Hu Gujarati 33 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati 33


હુંુ ગુજરાતી - ૩૩


COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.કૌતુક કથા - હર્ષ પંડયા

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.મંથન - સાકેત દવે

૫.સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

૬.સખૈયો - સ્નેહા પટેલ

૭.મસ્ત રીડ - ભૂમિકા દેસાઈ શાહ

૮.બોલીસોફી - સિદ્ધાર્થ છાયા

૯.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી


એડિટરની અટારીએથી....

સિદ્ધાર્થ છાયા

પોતાનો હક્ક કેવી રીતે મંગાય?

“સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને હું લઈનેજ રહીશ.” પોતાનો હક્ક માંગવાનું આ સૌથી લોકપ્રિય વાક્ય ભારતની આઝાદીની લડતના સમયે લોકમાન્ય બાળગંગાધર ટિળકે ઉચ્ચાર્યું હતું. એમને એમ કહેવાનો અધિકાર હતો, કારણકે એમને એમ કહેવાનો અધિકાર નહોતો. કન્ફ્યુઝ્‌ડ? ભારત એ સમયે વિદેશી તાકતનું ગુલામ હતું આથી તેમને આવું કશુંય બોલવાનો બિલકુલ અધિકાર ન હતો. પરંતુ ભારતને આઝાદ કરવા અને લોકજુવાળ ઉભો કરવા ટિળકને આમ બોલવાનો પુરેપુરો અધિકાર હતો. પરંતુ એ ગુલામ દેશની વાત હતી પણ અત્યારેતો સંપૂર્ણપણે લોકશાહી અને આઝાદ રાષ્ટ્રમાં પણ પોતાનો ‘હક્ક’ મેળવવા માટે આ પ્રકારના સુત્રો બોલવામાં આવી રહ્યા છે. પોતાને જોઈતી, પણ જરૂરી નહીં એવી અમુક સગવડો એ પોતાનો હક્ક છે અને એને માટે તેમના દ્વારા કરવામાં આવતો સંઘર્ષ એ કોઈ ભિક્ષા માંગવાની પ્રક્રિયા નથી એવું ભારપૂર્વક આપણને જણાવવામાં આવી રહ્યું છે.

હક્ક માંગવાની આ કેવી રીત છે એ કોઈની સમજણમાં નથી આવતું. જો કોઈ બાબત ઉપર તમારો હક્ક હોય અને ન મળતો હોય તો બંધારણમાં ન્યાયપાલિકાની શરણે જવાનો દેશના દરેક નાગરિકને હક્ક આપવામાં આવ્યો છે. પરંતુ કોઈ સગવડ “તને મળે છે અને મને નથી મળતી એટલે એ મનેપણ મળવી જોઈએ અને આથી હું તેને મેળવવા માટે જે પણ કરૂં એ મારો હક્ક છે અને હું ભીખ નથી માંગતો” એ ક્યાંનો ન્યાય? ઠીક છે વર્ષો જુની અમુક પદ્ધતિઓએ ઘણા બધા લોકોને ઘણા બધા અન્યાય કર્યા છે અને એ તમારા-મારા કરતાં એ સિસ્ટમે પેદા કરેલા અન્યાયનો ભોગ બનનારાઓ વધુ સારીરીતે સમજી અને સમજાવી શકે તેમ છે. પરંતુ, જે સિસ્ટમે તમને અન્યાય કર્યો છે એજ સિસ્ટમનો તમે ભાગ બનવા માટેની વાત કરો એતો અત્યંત આશ્ચર્ય પમાડે તેવી બાબત છે. કદાચ આજની આવી કન્ફયુઝ કરે એવી પરિસ્થિતિ ન ભૂતો ન ભવિષ્યતિ જેવી છે. મને કોઈથી અન્યાય થયો તો તેને બદલવાને બદલે હું પોતે જ એ અન્યાયી પદ્ધતિનો ભાગ બનીને ખુદ અન્યાય શરૂ કરી દઉં આ એવી બાબત છે.

વર્ષોથી થતા અન્યાય છતાં તમે તમારી જાતને તમારી મહેનતથી પુરવાર કરી છે, એટલું જ નહીં પરંતુ એ અન્યાયી પદ્ધતિને તમારી કાર્યદક્ષ સફળતાથી નિષ્ફળ પણ પુરવાર કરી છે અને પોતાના માટે દુનિયાનું તમામ સુખ ઉપલબ્ધ કરાવ્યું છે તો પછી અચાનક એ અન્યાયભરી સિસ્ટમનો ભાગ બનવાનો વિચાર કેવી રીતે આવ્યો? અને એપણ દેશના અન્ય નાગરિકોના જીવને ભવિષ્યમાં જોખમમાં મુકીને? હો હો હઈશોમાં જોડાઈ જનારાઓ જરા શાંતિથી વિચાર કરે. અન્યાયી પદ્ધતિમાં જોડાઈને એનો એક ભાગ બની જવા કરતાં એ અન્યાયી પદ્ધતિ શાંતિપૂર્ણ રીતે કેવીરીતે દુર થઈ શકે એબાબતે વિચારવાની ખાસ જરૂર છે. બાકી અમને નહીં તો તમનેય નહીં એ રસ્તો કદીયે તમાને ઈચ્છીત પરિણામ નહીં અપાવી શકે એની ગેરંટી.

અને હા, જતાં પહેલા એક માહિતી આપવી છે. આ અંકથી આપણા કાયમી કટાર લેખિકા ભૂમિકા દેસાઈ શાહ હવે ઝિંદગી રોક્સ ને બદલે પુસ્તક પરિચય આપશે અને તેમની કોલમમાં તેઓ સ્ેજં ઇીટ્ઠઙ્ઘ એવા કેટલાંક જોરદાર પુસ્તકો સાથે આપણી મુલાકાત દર પંદર દિવસે કરાવશે. ભૂમિકાબેનની આ કોલમ ‘મસ્ત રીડ’ ને નામે ઓળખાશે. આપને આ પરિવર્તન કેવું લાગ્યું તે જરૂર જણાવશો.

૨૧-૦૮-૨૦૧૫, શુક્રવાર

અમદાવાદ

કૌતુક કથા

હર્ષ પંડયા

દ્બટ્ઠહરટ્ઠિ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

અનન્ય બક્ષી- કલ,આજ ઔર કલ

આ અંક તમારા હાથમાં આવ્યો હશે ત્યારે વીસમી ઓગસ્ટ વીતી ચુકી હશે. જગતભરમાં ઓગસ્ટ મહિનો લગભગ ક્રાંતિનો રહ્યો છે. કદાચ સૂર્ય સાયન રીતે સિંહ રાશિમાં પ્રવેશ કરે છે એટલે !! બળવાખોરી, પ્રસ્થાપિત હિતોની પરવા ન કરવી અને તેમ છતાંય પોતાની તેજસ્વી પ્રતિભાનું આભામંડળ હોવું એ આ મહિનામાં જન્મેલા અનેક વિભૂતિઓ માટે સરખું રહ્યું છે. ઝવેરચંદ મેઘાણી થી શરૂ કરીને મહષ્ર્િા અરવિંદ સુધીના લોકો આ વાતને સાર્થક કરી રહ્યા છે. એવામાં એક અદની ગુજરાતી ભાષાનો સાહિત્યકાર પોતાની યાત્રા આ જ મહિનામાં શરૂ કરીને ગુજરાતી સાહિત્યની ચીરફાડ કરવા માટે જન્મ્યો હતો. હા, આપણે વાત કરી રહ્યા છીએ ચંદ્રકાંત બક્ષીની.

વીસમી ઓગસ્ટ. એમનો બર્થડે. સામાન્ય રીતે જોઈએ તો જે ઝડપે ગુજરાતી વાંચકનું સ્તર અને પસંદગી બદલાઈ રહી છે એ પ્રમાણે લેખક જો સતત પોતાની જાતને સુધાર્યા, મઠાર્યા ન કરે તો ચોક્કસપણે ફેંકાઈ જાય કેમકે વાંચકોને ગુણવત્તાસભર વાંચનની સાથે સાથે રસાળ શૈલી પણ એટલી જ આકર્ષે છે. હવેનો યુગ કન્ટેન્ટ વીર્યવાન હશે એનો રહેવાનો છે. આમ તો કાયમથી આ ટ્રેન્ડ ચાલ્યો જ છે પરંતુ નબળું સાહિત્ય પણ સમાજના એક વર્ગ માટે રહેતું હોય છે. બક્ષી પાસે ઉપર કહ્યા એ ત્રણેય મુદ્દાઓનું ખતરનાક સંયોજન એટલે કે મિક્સ હતું. સંશોધિત માહિતી, રસાળ પ્રસ્તુતિ અને ધારદાર ઈન્સાઈટ એટલે કે આંતરદ્રષ્ટિ એમની પુષ્કળ મહેનત દ્વારા અને સઘન વાંચનની ટેવને કારણે સહજસાધ્ય હતા.

ગુજરાતી સાહિત્યમાં બક્ષીની એન્ટ્રી એવે વખતે થઈ જયારે ગુજરાતી ભાષા હજુ ‘સરસ્વતીચંદ્ર’ કે ‘જય સોમનાથ’ ની ગહેરી અસરમાં હતું. બક્ષીની અંગત જિંદગી સતત માયગ્રેશનને લીધે અનેક અનુભવોથી ઘડાઈ હતી. એ સાથે જ કલકત્તા ખાતેના લોકાલ એટલે કે સ્થાનિક માહોલમાં વેશ્યાઓના પ્રખ્યાત વિસ્તાર સોનાગાછી માં રહેતા રહેતા એમણે એમની કારકિર્દીની પહેલી ગુજરાતી વાર્તા લખવાની શરૂ કરી. અને પછી જે થયું એ આજે ય ગુજરાતના સાહિત્ય સમારંભોમાં જુદા જુદા સંદર્ભે પ્રગટ થયા કરે છે.

બક્ષીએ સૌથી પહેલું કામ ગુજરાતી સાહિત્યના પ્રચલિત વ્યાકરણ પ્રયોગોને તોડીફોડી એક નવી જ ભાષા વાપરવાનું શરૂ કર્યું. એ ભાષા, જે આજના અખબારો અને કોલમો વાપરે છે. એંગ્લો-ગુજરાતી ભાષા. ઉર્દુ મિશ્રિત ગુજરાતીમાં એમની વાર્તાઓ, નાયકો-નાયિકાઓ અને લોકાલ પેશ થયા. અને ગુજરાતી સાહિત્યએ એક નવી કરવટ બદલી. બક્ષીને જે વાંચકો ઓળખતા જ નથી એમને માટે નીચે થોડા ક્વોટસ આપ્યા છે, જેનાથી બક્ષીની કલમનો પરિચય મળશે. આપણે ત્યાં આજે ય ‘સારા’ કહી શકાય એવા પુસ્તકો વાંચકોને મળતા નથી. માં-બાપને સંતાનો માટે સારૂં પુસ્તક બુક ફેરમાં સસ્તા ભાવે ડિસ્કાઉન્ટમાં મળતું નથી, ગૃહિણીને ડોરેમોન તરફ વળેલા બાળક માટે સારૂં પુસ્તક મળતું નથી... એવે વખતે દરેક ગુજરાતી વાંચક માટે બક્ષીના લખાણો એટલીસ્ટ સ્પ્રિંગબોર્ડ જેવું કામ કરશે.

જવાની અને બુઢાપાની મારી વ્યાખ્યા સ્પષ્ટ છે : જ્યારે દવા કરતાં દારૂનો ખર્ચ વધારે હોય ત્યારે જવાની સમજવી અને જ્યારે દારૂ કરતાં દવાનો ખર્ચ વધી જાય ત્યારે સમજવું કે બુઢાપો આવી ગયો છે...!

દરેક ધાર્મિક ગુરૂ કે ગોડમેન મહાન વક્તા હોય છે. એ એના ધંધા માટે જરૂરી છે, જેમ હાઈકોર્ટના વકીલ પાસે સરસ અંગ્રેજી હોવું જરૂરી છે એમ !

સુજ્જ્ઞ વાચક અને અજ્જ્ઞ લેખક વચ્ચે પણ ગુજરાતી સાહિત્યમાં મૈત્રી જામતી નથી, કારણ? ઘણા ઈનામ-વિજેતા ગુજરાતી લેખકોને વાચકો બુદ્રધિશાળી બની રહ્યાનો ભય રહી રહીને સતાવી રહ્યો છે !

જે ભાષા નવાનવા શબ્દપ્રયોગો સ્વીકારતી રહે છે એ સંવૃદ્ધ થતી રહે છે, અને જે ભાષા વાડામાં ઘૂસીને શુદ્ઘિની જિદ્દ કરતી રહે છે એ અસમય વૃદ્ધ થઈ જાય છે.

કોલમ લેખક ધર્મગુરૂ કે ઉપદેશક નથી, સૌદાગર કે તાબેદાર નથી, શિક્ષક કે સર્કસનો જોકર નથી, સરકાર સાથે વેવાઈ જેવું વહાલ રાખીને ખભા ઉછાળતા રહેવાનો એનો ધર્મ નથી. અઢી અક્ષરનો શબ્દ ‘સત્ય’, એ એનું નિશાન હોવું જોઈએ અને આ નિશાનની દિશામાં વાચક જ એનો બિરાદર છે, કોમરેડ છે, હમદમ છે અને દોસ્ત છે.

સ્ત્રીના નિતંબો જોઈને આધ્યાત્મિક આનંદ થવો કે શરાબનો ગ્લાસ જોઈને બ્રહ્‌મની કલ્પના કરવી મારે માટે શક્ય નથી.

જીવન અને મૃત્યુ વિશેની મારી સમજ બહુ સરળ છે. વહેતું પાણી છે. પાણીમાં બરફનો ટુકડો તરી રહ્યો છે. બરફની અંદર બંધ પાણી છે. એક દિવસ બરફનું બંધન ઓગળશે કે તૂટશે. એક દિવસ બરફની કેદમાંથી પાણી મુક્ત થશે. એક દિવસ અંદરનું બંધ પાણી બહારના વહેતા પાણીમાં ડૂબી જશે. કદાચ એને જ મૃત્યુ કહેતા હશે. મુક્તિનું બીજું નામ.

પાપીની કાગવાણીઃ

જીવવું એ કળા છે, બીઝનેસ નથી. - બક્ષી

ર્સ્િીપીંછ

કાનજી મકવાણા

મંથન

સાકેત દવે

જટ્ઠાીંઙ્ઘટ્ઠદૃીજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠદ્બ

લઘુકથાનું નામ : આખરી ઈચ્છા

“સવારે જ તો ઈન્જેક્શન આપેલું, અત્યારે ફરી ?” પત્નીએ ઊંંડી ઉતરી ગયેલી આંખોમાં પ્રશ્ન ભરી એની સામે જોયું.

“હા... ડૉક્ટરે કહ્યું છે...” એણે ટૂંકમાં પતાવ્યું.

“રસોઈવાળા બહેને ટેબલ પર જમવાનું ઢાંકીને મુક્યું છે, જમી લેજો...”

એણે ખાનામાંથી સિરિન્જ કાઢી અને ખિસ્સામાંથી બહાર કાઢેલી કાચની કેપ્સ્યુલમાંથી પ્રવાહી ખેંચી ઈન્જેક્શન ભર્યું. પત્નીને માથે હાથ ફેરવી તેણે કહ્યું, “જરાક જ દર્દ થશે હવે...”

પત્નીના જમણા હાથની ધોરી નસમાં જરા ધ્રૂજતા હાથે ઈન્જેક્શનની દવા ભર્યા પછી જ્યારે પત્નીની આંખ ઘેરાવા લાગી ત્યારે એ બાલ્કનીમાં આવીને ખુરશી પર બેઠો. એક ઊંંડો શ્વાસ લઈ તેણે સિગરેટ સળગાવી. જમવાની વાત તો બહુ દૂરની હતી, આજની આખી રાત ઊંંઘ પણ નથી આવવાની તેની એને ખાતરી હતી.

“જુઓ મિસ્ટર... આ કેપ્સ્યુલમાં ખૂબ કાતિલ ઝેર છે. એક ડૉક્ટર તરીકે હું તમને આ ન આપી શકું ક્યારેય... એક મિત્ર તરીકે આપું છું. વિચારી લેજો હજીયે...”

ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે હવે કાલે સવારે પત્ની ઊંંઘમાંથી જાગશે નહિ. માત્ર હોઠ અને નખ જરા કાળા પડી ગયા હશે. ડૉક્ટરે ડેથ-સર્ટીફીકેટ તૈયાર રાખ્યું હશે. તાત્કાલિક અંતિમ સંસ્કાર કરી નાખવા માટે ખાસ મિત્રને અછડતી સૂચના પણ આપી રાખેલી. આમેય નજીકનું કહી શકાય એવું બીજું કોઈ ક્યાં હતું...

સિગારેટના ફૂંકેલા ધુમાડામાં તેણે નવપરિણીત પત્નીનો ચહેરો વંચાઈ રહ્યો. બહુ જૂનો ભૂતકાળ નહોતો. પરણીને આવ્યાના ચાર મહિનામાં પત્નીનો ખોરાક ઓછો થઈ ગયેલો ને નાનાં-નાનાં કાર્યોમાં અશક્તિ લાગતી. ડૉક્ટરને હાડકાના દુખાવાની પણ ફરિયાદ કરેલી એ તેને યાદ આવ્યું. ચોથી મુલાકાતમાં ડૉક્ટરે લોહીની તપાસ કરાવવાની સલાહ આપેલી. અને રીપોર્ટ લઈ મોટા ડૉક્ટરને બતાવવાનું કહ્યું હતું.

“જુઓ મિસ્ટર મેહતા, અમારી ભાષામાં આ રોગને ‘એક્યુટ માયેલોસાયટિક લ્યૂકેમિયા’ કહે છે. અને તમારી ભાષામાં કહું તો ‘લોહીનું કેન્સર’. રોગ જ એવો છે જેમાં કોષ-વિભાજન ખૂબ ઝડપથી થાય છે. લિમ્ફોસાઈટ પ્રકારના શ્વેતકણો બનવાની પ્રક્રિયા ધીમી પાડી અટકાવી નાખવામાં આવે છે અને આ રોગ આપણને ક્યારેય વધુ સમય આપતો નથી. તબીબી વિજ્ઞાન આગળ વધી ગયું છે, આપણે પૂરતા પ્રયાસો કરવાના છે પણ હું તમને અંધારામાં રાખવા માંગતો નથી.” ડૉક્ટરે શક્ય એટલી હળવાશથી કહેલું ને એ સ્તબ્ધ બની સાંભળી રહેલો.

ત્યાર પછીનો સમય બહુ ઝડપથી વીતેલો. શરૂઆતમાં દવાઓ, પછી ઈન્જેક્શનો અને અંતમાં કિમોથેરાપી અને રેડિયેશન થેરાપી. સરળ એવા પતિ-પત્ની માનસિક રીતે ભાંગી પડેલાં. મિસિસ મેહતાનું સ્વાસ્થ્ય કથળતું રહેલું, વાળ ઉતરી ગયેલા, આંખો ઊંંડી ઉતરી ગયેલી ને ઘણીવાર લોહીની ઉલટીઓ થતી.

નિદાનના ચારેક મહિના પછી એક સાંજે પાસે બેઠેલા પતિને પત્નીએ આંખોમાં અંધારૂં ભરી સાવ કૃશ સ્વરે કહેલું, “હવે સહન નથી થતું.... કંઈક કરો ને પ્લીઝ... મને છોડાવો આ દર્દમાંથી... મારી આખરી ઈચ્છા સમજીને...” ને બંને ખૂબ રડેલાં એ રાતે...

બાલ્કનીમાં બેઠેલા મિસ્ટર મેહતાની આંખો ભીંજાઈ. પત્નીની આખરી ઈચ્છા પૂર્ણ થવા આડે હવે માત્ર થોડાં કલાક હતા. બાલ્કની બહાર એક વૃક્ષ પરથી પીળાં પર્ણો ખરી રહ્યાં હતાં અને વસંત દૂર દૂર સુધી દેખાતી ન હતી. નહિ પિવાયેલી સિગારેટ પૂરી થઈ ટેરવાંને દઝાડી રહી હતી...

સંજય દ્રષ્ટિ

સંજય પિઠડીયા

જટ્ઠહદ્ઘટ્ઠઅિૈંરટ્ઠઙ્ઘૈટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

આજ ફિર સંસદ બંધ હૈ....

એક વાર કરીમભાઈ ને અનવર ને ઈકબાલ ને ખાન સાહેબ ને અબ્દુલ રહેમાનભાઈ અને હું - અમે બધાં ફરતાં જમવા બેઠા હતાં ને એમાં લાપસી આવી અને ઉપર ઘી પીરસાયું. ઈકબાલે ઘી જોયું ત્યાં એણે વાત માંડી. “ખાનસાહેબ, એમ વહેવારમાં ન રહેવાય”. એમ કરીને લાપસીમાં એક લીટો પાડયો. “યાસ્મીનની શાદીમાં આવ્યાં?” “નાઝનીનના વિવાહમાં આવ્યાં?” “આબિદને પરણાવ્યો તંયે આવ્યા?” “અફઝલના લગનમાં આવ્યાં?” એમ ત્રણ-ચાર વાતુ કરીને ત્રણ-ચાર લીટા પાડી દીધા. એટલે ઘી બધું ઈકબાલ કોર વેતું થ્યું. ત્યાં પેલી બાજુ ખાનસાહેબ ચકળવકળ ડોળે જોઈ રહ્યાં. એટલે એમણે કહ્યું, “એક કોરથી તમારા બેનની તબિયત ખરાબ અને મને એક કોરથી રજા મળે નહીં ને સાહેબ એવાં આકરાંપાણી અને એવો ગોટાળો થ્યો” - એમ કરીને એણે બધું ભેગું કરી નાખ્યું.

આ વાક્યો સુપ્રસિદ્ધ હાસ્યકાર શાહબુદ્દીનભાઈ રાઠોડની ખૂબ જ પ્રખ્યાત કેસેટ ‘વનેચંદનો વરઘોડો’માંથી લીધા છે. આમ તો એ કેસેટમાં દરેક વાક્યે હસવું આવે એવા ટૂચકાઓ હતાં, પણ આ ટૂચકો આપણા ભારત દેશની હાલની પરિસ્થિતિ સાથે બંધબેસતો આવે છે. એક કોર ડૉ. અબ્દુલ કલામની વસમી વિદાય ને યાકુબને ફાંસી દેવાઈ ને એક કોરથી પોર્ન બૅન થયું અને ગુગલને નવા ભારતીય મૂળના સી.ઈ.ઓ. મળ્યા તો એક કોર ૬૯મા સ્વાતંત્ર્‌ય દિવસના બીજા દિવસે ન.મો. અબુધાબી જવા નીકળ્યા, બીજી કોર પાટીદારોમાં અનામતનું ભૂત ધણધણ્‌યું ને પેલી કોર ‘રાધેમાં’ના ગોરખધંધા લોકો સમક્ષ આવ્યા... અને એવો ગોટાળો થયો કે કયા વિષય પર લખવું એ સમજાતું નથી. બધું ભેગું તો થઈ ગયું પણ આ બધા વચ્ચે એક મહત્ત્વના સમાચાર એવા પણ હતાં કે સંસદનું મોનસૂન સત્ર ખરા અર્થમાં ‘મૌન-સૂન’ બની રહ્યું. ૬૯મા સ્વાતંત્ર્‌ય દિનની પૂર્વ સંધ્યાએ પ્રજાજોગ સંદેશમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે, “આપણા બંધારણે ઘડેલી ફળદ્રુપ જમીનમાં લોકશાહીના મૂળ મજબૂત છે પરંતુ પાંદડા હવે સુકાવા લાગ્યા છે. સંસદ ચર્ચાને બદલે યુદ્ધનું મેદાન બની ગયું છે.” લોકો એમ કહે કે રાજનીતિમાં આવું બધું તો ચાલતું જ હોય એમાં શું નવી વાત છે? ટેન્શન શું લેવાનું? પણ ના, આવા સંસદના સત્રો ના ચાલે તો આપણે આમઆદમીને શું ફરક પડે છે એ એ વાત વિચાર માંગી લે એવી અગત્યની છે.

એક મિનિટની સંસદની કાર્યવાહીનો ખર્ચ લગભગ અઢીથી ત્રણ લાખ રૂપિયા આવે છે અર્થાત પાર્લામેન્ટની એક કલાક બગડે તે આપણા જેવા કરદાતાઓને આશરે દોઢ કરોડમાં પડે છે. આ એટલા માટે લખ્યું કે ૧૬મી લોકસભાના તાજેતરમાં સમાપ્ત થયેલા સત્રમાં સંસદની કાર્યવાહી લગભગ ઠપ્પ જ રહી. શોરબકોર, ઘાંટાઘાંટી, સૂત્રપાટિયા દેખાડવા સિવાય ખાસ કાંઈ કામ થયું નહીં. ‘ફાઉન્ડેશન ફોર રિસ્ટોરેશન ઓફ નેશનલ વેલ્યૂઝ’ નામની એક સંસ્થાએ થોડાં દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર સામે અરજી દાખલ કરીને સંસદમાં ચાલી રહેલા સમય અને પૈસાના વેડફાટ સામે વિરોધ નોંધાવ્યો છે. ૨૧ જુલાઈથી ૧૩ ઓગસ્ટ વચ્ચે આ પાંચમા સત્રમાં કુલ ૧૭ બેઠકો થઈ અને ૪૭ કલાક ૨૭ મિનિટ સુધી આ બેઠકો ચાલી. પણ એમાંથી ૩૪ કલાક અને ૪ મિનિટનો સમય (૭૧.૭%) ફક્ત અવરોધ અને રૂકાવટમાં જ વીત્યો. ૧૦ માંથી ૬ સરકારી બિલ પાસ થયા પણ ૪૫ માંથી એક પણ ખાનગી બિલ પાસ ન થયા. આપણી સંસદમાં એવા પણ ઉદાહરણો બન્યા છે જ્યારે ફાળવેલા સમય કરતાં પણ વધુ સમય કામ થયું હોય (જેમ કે ૯મી લોકસભામાં ફાળવેલા સમય કરતા ૧૫% વધુ એટલે કે કુલ ૧૧૫ % કામ થયેલું). જો કે (આ અગાઉની) પંદરમી લોકસભા છેલ્લા પચાસ વર્ષમાં સૌથી ઓછું કામ કરનારી લોકસભા બની રહી હતી.

આ વખતનું સત્ર ઠપ્પ રહેવા માટે જવાબદાર એવા બે મુખ્ય મુદ્દા વિપક્ષ પાસે હતાઃ આઈ.પી.એલ. સાથે સંકળાયેલા લલિત મોદીને મદદ કરવા બદ્દલ સુષમા સ્વરાજ અને વસુંધરા રાજે સિંધિયા તથા વ્યાપમ કૌભાંડના મુદ્દે શિવરાજ સિંહ ચૌહાણ. મુદ્દા ગમે તે હોય, સરવાળે જાહેર અને રાષ્ટ્રીય હિતને ભારે નુકસાન પહોંચ્યું. જો કે આમાં ફક્ત કોંગ્રેસને દોષી ઠરાવાય નહીં. ૨૦૧૦માં ચોમાસુંસત્ર ખોરવાયું ત્યારે એક પણ દિવસનું કામકાજ થઈ શક્યું નહોતું. તે વખતે વિપક્ષ ટુ-જી લાઈસન્સ ફાળવણીની તપાસ માટે જેપીસી (જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી)ની માગણી કરી રહ્યો હતો અને જેપીસીનું ગઠબંધન ન થાય તો સંસદ નહીં ચાલવા દેવાની ધમકી ભાજપે આપી હતી. રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે કોંગ્રેસના સભ્યોની સંખ્યા ૪૨૬ હતી, છતાં થોડાઘણા સક્રિય વિરોધકર્તાઓએ પણ બોફોર્સ મામલે સંસદને ભારે ગજાવીને સળંગ ૪૫ દિવસ સુધી સંસદનું કામ ખોરવેલું. છેવટે સરકારે ઝૂકીને બોફોર્સકાંડની તપાસ કરવા સંસદીય સમિતિની નિમણૂક કરવી પડેલી. ૨૦૧૪માં કોલસા ખાણ વિતરણના મુદ્દે તપાસ ન થાય તો સંસદ નહીં ચાલવા દેવાની ધમકી પણ ભાજપે આપી હતી. આમાં તો એવું છે કે પહેલાં ભાજપ કોંગ્રેસને નડયું એટલે હવે કોંગ્રેસ નડે છે. પણ હા, આ વખતે કોંગ્રેસ માટે ડોશી મરી ગઈ એનું દુઃખ તો છે જ પણ એથી વધારે દુઃખ અને ડર એ વાતના છે કે જમ ઘર ભાળી ગ્યો છે. ગયા વર્ષે બેરહમીથી કોંગ્રેસની જે હાર થઈ એ પછી જો મોદીસરકાર સંસદમાં સારૂં કામ કરે અને જનતાને લાભ આપતા દરેકે-દરેક ખરડાઓ પર ચર્ચા કે પ્રસ્તાવ પાસ કરે તો કોંગ્રેસની હાલત ઔર બગડી જાય.

લોકસભામાં ખરડો પસાર કરતી વખતે તેના પર સાંસદો દ્વારા ચર્ચા થવી જોઈએ, તેના સારા-નરસા દરેક પાસાંનું પૃથક્કરણ થવું જોઈએ, તેના ફાયદા-ગેરફાયદા સમજવા જોઈએ અને પછી જ તે પસાર થવા જોઈએ. હવે આ બધું કરવા માટે આપણે જેને ચૂંટીએ છીએ એ સંસદમાં જીને માહોમાંહે ઝઘડે છે, તનોતન બાખડે છે. સાંસદો પગાર અને બીજા લાભ મેળવી લીધા બાદ ઈન-કેમેરા લાઈવ લડીને આપણું ઘરબેઠા મનોરંજન કરે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી... અને એના સૌથી મોટા મંદિર સમાન સંસદમાં બોલવાનો મોકો મળે એ કાંઈ નાનીસૂની વાત નથી. આપણી સંસદમાં બોલવા માટે, ચર્ચા કરવા માટે સાંસદોમાં ઉત્સાહ અને ઉમંગ હોવા જોઈએ પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. સંસદ જાણે કુસ્તીનો અખાડો હોય તેમ તેમાં શાબ્દિક મલ્લયુદ્ધ થાય છે અને ક્યારેક સાચેસાચ માનનીય સંસદસભ્યો બાઝી પડે છે. સંસદ ઝઘડવા માટે કે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ માટે નથી. એ જનતાના પૈસા દ્વારા અને જનતા માટે ચાલે છે. હજી એક અગત્યની વાત એ કે સંસદ કે વિધાનસભામાં જે કંઈ કહેવાય અને જે કંઈ કરવામાં આવે એ બાબતમાં કોઈ પગલાં ભરવાની સત્તા કે પોલીસો કે ન્યાયધીશોને આપવામાં આવતી નથી. કાયદા ઘડનારા લોકોના પ્રતિનિધિઓ શિસ્તતા અને શાંતિથી પોતાનું કામ બજાવે તે જોવાની ફરજ ‘સ્પીકર’ની છે. ગેરવ્યાજબી બોલનાર કે ખરાબ વર્તન કરનાર કરનાર ધારાસભ્યને બહાર કાઢી મૂકવાની, સસ્પેન્ડ કરવાની, અને જેલમાં મોકલવાની સત્તા સ્પીકરો ધરાવે છે પણ વાપરતા નથી. જો કે આ ચોમાસુસત્રમાં સ્પીકર બોલ્યા અને ૩૭૪(એ) કલમને આધારે કોંગ્રેસના ૨૫ સાંસદોને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતાં. થોડા સમય પહેલાં તેલંગણ સ્થાપના અંગેનો ખરડો લોકસભામાં પેશ થયો ત્યારે અભૂતપૂર્વ ધાંધલ થઈ. માઈક તૂટ્‌યા, સ્પીકરના ટેબલનો કાચ તૂટ્‌યો, ચપ્પુ દેખાડવામાં આવ્યું, પૅપર સ્પ્રે થયાં. આ ઘટના બધાએ વખોડી. કલંક લાગ્યું, કાળો દિવસ ગણાશે આવું બોલનારાઓમાંથી એક પણ સાંસદે ગુનાખોર સાંસદો ખો ભૂલી જાય એવી સજા તેમને ફરમાવવાની વાત કરી નહોતી. ૧૭-૧૮ સાંસદોને સસ્પેન્ડ કર્યા પણ ફક્ત પાંચ સેશન માટે જ! ધાંધલ-ધમાલ થાય ત્યારે ગુનેગારને સજા કરવાના બદલે લોકસભાને સજા થાય છે. બેઠકો મોકુફ રખાય છે અને લોકોનાં નાણાં વેડફાય છે, જરૂરી કાયદાઓનું ઘડતર થતું નથી.

મને, તમને, આમજનતાને સંસદ ખોરવાઈ જવાથી કે પાર્લામેન્ટરી બિઝનેસ ન થવાથી શો ફરક પડે છે? ફર્સ્ટ એન્ડ ફોર મોસ્ટ, તમારા પરસેવાના પૈસાનું પાણી થાય છે. દર મહિને પગાર આવે એ પહેલાં જેટલા ટકા કાપીને સેલેરી હાથમાં આવે છે એ બધાં રૂપિયા આવા સંસદ જેવા સરકારી કામોમાં પણ વપરાય છે. બીજી મહત્ત્વની બાબત એ કે આપણા માટે બનતા કાયદા અટકી પડે છે, સુધારા ખોરંભે પડી જાય છે અને આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ આપણી સુવિધા માટેની જે રજૂઆતો કરવી જોઈએ એ કરી શકતા નથી. ઉદ્યોગસંબંધી કોઈ નિર્ણયો અટકેલા હોય કે વિદેશી મૂડીરોકાણના કોઈ નિર્ણયો પેન્ડિંગ રહે તો એની અસર અર્થતંત્ર પર અને બજાર પર પડે.

જો રાજકીય પક્ષો ધારે તો કોઈ પણ મુદ્દા પર ચર્ચા કરીને સંસદને ચાલુ રાખી શકે. મુદ્દો ખોટો છે કે સાચો એ તો ચર્ચા થાય પછી જ ખબર પડે પણ ‘જ્યાં સુધી ફલાણાભાઈ કે ફલાણીબાઈ રાજીનામું નહીં આપે ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં થાય’ - આ તે કાંઈ રીત છે? રાજકીય પક્ષોની સંસદમાં મનમાની બંધ કરાવવા માટે થોડા સુધારા સિસ્ટમમાં થવા જરૂરી છે. સાંસદોને પોતાની મરજી મુજબ મત આપવાની છૂટ હોવી જોઈએ, વ્હિપ નહીં. તમામ મોટાં મુદ્દાઓ પર બારીકાઈથી ચર્ચા ફરજિયાત બનાવવી પડે. સંસદની પોતાની એક ગરિમા છે એને જાળવવી એ દરેક સંસદ સભ્યોની ફરજ છે. એક દેખીતું સોલ્યુશન એ પણ છે કે જો સંસદમાં કામ ન થાય તો ‘નો વર્ક નો પે’ના ધોરણે સાંસદોનો પગાર કપાવો જોઈએ. પણ આવો કાયદો લાવવા માટે પણ એકડે એકથી ખરડો પસાર કરવો પડે અને એ પાછો સંસદમાંથી જ પસાર કરવો પડે, એની ઉપર ચર્ચા-વિચારણા કરવી પડે. હવે તમે જ વિચારો - કોઈ પોતાના પગ પર કુહાડો મારે ખરાં?

પડઘોઃ

દેકારા પડકારા હોબાળા રોજેરોજ, વાગે છે નીત નવાં ઢોલ

જેને જે સોંપાશે એવો ને એવો, અહીં અદ્દલ ભજવશે ઈ રોલ

નાટક કંપનીયું ઈર્ષા કરેને ભલે, આપણે ત્યાં ભજવાતા વેશની

હાલો પથ્થારી ફેરવીએ દેશની

(કવિ ‘કૃષ્ણ દવે’ના એક કટાક્ષકાવ્યનો અંશ)

સખૈયો

સ્નેહા પટેલ

જહીરટ્ઠ.રીંજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠ.ૈહ

અચરજ

દૃખ્તટ્ઠ ર્ઙ્મઢન્; ર્ભ્રાાજ ી્રા% ર્ઙ્મટ્ઠઢ ર્બ્ઢિજિછ

હ્વકિ ીર્ઇા ૐાેંંજિ ીાટ્ઠ ષ્ઠૂ/ાા ર્ૐાા ઙ્મીર્કેિંા છછ

- ત્નરીહશ્ ૐાર્ટહશ્ટરિાૃ બચ્શ્ર્િ

’હું સમગ્ર સૃષ્ટિનું જન્મસ્થાન છું. સમગ્ર જગત મારા થકી જ પ્રવૃતિમય છે. આ વાત સમજીને શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને ભાવુક ભક્તજનો મારી, પરમેશ્વરની જ નિત્ય ઉપાસના કરે છે.’

રોજ સવારે મારી નજરે અનેકો નવા ચહેરા અથડાય છે. નાનપણથી આ નિત્યક્રમ અચૂકપણે જળવાતો આવ્યો છે. લગભગ ચાલીસ વર્ષની મારી જિંદગી (હા હવે,બહુ હસ મા. અમે કાળા માથાના માનવી તો સામાન્ય વાતો જ કરીએ ને ? અમારૂં જીવન વર્ષોમાં જ ગણાય તારી જેમ યુગોમાં નહીં ને વળી અમે તારી જેમ વટથી એમ ના કહી શકીએ કે જ્યારે ધરતી પર પાપનો ફેલાવો વધી જાય ત્યારે હું અવતરીશ. અમારે તો ભાગે જ્યારે જે સમય આવે એને માન આપવું પડે,એ રીતે જ ચાલવું પડે ને ! ) હા, તો હુ શું કહેતી હતી, કે મારી ચાલીસ વર્ષની જિંદગીમાં રોજ સવારે રસ્તા પર નજર દોડાવતા કાયમ નવા ચહેરા દેખાય, દેખાય ને દેખાય જ. હવે ચાલીસ વર્ષ એટલે ૩૬૫ ગુણ્‌યાં ચાલીસ એટલે લગભગ ૧૪,૬૦૦ દિવસ. એમાં મેં રોજના કમ સે કમ ૧૦૦ નવા ચહેરા જોયા હોય તો આજે એની સંખ્યા કેટલી થવા જાય ! હવે તું ગણ, થોડી તસ્દી લે. આ તો ફકત હું માણસોની જ વાત કરૂં છું. પશુ, પંખી, ફૂલો એ બધાંની તો કોઈ ગણતરી જ નથી કરતી. તે હેં સખૈયા, આ મારી આજુબાજુની નાની શી જિંદગીમાં હું રોજે રોજ આ નવા નવા ચહેરાઓના દર્શન કરી શકુ છું એ એક અદભુત વાત નથી ?

આ પ્રશ્ન કદાચ હું કોઈ કાળા માથાના માનવીને પૂછીશ તો એને હું પાગલ લાગીશ. હકીકતે અજ્ઞાનતાના સમંદરમાં ગોથા લગાવી લગાવીને જીવતા સામાન્ય દ્રષ્ટિવાળા લોકોને પોતાની અજ્ઞાનતા સમજવા, સ્વીકારવાનો સમય જ નથી મળતો. એ તો બસ ડૂબી ના જવાય એના પ્રયાસોમાં તર્યા કરવાના શ્રમમાં જ રચ્યા પચ્યા રહે છે. જ્યારે હું રહી સ્વશોધક ! માસ્ટરવર્ક ! ડૂબીને ય તરી જવાનું આવડે છે મને! આ સ્વશોધની પ્રક્રિયામાં થોડી જીદ્દી બની ગઈ છું એવું લોકોને લાગે છે પણ હકીકત તો તું જાણે છે ને ?

અગ્નિ, જળ, વાયુ, આકાશ અને પૃથ્વીતત્વના ગુણો ધરાવતો વ્યક્તિ મને મળી જાય તો હું તરત એને મારો ગુરૂ માની લઉં. પણ ભીતરમાં સતત દીવો પ્રજવલ્લિત રાખી શકે, સતત અમી નીતરતી આંખોથી જ નિહાળે.. જેની ચેતના ક્યાંય ના બંધાતી હવા સાથે જોડાયેલી હોય, આકાશની જેમ અફાટ, અસીમ હોય અને ગમે એટલી ઉંચાઈએ પહોંચીને પણ ફકત વિકસવાને જ મૂળકાર્ય સમજીને મૂળ તો જમીનમાં જ ખોડી રાખતો હોય એવો ગુરૂ મળવો મુશ્કેલ છે અને એથી જ હું કોઈની વાત આસાનીથી માની નથી શકતી કે જે પણ વિચારૂં એ બધું કોઈને કહી નથી શક્તી. મારે તો હું ભલી ને મારો સખૈયો તું ભલો. મને તો તું કાયમ મારી આસપાસ સંપૂર્ણપણે ચેતનવંતો જ લાગે છે. તારી એ ચેતનાને કારણે જ આજે હું તને આ પ્રશ્ન પૂછી શકી છું કે, ’રોજ રોજ નવા નવા ચહેરા દેખાય એ અદભુત વાત નથી ?’

અને પછી આંખો મીંચીને તારા ઉત્તરની રાહ જોવું છું. મને ખબર છે તું મારી વાત પર પહેલાં કાયમની જેમ હસીશ જ પણ પછી મૃદુ હાસ્યના ફૂલો વેરીને તું મને ઉત્તર પાઠવીશ જ. તારી પાસે મારી વાત માન્યા સિવાય કોઈ રસ્તો જ ક્યાં છોડું છું હું ! તને બાંધવા માટે મારી પાસે ‘લાગણીપાશ’નું એક અદભુત શસ્ત્ર છે ને.. હા, તો તું શું કહે છે એ સાંભળવામાં ચિત્તને લગાવું છું.

હવાના ઝાંઝર પહેરીને રણઝણ ચાલે તું મારી પાસે આવે છે હું સાંભળી શકું છું. સૂર્યકિરણોની ગરમીમાંથી તારા નેહ-અમી પસાર થઈને આકાશના ફલક પર સતરંગી મેઘધનુ બનાવી દે છે અને એની પાછળથી તારી દિવ્યવાણીના સૂર રેલાય છે. તું પણ પાછો મોટો કલાકાર, તારી વાણીમાંથી મને એક જ જવાબ સંભળાય છે કે,

‘આ બધી કડાકૂટ રહેવા દે ને સખી, બધી વાતોનો મર્મ જાણી લેવામાં કોઈ જ મજા નથી. જે જેમ છે એને એમ જ સ્વીકારીને શાંતિથી અચરજથી ભરપૂર જિંદગી જીવ ને ! શું કામ દરેક પ્રશ્નોના ઉત્તર શોધવાની પળોજણમાં પડવાનું !’

હા, હવે હું બરાબર સમજી ગઈ, આ સૃષ્ટીના અચરજને દિલ ખોલીને માણીશ અને ફકત માણીશ જ. એના રહસ્યોના તાગ મેળવવાનો પુરૂષાર્થ કરીને એની સુંદરતા નહી મારી કાઢું !

મસ્ત રીડ

ભૂમિકા દેસાઈ શાહ

હ્વરેદ્બૈાટ્ઠજરટ્ઠર૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

પોલીએન્ના - વાર્તા એક ખુશીઓની પરીની...

“આઈ એમ લો. ખબર નહિ પણ હવે સહન નથી થતું. કોણ જાણે કેટલી એકઝામ્સ આપવાની અને ખબર નહિ કેટલી વાર ફેઈલ થવાનું. આઈ ડોન્ટ નો હાઉ આઈ વિલ સર્વાઈવ.”-મોબાઈલમાં મેસેજમાં એક એક શબ્દ ટાઈપ થતાની સાથે એક એક આંસુ ટપકતું ગયું.

હું મારી જાતને મારી સોલ સિસ્ટર-બડડી સાથે શેર કરી રહી.. જે વ્યથા અને દુખ મારી અંદરથી કોઈજ બહાર નાં લાવી શકે, એ હીર બખૂબી કરી જાણે છે કાયમ.. અને કાયમ મારા પ્રોબ્લેમ્સને સોલ્વ કરીને મને એકદમ સોર્ટડ અને સેફ ફિલ કરાવે.. પણ આજે મને એવા કોઈ મિરેકલની આશા પણ નથી જ..

“દી.. પ્લીઝ ટેક કેર ઓફ યોરસેલ્ફ. આઈ એમ વરીડ. યુ હેવ લોટ ટુ ડુ.. આઈ વોન્ટ ટુ સી યુ શાઈનીંગ! પ્લીઝ કીપ કામ એન્ડ હોલ્ડ ઓન યોર ડરીમ્સ..”- ટૂંકા શબ્દોમાં હીરે મને અઢળક વ્હાલ અને હુંફ મોકલ્યું..

પછીના બે દિવસ એમ જ મશીનની જેમ વીત્યા. રોજિંદુ કામ ભલે એક ફેક સ્માઈલ સાથે થતું ગયું પરંતુ અંદર તૂટી ગયેલું કૈક વધુ તૂટતું ગયું..

“મેમ, યુ હેવ ગોટ અ પાર્સલ. કેન યુ પ્લીઝ કમ એન્ડ રીસીવ?”-કોલેજના રીસેપ્શન પરથી આવેલા એક કોલથી મારા મશીનની રીધમ સહેજ અટકી..

“સોરી, પણ મેં કોઈ પાર્સલ કે કુરિયર નથી મંગાવ્યું. પ્લીઝ એક વાર ચેક કરજોને સેન્ડર અને રીસીવરના નામ..”- નવાઈ સાથે મેં કાઉન્ટર ક્વેશ્ચન કર્યો.

“મેમ, તમારા જ નામ અને એડરેસથી પાર્સલ આવ્યું છે. વેઈટ પ્યુન મેઈલ્સ લેવા આવ્યો છે એની સાથે તમારૂં પાર્સલ મોકવું છું.”-સામેથી એક હસતા રણકતા અવાજે મારી મુશ્કેલી ઓછી કરી..

અને થોડી વારમાં મારી સામે આવ્યું એક પાર્સલ. અને હું એ પાર્સલ પર મરોડદાર અક્ષરોમાં લખેલા મારા નામને જોઈ રહી.. અને નીચે જમણી બાજુ ખૂણામાં લખેલું નામ વાંચીને આંખો ખુશીથી ભીની થઈ ગઈ.. હીર ખાંટ- મારી સિસ્ટર-બડડી-એદ્વાઈર-ગાઈડ ઓલ ઈન વન, ફરી મારા રેસ્ક્યુંમાં આવી છે અને કોણ જાણે આ વખતે શું મોકલ્યું છે પાર્સલમાં, એના અઢળક પ્રેમ-હુંફ અને વ્હાલ સાથે..

અને પાર્સલ ખોલતા જ બે સુંદર બુક્સ જોઈને ઘડીભર માટે હું મારો સંતાપ ભૂલી ગઈ..

અને મારા મોબાઈલમાં બીપ સાથે મેસેજ ઝળક્યો-“ દી પોલીએન્ના પહેલા વાંચજો.. સહેજ પણ આળસ કર્યા વગર. આઈ નો તમને બહુજ ગમશે...”

અને હું કેટલાય દિવસે ખુલ્લા મને હસી પડી..

***

બ્લુ મૂડમાં પોલીએન્ના જાણે મને સંજીવનીની જેમ મળી..

અને એક પછી એક વંચાતા પેજ સાથે ધીમે ધીમે મારી ખલિશ, ફરિયાદો, સંતાપ અને ડીપ્રેશન પણ ઈવેપોરેટ થતા ગયા....

આવો તમને પણ આ જાદુઈ પરી - પોલીએન્નાની ઓળખાણ કરાવું..

પોલીએન્ના કોઈ પરીઓની કે પ્રિન્સેસની કહાની નથી જે તમારે આંખો બંધ કરીને સપનામાં નિહાળવી પડે અને સવારે આંખ ખુલતા એની પાછળ ભાગવું પડે... પોલીએન્ના વાર્તા છે એક સામાન્ય છતાં અદભુત નાની બાળકીની, કે જે જિંદગીને જીવી જાણે છે દિલથી, ખુલ્લી આંખે અને મોકળા મને..

તો આવો હું કહું તમને આ ખુશીઓની ચાવી એવી પોલીએન્નાની કહાની એકદમ દેસી સ્ટાઈલમાં..

પોલીએન્ના એક અગ્યાર વર્ષની માસુમ બાળકી છે. ચર્ચમાં કામ કરતા ધાર્મિક અને સીધા-સરળ પિતાની લાડલી પોલીએન્નાએ નાનપણથી જ અધુરપ અને ગરીબીમાં જિંદગી જીવી છે છતાં અસંતોષ કે દુખ અનુભવ્યા વગર.. ખુબ નાની ઉમરમાં માતાના અવસાન બાદ પિતાના અઢળક વ્યાલથી સિંચાએલી પોલીએન્ના પિતાના શબ્દોને ભગવાનના શબ્દો સમઝીને જીવે છે. અને પિતા શીખવાડે છે પોલીએન્નાને જીવન ખુશીથી જીવવાની યુનિક ગેમ- “ગ્લેડ ગેમ” એટલેકે ખુશ રહેવાની રમત.. નાના બાળકોની નિર્દોષ નાની નાની જરૂરિયાતોથી પણ વંચિત રહેતી પોલીએન્ના આ “ગ્લેડ ગેમ” રમતા રમતા અભાવોને પણ ઈશ્વરનો આશીર્વાદ સમત્તા શીખી જાય છે.. દરેક નાની-મોટી વાતોમાં.. દુખ કે અસંતોષમાં પણ કૈક ખુશ થવાની વાત શોધી લેવાની કળા પોલીએન્ના નાનપણથીજ હસ્તગત કરી લે છે.. પણ કદાચ પોલીએન્નાની નાની નાની ખુશીઓની પણ ભગવાન કસોટી માંડે છે.. નાની બીમારીમાં પોલીએન્નાના પિતા ભગવાનને પ્યારા થાય છે અને મારતા પહેલા પોલીએન્નાની જવાબદારી એની સગી માસી મિસ.પોલીને સોંપવા ચર્ચના મેનેજમેન્ટને સૂચવતા જાય છે.

દુર-સુદૂર દાયકાઓથી એકલી રહેતી પોલીએન્નાની માસી મિસ પોલી પણ સંજોગોની શિકાર છે. પોલીએન્નાની માતાએ પરિવારની વિરૂદ્ધ જીને કરેલા પ્રેમલગ્ન કર્યા હોઈ પરિવાર એની સાથે કોઈ સંબંધ રાખતું નથી. બહોળો પરિવાર કાળક્રમે ધીમે ધીમે ભૂંસાઈ જાય છે.. અને બધા ભાઈ-બહેનોના અકાળ અવસાન બાદ મિસ.પોલી એકલી મોટા મહેલ જેવા ઘરમાં રહે છે. સંજોગો વાશત પ્રેમભગ્ન, એકલી અટૂલી મિસ.પોલીનો સ્વભાવ અતડો, અકડું અને મશીની રૂક્ષ બની જાય છે. જાણે મિસ.પોલીની જિંદગી એક બોરિંગ રૂટીન છે જે નીતિ-નિયમ અને જવાબદારી અનુસાર નિભાવતું જાય છે.

ચર્ચ ઓથોરીટી દ્વારા મિસ.પોલીને એમની બહેનની દીકરી પોલીએન્નાની જવાબદારી સોંપવા ચિઠ્‌ઠી મોકલવામાં આવે છે.. અને એ એક ચિટ્ઠી સાથે ઘડિયાળના કાન્ટે ચાલતા બોરિંગ મશીની મિસ.પોલીના ઘરમાં સુખદ અને આશ્ચર્યના આંચકાઓ આવવાની શરૂઆત થઈ જાય છે. વર્ષો સુધી એકલી રહેલી મિસ.પોલી પોતાની મૃત બહેન પ્રત્યેની ફરજ પૂરી કરવાના ભાવે માત્ર પોલીએન્નાની કસ્ટડી સ્વીકારે છે.. અને શરૂ થાય છે એક અજબ દાસ્તાન..

નાદાન પોલીએન્ના દ્વારા જાણે અજાણે મશીન બની ચુકેલી એની માસીમા ધીમે ધીમે જીવ, પ્રેમ અને લાગણીઓ સિંચાય છે.. મોટા મહેલમાં વર્ષોથી કામ કરતી મેઈડ નેન્સીના વ્હાલ અને હુંફમાં પોલીએન્ના પોતાની માસી પોલીની શરૂઆતી રૂક્ષતા અને જડતાને સહન કરવાનું બળ મેળવી શકે છે.. ઘરના એક અંધારા ગરમ ખૂણામાં રહેતી પોલીએન્ના પ્રકૃતિ સાથે ગોઠડી માંડીને ખુશી મેળવે છે.. ઘરના સખ્ત કાયદાઓ અને નિયમોમાં ગૂંગળાતી પોલીએન્ના ઘરની બહાર ધીમે ધીમે આખા શહેર સાથે મિત્રતા કરી નાખે છે અને બીમાર, દુખી કે નિરાશ દરેક ઘરને “ગ્લેડ ગેઈમ” રમતું કરીને એમાં હકારાત્મક ઉર્જા અને ખુશી સીંચે છે... અજાણ્યા શહેરને પોતાનું બનાવી દેતી પોલીએન્ના અજાણ્યે મળે છે કૈક એવા લોકોને જેઓ લાગણીઓથી જોડાયેલા છે એની માતા અને માસીના ભૂતકાળ સાથે.. અને ઈશ્વરના દેવદૂત જેવી પોલીએન્ના પ્રયાસ કરે છે માસીના રૂક્ષ જીવનમાં એમનો જુનો પ્રેમ ફરી વાવવાની અને સિંચવાની...

અને... આખા શહેરને રમાડતી પોલીએન્ના ઈશ્વરની રમતનો ભોગ બને છે! કાર એકસીડન્ટમાં પોલીએન્ના પથારીવશ થાય છે અને ફરી પોતાના પગ પર ઉભા થવાની બધી આશાઓ ગુમાવે છે.. “ખુશ રહેવાની રમત” રમીને પથારીવશ પોલીએન્ના પોતાની જાતને ખુશ કરવા ઘણો પ્રયાસ કરે છે પરંતુ ધીમે ધીમે હારતી જાય છે... અને સુખદ આશ્ચર્ય વચ્ચે આખું શહેર પોલીએન્નાની બીમારીના સમાચાર જાણીને ધીમે ધીમે એની સાથે એની જ “ગ્લેડ ગેમ” રમવા એક પછી એક આવે છે.. અને પોલીએન્નાની મરતી જતી આશાઓને જીવંત બનાવતા જાય છે.. પોલીએન્નાએ વહેંચેલી ખુશીઓ, પ્રેમ અને હુંફ બમણી થઈને એને પાછી મળે છે- અઢળક દિલી-સ્વજનો સાથે.. અને ગઈ કાલની અનાથ એકલી પોલીએન્ના આજે આખા શહેરની જાન અને ખુશીનું કારણ બની જાય છે...

પોલીએન્નાની માંદગી એની માસીની પરાણે પહેરી રાખેલી સખ્તાઈ અને રૂક્ષતાને પણ દુર કરી દે છે.. અને થાય છે એક કરિશ્મા.. અકડું-અતડી-અભિમાની મિસ પોલીનો વર્ષો જુનો પ્રેમ, પોલીએન્નાની “ગ્લેડ ગેમ”માં બધી ગેરસમઝ અને મિથ્યા-અભિમાન હારી જાય છે..

અને...

અને શું પોલીએન્ના ફરી એના પગ પર ઉભી થઈ શકે છે?

શું પોલીએન્નાને એક પ્રેમભર્યો પરિવાર મળે છે?

શું છે પોલીએન્નાની આ મેજિકલ “ગ્લેડ ગેઈમ” એટલેકે “ખુશ રહેવાની રમત”...

એ માટે તો તમારે લેખક એલેનર એચ. પોર્ટરની “પોલીએન્ના” બુક વાંચવી જ રહી.. જોકે ગુજરાતીમાં જ વાંચવાની ઈચ્છા હોય તો આપણા વ્હાલા લેખક આશુ પટેલ દ્વારા અનુવાદિત “એક રોચક જિંદગીની વાર્તા, એક વાર્તામાં રોચક જીવન” પણ વાંચી શકો છો...

“પોલીએન્ના”- મસ્ટ રીડ એટલેકે ‘મસ્ત રીડ’ બુક છે. દરેક પરિવારે ફરજીયાત વસાવવા જેવી અને મિત્રોને ભેટમાં આપવા જેવી હકારાત્મક ઉર્જા અને પ્રેમની સરવાણી એટલે - પોલીએન્ના..

તો તમે મેળવી તમારી- પોલીએન્ના?

બોલીસોફી

સિદ્ધાર્થ છાયા

જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

‘દ્રશ્યિમ’ - ફેમિલી ફર્સ્ટ

બોલીવુડમાં નારીપ્રધાન ફિલ્મો બહુ ઓછી બને છે એવી ફરિયાદ વારંવાર થતી હોય છે અને જ્યારે આવી કોઈ નારીપ્રધાન ફિલ્મનો ટેગ લાગેલી ફિલ્મ આવે ત્યારે તેના વખાણો કરવામાં આપણા ક્રિટીક્સ પાછી પાની કરતાં નથી. પરંતુ જરા ધ્યાન દઈને વિચારો કે બોલીવૂડમાં અત્યારસુધી પુરૂષપ્રધાન ફિલ્મોય કેટલી બની? યાદ નથી આવતી ને? કારણકે આપણે વિલન સાથે મારધાડ કરતા હિરો વાળી ફિલ્મોને પુરૂષપ્રધાન માનવાની ભૂલ કરી બેસીયે છીએ. પુરૂષપ્રધાન ફિલ્મ એટલે એવી ફિલ્મ જેમાં એક પુરૂષનો સંઘર્ષ બતાવવામાં આવ્યો હોય. મગજ ઉપર બહુ જોર આપીએ તો કદાચ અનિલ કપૂરની કેટલીક ફિલ્મો યાદ આવે છે જે ખરેખર પુરૂષપ્રધાન હતી, જેમાં આપણે ‘જુદાઈ’ અને ‘નાયક’ નો સમાવેશ કરી શકીએ. બહુ વર્ષો પછી દ્રશ્યિમ નામની એક ફિલ્મ આવી જેને આપણે પુરૂષપ્રધાન ફિલ્મ કહી શકીએ. આ ફિલ્મમાં અજય દેવગણ એટલેકે વિજય સળગાંવકર પોતાનાં કુટુંબને બચાવવા માટે કેટલીબધી જહેમત ઉઠાવે છે તેની વાત કરવામાં આવી છે.

દ્રશ્યિમમાં જેરીતે વિજય પોતાની પત્ની અને પુત્રી દ્વારા અજાણે કરાયેલા ગુનાને છુપાવવા માટે અને તેમાંથી તેમને બચાવવા માટે જે સંઘર્ષ કરે છે તેને નૈતિકતાને વરેલો કોઈપણ ઈન્સાન ટેકો ન આપી શકે. અંગ્રેજીમાં એમનેમ પેલો રૂઢિપ્રયોગ નથી બન્યો કે, ‘ક્રાઈમ નેવર પેઝ’. જાણી જોઈને કરેલો ગુનો કે પછી આવેશમાં આવીને થઈ ગયેલો અથવાતો દ્રશ્યિમની અંજુ દ્વારા સ્વબચાવમાં આચરવામાં આવેલો ગુનો એ કાયદાની દ્રષ્ટિ એ ગુનો જ છે. ભલે ફિલ્મને રસપ્રદ બનાવવા વિજય સળગાંવકરે બનાવેલા પ્લોટની મજા આપણે બે કલાક સુધી માણી હોય, પરંતુ તેને સાચી જિંદગીમાં કોઈપણ રીતે અપનાવી ન શકાય, આ પહેલી ફિલોસોફી આ ફિલ્મમાંથી આપણે શીખવાની છે. પણ જો આ વાતને બે સેકંડ બાજુમાં મુકીએ અને માત્ર વિજય સળગાંવકરે જેમ પોતાના પરિવાર માટે સંઘર્ષ કર્યો એનીજ આપણે નોંધ લઈએ તો પુરૂષ દ્વારા પોતાના ફેમિલી માટે કરવામાં આવતું કોઈપણ કાર્ય મોટેભાગે નોંધવામાં આવતું નથી એ હકિકત ઉડીને આંખે વળગે છે.

બિલકુલ એવીજ રીતે જેવીરીતે ઘરની ગૃહિણી રસોઈ કરે, કપડા ધોવે, કચરા પોતા કરે...”એતો એની ફરજ છે” એમ કહીને તેના આ રોજીંદા મહાભારતીય કાર્યને ઉતારી પાડવામાં આવતું હોય છે. બસ આવીજ રીતે સવારથી સાંજ નોકરી, ધંધો કે કાળી મજુરી કરીને સાંજે ઘરે આવવું એ પુરૂષની ફરજમાં આપોઆપ આવી જતું હોય છે. ઓફિસમાં બોસ કે ઘણીવાર તો સહકર્મીઓ નું અપમાન સહન કર્યું હોય કે પછી કામનું દબાણ એટલું બધું હોય તો પણ ઘરે આવીને તો મોઢું હસતું જ રાખવું એ પુરૂષની ફરજ બની જાય છે. ઘણીવાર બદનસીબે ખર્ચાળ પત્ની આવી જાય કે પછી કુટુંબની કોઈ અન્ય જરૂરિયાત પૂરી કરવાની હોય તો કમાણી અને ખર્ચના બે છેડા ભેગા કરવા માટે એક્સ્ટ્રા કામ અથવાતો દેવું પણ કરવું પડે તો એ તો પુરૂષે કરવું જ જોઈએ એવી એક માન્યતા આપણા સમાજમાં સ્વાભાવિક સ્થાન ધરાવે છે.

આમાં વળી પુરૂષને ખબર નહીં કોણે પણ મજબૂત (‘પથ્થર દિલ’ એમ વાંચવું) હ્ય્દયનો ચીતરી મુક્યો છે, આથી પુરૂષને પોતાનું દુઃખ કે તકલીફ ભૂલવા રડવાની પણ છૂટ નથી. અરે રડવાની ક્યાં વાત કરો છો? ભૂલથી બે આંસુ પણ જો આંખમાંથી બહાર આવી જાય તો તેને ‘સાવ છોકરી જેવો છે’ ની ઉપમા મળી જતી હોય છે. હજી આતો આર્થ્િાક મુશ્કેલીઓની વાત થઈ. એક પરિણીત પુરૂષ સતત પોતાની માતા અને પત્નીના ઈગો વચ્ચે પણ પીસાતો હોય છે. આ બાબતનું દુઃખ કદાચ એ અથવા એના જેવો કોઈ અન્ય પરિણીત પુરૂષજ જાણતો હોય છે. ઓફિસમાં કામની જંજાળ અને ઘરે પાછા આવીને માતા અને પત્ની વચ્ચે ન્યાયાધીશ બનવાનું અઘરૂં કામ પુરૂષે જ પાર પાડવાનું હોય છે. તેમ છતાં ઓફિસમાં બોસની અને ઘરમાં પત્નીની એક સ્ટેન્ડિંગ ઈન્સટ્રકશન કે ‘ઘરની વાત ઓફિસમાં નહીં લાવવાની અને ઓફિસની વાત ઘરમાં નહીં લઈ જવાની!’ તેને રીલીજીયસલી ફોલો કરવી પડતી હોય છે. હવે આમાં પુરૂષ પોતાની વ્યથા દુર ક્યાં કરે? પણ હા આ બધું ચાલતું હોય ત્યારે એની ફરજ એટલેકે એના કુટુંબ માટે મરી ફિટવાની પ્રક્રિયા તો એણે ચાલુજ રાખવાની હોય છે.

ઘર માટે, કુટુંબ માટે આટઆટલું કરી છૂટવા છતાં, પુરૂષનું કેરેક્ટર ક્યારેય પવિત્ર ગણવામાં આવ્યું નથી. કોઈ પાર્ટીમાં કે લગ્ન પ્રસંગમાં પ્રભુએ રચેલા કોઈ સુંદર કાર્યને પુરૂષ બે ઘડી નીરખી લે તો પણ ઘરવાળી તેના પતિનો ઈતિહાસ ભૂલીને પોતાના સતત ટોન્ટીગ દ્વારા તેની માનસિક ભૂગોળ બદલી નાખતી હોય છે. હજી આપણે ઓફિસમાં વગર કોઈ પુરાવાએ પણ કોઈ પુરૂષ કર્મચારીના લૂઝ કેરેક્ટર વિષે મહિલા સહકર્મીઓ વચ્ચે અમસ્તી જ થઈ જતી ચર્ચાઓ વિષે તો વાત કરીજ નથી. એવું નથી હોતું કે પુરૂષને આ બધી બાબતોની ખબર નથી હોતી, પરંતુ એને એની મૂળ ફરજ જ બજાવવાની હોય છે. સંતાન જ્યારે મોટું થાય અને કોઈ અગમ્ય કારણોસર પોતાના માતા-પિતાથી દુર થવા માંગે અથવાતો ઘરનાં જ બે કે તેથી વધુ સંતાનો વચ્ચે ભાગલા પાડવાની વાત આવે ત્યારે એ દુઃખ ઘરની સ્ત્રીઓ રડીને કે સંતાનો સમક્ષ બે હાથ જોડીને દુર કરી દે છે, પણ આ સમગ્ર ઘટના થઈ રહી હોય તે સમયે અને તે સમયબાદની પીડા પુરૂષે મૂંગે મોઢે સહન કરવાની હોય છે. પણ એ તો એની ફરજ જ છે ને?

મજાની વાત એ છે કે આ બધું જ થતું હોવા છતાં, પુરૂષ ‘ઉફ્ફ તક’ નથી કરતો અને દર અઠવાડિયે એકવાર મોંઘા મલ્ટીપ્લેક્સમાં પોતાના ફેમિલીને લઈને મુવી જોવા પણ જાય છે. દરવર્ષે સંતાનોને મજા કરાવવા ક્યાંક બહાર ફરવા પણ ઉપડી જાય છે અને ઓફિસમાં પણ પરાણે મોઢા પર સ્મિત રાખીને પોતાનું ટાર્ગેટ અચીવ કરતો રહે છે, કારણકે એ આ બધું એની ફરજમાં આવી જાય છે અને પુરૂષને પોતાની આ ફરજો પૂરી કરવામાં માત્ર મજા જ નથી આવતી પણ એને એ બાબતનો ગર્વ પણ થતો હોય છે. બિલકુલ એવી જ રીતે જેવીરીતે દ્રશ્યિમની કેચ લાઈન કહે છે કે, “કેટલાક દ્રશ્યો ભ્રામક હોય છે!”

૧૯.૦૮.૨૦૧૫, બુધવાર

અમદાવાદ

લઘરી વાતો

વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

અગલે જન્મ મોહે કુતરા હી કીજો

કુતરૂં હોવું એ આજકાલ સ્ટેટ્‌સ ગણાય છે કુતરા નાં બે પ્રકાર હોય છે એક રખડતું કુતરૂં અને બીજું પાળેલું કુતરૂં. રખડતું કુતરૂં એ કુતરા સમાજમાં પછાત કુતરા તરીકે સ્થાન પામે છે, પણ એ કુતરા જોડે કુતરા તરીકે ની સ્વતંત્રતા હોય છે. જ્યાં ઈચ્છા થાય ત્યાં ફરવાનું અને કોઈ સામાજીક રોક-ટોક નહીં. કોઈ દિવસ કોઈ પ્રશ્નો નાં પૂછે ક્યા ગયા’તા ? કેમ એટલી વાર લાગી ? આજે જમવામાં શું બનાવું ? આપડે બહાર ક્યારે જવાનું છે ? તમે સાવ બદલાઈ ગયા છો ? આવી કોઈ માથાકૂટ રખડતા કુતરા ને નાં હોય એ હંમેશા સ્વતંત્ર જીવની જેમ ફર્યા કરતુ હોય. સોસાયટીમાં કોઈપણ પ્રવેશે બિન્દાસ્ત એના પર ભસી શકે ભલે પછી બહારથી આવનાર કોઈના સાસુ-સસરા જ કેમ નાં હોય. પેટ્રોલ નાં ભાવ વધે કે ઘટે, રખડતા કુતરાને કોઈ ફરક જ ના પડે એ તો પેહલા પણ બાઈક પાછળ દોડતું હોય અને ભાવ વધારા ઘડાડા પછી પણ બાઈક અને કાર પાછળ એનું દોડવાનું ચાલુ જ હોય. ઘરની પણ કોઈ ચિતા નહિ કોઈ દિવસ એકટીવા ની આગળ નાં ભાગમાં સુઈ જવાનું તો કોઈ દિવસ કોઈની મોઘી કારનાં છાપરે સુઈ જવાનું. વળી સુવાના ટાઈમિંગમાં પણ કોઈ માથાકૂટ નહીં. કોઈ એવું ના કહે કે રાત્રે મોડે સુધી નહિ જાગવાનું સવારે વહેલા ઉઠવાનું. હા, થોડી ઘણી તકલીફો રહે, જેમકે અંદર અંદર ‘’હદ’’ બાબત નાં ઝઘડા અથવાતો કોઈ મુર્ખ માનવ કોઈ દિવસ ગુસ્સામાં આવી લાકડી કે પથ્થર મારી જાય, પણ આ તો સંસાર છે ચાલ્યા કરે એ ભાવનાથી રખડતું કુતરૂં હંમેશા કુતરા સમાજમાં અલગ સ્થાન ધરાવે છે

કૂતરાઓનો બીજો પ્રકાર એટલે પાળેલું કુતરૂં અહી આ કુતરૂં એ કુતરા સમાજની ઉચ્ચ જ્ઞાતિમાં આવે. એની અલગ અલગ જાતિઓ હોય. એ ફક્ત કલર પરથી ના ઓળખાય જેમકે લાલિયો કે પીળિયો. પણ એ તો પોમેરિયન, લેબ્રાડોર, ડોબરમેન, આલશેશિયન વગેરે વગેરે નામે ઓળખાય. આ કુતરા ઘણા મોંઘા પણ હોય છે. જેમના ગાળામાં પટ્ટા હોય એ કુતરા એ.સી ગાડીઓ માં ફરવા ઘણી વાર એકટીવામાં આગળ બેસવા ટેવાયેલા હોય છે. એમના ખાવાના માટે તેમનો માલિક ટી.વી જાહેરાતો જોઈ પ્રોડક્ટ ખરીદ કરીને લાવતો હોય છે. આવા પાળેલા કુતરા ના નામ પણ ઘણીવાર રાશિ પ્રમાણે રાખવામાં આવતા હોય છે. ઘણા લોકો તેને પરિવાર નું સદસ્ય જ ગણાતા હોય છે. એ ખોવાય તો છાપમાં જાહેરાત પણ આવતી હોય છે કે “પ્રિય મોતી તું જ્યાં હોય ત્યાંથી પાછો આવીજા હવે અમે તને કઈ નહિ કહીએ - લી મોતી નો માલિક.” એ ગુજરી જય તો પણ છાપામાં જાહેરાતો આવતી હોય છે કે “દુઃખદ અવસાન બેસણું”. અને એક વાત ચોક્સ્સ હોય છે અમીરનાં કુતરા નાં બેસણામાં જેટલા લોકોની હાજરી હોય એટલી હાજરી તો ખુદ અમીર માલિક નાં બેસણામાં પણ નથી હોતી. ધીમે ધીમે આ કૂતરાઓનો બોલીવુડ મુવીમાં પણ વિકાસ થતો ગયો છે. પહેલા જમાનામાં કુતરાઓ જીતેન્દ્ર નાં મુવી માં કામ કરી ગુજરાન ચલાવતા. બાળક ની માં મરી ગઈ હોઈ તો કુતરૂં બાળક નું પણ ધ્યાન રાખતું, વિલન નાં અડડા સુધી હીરોને દોરી જતું , લોકો આવા કુતરા ને ‘તેરી મેહરબાનીયા’ કહેતા. પછી સમય બદલાયો બોલ રાધા બોલ આવ્યું જેમાં કુતરા નાં પણ હમશકલ આવ્યા, હમશકલસ મુવી માં માણસ કુતરૂં બને છે એ બાબત પાછી અલગ છે. ત્યાર પછી આવ્યું પોમેરિયન જે હમ આપકે હૈ કોન મુવીમાં એમ્પાયર તરીકે નું પણ કામ કરતુ અને હીરો હિરોઈન ને મેળવી પણ આપતું હતું. પણ આ સમગ્ર કાર્યકાળ દરમિયાન કુતરા ને સાઈડ એક્ટર તરીકે નાં જ રોલ મળતા હતા. પણ પછી આવ્યું એન્ટરટેન્મેટ મુવી જેમાં કુતરૂ ૩૦૦૦ કરોડ નું માલિક હોય, લીડ રોલ હોય, કુતરા ની પોતાની હિરોઈન પણ હોય, એના માટે ડાન્સ હોય એક્શન હોય, રોમાન્સ હોય બધું જ હોય. વળી આ કુતરૂં વાંચી શકતું હોય એના માટે હોસ્પિટલ હોય વગેરે વગેરે હોય. આ રીતે ઉત્તરો ઉત્તર કુતરા સમાજ નું ધર્મેન્દ્ર નાં જમાના માં થતું શોષણ અટક્યું અને વિકાસ થયો. આમ પાળેલું કુતરૂં કુતરા સમાજમાં તવંગર વર્ગ માં આવે છે. પણ કુતરૂં રખડતું હોય અથવા તો પાળેલું, કુતરૂં થવામાં ઘણા ફાયદા રહ્યા છે એ નક્કી છે. બસ હવે કુતરા પરની સીરીયલ બનવાની બાકી છે જેમાં ટાઈટલ આજ હશે ‘’અગલે જન્મ મોહે કુતરા હી કીજો ‘’’