Cafe Corner - 1 Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Cafe Corner - 1

કાફે કોર્નર

કંદર્પ પટેલ

COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as

NicheTech / MatruBharti. MatruBharti / NicheTech has exclusive digital publishing

rights of this book.Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

‘સ્કિલ ડેવલપમેન્ટ’ કે પછી ‘જૈંઙ્મઙ્મ....ઙ્ઘીદૃર્ઙ્મીદ્બીહં’...?

માતાના ગર્ભમાં રહેલા નવ મહિનાના બાળક પાસે ભગવાન છેલ્લી વખત મળવા માટે આવે છે.

“શું કરે છે દીકરા? વોટ્‌સ ગોઈંગ ઓન?” મોર્ડન ઈશ્વરે પૂછ્‌યું.

“બસ, દોસ્ત...! હવે નવી દુનિયાને જોવાની ઉતાવળ છે. મારી ‘મોમ’ની નજરથી દુનિયાને જોઈને, ગેટિંગ સો બોર..! યુ નો..” આજના યો-યો વર્લ્ડમાંના પોપિંગ-રેપિંગના યંગ બ્લડએ જવાબ આપ્યો. (બાળક ભગવાનનું સ્વરૂપ, એટલે બંને દોસ્ત થાય ને..!)

“દોસ્ત..! તને એક ગીફ્ટ આપવા આવ્યો છું. આ ૯ મહિના તારી સાથે રહેવાનો મને ચાન્સ મળ્યો, એ બદલ એક વિશિંગ પ્રાઈઝ.” ખુદા એ ગીફ્ટ આપવા ઉત્સુક હતો.

“થેંક્સ બડી...! નાઉ આઈ હેવ ટુ ગો. બાય..!” છોકરો ઉત્સુક હતો નવી દુનિયાને જોવા, માણવા અને અનુભવવા.

હજુ કંઈક, કહેવું હતું ભગવાનને એ વિશિંગ ગિફ્ટ બોક્ષ વિષે. છતાં, રહેવાયું નહિ અને છેવટે જોરથી કહ્યું, “દોસ્ત..! જરૂર પડે ત્યારે આજુબાજુની દુનિયા પાસે નહિ પરંતુ આ ગિફ્ટ પેકમાં એક નજર કરી લેજે. તારા કામની વસ્તુ છે.”

“ા...રદ્બદ્બ” કહીને બાળક એન્ટર થઈ ગયો આ દુનિયાની એન્ટરપ્રાઈઝમાં.

દરેક વ્યક્તિને પેલો ઈશ્વર હંમેશા પોતાના બ્લેસિંગ્સ આપીને જ આ ધરતી પર મોકલતો હોય છે. દરેક વ્યક્તિને કંઈ ને કંઈ ધ્યેય સાથે, વિચાર સાથે, વ્યક્તિવ સાથે અને વક્તવ્ય સાથે મોકલતો હોય છે. પરંતુ, સમાજ, શિક્ષણ અને વાતાવરણની છડી એવી તે એના પર ફરે છે કે તે પોતે અવ્યક્ત બનીને સમય સાથે મુક બનીને જીવતો હોવા છતાં માત્ર માંસનો એક પિંડો બનીને રહી જાય છે. દરેક વ્યક્તિ પોતે સ્ટુડન્ટ બનીને અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાનો સિક્કો જમાવવાની કોશિશ માત્ર કરે છે. બસ, દિલમાં શું છે? આ પ્રશ્નનો જવાબ તેની પાસે નથી હોતો. કેટલુંયે બધું ‘ટ્રાયલ મોડ’ પર રહીને નવું શીખવાનો નહિ, પરંતુ એ પૂરૂં કરીને બીજા પર છલાંગ લગાવવાની કોશિશ કરતો હોય છે. પછડાટ ખાય છે ત્યારે હિંમત હારીને બેસી જાય છે અને ઘેટાશાહી ટોળામાં ધક્કે ચડીને ચાલતો રહે છે.

બસ, આવી જ કંઈક હાલત છે આ સ્કિલ ડેવલપમેન્ટના નામ પર ચાલતા તૂતની. આજે દરેક સ્ટુડન્ટના મનમાં આપણો ઓશિયાળો સમાજ ‘વ્હાઈટ કોલર જોબ’ના બાળપણથી એવા છોડવાઓ રોપે છે જે મોટા થઈને વટવૃક્ષ બની નવા વિચારો કે પ્રકૃતિને સમજવા સુદ્ધા તૈયાર નથી હોતા. વ્યક્તિની સ્વતંત્ર નિર્ણયશક્તિ પર થતા આકરા પ્રહારોને સમાજ દ્વારા એટલી જ સરળતાથી ઝીલાવવામાં આવે છે. ‘જો આમ નહિ કરો..! તો કંઈ નહિ કરી શકો.’ ની ટેગલાઈન તો આજે બેન્ચમાર્ક બની ચુકી છે. દરેક વાતમાં ભવિષ્યનો ડર અને નવી વિચારધારાનો હળહળતો અસ્વીકાર, જે પોતાના બાળકમાં નાનપણથી જ રેડવામાં આવે છે. પોતાના બાળકની લગભગ પૂરી લાઈફ આજે તેમના માતા-પિતા જીવી રહ્યા છે.

વ્યવહારિક, આર્થ્િાક કે સામાજિક... કોઈ પણ પ્રકારની સમજ વિનાના બાળકો મોટા એન્જિનિયરો, ડોકટરો કે સી.એ. બનીને માત્ર ચોપડીના શબ્દોમાં જ ગૂંચવાઈને રહી જાય છે. આવા ચીબાવલાઓને રસ્તો બતાવવા ‘ધોરણ ૧૦ પછી શું?’, ‘ધોરણ ૧૨ સાયન્સ પછી શું?’, ‘વિદેશમાં અભ્યાસ માટે કેમ જવું જોઈએ?’ જેવી પત્રિકાઓ અને પુસ્તકો બહાર પાડવા પડે છે. અલગ-અલગ સ્કિલના કોર્સની ખોબલે-ખોબલે લ્હાણીઓ કરાવવી પડે છે. માં-બાપ પણ પોતાના દીકરાઓના બાયોડેટા લઈને સમાજ પાસે ભિક્ષા માંગવા દોડી પડે છે. જે લોકોનો દુર-દુર સુધી આપણી સાથે કોઈ સંબંધ નથી એ લોકો આપણું ભવિષ્ય પૈસાના દમ પર બનાવી દેવા દોડે છે. પોતાને સ્કિલ ડેવલપમેન્ટનું સ્ટીરોઈડ ટાઈપનું ૩/૬ કે ૧૨ મહિના માટે અલગ-અલગ કોર્સનું ઈન્જેક્શન અપાવવા માટે લોકો રીતસરના દોડી રહ્યા છે. જેમનામાં, સ્કિલ શું કહેવાય? તેનો અર્થ શું? જેવા સામાન્ય પ્રશ્નોની સમજ નથી એ આપણી ગેરસમજને દૂર કરવા નીકળી પડયા છે. દરેક સોસાયટી આ લોકોએ કવર કરી છે, દરેક મહોલ્લો પોતાની માર્કેટિંગથી સર કર્યો છે, દરેક દીવાલોને પોતાના ઈન્સ્ટીટયુટની જાહેરખબરોથી ભરી મૂકી છે, સોશિયલ મીડિયાને પોતાની ચોખલિયાવેડી વાતોથી સ્કિલના રંગે રંગી દીધું છે. મોટીવેશનના મોટા-મોટા અધિવેશનો ભરીને યંગ બ્રિગેડને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન થતો રહે છે.

દરેક જગ્યાએથી હારી-થાકીને આવેલો માણસ કઈ જ સમજવા કે અપનાવવા જેટલો ધીરજવાન કે શક્તિશાળી રહેતો નથી. તેથી જન્મતી વખતે જે અલગ ધ્યેય સાથે દુનિયામાં આવ્યો હતો તે નામશેષ થઈ ચુક્યું હોય છે, મનઃસ્મૃતિના પટ પરથી ક્યારનુંયે ભૂંસાઈ ગયું હોય છે. નવા કામ કરવાની સાથે અલગ નામ કરવાની જે હોંશ હતી તે ચકનાચૂર થયેલી દેખાય છે. એ સમયે સૌથી વધુ આપણો ઉપયોગ આપણી આજુબાજુના લોકો જ કરી જાય છે. આત્મવિશ્વાસ પર શાબ્દિક પ્રહારો કરીને હથોડા જેવા ઘા કરીને તોડી નાખે છે. કોઈ પણ પ્રકારની સ્કિલ અડોપ્ટ કરવા જેવી પરિસ્થિતિ હોતી નથી છતાં મારી-મચડીને એડમિશનની લાઈનોમાં સ્કિલ ડેવલપ કરવા માટે ઉભા રહી જાય છે. પરંતુ, હકીકત કંઈક જુદી જ છે.

ભગવાનના એ શબ્દો યાદ છે? “દોસ્ત..! જરૂર પડે ત્યારે આજુબાજુની દુનિયા પાસે નહિ પરંતુ આ ગિફ્ટ પેકમાં એક નજર કરી લેજે. તારા કામની વસ્તુ છે.”

બસ, સમયની એરણ પર આ શબ્દો પણ પરિંદા બનીને ઉડી ગયા હોય છે. જેને યાદ આવે તે ગીફ્ટ પેકમાંથી પોતાને ગમતી વસ્તુ ઉઠાવીને કાયનાતમાં પોતાનું નામ કરી જાય છે, જેને યાદ નથી કે કોઈએ યાદ અપાવ્યું નથી તેને કોઈ જાણવા કે ઓળખવા પણ તૈયાર નથી.

દોસ્ત..! આજે તારી અંદર ઝાંખીને એ ગિફ્ટ બોક્ષ ઓપન કર. કંઈક તો મળશે, જે તને આધાર આપશે, જે કોઈ કલુ આપશે, આગળ વધવાનો માર્ગ બતાવશે, મૂવ ઓન થવા માટે બ્લુપ્રિન્ટ આપશે. દરેક બાળકને એનો દોસ્ત ઈશ્વર, કોઈ ને કોઈ ગિફ્ટ સ્વરૂપે જીવનનું ગીત આપીને એમાં સંગીત ભરીને મોકલે છે. જે તેને ઓળખીને અલગ અલગ વાદ્યમાં બેસાડે છે અને સૂરાવલીઓ ના તાલ સાથે તાલ મિલાવીને દુનિયામાં અલગ તાલે નાચી બતાવે એ સફળતાના ઉચ્ચતમ શિખર સુધી પહોચે જ. દિલને પૂછ, મારૂં ‘કોર’ શું છે? જો ગિફ્ટ બોક્ષ યાદ હશે તો પડઘા સ્વરૂપે જવાબ પાછો મળશે જ..!

મુદ્દો સ્વ માટે ‘મૂવ ઓન’ થવાનો છે, હૃદયની ઈચ્છાને પિછાણીને લાઈફમાં મનગમતા રંગોની પીંછી ફેરવવાનો છે, સમજણને સમાજ સમક્ષ મુકીને કંઈક કરી બતાવવાનો છે.

કોફી એસ્પ્રેસો :

“બંધ કબાટના ધૂળ ભરેલ અરીસામાંથી પુસ્તકો કંઈક જોઈ રહી હતી, ઘણી આશાથી રાહ જોતી હતી કોઈ મુલાકાતીની મહિનાઓથી, જે રાત્રિઓ તેના સાથમાં વીતતી હતી, આજે બસ વીતી જાય છે, ખુબ બેચેન રહે છે પુસ્તક, તેને ઊંંઘમાં ચાલવાની આદત થઈ ચુકી છે.”

જસ્ટ મૂવ ઓન...!

એક છોકરી મનમાં કેટલાક સવાલો સાથે બારીની ઓથે બેઠી છે. પગ વાળી અને ચહેરાને ઘૂંટણ પર ટેકવીને એ કંઈક વિચારે છે. થોડી ચિંતિત છે, થોડી ભવિષ્યની ભીતિ છે, કેટલાક સવાલોની ખયાલી છે અને કેટલાક જવાબોની અપેક્ષિત છે. હાથમાં રહેલા મોબાઈલમાં વોટ્‌સએપની એપ્લીકેશન ખુલ્લી છે. તેના કોઈ નજીકના દોસ્ત સાથે વાત કરે છે. ‘હેય..!’

‘હા બોલ..!’ દોસ્ત એ પૂછ્‌યું.

‘એક સવાલ પૂછું?’ એ છોકરીએ પૂછ્‌યું.

‘મને હજુ ભણવું છે. જો પાંચ વર્ષ મહેનત કરૂં તો બાકીના પચાસ વર્ષ આરામથી નીકળી જાય.’ એ છોકરી એ પોતાની અંદરની વાતોને બહાર વહેતી મૂકી.

‘હું આખા ઘરની જવાબદારી કઈ રીતે લઈશ? મારે મેરેજ નથી કરવા હમણાં. જો ભણી લઉં તો લાઈફ સેટ થઈ જાય. પછી નો ટેન્શન..! સાસુ-સસરા... એવા બધા સંબંધ હજુ નથી જોડવા. મારે જલસા કરવા છે. મોજ કરવી છે. હજુ પોતાના માટે જીવવું છે. પછી તો બીજાના માટે જ કરવાનું છે બધું..!’

‘હજુ હું એ દરેક માટે તૈયાર નથી, એવું મને લાગે છે. આઈ વોન્ટ ટુ એન્જોય માય લાઈફ.’

એકદમ સાચી વાત. પોતાની ફીલિંગને ડંકાની ચોટ પર કહી. કેટલાક ઈમોશન્સ સાથે દરેક વાતો ખરેખર હકીકત છે. પરંતુ, ભવિષ્યથી આટલું ડરીને કેમ જીવવાનું? પ્રશ્નો સાથે કેમ શ્વાસ લેવા? પોતાનો અંતરાત્મા ક્યારેય જવાબ નથી આપતો? કે આપણને માત્ર નેગેટિવ વાતોની અસર રહેવાથી તેનો નશો ચડી જાય છે? ભવિષ્યની હકીકતનો સામનો ન કરતા દૂર ભાગવું, એ જ આ વાતનો નિષ્કર્ષ છે.

આ ઘટના આજના દરેક જુવાનિયાઓની જિંદગીની જિંદગાની સમાન દરેક સાથે બની હશે. પણ, આ કન્વર્ઝેશન કેટલીયે વાત પર મોટા ભારે-ભરખમ પ્રશ્નાર્થચિહ્‌નો મૂકી જાય છે.

શું આજનું શિક્ષણ એક ‘શિખામણ’ ને બદલે ‘શિક્ષા’ બની ચુક્યું છે? રાક્ષસી ડરેગનની જેમ આવનારા ૫૦ વર્ષની જિંદગીનો ડર આજથી બતાવી રહ્યું છે?

ભવિષ્યમાં કોઈ જ દુઃખ સહન (નથી કરવા/નહિ આવે)ના વિચારને એક ગ્રંથિ બનાવીને જીવવું એ શક્ય છે?

જો આટલા વર્ષ મહેનત કરીશું તો આવનારી આખી લાઈફ ‘સોનેરી’ બની જશે અને આટલા વર્ષ જીવીશું(એન્જોય) તો બાકીની લાઈફ ઘસાઈને-કુટાઈને-અથડાઈને કાઢવી પડશે? અલ્ટીમેટ મોરલ તો એ જ થયો ને...!

ખેર, વાત કરવી છે તેની પાછળના કારણની.

પહેલું કારણ છે આપણી આસપાસનો ઘેટાછાપ સમાજ.

આપણો એક જ ઘરેડમાં ચાલતો અને ‘સોશિયલ એપ્રુવલ’ના લેબલ સાથે પાસ થયેલો સમાજ બાળકથી યુવાન બનવા તરફની ઉંમરમાં એવા કૃત્રિમ બિયારણોનું વાવેતર તેના મનમાં કરે છે કે જે, યુવાનીને બાળીને ખાખ કરવા પુરતું છે. કુદરતી અને જે ખરેખર ઉપયોગી છે તેવી જાણ હોવા છતાં એ બિયારણને મન નામની ‘રિસાયકલ બિન’માં સાચવીને રાખે છે. સામાજિક, વ્યવહારિક અને આર્થ્િાક ફોર્માલીટી-ભર્‌યા સંબંધોનું દબાણ એવું તે લાદવામાં આવે છે કે જાણે એ વ્યક્તિ માટે તેમની છોકરી કે છોકરો ‘પ્રેશર કૂકર’ છે અને પોતે ‘સીટી’ છે, જે યંગ બ્રિગેડ ઉંચી થાય એટલે તરત જ વાગે અને નીચે બેસાડી દે છે.

બીજું કારણ છે આજનું શિક્ષણ.

શિક્ષણ એ ‘શિક્ષા’નો પર્યાયી છે, એવું આજકાલની ગુજરાતીની ચોપડીમાં આવતા ‘ટિપ્પણ’માં આવે તો નવાઈ નહિ..! ભવિષ્યનો ડર બતાવીને ભવિષ્ય અને પૈસાનો શિરચ્છેદ કરતુ આજનું થર્ડ ક્લાસ શિક્ષણ જે આજે ભવિષ્યના પચાસ વર્ષ સુધી ‘થર્ડ ડિગ્રી’નો ‘ડિગ્રી-કરંટ’ પૂરો આપી જાય છે. કોણે કહ્યું કે આ પાંચ વર્ષ તમારી પચાસ વર્ષની જિંદગીના દિવસો લખશે? આ સદંતર અસત્ય અને ભ્રમથી ભરાયેલ કરોળિયાના જાળા જેવા માનવીય મગજની ઉપજ છે. દરેક વાતને ભવિષ્યના ઓથાર હેઠળ રાખીને તેનો નિર્ણય લેવો જોઈએ એ સમજ બહારનો વિષય છે. જુવાનિયાઓ આવતી કાલની ‘માથાકૂટ’માં આજને ‘ફૂટી-ફૂટી’ને ‘માથા’માં પથ્થરની માફક મારે છે.

ત્રીજું અને મહત્વનું કારણ છે સ્વઃ અસત્ય.

‘મારે મારી લાઈફ હજુ જીવવી છે. એન્જોય કરવી છે. મહેનત કરવું છે અને બાકીના પચાસ વર્ષ શાંતિથી કાઢવા છે.’ આ વિધાન બોલ્યા પછી પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે, ‘શું ખરેખર આપણે લાઈફને એન્જોય કરીએ છીએ?’ આ તો એવું થયું, કે લાઈબ્રેરીમાંથી કોઈ બુક વાંચવા લઈ આવ્યા અને પછી દેવાની થાય ત્યારે યાદ આવે કે હજુ તો વાંચવાની બાકી છે. તે દિવસે કોઈક પૂછે, ‘ભાઈ...! તે દિવસે જે બુક લઈ આવેલો એ વંચાઈ ગઈ હોય તો આપ ને..!’ ત્યારે જવાબ આપીએ કે, ‘મારે હજુ બાકી છે. હું રિન્યુ કરાવું છું.’ બસ, આવું જ આપણું છે. કોઈકને યાદ અપાવવું પડે છે, કે મોજ-મસ્તી કરવાની રહી ગઈ છે. ‘કેવું ચાલે છે?’ ત્યારે જવાબ આપીએ છીએ, ‘જો આમ થાય ને, તો કંઈક મજા આવે. બાકી તો ઠીક બધું.’ દરેક વ્યક્તિ એ વસ્તુની પાછળ જ પડેલા રહે છે, પણ એ વસ્તુ જ યાદ નથી હોતી એ હકીકત છે. મોજ-એ-દરિયા છે, એવું બોલવા માટે પણ કોઈકને યાદ કરાવવું પડે છે, ‘ભાઈ...! જલસા ને?’ ત્યારે યાદ આવે કે જલસા કરવાના તો રહી જ ગયા.

જે કહીએ છીએ, એ ખરેખર આપણે કરતા હોતા નથી પરંતુ એ કરવાનું વિચારી રહ્યા હોઈએ છીએ. જે ક્યારેય થતું નથી. પડછાયાને પકડવામાં વ્યક્તિ ઓળખી શકાતો નથી, તેમ મૃગજળનો પીછો કરવાથી પાણી મળતું નથી. થોડું રિઅલ બનવું પડે છે, સ્વીકાવું પડે છે અને આત્મસાત કરવું પડે છે. ક્યાં સુધી એક જ બસની રહે એ ‘સ્ટોપ’ પર સ્ટોપ થઈને ‘સ્ટેન્ડ’ લીધા કરીશું? જો એ પાંચ વર્ષનું શિક્ષણ માત્ર જ ‘લિટ ઓફ લાઈફ’ બની રહેવાનું હોય તો ડોક્ટર, સી.એ. કે એન્જીનિયરીંગના કોર્સને જ કેમ મહત્વ? એક જ ઘરેડમાં ચાલતો રહેલો ધંધો કરીને પાંચ વર્ષ મજા આવે દોસ્ત...! પચાસ વર્ષ નહિ. એ તો માત્ર કરવું ‘પડે’.

અમુક કોર્સમાં ભણીએ તો જ ભવિષ્ય છે, બાકીના માટે અંધકાર છે. તો પછી મનોરંજન પૂરૂં કોણ પડશે? સ્પોર્ટ્‌સ કોણ રમશે? ડરાઈવર અને કંડકટર કોણ બનશે? લેખક, ચિત્રકાર, વૈજ્જ્ઞાનિક, ક્લીનર... આ બધું તો કોઈકને બનવું પડશે ને? તમારી આઠ કલાકની બેકાર, ફિક્કી અને રસહીન નોકરી પરથી આવ્યા પછી કોઈક તો એન્ટરટેઈનમેન્ટ જોઈશે ને? એનિમેશન ફિલ્મ, એક્ઝીબીશન, ઈન્ટીરીઅર, ગ્રાફિક્સ, સિરામિક શ્ ગ્લાસ, ફર્નીચર, આર્કિટેક્ચર, કેનવાસ, ફેશન, ક્રાફ્ટ, ફાઈન આર્ટ્‌સ, ક્રોકરી, ટોય શ્ ગેમ..! આ દરેક ડિઝાઈનના એવા ક્ષેત્રો છે જેમાં વ્યક્તિ અસાધારણ પ્રગતિ કરીને તેવી જ પ્રતિભા ઉભી કરી શકે છે. બસ, એ ઘરેડમાંથી બહાર નીકળવાનું છે. પરિઘની બહારની દુનિયામાં ઝાંકવાનું છે. અનુભવોની લ્હાણી કરવાની છે.

બોરિંગ નથી બનવાનું...! કોઈકના દિલમાં ‘બોર’ કરીને અમૃતનું મીઠું ઝરણું વહાવવાનું છે.

ભવિષ્યને ‘ભાવ’ આપ્યા વિના વર્તમાન સાથે પૂરી પ્રમાણિકતાથી ‘વર્તન’ કરવાનું છે.

આજનો ‘નાથિયો’ બનીને આવતી કાલનો ‘નાથાલાલ’ બનવામાં જ મજા છે.

‘ચિંતા’ની ‘ચિતા’ પર જલસાની મીઠી ચાદર આઢીને સૂવાનું છે.

આવતી કાલની ફિકર કરશે એ ‘ભજ ગોવિંદ’...! પણ આજે તો ‘ગોવિંદ’ બનીને રમવું છે.

‘રિયાલીટી’ની ‘લીટી’ લાંબી કરીને ‘નિયતિ’ની ‘નીતિ’ પર વિશ્વાસ રાખવો છે.

ઈશ્વર આપણા માટે ‘સારૂં’ જ કરે છે તેની નોંધ લેવાની ‘શરૂ’ આજથી જ કરવી છે.

‘જસ્ટ મૂવ ઓન...!’

કોફી કેપેચીનોઃ

“બે ગરમ શરીર વડે અંધકારની શાંતિમાં સંભળાતા શ્વાસના અવાજો બંધ થાય અને મુખનો ખાલીપો પર્ણોની જેમ એકબીજા સાથે તન્યતાથી બીડાઈને શૂન્યાવકાશ સર્જે તે બે ઠંડા હોઠના સોમરસનો આસ્વાદ એટલે ચુંબન.” - હેપ્પી વર્લ્ડ કિસિંગ ડે (૧૫ જુલાઈ ૨૦૧૫)

કૂદકો લગાવું...? વાગશે તો નહિ ને...!

આજે ૮ઃ૦૦ વાગ્યે કંપનીથી ઘરે આવ્યો. જમીને ઉભો થયો. કમ્પ્યુટર શરૂ કરીને બેઠો. મમ્મી પણ બાજુમાં હતી. તેણે પૂછ્‌યું, ‘કેવો રહ્યો આજનો દિવસ?’

‘બસ, એકદમ મસ્ત.’ ગમે તેટલો થાક લાગ્યો હોય છતાં હું ક્યારેય કહું નહિ. પરંતુ, દુનિયામાં ભગવાને ‘મમ્મી’ નામનું એવું સેન્સર બનાવ્યું છે જે કોઈ પણ અવ્યક્ત વાતને તરત જ સેન્સ કરી લે.

મેં મમ્મીને કહ્યું, ‘ચલ મમ્મી....! આજે તને હું મારા લખેલા કેટલાક આર્ટિકલ વંચાવું.’

‘હા, ચાલો..! એમ પણ તું ક્યારેય લખતો હોય ત્યારે અમને બાજુમાં બેસવા નથી દેતો.’ મમ્મી પણ ખુશ અને હું પણ.

વાતમાં ટ્‌વિસ્ટ એ હતું કે વાંચવાનું મારે હતું અને મમ્મીને સાંભળવાનું. આમ તો હું નાનો હતો ત્યારે મમ્મી સવાલોના જવાબો પાકા લેતી અને હું કડકડાટ બોલ્યે જતો. એ પછી આવી પ્રોસેસ ક્યારેય નહોતી થઈ.

આજે પણ મને એક વાતનો ગર્વ છે કે, આ ૨૧ વર્ષના જુવાનની અંદર અઢી વર્ષનું બાળક છુપાયેલું છે પરંતુ બુદ્‌ધિ-બાલિશતા જરાયે નથી.

બસ, કમ્પ્યુટરની સામે જ હું અને મમ્મી ગોઠવાઈ ગયા. એક આર્ટિકલ વાંચવાનો મેં શરૂ કર્યો. જેમ હું નાનો હતો ત્યારે મમ્મી મને વ્હાલી-વ્હાલી કરીને વાર્તાઓ અને પાઠ શીખવાડતી, એમ જ મેં બાળક બનીને વાંચવાનું શરૂ કર્યું. સમય જતો ગયો. મમ્મી ગાલમાં હસ્યે જતી હતી. હું બોલતો જતો હતો. મારી અને મમ્મી વચ્ચે એક પાઠનો ‘પથ’ રચાતો જતો હતો. મમ્મીને એ શબ્દોને ઉકેલવાની તસ્દી નહોતી, પરંતુ એ શબ્દોની મીઠી વાણીમાં ખોવાઈ જવાની ઉતાવળ હતી.

વાંચતા-વાંચતા હું એક જગ્યાએ જાતે કરીને અટક્યો.

‘પછી?’ તરત જ મમ્મી બોલી. તેને હું બોલ્યા જ કરૂં અને એ સાંભળ્યા કરે એમાં વધુ રસ હતો. કર્ણપટલ પર શબ્દો અથડાવાનો મીઠો પડઘો મમ્મીને પસંદ પડતો હતો. સમગ્ર આર્ટિકલ વંચાઈ ગયા પછી મમ્મીને મેં પૂછ્‌યું, ‘કેવો લાગ્યો?’

‘મસ્ત.’ બીજું કંઈ જ બોલી નહિ. એક જ શબ્દમાં દરેક એક્સપ્રેશન પોતાના ચહેરા વડે આપી દીધા. એમનો હસતો ચહેરો હૃદયમાં મસ્ત મજાની તૃપ્તિનો અહેસાસ કરાવતો હતો. હું પણ તેણે જોઈ રહ્યો હતો. ઊંંડો શ્વાસ લઈને ઉભી થઈ. ‘બાકીના કાલે વાંચીશું. રોજનો એક...! પાછી હું ભૂલી જાઉં..’ એવી મજાક કરીને ચાલતી થઈ.

વાત કરવાનો હેતુ કંઈક આ હતો. જયારે આજથી ૮ મહિના પહેલા એન્જીનિયરીંગના ૭ માં સેમેસ્ટરની એક્ઝામ શરૂ થવાને આડે ૧૫ દિવસ હતા અને હું રાત્રે ૧૧ વાગ્યે આર્ટિકલ લખતો હતો. અચાનક પપ્પા આવ્યા, હું ધરબાઈ ગયો. મોનીટરની સ્ક્રીન પર ગુજરાતી શબ્દો..! અને માત્ર એક વાક્ય બોલ્યા, ‘જે કરવાનું છે એ કરો. આ બધું એક્ઝામ પછી પણ થશે.’ ચિંતા હશે એમને...! રીઝલ્ટની. મેં કહ્યું, ‘હા.’

બસ, એ દિવસ છે અને આજનો દિવસ છે. કોણ શું કહેશે એની ચિંતા મેં ત્યારે પણ નહોતી કરી અને આજે પણ નથી કરતો. સારૂં લાગ્યું, ખરાબ લાગ્યું, ઠીક છે, મસ્ત છે...! આ બધું તો ચાલ્યા જ કરવાનું. પણ જે વસ્તુ મારા હૃદયની સૌથી વધુ નજીક છે એ કરવામાં શરમ કે ડર રાખીએ તો આખી જિંદગી દબાયેલા અવાજે કોઈકની ભાઈશા’બી કરવી પડે એ ખ્યાલ હતો જ. આજે મમ્મી અને પપ્પા બંને મારી ‘ડોન્ટ થિંક, જસ્ટ ડુ’ ની એ વાત સાથે ૧૧૦% સહમત છે.

*****

દોસ્ત...! દુનિયા એક જંગલ છે. જંગલનો એક રાજા છે, ડર. જે પળે-પળે ડરાવ્યા કરે છે. દૂરથી અવાજો નાખ્યા કરે છે. આપણે તેણે સિંહની ગર્જના સમજીને ડરીને બેસી જીએ છીએ. આગળ વધવાની હિંમત થતી નથી. ઉભા થતા જ એ ‘ડર’ નામનો સિંહ ફરીથી ડરાવીને બેસાડી દે છે. એ માણસ ડરના ઓથાર હેઠળ જીવીને ઘરડો થઈ જાય છે. છેલ્લા દિવસોમાં એ વિચારે છે, ‘આમ પણ હું મારી જવાનો છું. તો પછી ઉભો થાઉં અને ત્યાં સુધી જાઉં. થોડું જંગલ ફરી લઉં.’ એ ઉભો થઈને ચાલતો થયો, ચાલતો રહ્યો, ચાલતો રહ્યો.

અંતે, જોયું તો એક સુંદર મજાનું ઝરણું ત્યાંથી વહેતું હતું. થોડી ઉંચાઈએથી ધોધ પડતો હતો. જે અણીદાર પથ્થરોને ઘસીને ચમકાવતો હતો. મેઘધનુષ્યના સાત રંગો વાતાવરણમાં પ્રાણ રેડતા હતા. સુંદર માછલીઓ પકડદાવ રમતી હતી. પતંગ્િાયાઓ પુષ્પો પર ખો-ખો રમતા હતા. ભમરાઓ નર પરાગરજને માદા સાથે મિલન કરાવીને તેના રસને ચૂસવાનો આનંદ માનતા હતા. પક્ષીઓ કલરવ કરતા હતા. આ દ્રશ્ય જોઈને એ ઘરડા વ્યક્તિનું મન પ્રફુલ્લિત થઈ ગયું.

એ વિચારતો હતો, આ રોજ મને કોણ સિંહનો અવાજ સંભળાવીને ડરાવતું હતું? તેણે આંખો બંધ કરી. કાન ખુલ્લા કરીને દરેક અવાજોને ઓળખતો ગયો. છેવટે તેણે સમજાયું, કે પાણી આટલી ઉંચાઈએથી પથ્થર પર અથડાતું હતું તેથી તેનો ખુબ મોટો અવાજ આવતો હતો. જે વૃક્ષોની ડાળીઓમાં થઈને મારા સુધી પહોંચતા સુધીમાં ચવાઈ જતો હતો. જે બિહામણો-ડરામણો લાગતો હતો. અંતે, તે વ્યક્તિ ખુબ પસ્તાયો, રડયો, નિરાશ થયો. ફરીથી દુનિયાને જીવવાની તેને ચાનક ચડી. હજુ તેને જીવવું હતું, અનુભવવું હતું, કુદરતને માણવી હતી, પ્રકૃતિમાં ખોવાઈ જવું હતું, પ્રેમ કરવો હતો. પરંતુ, આજે તેની પાસે સમય અને શક્તિ બંને નહોતા. હૃદયમાં ગાળા સુધી આવેલો ડૂમો ઘૂંટાતો હતો.

બસ, મિત્ર..! આજ કહાની છે દરેક વ્યક્તિત્વની. કૂદકો લગાવવો છે..! પરંતુ વાગશે તો? તેનો વિચાર કૂદકો લગાવ્યા પહેલા આવી જાય છે. કોઈ શું કહેશે? કોણ શું વિચારશે? તેનું પરિણામ શું આવશે? કદાચ હું સફળ નહિ થાઉં તો? જો હું ગુમાવીશ તો? ધાર્યું નહિ થાય તો? આ દરેક શેતાની પ્રશ્નોના દૈવી જવાબો શોધવાને બદલે આપણે પ્રોબ્લેમ્સને આવકારીએ છીએ. બસ, કૂદકો લગાવી દે. થવાનું હશે તે થશે અને જે થશે તે જોયું જશે. ગુમાવીશ તો શીખીશ અને મેળવીશ તો પચાવીશ. મારતી વખતે જો ભગવાનને એમ ‘ના’ કહી શકીએ કે, ‘બોસ..! થોડા લેટ પડયા. આપણે તો જિંદગી મસ્ત મજ્જાની જીવી લીધી છે. કોઈ ઈચ્છા-અપેક્ષાઓ બાકી નથી. ચાલો જલ્દી..!’ તો જિંદગી બેક્કાર છે, ફિક્કી મોળી ચા ની ચૂસકી જેવી છે. હવાઈ ગયેલા મમરા જેવી છે.

સિમ્પલ ફંડા છે બોસ...! ‘અપની સુનતે રહો, સુનાતે રહો.’ પણ, બેફિકરાઈથી હવામાં મસ્તીની છોળો ઉછાળીને નહિ. એ બેફિકરાઈની ફિકર કરીને કોઈક મનગમતું પેશન શોધીને ફકીર બની જવું પડે. એ ‘પેશન’માં એટલું ‘ડિવોશન’ હોવું જોઈએ કે જેથી પરિણામ સમયે ‘ટેન્શન’નો ટોપલો માથા પર ન હોય પરંતુ કંઈક મેળવ્યા કે ગુમાવ્યાની લિજ્જતનો આસ્વાદ હસતા ચહેરા પરના ગાલના ખાડામાંથી ઢોળાતો હોય. સબસે બડા ‘રોગ’, ક્યાં કહેંગે ‘લોગ’. તેનો જવાબ, ‘લોગોં કો કહેને દો, લોગોં કા કામ હૈ કહેના..!’

કોફી રિસ્ટ્રેટો :

‘કાનુડો’ જો ‘કાલુડો’ હોય તો જ એ ‘વાલુડો’ લાગે. જેથી ‘પેશન’ની પિચકારીમાં ‘પ્રેમ’નું માખણ ભરીને જિંદગીમાં ‘પ્રેમિત્રતા’ની રંગોળી પૂર્યા કરવી. ‘ડોન્ટ થિંક, જસ્ટ ડુ ઈટ.’

‘પ્રેમિત્રતા’

આજે સ્કૂલ છૂટ્‌યા પછી તેની ફ્રેન્ડે મને થોડી વાર ‘એકલા’ ઉભું રહેવા કહ્યું હતું. એ પણ સ્કુલની પાછળની કૉલોનીમાં તેની એક્ટિવાની પાસે. થોડું સમજાતું હતું અને થોડું નહિ. એક બાજુ ડર લાગતો હતો, બીજી તરફ કોઈ સરપ્રાઈઝ મળશે એવા સપનાઓની એન્ટ્રી-એક્ઝિટ થયા કરતી હતી. આખો દિવસ એ વિચારવામાં જ નીકળી ગયો, ‘કેમ બોલાવ્યો હશે? કોઈ કામ હશે? અરે ના..ના.. કામ થોડું હોય? કદાચ હોઈ પણ શકે..! ક્લાસમાં કંઈ મારાથી બોલાઈ તો નથી ગયું ને?’ અંગૂઠાના બંને નખ દિવસ પૂરો થતા-થતા ખવાઈ ગયા. આખો દિવસ તેની સામે આડકતરી રીતે જોવામાં ચાલ્યો ગયો.

ઉપરાંત, આજે ફ્રેન્ડશીપ ડે પણ હતો. આજે આખો દિવસ એ ‘ફ્રેન્ડશીપ બેલ્ટ’ જ બધાને બાંધતી હતી. તેના સ્કર્ટના ખિસ્સામાં ઢગલાબંધ બેલ્ટ્‌સ હતા. આજે એ બધાથી અલગ દેખાતી હતી. માથામાં પિંક હેરબેન્ડ, હાથમાં ઢગલાબંધ ફ્રેન્ડશીપ બેલ્ટ, વાળની લટમાંથી હાઉક-લી કરતા કાનના ન્યૂ ઈઅરરિંગ્સ. હા, એ એક્ટિવાનું કિચન પણ આજે બદલાયેલું હતું. પાણીની નવી બોટલ એ થમ્સઅપની બોટલને રિપ્લેસ કરી હતી. થોડી સ્પેશિયલ લાગતી હતી.

૨ મહત્વના મિશન મારે પાર પાડવાના હતા.

૧.સ્કૂલ છૂટ્‌યા પછી મારા દોસ્તો સાથે ઘરે જવાને બદલે પેલી એક્ટિવા પાસે જવાનું છે. એ પણ એકલા..! તો તેના માટે બોલવા પડતા જરૂરી જૂઠ. એ જૂઠ પણ એકદમ રિઅલ લાગે તે માટેની જરૂરી તૈયારીઓ.

૨.એક્ટિવા સુધી પહોચ્યા પછી તેની સાથે મને કોઈ જોઈ ન જાય તેના માટે ભગવાન પાસે કરવી પડતી પ્રાર્થનાઓ. ત્યાં જીને વ્યવસ્થિત અવાજ ગળામાંથી નીકળે તેના માટે પાણી પી ને જવાનું છે એ યાદ રાખવાનું.

સ્કૂલ છૂટી. મારી સાથે મારા ૪-૫ લંગોટિયા. એમને કહેવું કેમ કે, મારે ઘરે નહિ એક્ટિવા પાસે જવાનું છે...! નહીતર આ ગાંડાઓ પેન્ટ પકડીને મારશે. સેન્સર તો ફ્રેન્ડશીપના આ લોકોમાં પણ એકદમ ‘હાઈ બેન્ડવિથ’ની ફ્રિકવન્સી સાથે મુકેલા હોય. આમ-તેમ ખોટું બોલો એટલે પકડી જ પાડે. છતાં, પણ આજે આખો દિવસ ચાર્જિંગ ફૂલ જ રાખવાનું હતું એટલે હિંમત કરીને બોલ્યો, ‘અલ્યા એય, મારે ઘરે નથી આવવાનું આજે. પપ્પા એ કહ્યું હતું કે સ્કૂલ છૂટ્‌યા પછી મારી પાસે આવજે. કામ છે થોડું.’

ત્યાં તો એક લંગોટિયો બોલ્યો, ‘પેલીને મળવા જવાનું છે એને..! ચાલો ભાઈઓ..દોસ્ત દોસ્ત ના રહા. મને ખબર છે હો બકા, તારી ને પેલી ની. રોજ આખો દિવસ આંખો ફાડી-ફાડીને જોયા કરો છો. સામે સર હોય કે ટીચર, તમે તો લાગેલા જ રહો છો. એમાંય, આજે ફ્રેન્ડશીપ ડે. એટલે પૂરૂં.’

ત્યા બીજો બોલ્યો, ‘હા..મનેય ખબર છે. પેલી એની ફ્રેન્ડ છે એ આજે રીસેસમાં કહેતી હતી મને. પેલા ને કહેજે ઉભો રે, એક તો એ થોડો ફટ્ટૂ છે. જી આવ. જો જે હો..! આડું-અવળું કાંઈ ન જોઈએ. ખબર પડી એટલે માર ખાઈશ. કઈ પણ પૂછે તો ના પાડજે. આ બધા ચક્કરમાં પડતો નહિ. મરાઈ જશે તારી, ને રોજના ખર્ચા અલગ.’

અરે રે..! કેટલું સંભળાવી ગયા. હું તો સીધો ચાલ્યો એક્ટિવા બાજુ. થોડી બીક લાગતી હતી. પહેલી વખત કોઈ છોકરીને મળવા જતો હતો. એક તો આખો દિવસ હાર્ટબીટ પીક લેવલ પર જ હતા. જે આજના દિવસે એ લેવલ પર જ કોન્સ્ટન્ટ રહ્યા. અઘરી વાત એ થઈ કે, હું પહોચી ગયો એની એક્ટિવા પાસે..! પણ એ હજુ ન આવી. એવામાં જ એક એ સોસાયટીમાં રહેતો કલાસમેટ આવ્યો. મને એ એક્ટિવા પાસે ઉભેલો જોઈને બોલ્યો, ‘અલ્યા..! આ તો પેલીની એક્ટિવા છે. તું એના પર કેમ બેઠો? કંઈ આમ-તેમ તો નથી ને?’

‘અરે ના..ના.. મને નથી ખબર..! આ એની છે?’ મનમાં થતું હતું કે આ જાય તો સારૂં હવે. ખોટી પંચાત કરવા લાગી પડયો. કોને ખબર, એ સાંભળી ગયો હશે મારા મનની વાત. તરત એ ચાલતો થયો. સદનસીબે કૉલોનીમાં એ સમયે કોઈ હતું નહિ. અને, બાપ્પુ...! ધમાકેદાર એન્ટ્રી... એ તેની ફ્રેન્ડ સાથે આવતી દેખાઈ. મેં જાણી જોઈને તેના તરફ જોયું નહિ. ખોટી એક્ટિંગ..! ખરાબ એક્ટિંગ. આવીને ઉભી રહી. એની દોસ્ત થોડી ૨ ડગલા દૂર ઉભી રહી. બસ, એક સેકંડ જ મારી તરફ તેણે જોયું. તરત જ સ્કર્ટના એ ખિસ્સામાંથી થોડું મોંઘુ અને અલગ ‘ફ્રેન્ડશીપ બેલ્ટ’ કાઢીને મને પહેરાવ્યું. મને તરત જ લાઈટ થઈ, ખિસ્સામાં રહેલ ઘણા બધા બેલ્ટ્‌સમાંથી દર વખતે આ બેલ્ટ જો કાઢતી વખતે સાથે બહાર નીકળી જાય તો પાછો અંદર મૂકી દેતી. હાઉ સ્વીટ..! એ મારા માટે જ હતો. ‘સ્પેશિઅલ’ ફીલિંગ સાથે આખું દિમાગ ફિલ થઈ ગયું.

એક હૃદય સોંસરવી નીકળી જતી સ્માઈલ સાથે બોલી, ‘ફ્રેન્ડસ..?’ અને હાથ લંબાવ્યો. પહેલી વાર કોઈ છોકરીના આટલા સોફ્ટ હાથને સ્પર્શવા આજે હાથ ઉપડતા થોડી વાર લાગી. પણ, એ દિવસથી અમારી દોસ્તીની શરૂઆત થઈ તો ખરી..!

*****

બસ, આ જ સ્ટોરી કેટલાક એ સ્કૂલમાં ટ્રાય કરી. દરેકની ‘મેમરીઝ’માં આ વિડીયો આજે પણ સચવાયેલો હશે જ. ઘણી વાર નવરાશના પળમાં એ મૂવીને આપણે ફરી-ફરી ‘રિવાઈઝ્‌ડ’ કરીને ‘રીવાઈન્ડ’ કરતા રહીએ છીએ. એ જ તો આપણો દોસ્ત છે. ફ્રેન્ડશીપ તો કદાચ બહાનું છે, બાકી ‘પ્રેમ’ છે કે ‘દોસ્તી’..? આ પ્રશ્નનો સાચો જવાબ તો બંનેમાંથી કોઈના હૃદય પાસે હોતો નથી.

દરેકનો એક દોસ્ત હોય છે.

જેની સાથે કલાકો સુધી ગપ્પાબાજી કરી,

મજાકની શિસ્તબદ્ધ વણઝારો તેના પર વહાવી,

દરેક બેવકૂફીમાં એ સાથે ને સાથે રહેતો,

એ મારા દરેક સિક્રેટ મારાથી વધુ જાણતો.

દરેકનો આવો એક દોસ્ત હોય છે.

જેની સાથે મળીને પહેલો લવ ‘મેસેજ’ લખ્યો,

તેની જ સાથે ફર્સ્ટ લવ ક્રશ શેર કર્યો,

પહેલી ડેટ પર એ ચોકીદાર બન્યો,

દિલ તૂટ્‌યા પછી તેના ખભે કલાકો સુધી રડયો.

દરેકનો આવો એક દોસ્ત હોય છે.

જેની સાથે પહેલી પોર્ન મૂવી જોઈ,

સિગારેટના કશનું કારણ પણ એ જ બન્યો,

ગમ કે સાથી ‘રમ’નો ભેટો એના લીધે જ,

પેરેન્ટ્‌સને બિલકુલ ન ગમતો એ પણ એ જ.

દરેકનો આવો એક દોસ્ત હોય છે.

વાચ્યા વિના એક્ઝામ પાસ એના ભરોસે,

તેની કોપી કરવી તેને મારો હક સમજતો,

મારા ફ્યુચરની ચિંતા વધુ એ રાખતો,

હર એક સકસેસની ખુશી તેના વિના અધૂરી હતી.

દરેકનો આવો એક દોસ્ત હોય છે.

જે ભલે ગમે તેટલો દૂર હોય,

પણ દિલની હંમેશા પાસે હોય,

જે તેની સાથે વિતાવી હોય,

દુઃખમાં એ દરેક પળ પણ દવા હોય,

મારો પણ એક આવો દોસ્ત છે.

જિંદગીના કોઈ સ્ટેશન પર જયારે ‘સબસ્ક્રાઈબ’ કરાવેલું ખુશીનું ‘પેકેજ’ પૂરૂં થઈ જાય અને ‘સ્ટેન્ડ બાય’ મોડ પર થંભી જવાય ત્યારે કોઈક પાછળથી હાથ પકડીને કહે, ‘ચલ, ભાઈ..!’ અને એ હળવા સ્મિત પર વિશ્વાસની લહેરખી ફરે, હિંમતનું ઝરણું ફરીથી વહેતું થાય તો તેનો હાથ પકડીને તેને સાચો દોસ્ત સમજીને સફરે નીકળી પડવું.

આંખ બંધ કરીને તમને કોઈએ આપેલી જાદુની ‘ઝપ્પી’ને યાદ કરો, એ સમયે હૃદયનો કોઈ છેડો લાગણીભીનો અનુભવાય અને તેની ભીનાશ આંખમાં રેલાઈને ટપકી પડે ત્યારે જો શ્વાસ ગાળામાં રૂંધાય, છતાં ચહેરા પર નાની શી મુસ્કાન ફરકે તો આ ક્ષણે તે વ્યક્તિ તમારી લાઈફના જૂજ મિત્રોમાંનો એક છે એ ઓળખવામાં રાહ જોવી નહિ.

કોફી બોનબોન :- બે મિત્રો વચ્ચે ‘પ્રેમ’ અને બે ‘પ્રેમી’ વચ્ચે ‘મિત્રતા’ હોવી એ જ સાચા સંબંધની નિશાની છે. તમને કોઈના પ્રત્યે ‘પ્રેમ’ છે કે ‘મિત્રતા’? બંનેમાંથી ‘એકલું’ કંઈ જ નથી. છે તો માત્ર ‘પ્રેમિત્રતા’.