Hu Gujarati 31 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati 31


હુંુ ગુજરાતી - ૩૧


COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.ઝીંદગી રોક્સ - ભૂમિકા દેસાઈ શાહ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.કૌતુક કથા - હર્ષ પંડયા

૫.મંથન - સાકેત દવે

૬.સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

૭.સખૈયો - સ્નેહા પટેલ

૮.બોલીસોફી - સિદ્ધાર્થ છાયા

૯.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

એડિટરની અટારીએથી....

સિદ્ધાર્થ છાયા

સો તારી રામદુહાઈ એક મારૂં ઊંહું

મતભેદ અને વિવાદ જીવનની દરેક ક્ષણે થતો હોય છે, પરંતુ એ વિવાદ લગાતાર ચાલુ રહે તો? વિવાદ શરૂ કરવામાં કદાચ આપણી ભૂલન હોય એવું બને પણ એને આપણે સમયઆવે શમાવી ન શક્યા એમાં આપણી ૫૦% ભૂલતો જરૂર કહેવાય. આવું ત્યારેજ થાય જ્યારે આપણે અને સામેવાળી પાર્ટી એકબીજાના સ્ટેન્ડ ઉપર કાયમ રહે અને વિવાદને શમાવવા માટે તસુભાર પણ આગળ કે પાછળ ન જાય. અંગ્રેજીમાં આવી સ્થિતિ માટે ‘ટ્ઠઙ્ઘટ્ઠદ્બટ્ઠહં’ એટલેકે એડમેન્ટ અથવાતો હઠીલો એવો શબ્દ છે. ઘણીવાર એવું બનતું હોય છે કે વિવાદ કોઈ એક મુદ્દા પર શરૂ થયો હોય અને પછી અન્ય મુદ્દાઓ તેમાં જોડાતા જાય અને મૂળ મુદ્દો તો ભુલાઈજ જાય. કારણ કોઈ પણ હોય પણ તમે જો ફ્લેક્સીબલ ન રહો અને એડમેન્ટ જ રહો તો જીવનનાં કોઈપણ ક્ષેત્રમાં આગળતો નહીં જ અવાય પરંતુ અલોકપ્રિય થઈ જવાશે એ નફામાં (જો એમ થવું તમે નફો ગણતા હોવ તો).

આપણા દેશની આજની રાજકીય પરિસ્થિતિ આવીજ છે. સત્તાપક્ષ આરોપિત મંત્રી અને મુખ્યમંત્રીઓના રાજીનામાં લેવા માંગતી નથી અને તેનાપર ચર્ચા માત્ર કરવા માંગે છે જ્યારે વિપક્ષ રાજીનામા પડે પછીજ ચર્ચા કરવાના પોતાના સ્ટેન્ડ પર એડમેન્ટ છે! આવું જીવનનાં અન્ય ક્ષેત્રોમાં પણ થતું હોય છે. ખાસકરીને સર્જનાત્મક કાર્યો કરીને પોતાનું પેટીયું રળતા લોકો સાથે તો આવું કદાચ રોજેરોજ બનતું હોય છે. એક સુંદર લેખ, નવલકથા, ચિત્ર કે શિલ્પનું સર્જન કરવા રાત-દિવસ એક કરી નાખતા સર્જનશીલ વ્યક્તિ પોતે પોતાનાં સર્જનની કિંમત નક્કી કરી શક્તો યા શકતી નથી, તો તેને ખરીદનાર એની કિંમત કેવીરીતે નક્કી કરી શકે? પરંતુ પેટ ભરવું અને ઘર ચલાવવું એ દરેક સર્જનશીલ વ્યક્તિની જવાબદારી અને મજબુરી બંને છે. સર્જક હમેશાં પોતાના સર્જનની કિંમત ઉંચી લગાવે છે જ્યારે ખરીદનાર નીચી. બન્ને એક સમયે પોતપોતાની નક્કી કરેલી કિંમત પર એડમેન્ટ થઈ જાય છે. સરવાળે સર્જનશીલ વ્યક્તિ, જે મોટેભાગે મગજથી નહીં પરંતુ હ્ય્દયથી વિચારતો હોય છે એ સમજદાર ખરીદદારની રાહ જોવાનું નક્કી કરીને ‘ડીલ’ કેન્સલ કરી નાખે છે. મોટભાગના કિસ્સાઓમાં તેને પોતે નક્કી કરેલા ધારાધોરણો અનુસાર કોઈજ સમજદાર વ્યક્તિ મળતો નથી અને છેવટે તેનું સર્જન ઘણીવાર આઉટ ઓફ ડેટ પણ થઈ જતું હોય છે.

આવીજ રીતે અંગત સંબંધોમાં પણ બે કે તેથી વ્યક્તિઓ ઘણીવાર પોતાના સ્ટેન્ડ પર એડમેન્ટ રહેતા હોય છે. પહેલી ભૂલ એણે કરી હતી તો પહેલી માફી હું કેમ માંગુ? મોટાભાગના કૌટુંબિક કે પતિ-પત્ની વચ્ચેના વિવાદો ન શમવા પાછળ આ જ એડમેન્ટ સ્ટેન્ડ જવાબદાર હોય છે. અમુક કિસ્સામાં બંને પક્ષો પોતપોતાના વિચાર કે નિર્ણય ઉપર એટલાબધી ક્રુરતાથી ચોંટી જાય છે કે છેલ્લે પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થઈ જાય છે અને માતા-પિતા પુત્ર કે પુત્રીથી અલગ રહેવા જતા રહે છે. અહીં સહનશીલતાની ચરમસીમા વટાવી ગયેલા અને પરાણે ટકાવી રાખેલા સંબંધોની વાત નથી, પરંતુ એક નાનીઅમથી બાબતે જ્યારે મોટું સ્વરૂપ ધારણ કર્યું હોય અને એને પૂરી કરવામાં બંને પક્ષોનો હઠીલો સ્વભાવ વચ્ચે આવતો હોય તેનીજ વાત છે.

આમ થવાથી છેવટે બાવાનાં બેય નહીં પરંતુ ઘણીવાર તો બાર પણ બગડી જતાં હોય છે. સમય મળે તો આ મુદ્દો વિચારવા જેવો છે હેં ને?

૦૬.૦૮.૨૦૧૫, ગુરૂવાર

અમદાવાદ

ઝિંદગી રોક્સ

ભૂમિકા દેસાઈ શાહ

ઓફીસ-ઓફીસ

હું, તમે અને આપણે સૌ ક્યારેક તો ઓફીસ પોલીટીક્સનો ભોગ બનીએ જ છે અને છતાં કહેતા પણ રહીએ છે કે મને તો પોલીટીક્સ સહેજ પણ નાં ફાવે. અમે તો ખાલી કામ કરી જાણીએ. પણ વાસ્તવિકતામાં જાણતા અજાણતા આપને સૌ આ જુના અને જાણીતા પોલીટીક્સ નો ડગલે અને પગલે ભોગ બનતા રહીએ છે.

તો આ ઓફીસ પોલીટીક્સ એટલે?

ગુગલ મહારાજે મને નીચેની વ્યાખ્યા આપી-ર્ ંહ્લહ્લૈંઝ્રઈ ર્ઁંન્ૈં્‌ૈંઝ્રજીઃ

ર્"ંકકૈષ્ઠી ર્ઙ્મૈૈંષ્ઠજ ૈજ જૈદ્બઙ્મઅ ટ્ઠર્હ્વેં ંરી ઙ્ઘૈકકીિીહષ્ઠીજ હ્વીુંીીહ ર્ીઙ્મી ટ્ઠંર્ ુિા; ઙ્ઘૈકકીિીહષ્ઠીજ ૈહર્ ૈર્હૈહજ, ર્ષ્ઠહકઙ્મૈષ્ઠંજર્ ક ૈહીંિીજંજ ટ્ઠિીર્ કીંહ દ્બટ્ઠહૈકીજીંઙ્ઘ ટ્ઠજર્ કકૈષ્ઠી ર્ઙ્મૈૈંષ્ઠજ. ૈંં ટ્ઠઙ્મઙ્મ ર્ખ્તીજ ર્ઙ્ઘુહ ર્ં રેદ્બટ્ઠહ ર્ષ્ઠદ્બદ્બેહૈષ્ઠટ્ઠર્ૈંહજ ટ્ઠહઙ્ઘ િીઙ્મટ્ઠર્ૈંહજરૈજ."

કઈ ખબર પડી? ચાલો આજે એક ચટપટા અને મઝેદાર વિષય પર વાત કરીએ.

જોબ કરતા બધા જેનો એક ને એક દિવસ ભોગ બને છે, અને પછી ધીમે ધીમે બીજાને ભોગ બનવવાનું શરૂ કરે છે એ છે - "ઓફીસ પોલીટીક્સ".

અનુભવો પરથી સૌને સમઝાય છે કે ભલે તમે કોઈને ધક્કો મારીને નીચે પાડી દો એ ખરાબ કહેવાય-એવું ના જ કરાય-એ આપણે જાણીએ જ છે! પણ આપણી નજરની સામે આપણને કોઈ ધક્કો મારીને પાડી દે અને આપણે હસતા હસતા સામે " મન થાય ત્યારે આવી ને ધક્કો મારતા જજો... અમને તો પડવું બૌ ગમે!" -એમ કહીએ એ તો નરી મૂર્ખતા જ કહેવાય. ભલે બીજાને નુકશાન ના કરીએ, સ્વબચાવ કરવો જ જરૂરી જ છે.

તો આ ઓફીસ પોલીટીક્સથી બચવા શું કરવું જોઈએ?- એ જાણવા મેં મદદ લીધી મારા ખાસ,એકદમ ખાસ અને દિવસ નો મોટાભાગનો સમય હું જેની સાથે વિતાવું છું, જે મને મારા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી આપે છે એ મિત્ર ની! -- ર્ય્ંર્ંય્ન્ઈ

તો આજે હું શેર કરૂં છું ઓફીસ પોલીટીક્સથી બચવા ગુગલદેવે મને આપેલી ટીપ્સ અને એની સામે મને આવેલા વિચારોઃ

૧.યાદ રાખવું કે આપણી વાત રજુ કરવાનો ઓપ્શન આપણી જ પાસે છે-

ઓફીસ પોલીટીક્સ નો શિકાર બનાય તો સીધું ને સરળ રીએક્શન છે ઝગડો કરવો. - જે ક્યારેય પણ ના કરવું જોઈએ.

હમેશા યાદ રાખવું કે કઈ પરિસ્થિતિમાં કઈ રીતે વર્તવું એ આપણો ઓપ્શન છે . તો શાંતિથી અને અસર થાય ત્યારે તરત તો નહિ ( જ વાત ની રજૂઆત કરવી.

તરત જવાબ આપી ને તત્કાલ તો આપણે જીતી શકીએ પણ એક સંબંધ કે આપણી ઈમેજ માટે એ નુકશાનજનક થઈ શકે છે.

( જોકે મારા કેસમાં તો - મારૂં તો તડ ને ફડ.. બોલાય નહિ તો આંખ માં થી ગુસ્સો નીકળે...

૨.આપણા ધ્યેયને હમેશા નજર સામે રાખવું-

ટૂંકા સમયનું વિચારીને "જેવા સાથે તેવું" કરવા કરતા, આપણું કયુ રીએક્શન આપણને કઈ મદદ/નુકશાન કરી શકે છે એ વિચારી, ગણતરી પૂર્વક વર્તવું!

( મને તો ગણિત ના જ દાખલા આવડે !ફાયદા / નુકશાન ની ગણતરી માં હું બૌ કાચી! )

૩.તમારી ક્ષમતા અને આવડત વાપરો-

જે તે પરિસ્થિતિ માં પોતાની જાત ને બચાવવા પોતાની પોઝીટીવ આવડત વાપરવી.. અને પરિસ્થિતિને સકારાત્મક રીતે જોઈ ને એમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો.

( મારા માં એટલી બધી જુદી જુદી રીતની આવડતો છે કે કઈ ક્યારે વાપરવી એ જ વિચારવામાં વાર થઈ જાય છે! )

૪.કોઈની સાઈડ ના લેવી-

બને ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં કોઈની સાઈડ ના લેવી. કોઈની સાઈડ ના લઈને તમે તટસ્થ અને સ્વસ્થ વાતાવરણ માં કામ કરી શકો છો.

( પણ મારાથી તો ચુપ જ ના રહેવાય. જે સાચું હોય એના માટે જે-તે વ્યક્તિ ભલે દલીલ નાં કરે અને ચુપ રહે તો પણ હું તો ચાલુ જ રાખું! )

૫.કઈ પણ વાત-પ્રસંગ-ઝગડાને વ્યક્તિગત ના લેવી-

કોઈ પણ પરિસ્થિતિને આગળ ના પ્રસંગ કે અનુભવને લીધે વ્યક્તિગત ના લો. બને ત્યાં સુધી સહકર્મચારી સાથે કામ પુરતી વાતમાં ચલાવી લેવું. મિત્રતા અને કામને જુદા રાખવા અને જુની વાતો ભૂલીને આગળ વધવું.

( એ માટે તો ગજીની ના આમીર ખાન ની જેમ ભૂલવાનો રોગ ના વાઈરસ લેવો પડે. મારા માટે અઘરૂં છે! )

૬.બીજા તમને સમજે એમ વિચારતા-એક્સ્પેકટ કરતા પહેલા તમે જાતે સમજો-

મોટા ભાગના પ્રોબ્લેમ્સ અડધી કે ગેર સમજથી થાય છે! તો બીજા તમને નથી સમજતા એમ રડવાની જગા એ તમે પરિસ્થિતિ અને વ્યક્તિને સમજવા પહેલ કરો!

( હા, આ બરાબર, હું અમ પણ બૌ સમજુ ! ચઅમારે ભણવા માં પણ સમજુ બકરી ની વાર્તા આવતી! )

૭.પ્રયત્ન કરો કે હમેશા થાય "ુૈહ-ુૈહ" - કોઈ પણ પરિસ્થિતિ કે સમસ્યા માં બંને પક્ષે સંતોષ અને ઉકેલ આવી શકે એ માટે પ્રયત્ન કરો.

( લે તો મઝા શું આવે? )

ઓહહ ! મારા માટે તો આ ૭ નિયમોનું અનુકરણ કરવું થોડું અઘરૂં છે, પણ પ્રયત્ન તો હું કરી જ શકું છું!

અને તમે?

ર્સ્િીપીંછ

કાનજી મકવાણા

કૌતુક કથા

હર્ષ પંડયા

કૌતુક કથા

યે છોટે છોટે દિયે સાજીશો મેં રેહતે હૈ,

કિસી કા ઘર કોઈ સુરજ નહીં જલા દેતા...

“ર્જી ુરીહ ંરી ૈંદ્બી ર્ષ્ઠદ્બીજ, ંરી ર્હ્વઅ દ્બેજં ઙ્ઘૈી??”

“રૂીજ, રી દ્બેજં ઙ્ઘૈી. છહઙ્ઘ ર્ફઙ્મઙ્ઘીર્દ્બિં રૈદ્બજીઙ્મક દ્બેજં ર્ઙ્ઘ ૈં. ્‌રટ્ઠં ૈજ ીજજીહૈંટ્ઠઙ્મ.”

“ર્રૂે’દૃી ાીં રૈદ્બ ર્જ રી ષ્ઠટ્ઠહ ઙ્ઘૈી ટ્ઠં ંરી ર્િીિ ર્દ્બદ્બીહં. ર્રૂે’દૃી હ્વીીહ ટ્ઠિૈજૈહખ્ત રૈદ્બ ઙ્મૈાી ટ્ઠ ૈખ્ત ર્કિ જઙ્મટ્ઠેખ્તરીંિ!!”

“ર્ડ્ઢહ’ં ીંઙ્મઙ્મ દ્બી ર્હુ ંરટ્ઠં ર્એ’દૃી ખ્તર્િુહ ર્ં ષ્ઠટ્ઠિી ર્કિ ંરી ર્હ્વઅ.”

યાદ છે હેરી પોટરના પેલા અકડું પ્રોફેસર? હેરી પોટર વિષે આપણે અહીં જ થોડા અંકો પહેલા ચર્ચા કરી હતી. પરંતુ, આજે એમાં થોડા ઓછા મહત્વના અને છેલ્લા ભાગમાં વધુ હાઈટ પકડી લેનાર પાત્ર વિષે વાત કરીશું. પ્રોફેસર સેવેરસ સ્નેપ.

હેરી પોટરની આખી કથા હેરી માટે અલગ અલગ બલિદાન આપતા લોકોએ બનાવી છે. એની મમ્મી લીલી, પિતા જેમ્સ, પારિવારિક મિત્ર સીરીયસ બ્લેક, લ્યુપીન, પ્રિન્સીપાલ ડંબલડોર, મિત્રો રોન અને હરમાયોની, વિઝ્‌લી પરિવાર, સેવક ટોબી વગેરે વગેરેએ સમય સમય પર હેરીને બચાવવા માટે પ્રેમપૂર્વક બલિદાનો આપ્યા છે. વોલ્ડેમોર્ટ શક્તિશાળી છે, પરંતુ એને પરિવાર કે મિત્રોનો પ્રેમ જન્મથી જ મળ્યા નથી. એટલે એ એક વાતે હેરી વધુ તાકાતવર છે.

સેવેરસ સ્નેપની કથાનો ઉઘાડ ફિલ્મો મુજબ જોવા જીએ તો છેક છેલ્લા ભાગમાં થાય છે. સેવેરસ પણ હેરી અને વોલ્ડેમોર્ટની જેમ હાફ બ્લડ મેરેજ (એક વિઝાર્ડ અને એક મગલું)નું સંતાન છે. સેવેરસ અને લીલી નજીક રહેતા. હેરીની મમ્મી લીલી એક પ્રેમાળ અને કરૂણામય વ્યક્તિત્વ ધરાવતી હતી. સેવેરસ સાથે દોસ્તી થઈ. આગળ જતા સેવેરસે (સ્ટાર વોર્સ ની ભાષામાં કહીએ તો) ડાર્ક સાઈડ પસંદ કરી. એની માસ્ટરી પોશન્સ એટલે કે વિવિધ પીણાઓ બનાવવામાં હતી એટલે વોલ્ડેમોર્ટની સેનામાં ઝડપથી અગ્રીમ હરોળમાં સ્થાન મળી ગયું. વિદ્યાર્થીકાળ દરમિયાન જેમ્સ અને લીલી ગ્રીફીનડોર જૂથમાં અને પોતે સ્લાયથરીન જુથમાં હતા. લીલી કાયમ અંતર્મુખ અને ચુપ-ચુપ રહેતા સેવેરસને સાથે રાખતી અને એના પ્રત્યે હુંફાળો ભાવ રાખતી. જેમ્સ અને એના મિત્રો એની મજાક ઉડાવતા રહેતા. સમય જતાં સેવેરસ લીલીને ચાહવા લાગ્યો પણ એણે ક્યારેય પ્રેમનો ઈઝહાર કર્યો જ નહીં. લીલીને મનોમન ચાહતા સેવેરસને એક રાતે ખબર પડે છે કે વોલ્ડેમોર્ટ દ્વારા જેમ્સ-લીલીની હત્યા થઈ ગઈ છે. એ દોડાદોડ ત્યાં પહોંચે છે અને જુએ છે તો માત્ર બાળક હેરી જીવે છે અને જેમ્સ તથા લીલીનું-એના એકમાત્ર પ્રેમનું-શબ છે. સેવેરસ મોંફાટ રડે છે પરંતુ હવે મોડું થઈ ગયું છે. લીલી જીવિત નહીં થાય. બચી ગયો છે કપાળે નિશાન ધરાવતો અને વોલ્ડેમોર્ટનો અજાણતા જ બની ગયેલો હોરક્રક્સ. હેરી પોટર. પ્રિન્સીપાલ ડંબલડોર સેવેરસ પાસેથી વચન લે છે કે એ લીલીના સંતાનને ડાર્ક લોર્ડ થી કોઈ પણ ભોગે બચાવશે.

જંપ ટુ એડમીશન. સેવેરસ હેરીને ઓળખી જાય છે. પ્રિન્સીપાલ ડંબલડોર પણ એને પ્રોત્સાહિત કરે છે. સેવેરસ સાથે શરૂઆતમાં હેરીને બનતું નથી કેમકે એને સેવેરસ અકડું ટાઈપ લાગે છે. ડાર્ક લોર્ડ ની વાપસી થાય છે. એ એક પછી એક બધાને ખતમ કરતો જાય છે કેમકે એને કંસની જેમ જ ખબર પડી ગઈ હોય છે કે હાફ બ્લડ મેરેજનું સંતાન જ એનો ખાત્મો કરશે. અને પછી સેવેરસ સ્નેપ મરતા પહેલા છેલ્લી વાર હેરીને પોતાની સમું જોવાનું કહે છે કેમકે હેરીની આંખો એની મમ્મી લીલીની જેવી હોય છે. આખરી વાર એ આંખોને જોઈને સ્નેપ મૃત્યુ પામે છે.

અને અહિયાં મહાભારતનો પ્રતિનાયક કર્ણ યાદ આવે છે. એનેય સતત ઉપહાસ અને ઉપેક્ષા મળ્યા હોય છે, એય ડાર્ક સાઈડ પસંદ કરે છે. પણ સ્નેપની જેમ એનું હૃદય પરિવર્તન પ્રેમથી થવા જેટલો સમય એને મળતો નથી.

ખરેખર, કુછ દિયે હી ઘર જલાતે હૈ, સુરજ નહીં....

(શીર્ષક પંક્તિઃ વસીમ બરેલવી)

પાપીની કાગવાણીઃ

ક્રિશ્ન કી પુકાર હૈ, યે ભાગવત કા સાર હૈ,

કી યુદ્ધ હી તો વીર કા પ્રમાણ હૈ ઼

કૌરવો કી ભીડ હો, યા પાંડવો કી નીર હો,

જો લડ સકા હૈ, વો હી તો મહાન હૈ ઼઼

-પિયુષ મિશ્રા, ફિલ્મ ‘ગુલાલ’

મંથન

સાકેત દવે

નવ મહિના ને પાંચ દિવસ

સરકારી પ્રસૂતિગૃહની આઠ નંબરની બારીમાં બિલ ચૂકવી આવ્યા પછી પાંચેક રાત્રિના ઉજાગરાને કારણે લાલઘૂમ થઈ ગયેલી થાકેલી આંખોથી એણે બેડ-૩ પર બંધ આંખે સુતેલાં પાંચ દિવસનાં બાળકને બે ક્ષણ ટગરટગર જોયા કર્યું. સુંવાળા કપડાંમાં લપેટેલાં બાળકને પછી તેણે બે હાથ વડે હળવેથી ઉપાડયું અને દવાખાનાની બહાર નીકળ્યો. પાસે આવી ઊંભી રહેલી ટેક્સીના ડરાઈવરે હાથ લાંબો કરી પાછળનું બારણું ખોલ્યું. બાળકનું માથું અથડાય નહિ તેનું ધ્યાન રાખી તે ટેક્સીમાં બેઠો.

ડ્રાઈવરને સ્થળ વિષે એણે માહિતી આપી ને ટેક્સી ઉપડી. ઘણા સમયે મળેલ સ્હેજ પગ વાળીને બેસવાની ક્ષણોમાં હવે તેના મનમાં છેલ્લા નવ મહિના દરમ્યાન પસાર થયેલા સમયની સ્મૃતિઓ સળવળી ઉઠી. લગ્નના છ વર્ષ પછી જ્યારે પત્નીને સારા દિવસો રહ્યા ત્યારે વૃદ્ધ માએ ઘરની આર્થ્િાક સ્થિતિને અવગણીને મીરાંવહુને ચોક્ખા ઘીનો શીરો બનાવી ખવડાવેલો ને ચાલીની આજુબાજુના તમામ ઘરમાં ફરીફરીને વધામણાં આપેલાં. ત્રીજે મહિને ડૉક્ટરે પૌષ્ટિક ખોરાક દ્વારા પત્નીની તબિયત સુધારવાની સલાહ આપેલી ને એ જ કારણે એણે શેઠ પાસે સામેથી ઓવરટાઈમ પણ માંગી લીધેલો.

ચાલુ ટેક્સીની અધખુલી બારીમાંથી ફૂંકાતા પવનથી બાળકના સાવ નાના પણ સુંવાળા વાળ ફરફરી રહ્યા હતા. એણે ખસી ગયેલું કપડું ખસેડી બાળકને બરાબર ઓઢાડયું. સોનોગ્રાફી દરમ્યાન કાચની સ્ક્રીન પર આવેલા દ્રશ્યમાં બાળકનું મોઢું ઓળખવાનો વ્યર્થ ચેષ્ટા અને એ દરમ્યાન પત્નીના મુખ પરની લજ્જા એને બરાબર યાદ હતી. બાજુની ચાલીમાં રહેતાં સંતોકમાસી ક્યાંકથી જૂની બાળ-ઉછેરની ચોપડીઓ લઈ આવેલા. ઓછું ભણેલી પત્ની ઘરકામ ઝડપથી પતાવી એ રસપૂર્વક વાંચ્યા કરતી. પત્ની આ અવસ્થાને સંપૂર્ણ માણી શકે એટલે એ ક્યાંકથી મોજાં ગૂંથવાની બે સળીઓ અને સસ્તું ઊંન પણ એ લઈ આવેલો.

ચાર રસ્તે સિગ્નલની લાઈટ લાલમાંથી લીલી થઈ અને એક ઝટકા સાથે ટેક્સી આગળ વધી. બાળકની પકડ એણે જરા મજબૂત બનાવી. બાળકના જન્મ પછી ખર્ચા વધવાની ગણતરીએ એણે કામની બે પાળીઓ વચ્ચે વડાપાઉં ખાવાનું છોડી નાની બચત કરવાનું પણ શરૂ કરેલું. કંપનીમાં કામ કરતા કાંતિ સુથારને સાયકલ પર બેસાડી ચાર કિલોમીટર દૂર પોતાને ઘરે પણ લઈ આવેલો. પડોશીના ઘરેથી માંગી લાવેલા તૂટેલા ઘોડિયાની એણે સાવ મફતમાં કેવી સરસ મરમ્મત કરી આપેલી ! વળી, ખાસ બજારમાં જી ફૂટપાથ પરથી રૂપાળાં બાળકોના રંગીન પોસ્ટર ખરીદી એના ભાડાના એક રૂમના ઘરમાં એણે ચોંટાડેલાં, એ વખતનું પત્નીનું શરમાળ હાસ્ય યાદ આવતાં એની ઊંંઘરેટી બનેલી થાકેલી આંખોમાં સ્હેજ ચમક આવી.

વરસાદની ત્રમરથી ટેક્સીના વાઈપરના ધીમા નિયમિત આંદોલનો શરૂ થયાં. તેણે બાળકના શરીર નીચે લાંબા સમયથી રાખેલો, ખાલી ચડી ગયેલો હાથ બદલ્યો. ‘મોહન’, ‘રમેશ’ ‘સુશીલા’ કે ‘રમીલા’ જેવા ત્રણ અક્ષરના જુનવાણી નામને બદલે ‘સ્મિત’, ‘ધુ્રવ’, ‘શૈલી’ કે ‘ધ્વનિ’ જેવું બે અક્ષરનું નવા જમાનાનું નામ રાખવા માટે મા અને પત્ની સાથે ઘણીવાર લાંબી ચર્ચાઓ થઈ ચૂકેલી. ચાલીનું વાતાવરણ પણ બહુ કૌટુંબિક હતું. બાજુમાં રહેતાં સવિતાભાભીની ત્રણે દીકરીઓએ તો બાળકને રાખવા-રમાડવા માટેના વારા પણ નક્કી કરી લીધેલા !

બાળકના જન્મ પછીનો સમય થોડો કપરો વીતેલો. ડોક્ટરના કહેવા પ્રમાણે બાળક જરા નબળું હતું અને તેને ભારે દવાઓ અને ઈન્જેક્શનો આપવામાં આવેલાં. જન્મના બીજા જ દિવસે બાળકને ન્યૂમોનિયા થઈ ગયેલો ને રીપોર્ટ મુજબ તેના ફેફસામાં પાણી ભરાઈ ગયેલું. ડોક્ટરોએ ખડેપગે રહી કરેલા પ્રયત્નો એ જનરલ વોર્ડના ખૂણે ઊંભો રહી ભીની આંખે જોયા કરતો.

ટેક્સી અચાનક આંચકા સાથે ઊંભી રહી ત્યારે એણે તંદ્રા તોડી વર્તમાનમાં આવી જવું પડયું. ડ્રાઈવરે ફરી બારણું ખોલી આપ્યું ને એ જાળવીને નીચે ઉતર્યો. ઘણાં આગ્રહ છતાં અજાણયા ટેક્સી-ડરાઈવરે પૈસા લેવાનો તદ્દન ઈનકાર કર્યો. તેણે જોયું કે જે ખાસ મિત્રને સીધા જ અહીં આવવા સૂચના આપી હતી તે આવી ગયો હતો અને વીંટો વાળેલું એક મોટું સફેદ કપડું તથા મીઠાની થેલી લઈ એક ખૂણામાં ઊંભો હતો.

તેણે બાળકને કપાળે હળવેથી ચુંબન કર્યું, મિત્રને આંખથી ઈશારો કર્યો ને એ બંને ધીમા પગલે મ્યુનિસિપલ સ્મશાનના પાછળના ભાગથી અંદર પ્રવેશી ગયા. કારણ, દવાખાનેથી નીકળતી વખતે નર્સે માહિતી આપેલી કે, “આટલા નાના બાળકને અગ્નિદાહ ન અપાય, એને તો દાટવું પડે...” નવ મહિનાથી સેવેલાં અનેક વજનદાર સ્વપ્નોને બે હાથમાં ઉપાડી, મિત્રની ગમગીન નજરને પ્રયત્નપૂર્વક અવગણી ચાર બાય ત્રણના ખોદેલા ખાડા તરફ એ આગળ વધ્યો ત્યારે વરસાદ સ્તબ્ધ થઈ જરા અટકી ગયો હતો...

સંજય દ્રષ્ટિ

સંજય પિઠડીયા

લેફ્ટ રાઈટ લેફ્ટ

બિલી હોપ નામનો એક બૉક્સર. લોકો દ્વારા એને ઉપનામ મળેલું - ‘ધ ગ્રેટ’! જુનિયર મિડલવેટની (મુક્કાબાજીની) સ્પર્ધામાં ચેમ્પિયન બનેલો એ બેતાજ બાદશાહ જેવો ખેલાડી. પ્રભાવશાળી કારકિર્દી, પ્રેમાળ પત્ની અને એકની એક સુંદર દીકરી, થોડો ઉડાઉ હતો પણ ખુશહાલ જિંદગી! એક દિવસ અચાનક એની ખુશીઓને લાગી નજર. એક ટ્રેજેડી અને મચી ધમાલ. જિંદગી થઈ ગઈ બેહાલ, ના રહી પત્ની, ના દીકરી, ના મેનેજર! સપના થઈ ગયા ચકનાચૂર. તળિયે પહોંચેલી આ જિંદગીને બિલી જીવી રહ્યો છે પણ કટકે કટકે. ‘તુકડે તુકડે હો ગયા થા હર સપના જબ વો તૂટા’. પછી એક દિવસ એક પુરાના ફાઈટર સાથે ભેટ થાય છે જેમાં એને એક શક્યતઃ તારણહારની અનુભૂતી થાય છે. આ ફાઈટર શહેરના શોખીનોને મુક્કાબાજી શીખવે છે. બિલી પણ એની પાસે જાય છે અને પછી આવે છે કહાનીમાં ટ્‌વીસ્ટ!

આ પટકથા છે હમણાં જ ૩૧ જુલાઈ ૨૦૧૫ના રોજ રિલીઝ થયેલી હોલીવુડની એક ફિલ્મની, જેનું નામ છે સાઉથપો (ર્જીેંરટ્ઠુ)! સાઉથપો સ્પોર્ટ્‌સનો શબ્દ છે. કુદરતી રીતે ડાબે હાથે મહત્વનાં કામ કરતા લોકોને ‘સાઉથપો’ કહેવાય છે. મુક્કાબાજી (બોક્સિંગ)માં ડાબોડી બોક્સર માટે ‘સાઉથપો’ શબ્દ વપરાય છે. આ શબ્દની ઉત્ત્પત્તિ બેઝબોલની રમતથી થઈ છે. બેઝબોલ હવે તો રાત્રિના ફ્લડ લાઈટની રોશનીમાં રમાય છે પણ ૧૮૮૦ના દાયકામાં બેઝબોલ દિવસે રમાતી. ઢળતી સાંજે પશ્ચિમ દિશામાં ડૂબતા સૂરજની રોશની બેટર (એટલે બેટ્‌સમેન)ની આંખોમાં પડે તો આંખો અંજાઈ જાય, એને દડો દેખવામાં તકલીફ થાય, એટલે બેઝબોલના ગ્રાઉન્ડ પૂર્વ-પશ્ચિમ ધરીને સમાંતર રહે એ રીતે ડીઝાઈન કરેલા હતા, જેથી કરીને પીચર (બોલર)નું મુખ પૂર્વ તરફ રહે અને સૂરજ એની આંખ ન આંજી દે. આવી પરિસ્થિતિમાં જો કોઈ પીચર ડાબોડી હોય તો એનો ડાબો પંજો દક્ષિણ દિશામાં રહે અને એ પીચરને ‘સાઉથપો’ એવું કહેવાતું. ‘સાઉથ’નો અર્થ થાય દક્ષિણ અને ‘પો’ એટલે પંજો, હાથ.

દુનિયાના લગભગ નેવું ટકા લોકો જમોડી છે, જ્યારે ફક્ત ૧૦-૧૨% સાથે ડાબોડીઓ લઘુમતીમાં છે અને ‘થ્રી ઈડિયટ્‌સ’ના વાઈરસની જેમ ખૂબ જ ઓછા લોકો એવા છે જે બંને હાથો વડે સરખું કામ કરી શકે. કોઈનું જમોડી હોવું કે ડાબોડી હોવું એ પરંપરાગત હોય એવું જરૂરી નથી. પતિ-પત્ની બંને ડાબોડી હોય તો પણ સંતાન જમોડી હોઈ શકે અને વાઈસ-વર્સા પણ સાચું છે. આપણા સમાજમાં ડાબા હાથને એટલું સન્માન નથી મળતું જેટલું જમણા હાથને મળે છે. બાળપણથી જ બાળક જો ડાબા હાથે ખાતું હોય તો એની માતા એને જમણાં હાથે ખાવા માટે ફરજ પાડે છે. કોઈ વિદ્યાર્થી ડાબા હાથે લખતો હોય તો શિક્ષક તરત જ એને જમણા હાથે લખવાનું કહેશે. કોઈ કામ ખૂબ જ સરળતાથી થઈ શકતું હોય ત્યારે આપણે કહીએ કે ‘આ તો ડાબા હાથનો ખેલ છે’. એવું કહેવાય છે કે ડાબા હાથે કોઈ વસ્તુ કશે મુકાઈ જાય તો જલ્દી જડે નહીં. તે જ રીતે જમણાં હાથમાં ખંજવાળ આવે તો પૈસા આવે પણ ડાબા હાથમાં ખંજવાળ આવે તો પૈસા જાય. લોકો એવું પણ કહે છે કે ડાબી આંખ ફડકે તો કંઈક અશુભ થવાના એંધાણ હોય. મૂળ લેટિન શબ્દ ‘લાઈફ્ટ’ પરથી અંગ્રજીમાં ‘લેફ્ટ’ શબ્દ બન્યો. ‘લાઈફ્ટ’ એટલે નબળું, તૂટેલું. લેફ્ટ શબ્દ નકારાત્મક છે. અંગ્રેજીમાં લેફ્ટ અશુભનું સૂચક છે. કોમ્પ્લિમેન્ટ એટલે પ્રશંસા પણ ‘લેફ્ટ હેન્ડેડ કોમ્પ્લિમેન્ટ’ એટલે અપમાન. જેની સાથે લગ્નેતર લફરાં હોય એવી સ્ત્રીને ‘લેફ્ટ હેન્ડેડ વાઈફ’ કહેવાય છે. જમણાને અંગ્રેજીમાં ‘રાઈટ’ કહેવાય છે જેનો સીધો મતલબ થાય સાચું. સંસ્કૃતમાં ‘ડાબા’ અને ‘દુષ્ટ’ બંને માટે એક જ શબ્દ વપરાય છે - વામ! ચાઈનીઝ સંસ્કૃતીમાં ‘લેફ્ટ’ એટલે ‘સમજૂતી બહારનું’ કે ‘અયોગ્ય’ એવો અર્થ થાય અને ‘લેફ્ટ પાથ’ એટલે ‘બિનપરંપરાગત’ અને ‘અનૈતિક’ એવું થાય. હિબ્રૂ લોકોમાં ડાબા હાથનો અર્થ ‘લાંછન’ કે ‘શરમ’ થાય છે, અને ડાબા હાથને કમનસીબી, કુદરતી દુષ્ટ કે ભગવાન તરફથી થયેલી શિક્ષાનું રૂપક અપાયેલું છે. અંગેજી, જર્મન, ડચ અને બીજી કેટલીક ભાષાઓમાં પણ ‘ટુ હેવ ટૂ લેફ્ટ હેન્ડઝ’ એવો રૂઢિપ્રયોગ વપરાય છે જેનો અર્થ થાય છે ગોટાળાવાળું, અણઘડ અને કઢંગુ હોવું. એવું પણ વાંચવા મળે છે કે સવારે પથારીમાંથી બહાર પગ રાખતી વખતે જો ડાબો પગ પહેલાં બહાર પડે તો આખો દિવસ ખરાબ જાય. ભારતમાં અને નેપાલમાં જાજરૂમાં ધોવા માટે તમે ડાબો હાથ વાપરો છો કે જમણો એ પણ ઘણી વાર વિચાર કરતાં મૂકી દે. મેલી વિદ્યા, જાદૂટોણા અને કાળા જાદૂને પણ ‘લેફ્ટ પાથ’ તરીકે સંબોધવામાં આવે છે. સ્કોટલેન્ડમાં જો તમે તમારી મુસાફરીના શરૂઆતમાં કોઈ ડાબોડીને મળો તો તમારી મુસાફરી ખરાબ જાય એવી માન્યતા છે. પણ ડાબોડી હોવું એ અપશુકનિયાળ હોય એવું માનવું નહીં. બૌદ્ધ ધર્મમાં ડાબા હાથને જ્જ્ઞાન અને વિદ્ધતા સાથે સરખાવવામાં આવે છે. મોટા ભાગના ડાબોડીઓએ દોરેલા ચિત્ર જમણી તરફનો સંદર્ભ બતાવતા હોય છે.

માણસના ડાબોડી કે જમોડી હોવાના પાછળ મગજના ડાબા તેમ જ જમણા ગોળાર્ધ ભાગ જવાબદાર હોય છે. મગજનો જમણો ગોળાર્ધ ડાબા હાથને અને ડાબો ગોળાર્ધ જમણા હાથને કંટ્રોલ કરે છે. જમણો ગોળાર્ધ ઝડપથી બદલાતા અવાજને અદ્દ્‌લ ઓળખી શકે છે. આમ ડાબોડીઓ જમોડીના મુકાબલે સ્પષ્ટ શ્રવણશક્તિ ધરાવે છે પણ ભાષા સમજવાની શક્તિ ડાબોડીઓમાં ઓછી હોય છે, કારણ કે એનું કંટ્રોલ મગજના ડાબા ગોળાર્ધમાં હોય છે. ડાબા મગજનું કનેક્શન જમણા મગજ સાથે હોય છે એટલે ડાબોડીઓને શીખવામાં તકલીફ પડે છે. ‘તારે જમીં પર’માં દર્શન સફારી ડાબોડી હોય છે. ડાયલેક્સિયા અથવા સ્ક્રિઝોફેનિયા જેવી માનસિક બિમારીઓ અને તોતડાપણું ડાબોડીમાં વધુ જોવા મળે છે, પણ ડાબોડીઓને આર્થરાઈટીસ કે અલ્સર જેવા રોગો થવાની શક્યતા ઓછી હોય છે. ડાબોડીઓ જમોડીઓ કરતાં ત્રણથી ચાર મહિના મોડા તરૂણાવસ્થામાં પહોંચે છે. રાઈટ સાઈડનું બ્રેઈન બોડીની લેફ્ટ સાઈડને કંટ્રોલ કરે છે એનો અર્થ એ કે માત્ર લેફ્ટ હેન્ડેડ લોકો જ રાઈટ માઈન્ડેડ હોય છે.

જમોડીઓને તો ખબર જ નથી કે ડાબોડીઓને કેવી તકલીફો થાય છે. કાતર, કેમેરા, હથિયારો, કમ્પ્યુટરનું માઉસ, હેન્ડગ્લોવ્ઝ, હોકી-સ્ટિક, સ્પાયરલ નોટબુક, બાટલીનું ઢાંકણું, દરેકે દરેક ગેજેટ, ઓફીસમાં વપરાતી વસ્તુઓ, રાંધવાની વસ્તુઓ - બધું જમોડીઓ માટે ડિઝાઈન કરેલું હોય છે. પણ ડાબોડીઓ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. જેમ કે કમ્પ્યુટર માઉસ એ જ રહે પણ પ્રોગ્રામિંગમાં ફેરફાર કરો તો રાઈટ ક્લિકથી થતાં કાર્યો લેફ્ટના થાય. ડાબોડીઓ માટે હેન્ડગ્લોવ્ઝ કે હોકી-સ્ટિક કે ગોલ્ફનું બેટ પણ હોય છે.

ડાબોડી સેલિબ્રિટીઝ ઘણાં છે.અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન , ટોમ ક્રુઝ, ચાર્લી ચેપ્લિન, સોનાક્ષી સિન્હા, ઓપ્રા વિન્ફ્રે, જસ્ટીન બીબર, બ્રેડ પીટ, એન્જેલિના જોલી, મેરેલીન મનરો જેવી ફિલ્મ હસ્તીઓ તથા નેપોલિયન, જુલેયસ સિત્ર જેવી ઐતિહાસિક હસ્તીઓ, માર્ક ટ્‌વેઈન, લિયો ટોલ્સ્ટોય, લેવિસ કેરોલ, જે.કે. રોલિંગ જેવા લેખકો, બિલ ગેટ્‌સ, રાહુલ બજાજ, હેનરી ફોર્ડ જેવા ટેક્નોલોજિસ્ટ્‌સ, માઈકલ એન્જેલો, પાબ્લો પિકાસો, લિયોનાર્દો-દ-વિન્સી જેવા ચિત્રકાર-શિલ્પીઓ, માર્ટિના નવરાતીલોવા, સૌરવ ગાંગુલી વગેરે રમતવીરો પણ ડાબોડી છે. ડાબોડીઓ સારા બાસ્કેટબોલના ખેલાડી, ટેનિસના ખેલાડી, તરણવીર અને મુક્કેબાજ હોય છે. સચિન તેંડૂલકર ભલે જમોડી હોય, પણ લખવા માટે ડાબો હાથ વાપરે છે. ઉપરાંત એ ક્યાંય પણ રમવા જાય છે ત્યારે ટીમની બસમાં સૌથી આગળની સીટમાં હંમેશા ડાબી બાજુની બારીવાળી સીટ પર જ બેસે છે. સેંટ લોરેન્સ યુનિવર્સ્િાટીએ થોડાં ડાબોડી અને થોડાં જમોડીઓને લઈને બૌદ્‌ધિક આંક(ૈંઊ)નો ટેસ્ટ કર્યો તો જાણમાં આવ્યું કે જમોડીઓ કરતાં ડાબોડીઓનો આઈ-ક્યુ વધુ હતો અને ૧૪૦ની ઉપર આઈ-ક્યુ ધરાવનારા લોકોમાં ડાબોડીઓ વધુ હતા. આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ચાર્લ્સ ડાર્વિન, બેન્જામિન ફ્રેન્કલીન, ન્યૂટન - આ બધાં ડાબોડી હતાં. ડાબોડીઓ રાજકારણમાં પણ આગળ હોય છે. અમેરિકાના છેલ્લા સાત પ્રેસિડન્ટ્‌સ પૈકી ચાર ડાબોડી હતા. ઓબામા ડાબોડી છે. સોનિયા ગાંધી ડાબોડી છે. રાણી લક્ષ્મીબાઈ ડાબોડી હતાં. ગાંધીજી ડાબોડી હતાં. ડાબોડીઓ કલાકાર હોય છે. કલાપ્રેમી હોય છે. ઘણાં ખરાં ડાબોડીઓ પોતાની કારકિર્દી સર્જનાત્મક (કલા કે સંગીત કે ખેલકૂદ, આઈટી એવું બધું)માં કરવા માટે તૈયાર હોય છે. એમાં એમનો જબરો દબદબો હોય છે. ડાબોડીઓનું ૩ડી દ્રષ્ટિ અને સમજણ પણ જબરી હોય છે. ડાબોડીઓને ડર પણ વધુ લાગે છે. તેઓનો મૂડ બદલાતો રહે છે. ગુસ્સો પણ ઝાઝો આવે છે, અને તેઓ મૂંઝાય પણ વધારે છે. ડાબોડીઓ પિયક્ક્ડ હોવાના ચાન્સ વધારે છે. કારણકે મગજના જમણા ગોળાર્ધમાં દારૂ પ્રત્યેની સહનશીલતા ખૂબ જ ઓછી હોય છે. ઘણાં ચિત્રોમાં શેતાનને ડાબોડી દર્શાવવામાં આવે છે. ઓસામા બિન લાદેન ડાબોડી હતો.

દુનિયાભરના ડાબોડીઓ દર વર્ષે પોતાની અલ્પસંખ્યકતાની ઉજવણી કરે છે. ૧૩ ઑગસ્ટ, ૧૯૯૨માં યુ.કે.માં એક લેફ્ટ હેન્ડર્સ ક્લબે એની શરૂઆત કરી. હવે આ દિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે દર વર્ષે ઘણા દેશોમાં ઉજવાય છે. આ દિવસ ઊંજવવા પાછળનું કારણ એવું કે ક્લબના મેમ્બરો અને દુનિયાના બધા ડાબોડીઓ આ દિવસે લોકોને પોતાની વિશેષતાઓ વિશે જણાવી શકે અને ડાબોડી હોવાના ફાયદા અને ગેરફાયદા વિશે લોકોને જાગરૂક કરી શકે. યુ.કે. માં આ દિવસે ડાબોડીઓની ટી-પાર્ટી અને ખાસ તો જમોડીઓ સાથે મેચ રમીને ઉજવણી કરવામાં આવે છે. તો દરેક ડાબોડી વાચકમિત્રોને ‘હેપ્પી લેફ્ટહેન્ડર્સ ડે’ (૧૩ ઑગસ્ટ)! એન્જોય માડી! (અમારા બેંગ્લોરમાં ‘કરો’ શબ્દને બદલે ‘માડી’ શબ્દ બહુ વપરાય)

પડઘોઃ

આઈનો તો છળથી છલકાઈ રહ્યો હતો,

ડાબા ને સાવ જમણુ એવું ગાઈ રહ્યો હતો.

સખૈયો

સ્નેહા પટેલ

અમર તરસ

ઙ્મખ્તન્=/ાાદ્ઘજ ર્કિજિ ૈર્ક= દૃાર્ ાટ્ઠ ૈૂેકેિં ર્દૃ;ાજ ીેરક"ા.ા% !

ઈંધઙ્મ ,"ાાકીક"ાદ્ઘાઙ્માજ દૃધ્ૂખ્ત% ન્ૈ’ા% ર્ન્ઇઢ% ઙ્મૂહશ્’ાાજઢ ેંઈંમાઙ્મ% !!

ઙ્ઘર્જઅ દ્ભોર દૃાજી ઢર્કદ્ભ આજટ ખ્તર ર્ક’ાૂ//ા ષ્ઠાિ ઙ્ઘખ્તજિ ખ્તજી !

ર્

ંહઙ્મઅ ંરી ખ્તીર્હૈેજીજ ટ્ઠહઙ્ઘ જષ્ઠર્રઙ્મટ્ઠજિ જીટ્ઠાજ ટ્ઠ ેિી ઙ્મટ્ઠહખ્તેટ્ઠખ્તી.

- ઇૈખ્ત દૃીઙ્ઘટ્ઠ

ગઈ વખતે મેં તને સદેહે પ્રગટ થવા માટે બહુ વીનવ્યો હતો વ્હાલાં, યાદ છે ને ?

તને સદેહે જોવાની કલ્પનાઓમાં હું તારી સમીપે જ પહોંચી ગઈ એવું લાગ્યુ. તારી હાજરીના વિચાર માત્રથી રોમેરોમ રોમાંચથી ઉભરાઈ ગયું. પળ, સ્થળ, મન બધું શાંતિથી છલોછલ ! સમય અટકી ગયો ને કદાચ મારા શ્વાસ સાથે પણ એવું જ થતું લાગ્યું, કારણ શ્વાસ લેતાં શરીરમાં થોડી જોઈ ના શકો પણ અનુભવી શકો એવી હલચલ તો થાય જ પણ અત્યારે તો મને એવું પણ નહતું લાગતું. બધું જ શૂન્ય શૂન્ય !

મનોમન તને નિહાળીને મેં તને ચરણસ્પર્શ કરી લીધા, અશ્રુથી પક્ષાલ પણ કરી દીધો. તારી નજરમાંથી વરસતા પારસમણિનેહથી મારૂં કણેકણ સુવર્ણથી ભરપૂર થઈ ગયું રે ! આંખ, જીવ, જીભ, આંસુ, હોઠ બધું સંતોષથી ભરપૂર. મારી સર્વ ઈચ્છાઓનું જગત તારા દર્શનમાં વિલીન થઈ ગયું ને વાતાવરણમાં ચોમેર સર્વસમર્‌પણનો આહલાદક નાદ ગાજી ઉઠ્‌યો. આકાર - નિરાકારના માયાજગતમાં હું ભૂલી પડી ગઈ. તું રમાડતો ગયો ને હું તો મારી જાણ બહાર જ રમતી ગઈ, પલળતી ગઈ, તૃપ્ત થતી ગઈ. તું પંખી બનીને મારી આસપાસના જગતને ટહુકાથી ભરપૂર કરી રહ્યો હતો ને હું એ સંગીતમાં એકાકાર. શું બોલવું ને કેટલું મૌન રહેવું એ બધી દ્‌વિધા ખતમ. તું જ મારો શબ્દ ને તું જ મારૂં મૌન. તું જ મારી તીવ્રતમ ઈચ્છા, સર્વત્ર સઘન, ગહન, મનનીય એકાન્તનું વર્ચસ્વ સ્થપાઈ ગયું ને હું તૃપ્ત થઈને એ એકાંતના નશામાં ઉંડી ને ઉંડી ઉતરતી ગઈ, કદાચ ખૂંપતી - ડૂબતી ગઈ એમ કહેવું વધુ યોગ્ય લાગશે. ઉતરવા માટે તો તાકાત વાપરવી પડે પણ તને નિહાળ્યા પછી હું તો સાવ જ શૂન્યમન્સ્ક !

ઈચ્છાઓની પૂર્ણાહુતિના નશામાં ડૂબતાંડૂબતાં અચાનક પગ તળિયે અથડાઈ ગયા ને હું સ્તબ્ધ ! ઓહ, આ તો ઈચ્છાઓનું તળિયું આવી ગયું. મે તો ’સખૈયા’એ ભરપૂર નિહાળી લીધો, આકંઠ છ્‌લકાઈ ગઈ. મારી તો દરેક ઈચ્છાનું પરમ રહ્‌સ્ય ’સખૈયા’ના દર્શનમાં જ સમાયેલું, પણ હવે તો એ બધું જ ખતમ થઈ ગયું. ઈચ્છા - પૂર્ણાહુતિના ચકકર પતી ગયા તો હવે આગળ શું ? હવે મને કઈ ઈચ્છા એની તીવ્રતમ સપાટીએ જીને પજવશે ? ને વળી કોઈ એષણા પજવનારી નહીં હોય તો આ આંખ, આંસુ, જીવ, દિલ, જીભ બધા શું કામ કરશે? શું ઈચ્છા પૂર્ણ થયાની ક્ષણે જ આ બધા નિષ્કિય થઈ જશે ? ઓહ, આવી રીત તો હું કેમની જીવી શકું,જીવીને કરવું છે ય શું ?તારી ઈચ્છા એ તો મારી હયાતીનો સબૂત, સાબિતી છે. એને તો માત્ર ને માત્ર ’ચિરંજીવી’ના આશીર્વાદ જ ખપે.

રણની પ્યાસથી પણ તરસ લાગી હોય ને ભરપૂર પાણી પી મળી જાય ને તૃપ્તિ થઈ જાય પછી અમે તુચ્છ મનુષ્ય પાણીને ભૂલીને પાછા બીજી જંજાળમાં ફસાઈ જીએ છીએ. એક પળ પહેલાં પાણી જ જીવન હોય ને બીજી જ ક્ષણે પાણીનું મહત્વ ખલાસ. તરસનો મહિમા અપરંપાર હોય છે કેમ ? જો તને સદેહે નિહાળી લીધા પછી માંહ્‌લલામાં તરસની ઈચ્છા મૃતઃપાય થઈ જાય તો એ સઘળું ય મારે મન તો મૃગજળ સમાન જ છે. મારે મારી તીવ્ર તરસ નથી છિપાવવી , એને સદા, સદા જીવનપર્યંત જીવંત જ રાખવી છે.

જો તું મારી તરસને અમરત્વનું વરદાન આપી શક્તો હોય તો જ મને સદેહે આવીજે મળજે, દર્શન આપજે. બાકી તારી તરસ વિના તો મારે બધું હરિ હરિ જ છે

બોલીસોફી

સિદ્ધાર્થ છાયા

બજરંગી ભાઈજાન - માનવતા માનવતાને ખેંચે છે

અત્યારે જ્યારે હું આ લખવા બેઠો છું ત્યારે બે મહત્ત્વની ઘટનાઓ બની છે. આજે આપણે જે ફિલ્મની વાત કરવાનાં છીએ તે બજરંગી ભાઈજાન માત્ર ભારતમાંથીજ લગભગ ત્રણસો કરોડ રળવાને આરે આવી ચુકી છે. બીજી મહત્ત્વની ઘટના, ગઈકાલે જમ્મુમાં થયેલા એક આંતકવાદી હુમલા બાદ એક આંતકીને જીવતો પકડવામાં આવ્યો છે અને શરૂઆતની પુછપરછ બાદ તે પાકિસ્તાની હોવાનું માલુમ પડયું છે, એ છે. બજરંગી ભાઈજાન અને આંતકવાદીની ધરપકડ વચ્ચે કોઈ સીધો સંબંધ છે? તો એનો જવાબ હા અને ના બંનેમાં આવી શકે.

ના એટલા માટે કે એક ફિલ્મ છે અને બીજી સાચી ઘટના અને હા એટલે માટે કે બજરંગી ભાઈજાને જે મેસેજ હજી ત્રણ અઠવાડિયા અગાઉ ફેલાવ્યો હતો તેના પર આ આતંકવાદી જીવતા પકડાવવાની ઘટનાએ પાણી ફેરવી દીધું. બજરંગી ભાઈજાન એટલેકે પવને જે મેસેજ આપ્યો હતો કે પાકિસ્તાનના લોકો પણ આપણા જેવાજ છે, એટલેકે ટૂંકમાં કહોને કે સારા છે અને વખત આવે ભારતીયોને પણ મદદ કરી શકે એમ છે એ વાત ગઈકાલે પકડાયેલો આતંકવાદી પાકિસ્તાની નાગરિક હોવાને લીધે સાવ ખોટી લાગી રહી છે. અમુકલોકોએ તો ગઈકાલની ઘટના પછી એમપણ કહી દીધું હશે કે, “ગમેતે કહો, આલોકો કોઈ દિવસ સુધરશે નહીં.”

તો શું ખરેખર આવું છે? શું એવરેજ પાકિસ્તાની કાયમ ભારત વિશે નેગેટીવજ વિચારે છે? જો એવું હોય તો આપણે ક્યારે પાકિસ્તાન વિશે સારૂં વિચાર્યું? એવું વિચારવા માટે પવન જેવું શુદ્ધ મન અને નિર્મળ હ્ય્દય હોવું જોઈએ જે આમતેમ જોયા વગર મુન્નીને કોઈપણ ભોગે પાકિસ્તાન પરત મોકલવા આકાશ પાતાળ એક કરી નાખે છે. જો પવન આવું કરી શકતો હોય તો તેને મદદ કરવા સામેથી આપોઆપ ચાંદ નવાબ જેવો વ્યક્તિ પાકિસ્તાનમાંથી પણ મળી જતો હોય છે. ટૂંકમાં કહીએ તો ઈશ્વર કે અલ્લાહ બધુંજ જોતો હોય છે. જેમ આપણે ત્યાં એક રૂઢીપ્રયોગ છે કે ‘પૈસોજ પૈસાને ખેંચે છે’ એમ બજરંગી ભાઈજાનની ફિલોસોફી છે કે ‘માનવતાજ માનવતાને ખેંચે છે’.

જો એવું ન હોત તો? ચાલો ચાંદ નવાબને આપણે બાજુમાં મુકીએ, કારણકે એનો શરૂઆતનો મકસદતો એક ધમાકેદાર સ્ટોરી મેળવવાનો હતો, પણ પેલા મૌલાના સા’બ નું શું? જેણે પવન ભારતીય હોવાની ખબર પડવા છતાં તેને પોતાની મદરસામાં રાતવાસો કરવા દીધો અને એને અને ચાંદને બુરખો પહેરાવીને પોલીસથી દુર સલામત સ્થળે લઈ ગયા? એ પણ એક એવરેજ પાકિસ્તાનીજ હતા ને? એક એવરેજ પાકિસ્તાની એટલે જનરલ પરવેઝ મુશર્રફ કે પછી હાફીઝ સઈદ નથી, કે નથી પેલી અમન કી આશાનો ઝંડો લઈને બંને દેશોના ‘બૌધિકો’ વચ્ચેની છદ્‌મ કિટી પાર્ટીઓ કરતી સંસ્થાઓ. એવરેજ પાકિસ્તાની એટલે મારા-તમારા જેવો જ એક વ્યક્તિ છે જેને દર મહીને કે દરરોજ બે છેડા ભેગા કરવાની ચિંતા હોય છે. કોઈ સારી ફિલ્મ જોઈને એ પણ ખુશ થાય છે અને પાકિસ્તાન જો ભારતને ક્રિકેટ મેચમાં હરાવી દે તો જાણેકે જન્નત મળ્યાનો અનુભવ કરતો હોય છે.

આ લખનારને તો પાકિસ્તાનકે એની પ્રજાનો ફર્સ્ટ હેંડ અનુભવ નથી પરંતુ અમુક વર્ષો અગાઉ ગુજરાતના એક જાણીતા ક્રિકેટરના ઝ્રછને મળવાનો મોકો મળ્યો હતો. આ મહાશય એ ક્રિકેટર સાથે ૨૦૦૪માં પાકિસ્તાનમાં રમાયેલી સિરીઝમાં છેક પાકિસ્તાન ગયા હતા. પાકિસ્તાનમાં ભારત એ સમયે ક્રિકેટ રમવા લગભગ ઓગણીસ વર્ષે ગયું હતું. આ ઝ્રછ મહાશયના કહેવા અનુસાર લાહોર હોય, કરાંચી હોય કે પછી મુલતાન, એકવાર જો ટેક્સીવાળાને ખબર પડે કે તમે ભારતીય છો અને ક્રિકેટ જોવા આવ્યાં છો એટલે એ તમારી પાસેથી ભાડું લે જ નહીં. એમના માટે ભારતીયોનું પાકિસ્તાનમાં આવવું એ જ મહત્ત્વનું હતું. આ ઉપરાંત એમણે એક પાકિસ્તાની સજ્જનની વાત કરી હતી જે તેમને લાહોર ટેસ્ટ દરમ્યાન રોજ શહેરની જાણીતી જગ્યાએ ડીનર કરાવવા લઈ જતાં અને મહેમાનો હિંદુ હોવાને લીધે દરેક હોટલવાળાને માત્રને માત્ર વેજીટેરીયન ડીશ જ બનાવવાની સુચના પણ કરતા.

એવરેજ પાકિસ્તાની ભારત સામે ક્રિકેટની જીતને ઓવર ધ ટોપ જીને મનાવતો હોય તો એ એના એક લક્ષણથી આખા પાકિસ્તાન દેશનાં લોકો વિશે અભિપ્રાય ન બાંધી શકાય. એના માટે પાકિસ્તાનની આર્થ્િાક અને ખાસકરીને રાજકીય પરિસ્થિતિ વિશે થોડુંક જ્ઞાન હોવું જરૂરી છે. આગળ ચર્ચા કરી તેમ એવરેજ પાકિસ્તાનીને કમાણીની ચિંતા વધુ છે,પછી દેશ પાસે અણુબોમ્બ હોય કે ન હોય તેની તેને કોઈજ તમા નથી. પાકિસ્તાનનું રાજ આડકતરી રીતે લશ્કરના કન્ટ્રોલમાં છે અને ‘ચુની હુઈ સરકાર’ પાસે નહીવત અધિકારો છે. પાકિસ્તાનના લશ્કરનું બગલ બચ્ચું એટલે ૈંજીૈં અને તેમાં જોડાતા કોઈપણ વ્યક્તિને ભારત વિરૂદ્ધ ઝેર પીવડાવ્યા વગર આગળ મોકલતા નથી. આ બંને સંસ્થાઓ ત્યાં વસેલા આતંકવાદીઓની મદદથી યુવાનોને ઈસ્લામની દુહાઈ આપીને ભારત વિરૂદ્ધ લડવા માટે તૈયાર કરતાં હોય છે. પાકિસ્તાનની સાચી માહિતી મેળવવા માટે તમે ગુજરાતી પ્રાઈડ ઈ બુકની એક અનોખી ઈ બુક ‘અમેરિકાનું પાકિસ્તાન’ ડાઉનલોડ કરીને વાંચી શકો છો.

આથી પાકિસ્તાની લશ્કરી અધિકારીઓના પાપની સજા એવરેજ પાકિસ્તાનીને ન આપી શકાય. અહીં તો શાહિદા, એના માતા પિતા, પેલા મૌલાના તેમજ ચાંદ નવાબ જેવા વ્યક્તિઓ પણ રહે છે જે માનવતાનો બદલો માનવતા સાથે આપવા માટે પોતાના દેશની પોલીસ કે લશ્કર સાથે પણ બે-બે હાથ કરવા તૈયાર હોય છે.

૦૬.૦૮.૨૦૧૫, ગુરૂવાર

અમદાવાદ

લઘરી વાતો

વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

શોલે નાં સાંભા નું પાત્રલેખન

દુર સાઉથ ઈન્ડિયા માં એક ગામ હતું. નાળિયેરથી ભરપુર ત્યાં લોકો સાંભર અને ઈડલી ખાતા. સાંભા ના પિતા હંમેશા ઝાડ પર જ બેઠેલા રહેતા અને નાળિયેર તોડતા એનાથીજ એમનું ગુજરાન ચાલતું, સાંભા ની માતા જેવો સાંભર આખા ગામમાં કોઈ બનાવતું નહતું . ત્યા જ અચાનક એક દિવસ સાંભા નો જન્મ થયો. એ જન્મ્યો ત્યારે સાવ પાતળો સાંભાર જેવો હતો એટલે એને લોકો સાંભાર જ કેહતા, હા એ જન્મ વખતે પણ બંધુક હાથમાં લઈને જન્મયો હતો.

સાંભાર નાં પિતા પહેલેથી જ ઉચી જગ્યાએ નોકરી કરવાનો બહુ શોખ એટલે પોતે પણ નાળિયેર નાં ઝાડ જેવી ઉચી જગ્યાએ બેસતા હતા અને આથીજ પોતાનો છોકરો પણ મોટોથઈને કોઈક ઉચ્ચસ્થાન પર બેસે એવી એમની મનોકામના હતી. એમની બીજી એવી પણ મનોકામના હતી કે જેમ નારિયેળ માં મલાઈ હોય એમ છોકરો કોઈ મલાઈદાર લાઈન પકડે જેથી આવક સારી થાય.

સાંભાર મોટો થયો પણ પાતળો જ રહ્યો એટલે લોકો એને સાંભા કેહતા થઈ ગયા. સાંભા નોકરીની શોધમાં હાથમાં બંધુક લઈને નીકળ્યો પણ એને એ.ટી.એમ ની બહાર સિક્યોરીટી તરીકે ની નોકરી મળી. સાંભા ને થયું કે એ આમ કરીને પિતાજીના સપના પુરા નથી કરી રહ્યો. પિતાજી ને તો ઉચાસ્થાન વાળી અને મલાઈવાળી નોકરી કરવાનું કહ્યું છે એટલે એ નોકરી એણે છોડીદીધી અને ત્યારથી પોતાનો ધંધો કરવાનું વિચાર્યું અને ગન થી ફુગ્ગા ફોડવાની લારી નાખી પણ એ કઈ ખાસ ચાલી નહિ.

એક દિવસ સાંભા અંબાજી ગબ્બર પર ગયો હતો ત્યાં એને અચાનક જ ગબ્બર નામનો વ્યક્તિ મળ્યો એણે સાંભા ને બંધુક સાથે જોયો. ગબ્બરે સાંભા ને પે-રોલ પર નોકરીની ઓફર કરી, પણ સાંભા એ પણ સામે પોતાની વાત મૂકી કે નોકરી મારે ઉચ્ચ જગ્યાએ જ જોઈએ. ગબ્બર ની બીજી એક ડીમાન્ડ પણ હતી કે સાંભા ને ગણિત શીખવું પડશે કેમકે એની જોબપોર્ફાઈલમાં એકાઉન્ટ વર્ક પણ થોડું ઘણું આવે છે.

બસ પછી સાંભા ગબ્બર નાં ત્યાં નોકરીએ લાગી ગયો એના હાથમાં ગન અને એને સૌથી ઉચી ટેકરી વાળા પહાડ પર ઉચ્ચ સ્થાને નોકરીએ મુકાયો સાથે ડાકુ નાં ધંધા માં આવક પણ સારી એટલે પિતાજી નું મલાઈ વાળું સપનું પણ પૂરૂં થતું હતું

સાંભા ની ગબ્બર ગેગમાં જોબ પ્રોફાઈલ નીચે મુજબ હતી.

૧.સાંભા એ પહાડ પર ઉચ્ચસ્થાને બેસી રેહવાનું અને હાથમાં ગન પકડી રાખવાની.

૨.સાંભાએ ગન સીધી રાખીને હવામાન ની જાણકારી ગબ્બર ગેગ ને આપતો હોય એવુ પ્રતીત થાય છે.

૩.સાંભા ગબ્બર નો માર્ક્ટીગ એજન્ટ પણ છે એણે પુરી જિંદગી ગબ્બર અને તેના પર રાખેલા ઈનામ ની બીક લોકો મા ઉભી કરી છે ્‌.છ/ ડ્ઢ.છ ઈન્કમટેક્ષ કાપ્યા વગર ગ્રોસ રકમજ લોકોને કેહતો જેથી લોકોમાં મોટી રકમની બીક ઉભી થાય.

૪.સાંભા ગબ્બર ના ઈનામ અંગેનો ટેકનીકલ એનાલીસ્ટ પણ છે ગબ્બર જ્યારે પણ કીતના ઈનામ રખ્ખે હૈ સરકાર હમપે પુછે એટલે તરત ’’ આજનો બંધ ભાવ ચેક કરીને મુવી નો એક માત્ર એનો ડાયલોગ બોલે છે. : ’’૫૦,૦૦૦’’

સુના પુરે પચાસ હજાર , અંકે રૂપિયા પચાસ હજાર પુરા

૫.દરેક રકમ આંકડા અને શબ્દો બે માં લખવી પડે એ કારણે અને સાંભા પાતળો હોવાથી તેનો વોઈસ થોડો તીણો છે તે કારણે સાંભા જે રકમ આંકડા મા બોલે છે તે જ રકમ ગબ્બર શબ્દો માં રીપીટ કરે છે.

આમ સાંભાની જોબ પ્રોફાઈલ અને એના જીવનમાંથી આપણને ઘણું શીખવા મળે છે એક તમે ગમે તેટલા પાતળા હો પણ જીવનની લડાઈ લડવા માટે તમારામાં હિમત હોવી જોઈએ , પપ્પા નું સપનું હંમેશા પૂરૂં કરવા પ્રત્યનો કરવા જોઈએ. જીવનમાં કોઈ પણ રોલ નાનો કે મોટો નથી હોતો ભલે આખા મુવીમાં તમારો એકજ ડાયલોગ હોય ૫૦,૦૦૦ પણ જો તમે જન્મથી જ ઉચ્ચસ્થાનની કામના કરીને કર્મ કરો તો જીવનભર લોકો તમારા કરેલા કર્મો ને યાદ રાખે છે.

બસ હવે જીવનમાં એક જ ઈચ્છા હે પ્રભુ જેવા ‘’સાંભા’’ ને ફળ્યા એવા અમને પણ ફળજો.