સોફ્ટવેર એન્જિનિઅર ની સફર
(ભાગ-૫)
શાહિદ એ દિવસ સુઈ ન સક્યો. રડતા રડતા એની આંખો લાલ થઇ ગઈ. અનેક વિચારો કરતા કરતા એ સમય પસાર કરી રહ્યો હતો. એને પોતાનો મોબાઇલ હાથ માં લઇ ને મન ને બીજા વિચારો માં પરોવવાની કોશિસ કરી.
અચાનક એને ફેસબુક પર એક મેસેજ રિકવેસટ દેખાઈ. એ વ્યક્તિ એના ફ્રેન્ડ લિસ્ટ માં ન હતી અને શાહિદ એને ઓળખતો પણ ન હતો તો એનો મેસેજ કેમ આવ્યો હશે? એવા જ સવાલો સાથે એને મેસેજ બોક્સ ઓપન કર્યું. માલવ પટેલ ના નામ થી એ મેસેજ હતો.
"તને જે પણ પ્રશ્ન હોય એ મને પૂછી લેજે. હવે સોની સાથે વાત કરતો નહિ. "
આ મેસેજ એ જાણે શાહિદ ના મનમાં ઉત્પથલ મચાવી દીધી. હજી સોની એ આવું કેમ કર્યું એતો સમજાણું નઈ અને આ નવી દુવિધા. કોણ હશે આ માલવ અને એને કેમ ખબર કે સોની એ આજે મને જવાબ નઈ આપ્યો ? શું એ સોની નો ભાઈ હશે? શું એ સોની સાથે કોઈ રિલેશનશિપ માં હશે? પણ એવું હોત તો સોની મને જણાવી દેત? આવા અઢળક સવાલો એ શાહિદ ને વધુ ચિંતા માં મૂકી દીધો. શાહિદ પોતાના માથાના વાળ પકડી ને આજ વિચારી રહ્યો કે આ શું થઇ રહ્યું છે. સોની પણ સુઈ ગઈ હશે અને એને તો હવે મેસેજ કે વાત કરવાની પણ ના પાડી છે તો હવે એને શું થયું અને આ માલવ છે કોણ એનું કરવું શું? આમ જ વિચારતા વિચારતા સવાર પડી. બીજો દિવસ રવિવાર હતો એટલે આજે ઓફીસ ન જવાનું હોવાથી શાહિદ ને આરામ કરવાનો મોકો મળ્યો. પણ આખરે એનું મન કે મગજ સ્થિર થવાનું નામ નહોતા લેતા અનેક વિચારો સાથે આજ રીતે દિવસ પસાર થયો.
સોમવાર ની સવાર થતા શાહિદ રાબેતા મુજબ તૈયાર થયો ને બસ માટે નીકળવા નું કરતો તો પણ એને સોની ના શબ્દો યાદ આવ્યા કે "તું મારી સાથે ના આવતો." શાહિદ ત્યાં જ થોભી ગયો , એના ચહેરા પર ઉદાસી ફરીવળી. થોડો સમય પોતાના જ બેડ પર બેસી એને વ્યતીત કર્યો. મોબાઇલ માં વારંવાર જોતો રહ્યો કે સોની નો કોઈ મેસેજ કે કોલ આવશે... પણ એવું કંઇજ ન થયું. આખરે એ 8:30 ની જગ્યા એ 8:45 વાળી બસ માં ઓફીસ જવા રવાના થયો. આજે પણ શાહિદ રોજ ની જેમ વહેલા જ ઓફીસ પહોંચ્યો હતો. પણ આજે માહોલ કંઇક અલગ જ હતો. એને જેવું પોતાના ડીપાર્ટમેન્ટ નો દરવાજો ખોલ્યો સોની પોતાની ડેસ્ક પર જ બેઠી હતી. ઓફીસ માં રોજ ની જેમ બીજું કોઈ આવ્યું ન હતું. શાહિદ એ સોની નો ચહેરો જોયો. એના ચહેરા પર પણ ઉદાસી છવાયેલી હતી. એની આંખો પણ લાલ થઇ ગયેલી હતી. આજે એના ચહેરા નું નૂર ક્યાંક ખોવાઈ ગયું હતું. જાણે સોની આજે મનમાં ને મનમાં રડી રહી હોય એવું અનુભવાતું હતું. શાહિદ ને પણ આ જોઈ હૃદય ના ધબકારા વધી ગયા. એને થયું કે સોની ની પાસે જઈને બેસે એને પૂછે કે એને શું થયું છે પણ કદાચ સોની એ જ એ હક છીનવી લીધો હતો. શાહિદ ત્યાં થી પોતાની ડેસ્ક પર પહોંચ્યો અને પોતાની સિસ્ટમ ચાલુ કરી ને પાણી પીવાના બહાને ફરીવાર બહાર જઈને આવ્યો જેથી એ સોની ને ફરી જોઈ શકે. એને રીટર્ન આવતા સમય એ ખુબ હિંમત એકથી કરી ને સોની ને કહ્યું..
"જો સોની , મને નથી ખબર તને શું થયું છે. પણ હવે હું તારી સાથે ક્યારેય વાત કરવાની કોશિસ નઈ કરું અને ક્યારેય તારી સામે નઈ આવું. જો તને ઓફીસ માં પણ મારા થી પ્રોબ્લેમ હોય તો હું આ છોડી ને પણ ચાલ્યો જઈશ.."
સોની કંઇજ બોલ્યા વગર રડતી રહી , શાહિદ ને મન થી તો થયું કે એની પાસે બેસી ખુબ જ પ્રેમ થી સમજાવે પણ કદાચ શાહિદ ને એ હક ન હતો. શાહિદ એ જે શબ્દો કહ્યા એ પણ જાણે મન પર પત્થર રાખી ને જ કહ્યા. શાહિદ ત્યાં થી ચાલતો પોતાની ડેસ્ક પર જઈને બેઠો. સોની ત્યાં થી તરતજ ઉભી થઇ ને વોશરૂમ ગઈ. ત્યાં જઈને ખુબ જ રડી. પણ હવે આ વર્તન નું કારણ શું હશે એ તો એક પહેલી જ બની ગઈ.
થોડા સમય બાદ સોની પાછી આવી એને પોતાની પાસે રહેલી શાહિદ ની બે બુક્સ "હાફ ગર્લફ્રેન્ડ (ચેતન ભગત)" અને "આઈ ટૂ હેડ અ લવ સ્ટોરી (રવિંદર શિંઘ)" એને પરત આપવા આવી, હજી પણ એની આંખો માં અશ્રુ ની ધારા વહી રહી હતી. શાહિદ ના ડેસ્ક પર એ બુકસ મૂકી ને કઈ પણ કહ્યા વગર એ જાવા લાગી. શાહિદ પણ એને ના રોકી સક્યો. શાહિદ મનોમન વિચારી રહ્યો કે આ એક તો છેલ્લું ઓપ્શન હતું સોની સાથે વાત કરવાનું એ પણ એને ન રેહવા દીધું હવે કેવી રીતે એ સોની સાથે વાત કરશે શું થશે. આ જ ચિંતા માં બંને નો દિવસ પસાર થયો.
સાંજ પડી સોની ઝડપભેર ઓફીસ એ થી નીકળી ગઈ ને ઓટો સ્ટેન્ડ એ થી ઓટો માં બેસી ને બસ સ્ટેન્ડ પર પહોંચી. શાહિદ આજે એની સાથે ન જઇ સકવા ના કારણસર ઓફીસ માં વધુ બેઠો અને એને થયું કે સોની હવે નીકળી ગઈ હશે એમ લગભગ ચાલીસ મિનિટ પછી એ ઓફીસ એ થી નીકળ્યો. અને એ પણ ઓટો પકડી ને ત્યાં બસ સ્ટેન્ડ એ પહોંચી રહ્યો હતો. શાહિદ વિચારતો હતો કે હવે તો સોની નીકળી પણ ગઈ હશે. આજે એને પોતાની બાજુ ની સીટ માં એ નઈ મળે. હવે એકલા જ આવવું જવું અને જે ખુશી ના પળ વિતાવતા એ હવે નઈ આવે. આમ કરતા કરતા એ બસ સ્ટેન્ડ એ પહોંચ્યો.
ત્યાં ઓટો માંથી ઉતારતા જ એની નજર સ્ટેન્ડ પાસે ઉભા રહેલા વ્યક્તિઓ પર પડી. એ જોઈ શાહિદ ફરી અચંબિત થઇ ગયો. સોની પણ ત્યાં જ ઉભી હતી. મનોમન વિચારી રહ્યો કે કેમ એ હજી પણ અહીં જ છે? એક કલાક થઇ ગઈ આટલી વારમાં તો 916 નંબર ની બીજી ત્રણ બસ આવી ગઈ હશે તો કેમ એ નઈ ગઈ હોય? આવા અનેક સવાલો એના મનમાં ઉદ્ભવી રહ્યા હતા પણ પૂછે કોણ.. સોની તો હવે વાત પણ કરવાની ના પાડે છે. એમ વિચારતા વિચારતા જ બસ આવી સોની એક પાછલી સીટ માં બેસી અને જગ્યા ન હતી એટલે શાહિદ ને જગ્યા ન મળી તેથી તે આગળ ઉભા ઉભા જ મુસાફરી કરવા લાગ્યો. મનમાં અનેક સવાલો પણ એનો જવાબ મળે એમ ન હતો. બસ શાહિદ ના સ્ટેન્ડ પાસે પહોંચવા આવી શાહિદ આજે પોતાના સ્ટેન્ડ થી પહેલા આવતા ચાર રસ્તા પર જ ઉતરી જવાનું વિચારી રહ્યો હતો. બસ ચાર રસ્તા એ રોકાઈ. શાહિદ બસ માંથી ઉતર્યો. અચાનક એને પાછળ કોઈ સ્પર્શયું હોય એવું અનુભવાયું એને ફરી ને જોયું તો સોની હતી.
શાહિદ ના ધબકારા વધી ગયા , ટ્રાફિક સિગ્નલ ખુલવાનું જ હતું એટલે શાહિદ ઝડપ થી નીચે ઉતર્યો. સોની પણ એની સાથે જ નીચે ઉતરી ગઈ. ચાર રસ્તા પર વાહનો ગતિ થી પસાર થઇ રહ્યા હતા. શાહિદ એ સોની સામે જોઈ ને એને પૂછ્યું
"તું કેમ અહીં ઉતરી ગઈ? શું થયું? હવે ઘરે કેમ જઈશ??"
સોની કઈ પણ બોલ્યા વગર રડી રહી હતી. એની આંખો માંથી અશ્રુધારા વહી રહી હતી.
"અરે તું રડે છે કેમ? તું કંઇક તો બોલ? હવે બસ જતી રઈ કેમ જઇશ ઘરે? લેટ થઇ ગયું છે , આ છેલ્લી બસ હશે કદાચ તો. તું કઈ બોલીશ.."
સોની રડતા રડતા જ બોલી "મારે નથી જવું ઘરે. જ્યાં સુધી તું મને જવાબ નઈ આપે હું ક્યાંય નઈ જાઉં"
"શું જવાબ? સવાલ તો મને છે સોની કે તે કેમ આવું કર્યું મારી સાથે?"
"હું તને જે પૂછું એ મને સાચે સાચું કેજે પછી હું તારી સામે ક્યારેય નઈ આવું હંમેશા માટે અહીં થી જતી રાહીસ..." સોની એ રુદન કરતા કહ્યું...
"હા , બોલ તું જે પૂછીસ એ હું સાચું જ કઈશ.. મારા મમ્મી-પાપા ના સમ ..."
"તું તારા ફ્રેન્ડસ ને એવું કેમ કે છે કે હું તો સોની ને ખાલી સેક્સ કરવા માટે જ ફ્રેન્ડ બનાવું છું. મને એની સાથે કોઈ લાગણી નથી ......"
"હે...... તને આવું કોણે કહ્યું મને એ કઈશ??"
"મને જેને પણ કહ્યું હોય , તું મને સાચો જવાબ આપ પેલા..."
"જો સોની મારા મમ્મી-પપ્પા ના સમ જો મારા મનમાં પણ આવું કઈ હોય. અને ઓફીસ માં તો શું તું મારા તમામ ફ્રેન્ડ ને પૂછી લે કે મેં આવું કહ્યું જ નથી. હું હંમેશા તને એક સારી ફ્રેન્ડ માનું છું અને માનતો રહીશ. મારા મનમાં આવી વાસના ના વિચાર સુધ્ધાં તારા માટે ક્યારેય નઈ આવે... પણ તને કહ્યું છે કોણે એ તો મને કહે..."
સોની ડૂસકે ને ડૂસકે રડવા લાગી , શાહિદ એ એનો હાથ પકડી ને પીઠ સેહલાવી
"છાની રે... રડ નઈ સોની.... મારે નથી જાણવું કોને તને કહ્યું પણ બસ હવે ચુપ થઇ જા ચાલ..."
સોની એ પોતાનો ફોન કાઢ્યો ને વોટ્સઅપ ઓપન કરી ને શાહિદ ના હાથ માં ફોન આપ્યો. શાહિદ એ જોયું તો એમાં માલવ પટેલ ના નામ થી મેસેજ હતા. ખુબ જ ગંદી ભાષા માં ગાળો , અપ્સબ્દો હતા. શાહિદ ની સાથે સોની એ મોઢું કાળું કરી લીધું હોય એવા અપ્સબ્દો નો પ્રયોગ હતો. શાહિદ એ બધા મેસેજ વાંચ્યા ને સોની ડૂસકે ને ડૂસકે રડતી રહી.
સોની બોલી .. "એ ખોટું કેમ બોલ્યો.... હું એને કહેતી હતી કે અમારી વચ્ચે કઈ નથી અને સારા ફ્રેન્ડ છીયે તો પણ એને ખોટું બોલવાની જરૂર શું હતી..."
શાહિદ એ પણ સોની ને કહ્યું કે કાલે રાત્રે આ વ્યક્તિ એ એને મેસેજ કર્યો હતો.
"તું શાહિદ એની રિકવેસટ એક્સેપ્ટ ના કરતો અને એના કોઈ મેસેજ નો જવાબ પણ ના આપતો. એને બ્લોક કરી દેજે... તને હાથ જોડી ને રિકવેસટ કરું છું..."
"હા સોની તું જેમ કહીશ એમ જ કરીશ. પણ એ તો કે આ છે કોણ? અને એને મારા માટે આટલું ઝેર શા માટે મેસેજ માં ઉગળ્યું?.."
"શાહિદ મારા માલવ સાથે સાત વર્ષ થી રિલેશન છે. હું સ્કુલ માં હતી ત્યાર થી અમે એકબીજા ને લવ કરીયે છીયે. મને એની જરૂર હોય એ ક્યારેય મને સમય ન આપતો અને હું કોઈ પણ સાથે વાત કરું તો એ ખુબ જ ઊંધું સમજી લે એટલે હું ઓફીસ માં પણ કોઈ સાથે વાત ન કરતી. આ સાત વર્ષ ના રિલેશન માં મેં જ હંમેશા ઝૂકી ને સંબંધ નિભાવ્યો. મેં એને આપણી વોટ્સઅપ ચેટ વાંચવી તી. એ પછી જયારે પણ મળતી એ મારો ફોન ચેક કરતો ને આપણી વાતો વાંચતો. જો ભુલથી એક મેસેજ પણ ડીલીટ થઇ ગયો હોય તો એ ગુસ્સે થતો.. અને હું પાર્ટી માં હતી ત્યારે એને જ મને કહેલું કે તું આવું કરે છે. બધા બોયઝ ને આવું કહે છે મારા વિશે.. એટલે હું તારી સાથે વાત કર્યા વગર જ ત્યાં થી નીકળી ગયી. અને મેં એને કહ્યું કે હું એની સાથે નઈ આવી તો પણ એ મારી સાથે ઝગડો કરી ને સંબંધ કટ કરી દીધો. પણ એને જો આપણી દોસ્તી પસંદ ન હતી તો એકવાર કહી દીધું હોત , હું તારી સાથે વાત ન કરેત પણ આવું ખોટું કેમ બોલ્યો એ????"
શાહિદ સોની ની વાત સાંભળતો રહ્યો. સોની માટે એના મનમાં માન વધી ગયું. એને સોની ના વર્તન નું કારણ જાણી દુઃખ પણ થયું કે આટલા સમય માં એ એને ઓળખી પણ ન સકી પણ બીજા જ ક્ષણે વિચાર્યું કે હું તો હમણાં જ એના જીવન માં આવયો એ એની સાથે સાત-સાત વર્ષ થી જે વ્યક્તિ છે એનો જ વિશ્વાસ કરે ને. આમ વિચારતા વિચારતા એને સોની ને શાંત કરી. સોની હવે થોડી નોર્મલ થઇ પછી શાહિદ એ એને કહ્યું.
"જો સોની, હું તારો સારો મિત્ર છું એ તું જાણે છે , જો તારે માલવ પાસે જવું હોય તો હું તારી સાથે આવું , હું એની માફી માંગી લઇશ અને એ કહેશે તો હું તારા થી દૂર જતો રઈશ. કંપની બદલવાની કહેશે તો એ પણ કરી લઈશ. મારા કારણે તને પ્રોબ્લેમ થાય એવું હું ક્યારેય નઈ કરું. જો એ કહેશે તો હું તને એક બેન બનાવી ને પણ સંબંધ રાખીશ..."
"ના.... ના.... ના.... મેં એની સાથે હવે બધું પૂરું કરી દીધું. મારે કોઈ સંબંધ નથી. હવે એ એના રસ્તે ને હું મારા રસ્તે. મેં ખુબ કોશિસ કરી આ સંબંધ ને ટકાવવાની પણ એ ક્યારેય મારા પર વિશ્વાસ જ ના મૂકી સક્યો. અને તારે કોઈ ની માફી માંગવાની જરૂર નથી. હું તારી માફી માંગુ છું...."
"ના સોની હું તારો ગુનેગાર છું, હું જ તારા આ સંબંધ ના તૂટવા માટે જવાબદાર છું...."
"ના તું નથી, એણે જ આ સંબંધ નો અંત કર્યો છે...."
આમજ એક બીજા સાથે વાતો કરતા કરતા શાહિદ પોતાના ઘર નજીક ના બસ સ્ટેન્ડ એ સોની સાથે પહોંચ્યો. ત્યાં બસ આવી સોની એમાં બેસી ને ઘરે ગઈ. શાહિદ પણ રૂમ પર આવી ને પોતાની પથારી માં પડી રહ્યો. આજે એને ન જમવાનું મન હતું ના રૂમ પાર્ટનર સાથે વાત કરવાનું કે ના મોબાઇલ માં ચેટ કરવાનું. સોની એ ઘરે પહોચી શાહિદ ને મેસેજ માં જણાવ્યું કે એ પહોંચી ગઈ. શાહિદ એ ઓકે કહી ને જ ચેટ બંધ કરી.
સોની એ એને આ વાત પહેલા કેમ ન જણાવી? શું એ માલવ સાથે ખુશ હતી? શું મારા કારણે એ માલવ થી અલગ થઇ? આવા અનેક સવાલો સાથે શાહિદ ની એ રાત પણ દુઃખદ બની ને રહી ગઈ.
***