અનમોલ રત્ન
ધાર્મિક ભડકોલીયા
પ્રસ્તાવના
આગળ ના બે પુસ્તકો ના સારા રિવ્યૂ મળ્યા અને હવે એથી શ્રેષ્ઠ લખવા ના પ્રયત્ન સહ મારી ચોથી આવૃત્તિ આપની સમક્ષ રજૂ કરૂ છુ.
ઘણી વાર કુદરત આપણને સજા કરે છે. એમનું કારણ આપણે હોઇએ છીએ. એવી જ એક ગુસ્સા મા લીધેલા નિર્ણય અને પછી એનો અફસોસ થાય હા તો એવી જ એક પ્રેરણાત્મક અને રોચક કાલ્પનિક કથા આપની સમક્ષ રજૂ કરૂ છું તો રિવ્યુ આપવા નુ ના ભૂલતા.
અનમોલ રત્ન
સોનાપૂર તો સાચા અર્થ મા સોનાપૂર જ હતુ. ત્યાંની ધરતી સોનુ આપતી હતી. ત્યાંના ખેડુતો પણ ખૂબ પરિશ્રમી અને નિષ્ઠાવાન હતા. પાડાની કાંધ જેવી ફળદ્રુપ જમીન પર પરસેવો પાડી ને એ એટલુ મબલખ અન્ન ઉગાડતા હતાં કે એને વેચવા ની સમસ્યા ઊભી થતી હતી.
બારે મહિના રાજય ના કોઠારો છલકાયેલા રહેતા હતા.
ત્યાંના વેપારીઓ પણ ભારે હિંમતવાન હતાં.
સમુદ્ર નો સિનો ચીરીને દુર દેશવાર મા વેપાર અર્થે જતા ને સોના-ચાંદી થી લદાયેલાં વહાણો ભરી પાછા ફરતા. દરેક કળા મા પારંગત કલાકારો અને દરેક વિદ્યામા વિશારદ વિદ્વાનો સોનાપૂર ના ખૂણે ખૂણે ફેલાયેલા હતા. રાજય મા ભિખારી તો શોધ્યો ય જડતો નહોતો. ચોરી ચકારી ના બનાવ તો એકેય બનતા નહી. લોકો તાળું કોને કહેવાય એ જ જાણતા નહોતા. બહાર જાય તો ઘર ખુલ્લું મુકી ને જતા.
સોનાપૂર ની સૌથી ધ્યાન ખેંચનારી બાબત એ હતી કે કોઈ પણ ચીજ નો અભાવ નહોતો પછી શા માટે કોઇના ઘર મા ડોકિયું કરે? કોઈ ની ઈર્ષા કરે ?
આ નગરી ના રાજા નુ નામ અમરસિંહ સોનાપૂર ના વૈભવ જોઈને પાડોશી રાજાઓ ની આંખો અંજાઈ જતી હતી સોનાપૂર ઉપર આક્રમણ ની વાત તો કોઈ સપના મા પણ વિચારી ન શકે એમ નહોતું;કારણ કે સોનાપૂર ની સેના પણ શક્તિશાળી.
એક દિવસ ક્યાંકથી ફરતો ફરતો અજાણ્યો મુસાફિર સોનાપૂરમા આવી ચડ્યો. રાજા અમરસિંહે તેમને આદર-સત્કાર સહ તેમના મહેલ મા ઉતારો આપ્યો રાજાશાહી આતિથ્ય થી એ એટલો બધો પ્રભાવિત થઈ ને બે મોઢે સોનાપૂર ના વખાણ કરવા લાગ્યો, પણ એક વાત મા એનાથી રહેવાયું નહી એટલે એણે રાજા ને કહ્યુ :‘મહારાજ ! હુ ઘણાં રજવાડા જોઈ વળ્યો પણ તમારા જેવુ શક્તિશાળી અને સંપન્ન રાજ્ય મે ક્યાંય નથી જોયુ પણ એક વાત મને ખૂબ ખટકી રહી છે.’
‘એ વળી કંઈ વાત ?’રાજા અમરસિંહે આશ્ચયથી પુછ્યું
‘મહારાજ આપના ખજાના મા સોનુ છે, ચાંદી છે પણ રત્ન એકેય નથી આ જોઈ મને અત્યંત આશ્રય થાય છે’આમ મુસાફિરે કહ્યુ.
અમરસિંહ ગૂંચવાઈ ગયા એમના મુખ પર વ્યાકુળતા ના ભાવ અંકિત થયા. અજાણ્યો મુસાફર તો તેની વ્યાકુળતા જોઇ જ રહ્યો. પણ એને ખબર પડી નહી કે અમરસિંહે રત્નો જોયા તો શું રત્નોનુ નામ પણ મુસાફિર ના મોંએથી પહેલી વાર સાંભળયુ.
થોડા દિવસ આતિથ્ય માણી મુસાફિર ચાલ્યો ગયો પણ અમરસિંહ ના મન મા રત્નો ની લાલસા જાગી.
અમરસિંહે નગર મા ઢંઢેરો પીટાવી તમામ લાયક યુવાનો ને મહેલ મા બોલાવ્યા.
આખા રાજય યુવાનો માંથી ચાર યુવાનો ને નિયુક્ત કરવામાં આવ્યાં અને એમને જલયાત્રાની તાલીમ આપવા મા આવી.
જ્યારે એ યુવાનો જલયાત્રા મા પ્રવિણ ત્યારે એમને કહ્યુ ‘ તમને ચારેય ને એક એક દિશા મા મોકલવા મા આવશે તમે લોકો ધરતી નો ખૂણો ખૂણો ફેંદી ને જેટલા પણ રત્નો હોઇ તેને કોઈ પણ કિંમતે લઇ આવો.’
બીજા જ દિવસે ચારેય યુવાનો એ સોના-ચાંદી ની પાટોથી એક એક વહાણ અને એની સુરક્ષા માટે ચુનંદા સૈનિકોની ટુકડી આપવા મા આવી.
ચારેય યુવાનો પોતાની યાત્રા મા નીકળી પડ્યા.
આશરે છ મહિના પછી પહેલો યુવાન પરત ફર્યો એ પોતા ની સાથે એક મોટી પેટી લાવ્યો હતો.
રાજા અમરસિંહે એ વજનદાર પેટી નું ઢાંકણું જેવું ખોલ્યું રાજા ને આંખ મીંચી દેવી પડી એમા રત્નો નો ઝળહળાટ સુર્ય ને પણ ક્ષણવાર ઝાંખો પાડી દે.
થોડા દિવસો પછી બીજો અને ત્રીજો યુવાન પણ આવી ગયા પોતાની સાથે નીલમ લાવ્યા હતા. અત્યંત જગારા મારતા નીલમ જોઇ રાજા ખુબ પ્રસન્ન થઈ ગયો.
એ નીલમ પોતાના ખજાના મા સંભાળપૂર્વક મુકયા.
ત્યાં ચોથો યુવાન આવી પોહચ્યો રાજા એ એમનુ વહાણ જોઈ આશ્રય થયુ. એમના વહાણ મા હજારો ગુણો ઠાસી ઠાસી ને ભરી હતી રાજા મનોમન ખુશ થયો અને વિચારવા લાગ્યો.‘વાહ આટલા બધા રત્નો તો દુનિયા ના કોઈપણ રજકોશ પાસે નહી હોય. આ બધી ગુણો મારો ખજાનો છલકાવી દેશે અને હુ જગત મા સમૃદ્ધ રાજા ગણાઈશ.’
રત્નો જોવાની અધીરાઈ એના પગ મા આવી ગઇ.
એ ઉતાવળે પગે ગુણો પાસે આવ્યો અને ગુણ ખોલી અને રત્નો નો મુઠૉ ભર્યો.
પણ અરે ! આ શું ? એના મુઠા મા રત્નો ને સ્થાને ઘઉં ના સોનેરી દાણા આવ્યાં હતાં અમરસિંહ ભોઠપ અનુભવતો રહ્યો.
આ ઘોર અપમાન થી એ રાતો પીળો થઇ ગયો. અને ક્રોધ જ્વાળામુખી બની ને ફાટ્યો ‘અરે મૂરખ, મે તો તને રત્નો લેવા મોકલ્યો હતો આ શુ ઉપાડી લાવ્યો તુ ?’
ચોથો યુવાન વિનમ્ર સ્વરે બોલ્યો ‘રાજન!, હુ પુનાપ્રદેશ મા ફરતો રહ્યો. મે જોયું તો આ રત્નો ની કિંમત સૌથી ઊંચી છે માણસ ને આ રત્નો ની જરુર ખૂબ પડે છે, આ રત્નો સામે જગત ના સર્વ રત્નો તુચ્છ છે.’
યુવાન ની વાત સાંભળી અમરસિંહ ક્રોધ મા પાગલ થઈ ગયા. એમને એ યુવાન ની વાત ધડ-માથા વિનાની લાગી. એ યુવાન ની વાત સમજી શક્યા નહી એટલે એમને લાગ્યુ કે યુવાન તેનુ ઘોર અપમાન કર્યું છે. તેથી તેમણે યુવાન ને જહાજ સહીત રાજય માંથી કાઢી મુક્યો.
***
થોડા વર્ષો પછી સોનાપૂર મા કુદરતની કુટિલ કુદ્રષ્ટિ પડી. ત્યાં વરસાદ પડવા નુ બંધ થઈ ગયુ. ગર્જના કરતા વાદળ ત્યાં છવાય જતા અને વરસ્યા વગર જ ચાલ્યા જતા. જાણે કેવળ ગર્જના કરવાનુ એમનું કાર્ય હોય.
નદીઓ માંથી નીર ઘટવા લાગ્યા તળાવ-જળાશયો સુકાઈ ગયા આમ પૂરા સાત વર્ષ ના વહાણા વીતી ગયા પણ જળ નુ એક બુંદ પણ સોનાપૂર મા ના પડયું
લોકો વરસાદ કોને કહેવાય એ પણ ભૂલી ગયા હતાં
સોનાપૂર મા અતિ ભારે ખળભળાટ મચી ગયો.
ભરેલા રહેતા અન્ન નાં કોઠારો ધીરે ધીરે ખાલી થવા માંડ્યા પશુ મનુષ્ય દિવસે દિવસે મોત ના દાસ બનવા લાગ્યા. બાપ સામે બેટો અને પતી સામે પત્ની તરસ થી તરફડી તરફડી ને પ્રાણ ત્યાગી દેતા હતા. આંખ માંથી આંસુ પણ નીકળતા નહી. ભુખમરા એ સોનાપૂરવાસી ના આંસુ પણ સુકવી નાખ્યા હતા. રાખ જેવા સફેદ ફિક્કા ચહેરા અને લાગણીશૂન્ય આંખો વાળા લોકો જાણે હરતા ફરતા પ્રેત જેવા લાગતા.
આમ દસ વર્ષ વીતી ગયા વરસાદ તો સોનાપૂર નો રસ્તો જ ભૂલી ગયો. સોનાપૂરવાસી ની ધીરજ ખૂટી ગઇ હતી એમને લાગ્યું કે હવે સોનાપૂર મા વરસાદ નહી થાય તરફડી ને મરવા કરતા જન્મભૂમિ છોડવા મા સાર છે. લોકો ધીરે ધીરે બીજા રાજ્યો મા જવા લાગ્યા અમરસિંહ ની આંખો ઉઘડી.
પોતા ના જેવો હયાત રાજા હોય અને પોતાની પ્રિય પ્રજા ની સંભાળ ન રાખી શકે. તો સમાજ મા એમની નામોશી થાય.રાજા એ પોતાના ખજાના ના બદલે અન્ન ખરીદવા નુ નક્કી કર્યું. એમને પોતાનો પ્રિય શાહી ખજાનો કાઢતા એમનુ અંતર અનરાધાર રડી રહ્યુ હતુ. પણ બીજો કોઈ ઉપાય પણ નહોતો પોતાની પ્રજા ને જીવાડવી હોય તો આ ખજાના ને પંપાળવા નો કોઈ અર્થ નથી.
હવે રાજા ને ચોથા યુવાન ની વાત યાદ આવી ઘઉં પાસે જગત ની બધી સંપત્તિ તુચ્છ છે.
આજે રાજા ને સમજાણુ ચોથા યુવાન ની વાત વજનદાર હતી !
રાજા એ ખજાના ની મોહ માયા મુકી ધન થી લદયેલા જહાજો ભરી અમરસિંહ સ્વયં અનાજ ખરીદવા નીકળ્યા. કેટલાય મહિના સફર બાદ એક લીલોછમ ટાપુ નજરે ચડ્યો રાજા એ ખલાસીઓ ને એ તરફ જહાજ હંકારી જવાનો આદેશ આપ્યો.
રાજા એ ટાપુ પર પગ મુક્યો તો એની સુગંધિત વાયુલહેરી થી એમનું મન અતિ પ્રસન્ન થઈ ગયુ. ટાપુ પર નજર ફેરવી તો હરિયાળી અને લીલાછમ ખેતરો અને તેના પર આવેલા મબલક પાક જોય ને એ ખેતરના માલિક વિશે વિચારવા લાગ્યો.
ત્યા એક માણસ રાજા ની સામે આવી ઉભો. રાજા એને ઓળખી ને ચોંકી ઉઠ્યા. એ ચોથો યુવાન હતો જેનો રાજા એ દેશવટો કર્યો હતો. યુવાન પણ રાજા ને ઓળખી ગયો. એમનો નિસ્તેજ ચહેરો જોઇ વિસ્મય થી ખબરઅંતર પૂછ્યા. ત્યારે રાજા એ સોનાપૂર ની સ્થિતી વર્ણવી.
આ સાંભળી ટાપુ ના માલિક એ યુવાન ની આંખો માંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. પોતાના કર્મચારી ને બોલાવી જહાજો મા ઘઉં ભરવાનુ શરુ કર્યું. પચીસ વહાણો ઘઉં અને ખજાનો લઈ સોનાપૂર પરત ફર્યા. સોનાપૂર ની ધરતી પર પગ મૂકતા અમરસિંહ ની આંખો માંથી પચ્યાતાપ ના આંસુ ટપકી રહ્યાં હતા. જાણે પકૃતિ પણ અમરસિંહ ના પચ્યાતાપ ની રાહ જોઈ રહી હતી. જોત જોતા મા આકાશ મા કાળા ડિબાંગ વાદળો છવાય ગયા.
ઠંડી હવા ની લહેર સાથે વરસાદ પડવા લાગ્યો.
સોનાપૂર મા ફરી પેલા જેવી સમૃદ્ધિ છવાય ગઈ.
Thank you