Article 370 books and stories free download online pdf in Gujarati

આર્ટિકલ ૩૭૦

જમ્મુ કાશ્મીર : આર્ટિકલ ૩૭૦

આર્ટિકલ ૩૭૦ વિષે ટૂંકમાં એવું કહી શકાય કે, ‘તે જમ્મુ & કાશ્મીર માટે ખાસ સ્ટેટસ ધરાવતો અધિનિયમ છે.’ અન્ય રાજ્યોને જેનો લાભ નથી મળી શકતો અથવા તો સંવૈધાનિક સ્તરે મળવાપાત્ર નથી તેવો ખાસ હક્ક જમ્મુ & કાશ્મીરને મળે છે. આ અધિનિયમ મુજબ, રાજ્યોના પુનર્ગઠન માટેના આર્ટિકલ ૨૩૮ને જમ્મુ & કાશ્મીર પર લાગુ પડી શકશે નહીં. બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર આ અધિનિયમની વિરુદ્ધમાં હતા. પરંતુ, તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને કાશ્મીરી વડા શેખ અબ્દુલ્લાએ મળીને તેમને બંધારણમાં ઉપર્યુક્ત અધિનિયમને સમાવવા માટે તૈયાર કર્યા હતા.

અધિનિયમના રાજ્યને ફાયદાઓ અને કેન્દ્રને ગેરફાયદાઓ:

  • રક્ષણ, વિદેશી બાબતો અને કૉમ્યુનિકેશન સિવાયના દરેક અધિનિયમો, કે જે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવે છે તેને જમ્મુ & કાશ્મીરની રાજ્ય સરકાર દ્વારા પસાર કરવામાં આવે ત્યારે જ તે અમલીકરણ માટેની સ્વીકૃતિ પામે છે. દા.ત. RTI કેન્દ્ર સરકારે પસાર કર્યો છે પરંતુ જમ્મુ & કાશ્મીર રાજ્ય સરકારે પસાર કર્યો નથી તેથી તે ત્યાં અમલમાં મૂકી શકાતો નથી.
  • આ અંગેના કરાર કે જે, ‘ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન’ના નામે ઓળખાય છે, તેના પર તત્કાલીન મહારાજા હરિસિંહે ભારતીય ગણરાજ્યમાં જમ્મુ & કાશ્મીરને જોડવા અને પાકિસ્તાન સાથે ન જોડાવા અંતર્ગત હસ્તાક્ષર કર્યા હતા. તેને લીધે જમ્મુ & કાશ્મીરના નાગરિકો રાજ્યના બંધારણને અનુસરે છે, તેઓને ભારતના બંધારણ જોડે કોઈ નિસ્બત નથી.

  • ઉપરાંત, ૧૯૫૨ના દિલ્હી એગ્રીમેન્ટ અનુસાર, જમ્મુ & કાશ્મીરનો ધ્વજ પણ અલગ છે. આ ધ્વજની પણ તેટલી જ માન્યતા મળવાપાત્ર રહેશે, જેટલી ભારતીય ધ્વજની છે.
  • મહારાજા હરિસિંહે શેખ અબ્દુલ્લાને નિયુક્ત કર્યા હતા. તેમને જમ્મુ & કાશ્મીરના સદર-એ-રિયાસત (અથવા વડાપ્રધાન) તરીકે ઓળખાતા હતાં. તેમની અને ઇન્દિરા ગાંધી વચ્ચે આ અંગે ફરીથી બેઠક થઈ અને, નક્કી થયું કે જમ્મુ & કાશ્મીર તેનો પોતાનો ધ્વજ રાખી શકશે.

  • આર્ટિકલ ૩૫૨ હેઠળ, કટોકટી લાદી શકાશે નહીં.
  • શું ખાસ વાત છે, આર્ટિકલ ૩૭૦ની?

  • જમ્મુ & કાશ્મીરનો નાગરિક ડ્યુઅલ નાગરિકત્વ ધરાવશે.
  • જમ્મુ & કાશ્મીરનો ધ્વજ અલગ રહેશે.
  • લેજિસ્લેટિવ એસેમ્બલીનો કાર્યકાળ છ વર્ષનો હોય છે જ્યારે અન્ય રાજ્યોમાં પાંચ વર્ષનો હોય છે.
  • જમ્મુ & કાશ્મીર માટે સુપ્રિમ કૉર્ટનો ચુકાદો માન્ય રહેતો નથી.
  • પાર્લામેન્ટના દરેક નિયમોને મર્યાદા સાથે અમલમાં મૂકવામાં આવે છે.
  • જમ્મુ & કાશ્મીરની મહિલા જો અન્ય રાજ્યના પુરુષ સાથે પરણે તો તે જ વખતે તેની જમ્મુ & કાશ્મીરની નાગરિકતા પૂરી કરી દેવામાં આવે છે. પરંતુ જો તે કોઈ પાકિસ્તાની પુરુષને પરણે તો તેની નાગરિકતાને કોઈ જ અસર થતી નથી.
  • RTI, CAG, CBI, RTE અને ભારતીય નિયમો અમલમાં મૂકવામાં આવતા નથી.
  • કાશ્મીરી લઘુમતી વર્ગને (હિંદુ-શીખ) પંચાયતમાં ૧૬% અનામત મળતું નથી.
  • બહારનો કોઈ વ્યક્તિ કાશ્મીરમાં જમીન ખરીદી શકતી નથી.
  • ભારતીય પાર્લામેન્ટનો જમ્મુ & કાશ્મીર પાર્લામેન્ટ પર નિયંત્રણ નથી.
  • શા માટે કલમ ઉમેરવાની ફરજ પડી?

    સ્વતંત્રતા પછી, જમ્મુ & કાશ્મીર ‘પ્રિન્સલિ સ્ટેટ’ (રજવાડું) હતું. ત્યાંના મહારાજા ભારતમાં તેમના વિલીનીકરણ માટે તૈયાર નહોતા. તેને માટે શર્ત રાખવામાં આવી કે, જમ્મુ & કાશ્મીર પાસે અમુક ખાસ વિશેષાધિકારો હશે. તેને લઈને આ અધિનિયમ દાખલ કરવાની ફરજ પડી. ઉપરાંત, મહારાજા હરિસિંહે નિયુક્ત કરેલ શેખ અબ્દુલ્લાએ આર્ગ્યુમેન્ટ કરી કે, આર્ટિકલ ૩૭૦ને અસ્થાયી સ્વરૂપે લાગુ કરવામાં આવશે નહીં. તેઓ ‘આયર્ન ક્લેડ ઓટોનોમી’ એટલે કે, એક નિશ્ચિત મજબૂત વિશેષાધિકારની માંગણીને કાયમી સ્વરૂપે બંધારણમાં દાખલ કરવા માંગતા હતા. પરંતુ, તેના માટે સરકાર તૈયાર થઈ નહોતી. ત્યારે એવું સ્વીકારાયું કે, આ કલમને આગળ જતાં બદલાવી શકાય છે અથવા તેમાં ફેરફારો કરી શકાય છે. આ કલમ સાથે સંકળાયેલ કલમ ૩૫(અ) વિશેષાધિકાર જાણવો પણ ખૂબ અગત્યનો છે.

    ભારતીય સંવિધાનમાં કલમ ૩૫() શું છે?

  • ભારતીય બંધારણ અનુસાર, કલમ ૩૫(અ) જમ્મુ કશ્મીર રાજ્યની વિધાનસભાને રાજ્યના ‘કાયમી નિવાસીઓ’ નક્કી કરવાનો તેમને વિશેષાધિકારો આપવા અંગેનો નિર્ણય કરવા માટે ખાસ અધિકાર આપે છે.
  • કલમ ૩૫() કઇ રીતે અને કોના દ્વારા અમલમાં મૂકવામાં આવી?

  • આ કલમ ૧૪ મે, ૧૯૫૪માં પ્રેસિડેન્શિયલ ઓર્ડર દ્વારા અમલમાં આવી હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે એક આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા સંચાલિત સરકારની સલાહ હેઠળ મુકરર કરાયો આવ્યો હતો. આ વિશેષાધિકાર કલમ – ૩૭૦ હેઠળ આપવામાં આવ્યો છે.
  • આ આદેશ, ‘ધ કૉન્સ્ટિટ્યૂશન (એપ્લિકેશન ટુ જમ્મુ એન્ડ કશ્મીર) ઓર્ડર, ૧૯૫૪’ નામે જાહેર થયો હતો. જેને તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિના આદેશથી બંધારણમાં જોડી દેવામાં આવ્યો હતો.
  • ૧૯૫૨ દિલ્હી એગ્રીમેન્ટ’ બાદ ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને તત્કાલીન જમ્મુ કાશ્મીર રાજ્યના વડાપ્રધાન શેખ અબ્દુલ્લા વચ્ચે ‘રાજ્યના વિષયો’ અંતર્ગત ચર્ચા થઇ હતી, જેમાં ભારતીય નાગરિકત્વના વિસ્તરણ માટેનો મુદ્દો સાથે સંકળાયેલ હતો.
  • વર્ષ ૧૯૫૬માં જમ્મુ કશ્મીરનું બંધારણ ઘડાયું, જેમાં ‘કાયમી નાગરિકતા’ને વ્યાખ્યાયિત કરવામાં આવી.
  • જમ્મુ કાશ્મીરની બંધારણ મુજબ ‘કાયમી નાગરિક’ તેને ગણવામાં આવે છે, જે ૧૪ મે, ૧૯૫૪માં રાજ્યના નાગરિક હતાં અથવા તેના પહેલાંના ૧૦ વર્ષથી રાજ્યમાં રહીને ત્યાં મિલકત મેળવી હોય.
  • કલમ ૩૫()માં લખાયેલ શબ્દો:

  • કાયમી રહેવાસીઓ અને તેના અધિકારોને લગતા કાયદાઓની બચત – આ બંધારણમાં સમાવિષ્ટ હોવા છતાં, જમ્મુ કાશ્મીર રાજ્ય દ્વારા કોઈ પ્રવર્તમાન કાયદો અમલમાં મૂકાયો નથી અને ત્યારબાદ વિધાનસભા દ્વારા કોઈ કાયદો વિધાનસભા રાજ્યની દ્વારા ઘડવામાં આવ્યો નથી.
  • વ્યક્તિને તેના વર્ગ મુજબ વ્યાખ્યાયિત કરવી કે તે વ્યક્તિ કોણ છે / કોણ હશે જે જમ્મુ કાશ્મીર રાજ્યનો ‘કાયમી નાગરિક’ બની શકશે અથવા,
  • અન્ય ખાસ હકો ને વિશેષાધિકારો ધરાવતાં કેટલાંક કાયમી નાગરિકોને આધારે અન્ય સામાન્ય નાગરિકો પર લાદવામાં આવતાં પ્રતિબંધો જેવા કે,
  • રાજ્ય સરકાર હેઠળ રોજગાર
  • રાજ્યમાં સ્થાવર મિલકતોનું સંપાદન
  • રાજ્યમાં સ્થિરતા અથવા
  • શિષ્યવૃત્તિ મેળવવાનો અધિકાર અથવા રાજ્ય સરકારના અન્ય લાભોને અસંગત ગણીને દૂર કરવામાં આવે છે અથવા ભારતના અન્ય નાગરિકોને અન્ય અધિકારો પ્રદાન કરવામાં આવે ત્યારે આ કાયદાનો દરેક ભાગ અવિભાજ્ય રહેશે.”
  • કેમ ચર્ચિત છે મુદ્દો?

  • આ મુદ્દો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે સુપ્રિમ કોર્ટે ચૂકાદા માટે ત્રણ ન્યાયાધીશોની એક પેનલ રચી. પ્રેસિડેન્શિયલ ઓર્ડર દ્વારા અમલમાં લાવવામાં આવેલ આ કાયદો ૪૦થી વધુ વખત સંશોધન તબક્કે રજૂ થઇ ચૂક્યો છે.
  • વર્ષ ૨૦૧૪માં એક NGO દ્વારા કલમને હટાવવાની માંગ સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ NGOનું નામ ‘We the Citizen’ છે.
  • શા માટે કલમ ૩૭૦ દૂર કરવી જોઈએ?

  • પાકિસ્તાન તેના કાશ્મીર પરના દાવાને સતત સળગતો રાખે છે. પરિણામે ત્યાં આતંકવાદી પ્રવૃત્તિઓ નિર્માણ પામે છે. જેને લીધે ત્યાં કોઈપણ વ્યક્તિ જમ્મુ & કાશ્મીરમાં રોજગાર પેદા કરવા માટે વ્યાપાર કે પ્રવાસન કરવા ઈચ્છતો નથી.
  • રાજ્ય સિવાયના બહારના વ્યક્તિ માટે જમીન ખરીદ નિષેધ, વ્યાપાર માટે મુશ્કેલીભર્યું લાયસન્સ અને અન્ય અડચણોને લીધે કોઈ વ્યાપારી ત્યાં પોતાનો વ્યાપાર કરી શકતો નથી. જેથી તે હંમેશા ભારતનો એક ભાગ હોવવા છતાં એક અલગ રાજ્ય હોવાની લાગણી પ્રદર્શિત થતી રહે છે.
  • રાજ્યમાં એકપણ ખાનગી હોસ્પિટલ નથી અને સગવડતાભરી તબીબી સવલતો ઉપલબ્ધ નથી.
  • ઈન્ટરનેટ, વીજળી અને પાણીની ૨૪*૭ ઉપલબ્ધતા નથી.
  • રાજ્ય સંચાલિત સરકારને લીધે વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક વાતાવરણ રચાતું નથી, જેથી વિદ્યાર્થીઓ નબળાં રહે છે. તેમજ જમ્મુ & કાશ્મીરના વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકતા નથી.
  • કોઈપણ ઔદ્યોગિક ક્ષેત્ર ઉપલબ્ધ નથી.
  • કાશ્મીર સાથેની સ્પર્ધામાં જમ્મુને ગણકારવામાં આવતું નથી, કારણ કે કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય છે.
  • ખાસ વિશેષાધિકારો અને નિયમોને લીધે રાજ્યમાં અન્ય રાજ્યો કરતા અનેકગણું ભ્રષ્ટાચારનું પ્રમાણ છે.
  • ખાસ વાત એ છે કે, માત્ર મુસ્લિમ વ્યક્તિ જ જમ્મુ & કાશ્મીરનો મુખ્યમંત્રી બની શકે, કોઈ હિંદુ આ પદમાટે દાવેદારી નોંધાવી શકે નહીં.
  • ઓછો રોજગાર અને બેરોજગારી એ આ કલમને લીધે યુવાનોને પહોંચતો સૌથી મોટો ગેરફાયદો છે.
  • આ કેટલાંક મહત્વના મુદ્દાઓ છે, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય, એમ બંને સરકારો માટે લાભદાયી નીવડે તે હેતુસર કલમ ૩૭૦ને બંધારણમાંથી દૂર કરીને તેને વિશેષ માન્યતા આપતા અધિકારને રદ કરવો જોઈએ. ખરેખર, આ વિશેષાધિકાર રદ કરવાથી ભવિષ્યના યુવાધન, મહિલાઓ અને ત્યાંના નાગરિકોને પણ કેન્દ્ર સરકારના લાભો મળી રહેશે.

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED