રીવા માંકડ
૬.સૂર, શબ્દને સથવારેઃ સૌમ્યા જોષી
૭.સાતમી ઈન્દ્રીયઃ મૌલિકા દેરાસરી
૮.લા પંડિતઃ શ્લોકા પંડિત
૯.નાની નિનિઃ કુંજલ પ્રદિપ છાયા
આહ્વાન
કુંજલ પ્રદિપ છાયા - ગાંધીધામ.
કદ્બટ્ઠઙ્મીજ.ખ્તર્િેજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
આહ્વાન
ગત ઓગષ્ટ માસ ‘મહિલા સશક્તિકરણ’ પર્વની ઉજવણી સાથે શરૂ થયો. “હેલ્લો સખીરી”નો આ ચોથો માસિક અંક પ્રગતિશીલ સ્ત્રીત્વને અર્પણ કરતાં ગર્વિત અનુભૂતિ થઈ રહી છે. દેશ - દુનિયાનાં દરેક ખૂણાંમાં સ્ત્રી શક્તિની ગાથાનો ગુંજારવ થાય એથી વિશેષ શું? છતાંય સ્ત્રીને સશક્ત સાબિત કરવા અનેક અગ્નિપરિક્ષાઓ હજુ બાકી જ હોય એવું લાગે. વર્ષા પાઠક જેવા સક્ષમ લેખિકાની સ્ત્રીઓને લગતી પ્રશ્નાવલીનાં પુસ્તક “વાત મારી તમારી” વિશે રસપ્રદ ચર્ચા વાંચો જાહ્નવીબેનની કલમે.
મહાદેવનો મહાપવિત્ર મહિનાનું રંગેચંગે ભક્તિભાવપૂર્વક આહ્વાન થયું. સમગ્ર વાતાવરણ શિવ સમર્પ્િાત થઈ ગયું જાણે. જીવ માત્રને શિવ આરાધનામાં એકાકાર થતાં જોવાનો લાહવો અનેરો છે. ક્યાંક શિવ મહિમ્નની સ્તુતિ કરાય છે તો ક્યાંક ભોળા શંકરનાં ભજનો ગવાય છે. “પુરાણ પ્રતિકોનું હાર્દ” ઈ-બુક સાથે પ્રત્યક્ષ પુસ્તિકાનું સ્વરૂપ આપનાર જાગૃતિબેન વકીલને શુભેચ્છા સહ એમનો શિવ મહાત્મય અંગેનો લેખ વાંચો વિસ્તૃતિ.
ગઝલોની રચનાનું ગણિત વિશિષ્ટ હોય છે. સરસ મજાની ગઝલની સંગતિ સાથે ’ને સુંદર મજાનાં લેખિકા સાથેની ગોષ્ઠી વાંચો “હેય! વ્હોટ્સએપ?” ગોપાલી બૂચ સંગે એમની આગવી શૈલીમાં. શ્રાવણ ભાદરવાનાં શુષ્ક મૌસમમાં ત્વચા રૂક્ષ થઈ જાતી હોય છે. સાથેસાથે હંગામી કે કાયમી એલર્જી ઘર કરે છે. એ અંગે ડૉ. ગ્રીવાની તબીબી સલાહો અને સૂચનો વાંચો રૂગ્ણાંલય લેખમાં.
અનામતની માંગનો જુવાળ જોતજોતામાં ગુજરાતમાંથી દેશવ્યાપી વધ્યો છે. અફવાહોનાં વમળમાં સાચી માહિતી અને સમજૂતી એળે ચડે છે. અનામતની જોગવાઈ અને એનાં અમલીકરણ અંગે જાણો લૉ પંડિત ર્શ્લોકા પંડિતની કલમે.
“રાધા ક્યું ગોરી મૈં ક્યું કાલા?” યશોમતી મૈયાને ભગવાન શ્રી કૃષ્ણ કેવું નિખાલસતાથી પૂછી બેસે છે આ ગીતમાં! એજ રીતે વિરહની લાગણી સાથે ગોરા રંગને અભિષાપ લેખીને જો પોતે શ્યામલવર્ણી હોત તો પ્રિયપાત્રને રાત્રીનાં તિમિરમાં લોકલાજઈને લાજે નહિ એ રીતે મળવા જી શકી હોત એવા અહોભાવ વાંચો. સૂર, શબ્દને સથવારે.. સૌમ્યા જોષીનાં અંદાઝમાં.
પ્રગતિનાં અનેક સોપાનો સર કરતી મહિલા જ્યારે એકલપંથે ચાલવાની હાક પાડે ત્યારે? છએ છ ઈન્દ્રીયો સતેજ કરીને નારી શક્તિ સજ્જ થઈ જ જાય. હેં ને? વેબગુર્જરીમાં નારી વિભાગ સંભાળતાં મૌલિકા દેરાસરીની અનુભવી કલમે સાતમી ઈન્દ્રીય વાંચો.
નાજુક ઉમરનાં બાળકોનું માનસ ખુબ જ કૂમળું હોય છે. આવા સમયે જો એમને કોઈ બાબતે જરા સરખી પણ છાપ બેસી જાય તો તે આજીવન પીછો કરે છે. વડિલોએ પોતાનાં બાળકનું મન કળીને એમને અભય વ્યક્તિત્વ આપવું જોઈએ. વાંચો ચૂલબૂલી નાનકડી નિનિ કેમ ડરી ગઈ! વાંચો “નાની નિનિ” વાર્તા શૃંખલા કુંજલ છાયાની આગવી છટામાં.
શ્રી ગણેશની પધરામણીની તૈયરીઓ શ્રાવણમાસનાં મેળા અને વ્રત ઉપવાસનાં જોમ સાથે થઈ રહી છે ત્યારે દેશનો યુવાવર્ગ ગેરમાર્ગે ન દોરાય એવી પ્રાર્થના કરવાનું મન થઈ જાય છે. અરાજકતાને નાથીને સાશ્વત પ્રગતિ સાધવી એ સૌનો જીવનમંત્ર બની રહે એવી મંગળકામનાં કરવી રહી. સર્વત્ર આર્થ્િાક, માનસિક અને સામાજિક સધ્ધરતા વ્યાપે એવી અભ્યર્થના સહ.. “હેલ્લો સખીરી..” વાંચવાનું આહ્વાન કરૂં છું.
કુંજલ પ્રદિપ છાયા. ગાંધીધામ.
કદ્બટ્ઠઙ્મીજ.ખ્તર્િેજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
વિસ્તૃતિઃ
જાગૃતિ વકીલ - ભુજ.
દ્ઘદૃિ૭૮૯૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
વિસ્તૃતિઃ સત્યમ શિવમ સુન્દરમ
ચોમાસામાં વરસાદની સરવાણી સાથે અનેક ધાર્મિક સમાજિક તહેવારોની સર્વની લઈ આવતો શ્રાવણ માસ માનવીને માનવ ધર્મ તરફ વાળે છે. ધર્મ અને વિજ્ઞાન બહુ જ પુરાણકાળથી જોડાયેલા છે. શિવતત્વનો મહિમા સમજાવતો આ માસ સત્યમ, શિવમ, સુંદરમનો વ્યાપક અર્થ સમજાવે છેઃ સત્ય જ શિવ છે અને શિવ જ સુંદર છે. સમગ્ર સૃષ્ટિમાં શિવનો અર્થ કલ્યાણકારી શુભ એવો થાય છે. શિવ અનાદિ અને અનંત,સર્વવ્યાપી છે. સ્કંદ પુરાણમાં શિવના નિરાકાર સ્વરૂપને મહાત્મ્ય આપેલ છે.
વૈજ્ઞાનિકોએ કરેલી આધુનિક શોધ “ગોડ પાર્ટીકલ” છે. ત્યારે મહર્ષિકણાદ કે જે પ્રસિદ્ધ જ્યોતિર્લીંગ સોમનાથ પાટણનાં જ વતની હતા અને તેમણે કણાદસૂત્રોનો જ અભ્યાસ કર્યો હતો. તો શું એ પરથી ન કહી શકાય કે ત્યાના કણકણમાં શિવનો વાસ છે તે જ તેમના માટે પ્રેરણારૂપ બન્યા હશે? સામાન્ય રીતે આપણે વર્ષોથી ગાઈએ છીએ કે ‘અણુઅણુમાં, કણકણમાં તારો વાસ છે.’ જે અદ્રશ્ય સ્વરૂપે કલ્પના કરીએ છીએ, પામીએ છીએ, તે જ શું વૈજ્ઞાનિકોએ દ્રશ્ય રૂપે શોધ્યું હશે?
શ્રાવણ માસ એટલે તહેવારોનો અને ઉત્સવોનો માસ. ભારત એ તહેવારો અને ઉત્સવોની ભૂમિ છે. ભારતના લોકો માટે તહેવારો એમાય ખાસ કરીને શ્રાવણ માસમાં આવતા નાગપંચમી, શીતળા સાતમ, ગોકુલાષ્ટમી, નંદોત્સવ, રક્ષાબંધન વગેરે માત્ર ઉજવણીનો પ્રસંગ માત્ર ન રહેતા અનેક આદર્શો અપનાવી જીવન જીવવાની કળા શીખવતી અગત્યની ભૂમિકા રૂપ બાબત છે. દરેક પ્રસંગોએ કરવાની વિધિ અને પ્રતીકો પાછળ આપણા ૠષિ મુનિઓએ બહુ જ બુદ્ઘિપૂર્વક, સમજઈને આપેલું હાર્દ સમજીએ તો તે દરેક ધાર્મિક સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ ધરાવતા હોવાથી ભારતીય સંસ્કૃતિમાં આ તહેવારો અને ઉત્સવોની ઉજવણી ઘણું શીખવી જાય છે.
શિવજીની આરાધનામાં રૂદ્રાક્ષ વિશેષ ફળદાયી છે. ભુવનેશ્વરી ભાગવત સ્કંધમાં રૂદ્રાક્ષનું મહત્વ દર્શાવતા કહ્યું છે “જેવી રીતે પુરૂષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીમાં ગૌરી શ્રેષ્ઠ છે એમ માળાઓમાં રૂદ્રાક્ષ શ્રેષ્ઠ છે.” એક, બે, ચૌદ મુખવાળા અલગ-અલગ રૂદ્રાક્ષ હોય છે, ધાર્મિક રીતે ૧૪ મુખવાળા રૂદ્રાક્ષ સ્વયં શિવસ્વરૂપ છે. પુરાણો મુજબ ૧૦૮ રૂદ્રાક્ષની માળા ગાળામાં ધારણ કરવાથી હરેક પળ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આયુર્વેદિક રીતે દરેકનું શારીરિક રીતે ફળદાયી વિજ્ઞાન જુદું જુદું અને બહુ મોટું છે પણ અહી ટુકમાં વાત કરીએ તો આયુર્વેદની દ્રષ્ટિએ રૂચિકર, વાયુ, કફ અને શિરશૂળ દુર કરવામાં ઉપયોગી છે.
ઉપરાંત આ માસમાં શિવજઈને જલાભિષેક અને દુગ્ધધારા, બીલીપત્ર અર્પણ વિશેષ કરવામાં આવે છે.. શિવજી સૃષ્ટિના રચનાકર છે, નિર્માણ અને સંહાર એમના હાથમાં છે. તેથી એમને રચેલા આ સમગ્ર જીવજગત પર પ્રેમ અને કરૂણા રાખીએ એ આ માસનો ખાસ સંદેશ છે.
વૈશ્વિક ચેતના ધર્મ અને વિજ્ઞાન બેયને સ્વીકાર્ય રાખે છે તે જ આનું ઉતમ ઉદાહરણ-શંભુ એટલે શુભ. આમ, માત્ર આ માસમાં જ નહિ પણ હંમેશા શુભ ભાવનાઓ દ્વારા સહુનું કલ્યાણ થાય એવી ભાવના કેળવીએ. ભ્રષ્ટાચાર, ત્રાસવાદ, કોમવાદ, પ્રદુષણ વગેરે નકારત્મક બાબતોને દૂર કરી, સારા વિચારોનું આચરણ અને ફેલાવો કરવાથી શુભ ભાવના દ્વારા શિવ તત્વનો ફેલાવો થાય છે. “સત્યમ, શિવમ, સુન્દરમ...”ની ઉક્તિ સમજીએ- સત્ય જ શિવ છે અને શિવ જ સુંદર છે... આ વાત યાદ રાખી શ્રાવણ માસમાં અનેક ધાર્મિક અને સામાજિક તહેવારોની ઉજવણીનો મૂળ સંકલ્પ અધર્મનો નાશ કરી ધર્મ પર વિજય મેળવવા માટે શુભ સંકલ્પો લઈ તેને અમલમાં મૂકી, જિંદગી શુભ શિવમય બનાવીએ.
જાગૃતિ વકીલ. ભુજ.
દ્ઘદૃિ૭૮૯૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
વાંચે સખી રી..
જાહ્નવી અંતાણી - વડોદરા.
દ્ઘટ્ઠરહદૃૈટ્ઠહંટ્ઠહૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
વાંચે સખી રી..
પુસ્તકનું નામઃ‘વાત,આપણાં સહુની.’
લેખિકાઃ વર્ષાપાઠક
પ્રકાશનઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ.
સખીઓ.. ‘વાંચે સખીરી’ઈ-મેગેઝીન હવે બધા વાંચવા લાગ્યા છો, ખરૂં ને?મેગેઝીનને ઓળખી પણ ગયા છો... એટલે આ વખતે વાંચનનો થાળ જરા અલગ રીતે પીરસું છું.અત્યાર સુધી નવલકથાઓનો આસ્વાદ કરાવ્યો... આ વખતે કંઈક અલગ... આશા છે આપ સૌ સખીઓને ભાવશે.
અનુભવસિદ્ધ લેખિકા શ્રીમતિ વર્ષાપાઠકની મુંબઈ સમાચારમાં આવતી કોલમ ‘આપણીવાત’નું પુસ્તક રૂપે’વાત,આપણાં સહુની’ના નામથી પ્રકાશન થયું. આ કોલમના પુસ્તકો અનેક શૃંખલામાં પ્રગટ થયાં છે. આ પુસ્તક વાંચતા જાણે આપણી જ વાત લખી હોય એવી અનુભૂતિ થાય છે. જીવન સાગરમાં ઘણા પ્રશ્નો, મુશ્કેલીઓ. મૂંઝવણ અનુભવતા હોઈએ છીએ. લેખિકાએ જાણે આપણને ઉદભવતાં પ્રશ્નોને જ વાચા આપી હોય એવું લાગે છે. જીવનની નાનીનાની બાબતોને આપણે નજર અંદાજ કરતા હોઈએ છીએ. જ્યારે આપણે અમુક પ્રકારના વર્તન. વ્યવહાર કરતા હોઈએ છીએ ત્યારે સામેની વ્યક્તિના મનમાં શું પડઘો પડશે એ ખ્યાલ નથી રાખતા. આ પુસ્તક દ્વારા લેખિકા આપણને આ સમજ આપે છે. ૩૦ પ્રકરણમાં વહેચાયેલું આ પુસ્તક ત્રીસ પ્રશ્નોથી લખાયેલું છે.
પ્રથમ પ્રકરણમાં જેમ કે કોઈ સાથે ન આવે ત્યારે? શું કરવું? જોયું, મેં કહ્યું હતું ને? તમને થશે કે આ પ્રશ્ન તો મારો જ છે. કોઈવાર આપણે ક્યાંય જવું હોય અને કોઈ આવવા તૈયાર ન હોય ત્યારે આ પ્રશ્ન ઉભો થાય જ છે. આપણે મનને મનાવી લઈએ છીએ અથવા તો મનને મારી લઈએ છીએ કે કંઈ નહિ નથી જવું... પણ અહી લેખિકા કહે છે. આપણો ઉછેર એ રીતે થયો છે એટલે આપણે સહજતાથી આ સ્વીકારી લીધું છે કે આપણે ન જીએ.. પણ આપણે એકલા પણ બહાર જતા શીખવું જોઈએ. થોડી આવી સમાજે ઉભી કરેલી મુશ્કેલીઓના કોચલામાંથી આપણે જાતે બહાર આવવું પડશે. શા માટે પોતાની જાત માટે કંઈ ન કરવું? ક્યાંય ન જવું? એકલા જવાની આપણે જાતે આદત પાડવી પડે.
બીજો એક પ્રશ્ન મને ગમ્યો એ એ છે કે ‘આજકાલના બધા છોકરા બગડી ગયા છે?’ આ પ્રકરણમાં એક સરસ ઉદાહરણ આપ્યું છે વર્ષાબહેને. એક યુવાન કહે છે કે વડીલો હંમેશા અગાઉથી એવું માની બેસે છે કે છોકરાઓ કંઈ કહ્યું માનશે નહિ.. આપણી સેવા કરશે નહિ. એ લોકોને તો બસ પોતાનું જ કરવું છે. મા-બાપ ની કંઈ પડી જ નથી... અને એવું એવું... યુવાનોની આ માન્યતા સાથે હું થોડીક સમંત છું. વાત સાચી છે. હજુ કોઈ અયોગ્ય વર્તન થયું જ નથી તો શા માટે આવું માની લેવું? છોકરાઓ જો જવાબદારી ઉપાડવા તૈયાર થતા હોય તો શા માટે વડીલોએ અમે અમારૂં સંભાળી લેશું એવી મમત દાખવવી જોઈએ? અમુક યુવાન યુવતીના અથવા બીજા કોઈના દીકરા-વહુના કે દીકરા દીકરીના અમુક વર્તન એવા હોઈ શકે તેથી બધા આવું જ કરે એવી માન્યતા ન હોવી જોઈએ. આ પ્રકરણમાં આ યુવકે સરસ દલીલ કરી છે કે ‘શું એમને અમારામાં વિશ્વાસ નથી? શું એમને અમને આપેલા સંસ્કારમાં વિશ્વાસ નથી...? અમને શું માબાપ પ્રત્યે કોઈ લાગણી જ નહિ હોય?’ વાત તો સાચી, આપણે સૌએ આપણા બાળકમાં સિંચેલા સંસ્કાર, સમજ, આવડત પર ભરોસો રાખી એમને એક તક આપવી જોઈએ. આખરે એ છે તો આપણું જ લોહી ને? શું તમે એવું નથી માનતા? આ પ્રશ્ન ખરેખર વાંચકોના દિલને હચમચાવી દે છે અને આપણને આપણા બાળકો ઉપર શ્રદ્ધા વિશ્વાસ રાખવાનું શીખવે છે.
પહેલાના જમાનામાં છોકરા-છોકરીઓને પરણાવતા પહેલા ઘણી છાનભીન કરતા.. તપાસ કરતા... છોકરાને કે છોકરીને કોઈ કુટેવ અથવા કોઈ પ્રેમ પ્રકરણ તો નથી ને? પણ જમાના મુજબ હવે આ બધી તપાસ કે યોગ્યતાને બદલે એક નવો અને સળગતો પ્રશ્ન વર્ષાબહેને એક પ્રકરણમાં ચર્ચયો છે... કે ‘ડાયાબીટિક પુત્રવધુને સ્વીકારશો?’ છે ને સળગતો સવાલ... શું કરવું? વિચારો તો... છોકરો કે છોકરી જેને પ્રેમ કરતા / કરતી હોય એ છોકરાને કે છોકરીને ડાયાબીટીસ હશે તો આપણે સ્વીકારશું? હૈયું ધ્રુજી ગયું ને? પણ ત્યાં લેખિકા કહે છે, ‘ધારો કે તમારા ઘરમાં આવ્યા પછી એને કોઈ રોગ થાય તો તમે શું એ પુત્રવધુને તરછોડી દેશો? નહિ ને? તો આવી સમજ આપણે છોકરાંને ગમતી વ્યક્તિ મળે એ માટે કેળવવી પડશે.
અમુક સવાલોના જવાબમાં આપણને થશે કે લેખિકા વર્ષાબહેન કહે છે, શું એવું આપણે કરી શકીએ? તો એ વિચાર જ આ પુસ્તક લખાયાની સાર્થકતા છે.. તમારા પ્રશ્નો માટે તમે વિચારો મંથન કરો... તમારી સમસ્યાનો ઉકેલ તમે જાતે લાવી શકો એ જ આ પુસ્તક લખાયાની ઉપલબ્ધી છે.
રોજબરોજના જીવનમાં બીજા અનેક એવા પ્રશ્નો છે... જેના જવાબ માટે મથતા હોઈએ છીએ... વાંચન આપણને સૌને વલોવાતા શીખવે છે. હું તો આ પુસ્તકની શ્રૃંખલા વાંચી રહી છું. આપ પણ વાંચશોને?
જાહ્નવી અંતાણી - વડોદરા.
દ્ઘટ્ઠરહદૃૈટ્ઠહંટ્ઠહૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
હેય, વ્હોટસેપ..!
ગોપાલી બુચ - અમદાવાદ.
ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
હેય, વ્હોટસેપ..!
હેય! વ્હોટસએપ?
વ્હોટ્સ એપ પર સ્મિતા શાહને એક મેસેજ કર્યો કે,"હાય,શું કરે છે? થોડી તારા વિશે વાત કરવી છે.”
બસ સ્ત્રી તો ખુશ ખુશ.સાલુ આપણા વિશે વાત કરનાર્પણને સાંભળનાર ક્યાં મળે છે?
સીધો બહેને સામે ફોન જ કર્યો કે હા, બોલને. મારા વિશે શું વાત કરવી છે?
બસ, થઈ ગઈ "હેલ્લો સખીરી....."ની શરૂઆત.
કવયિત્રી સ્મિતા શાહનો પટારો ખુલ્યો જે હવે આપની સમક્ષ છે. વાત ઓછી અને નાની છે પણ, જોવાનું એ છે કે એક સ્ત્રી પોતાની આગવી સૂઝબૂઝથી ક્યા પહોચી શકે છે. ગૃહસ્થાશ્રમની સાથે સાથે આત્મસંતોષ માટે પણ ધબકતા રહેવું એ નાનીસુની વાત નથી.
ચાલો જાણિએ થોડુ સ્મિતા શાહ વિશે.
નામ : સ્મિતા શાહ ’દ્બીીટ્ઠિ’
વડોદરા
અભ્યાસ : એમ.એ.ફાઈન આર્ટસ.
પ્રોફેશન : સિંગર, હાઉસ વાઈફ, રાઈટર, પોએટ.
માનું છું કે સહુ કોઈકને કોઈક મકસદથી જ જન્મ લેતા હોય. પણ જયારે મારા માટે વિચારૂં તો કૈક અસમંજસ જેવું લાગ્યું હંમેશા. સાવ નાની એટલે કે દશેક વર્ષની હોઈશ ત્યારથી મ્યુઝીકનો શોખ. ગાયન આખા આવડે નહિ તો જાતે શબ્દ ઉમેરવા. જોડકણા જોડવા, અર્થ જાણવા! એમ વાંચનભૂખ વિસ્તરતી ગઈ.
પણ વાર્તા, ડાન્સ, ગઝલો, ડ્રોઈંગ, બધી જ બાજુના વિસ્તારને કારણે દરેક શોખને ન્યાય ન અપાયો. છતાં પંદર વર્ષે હિન્દી ગઝલ જેવું લખાતું. ગરબાનો શોખ ગુજરાતી ઉત્તમ કૃતિઓ અનેસુગમ સંગીત સુધી લઈ ગયો. એના લીધે પણ ગુજરાતી સાહિત્ય તરફનો રસ જળવાયો.
ગોપાલીઃ સંગીત તરફથી લેખન તરફની ગતિ કઈ રીતે થઈ?
સ્મીતાઃ મ્યુઝીક કોલેજના અભ્યાસકાળ દરમ્યાન ઉત્કૃષ્ઠ હિન્દી ગઝલ્સનો પરિચય થયો. ગાવા સાથે ઉચ્ચારો અને અર્થ સુધી. અને એમાથી લખવાની પ્રેરણા જાગી. લગ્ન પછી ખાસો બ્રેક પડયો અને ૧૯૯૬, એક વર્ષ અમેરિકા રહી ત્યારે એકાંતવાસમાં ઘણી બધી શક્તિઓ વિકાસ પણ પામી અને એકત્રિત પણ થઈ. ત્યાં લખેલી બધી જ અછાંદસ કવિતાઓ ૯૭ માં ખોવાઈ ગઈ. છતાં હિંમત ટકી રહી.’૯૯માં અનાયાસ વ્રજ હિન્દીમાં કૃષ્ણ ભજન લખ્યા. એનું એક વોલ્યુમ પણ બનાવ્યું . તે વખતે સિંગર તરીકે કામ કરતી હતી. વડોદરાના જાણીતા ગ્રુપ અને સ્ટેજ પર. ત્યારે પણ જરૂર પડયે ગરબાની વાક્ય પૂર્ત્િા કરી લેતી.
ત્યારની લખાયેલી કવિતાઓ સાહિત્ય એકેડમીમાં સંગ્રહ માટે મોકલી હતી પણ રીજેકશનનો પણ કાગળ ન આવ્યો એટલે એને ત્યાંજ મૂકી આગળ ચાલી. ત્યાર પછી સિતાંશુ યશશ્ચંદ્ર, ચિનુ મોદી, ખલીલ ધનતેજવી, સુરેશ દલાલ, સતીશ ડણાક, લલિત રાણા, સુધા પંડયા કેટલા કવિઓને મળી માર્ગદર્શન મેળવવા માટે બધાએ કહ્યું લખતા રહો.
બસ, કવિતા લખવી જ છે! ગાંઠ વળી ગયેલી મનમાં.
૨૦૦૭માં રશીદ મીર ભાઈના "ધબક"માં મારી ગઝલ છપાઈ.એ પહેલાં "ફીલિંગ"મેગેઝીનમાં૨૦૦૦માં પણ કવિતા છપાઈ હતી. ૧૯૯૯માં લોકલ ચેનલ પર ઈન્ટરવ્યુ અને કાવ્ય પઠન. "શબ્દસેતુ"માં કાવ્ય પઠન વખતે શ્રી ગુણવંત શાહ ઓડીયન્સમાં હતા .આમ બધાજ લેખકો અને કવિઓએ સહ્ય્દયતાથી પ્રોત્સાહન આપ્યું.
ગોપાલીઃ ક્યારે એવુ લાગ્યુ કે જીવનમા ટર્નીંગ પોંઈન્ટ આવ્યો છે?
સ્મીતાઃ ઘણા વર્ષો સુધી સુષુપ્ત રહ્યા પછી વર્ષ ૨૦૧૩માં દીકરીએ ફેસબુક ચાલુ કરાવી આપ્યું .કઈ જ આવડે નહીં. પૂછી પૂછી ને થોડી ફાવટ આવી. થોડી ઓળખાણો થઈ. પછી "મારે કૈક કહેવું છે "ગ્રુપ જુન ૨૦૧૪ માં ચાલુ થયું. એક સરખા રસવાળા મિત્રો ભેગા થઈ કવિતા શીખવા લાગ્યા.
એક વોટ્સેપ ગૃપમાં ગઝલના પાઠ શરૂ થયા. સુરતના કવિઓ સાથે. લઘુ, ગુરૂ, બહેર, તકતી, વજન વગેરે વગેરે... ભારેને બદલે હળવા શબ્દો અને સહજ અભિવ્યક્તિ બધું જ શીખવાનું હતું. દિવસ રાત જોયા વગર જ લખ્યા કર્યું.
"હૃદયની વાત" ગૃપમાંથી "ઝાકળનાં પગલા" સંગ્રહમાં થોડી રચનાઓ પબ્લીશ થઈ. જેનાથી આત્મવિશ્વાસ વધ્યો. મેગેઝીન, ન્યુઝ પેપર્સમાં ગઝલો અને વાર્તાઓ પ્રકાશિત થઈ. હું દર વખતે મારા વોટ્સેપ ગ્રુપમાં જઈને કહું "પપ્પુ પાસ હો ગયા." મારી સાથે એ બધાજ ખુશ થતા." હૃદયની વાત "તરફથી દર મહીને એક મુશાયરાનુમા કાવ્ય પઠનનો પ્રોગ્રામ યોજાતો. એમાં સહુનોસહિયારો વિકાસ સધાતો ગયો.
ગઝલ પઠન માટે બીજા લોકો પણ બોલાવવા લાગ્યા હતા. ખલીલ ધનતેજવી, દિનેશ ડોંગરે ’નાદાન’, ભરત ભટ્ટ ’પવન’, ડા. રશીદ મીર, અશોક જાની ’આનંદ’, વિરંચી ત્રિવેદી, ગુલામ અબ્બાસ ’નાશાદ’, સુરેશ પરમાર ’સુર’ જેવા કવિઓ સાથે ગઝલ પઠનની તક મળી.
ત્યાર પછી "સંગતિ" કાવ્ય સંગ્રહમાં થોડી ગઝલો પ્રકાશિત થઈ વખણાઈ પણ ખરી. ’કવિતા’માં પણ ગઝલો પ્રકાશિત થઈ. મુંબઈ, સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર વગેરે જગ્યાઓએ મુશાયરામાં ગઝલ પઠન કર્યું. જી ટી પી એલ ન્યુઝ ચેનલ પર પણ રીલે થઈ.
ક્યાંય પણ કવિતા - ગઝલ શિબિર હોય ત્યાં જઈને શીખવાનો સતત પ્રયત્ન કર્યો છે .વડોદરાની બુધસભાનો પણ મારી કવિતાના વિકાસમાં મહત્વનો ફાળો છે. સતત નીવડેલા કવિઓનું સાન્નિધ્ય અને સાથ મળ્યો.
ગોપાલીઃ સોશિયલ મિડિયા વિશે શુ માનવુ છે?
સ્મીતાઃ સામાન્યરીતે ચેટ અને ટાઈમપાસ ગણાતું ફેસબુક અને વોટ્સેપનો ફક્ત ઉપયોગ જ નહીં સદુપયોગ કરી જાતને તો ઉર્ધ્વગતી તરફલઈ જવાયું અને સાથે સાથે મિત્રોને સારૂં સાહિત્ય પીરસવાની વૃત્તિ કેળવાઈ. વધતા જવાયું. પણ આ તો પહેલું પગથીયું જ સ્પર્શીશકાયું .
’સ્ત્રીઆર્થ’ વાર્તા સંગ્રહમાં પણ વાર્તા છપાઈ. એવરગ્રીન, ગુજરાત મેસેજ, પ્રતિલિપિ, ગુજરાતી પ્રાઈડમાં પણ વાર્તાઓ પબ્લીશ થઈ. આવું તો ઘણુ બધું.પણ નવાઈની અને રસપ્રદ વાતતો એ છે કે બધા જ મિત્રો ફેસબુક અને વોટ્સેપના.કોઈ કોઈને ક્યારેય મળ્યું નહોતું. કોઈ કોઈની અંગત વાતમાં ન પડે. ફક્ત કવિતા અને કવિતા જ.આ બધું જ ઓનલાઈન થતું. શીખવાથી માંડીને સંગ્રહો પ્રગટ થવા સુધીની દરેક ઘટના!! કોઈક વાર એમ થાય છે કે જો સોશિયલ મીડિયા ન હોત, તો આ બધું જરાય શક્ય હતું!!
અટકીને પણ ટકીને જરાપણ નહીં બટકીને જીવનની ગતિને આગળ અને માત્ર આગળ લઈ જનાર આપણી સખી સ્મિતાને વધુ ને વધુ પ્રગતિની શુભેચ્છા.
ગોપાલી બુચ. અમદાવાદ.
ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
રૂગ્ણાલયઃ
ડા. ગ્રીવા માંકડ - અમદાવાદ.
ૈહર્કજ્રર્રર્દ્બીીષ્ઠઙ્મૈહૈષ્ઠ.ર્ષ્ઠદ્બ
રૂગ્ણાલયઃ અણગમતી એલર્જી
બસ આ એલર્જીનામ જ એવું છું, જેમ કોઈ વ્યક્તિ કે કોઈની અણગમતી બાબત ઉપર નાકના ટેરવા ચડી ને આપનો સ્પષ્ટ અણગમો વ્યક્ત કરીએ તેમ એલર્જી પણ એવી જ કોઈક લાગણી આપણા મનમાં જન્માવે છે.
કુદરતે ખૂબ સમજી વિચારીને આપણા શરીરના વિવિધ તંત્રોની કામગીરી ગોઠવી આપેલ છે. એ વિવિધ તંત્રો પૈકી એક છે આપણા શરીરનું પ્રતિકાર તંત્ર. જે દિવસ રાત ચોવીસે કલાક દેશના સિપાહીની જેમ બહારથી આવતા આક્રમણખોરને (અહી તમામ પ્રકારના જીવાણું સમજવું) આપણી જાણ બહાર જ બારોબાર જરૂરી પ્રતિક્રિયા આપી શરીરનું રક્ષણ કરી લેતા હોય છે.
હવે સામાન્ય રીતે વાતાવરણમાં ઉડતી ધૂળ, પરાગરજ કે બીજા અન્ય કેટલાય પદાર્થો એવા છે કે જે સતત આપણી આસપાસ હશે ને રોજેરોજ આપણા શ્વસનતંત્ર દ્વારા શરીરમાં પ્રવેશતા હોય છે, પણ એની સામે આપણા પ્રતિકાર તંત્રના કોશો પ્રતિક્રિયા આપતા નથી. પણ જે વ્યક્તિઓમાં પ્રતિકાર તંત્ર આ રીતે ન વર્તતા પ્રતિકાર આપવાનું બિનજરૂરી શરૂ કરી દે છે, ત્યારે તે વ્યક્તિને એલર્જી થઈ કહેવાય.
આપણું પ્રતિકાર તંત્ર એન્ટીબોડીઝ પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન કરે છે, જે સામાન્ય વ્યક્તિને બહારના બિનજરૂરી છતાં બિન-હાનિકારક પદાર્થો સામે બચાવે છે, એ જ એન્ટીબોડીઝ આવા બિનહાનીકારક પદાર્થોને હાનીકારક તરીકે સમજઈને એની સામે લડત આપવાનું જ બીડું વગર કારણે જડપી લે છે. પરિણામે એલર્જીમાં જે પ્રમાણે જોવા મળે છે તેમ ચામડી, શ્વસન તંત્ર, સાઈનસ તેમજ પાચનતંત્ર- જે તે તંત્રને અનુરૂપ ઘણા પ્રકારના લક્ષણો દેખાવના શરૂ થઈ જાય છે.
એલર્જી એ એક પ્રકારની વ્યક્તિની હાઈપર સેન્સીટીવીટી (રઅીજીિહજૈૈંદૃૈંઅ) કહી શકાય. હવે કઈ વ્યક્તિને કેટલા પ્રમાણમાં અસર થઈ શકે એ તો તદન વ્યક્તિગત ધોરણે જ નક્કી થાય. કોઈને સાવ ચામડી પર વારંવાર આવતી સામાન્ય ખંજવાળ કે ચકામાં સ્વરૂપે જોવા મળે, તો ક્યારેક તો જીવને જોખમમાં મૂકી દેતો એનાફાયલેકટીક શોક પણ થઈ શકે. બાકી જેને એલર્જી થાય એ જ કહી શકે કે એ કેટલી અનિચ્છનીય તેમજ રોજે રોજ રોજબરોજના જીવનમાં કનડતી સ્થિતિ છે. કલિનિકમાં એલર્જીથી ત્રાસેલ અને દરરોજ એન્ટી એલર્જીક દવાની લગભગ ૩-૪ ટેબ્લેટ ગળી જતા એક બહેનનો કેસ મને બરાબર યાદ છે. આખા શરીરે લાલચોળ ચકામા, અતિશય બળતરાને ખંજવાળને પરિણામે નીકળતું સ્કીનને દઝાડતું પ્રવાહી. આવું એક બે વાર નહિ પણ લગભગ દર એકાંતરે દિવસે છેલ્લા દસ મહિનાથી!!! કોઈ જ દવાથી કાબુમાં ન આવે ને રોજની એની એ જ દુર્દશા!!! થોડુંક એમના સ્વભાવ વિષે પૂછતા નાની-નાની વાતોમાં પણ તુરંત જ ગુસ્સે થઈ જવું તેમજ અન્ય કેટલીક વિગતો પણ મળી.
બોલો હવે આવી સ્થિતિમાં એક હોમિઓપેથ ડોક્ટર તરીકે એ દર્દીની તાસિરનો અભ્યાસ કરીને એના લક્ષણો અને રોગની તિવ્રતાને અનુરૂપ યોગ્ય દવા તાત્કાલિક અસર શરૂ કરી દે તેમજ એના એ મનઃશારીરિક રોગને સંપૂર્ણપણે જડમૂળથી જ મટે એવી બેવડી ગોઠવણ કરી આપવાની મારી તત્પરતા તેમજ ફરજ! ઈચ્છિત બન્ને પરિણામ મળ્યા, અને સાથે સાથે દર્દીના ચહેરા પરનો સંતોષ મારા મનને આત્યંતિક સુખ આપી શક્યો. કક્ત લક્ષણો જ કાબુમાં થાય અને અંદરનો રોગ તો વણસેલી જ સ્થિતિમાં ફરી માથું ઊંંચકે એના કરતા જડમૂળથી જ એનો નિકાલ થાય એવું કોને ન પાલવે! આ જ રીતે કેટલાયની અસ્થમાની તકલીફ પણ દૂર થઈ જવાના કિસ્સાઓ તો રોજ બનતા હશે.
હશે, હવે એલર્જીના લક્ષણો જોઈ લઈએઃ
ખૂબ છીંક આવવી
નાકમાંથી પાણી દદડવું
નાક, આંખો તેમજ તાળવામાં ખરજ આવવી
કંજકટીવાઈટીસ
હોઠ, જીભ, ચહેરા પર કે ગળામાં સોજો આવવોઃ
શરીર પર અલગ-અલગ સ્થળે ચકામા થવાને ખંજવાળ આવવી
કોઈ જંતુ કરડયું હોય તો તે સ્થળે સોજો આવવો
શ્વસનતંત્રની અસર હોય તોઃ ઉધરસ થવી, છાતી ભારે લગાવી, શ્વાસ ઝડપી લેવાવો કે ગાળામાં સસણી બોલાવી વગેરે.
એલર્જીના કારણોઃ
કોઈ વ્યક્તિમાં એલર્જી એટલે કે હાઈપર સેન્સીટીવીટી કયા કારણે ઉદભવે એ જાણી શકાયું નથી. પણ કયા પદાર્થો એ હાઈપર સેન્સીટીવીટીને જાગતી રાખે છે એ સમજીએઃ
વાતાવરણની હવા મારફતે પરાગરજ, પ્રાણીનો ખોડો, ધૂળની જીવાત.
ખાવાના પદાર્થો : ઘઉં, દૂધ, ઈંડા, શેલ ફીશ, માછલી, નટ્સ, કેટલાક શાકભાજી જેવાકે ટામેટા, બટાકા.
પેન્સિલિન પ્રકારની કેટલીક દવાઓ.
મધમાખી કે ભમરીના કરડવાથી લાગતો ડંખ.
લેટેક્સ કે બીજા કેટલાક પ્રકારના પદાર્થોને અડકવાથી કે પહેરવાથી થતી એલર્જી.
ખરેખર ઉપર દર્શાવેલમાંથી કયા પદાર્થ સામે એલર્જી છે એ જાણવું પણ અઘરૂં હોય છે ઘણી વખત. એ જાણવા માટે તપાસ થઈ શકે પણ એ ફક્ત નિદાન કરી આપે કે શેનાથી દૂર રહેવું.
કઈ વ્યક્તિને એલર્જી થવાનો સંભવ વધારે રહે છે?
જેના ફેમિલીમાં કોઈને અસ્થમા કે એલર્જી જેમકે રહાઈનાઈટીસ, ખરજવાની તકલીફ હોય બાળકને બાળપણથી જ એલર્જી લાગૂ પડી જવાની શક્યતાઓ વધુ છે એ જ રીતે, વ્યક્તિને પોતાને અસ્થમા હોય તો કોઈ પદાર્થ પ્રત્યે એલર્જીક થવાની શક્યતાઓ રહે છે, ઉપરાંત કોઈ એક પદાર્થ પ્રત્યે એલર્જીક હોય તો અન્ય પદાર્થ સામે એલર્જી પણ થઈ શકે.
એલર્જીને મટાડવી શી રીતે?
હવે એલર્જીની સારવારની વાત આવે એટલે સામાન્ય રીતે જ કુદરતી તત્વોમાંથી બનતી હોમિયોપેથીક દવા જ યાદ આવે! બજારમાં મળતી એવિલ જેવી એન્ટી એલર્જીક દવાઓ થોડા સમય માટે રાહત આપશે, પણ એ એલર્જીની તાસીરને બેલેન્સ કરવા માટે અપૂરતી છે. અહી, વ્યક્તિ આખરે કેટલા સમય સુધી એ તમામ પદાર્થોથી દૂર રહી શકે જેનાથી એ એલર્જીક હોય!
હોમિયોપેથીક દવાઓ તમામ પદાર્થો સામે લડી શકવા રોગ પ્રતિકાર શક્તિને મજબૂત કરી આપે છે. એલર્જીના લક્ષણો પણ કાબુમાં આવે ને રોગ પણ જડમૂળ થી જ દૂર થાય એનાથી વધુ રાહતભર્યું પગલું કયું હોઈ શકે? એક હોમીયોપેથ માટે વ્યક્તિને એલાર્જીમુક્ત કરાવવી એ ઘણું જ આસાન કામ છે.
- ડો. ગ્રીવા માંકડ. અમદાવાદ.
ૈહર્કજ્રર્રર્દ્બીીષ્ઠઙ્મૈહૈષ્ઠ.ર્ષ્ઠદ્બ
સૂર, શબ્દને સથવારે
સૌમ્યા જોષી - રાજકોટ.
દ્ઘજટ્ઠેદ્બઅટ્ઠ૭૬૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
સૂર, શબ્દને સથવારે
રામ અને કૃષ્ણ જેવા શ્યામવર્ણ દેવતાઓ જયાં પૂજાય છે તે દેશમાં ગૌરવર્ણ એ સુંદરતાની નિશાની ગણાય છે. લગ્નવિષયક જાહેરખબરોમાં ગોરો વાન એ ઉમેદવાર કન્યા પ્રથમ લાયકાત ગણાય છે. અખબાર કે સામયિકનું પાનું ખોલો કે પછી ટીવી પર આવતી ઢગલાબંધ ચેનલો પૈકી કોઈ એક ચેનલ શરૂ કરો. બોલીવુડ કે ક્રિકેટ જગતના જાણીતા ચહેરાઓને ચમકાવતી કોઈને કોઈ ફેરનેસ ક્રીમની જાહેરખબર જોવા ન મળે તો જ નવાઈ! ’ફલાણું ફેરનેસ ક્રીમ લગાવો અને ગોરા બનો’ - આવી જાહેરાતો જોઈ જોઈને અનેક યુવતીઓ જ નહીં, યુવાનો પણ આવા કહેવાતા ફેરનેસ ક્રીમ, લોશન, પાઉડર ખરીદતા થયા છે. માત્ર સ્ત્રીઓ જ નહીં, પુરૂષો માટેના ફેરનેસ પ્રસાધનોની પણ વિશાળ શૃંખલા બજારમાં હવે ઉપલબ્ધ છે. હિંદુસ્તાન લિવર કંપનીએ ૧૯૭૮માં પહેલવહેલી ફેરનેસ ક્રીમ ’ફેર એન્ડ લવલી’ બજારમાં ઉતારી ત્યારથી આજ સુધીમાં કયારેય પણ ફેરનેસ ક્રીમના વેપારમાં મંદી આવી નથી. મુંબઈની માર્કેટ રિસર્ચ કંપની ’નિલ્સન ઈન્ડિયા’ ના એક સર્વેક્ષણ મુજબ, હાલ ભારતમાં ફેરનેસ ક્રીમનો વેપાર વર્ષે ૪૩ કરોડ ડોલર જેટલો થાય છે.
માત્ર ફેરનેસ ક્રીમ જ નહીં, ગોરી ત્વચા માટે નિતનવા નુસખા અજમાવાય છે. ઘરેલૂ દેશી ઉપચારોથી માંડીને બ્યુટીપાર્લરની ખર્ચાળ સારવાર વડે ગોરા દેખાવાની કવાયત ચાલતી રહે છે. ગોરા દેખાવાની ઘેલછા એ હદે વ્યાપક છે કે હજુ યે આપણા દેશમાં કેટલીક માતાઓ પોતાના વયસ્ક સંતાનોને પણ ચા પીવા નથી દેતી. એવો એક દ્રઢ ખ્યાલ પ્રવર્તે છે કે ચા પીવાથી વાન કાળો થઈ જાય!! છોકરીઓ માટે તો આ વાત જરા પણ ન ચાલે! છોકરી જરા શામળી કે ભીનેવાન હોય તો સારો છોકરો ન મળે!!
આમ જો સૌ કોઈને ગોરા જ દેખાવું હોય તો વિચાર કરો કે કુદરતી ગોરો વાન ધરાવતી કોઈ યુવતી એમ કહે ખરા કે ’મોરા ગોરા રંગ લઈ લે, મોહે શામ રંગ દઈ દે...! તો એનો જવાબ છે, હા! હિંદી ફિલ્મી ગીતોને એક નવું પરિમાણ, એક નવી તાજગી આપનાર ગુલઝાર જેવા પ્રયોગશીલ ગીતકારની ઓળખ સ્વયં તેમની રચનાઓ જ છે. ફિલ્મ ’બંદિની’ માટે તેમણે લખેલું ગીત ’મોરા ગોરા રંગ લઈ લે...’ એ તેમની કારકિર્દીનું પ્રથમ ગીત માની લઈએ તો (એવું કહેવાય છે કે ’બંદિની’ અગાઉ તેમણે અન્ય ત્રણ ફિલ્મો માટે ગીતો લખ્યાં હતા, પરંતુ તેઓ હંમેશા ’બંદિની’ના ગીતથી જ પોતાની કારકિર્દીની શરૂઆત થયાનું જણાવે છે.)
વાત છે સન ૧૯૬૩ની. ફિલ્મ ’બંદિની’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. બિમલ રાય નિર્દેશિત આ ફિલ્મનાં સંગીતકાર તરીકે સચિન દેવ બર્મન અને ગીતકાર તરીકે શૈલેન્દ્ર નિયુક્ત થયેલા. પરંતુ કોઈ કારણોસર સચિનદા અને શૈલેન્દ્ર વચ્ચે ખટરાગ ઊંભો થયો. લાખ સમજાવવા છતાં યે સચિનદા શૈલેન્દ્ર જોડે કામ કરવા તૈયાર ન હતાં. બિમલદા માટે ફિલ્મનું એક ગીત શૂટ કરવું બેહદ જરૂરી હતું. તેમણે જ્યારે આ વાત શૈલેન્દ્રને જણાવી તો સરળ સ્વભાવના આ ગીતકાર આસાનીથી ફિલ્મ છોડવા માટે તૈયાર થઈ ગયા. એટલું જ નહીં, બિમલદાની સાહિત્યિક કસોટીએ ખરા ઊંતરે એવા બીજા ગીતકાર માટે તેમણે ગુલઝારનું નામ સૂચવ્યું. પોતાના સંઘર્ષના એ દિવસોમાં ગુલઝાર એક મોટર ગેરેજમાં કામ કરતા હતા અને લેખક બનવા માટેના સ્વપ્ન જોતાં હતાં. કિશોરકુમારના પ્રથમ પત્ની રૂમાદેવી સંચાલિત એક સાહિત્યિક વર્તુળના સહસદસ્ય તરીકે શૈલેન્દ્ર તેમનાથી પરિચિત હતા. તેમણે ગુલઝારને બિમલ રાયને મળવા સૂચવ્યું.
ગુલઝારને એ સમયે ગીતલેખનમાં ખાસ રૂચિ ન હતી. પરંતુ શૈલેન્દ્રના આગ્રહથી તેઓ પોતાના એક બંગાળી મિત્ર દેબૂ જોડે બિમલ રાયને મળવા માટે ગયા. બિમલદાએ ગુલઝાર સામે પગથી માથા સુધી નજર ફેરવી અને પછી દેબૂ કે જે તેમના સહાયક તરીકે કામ કરતા હતા, તેમની સામું જોઈને બંગાળીમાં પૂછ્યું, ’’ભદ્રલોક કિ બૈષ્ણવ કોબિતા જાને?’’ દેબૂએ જ્યારે જણાવ્યું કે ગુલઝારને બંગાળી ભાષા આવડે છે તો બિમલદા ગુલઝાર પાસે ગીત લખાવવા માટે તૈયાર થઈ ગયા અને સંગીતકાર સચિનદાને મળીને ગીતની ધૂન સાંભળી લેવા જણાવ્યું. દાદાની ખાસિયત હતી કે તેઓ હંમેશા ગીતની ધૂન પહેલા તૈયાર કરતાં અને પછી જ તેના પર ગીત લખાવતા.
સચિનદાએ બીજે દિવસે ગુલઝારને બોલાવીને ગીતની સિચ્યુએશન કંઈક આમ સમજાવી. - ફિલ્મની હીરોઈન કલ્યાણીના પાત્રમાં નૂતન એક સીધી સાદી ઘરેલુ યુવતી છે. જે પોતાના પિતા પાસેથી નિત્ય વૈષ્ણવ પદો સાંભળતી રહે છે. કલ્યાણી મનોમન કોઈ યુવક વિકાસને ચાહે છે. એક રાત્રે ઘરકામ નિપટાવીને બસ એમ જ પોતાના પ્રિયપાત્રને યાદ કરતાં એ કોઈ ગીત ગણગણતા બહાર નીકળે છે.
અહીં ફરી એકવાર વિવાદ ઊંભો થયો. બિમલદાના મતે, કલ્યાણીનું પાત્ર એટલું સંયમિત છે કે એ ઘરની બહાર જઈને તો પોતાના પ્રિયતમને યાદ કરીને ગીત ગાય એ શક્ય જ ન હતું. એની સામે બર્મનદાનું કહેવું એમ હતું કે તો પછી ઘરમાં પિતાની હાજરીમાં ય એ આવું કોઈ ગીત ગાય એ પણ કેવી રીતે સંભવ બને? પણ બિમલદા પોતાની વાત પર મક્કમ હતા. તેમણે પોતાની વાતને સમર્થન આપતાં કહ્યું કે કલ્યાણી પિતા પાસેથી કાયમ વૈષ્ણવ કવિતાઓ સાંભળતી આવી છે તો કોઈ દિવસ એ પોતે પણ કવિતા સંભળાવી ન શકે? પણ ફિલ્મની જરૂરિયાત મુજબ કલ્યાણી ગીત ગાય છે, નહીં કે કવિતા પાઠ કરે છે...
બર્મનદાએ પણ પોતાની વાત ન મૂકી. તો બિમલદાએ ગુલઝાર સામું જોઈને કહ્યું કે કવિતા લખો, વૈષ્ણવ કવિતા. પછી તો પિતા સામે એ ગાઈ શકાય ને.! પણ સચિનદાના મગજમાં એ વાત બેસતી ન હતી. તેમને લાગતું હતું કે ઘરના વાતાવરણમાં ગીત બરાબર નહીં જામે. એટલે જ તેમણે આઉટડોર સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને જ ધૂન તૈયાર કરેલી. અંતે, કલ્યાણી ઘરના આંગણમાં આવીને ગીત ગાય એવું નક્કી થયું.
આ થઈ ગીતની સિચ્યુએશન. ગુલઝારે દેબૂ પાસેથી ફિલ્મની આખીય વાર્તા સાંભળી. ત્યારબાદ બિમલદાના અન્ય એક આસિસ્ટન્ટ સરન પાસેથી એ વૈષ્ણવ કવિતાપદ સાંભળ્યા, જે કલ્યાણી પોતાના પિતા પાસેથી સાંભળતી હોય છે. હવે ગુલઝારની કસોટી શરૂ થતી હતી. બિમલદાએ સમજાવેલી સિચ્યુએશન મુજબ, ચાંદની રાતમાં ઘરના આંગણામાં, કોઈ જોઈ ન લે એ વિચારે મનોમન ડરતા ડરતા ગીત ગાતી એક શરમાળ યુવતી કે પ્રણયનિવેદનને કઈ રીતે શબ્દોમાં ઢાળવું?
બીજે દિવસે સચિનદાએ ગુલઝારને ગીતની ધૂન સંભળાવી. આર. ડી. બર્મન કે જે એ સમયે પોતાના પિતાના આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતાં, તેમણે ગીતના બોલ કંઈક આમ સંભળાવ્યાઃ ’દદદ દા દદા દદા દા’. તો સચિનદાએ એમાં સુધારો કર્યોઃ ’લલલ લા દદા દા લલા લા’.
આ રીતે ગીતલેખન કરવાનો કોઈ અનુભવ ન ધરાવતા ગુલઝાર બંને પિતાપુત્ર સામે જોઈ રહ્યાં. પછી દાદાએ હાર્મોનિયમ પર ધૂન વગાડવી શરૂ કરી. ગુલઝાર મનોમન કલ્યાણીના પાત્રને આત્મસાત્ કરતાં રહ્યાં. પોતાનું પ્રણય નિવેદન કોઈ સાંભળી ન જાય એવું ઈચ્છતી કલ્યાણીના મનમાં ચાલતી મીઠી મૂંઝવણને તેઓ અનુભવતા રહ્યાં. ચાંદનીના દૂધમલ પ્રકાશમાં ઝળકી ઊંઠતા પોતાના ગૌરવર્ણને જોઈને કલ્યાણી જાણે કે વિચારે છે કે કાશ, પોતે ગોરી ન હોત, શ્યામ હોત, તો રાતના સમયે ચૂપચાપ પોતાના પ્રિયતમને મળીને પાછી આવી જાય તો પણ કોઈને ખબર ન પડે. પણ હાય રે, કોઈ નથી તો આ વેરી ચંદ્ર વાદળને ખસેડીને આંગણામાં ઊંભેલી કલ્યાણીને જોઈને મલકાઈ રહ્યો છે. એનાથી ચિડાતી કલ્યાણી એવું ઈચ્છે છે કે ચંદ્રને જો રાહૂનું ગ્રહણ લાગે તો કેવું સારૂં! આમ વિચારતા ધીરે ધીરે ગુલઝાર થોડા થોડા શબ્દો ગોઠવવા લાગ્યા. દાદાએ એ શબ્દો પોતાની ધૂન પર ગાઈને ચકાસી જોયા. અને પછી તો આખું યે ગીત સડસડાટ વહી આવ્યું. ’મોરા ગોરા રંગ લઈ લે... મોહે શામ રંગ દઈ દે... છૂપ જાઉંગી રાત હી મેં... મોહે પી કા સંગ દઈ દે...’
અદ્ભૂત મીઠાશભર્યા આ ગીતને લતાજીએ કંઠ આપ્યો. ગીતને અને ફિલ્મને પણ અપ્રતિમ સફળતા મળી અને આ રીતે ગુલઝારની ગીતકાર તરીકેની એક મજબૂત ઓળખ સિનેજગતમાં સ્થાપિત થઈ. જો કે, એ અલગ વાત છે કે પછીથી સચિનદાએ શૈલેન્દ્ર જોડે સમાધાન કરી લીધું અને ફિલ્મના બાકીના ગીતો શૈલેન્દ્ર જ લખે એવો આગ્રહ રાખ્યો. બિમલદા અને શૈલેન્દ્ર બંને એવું ઈચ્છતા હતા કે ગુલઝાર જ ફિલ્મના બાકીના ગીતો લખે. પણ એ સમયે સચિનદાની આણ એવી પ્રવરતી હતી કે તેમની સામે કોઈ અવાજ ન ઊંઠાવી શકતું. ગુલઝારે એક ગીતથી સંતોષ માની લીધો અને સ્વેચ્છાએ ફિલ્મમાંથી હટી ગયા. તેમ છતાં, ’બંદિની’ માટે લખેલું આ ગીત ગુલઝારની કારકિર્દીનું એક સીમાચિહ્ન ગણાય છે.
સાતમી ઈન્દ્રીય
મૌલિકા દેરાસરી
દ્બટ્ઠેઙ્મૈાટ્ઠ૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
સાતમી ઈન્દ્રીય
એકલપંથી ચાલ સખીરીઃ
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારૂં પીળાં પતંગ્િાયાં ને
અર્ધું તે તમરાનું કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
જયંત પાઠકની આ આખી કવિતા એટલે મૂકી છે કે આ લેખમાં મારે જે કહેવું છે (જીષ્ઠૈટ્ઠઙ્મઙ્મઅ ર્કિર્ ુદ્બીહ) એવા કોઈ સાહસની સુષુપ્ત ઈચ્છાઓ જાગતી અનુભવી શકો આ વાંચ્યા પછી. પહેલો જ એક સવાલઃ કોઈ મહિલાએ કોઈ દિવસ પ્રયત્ન કર્યો છે એકલા ફરવા નીકળી પડવાનો?
સાવ થોડા અપવાદોને બાજુએ રાખી આપણે જનરલ વાત કરીએ તો આનો જવાબ તો આપણે સહુ જાણીએ છીએ અને કેમ નથી નીકળતા એના અઢળક કારણો પણ આપણી પાસે છે. એટલે જ મેં પૂછ્યું કે કદી કોશિશ પણ કરી છે?
ના...
કેટલા બધાં બહાના તૈયાર છે આપણી પાસે.
એકલી છોકરી? ભાળી છે કદી ક્યાંય એકલી ફરતી?
સમજુ છું કે આપણી આસપાસનું વાતાવરણ એકલા ફરવા માટે લાયક નથી. એકલી છોકરીને રોડ પર પણ ઊંભી રહેલી જોઈને ઘણા ખરા લોકોની આંખો પહોળી થતા આપણે જોઈ જ શકીએ છીએ. એકાંત જગ્યાઓએ કે પછી કોઈ પણ ફરવાની જગ્યાઓએ એકલી છોકરીને જતાં જોઈને પાછળ આવનારાઓની કમી નથી. એ બધું તો ચલો સમજ્યા પણ કોઈ ગેસ્ટ હાઉસ કે હોટેલમાં એકલી છોકરીનું રોકાવું? આ વિષે વિચારવું એ જ ખતરનાક ક્રિયા છે ને!
આ બધી અડચણો તો આવવાની જ છે પણ દરેક મુશ્કેલીઓનો એક હલ તો હોય છે જ, એ વાત સાથે તો સહમત ને?
તો ચાલો, આજે એ બધા બહાના ભૂલીને નીકળી પડવાનો એક નિશ્ચય તો કરી જ લઈએ.
કઈ રીતે કરશું એનું પ્લાનિંગ પણ થશે. બસ જવાની તીવ્ર ઈચ્છા હોવી જરૂરી છે.
આ પરિસ્થિતિ એકાએક તો દૂર થવાની નથી. અને આ માનસિકતા દૂર કરવા માટે પ્રયત્ન તો મહિલાઓએ જ કરવો રહ્યો. માતા-પિતા કે પતિ એકલા જવા દેવા માટે તરત ક્યારેય તૈયાર નહીં થાય, સમજાય એવી વાત છે. પણ આપણને આપણી જાત પર વિશ્વાસ હોય તો બીજાઓને અપાવવો મુશ્કેલ નથી. કોઈપણ પરિસ્થિતિ બદલવાનો સૌથી પહેલો ઉપાય છે કે જે નથી કરતા એ કરવાનું શરૂ કરી દેવું. લોકો જેનાથી ટેવાયેલા નથી એ જોવાનું શરૂ કરશે એટલે આપોઆપ એનાથી ટેવાતા જશે એ બેઝિક સાયકોલોજી છે માનવ મનની.
બીજો એક મુદ્દો છે સેફ્ટીનો, તો ખરાબમાં ખરાબ પરિસ્થિતિઓમાં પહોંચી વળવા માટે પોતાની જાતને તૈયાર કરવી એ સ્ત્રીઓની ખુદની ફરજ છે. પોતાનામાં રહેલી નબળાઈઓ દૂર કરો. ડર આપોઆપ દૂર થઈ જશે. સૌથી મોટો અવરોધ તો એ છે કે સ્ત્રીઓએ પોતે જ એ શું શું નથી કરી શકવાની એનું મનોમન સજ્જડ પ્લાનિંગ કરી લીધું હોય છે. બાકીનું સ્ત્રીઓ અમુક કામો ન જ કરી શકે એવા વિચારવાળા લોકો પૂરૂં કરી આપે છે. એટલે જો કંઈ પણ કરવાની ઈચ્છા હોય તો પહેલું તો ભૂલી જાઓ કે તમે શું નથી કરી શકતા.એ વિચારો કે તમે કઈ રીતે કરી શકશો.
મોટેભાગે તો ખોટી જગ્યાઓ કે ખોટા વ્યક્તિઓ આગળ આપણી સિકસ્થ સેન્સ તરત દૂર જવાના સંકેત આપે છે. તો તમારામાં રહેલી છઠ્ઠી ઈન્દ્રિયના સંકેતોને ઓળખતા શીખો.
રહી વાત સેફ જગ્યાઓની, તો એવી જગ્યાઓ ઘણી બધી છે જ્યાં એકલી સ્ત્રી નિસ્સંકોચ ફરી શકે છે, એકલી રહી શકે છે.
મોટા શહેરોમાં એવા યજમાનો પણ છે જે ફરવા આવેલા એકલવીર મહેમાનને પ્રેમથી પોતાના ઘરે રાખે છે. અફકોર્સ રહેવા, જમવાનો ખર્ચો લઈને. પણ આ સુવિધા તો એકલી ફરવા જતી મહિલાઓ માટે આશીર્વાદ સમાન છે.
કાઉચ સર્ફિંગ નામની વેબસાઈટ જગતભરના આવા મહેમાન અને યજમાનોના ડેટા રાખે છે. સાથેસાથે દુનિયાભરની સ્ત્રીઓ છે જે એકલી દુનિયા ખૂંદવા નીકળે છે (ર્જીઙ્મૈંટ્ઠિઅ ઉટ્ઠહઙ્ઘીિીિ) અને એના અનુભવો એના બ્લોગ કે સાઈટ પર શેર કરે છે. એમના અનુભવો વાંચીને આપના ખયાલો બુલંદ બને છે. આપણનેય એવા ઘણા બધાં સ્થળો મળી આવે કે જ્યાં નવી દુનિયા, નવી સંસ્કૃતિ ભરીને માણી શકાય. નવી આબોહવામાં ઊંંડા શ્વાસો ભરી શકાય.અને ખાસ તો ન જવા જેવી જગ્યાઓથી દૂર પણ રહી શકાય.
આ બધું તો ટોળામાં રહીને પણ માણી શકાય પણ એકલપંથી બનવાનું મુખ્ય કારણ તો એ કે સાવ અજાણ્યા રસ્તાઓ પર સફર કરતાં કરતાં ફક્ત પોતાની જાત સાથે રહી શકાય.
જ્યાં કંઈ જ ગોઠવાયેલું નથી. રોજ-બરોજની જિંદગીથી, આપણે બનાવેલા ‘સેફ ઝોન’થી દૂર છીએ. ખબર નથી કે આગળના મોડ પર શું કરીશું, કેવા લોકો મળશે, કેવા અનુભવો થશે! કેવા કેવા પડકારો આવશે સામે.
આ સંજોગોમાં આવી સફર એક અદભૂત ઉર્જા પેદા કરે છે આપણી અંદર. એકલા હાથે કોઈ પર પરિસ્થિતિ સામે ઝૂઝવાની તાકાત પેદા કરે છે. પોતાની શક્તિઓ પર વિશ્વાસ મૂકવાનું બહુ મહત્વનું કારણ પૂરૂં પાડે છે આવા પ્રવાસ.
એવું પણ બને કે આવા પ્રવાસને અંતે આપણે બધા જ પૂર્વગ્રહો, ધારણાઓ, માન્યતાઓ ફગાવીને સાવ અલગ વ્યક્તિત્વ સાથે પાછા ફરીએ.
અંતે તો આ શુદ્ધ સાહસનું કામ છે અને યાહોમ કરીને પડવાની તૈયારી હશે, ઈચ્છાઓ મજબૂત હશે અને પેશન પોકારતું હશે ત્યારે જ શક્ય બનશે.
તો હે એકલ વીરાંગનાઓ,
દેર કાહે કી?
ચલો નીકળી જઇએ ખભે બેકપેક બાંધીને, છાતીમાં બુલબુલનો માળો ભરીને વન-વગડામાં, પહાડો પર કે નદીઓના કિનારાઓ પર એકલપંડે. નવી જગ્યાઓ આંખોમાં ભરી લઈએ ને ફેફસાઓમાં નવી હવાઓ!
ન્ીં ર્ઉદ્બીહ ઈટર્ઙ્મિી ંરી ર્ઉઙ્મિઙ્ઘપ ન્ીં’જ રીટ્ઠઙ્મ ંરીર્ ુઙ્મિઙ્ઘ.
"ર્ૐુ ૈદ્બર્િંટ્ઠહં ૈં ૈજ ૈહ ઙ્મૈકી ર્હં હીષ્ઠીજજટ્ઠિૈઙ્મઅ ર્ં હ્વી જંર્િહખ્ત... હ્વેં ર્ં કીીઙ્મ જંર્િહખ્ત."
- હ્લર્િદ્બ ંરી ર્સ્દૃૈી ‘ૈંહર્ં ંરી ઉૈઙ્મઙ્ઘ’.
- મૌલિકા દેરાસરી. સુરત.
દ્બટ્ઠેઙ્મૈાટ્ઠ૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
લા પંડિત
શ્લોકા પંડિત - અમદાવાદ.
જરર્ઙ્માટ્ઠટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
લા પંડિત
અનામત શબ્દ આજકાલ દરેક જગ્યાએ સાંભળવા મળે છે. લોકો હવે પોતાના અધિકારોને લઈને જાગૃત થતા ગયા છે. પાનના ગલ્લે, દુકાનોમાં, ઓફિસોમાં, રેલ્વે સ્ટેશનોએ અને આવી દરેક જગ્યાએ ‘અનામત’ હોટ ટોપિક છે. ઘણા લોકો પોતાના અધૂરા જ્ઞાનને છલકાવી રહ્યા છે અને પોતાની રીતે પોતાના વિચારો પ્રગટ કરી રહ્યા છે. પણ ખરેખર અનામત એટલે શું? કોને મળી રહ્યું છે અને કોને મળી શકે? બંધારણીય જોગવાઈઓ શું છે?
ઈ.સ. ૧૯૫૦માં બંધારણનાં ઘડવૈયાઓએ દલિત - આદિવાસીઓ માટેની અનામતની જોગવાઈને દસ વર્ષ માટે મંજુર કરી અને ડા.બાબાસાહેબ આંબેડકરએ સમય મર્યાદાનો આગ્રહ રાખીને કહેલું કે ભારતમાં દલિતો - આદિવાસીઓનો વિકાસ થતા ૨૫ વર્ષ જેવું થશે એટલે સમયાન્તરે જરૂર જણાય તો વધુ મુદત માટે પણ ઠરાવો કરવા. આમ અહીંથી અનામતની શરૂઆત થઈ. ઈ.સ. ૧૯૫૦માં દસ વર્ષની જોગવાઈ હતી તે ઈ.સ. ૧૯૬૦માં જવાહરલાલ નહેરૂએ બીજાં ૧૦ વર્ષ માટે લંબાવતો ઠરાવ મૂક્યો. ઈ.સ. ૧૯૭૦માં શ્રીમતી ઈન્દિરા ગાંધીએ અને ૧૯૮૦માં જનતા પક્ષની સરકારે એ જ પ્રમાણે અમલને આગળ વધાર્યો.
ભારતીય બંધારણનાં અનુચ્છેદ-૧૪ તથા ૧૬ અંતર્ગત અનામતની જોગવાઈઓ નક્કી થઈ. બંધારણમાં ત્રણ વર્ગોને અનામતના લાભો મળ્યા છે. અનુસૂચિત જાતી(દલિતો)ને ભેદભાવના આધારે થતા અન્યાય સામે અનામત જ્યારે અનુસૂચિત જનજાતિ (આદિવાસી)ને જંગલ-પર્વતોમાં વિકાસથી દૂર રહેવાના કારણે અનામત મળે છે. આ બંનેમાં કોઈ ફેરફાર નથી કરી શકતું. પરંતુ આ બે અનામત આપ્યા બાદ બંધારણના ઘડવૈયાઓએ નક્કી કર્યું કે આ બે પછાતપણા સિવાય અન્ય કોઈ સ્વરૂપનું પછાતપણું હોય તેવું રાજ્યને લાગે તો રાજ્ય તેમને માટે અલગ વ્યવસ્થા કરી શકે. આમાંથી અન્ય પછાત વર્ગનો ઉદભવ થયો અને આ પછાતોમાં સામાજિક-શૈક્ષણિક પછાતોનો સમાવેશ થયો. એક મહત્વનો મુદ્દો એ છે કે બંધારણ આર્થ્િાક પાસાને આધારે સમાનતા આપવાની વાત નથી કરતું પણ સમાન તકોની વાત કરે છે. શરૂઆતમાં ઓ.બી.સી.માં ૮૨ જ્ઞાતિજૂથને સમાવવામાં આવ્યા અને સમયાંતરે આ સંખ્યા ૧૪૬ જ્ઞાતિજૂથ સુધી વિસ્તૃત થઈ છે.
દરેક રાજ્ય પોતાની સ્થિતિ મુજબ સામાજિક - શૈક્ષણિક પછાતપણું નક્કી કરે પણ આ અનામતની ટકાવારી ૫૦%થી ન વધવી જોઈએ. જેમ કે ગુજરાતમાં એસ.સી.-૮%, એસ.ટી-૧૫% અને ઓ.બી.સી-૨૭% એમ કુલ ૫૦% અનામત ની જોગવાઈ છે. ૈંદ્ગડ્ઢઇછ જીછઉૐદ્ગઈરૂ ઈ્ઝ્ર ફ/જી ેંર્દ્ગૈંંદ્ગર્ ંહ્લ ૈંદ્ગડ્ઢૈંછ છદ્ગડ્ઢર્ ં્ૐઈઇજી, ઈ્ઝ્ર એ અનામત બાબતે માઈલ્સ્ટોન જજમેન્ટ કહેવામાં આવે છે. જેમાં સુપ્રીમકોર્ટની લાર્જર બેંચ અનામત બાબતે લગભગ ૪૫૦થી પણ વધુ મુદ્દાઓમાં વિસ્તૃત રીતે જજમેન્ટ આપ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે અનામતની ટકાવારી કોઈપણ હિસાબે ૫૦%થી ન જ વધવી જોઈએ અને અમુક રાજ્યો એ આ ટકાવારી વધારવાનો પ્રયાસ કરેલો જે સુપ્રીમકોર્ટ દ્વારા અટકાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત ઓ.બી.સી અનામત માટે સરકાર જ પંચ નીમે, તેમના દ્વારા આકારણી થાય ત્યારબાદ પંચ પોતાનો અહેવાલ રજુ કરે અને યોગ્ય જણાય તો નવા જ્ઞાતીજુથને સમાવવામાં આવે.
આમ આંદોલનોથી સરકાર ઉપર દબાણ લાવી શકાય પરંતુ કાયદાકીય રીતે તો ચાલવું જ પડે. આમ, ખરેખર અનામત જેણે મળવું જોઈએ તેણે પણ નથી મળતું હોતું, જે છેવાડાનાં વિસ્તારો છે જ્યાં સુખ સગવડો પહોચી નથી તેવા લોકોને અનામત મળવું જોઈએ પણ તે લોકોને નથી મળતું. આ ઉપરાંત બંધારણીય જોગવાઈઓમાં પણ સ્પષ્ટપણે જણાવેલું છે કે અનામત ધર્મ આધારિત ક્યારેય પણ ન મળે.
ખરેખર તો એવી જોગવાઈ હોવી જોઈએ કે એક પછી એક સમુદાયો પછાતપણામાંથી બાદ થતા હોવા જોઈએ. તો જ દેશ માટે પણ સારૂં છે. તેથી જ બંધારણ તકોની સમાનતાની વાત કરે છે, પ્રાપ્તિની સમાનતાની નહિ.
ર્શ્લોકા પંડિત. અમદાવાદ.
જરર્ઙ્માટ્ઠટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
નાની નિનિ
કુંજલ પ્રદિપ છાયા
નાની નિનિ
વાઘ તણી માસી થકી બીવાય?ઃ
બંધ બારીએ કાનમાં અફળાતા વરસાદનાં અવાજો કોઈ પણ સંગીત પ્રેમીને રોમાંચિત કરી દેતા હોય છે. ભેજથી ફુલેલા દરવાજાની ફાંટમાંથી મંદ પ્રસરતી ભીની માટીની ફોરમ સાહિત્ય રસિક જનનોને પુલકિત કરી જાય. આવા અવસરે મન મૂકીને વાતાવરણને માણી લેવાનું મન થાય.
કડડભૂસ્સ્સ.. કરતી એક વિજળી નિનિની બારીનાં કાચને ચમકાવી ગઈ. આખો દિવસ ધમાચકડી કરીને ડાહી થઈને સુંવાળી રજાઈમાં ગોટપાઈને સૂઈ રહેલી નિનિ ઝબકીને સફાળી બેઠી થઈ ગઈ. આમ તો પોતે બહાદૂર દિકરી છે એવું સૌને કહેતી રહેતી નિનિ જરા ગભરાઈ. ક્યાંકથી ધડબડ અવાજો આવતા હતા. તો ક્યાંક બારીઓ ખખડીને ઘોઘરા દેકારા કરતા હતા. બારીનાં કાચ પર વરસાદી બૂંદોનાં લિસોટા ઉતરીને ઠંડા થઈ થીજી જી વધુ અપાદર્શક લાગતા હતા.
અચાનકથી નિનિ એના કમરાની બહાર દોડી જઈને જોરથી “મમ્મી..” ઉચ્ચારીને ચીસ પાડી. નિનિનાં મમ્મી-પપ્પા તરત જ હેબતાઈ જઈને તેમનાં ઓરડાની બહાર આવી ગયા. જોયું તો નિનિ એનાં કમરાની બારસાખ વચ્ચે ફસડાઈ પડી હતી અને ડૂસકાં ભરીને રડી રહી હતી. દિકરીને તરત જ ઓથમાં લઈ એની મમ્મીએ એને રડતી શાંત કરી. એનાં પપ્પાએ તરત પાણી લાવીને પીવડાવ્યું. થોડી સભાન થઈ પછી નિનિને ઉંચકીને ખોળામાં લીધી. નિનિની મમ્મીએ પૂછ્યું, “શું થયું નિનિ? કેમ રાડ પાડી?”
બારી તરફ ઈશારો કરતી નિનિ એનાં પપ્પાનાં ખોળામાં એમને વળગી પડી. એ એનાં કમરામાં જવા આનાકાની કરતી વધુ રડવા લાગી. નિનિનાં મમ્મી-પપ્પા પણ આ જોઈને થોડાં ડરી તો ગયાં. પછી એમનાં જ કમરામાં લઈ જઈને સૂવરાવી. લગભગ આખી રાત કણસતી રહી. સવાર પડતાં એને જરા સરખો તાવ ચડયો હોય એવું લાગ્યું.
“આજે સ્કુલમાં રજા હો મારી નિન્કુને..” એમ બોલતાં નિનિની મમ્મીએ એને ગરમ-ગરમ બોર્નવિટા ભરેલો છોટાભીમના ફોટાવાળો મગ હાથમાં આપ્યો. ધીમેકથી એને ફૂંક મારીને પીવરાવતે હળવેકથી ફરી ગઈ કાલે શું થયું હતું એ વિશે પૂછ્યું. ફરીથી એ અવાચક ચહેરે આંખો પટપટાવતી એની મમ્મીને વળગી પડી. માથું પસવારીને પીઠ થાબડતી નિનિની મમ્મી એને વહાલપની હૂંફ આપીને ધીરજથી દિકરીને બથમાં ઢબૂરીને બેસી રહી.
ઘડિકવારમાં નિનિએ મહામહેનતે બોલતી હોય એમ કહ્યું, “ મોપમ.. વાઘ હતો..”
નિનિની મમ્મીઃ “હેં? ક્યાં?”
નિનિઃ “બારીમાં..” પોતાનાં કમરા તરફ અંગુલિનિર્દેશ કર્યો.
સવાર પડતાં જ નિનિની મમ્મીએ એમની મમ્મીને એટલે કે નિનિનાં વહાલસોયાં નાનીબાને ફોન કરી દીધો હતો. પરિસ્થિતિનો તાગ તો નિનિની મમ્મીને આવી જ ગયો હતો કે કદાચ એ કોઈ બાબતથી ડરી ગઈ છે. પરંતુ શું? કેવી રીતે એ ડરી ગઈ એ ખ્યાલ આવે તો એનાં એ ડરનો નિકાલ કરી શકાય. ક્યારેક એવું બનતું હોય છે કે સાવ નજીવા જ કોઈ કારણસર બાળક ડરી જાય છે અને એનો તે ડર ઘણી વખત આજીવન રહે છે જેને ‘ફોબિયા’ કહિ શકાય. એવું વિચારતી હતી ત્યાં જ એક મમતા ભરી હાકલ સાંભળી.
નાનીબાઃ “નિનિ.. બેબી શું કરે છે?”
પથારીમાંથી રૂછાળી ધાબળીમાં આળોટતી નિનિ સળવળીને બેઠી થઈ ગઈ નાનીબાનો અવાજ સાંભળીને. “નાનીબા, હું મમ્મીનાં રૂમમાં છું..” સાવ ધીમા અને નિર્દોષભાવે નિનિએ સાદ કર્યો.
મા-દિકરીનો સંબંધ કેવો સરસ હોય છે. સાક્ષાત જાણે ઈશ્વરનો દૂત હાજર થઈ ગયો હોય એમ નિનિની મમ્મીએ નિરાંતનો શ્વાસ લીધો. કદાચ એવી જ સાતા નિનિએ ગઈ રાત્રે ડરી ગયા પછી એની મમ્મીને એની પાસે ભાળીને અનુભવી હશે.
મોં સૂઝણું થતાં વરસાદે વિરામ લીધો હતો. નિનિનાં નાનીબા સુરજ માથે ચડે એ પહેલાં તો નિનિ પાસે પહોંચી આવ્યા હતાં. આખો દિવસ નાની અને નિનિએ સાથે વિતાવ્યો. નાનીબા એ સરસ મજાની વાર્તા કહી અને ગમ્મતમાં જ દિવસ પસાર થયો. નિનિની મમ્મીએ નિનિનું ફેવરીટ મનચુરિયન બનાવ્યું સાંજે, પપ્પા આવ્યા પછી ડાઈનિંગ ટેબલ પર જ સૌ જમ્યાં.
રાત પડતાં જ ફરી વરસાદી વાદળો ઘેરી વળ્યા, વિજળીનાં ચમકારાઓને લીધે નિનિને કઈંક અજુગતો ફડકો પડયો હોય એવું લાગ્યું. નિનિનો તાવ તો ઉતરી ગયો હતો છતાંય તે એનાં કમરામાં જવા રાજી નહોતી થઈ. નિનિ આમ તો સમજુ દિકરી છે પણ ગઈ રાત્રે કોણ જાણે કેમ એ એની પથારીમાં જ સુસુ કરી ગઈ હતી કદાચ એ કશાક ભયને લીધે આમ બઘવાઈ ગઈ હશે. નિનિનાં મમ્મી-પપ્પા અને નાનીબા એ નક્કી કર્યું કે આજ રાત્રે નાનીબા નિનિ સાથે એનાં જ ઓરડામાં સૂસે.
નિનિની મમ્મીએ એની ફેવરીટ બાર્બીડોલની પ્રિન્ટવાળી કલરફુલ બેડશીટ પાથરી અને બારીનાં પડદા ખોલવા ગયાં ત્યાં જ ફરી નિનિએ રાડારાડ કરી.
“હું અહીં નહીં સૂવું.. મને બારીમાં વાઘ દેખાય..” એ તો ભેંકડો તાણીને પછડાટીયાં ખાઈ રોવા માંડી.
હવે તો ત્રણેય વડીલો પણ ગભરાયાં કે નિનિ આમ કેમ કરે છે! અનુભવની કરચલીઓથી ચહેરાની આભા શોભવતાં નાનીબાએ નિનિને ‘સિંડરેલાની કાંચની’ મોજડીની વાર્તા કહેશે એમ કહી ફોસલાવીને પથારી પર બંન્ને આડા પડયાં. નિનિનાં મમ્મી-પપ્પાએ પણ એને અભય રહેવાની કેટલી બધી વાતો કરી. ગાંધીજી રામનામ જપતા અને શ્રીકૃષ્ણ ભગવાન પણ કેવા નિડર હતા એવી કહાણીઓ સંભળાવી. ‘બેડટાઈમ પ્રે’ કરીને બંન્ને પોતાનાં કમરામાં ગયાં.
નિનિઃ “નાનીબા આપણે લાઈટસ ઓફ કર્યા વગર ન સૂઈ શકીયે?”
નાનીબાઃ “હા કેમ નહિ! તું મારા ખોળામાં માથું રાખી દે અને સિંડરેલાનાં રાજકુમારની વાર્તા સાંભળ” નાનીબા નિનિની મુજવણ સમજી ગયાં હતાં.
નિનિઃ “ઓકે નાનીબા.”
નિનિ વાર્તા સાંભળતે જ સૂઈ ગઈ અને નાનીબા લાઈટ બંધ કરવા ઉભાં થયાં. બારી પાસે આંટો માર્યો અને એ પણ નિનિને પડખે તેને થાબડતે નિશ્ચિંત મને પોઢી ગયાં બીજા દિવસની સવાર સાવ કોરીધાકોર હતી. રાત્રે નહોતો વરસાદ કે વિજળીની ગર્જના. નિનિ રોજ કરતાં જરા મોડી જાગી. એનાં મમ્મી અને નાનીનાં જોરજોરથી હસવાનાં અવાજથી તે અચંબિત થઈને બહાર આવી આંખો ચોળાતાં નિર્દોષતાથી પૂછ્યું, “નાનીબા, મમ્મી, કેમ હસો છો આવડું બધું?”
લાડલીને વહાલથી એની મમ્મીએ ઉંચકી લીધી. વરંડામાં લઈ ગયાં. વરંડાનું પછવાડું નિનિની બારીયે પડતું હતું. વરસાદનાં એકધારા રવથી વાસણ ઘસવાની ચોકડીમાં ડોલડબલાનાં બેસૂરા અવાજો આવતા હોઈ શકે અને એક ખૂણાંમાં બિલ્લીમાસીએ ઉંદરડા સાથે સંતાકૂકડી રમી હોય એવા અવશેષો દેખાડયા. ઘટૂડા ગાલ પર નાનકડી ચૂટલી ભરીને નાનીબાએ નિનિને કહ્યું, “અંધારામાં આ વાઘની માસી દેખાઈ હશે!”
આ સાંભળીને નિનિ ખિલખિલાટ કરવા લાગી..
કુંજલ પ્રદિપ છાયા. ગાંધીધામ.
kunjkalrav@gmail.com