Software Engineer ni safar - 2 books and stories free download online pdf in Gujarati

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 2

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર

ભાગ - ૨

શાહિદ એ વાત પુરી કરી ને ફોન મુક્યો. શાહિદ ને હવે એક ખુશી હતી કે આ કંપની માંથી હવે બીજે જવા મળશે અને એની Linkedin માં બનેલી પ્રોફેશનલ ફ્રેન્ડ ને રૂબરૂ જોવા પણ મળશે.

લંચ બ્રેક હવે પૂરો થઇ ગયો હતો. શાહિદ ફરીવાર પોતાના કમ્પ્યુટર પર ગોઠવાઈ ગયો. Java માં કોડ કરતા કરતા એના મગજ માં તો હવે આગળ શું થશે? હું સિલેક્ટ થઇશ કે નઈ? સોની ને પહેલીવાર જોઇશ એ કેવી દેખાતી હશે ને ઘણું બધું. શાહિદ એ ઇન્ટેરિયું માટે રજા મૂકી દીધી. IT કંપની માં રજા મુકવી ઘણું કઠિન કામ હોય છે. જેમ કે પ્રોજેક્ટ મેનેજર, ટીમ લીડર, ને સાથે કામ કરનારા દરેક પૂછે કેમ લિવ લીધી? કોઈને એમ તો કહી જ ના સકાય કે ઇન્ટેરિયું આપવા જવાનું છે. એટલે કોઈ પ્રસંગ કે પછી જબરજસ્તી નું બીમાર પડી જવું કે પછી કોઈ ને ખોટે ખોટા હોસ્પિટલ માં એડમિટ કરી દેવા. મોટે ભાગે તો આજ રીતે રજા મળતી હોય છે.

શાહિદ ની રજા સાંજે ત્યાં આવેલી નવી HR એ પાસ કરી. શાહિદ હવે 2 દિવસ પછી પોતાના આવનારા ઇન્ટેરિયું ની ખુશી માં જ સાંજે રૂમ એ પહોંચ્યો. રોજ ની જેમ મિત્રો સાથે જમી ને આવ્યો ને પછી મોબાઇલ માં Linkedin ખોલ્યું. સોની ને LinkedIn ખોલતા ની સાથે જ મેસેજ કર્યો.

"થેન્ક્સ ફોર શેરિંગ માય resume.."

સોની પણ પોતાની કંપની માંથી સાંજે પરત ફરી રહી હતી. 916 નંબર ની એ.એમ.ટી.એસ. બસ માં એ પણ કંપની થી ઘરે જઈ રહી હતી. બસ માં નવા રોમેન્ટિક સોંગ્સ વાગી રહ્યા હતા. સોની એ સાંભળવાની જગ્યા એ પોતાના મોબાઇલ માં જ પોતાની પસંદગી નું પ્લેલિસ્ટ ઈઅરફોન લગાવી ને સાંભળી રહી હતી. વિન્ડો સીટ પર બેસીલી સોની બારી માંથી અમદાવાદ ના રસ્તા પર સંધ્યા ટાણે નું વાતાવરણ નિહાળી રહી હતી. અચાનક એના મોબાઇલ સ્ક્રીન પર લાઈટ થઇ. એનું ધ્યાન મોબાઇલ પર પડ્યું. ત્યાં એક LinkedIn નોટિફિકેશન હતું. Linkedin ખોલતા જ શાહિદ નો મેસેજ જોયો. ને એને જવાબ આપ્યો.

"યોર વેલકમ શાહિદ.."

હવે બંને ઓનલાઇન હતા એટલે ફરીવાર વાતો નો દોર સરું થયો.

"સોની જી, આજે મને તમારા HR ટીમ માંથી, કોહલી નો કોલ આવ્યો તો. હું 2 દિવસ પછી ઇન્ટેરિયું આપવા આવાનો છું."

"ઓહહ, નાઇસ .. ઓલ ધી બેસ્ટ.."

"થેંક્યું સોની જી.."

"હું તમને એક વાત પૂછું? " સોની એ પ્રશ્ન કર્યો..

"હા પૂછો ને.."

"Java માં સ્કોપ કેવો છે?"

"સોની જી, આ ન્યુ ટેક્નોલોજી છે. કેમ કે આ Java નું નવું જ ફ્રેમવર્ક છે. એટલે સારું ભવિષ્ય છે."

"હમમ, થેંક્સ ફોર ઇન્ફોર્મેશન.."

"અરે આપણે એક જ ટેકનોલોજી માં છીયે તો એક બીજા ને જણાવતા રહીશું સારું શું છે .."

"હા ઓકે" સોની એ ટૂંક માં જ જવાબ આપ્યો.

"તમે શું વિચારો છો આ બાબતે?" શાહિદ એ સોની નો અભિપ્રાય જાણવા પ્રશ્ન કર્યો..

"હું તો એક સ્પ્રિંગ ફ્રેમવર્ક માં ઇન્ટેરિયું આપી આવી, પણ હાલ તો ટેકનોલોજી બદલવાનો વિચાર નથી.."

"ઓકે સોની જી.., તમને વાંધો ના હોય તો આપણે સોશિયલ મીડિયા પર વાત કરીએ?"

"હા સારું.."

"તમારો વોટ્સઅપ નંબર?"

"95.... " સોની એ પોતાનો નંબર આપ્યો..

"મેં થોડી જ વાર પેહલા તમને Hi.. લખીને વોટ્સઅપ પર મેસેજ કર્યો.." શાહિદ એ સોની ને જણાવ્યું..

હવે આ LinkedIn પરથી બંને પોતાના પર્સનલ સોશિયલ મીડિયા પર કોન્ટેક્ટ માં આવી ગયા. આમ જ 2 દિવસ વીતી ગયા. આજે 22 નવેમ્બર હતી. શાહિદ ને તો ઇન્ટેરિયું ના ટેન્શન માં નીંદર પણ નહોતી આવી. સવારે 5 વાગે જ શાહિદ રેડ્ડી થવા બાથરૂમ માં ગયો. જલ્દી રેડ્ડી થઇ "યાસીન સરીફ" નો પાઠ કરી ને પોતાનું લેપટોપ ઓન કર્યું. હવે એ ઇન્ટેરિયું માં પુછાય એવા પ્રશ્નો અને એના જવાબો ગૂગલ માં શોધી રહ્યો હતો. લગભગ 15-20 મિનિટ ના આવા પ્રયાશો બાદ એને કંટાળી ને લેપટોપ બંધ કર્યું. શાહિદ ની એક આદત હતી એ લાસ્ટ મુમેન્ટ પર કઈ ના કરતો માઈન્ડ ને રિલેક્સ કરતો. કેમ કે લાસ્ટ મુમેન્ટ માં કઈ તૈયારી થાય નહિ ઉલ્ટાનું ટેન્શન વધે. હવે એ ફોન માં પોતાનું પ્લેલિસ્ટ લગાવી ને સોન્ગ સાંભળવા લાગ્યો..

ગુન્ડે, ધૂમ - 3, રામ લીલા જેવા movies ના બેક ટુ બેક સોંગ્સ સાંભળી ને પોતાનું ટેન્શન દૂર કરી રહ્યો હતો. શાહિદ આજે હળવા લીલા રંગ ના શર્ટ, બ્લેક જિન્સ અને રેડ ચીફ ના શૂઝ સાથે પ્રોફેશનલ વે માં ઇનશર્ટ કરી ને તૈયાર હતો. આજે સમય રોકાઈ ગયો હોય એમ અનુભવતું હતું. એ વારંવાર ઘડિયાળ માં જોઈ રહ્યો હતો. લગભગ 7:45 એ એના મોબાઈલ માં એક મેસેજ આવ્યો..

"ઓલ ધી બેસ્ટ ફોર ઇન્ટેરિયું.."

આ મેસેજ સોની નો હતો. શાહિદ પણ એક smiley સાથે થેન્કસ કહી ને મેસેજ નો જવાબ આપ્યો. ને પછી પોતાના બેડ પર બેઠો. સત્યમ નીંદર માંથી જાગી ને આંખો જ ચોળી રહ્યો હતો ત્યાં શાહિદ બોલ્યો..

"સત્યમ આજે હું તારું એક્ટિવા લઇ જઇશ, મારે સાયબેઝ માં ઇન્ટેરિયું માટે જવાનું છે.."

"હા, લઈ જજે આજે હું બસ માં જતો રે.. ક્લાસે.."

"ઓકે ભાઈ, થેંક્યું.."

રોજ ની જેમ આજે પણ બધા નાસ્તો કરવા બેઠા ને વાતો નો દોર શરુ થયો..

"ક્યાં ભાઈ આજ ભાભી કો ઘુમાને લે જા રહા હે ક્યાં.. સૂબા સૂબા ઇતના તૈયાર હોકે??" અજય એ શાહિદ ને પૂછ્યું..

"અરે નઈ ભાઈ આજ ઇન્ટેરિયું હે.. સાયબેઝ મેં.."

"ઓકે તો એસે બોલના ... ચલ ઓલ ધી બેસ્ટ.."

એમ જ વાતો ચાલુ રહી ને નાસ્તો કરી ને ફરી બધા પોતાના કામે લાગ્યા, હવે 9:30 થઇ ગયા હતા. શાહિદ સત્યમ પાસે થી એક્ટિવા ની ચાવી લઇ ને નીચે પહોંચ્યો, ત્યાં એ PG ના માલિક દિનેશ ભાઈ હિંચકા પર બેઠા હતા. શાહિદ ને જોતા જ બોલ્યા..

"ક્યાં ખાન સાબ આજ સૂબા સૂબા કહા કો ચલે? .."

"અરે દિનેશ ભાઈ તમે.., ગુડ મોર્નિંગ, બસ જોવો ને આજે એક ઇન્ટેરિયું છે. જોબ ચેન્જ કરવાની છે ને એટલે.."

"ઓકે ઓકે બેટા જઇ આવ... તું ઇન્ટેરિયું માં પાસ થાય એવી શુબેચ્છાઓ.."

"થેંક્સ દિનેશ ભાઈ.." શાહિદ એ જવાબ આપ્યો. હવે એ એક્ટિવા લઇ ને સાયબેઝ એ જવા નીકળી ગયો. સાયબેઝ ના કેમ્પસ એ પહોંચી એને કોહલી ને કોલ કર્યો, કોહલી એ એને આવકાર આપ્યો ને HR વેઇટિંગ ઝોન માં થોડીવાર રાહ જોવા માટે કહ્યું. થોડા સમય પછી કોહલી એ એનું જનરલ ઇન્ટેરિયું લીધું. ને ફરીવાર વેઇટિંગ માં બેસવાનું કહ્યું. એ પછી Java નો ટીમ લીડર ઇન્ટેરિયું માટે આવ્યો. શાહિદ એ એને ધ્યાન થી જોયો. લાંબો, ઊંચો, ખડતલ શરીર નો બાંધો ધરાવતો ને ચેહરા પરથી થોડો ખડુશ લાગી રહ્યો હતો. શાહિદ એને જોઈ ને થોડો ગભરાયો. કોહલી એ ટેક્નિકલ રાઉન્ડ માટે કેબીન માં બોલાવ્યો. ત્યાં એ ટીમ લીડર પહેલે થી જ બેઠો હતો.

"મેં આઈ કમ ઈન સર?" શાહિદ એ પરવાનગી માંગી..

"યસ કમ ઈન.." થોડા ભારે અવાજ માં ટીમ લીડર બોલ્યો.

"બેસિકલી, માય સેલ્ફ દિનેશ ચંડીમલ, આઈ એમ ટીમ લીડર ઈન Java. લેટ્સ વી સ્ટાર્ટ ઇન્ટેરિયું.."

"ઓકે સર..."

"ટેલ મી એબાઉટ યોર સેલ્ફ..?"

"આઈ એમ શાહિદ, લિવિંગ ઈન અમદાવાદ, ..... "

આમ કરતા કરતા બંને વચ્ચે ઘણો વાર્તાલેપ થયો. શાહિદ અંદર થી ઘબરાયેલો હતો. ટેક્નિકલ ની સાથે સાથે બીજા બે પ્રેસર માં શાહિદ ઇન્ટેરિયું આપી રહ્યો હતો. એક તો એને સોની ની કંપની માં જોડાવું તું ને બીજું આ ખડુશ કઈ બાકી મૂકે એમ લાગતો ન હતો. અંતે આ વાર્તાલાપ પત્યો ને દિનેશ ચંડીમલ એ શાહિદ ને પ્રકટિકલ રાઉન્ડ માટે ત્યાં જ રાહ જોવા કહ્યું. થોડી વાર પછી કોહલી એ એને કહ્યું કે તમારું ટાસ્ક રેડ્ડી છે તો ઉપર ના માળે જતા રહો. શાહિદ HR ડીપાર્ટમેન્ટ માંથી નીકળી ને Java ના ડેવલપમેન્ટ એરિયા તરફ જઈ રહ્યો હતો. શરીર કંપી રહ્યું હતું. એને Java ડિપાર્ટમેન્ટ નો દરવાજો ખોલતાજ પેહલી નજર ત્યાં કામ કરી રહેલા લોકો પર પડી. દરવાજા થી લગભગ 5 ફુટ ની દુરી પર એક છોકરી બેસેલી હતી. ફર્નિચર ના કારણે બરાબર મોઢું દેખાતું ન હતું. શાહિદ દરવાજા થી ચાલતો ચાલતો અંદર ગયો. હવે તેને આ છોકરી દેખાઈ. નાજુક નમણું મોઢું. શરીર ખુબ જ નાજુક. લાઈટ ગ્રીન કલર ની કુર્તી. ઘઉંવર્ણી ચામડી ને ચેહરા પર હળવું ટેન્શન દેખાઈ રહ્યું હતું. એ છોકરી સોની હતી. પોતાના કામ માં વ્યસ્ત સોની કમ્પ્યુટર માં પોતાનું કામ કરી રહી હતી. દરવાજો ખુલતાજ એની ત્રાંસી નજર થી કોણ આવ્યું છે એ જોવાની કોસિસ કરી. પણ શાહિદ અને સોની ની નજર ન મળી. શાહિદ સોની ની ડેસ્ક પાસે થી પસાર થયો. જાણે બંનેના મન ખુબ જોર થી ધડકી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. શાહિદ પોતાને બતાવેલી જગ્યા એ જઈને બેઠો. દિનેશ ચંડીમલ એ તેને ટાસ્ક સમજાવ્યું ને થઇ જાય તો બીજા એક સિનિઅર ડેવલપર ને બતાવી દેવા કહ્યું. ટાસ્ક ખુબ જ સરળ હતું. શાહિદ આ જોઈ ને ખુશ થઇ ગયો. એને 10 જ મિનિટ માં એ પ્રકટિકલ કરી દીધું. હવે એ ટાસ્ક બતાવા સિનિઅર ને બોલવા જ જતો તો કે દિનેશ ચંડીમલ આવ્યો. શાહિદ એ એને ટાસ્ક બતાવ્યું. દિનેશ ચંડીમલ એ ઓકે કરી ને એને આગળ ના રાઉન્ડ માટે બીજા વિભાગ માં જવા કહ્યું. શાહિદ ફરીવાર સોની ની પાસે થી પસાર થઇ રહ્યો હતો. મન તો કરતુ તું કે એની પાસે બેસી બે ઘડી વાતો કરી લે. એને એકવાર મન ભરીને જોઈ લે. એનો મધુર અવાજ સાંભળી લે. પણ પ્રોફેશનલ માં એ થોડું અતળું પડે. શાહિદ પોતાના મન ની ઈચ્છાઓ ને મારી ને ત્યાંથી ઝડપ થી બીજા વિભાગ માં પહોંચ્યો. ત્યાં લાલ ટી-શર્ટ અને બ્લુ જીન્સ માં એક સુંદર છોકરી જે ત્યાંની HR હતી એ રાહ જોઈ રહી હતી. શાહિદ ને જોતા જ એને પ્રેક્ટિકલ વિષે પૂછ્યું. શાહિદ એ જણાવ્યું કે એ પૂરું થયું ને મને દિનેશ ચંડીમલ સર એ અહીં મોકલ્યો. એને મને એક કોનફોરન્સ હોલ માં બેસાડ્યો. ને અમારું ફાઇનલ રાઉન્ડ શરુ થયો. એને અજુકતા સવાલો કર્યા ને શાહિદ પણ જે મન માં આવે એમ જ જવાબો આપતો ગયો. શાહિદ એની એક એક વસ્તુ નોટિસ કરી રહ્યો હતો. એના ચહેરા નું સ્મિત ખુબ જ સુંદર હતું. એના કોમળ ગાલ માં ખાડા પડી રહ્યા હતા. એકદમ ફ્લુએન્ટ અંગ્રેજી માં એ સંવાદો કરી રહી હતી. અંતમાં સેલેરી ડિસકસ કરી. ને શાહિદ એ એનું નામ પૂછી જ લીધું. એને એનું નામ કામિની જણાવ્યું. એને કામિની ને બાય કહી ને ત્યાં થી વિદાય લીધી. નીચે એક્ટિવા પાસે પહોંચી ને એને સોની ને વોટ્સઅપ કર્યો. કે મારુ ઇન્ટેરિયું પતિ ગયું ને હવે હું જાઉં છું. લગભગ સાંજના 5 વાગી ગયા હતા. શાહિદ ત્યાં થી એક્ટિવા લઈને રૂમ એ પહોંચ્યો. આજે સોની ને જોવાની ખુશી, ઇન્ટેરિયું સારું જવાની ખુશી શાહિદ ના ચેહરા પર સાફ વર્તાઈ રહી હતી. એ રૂમ એ ફ્રેશ થયો ને ત્યાંથી કાંકરિયા ફરવા જવા નીકળી ગયો. લગભગ સાંજ ના 7:30 એ કામિની નો કોલ આવ્યો કે તમે સાયબેઝ માં સેલેક્ટ થઇ ગયા છો. શાહિદ જ્યાં ઉભો હતો ત્યાં જ કૂદકો મારી ને પોતાની જાત ને ચિઅર્સ કર્યું. પછી બધા ફોર્મલ પ્રોસેસ ની વાત કરી ને ફોન રાખ્યો. ફોન મુક્તા ની સાથે જ એને આ પેહલી ન્યૂઝ સોની ને આપવાનું વિચાર્યું ને વોટ્સઅપ કરી દીધો. સોની એ પણ એને અભિનંદન પાઠવ્યા. હવે સમય હતો જૂની કંપની ને અલવિદા કઈ ને સોની સાથે નવી કંપની માં જોડાવાનો.

શાહિદ ના મનમાં ખુશીના મોજાઓ ઉમળી રહ્યા હતા. Linkedin બનેલી એક મિત્ર સાથે હવે રોજ કામ કરવા મળશે. ઓફિસ માં 8 કલાક પસાર કરવા મળશે, રોજ સોની ને જોવા મળશે. નવી કંપની માં પ્રોજેક્ટ સારા મળશે. આવા તો અનેક વિચારો સાથે એ કાંકરિયા ના તળાવ ની પાસે બેસી ને એ આવનારા સુખના દિવસો ને કલ્પી રહ્યો હતો..

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED