Zindagi Rocks - 2 books and stories free download online pdf in Gujarati

Zindagi Rocks - 2

ઝીંદગી રોક્સ

ભૂમિકા દેસાઈ શાહ



COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as

NicheTech / MatruBharti. MatruBharti / NicheTech has exclusive digital publishing

rights of this book.Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

એક વેકેશન હો સપનોકા

“ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો.. હમ હે તૈયાર ચલો...”-તમે આવતીકાલની નાસ્તાની તૈયારીઓ કરતા કરતા તમારૂં મનપસંદ ગીત ગુનગુનાવી રહ્યા છો.

“ઝૂઠ બોલે કૌવા કાટે, કાલે કૌવે સે ડરિયો, તેરા પાસપોર્ટ રેડી નહિ હે મોમ, તુમ ચાંદ પર કેસે જી હો?”-પાછળથી આવીને તમને વળગી પડતા તમારી દીકરી ગાઈ ઉઠી.

“પંખ હોતે તો ઉડ જાતી મેં, રસિયા ઓ બાલમાં.. ”-તમે દીકરીની રમતને આગળ વધારતા ગીત લલકાર્યું.

“પરી હે તું? આઈ તું તો આઈ નઝારો કે અનજાને ઈક જહાન સે... લાઈ તું તો લાઈ હઝારો અફસાને ઉસ જહાન સે.. ના-નાં તુજે છુંઉનાં - પરી હે તું...”-જાણે સાચે જ પાંખો ઉગી આવી હોય એમ ડાયનિંગ ટેબલની ખુરશીથી સોફા અને સોફા પરથી સ્ટડી ટેબલ સુધી લહેરાતા લહેરાતા અને પાંખો હલાવવાની એક્ટિંગ કરતા-કરતા તમારી લાડકી ગાઈ રહી.

“સાત સમુંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ, ઓ ઝુલ્મી મેરી જાન તેરે કદમો કે નીચે આ ગઈ..”-તમે દીકરીની પાછળ પાછળ જીને સ્ટડી ટેબલ પાસે વિખરાયેલી એની બુક્સ સમેટતા સુરોની જંગ આગળ વધારી.

“રૂક જા મોમ, ઠહેર જા મમ્મી, વિઝા ઓર પાસપોર્ટ બના લે, સાત-સમુંદર પાર હે જાના, દો-ચાર સ્ટેમ્પ લગા લે...”-જુના જમાનાની હિરોઈનની અદામાં તમારી મીઠ્‌ઠીએ કન્ટીન્યુ કર્યું.

“ડાર્લિંગ, દિલને ગમે એ જગ્યાએ જવા કલ્પનાઓ અને સપનાઓની પાંખ જોઈએ, વિઝા અને પાસપોર્ટ નહિ!”-તમે વ્હાલથી દીકરીને કપાળ પર કીસ્સી કરતા કહ્યું.

“મોમ, યુ લોસ્ટ ધ ગેમ. હું જીતી ગઈ એટલે હું કહીશ ત્યાં વેકેશન પ્લાન કરવું પડશે. યુ રેડી?”-ખુશી અને ઉત્સાહથી ઢીંગલીએ તમને એસીના રીમોટથી બનાવેલું ફેક માઈક પકડાવતા કહ્યું.

“એઝ યુ સે પ્રિન્સેસ! ફરમાવો ક્યા ફરવા જવાની ઈચ્છા છે તમારી?”-તમે માઈક મીઠ્‌ઠીને હેન્ડઓવર કરતા પૂછ્‌યું.

“મોમ, હાવ અબાઉટ દુબઈ?”-બદામી આંખોને પટપટાવતા દીકરીએ પૂછ્‌યું.

“સાઉન્ડસ ગ્રેટ. પણ સ્વીટહાર્ટ આઈ સજેસ્ટ પહેલા આખું ઈન્ડીયા તો જોઈ લે પછી એબ્રોડ ટ્રીપ કરીશું. અને એમ પણ તને તો પહાડો-જંગલ-નદી-દરિયો એવું બધું વધારે ગમે છે. અને દુબઈ ઈઝ ઓલ અબાઉટ મોલ્સ-બિલ્ડીંગસ એન્ડ ઓલ. આઈ મીન... પણ જેવી તારી ઈચ્છા.”-તમે દીકરીને નિરાશ નાં કરવાના ઈરાદાથી પોતાની વાત ટૂંકાવી દીધી.

“મોમ, યુ આર રાઈટ. પણ નો વોટ? મારા ફ્રેન્ડસ ગઈ કાલે મને ચીઢવતા હતા-કે હું કંજૂસ છું. કહેતા હતા કે હું પણ ઝાડ-પાન-નદી-નાળા-દરિયો અને પથરા જેવી ઓલ્ડ ફેશન છું. જો બહાર-એબ્રોડ જાવ તો ખબર પડે કે જોવા જેવું કેટલું બધું છે- ટેકનોલોજી-લાઈફ સ્ટાઈલ એવું બધું. તું પેલી સિમ્મીને ઓળખેને એ દર સમર વેકેશનમાં એબ્રોડની ટ્રીપ કરે. અને પેલો વિશ્વાસ કહેતો હતો કે જેણે દુબઈ શોપિંગ ફેસ્ટીવલમાં શોપિંગ નથી કરી એને તો બરોડાના મંગળબજાર, સુરતના ચૌટા અને અમદાવાદના ઢાલગરવાળનાં પરમેનન્ટ વિઝા આપી દેવા જોઈએ. અને પેલી હની, આપણી પાછળની સોસાયટીમાં રહે છે ને-એ, એ તો કહેતી હતી એણે અત્યાર સુધીમાં સિક્સ કન્ટ્રીઝ ફરી છે અને એ તો કોઈ પણ કન્ટ્રીમાં ફરવા જાય તો ફાઈવ સ્ટાર હોટેલમાં જ સ્ટે કરે. કાલે જ મારા બેચમેટ વિરાજે ફેસબુક પર એના વેકેશન પીક્સ અપલોડ કર્યા-સિંગાપોરના.”-મીઠ્‌ઠીએ મોબાઈલમાં તમને ફોટોઝ બતાવતા કહ્યું.

“આઈ ગોટ યોર પોઈન્ટ બેટા. અને મેં તને કહ્યું ને એઝ યુ સે- તું કહે ત્યાં વેકેશન પ્લાન થશે. પણ એ પહેલા તું મને જવાબ આપ- તારે વેકેશનમાં ફરવા કેમ જવું છે? મઝા કરવા, પ્રકૃતિને માણવા, થાક ઉતારવા, રીફ્રેશ થવા, નવું-નવું જોવા કે પછી ફેસબુક અને ઈનસ્ટાગ્રામ પર ફોટોઝ અપલોડ કરવા?”-તમે દીકરીની બાજુમાં બેસીને એના સિલ્કી વાળમાં હાથ ફેરવતા પૂછ્‌યું.

“ઓફ કોર્સ મઝા કરવા, નવું નવું જોવા, પ્રકૃતિ અને પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરવા અને પોતાની જાતને નવી એનર્જી આપવા..”-પોતાના વિચારોમાં ક્રિસ્ટલ ક્લીઅર દીકરીએ તુરંત જવાબ આપ્યો.

“એજ તો હું કહું છુ! શો ઓફ કરવા કે હુંસાતુંસીમાં પૈસાનું પાણી કરીને દેશ-વિદેશ ફરવું નહિ, પોતાને ગમે એ અને ગમ્મે એ કરવું એ વેકેશન એન્જોય કરવું કહેવાય.. ”-આંખો મિચકારીને તમે કહ્યું.

“મોમ, તું નાની હતી તો વેકેશનમાં શું કરતી? ક્યા ફરવા જતી? કેવી રીતે એન્જોય કરતી?”-અચાનક મીઠ્‌ઠીએ તમારા બાળપણનાં બંધ પટારાને ખોલી દીધો.

“દીકરા, અમે નાના હતાને ત્યારે આમ વિદેશોમાં ફરવા જવાની ઘેલછા પણ નાં હતી અને એવા રૂપિયાની સગવડ પણ નાં હતી. સોશિયલ નેટવર્કિંગ પણ નાં હતું એટલે કોઈ શો-ઓફ પણ નાં કરતુ.. હા વેકેશન ખુલે એટલે સ્કુલમાં ટીચર જરૂરથી પૂછતાં કે બધાએ વેકેશનમાં શું શું કર્યું અને ક્યા ક્યા ફર્યા. અને મોટે ભાગે બધાના જવાબ સરખા હોતા. અમારા માટે વેકેશન એટલે એવો સમય જ્યારે ઘડિયાળનાં કાંટાની બહાર જીવી શકાય. સ્કુલ-હોમવર્ક અને પરીક્ષાની ચિંતા વગર મન થાય એ ટાઈમે રમી શકાય. તમારી કેન્ડી ક્રાશથી ક્રશ થઈ ગયેલી જનરેશન શું જાણે કે મિત્રો સાથે ખરી બપોરે સતોડિયું-થપ્પો-સંતાકુકડી-નદી કે પર્વત-પત્તા-વ્યાપાર રમવામાં કેવી મૌજ આવે! વેકેશન પડે એટલે મામા-કાકા-માસીનાં ઘેર ઉપાડી જવાનું. એય ઊંંઘ પૂરી નાં થાય ત્યાં સુધી સપનાઓમાં મૌજ કરવાની, ઉઠીયે એટલે ટોપલો ભરીને કેરીઓ સામે આપણી રાહ જોતી હોય એને ઘોરીને ચુસીને ખાવાની, નહાવા તો નદીએ જ જવાનું અને પરવારીને મિત્રો સાથે મહેફિલ માંડીને આજે કઈ રમતો રમીશું એ નક્કી કરવાનુ. આખી બપોર અને સાંજ જાત-જાતની રમતો રમીને પસીને નહાવાનું અને મોડી સાંજે ફરી નદીએ પડવાનું. કાકા-મામા સાથે મોડેકથી બજારમાં ફરવા જવાનું અને બરફનો-ગોળો કે ગુલ્ફી ખાઈને જન્નતની ખુશી માણવાની! અઠવાડિયામાં એક રજાના દિવસે કોઈ બગીચા-ઝૂ-બજાર-નદી કે દરિયાકિનારે પીકનીક કરવા ઉપડી જવાનું અને એક પણ ફોટો ક્લિક કર્યા વગર પ્રકૃતિને મન ભરીને અંદર સમાવી લેવાની. દાદી-નાનીએ અગાસીએ સુકવેલા અથાણા માટેની કેરીઓના કટકા ઝાપટી જવાના અને એમના જમાનાની બ્લેકએન્ડ વ્હાઈટ વાર્તાઓ આંખો ઘેરાય નહિ ત્યાં સુધી સાંભળવાની. એસી મલ્ટીસ્ક્રીન મલ્ટીપ્લેક્સમાં નહિ, અમે પરીઓ-ભગવાન-શેતાન-રાજાઓ-આઝાદી અને દેશના ઈતિહાસ વિગેરેની વાર્તાઓ વડીલોના મોઢે એમના અનુભવો સ્વરૂપે સાંભળી છે, જાણે સામે જ બની ગયુ હોય એમ! અમારા માટે વેકેશન એટલે જાત અને પરિવાર સાથે ગાળવા અને માણવાનો સમય હતો.”-તમે અચાનક પોતાની જાતને એ ફાઉન્ટેન ચોટી અને વેલ્વેટના ફ્રોકમાં જોઈ રહ્યા અને એ જ સોનેરી યાદોને કહી રહ્યા.

“વાવ, મોમ.. તમારી જનરેશનની વેકેશની ડેફીનેશન કૈક જુદી જ હતી. આઈ મીન આઈ લવ્ડ ધેટ કન્સેપ્ટ ટુ. આઈ મસ્ટ ટ્રાય ઈટ. ચાલો ફોર અ ચેન્જ આ વખતે વેકેશનમાં વતનના ગામમાં જીએ, જોકે મને એસી વગર ઊંંઘ નથી આવતી પણ કદાચ અગાસીએ તારાઓ ગણતા-ગણતા, નાનીમાં સાથે વાતોના વડા કરતા કરતા જરૂરથી ઊંંઘ આવી જ જશે. મેં બિસલરી સિવાયનાં પાણીને ક્યારેય પીધું નથી પણ કોણ જાણે તારી વાતો સાંભળીને મને નદીમાં ડૂબકી મારવાનું અને વાડીમાં કેરીઓ તોડવા જવાનું મન થાય છે. દુબઈ-લંડન કે પેરીસ તો આવતા વર્ષે કે એ પછીના વર્ષે પણ જવાશે પણ દાદીમાં અને નાનીમાં સાથે ટાઈમ સ્પેન્ડ કરવા કદાચ સમય ઓછો પડશે. તાર ઈવાટ એકદમ સાચી છે મોમ, કે જો મેં મારૂં વતન, મારા મૂળિયાં અને મારો દેશ જ એમાં ભળીને જોયો-જીવ્યો નથી તો ફોરેન ટુર કરવાનો શું ફાયદો? મારા શહેર, મારા લોકો અને મારા દેશને જોઈ-જાણી લઉં પહેલા પછી વિદેશમાં ફરવા જીશ!”-મીઠ્‌ઠીએ એકદમ ખુશી અને ઉત્સાહથી કૈક નવાઈ પમાડે એવી વાત કરી.

***

વેકેશન માત્ર દેખાડો કરવા, સ્ટેટ્‌સ સિમ્બોલ વધારવા કે પૈસા ખર્ચીને મોટાં દેખાવા નહિ- પોતાની જાત અને પરિવારને આખું વર્ષ જે નથી આપી શક્યા એ -સમય, સુખ, આનંદ અને યાદગીરીઓ આપવાનો સમય છે.

આનંદ અને મઝા ખાલી ફોરેન ટ્રીપ કરવાથી કે હિલસ્ટેશન ફરવા જવાથી જ નથી મળતા.. પોતાના જ શહેરની નાં-જોયેલી ગલીઓને ખુન્દવામાં, વતનની વાટ પર સમયના હાંસિયાની બહાર મહાલવામાં, સગા-સંબંધીઓનાં ઘેર ભેગા થઈને ગેલ-ગમ્મત કરવામાં કે પોતાના ઘેર જ રહીને ગમે એ-ગમ્મે એ બધું જ કરવામાં પણ મૌજ-મઝા અને આનંદ છે!

વેકેશન- શું છે તમારી ડેફીનેશન?

“તમે સાંભળો છો ને પપ્પા???”

"દિલ ધુઢતા હે ફિર વહી ફુરસત કે રાત દિન... બેઠે રહે, તસ્સ્વુંરે જાના કિયે હુએ.." શિયાળાની ડાર્ક ચૉકલેટી ઠંડી, ટ્રેન માં વિન્ડો સીટ, દૂર દૂર સુધી ધુમ્મસના શ્વેત શેડમાં રંગાયેલી પ્રકૃતિ અને મોબાઈલમાંથી મેસ્મરાઈઝ કરતાં ગીતો... હિન્દી ગીતો ની ભાષા માં જ કહીએ તો, "ઓર જીને કો ક્યા ચાહિયે...."!

"હેલ્લો મે’મ..." કોઈકે મારા ખભે હાથ મૂક્યો એ સાથે હું મ્યુઝિકના ટ્રેક પરથી રેલવે ટ્રેક પર દોડી રહેલી મારી રોજિંદી ભિલાડ એક્સપ્રેસના કમ્પાર્ટમેન્ટમાં પાછી આવી.

"મેડમ , આં ફોર્મ માં જલદી સાઈન કરી દો અને પછી તમારા ગ્રુપમાં પણ બધા પાસે સાઈન કરાવી દેજો. આં વખતે તો લડી-ઝગડીને પણ લેડીઝ એમ.એસ.ટી કોચ લેવો જ છે.. બરાબર ને? ફીમેલ રિઝર્વેશન તો બધે હોવું જ જોઈએ - અગ્રી?"

લેડિઝ કોચની આ કાયમી પ્રવ્રૂત્તિ. "હમારી માંગે પૂરી કરો" એ સૂત્રો રોજ પોકારતા રહેવાના અને એ સૂત્રો પોકારી શકાય એ માટે માંગણીઓ શોધતાં રહેવાનું.

"અફકોર્સ આઈ વિલ સાઈન, પણ મારો વ્યુ ન પૂછો તો સારૂં." મારા જવાબથી એમની આંખોમાં તાજુબી અંજાઈ ગઈ એ જોઈને મેં ફોડ પાડયો, "લેડીઝ ડબ્બામાં મુસાફરીનો એકમાત્ર હેતુ સલામતી અને મુસાફરીની સરળતાનો છે. જો ૨૧મી સદીમાં આપણે નારી સ્વતંત્રતા અને પુરૂષ- સમોવડી મહિલા ની વાતો કરતા હોઈએ તો મહિલા-અનામતના આવા શોર્ટકટને છોડવો જોઈએ."

મારૂં વાક્ય પૂરૂં થાય એ પહેલાં તો તાજુબીભરી આંખોમાં રોષ છલકાવીને એમણે અરજીનો કાગળ ખેંચી લીધો. અમારા લેડિઝ કોચના એ મહિલા અગ્રણી સ્વાવલંબનના મારા વિચારને પચાવી શક્યા ન હતાં.

હું ફરીથી મ્યુઝિક ટ્રેકમાં મનને પરોવવા લાગી પણ હવે મનમાં વિચારો ફૂંકાઈ રહ્યા હતા. હું કેમ આટલી બગાવતી છું? કેમ સ્ત્રી-દાક્ષિણ્‌ય કે વૂમન ફર્સ્ટનો કોન્સેપ્ટ મને રહેમ લાગે છે? મહિલાને અનામત શેની? લડીને, માથા પટકીને, લોહીઝાણ થઈને આપણે કેમ રસ્તો ન કરી શકીએ એવી આક્ર્‌મકતા મારામાં ક્યાંથી આવી? કાનમાં શી ખબર, ક્યું ગીત ગૂંજી રહ્યું હતું અને ભિલાડ એક્સપ્રેસથી વિરૂધ્ધ દિશામાં શરૂ થઈ હતી મનની ટાઈમ ટ્રાવેલ.

***

"ભુમિકા, તું હવે મોટી થઈ. આખો દિવસ આમ થોથા ઉથલાવીને દિવસ નહિ વળે. હવે થોડો રસ ઘરના કામ-કાજ માં લેતાં શીખો. આ ૧૦માંના વેકેશનમાં તારે રસોઈ અને ઘરકામ શીખવાનું જ છે. ગમે તેટલું ભણીશ તો પણ સાસરે જીને તો કડછી-કલેક્ટર જ બનવાનું છે એ સમજી લે. તારૂં ચોપડું મૂક બાજુ પર અને કચરો કાઢ જલદી - લે સાવરણી..."

દર વેકેશનમાં મને નોવેલ વાંચતી જોઈને મમ્મી અકળાઈ ઊંઠે. દીકરીને એ સાપનો ભારો તો ન માનતી પણ દીકરીને ઘરકામ વગર બીજો કોઈ આરો નથી એવી એને પાક્કી સમજ. - અને સામે હું. નાનપણથી જ ઉદ્દંડ. છોકરીઓએ હંમેશા ઘરકામ અને રસોઈને ગમાડવા જ જોઈએ અને રખડપટ્ટી, નોવેલ, ટીવી એ બધું ફક્ત છોકરાઓ માટે જ? હું દલીલ કરૂં એટલે મમ્મીની આંખો ચિંતાના તાપથી શેકાઈ ને ગુસ્સાના લાલ રંગે રંગાઈ જય. એનો ચહેરો જોઈને એમ જ લાગે કે, હમણાં દીકરી હોવાની ફરજો અને જવાબદારીઓ -પર એક લેક્ચર પાક્કું જ સમઝો! અને મમ્મીની દીકરીને શીખવાના પાઠ અને શિખામાણો મારા સુધી પહોંચે એ પહેલા જ પપ્પા ભેરે ચડે.

"આશા, તું કેમ એની પાછળ પડી છે? એને વાંચવામાં રસ પડયો છે તો વાંચવા દે ને..."

"પણ પરીક્ષા તો પતી ગઈ. તમારી આ રાજકુમારી તો વાર્તા વાંચે છે. થોડુંક ઘરકામે ય શીખવું પડશે ને? નહિ તો સાસરે કોઈ સંઘરશે નહિ અને આવશે પાછી..."

"એ પગભર હશે તો આખી દુનિયાને પહોંચી વળશે અને મારી રાજકુમારી ભણી-ગણીને જ્યાં પણ જશે ત્યાં રાજ કરશે."

- અને પપ્પાની આંખોમાંથી વહેતો એમના સપનાનો ગુલાબી રંગ મને વિંટળાઈ વળતો.

***

"દેહાઈ, આમ ઉતાવળા નિર્ણય ન લેવાય. એક વાર તો લાઈફમાં દિમાગથી નિર્ણય કર, દિલને બાયપાસ કરીને. પોઈરીને ભણાવીને વળી કયો તારો દહાડો ફળશે?"

નાયક અંકલ એટલે પપ્પાના ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. ભાગ્યે જ પપ્પાનો કોઈ મહત્વનો નિર્ણય નાયક અંકલની સલાહ વગર હોય. નાયક અંકલ પણ બરાબર જમાનો પચાવી ચૂકેલા. દીકરી ભણે. બરાબર છે પણ સાવ આમ?

"પહેલાં તો બંને પોઈરીઓને સાયન્સનું ભણાવીને અને મોંઘાં ટ્‌યૂશન રખાવીને તેં રહી-સહી બચત સ્વાહા કરી દીધી અને હવે આ નાનકીને ઈન્જીનીયરીંગમાં ઍડમિશન લઈ આવ્યો? એ પણ પાછું વિદ્યાનગરમાં - એટલે કૉલેજ, ચોપડા, હોસ્ટેલ અને બીજા સત્તર ખર્ચા! સારાભાઈ કેમિકલ્સવાળાએ કોઈ લોટરી કાઢી છે તારા નામની? સીધી વાત છે, પોઈરી પરણી એટલે પત્યું! ભણી ગણી ને એના સસરા અને વરનું ઘર ભરશે, એ માટે તારો દલ્લો કેમ ખાલી કરે છે ભલા માણહ? પૈહા વધી પડયા હોય તો બેંકમાં મુક, ખાડે કા નાંખે?"

નાયક અંકલ સાચા મિત્રની ફરજ નિભાવી રહ્યા હતા.

"તું સમજ નાયક..." મારી હાજરીમાં થતી ચર્ચા ટાળવા પપ્પા નાયક અંકલને વારવા કોશિષ કરી રહ્યા હતા.

"દીકરીને ભણાવીને હું કંઈ ખોટું નથી કરતો. આ તો એક ઈન્વૅસ્ટમેન્ટ છે, જીન્દગીભર મારી બંને દીકરીઓના મોઢે સ્માઈલ જળવાઈ રહે એ માટેનું. એમનું ભવિષ્ય ઉજ્જ્વળ થાય અને એમને મનગમતી કારકિર્દી મળી જાય એમાં જ મારી લોટરી છે! બસ, મારી બંને દીકરીઓ ખૂબ ભણે અને પગભર થઈ જાય તો મેં જેમ આખી જીન્દગી વેઠ્‌યું એમ... ”

- અને પપ્પાના મોંએથી અધુરા છૂટેલાં વાક્યનો ડૂમો મારાં રૂંવે-રૂંવે ઘેરાઈ વળતો.

***

સુરેશચંદ્ર મોહનલાલ દેસાઈ.

ના, ઈતિહાસમાં ક્યાંય એમનું નામ ન હોય પણ મારી દીકરી અને એનાં વારસદારો કદીક જો એમની સુખાકારીના મૂળિયા શોધવા નીકળશે તો કાળઝાળ સંઘર્ષ, પારાવાર અભાવો અને શરીર તોડી નાંખતી મહેનત હેઠળ દટાયેલું આ નામ એમને જરૂર જડવું જોઈએ.

દીકરીને ભણાવવા આખી જીન્દગી ની મૂડી વાપરી દેનાર પપ્પાને મેં ક્યારે નવા કપડા, બૂટ કે ઘડિયાળ લેતા જોયાનું યાદ જ નથી!

સારાભાઈ કેમિકલ્સના એ મામૂલી નોકરિયાત. સારાભાઈ પોતે જ વર્ષોથી ખોટના ખરાબે ચડી ગયેલી કંપની. ક્યારેક ચાલતી તો ક્યારેક મહિનાઓ સુધી બંધ રહેતી. ઈચ્છા થાય ત્યારે મરજી થાય એટલો પગાર આપતી. બાકી, રાહ જોવડાવ્યા કરતી. પણ શી ખબર કઈ રીતે, પપ્પાએ કોઈ દિ’ અમારી જરૂરિયાતને રાહ નથી જોવડાવી.

રોજ સવારે અમે ઊંઠીએ ત્યારે પપ્પા દૂધની થેલી ઘરે-ઘરે પહોંચાડીને આવ્યા હોય. ભરશિયાળે ય સાઈકલ ખેંચીને પરસેવામાં રોળાયેલો એમનો ચહેરો મને યાદ છે. સ્કૂલમાં કોઈએ પૂછ્‌યું કે, "તારા પપ્પા શું કરે છે?" જવાબમાં મેં કહી દીધું કે, "દૂધની થેલી વહેંચે છે" ત્યારે કોઈક હસ્યું હતું એ પણ યાદ છે. ઘરે આવીને મેં પપ્પાને કહ્યું તો એમણે હસતાં ચહેરે મને સમજાવી, "જે હસે એને કહેજે બેટા કે તારો બાપ રોજ સવારે સાઈકલ લઈને દૂધની થેલી આપવા નીકળે છે. દિવસે નોકરી કરે છે. સિઝનમાં કેરી ય વેચે છે. એ આ બધું જ કરે છે કારણકે, એની બેય દીકરી ભણી-ગણીને બહુ જ મોટી મેમસાહેબ બનવાની છે."

પપ્પા અને એ ઊંચી, કાળી સાઈકલ બંને એકમેકના પર્યાય. મારા જન્મ પહેલાંની એ કાળી સાઈકલ હું પરણીને સાસરે ગઈ ત્યાં સુધી પપ્પાની જોડીદાર. એમનાં આકરા સંઘર્ષની એક-એક ક્ષણની સાક્ષી. શી ખબર, એ સાઈકલ પર પેડલ મારી રહેલા પપ્પાના મનની કેટલીય ગડમથલ એ સાઈકલે અનુભવી હશે. અમારી સ્કૂલની ફીનો વેંત કરવા દૂધની થેલી વહેંચવા જતા પપ્પા, પગાર વગરની નોકરી કદીક બધો પગાર સામટો આપી દેશે એવી આશાએ રોજ નોકરી પર જતા પપ્પા, અમારી પરીક્ષા વખતે અમારા કરતાં ય વધારે રઘવાયા-રઘવાયા થઈ જતા પપ્પા અમારી આવતીકાલ ઉજળી બને એ માટે આખી જિંદગી સાઈકલના પેડલ મારતાં જ રહ્યા.. મારતાં જ રહ્યા.

મોટીબહેન ઉર્વી ફિઝિક્સ સાથે એમ.એસ.સી. થઈ. હું કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એમ.ઈ. થઈ. પરણીને અમે બંને સાસરે ગયા. અમે બંને પગભર બન્યા, સ્વાવલંબી બન્યાં એનો પપ્પાને પરમસંતોષ.

- પણ જિંદગીભર સાઈકલના પેડલ પર ઘસાયેલું શરીર હવે જવાબ માંગતું હતું.

***

ગોહિલ હોસ્પિટલ, નવસારીનો આઈસીયુ રૂમ.

“પપ્પા, બસ આ વખતે આ છેલ્લું ઓપરેશન છે અને કંઈ જ જોખમ નથી એમાં. મારે હમણાં જ ડૉક્ટર સાહેબ સાથે વાત થઈ. બસ હવે બહુ ખેંચ્યો તમે ખાટલો, આ ઓપરેશન પતે એટલે તમારી કોઈ વાત નથી સાંભળવાની. મારા નવા ઘેર આવવાનું કહીને તમે તો હોસ્પિટલ માં ગોઠવાઈ ગયા..."

મેં પપ્પાને હસાવવાની કોશિષ કરી પણ એમની આંખોમાં છેલ્લા એક મહિનાથી વંચાતી લાચારી અને પીડા મારાથી જીરવાતી ન હતી.

છેલ્લા એક મહિનામાં આં ત્રીજું ઓપરેશન હતું.

જિંદગીને ટક્કર આપનારા અને બધા સંજોગોમાં એક ફાઈટરના સ્પિરિટ થી ઝઝુમાનારા પપ્પા એક વાર પેરાલીસીસને પણ ધૂળ ચટાડી આવ્યા, પણ ગેન્ગ્રીનના વિષચક્રમાં ભરાઈ ગયા. શરૂઆતમાં પગમાં શિયાળામાં પડતા સામાન્ય વાઢિયા ઊંપસ્યા. ડાયાબીટીસ અને બેદરકારીના કિલિંગ કોમ્બોના કારણે વાઢિયા વણસીને ગેન્ગ્રીન બન્યા.

પહેલાં ટચલી આંગળી, પછી બીજી આંગળી અને આજે હવે ઘુટણથી નીચેનો આખો પગ કાપવાનો હતો. એ પગ, જેણે સાઈકલ ઢસડીને અમને ઉછેર્યા હતા. એ પગ, જેણે અમને પગભર કર્યા હતા.

ઓપરેશન થિયેટરમાં જી રહેલા પપ્પાએ એ દિવસે જિંદગીમાં પહેલીવાર મારો હાથ કચકચાવીને પકડી રાખ્યો. ડોક્ટરની કે અમારી કોઈ સમજાવટ કારગત નીવડતી ન હતી. એમને જાણે અતૂટ વિશ્વાસ હતો કે, હું જ એમને આમાંથી બહાર લાવી શકીશ...

અને એમની આંખોની એ લાચારી જિંદગીભરનો ભાર બનીને મારા મનમાં ઠલવાતી હતી.

પપ્પાની ઈચ્છા હતી કે એમની દીકરીઓ જ એમને અગ્નિદાહ આપે. મેં અને મોટીબહેને એ ફરજ પણ નિભાવી. એ ક્ષણે ધૂમાડો પહેરીને હવામાં વહી ગયેલા પપ્પા....

આજે ય ક્યાંક સંઘર્ષ કરવો પડે છે, ક્યારેક મુસીબત સાથે માથા અફળાવવા પડે છે ત્યારે પપ્પા સાંભરે છે. એમને રૂબરૂ તો કદી કહી ન શકી પણ આજે ક્યાંક કોઈક કદીક મારા બગાવતી સ્વભાવને, લડાયક પ્રક્રુતિને બિરદાવે છે ત્યારે મનોમન કહેવાઈ જાય છે, "આઈ લવ યુ પપ્પા.."

તમે સાંભળો છો ને પપ્પા???

“બાલિકા વધૂ” - એક સદીયો જૂની સમસ્યા

"ટૂંક સમયમાં બાલિકા વધુને ઈતિહાસમાં વેદ-પુરાણ અને બીજા પૌરાણિક ગ્રંથો સાથે સ્થાન મળી શકે છે!"

"બાલિકા વધુ સીરીયલમાં બાળ લગ્નનો વિરોધ કરવામાં આવે છે કે સમર્થન- એ છેલ્લા છ વર્ષથી જોવા છતાં સમજાતું નથી!"

"બાલિકા વધુ સીરીયલને હવે રી-નેમ કરી દેવી જોઈએ- માતા-વધુ. કેમ? આનંદી હવે બાલિકા નહિ માં છે એટલે!"

"આજકાલ લગ્ન પણ આટલા લાંબા નથી ટકતા જેટલા વર્ષોથી બાલિકા વધુ સીરીયલ ચાલે છે!"

ઉપરની દરેક ટીપ્પણી ક્યારેક તમે સાંભળી કે જાતે હસી મજાકમાં કરી પણ હશે! આજથી છ-સાત વર્ષ પહેલા કલર્સ ચેનલ પર શરૂ થયેલ ધારાવાહિક "બાલિકા વધુ" એક અત્યંત સંવેદનશીલ મુદ્દાને લઈને શરૂ થઈ હતી. એ વાત જુદી છે કે વખત જતા વાર્તામાં વળાંક અને છ-સાત વર્ષોના વહાણા આવી જતા- આખો મુદ્દો જાણે ચવાઈ ગયો છે, વાસી થઈ ગયો છે! પરંતુ આ ધારાવાહિકે જે સમસ્યા-સામાજિક મુદ્દાને રજુ કર્યો છે તે માત્ર ભારતમાં નહિ પરંતુ આખા વિશ્વમાં એક સળગતી સમસ્યા છે.

તમે કહેશો-"હવેતો જમાનો બદલાઈ ગયો છે. પહેલાના જમાનામાં બાળલગ્ન પ્રચીલિત હતા. હવે તો દીકરીઓને ભણવવાનો યુગ છે. હવે તો ગામડાઓમાં પણ જાગૃતિ આવી છે અને જેથી બાળ-લગ્નનાં પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે."

તો મારો જવાબ છે-"એકદમ સાચું! સમય સાથે બદલાવ આવી રહ્યો છે પરંતુ ખુબ જ ઓછો અને માત્ર બાહ્ય. આજે પણ યુપી-બિહાર-રાજસ્થાન અને બીજા કેટલાય સ્થળોએ પરંપરા અને રૂઢિના નામે બાળ-લગ્ન એટલાજ પ્રચીલિત છે! જે-તે જીલ્લાની કોમ-સ્થાનિક પ્રજાની માન્યતાઓ અને રીવાજોને આહતનાં કરવાના હેતુથી ઘણુંખરૂં ગ્રામ પંચાયતો અને પોલીસ સુદ્ધાં આવા લગ્નો સામે આંખ આડા કાન કરે જ છે."

તો હવે પ્રશ્ન એ છે કે -"બાળ-લગ્ન"ની આ જટિલ સમસ્યાનો ઉકેલ શું છે? ઉકેલ શક્ય છે ખરો?

જવાબ છે- જી હા.

કઈ રીતે?

આવો એક વાર્તાનાં સ્વરૂપે જાણીએ આ જવાબને!

***

" ૈં’ઙ્મઙ્મ દ્બટ્ઠિિઅ ુરીહ ૈં ુટ્ઠહં.

સ્અ ર્દ્બંરીિ ષ્ઠટ્ઠહ’ં ર્કષ્ઠિી દ્બી ર્ં દ્બટ્ઠિિઅ.

સ્અ કટ્ઠંરીિ ષ્ઠટ્ઠહર્હં ર્કષ્ઠિી દ્બી ર્ં દ્બટ્ઠિિઅ.

સ્અ ેહષ્ઠઙ્મી, દ્બઅ ટ્ઠેહં, દ્બઅ હ્વર્િંરીિર્ િ જૈજીંિ, ષ્ઠટ્ઠહર્હં ર્કષ્ઠિી દ્બી ર્ં દ્બટ્ઠિિઅ.

ર્દ્ગર્ હી ૈહ ંરીર્ ુઙ્મિઙ્ઘ ષ્ઠટ્ઠહ ર્કષ્ઠિી દ્બી ર્ં દ્બટ્ઠિિઅ.

ૈં’ઙ્મઙ્મ દ્બટ્ઠિિઅ ુરીહ ૈં ુટ્ઠહં.

ઈદૃીહ ૈક ર્એ હ્વીટ્ઠં દ્બી,

ીદૃીહ ૈક ર્એ ષ્ઠરટ્ઠજી દ્બી ટ્ઠુટ્ઠઅ,

ીદૃીહ ૈક ર્એ ર્ઙ્ઘ ટ્ઠહઅંરૈહખ્ત હ્વટ્ઠઙ્ઘ ર્ં દ્બી,

ૈં’ઙ્મઙ્મ દ્બટ્ઠિિઅ ુરીહ ૈં ુટ્ઠહં.

ૈં’ઙ્મઙ્મ દ્બટ્ઠિિઅ ુરીહ ૈં ુટ્ઠહં,

હ્વેં ર્હં હ્વીર્કિી ૈં ટ્ઠદ્બ ુીઙ્મઙ્મ ીઙ્ઘેષ્ઠટ્ઠીંઙ્ઘ,

ટ્ઠહઙ્ઘ ર્હં હ્વીર્કિી ૈં ટ્ઠદ્બ ટ્ઠઙ્મઙ્મ ખ્તર્િુહ ે.

ૈં’ઙ્મઙ્મ દ્બટ્ઠિિઅ ુરીહ ૈં ુટ્ઠહં."

ખુબ જ સીધા અને સરળ શબ્દોમાં લખાયેલી આ કવિતા વાંચનારા દરેકનાં દિલ સુધી અચૂક સ્પર્શી જ જવાની.આ કવિતા લખી છે ૧૩ વર્ષીય એલીન પીરીએ. એલીન દક્ષીણપૂર્વીય આફ્રિકાનાં માલાવી દેશની એક સાધારણ બાળકી છે. એલીન આ કવિતા દ્વારા એની અને એના જેવી હજારો-લાખો બાળકીઓની વેદના રજુ કરે છે.

જી હા, એલીનનાં દેશ માલાવીમાં બાળ-લગ્ન સમસ્યા નહિ, પ્રથા અને રીવાજ છે. અત્યંત ગરીબ એવા આ દેશમાં શિક્ષણનું પ્રમાણ પણ ખુબ જ નીચું છે અને સ્ત્રી-પુરૂષ સમાનતા જેવો કોઈ કન્સેપ્ટ સુદ્ધાં નથી!

આપણે વાર્તા માંડવાના છીએ એલીનની જ એક સહેલીની.. જેનું નામ છે- મમોરી બાંડા. સવ્પ્નીલ, મહત્વાકાંક્ષી અને હિંમતવાન મમોરીને એક પ્યારી નાની બહેન છે. બંને બહેનો એકબીજાને ખુબ લાડ-પ્યાર કરે છે, ઝગડે પણ છે અને છતાં કપડા, ખોરાકથી લઈને જૂતા સુધી બધું શેર પણ કરે છે. એક જ ઘરમાં જન્મેલી, એકજ પરિવારની બે દીકરીઓ અને છતાં બંનેની કથની એકદમ વિરૂદ્ધ. મમોરીની નાનની બહેન માંડ અગ્િાયાર વર્ષની વયે ગર્ભ ધારણ કરે છે. કઈ રીતે?

મમોરીનાં દેશમાં એક વિચિત્ર પ્રથા છે. એ પ્રથા અનુસાર તરૂણાવસ્થામાં પ્રવેશેલી દરેક યુવતીઓને એક ખાસ પ્રકારનાં કેમ્પમાં મોકલવામાં આવે છે. આ કેમ્પમાં યુવતીઓને પુરૂષોને શ્રેષ્ઠ રીતે શારીરિક સંતોષ આપવાની તાલીમ આપવામાં આવે છે. આ માટે કેમ્પમાં પુરૂષોને બોલાવવામાં આવે છે કે જેઓ દ્વારા માંડ તરૂણાવસ્થામાં પ્રવેશેલી યુવતીઓનું તાલીમ આપવાના બહાને શરીક શોષણ કરવામાં આવે છે. હજુ બાળકી જ કહી શકાય એવી યુવતીઓ કઈ સમઝે કે શીખે એ પહેલા ક્યાં તો ગર્ભ ધારણ કરી બેસે છે કે પછી એચ.આઈ.વી. જેવા જીવલેણ રોગોમાં સપડાઈ જાય છે.

મમોરીની નાની બહેન પણ આજ રીતે કેમ્પમાં તાલીમ દરમ્યાન અગ્િાયાર વર્ષની માસુમ વયે ગર્ભ ધારણ કરે છે..

મમોરીને પણ તેના સગા-સંબંધીઓ દ્વારા આ કેમ્પમાં જવા અંગે ફરજ પાડવામાં આવે છે પરંતુ પોતાની નાની બહેનની પરિસ્થિતિ અને તાલીમકેમ્પનાં સત્યથી જાણકાર મમોરી મક્કમપણે વિરોધ નોંધાવે છે. "વંઠી ગયેલી", "બગડેલ", "બેજવાબદાર" વિગેરે મેણા-ટોણા સાથે મમોરીને એની ખુદની બહેનનો દાખલો આપીને ડગલે-ને-પગલે ટોકવામાં આવે છે કે - તારી બહેન એક બાળકની માં બની ગઈ અને તું હજુ તાલીમ લેવાની, કેમ્પમાં જવાની નાં પાડે છે? પરંતુ મમોરી પોતાના નિર્ણય પર અડગ રહે છે અને પોતાનાન ભણવાના, દેશ-પરિવાર માટે કઈ કરવાના સપનાને વધુ મક્કમ પણે વળગી રહે છે.

પોતાની બહેન અને બીજી હજારો-લાખો દીકરીઓની દુર્દશાથી વ્યથિત મમોરી "બાળ લગ્ન"નાં આ ભોરીંગ નાગને નાથવાનો નિર્ધાર કરે છે. આ માટે મમોરી બાળ લગ્નનાં શ્રાપથી પીડિત આસ-પાસની ઓળખીતી-અજાણી બધીજ બાળકીઓ-યુવતીઓને ધીમે ધીમે ભેગી કરે છે. મમોરી નાની ઉમરે માં-કે રોગીષ્ઠ બની ગયેલી આ માસુમ બાળકીઓ-યુવતીઓને બાળ-લગ્નની નિરર્થકતા અને માનવ જીવનની સાર્થકતા સમઝાવે છે. મમોરી લખવા-વાંચવાનું, પેન સુદ્ધાં પકડવાનું ભૂલી ગયેલી આ પીડિત બાળાઓને લખતા વાંચતા ફરી શીખવે છે અને દેશ-દુનિયામાં સ્ત્રીઓની સબળ અને મજબુત છબીનું ઉદાહરણ આપીને તેમનામાં સપનાઓ અને સકારાત્મક વિચારો સીંચે છે.

મમોરી સુચન કરે છે કે-"આપણે ચોક્કસપણે બાળ લગ્નની આ બદીથી આપણા જીવનમાં સર્જાતી સમસ્યાઓ આપના પરિવાર અને સમાજના અગ્રણીઓ સામે રજુ કરવી જ જોઈએ." અને એક જોમ અને જુસ્સા સાથે મમોરીનાં સહયોગથી આ પીડિત કન્યાઓ પોતાની કથની અને વેદના પોતાના પરિવારજનો અને સામાજિક વડાઓ સમક્ષ રજુ કરે છે. પ્રથા-રૂઢી-રીવાજ બનીને જડમૂળથી બેસી ગયેલા આ વિચારનો વિરોધ કરવો શરૂઆતમાં સૌને ખુબ જ અઘરો પડે છે. પરંતુ વારંવારની સચોટ સમઝાવટ અને મક્કમ વિરોધ સામે આખરે પરિવારજનો અને સમાજના અગ્રણીઓ નમતું ઝોકે છે. અને માલાવીના ઈતિહાસમાં પહેલીવાર સ્ત્રી સમર્થક કાયદો પસાર કરીને સ્ત્રીઓ માટે કાયદેસર લગ્નની ઉમર ૧૫થી વધારીને ૧૮ કરવામાં આવે છે.

મમોરી આખા વિશ્વને સબળ નેતૃત્વ અને મક્કમ મનોબળનું ઉદાહરણ પૂરૂં પાડે છે. મમોરી કહે છે-"બાળ લગ્નને નાથવા,માત્ર કાયદો જ પુરતો નથી. વ્યક્તિગત ધોરણે આપને સૌએ આખી દુનિયામાં આ કાયદાનું પાલન થાય એ જોવું રહ્યું. બાળકો જે- તે દેશનું ભવિષ્ય છે અને જેન્ડર બાયસ વગર બાળકોને તેમનું બાળપણ જીવવા દેવું અને શિક્ષણનો અધિકાર આપવો એ આપણા સૌની ફરજ છે!

***

બાળ-લગ્નની સમસ્યાનો ચોક્કસ પણે ઉકેલ છે. અને એ માટે જરૂરી છે સંગઠિત થવાની, જાતે કાયદાનું પાલન કરવાની અને બીજાને સમઝાવી-વિનવી-જરૂર પડે લાલ આંખ કરીને પણ કાયદાનું પાલન કરાવવાની.

“બાલિકા વધૂ” - એક સદીયો જૂની સમસ્યા

માનવતાની મહેક

" આહે, ડર, ખુશી, રાસ્તે.. કચ્ચી બાતે, સચ્ચે વાસ્તે.. કહી પે ઈન સબ મેં, કહા હું મૈં?"-મારૂં ફેવરેટ સોંગ હેડફોનથી થઈને સીધું દિલમાં ઉતરી રહ્યું છે. અને મ્યુઝિકમાં ખોવાયેલી હું મશીન ની જેમ રોજના રોજીંદા રસ્તે દોરવાઈ રહી છું. અને અચાનક મારી અને મ્યુઝીકની જુગલબંધી તોડતો કોઈક અવાજ સંભળાયો.

"ક્યારની તમને બોલાવું છું. સાંભળો છો કે?"-સામે ઉભેલા મારા પાડોશીએ બુમ પાડી.

"હા, હવે સાંભળું છું, ફરમાવોને!"-મેં હેડફોન કાઢીને સ-સ્મિત વાતનો દોર લંબાવ્યો.

"આજે મારા ઉત્સવનો જન્મ-દિવસ છે એટલે અમે એક કાર્યક્રમ રાખ્યો છે. ચોમાસાની સીઝન ચાલે છે એટલે વરસાદ પડે એ બીકે પહેલેથી કોઈને જાણ નથી કરી એ બદલ માફી. આજે ઉત્સવનો જન્મદિવસ ઉજવવા નજીકના એક આશ્રમમાં જવાનું છે. આપણી ગલીમાં બધા આવે છે. તમે પણ જલ્દી તૈયાર થઈને આવી જાઓ."-એકદમ ઉત્સાહમાં શીતલબેન મને આજનો કાર્યક્રમ સમઝાવી રહ્યા.

"અરે વાહ, હું તો ચોક્કસ આવીશ જ! પણ જવાનું ક્યાં છે? અનાથઆશ્રમ છે કે ઘરડાઘર?"-મેં પણ એક સારા કામમાં સહભાગી થવાની ઉત્સુકતાથી પ્રશ્ન પૂછ્‌યો.

"નાં અનાથઆશ્રમ પણ નથી અને ઘરડાઘર પણ નથી! કૈક અલગ જ આશ્રમ છે. તમે એક વાર આવો તો ખરા, પછી જાતે જ નામ આપજો!"-શીતલબેને હસતા-હસતા મારી જિજ્જ્ઞાસા વધુ વધારી દીધી.

"ચાલો ત્યારે! જેમ તમે કહો!"-કહીને મેં ઘર તરફ પ્રયાણ કર્યું..

શીતલબેન એટલે અમારી ગલીની વસ્તી, આવતા-જતા-નાના-મોટા સૌને ભાવથી બોલાવે અને સામેથી બધાને મદદ પણ કરે જ.

અને આજે અમારી ગલીમાં ઉત્સવનાં જન્મદિવસ નિમિત્તે મોટા ઉત્સવ જેવો જ માહોલ છે. દરેક પરિવારે પોતાના ઘરમાંથી કપડા-રમકડા-નાસ્તો- સ્ટેશનરી, જેટલું શક્ય બધું એકઠું કર્યું છે. એક ટેમ્પો અને બીજી ગાડીઓ થઈને અમારો કાફલો આખરે શીતલબેનની ગાડીની પાછળ આશ્રમ તરફ રવાના થાય છે.

અંકલેશ્વરથી વાલિયા રોડ પર એકદમ નિર્જન રોડ પર ગાડીઓ આશ્રમની વાટમાં દોડી રહી છે અને દરેક વળાંક સાથે આંખો ઉંચી થઈને આશ્રમ આવ્યો કે નહિ એ જોવા ઉંચી નીચી થાય છે. વલિયા જતા રસ્તે "સીલુડી" - લખેલા એક જર્જરિત બોર્ડ પાસે આખો કાફલો ટર્ન લે છે. તૂટેલા, ઉબડ-ખાબડ રસ્તાઓ પર થઈને ક્યાંક જંગલ તો ક્યાંક ઉજ્જડ-વેરાન ભૂતળ વટાવતા અમે સૌ "દોદવાડા" લખેલા બોર્ડ તરફ દોરાયા. અને થોડા જ આગળ વધતા એક ખુબ ખુલ્લા, લીલોતરીવાળા અને હકારાત્મક ઉર્જા ધરાવતા પ્રાંગણમાં અમે સૌએ પ્રવેશ કર્યો.

સામે વિશાળ ખેતરમાં ખુબબધા નાના ટબુડાઓ રમી રહ્યા હતા. જેવી અમારી ગાડીઓ તેમની પાસેના રસ્તા પરથી પસાર થઈ- સૌ બાળકોએ ખુબ ભાવ પૂર્વક હાથ ઉંચો કરીને -"જય માતાજી"નો સાદ કર્યો.

શિસ્તબદ્ધ આનંદપૂર્વક રમી રહેલાઆ ભૂલકાઓને જોઈને અમે અનાયાસે જ કારણ વગર તોફાન-ધમાચોકડી મચાવતા અમારા બાળકોને જોઈ રહ્યા.

અંતે "શ્રી જય માતાજી વનવાસી વિદ્યાસંકુલ, દોદવાડા "નાં બોર્ડ પાસે નાનીસી સ્વચ્છ અને સુઘડ જગ્યાએ બધી ગાડીઓ પાર્ક થઈ અને એક વડીલ તથા થોડા શિક્ષકો ભાવપૂર્વક અમારા સૌનું સ્વાગત કરવા આવી પહોંચ્યા. એક ખુલ્લા મેદાનની બે તરફ બે અલગ અલગ સુઆયોજિત સુઘડ મકાન અને મેદાનની એક તરફ મધ્યમાં શાળા. ટેકનોલોજી અને ડેવલોપમેન્ટનાં આ યુગમાં કોન્ક્રીટનાં જંગલમાં રહેતા અમે સૌ પ્રકૃતિને આટલી નજીક અને ઉઘાડા સ્વરૂપે જોઈને જાણે અઢારમી સદીમાં આવી પહોચ્યા હોય એવો ટ્રાન્સ અનુભવાયો.

"જય માતાજી દીદી."-એક મીઠ્‌ઠા ટહુકાથી અમારા સૌનું ધ્યાનભંગ થયું. અગ્િાયાર-બાર વર્ષની પાંચ-છ દીકરીઓ અમને પ્રેમભાવથી દોરવીને આશ્રમનાં મેદાન તરફ લઈ ગઈ કે જ્યાં ખુબ બધી દીકરીઓ ભેગી થઈને કિલ્લોલ કરી રહી હતી.

"શીતલ દીદી"-એકસાથે કેટલીયે કોયલો ટહુકી હોય એવા મીઠા અવાજે નાની-મોટી દીકરીઓ દોડી આવી અને અમારા આજના યજમાન શીતલબેનને ઘેરી વળી. પોતાના સ્વજન-આપ્તજન સાથે વાત કરતા હોય એમ સૌ દીકરીઓ પોતાની નવા-જૂની શીતલબેનને મોટીબહેન ગણીને જ કહી રહી અને અમે સૌ એ અનોખા સંબંધને જોઈ રહ્યા.

મેદાન પાસે બનાવેલી નાનીસી ઓટલી પર અમે સૌ મહેમાનો ગોઠવાયા એટલે જાણે અમારૂં સ્વાગત કરતી હોય એમ બધી દીકરીઓ પોતપોતાના ટોળામાં ગીતો ગણ-ગણીને સુંદર ગરબા-ગામઠી નૃત્ય કરવા લાગી. અલબત્ત અમને ખુશ કરવાના કે રીઝવવાનાં ઉદ્દેશ્યથી નહિ પરંતુ પોતાની ખુશી વ્યક્ત કરવા. વસ્તુ-ભોજન-નાણાકીય સહાયની આશાએ નહિ, પરંતુ આ દીકરીઓ પ્રેમ અને લાગણી મળવાથી ખીલી ઉઠી હતી. જોત-જોતામાં બાજુના કિશોર-આવાસમાંથી તેમની જ ઉમરના દીકરાઓ પણ આ ઉત્સવમાં જોડાઈ ગયા અને એકતા-સંપનું અભૂતપૂર્વ દ્રશ્ય સર્જાયું.

થોડી વારમાં સહિયારા-રસોડામાંથી એક ઘંટ વાગ્યો અને બાળકો એકદમ શિસ્ત પૂર્વક પોતપોતાની ઉમર પ્રમાણે લાઈનમાં ગોઠવાઈ ગયા. ઉત્સવના જન્મદિવસ માટે લાવેલા સમોસા બાળકોને પીરસવામાં આવ્યા. એકાગ્રતા અને શ્રદ્ધાપૂર્વક બધા બાળકોએ પહેલા પ્રાર્થના કરી અને ત્યાર બાદ શાંતિપૂર્વક વાળુ પતાવ્યું. એકદમ નીરવ શાંતિથી સંતોષપૂર્વક જમી રહેલા આ બાળકોને જોઈને અમને સહેજ વાર સાધન-સંપન્ન પરિવારોના પ્રસંગમાં જમણવારમાં સર્જાતી અફરા-તફરી, ફરિયાદો, ભોજનનો બગાડ અને મીઠાઈ ખૂટવાનાં ઉદાહરણો યાદ આવી ગયા. અમારા બાળકોની જમતી વખતની રો-કકળ, કોળીયે-કોળીયે એમને કરવી પડતી આજીજીઓ અને છતાં જમવામાં તેમના નખરાં અને સામે ચુપ-ચાપ સંતોષપૂર્વક જામી રહેલા લગભગ અઢીસોથી વધુ બાળકો- અમે સૌ નિશબ્દ થઈને જોઈ રહ્યા. જમ્યા બાદ બાળકોને બિસ્કીટ-નાશ્તાનાં પેકેટ-ચોકલેટ અને સ્કેચપેન-પેન-પેન્સિલ-સ્ટેશનરી વહેંચવામાં આવી ત્યારે પણ ખુબ સભ્યતા અને શાલીનતાપૂર્વકનું તેમનું વર્તન અમને અચંબામાં નાખી રહ્યું. આટલી નાની ઉમરે આટલી સમઝણ અને આટલા સારા સંસ્કાર! કૈક નવાઈ સાથે મેં આશ્રમનાં વ્યવસ્થાપક દેવુભા સાથે વાત લંબાવી અને મને જે જાણવા મળ્યું તે કૈક નવી જ કહાની હતી.

મારી સામે બેઠેલા અઢીસોથી વધુ બાળકો કૈક અલગ પ્રકારના પરિવારમાંથી અહી ભણવા-રહેવા આવતા હતા. વાલિયા અને એની આસ-પાસના ગામડાઓમાં પુષ્કળ વનવાસી વસ્તી છે. દુર્ભાગ્યવશાત આ વિસ્તારોમાં હજુ સામાન્ય જરૂરિયાતની સુવિધાઓ સુદ્ધાં પહોંચી નથી અને મોટા ભાગના પરિવારોમાં માતા-પિતા દારૂ-જુગાર જેવા વ્યસનોથી બેહાલ છે. કોઈક પરિવારમાં માત્ર પિતા હયાત છે તો કોઈમાં માત્ર માતા, અને છતાં બાળકોની પરિસ્થિતિ અનાથ જેવી જ છે! આવા પરિવારના વનવાસી બાળકો કે જેમના નસીબમાં માં-બાપના દારૂ-જુગાર માટે બાદ-મજુરી કરવાનું લખાયેલું છે તેમને આ આશ્રમશાળા દ્વારા મફત રહેવાની વ્યવસ્થા-શિક્ષણ અને સંસ્કારો આપવામાં આવે છે. એક સુસંકૃત પરિવારના વડીલો જેમ પ્રેમ-લાગણી-ધાક-સલાહ-સુચન થી પોતાના બાળકોનું ઘડતર કરે છે એમ જ આ બાળકોનું આ આશ્રમમાં ઉછેર કરવામાં આવે છે. આશ્રમમાં કેટલાક સમર્પ્િાત શિક્ષકો ભણાવે છે અને ત્યાજ કન્યા-કિશોર છાત્રાલયમાં રહે પણ છે. ધોરણ આઠ સુધી સરકાર દ્વારા જુજ વિદ્યાર્થીઓ માટેની શાળાને ગ્રાન્ટ મળેલી છે પરંતુ ઉત્તરોત્તર વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. તદુપરાંત આશ્રમ દ્વારા આઠમાં ધોરણથી બારમાં ધોરણ સુધીનું શિક્ષણ પણ આજ શાળામાં મળી રહે તેની નજીવી વાષ્ર્િાક ફી સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર અંકલેશ્વર પંથકનાં વનવાસી સમાજનાં ઉધાર અને વિકાસનાં બૃહદ હેતુ સાથે સંચાલિત આ "શ્રી જાય માતાજી વનવાસી વિદ્યાસંકુલ" દ્વારા માનવસેવાનો અભૂતપૂર્વ યજ્જ્ઞ આરંભાયો છે અને ઈચ્છા-શક્તિ અનુસાર સૌ એમાં જોડાઈ શકે છે.

પોતાના બાળકો પરિવારજનોનાં જન્મદિવસ નિમિત્તે મોંઘી મિજબાની-ભેટ-સોગાદો અને ખોટા ખર્ચા કરવાની જગ્યાએ આશ્રમનાં બાળકોને જમાડવા અને તેમને જરૂરી સામગ્રી પહોંચાડવી એવો અમે સૌએ મનો-સંકલ્પ કર્યો.

"દીદી, તમારૂં નામ શું છે?"-અચાનક મારો હાથ પકડીને કોઈએ કહ્યું અને મેં નજર ફેરવી.

સ્વચ્છ-સુઘડ કપડા પહેરેલી એક છ-સાત વર્ષની મારી દીકરીની ઉમરની ટબુડી મને પૂછી રહી હતી.

"મારૂં નામ ભૂમિકા છે. તું મને માસી કે આંટી કહી શકે છે. તારૂં નામ શું છે?"-મેં પ્રેમથી એના માથે હાથ ફેરવતા પૂછ્‌યું.

"મારૂં નામ રેખા."- "અને મારૂં નામ કાજલ."-"મારૂં નામ નામ જીનલ."- એક પ્રશ્નનના ત્રણ જવાબ મળ્યા અને તુરંત પ્રતિપ્રશ્ન પણ આવ્યો-"તમને આમારૂ નામ યાદ રહેશેને?"

એકદમ ભાવપૂર્વક બોલાયેલા એ શબ્દો મને નિશબ્દ કરી ગયા અલબત્ત મારી આંખો આંસુઓની ભાષામાં ઘણું બોલી ગઈ.

"ચાલોને તમને અમારી ચોપડીઓ બતાવીએ."-કહીને એ દીકરીઓ મને પ્રેમપૂર્વક તેમના રૂમમાં લઈ ગઈ. એક લાંબા સળંગ ડોરમીટરી જેવા રૂમમાં બધી જ દીકરીઓની એક સાથે રહેવા-સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વ્યવસ્થા એટલે નીચે પાક્કું ચણતર, આસપાસ દીવાલો અને ઉપર પાકી છત- માત્ર એટલું જ. અને છતાં આ દીકરીઓ ખુબ આનંદ અને સંતોષ સાથે એક જ રૂમમાં સળંગ પથારીઓ કરીને રહે-ભણે.

હું ઘડીક એ દીકરીઓની નોટબુકમાં તેમના મોતી જેવા સુંદર અક્ષરો જોઈ રહી, તો ઘડીક છત પર એક પણ પંખો નાં હોવા છતાં ચુપ-ચાપ ભણી રહેલી અને એક-બીજાને ભણવામાં મદદ કરી રહેલી દીકરીઓને જોઈ રહી. અભાવ-અસંતોષ-ફરિયાદ-માંગણી જાણે કે એમના શબ્દકોશમાં જ નથી.

મેં આખા હોલની બધી દીકરીઓને ભેગી કરીને બે-ત્રણ વાર્તાઓ કીધી અને બધી ઢીંગલીઓ નાની-નાની સ્વપ્નીલ આંખો પટપટાવીને જાણે એ વાર્તાઓમાં ખોવાઈ ગઈ.

"ચાલો હવે ઘરે રવાના થવાનું છે!"-અચાનક પાછા ફરવાની હાકલ સંભળાઈ અને જાણે હજુ ઘણું રહેવું છે આ જગ્યાએ, ખુબ બધી વાતો કરવી છે આ બાળકો સાથે -એવા અધુરપનાં ભાવ સાથે હું પાછી ફરી.

"દીદી, તમે ફરી ક્યારે આવશો?"

"દીદી, ફરી આવો ત્યારે આખા દિવસ માટે આવજો અને ખુબ બધી વાર્તાઓ કહેજો."

"દીદી, દાદા કહેતા હતા કે તમે બૌ મોટી કોલેજમાં કોમ્પ્યુટર ભણાવો છો, અમને પણ એક દિવસ શીખવાડશો?"

હું તેમના પ્રેમ-લાગણીઓમાં તણાતી ગઈ, અલબત્ત હાજર સૌ કોઈ આ બાળકોની લાગણીઓથી વિભોર હતા.

અને જતા-જતા..

"દીદી, તમને મારૂં નામ યાદ રહ્યું?"-મારી આંગળી ખેંચીને નાનીસી દીકરીએ પ્રેમથી પૂછ્‌યું.

"દીકરા તારો ચહેરો કાયમ માટે મારા દિલમાં ઉતરી ગયો છે!"-મેં પ્રેમથી એના ગાલે ચૂમી કરતા કહ્યું.

પાછા વળતા ક્યાય સુધી સૌએ મૌન ધારણ કર્યું, કદાચ લાગણીઓનાં પૂરમાં શબ્દો તણાઈ ગયા હતા..

"મમ્મા, આજ જેટલુ હેપ્પી મને કોઈ દિવસ ફિલ નથી થયું. મારે એ બધા ફ્રેન્ડસ સાથે બૌ બધું રમવું છે! તુ મને ફરી લઈ જઈશને? મમ્મા આજથી મારા બધા હેપ્પી બર્થડે આપણે અહિયાં જ સેલીબ્રેટ કરીશું. મારો-તારો-પાપાનો બધાનો બર્થડે આપણે ત્યાં જ સેલીબ્રેટ કરીશું. હેને?"-મારી મીઠ્‌ઠીએ એક સરસ વિચાર સાથે બધાના મોઢે સ્મિત રેલાવી દીધા.

અને મને આનંદ થયો કે ભૌતિકતા-સગવડ અને સ્વાર્થભર્‌યા આજના સંબંધોમાં આશ્રમની આ એક મુલાકાત માત્રથી હું, મારો પરિવાર અને દીકરી માનવતાનો એક નવો પાઠ ભણી શક્ય.

***

પોતાના પરિવાર, સ્વજનો અને સ્નેહીઓ માટે પ્રેમ સ્વાભાવિક છે.

જરૂર છે -માનવમાત્ર માટે પ્રેમ, લાગણી, અનુકંપા અને જવાબદારીની ભાવનાની.

પોતાના પાપ ધોવા કે પુણ્‌ય કમાવવા નહિ, પરંતુ જરૂરતમંદને પોતાની ફરજ સમઝીને મદદ કરવી જરૂરી છે.

સમય સતત બદલાય છે, લક્ષ્મી ચંચળ છે, પરંતુ પ્રેમ-લાગણી માત્ર એવી મૂડી છે જે સમય સાથે વધે છે!

આવો વાવીએ માનવતા, દયા, પ્રેમ, અનુકંપાનાં છોડવા અને સિંચીએ એને જવાબદારી પૂર્વક.

***

ઉપર જણાવેલ સંસ્થાને શ્રી દેવુભા કાઠી (૯૪૨૬૪૩૧૦૧૧) દ્વારા સંપર્ક કરી શકાશે.

બીજા રસપ્રદ વિકલ્પો