Prem Pratigya Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

Prem Pratigya

કંદર્પ પટેલ

પ્રેમ પ્રતિજ્ઞા

(શોર્ટ લવ સ્ટોરીઝ)

પળવારમાં હસાવી જાય, સમજાવી જાય અને ચહેરા પર એક ક્યૂટ સી ‘સ્માઈલ’ આપી જાય એવી શોર્ટ સ્ટોરીઝની એક સરસ મજ્જાની વણઝાર. માત્ર અમુક શબ્દો અને જૂજ વાક્યો કેટલાયે વર્ષોના લાંબા સમયમાં સફર કરાવી મુકે તેવી મસ્ત મજ્જાની રાઈડ.

અનુક્રમણિકા :

૧. પ્રેમ આરસી

૨. નિ:સ્વાર્થ

૩. ડેસ્ટીની @ડેન્ટીસ્ટ

૪. લવ બોટ

૫. લવ કોલિંગ... ટ્રીન...ટ્રીન

૬. અચાનક...

૭. અસમંજસ : શૂન્ય મન

૮. લવ સાઉન્ડ

૯. તે દિવસ..!

૧૦. પ્રેમ તંતુ

૧૧. કેન આઈ કિસ યુ?

૧૨. રોમેન્ટિક ગિફ્ટ

૧૩. વેડિંગ લાઇસન્સ

પ્રેમ આરસી

માન્યતા પ્રમાણે એવું કહેવાતું હતું કે મનુષ્યને ચાર હાથ-પણ અને બે મસ્તિષ્ક હોય છે. બિહામણું રૂપ દેખાવાને લીધે આદમ એ ‘ઈવ’ અને ‘ઈરા’ સ્વરૂપે તેના બે ભાગ કરી દીધા. પસ્તાવાથી આત્માને ટટોળતો એ બીજો ભાગ શોધવા નીકળ્યો, પણ ન મળ્યો.

જયારે મારો પતિ ફર્સ્ટ ડેટ પર મારા ઘરે આવ્યો, ત્યારે મેં અડધો દરવાજો ખોલ્યો. એક જ રંગના રેબન ગ્લાસ, ડેનિમ જીન્સ, રેડટેપ બૂટ્સ અને યેલો જેકેટ. મને જોઈ હસીને બોલ્યો, “હેય, માય લવ કોપી..” અને હું તેને જોઇને મનમાં શરમાઈને બોલી, “તું જ મારો એ ખોવાયેલ ‘ઈવ’ છો અને હું એ તારી ‘ઈરા’...!”

નિ:સ્વાર્થ

ખ્યાતિ, મારી પ્રેમાળ પત્ની. સવારે ૭:૦૦ વાગ્યે તેની સામે એકસાથે કેટલાયે સવાલો આવે, ઓપ્શન વિનાના. પપ્પાજી, “બેટા, પાણી જરા ગરમ કરજો ને...!” ટીનીયો, “મમ્મી, નાસ્તાનો ડબ્બો લાવ. સ્કૂલ ડ્રેસ ક્યાં છે?” હું પોતે, “પર્સ, ઘડિયાળ અને સોક્સ લાવજે તો જરા...!”

“હા, લાવું..! હમણાં જ.”

મેં જતા-જતા પૂછ્યું, “આટલું બધું એકસાથે કઈ રીતે કરી લે છે મારી પત્ની?”

“તમારો પ્રેમ સ્તો વળી...!” આ સાંભળીને મનમાં ગર્વ સાથે હસતો હસતો નીકળ્યો.


ડેસ્ટીની @ડેન્ટીસ્ટ

મારી ડેન્ટીસ્ટ મમ્મી તેના રેગ્યુલર પેશન્ટને મશ્કરીમાં કહી રહી હતી, “તારો નવો દાંત જોઇને તારી ગર્લફ્રેન્ડ ખુબ ખુશ થશે.”

તે બોલ્યો, “હું અત્યારે ખરેખર બે ગર્લફ્રેન્ડ્સની વચ્ચે જ છું ને...!”

મમ્મી બોલી, “વેઇટ, મારે પણ બે દીકરીઓ છે.” પર્સમાંથી તેમનો ફોટો કાઢીને, “લૂક એટ ધિસ...!”

જતા-જતા મમ્મી એ કહ્યું, “કદાચ કોઈ પ્રોબ્લેમ થાય નવા દાંતમાં, તો મને આ નંબર પર કોલ કરજે. જે મારી ડોટરનો છે.”

બસ, તેણે તે દિવસે કોલ કર્યો અને આજે અમે ૩૯ વર્ષથી ‘હેપ્પિલી મેરિડ’ છીએ.

લવ બોટ

હું જયારે તેને પહેલી વખત કેમ્પમાં જ મળ્યો, ત્યારે મને લાગ્યું કે તે કોઈ ‘સમ વન સ્પેશિયલ’ છે. તે મારો ફર્સ્ટ લવ ક્રશ હતી. અમે બંને અલગ-અલગ શહેરોમાં રહેતા હતા. છતાં, અમે અમારા ‘પ્રેમ’ને કોરા કાગળ પર શાહી પાથરીને જીવંત રાખ્યો. સમયની વક્રતા અને બે દેશો વચ્ચેના સીમાડાઓને અમારો પ્રેમ લાંઘી ન શક્યો. 30 વર્ષ પછી મુંબઈ એરપોર્ટ પર મેં એક વાયોલીન વગાડતી કોઈ આર્ટીસ્ટની ટયૂન સાંભળી, જે પહેલા ક્યાંક સાંભળી હતી.

બંને એ વર્ષોને ભૂલી જઈને ફરીથી અમારી ‘લવ બોટ’ને હલેસા મારવાનું શરુ કર્યું. એ પછીના ૨૦ વર્ષથી અમે એ ‘લવ બોટ’માં સાથે બેસીને પ્રેમના ‘ટાઈટેનિક’ને પૂરપાટ દોડાવ્યું છે.

લવ કોલિંગ... ટ્રીન...ટ્રીન

હું અને રાજવી. અમારા લગ્નને ૩ વર્ષ થઇ ચુક્યા છે. અમે ૧૦ વર્ષ સુધી સાથે મોટા થયા. અમે અમદાવાદના માણેકચોકમાં ભેગા થયા હતા, જયારે અમે ૩ વર્ષના હતા. જેમ જેમ મોટા થયા તેમ વધુ નજીક આવતા ગયા. હું તેને ઇંગ્લિશ શીખવાડતો અને કવિતાઓ સમજાવતો. તે મને ગિટાર શીખવાડતી. ખાલી રૂમમાં અમે પ્લાસ્ટિકના ચા ના કપમાંથી દોરો પસાર કરીને ટેલિફોન બનાવેલો, આખો દિવસ અમે તેમાં વાતો કરતા. જે આજ સુધી અમે સાચવ્યો છે. એ ટેલિફોન આજે પણ અમારી નારાજગીના બંને છેડા તરત જ ‘ચેક’ કરીને ‘એક’ કરી આપે છે, આ જ છે અમારું ‘લવ કોલિંગ’.

અચાનક...

લાઈફના ખરાબ સમયને હું યાદ કરતી દરિયા કિનારે એકલી બેઠી હતી. હું આંખ બંધ કરીને તાજી હવાની ઠંડી લહેરખી ચહેરા પર લઇ રહી હતી.

અચાનક, કોઈ મારી પાસે આવ્યું. મારી બાજુમાં બેસવા માટે તેણે મને પૂછ્યું. મેં કહ્યું, ‘શ્યોર, વ્હાય નોટ?’ અમે બંને એ ઢળતા સૂર્યને સાથે બેસીને જોઈ રહ્યા હતા. એ મૌનની પરાકાષ્ઠા કદાચ એટલી પ્રબળ હતી કે તેનામાં મને કોઈક દેખાયું. તે દિવસે મનથી એક બંધન બંધાઈ ગયું.

આજે ૩૪ વર્ષની સાથે લાઈફ વિતાવ્યા પછી અમારી એનિવર્સરી પર ફરી એ જ ડૂબતા સૂર્યને જોઈ રહ્યા છીએ, વિના કોઈ શબ્દ સાથે.

અસમંજસ : શૂન્ય મન

દરિયાને કિનારે આજે તેણે મને મળવા બોલાવી હતી. મને બીચ પર ફરવું સૌથી વધુ ગમતું, એટલે જ કદાચ...!

પરંતુ, આજે એ તૂફાની પવન મારા માથાની હેરબેન્ડ ઉડાવી ગયો. મેં કિનારા પર કાચના ગ્લાસમાં ઝળહળતી કેટલીક કેન્ડલ્સ જોઈ. ઉપરાંત, હું મારા ગોગલ્સ પણ ભૂલી ગઈ હતી.

મનમાં ગુસ્સાના ભાવ સાથે મારે બોલવું હતું, ‘કેમ તે મને આ જ જગ્યાએ ડિનર માટે ઇન્વાઇટ કરી?’

મારા હોઠ ખુલ્યા...ત્યાં તે પોતાના ઘૂંટણ પર બેસીને બોલ્યો, ‘વિલ યુ મેરી મિ ?’

લવ સાઉન્ડ

લગભગ દરેકને ‘લવ @ફર્સ્ટ સાઈટ’ હોય છે, પરંતુ મારે ‘લવ @ફર્સ્ટ સાઉન્ડ’ હતો. તે ગુસ્સાથી લાલચોળ બનીને રાત્રે ૧;૦૦ વાગ્યે મારા એપાર્ટમેન્ટમાં આવી. મારા રૂમમેટને ગુસ્સાથી તેને શોધવા કહ્યું, જેને તે હજુ થોડા દિવસોથી જ ડેટ કરતી હતી. પરંતુ, એ રૂમમાં નહોતો. હું ટેલિફોન પાસે શાંત ઉભો રહ્યો. તે ગુસ્સાથી મારા તરફ આવી અને મારો શરત ખેંચીને બટન તોડી નાખ્યું.

બે કલાક સુધી અમે એકદમ મૌન બનીને બેઠા. એ શાંતતા અમને એકબીજા વચ્ચે કંઇક શીખવાડી ગઈ. અને, અમે પ્રેમમાં પડ્યા.

૨૭ વર્ષ પછી આજે પણ એ ગુસ્સાવાળો અવાજ મારા કાનમાં મધની જેમ રેડાય છે, અમે બંને હસીએ છીએ.

તે દિવસ..!

અમારો રોમાન્સ તણખાઓ સાથે શરુ થયો હતો. પરંતુ, સમયની એરણ પર ચાલતા એ તણખો આગ બની ચુક્યો હતો. અમારે બે સંતાનો હતા. તેમની સ્કૂલિંગ વચ્ચે પડતી મુકીને હું બંનેને લઈને પાછી મમ્મી-પપ્પાને ત્યાં આવી ગઈ. ત્યારબાદ, મારા પતિ હંમેશા મને ક્રોધ અને દુશ્મનાવટભર્યા પત્રો લખતા.

તે દિવસે બધું ફરી ગયું.

તેમણે મને કોલ કર્યો, “હું જાણી ગયો છું કે લાઈફમાં ફેમિલી કરતા વધુ મહત્વનું બીજું કશું નથી. હું આપણે બધા સાથે રહી શકીએ તેના માટે દરેક પૂરતા પ્રયત્નો કરીશ. કાલે તું તૈયાર રહેજે, હું તમને લેવા આવું છું.” તેઓ બોલ્યા.

તે દિવસ...! ૧૧ સપ્ટેમ્બર, ૧૯૮૯નો હતો.

પ્રેમ તંતુ

સગાઈના દિવસોમાં કેતુલ અને ક્રિના એકબીજામાં ખોવાયેલા હતા. આજે બંને ફર્સ્ટ ડેટ પરે નીકળ્યા હતા. લગ્નના દિવસો પણ નજીક હતા.

ચાલતા-ચાલતા કેતુલની હથેળીમાં પોતાની હથેળી જોડી ખભે માથું ઢળી થોડીવારના મૌન પછી તેણે મને સહજતાથી પૂછ્યું, “કેટલો પ્રેમ કર મને?”

કેતુલે તેની વિચલિત આંખો સાથે નજર મિલાવી.

તેણે વધુ કસીને કેતુલનો હાથ પકડ્યો અને વિશ્વાસના તંતુ સાથે ચાલવા લાગી. થોડી વારના મૌન પછી જાણે તેને દરેક પ્રશ્નોના જવાબ મળી ગયા.

કેન આઈ કિસ યુ?

નવેમ્બર ૨૬, ૧૯૭૫. એક દોસ્તના મેરેજમાં અમે મળ્યા હતા. હું ૧૬ નો હતો, તે ૧૫ની હતી.

એક ટીસ્યુ પેપર પર તેણે મને કંઇક લખીને મોકલ્યું, “કેન આઈ કિસ યુ?” મેં હા પાડી.

અમે લગ્નમંડપમાંથી બહાર નીકળીને ફરવા નીકળી ગયા.

લગભગ રાતના ૧૧:30 થઇ ચુક્યા હતા. ખુબ વરસાદ પડી રહ્યો હતો, એ ભીનાશમાં અમારા બંનેના હોઠની ગરમી શૂન્યાવકાશ કરી રહી હતી.

અમે ૪ નવેમ્બર, ૧૯૭૯ના દિવસે લગ્નવિધિથી જોડાયા. આવતી ૨૬ નવેમ્બર અમારી ૪૦મી એનિવર્સરી છે. આજે પણ એ વરસાદમાં દર વર્ષે આ દિવસે ગાઢ ચુંબનનું શૂન્યાવકાશ સર્જાય છે.

રોમેન્ટિક ગિફ્ટ

તેણે એક રેડ રોઝ મારી બારીની ધાર પર મુક્યું. તેને મારા કામના સમયે કંપનીમાં ગીફ્ટ આપવાની મનાઈ હતી. મારા પતિના મૃત્યુને ૬ મહિના થઇ ચુક્યા હતા. જયારે સમયનો ‘સાથ’ અને ‘સાચ’ હોય છે, એવા પ્રસંગોએ એ મને જરૂર કંઇક ભેટ આપતો. મારા બર્થ ડે, એનિવર્સરી, વેલેન્ટાઇન્સ ડે.. પર તેમની ગીફ્ટ અચૂક મળતી. તે મને પથારીમાં જ બ્રેકફાસ્ટ આપી જતો.

એક દિવસ તેણે મારી દીકરી અને તેના ત્રણ બાળકોને તેની પાસે બોલાવ્યા અને સાથે રહેવા કહ્યું. મારી દીકરી તેના પતિથી દૂર થયા પછી તે મારી સાથે રહેતી હતી. તે ચારેયને તેમણે પ્રેમથી અપનાવ્યા.

આનાથી વધુ રોમેન્ટિક ગીફ્ટ મારા માટે શું હોઈ શકે?

વેડિંગ લાઇસન્સ

અમે એકબીજાને સ્કૂલમાં પસંદ કરતા હતા. બંને તરફથી ‘વન સાઈડેડ’ લવની શુષ્ક કિનારીઓ હતી. અમે એકબીજાને ભૂલી પણ ગયા હતા. વર્ષો વીત્યા. કોલેજ પૂરી થઇ.

કોઈક પૂછે, ‘તારો ફર્સ્ટ ક્રશ કોણ?’ ત્યારે હંમેશા અમે એકબીજાનું નામ લેતા.

ઘરમાંથી સગાઇ માટેની વાતો ચાલી.

એક દિવસ રાત્રે પપ્પા મારી પાસે આવ્યા અને પૂછ્યું, “ક્રિષ્ના ડાહી છોકરી એકદમ, નહિ...!”

હું ગભરાયો. પરસેવો વળ્યો. “કોણ ક્રિષ્ના, પપ્પા?”

“ગાંડા, આજથી ૪ વર્ષ પહેલા જેની સાથે લગ્ન કરવાની તારી ઈચ્છા હતી, તે ક્રિષ્ના. એ જાતે તે બનાવેલી કંકોત્રી, ૪ વરસથી મેં સાચવીને રાખી છે.” હું શરમાયો. કદાચ, વેડિંગ લાઈસન્સ જ હશે તે.