વિલ (Will)
અથવા
વસીયત નામું
Dipen Joshi
deepjosh2006@gmail.com
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
વિલ અથવા વસીયતનામું એટલે શું ?
વસીયતનામું એટલે માણસની પોતાની છેલ્લી ઈચ્છા દર્શાવતું મહત્વનો એક ઉપયોગી અને કિંમતી દસ્તાવેજ.
ઈન્ડીયન સેકશન એકટની કલમ–×(એચ) માં થયેલ વિલની વ્યાખ્યા પ્રમાણે વિલ એટલે વ્યકિત પોતાના મૃત્યુ પછી અમલમાં આવે તે રીતે પોતાની સંપતિ અથવા મિલ્કતો સંબંધી પોતાની ઈચ્છાનું કરેલું જાહેરનામું.
વિલ એ એવો દસ્તાવેજ છે કે જે વ્યકિતનાં હયાતીમાં નહીં પરંતું વ્યકિતનાં મૃત્યુ પછી ઉપયોગ માટે આવી શકે છે.
હા, વિલ વ્યકિતનાં મૃત્યુ પછી ઉપયોગમાં આવે પરંતું જયાં સુધી વ્યકિત જીવીત હોય ત્યાં સુધી કોઈપણ ફેરફાર કરી શકે. મિલ્કત વેંચી શકે છે. તેનો ઉપયોગ કરી શકે છે, ભેટ આપી શકે છે. વિલ એ હંમેશાં મૃત્યુ પછી જ અમલમાં આવે છે. જેથી કરીને કોઈપણ વ્યકિત જેમનું નામ વશીયતમાં છે તે વિલ કરનાર જયાં સુધી હયાત છે. ત્યાં સુધી તેમનો કોઈપણ હક લાગતો નથી.
વિલ અથવા વશીયત કયારેય પણ રદ કરીને ફરી પાછી નવી બનાવી શકાય છે અથવા તેમાં ફેરફાર કરી શકાય છે.
વિલ અથવા વસીયત શા માટે ?
માણસે પોતાનાં વ્યકિતગત મહેનત અને તન, મન, ધનથી પોતાની સંપતિ ઉભી કરેલી હોય છે અથવા વારસામાં મળેલી સંપતિ કે મિલ્કત હોય છે. વ્યકિત પોતે ઈચ્છતી હોય છે કે તેનાં મૃત્યુ પછી સંપતિ માટે કોઈ ઝઘડો તેના વારસદારો વચ્ચે ન થાય અથવા તો પોતાની સંપતિ કોઈ જરૂરીયાત મંદ લોકો ટ્રસ્ટ અથવા ધર્માદાકાર્ય અને વ્યકિતગત કોઈ નજીકના વ્યકિતને આપી હોય તે માટે વ્યકિતએ પોતે જવાબદારી પૂર્વક વ્યવસ્થિત રીતે પોતાનું વિીલ અથવા વશીયત બનાવવી જોઈએ.
થોડું વધું કહું તો વ્યકિતને ઘરનાં કોઈ સભ્યને વધારે સંપતિ આપવી હોય અથવા તો તેની વધારે સેવા કરતું હોય તેવા સંતાનોને વધારે મિલ્કત કે સંપતિ આપવી હોય પણ જો વશીયત ના બનાવેલી હોય તેવા કિસ્સાઓમાં કાયદા કાયદા મુજબ મિલ્કત અથવા સંપતિની સરખા ભાગે વહેંચણી થાય છે.
વશીયત બનાવવા માટે ધ્યાન રાખવાની બાબતો.
વિલ અથવા વશીયત ઉપર વિલ કરનારની સહી અથવા નિશાની હોવી જોઈએ.
વિલ કરનાર સાથે વિલ પર બે સાક્ષીની સહી અથવા નિશાની હોવી જોઈએ.
વિલ હંમેશાં ફરજીયાત સ્ટેમ્પ પેપર ઉપર બનાવવી એ ફરજીયાત નથી પણ મરજીયાત છે. સ્ટેમ્પ પેપર ઉપર બનાવવાથી તારીખ અને નામ કયારેક પુરાવા તરીકે રજૂ કરી શકાય છે.
વિલ રજીસ્ટે્રશન ફરજીયાત નથી પણ મરજીયાત છે. વિલ રજીસ્ટે્રશન બે રીતે થઈ શકે.
જયારે આપણે જેવી રીતે દસ્તાવેજ રજીસ્ટર કરાવીએ છીએ તેવી રીતે રજીસ્ટર ઓફીસમાં કરાવી શકીએ.
અથવા બંધ કવરમાં સબ રજીસ્ટાર પાસે રજીસ્ટર કરાવી શકીએ છીએ. જે વિલ કરનારના મૃત્યુ પછી સાક્ષીઓની સામે અને વારસદારોની સામે ખોલવામાં આવે છે અને નોંધ રજીસ્ટાર ઓફીસમાં લેવામાં આવે છે.
વિલ કરનાર વ્યકિતએ બને તો એકસીકયુટર નીમવા જોઈએ. તેથી તેઓ કાયદેસરનાં વિલનાં પ્રતિનિધિઓ ગણાય છે અને તેઓ વિલનું સંચાલન કરી શકે છે. એકસીકયુટર હંમેશાં મોભાદાયી અને ઉંમરમાં બહુ મોટાં ન હોવા જોઈએ. જેથી કરીને વિલનો અમલ કરાવી શકે છે. જો વિલમાં ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હોય, તો વિલમાં ટ્રસ્ટી નીમવા જરૂરી છે.
વિલમાં ફેરફાર કરવો હોય, તો થઈ શકે છે. તેનાં માટે તેને ''કોડીસીલુ'' કહેવામાં આવે છે.
વશીયત બનાવવાની લાયકાત અને કોણ બનાવી શકે ?
વશીયત ક્ષ્ટ વર્ષની ઉપરની વ્યકિત કોઈપણ સ્ત્રી કે પુરૂષ બનાવી શકે છે. તે વ્યકિત માનસીક રીતે અસ્થિર ના હોવી જોઈએ. વશીયત હંમેશાં કોઈનાં દબાણ વગર શુધ્ધ બુધ્ધીથી, વેરભાવનાં વગર માનસિક રીતે સ્વસ્થ થઈને બનાવેલી હોવી જોઈએ.
વિલ કરનારે પોતાની પૂરી વિગત, મિલ્કતની સાચી માહિતી, નામ સરનામું, પોતાનું છેલ્લું વિલ છે કે નહીંં તે દશાવવું જોઈએ.
વિલમાં કયારેય કરેકશન કરેલું હોય તો ટૂંકી સહી કરવી અને સાક્ષીઓની સહી પણ લેવી.
વિલ કરનાર અશકત અથવા અભણ હોય ત્યારે અંગુઠાની નિશાની લેવી અને અશકત અને બીમાર વ્યકિતએ ડોકટરનું સર્ટીફીકેટ જોડવું હિતાવહ છે.
વિલ વશીયત એ ખૂબ જ ઉપયોગી અને કીંમતી દસ્તાવેજ છે. તેને સંભાળી, સાચવી સુરક્ષીત જગ્યાએ રાખવો.