Hu Gujarati 29 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati 29


હુંુ ગુજરાતી - ૨૯



COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.ઝીંદગી રોક્સ - ભૂમિકા દેસાઈ શાહ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.કૌતુક કથા - હર્ષ પંડયા

૫.ભલે પધાર્યા - અજય ઉપાધ્યાય

૬.મંથન - સાકેત દવે

૭.સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

૮.સખૈયો - સ્નેહા પટેલ

૯.બોલીસોફી - સિદ્ધાર્થ છાયા

૧૦.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

એડિટરની અટારીએથી....

સિદ્ધાર્થ છાયા

મનમાની

આ શબ્દ પોતે પોતાનાં સ્વભાવની ઓળખ આપી દે છે. મન અને માની એટલેકે મન માને એમ કરવું. છોકરૂં સમજણું થાય ત્યારથીજ જાણકાર વડિલો માં-બાપ ને સલાહ આપે કે એને એની ‘મનમાની’ ન કરવા દેતા નહીંતો સમયજતાં જીદ્દી થઈ જશે. મનમાનીના પણ બે પ્રકાર હોય છે. પ્રિયપાત્રની અમુક મનમાની આપણને ગમતી હોય છે. “તું કહે તો આસમાનનાં ચાંદ-તારા તોડીને લાવું!”, એવું એમનેમ તો નહીંજ કહેવાયું હોયને? પરંતુ પ્રિયપાત્રની અમુક ઈમ્પોસીબલ મનમાનીઓ ઘણીવાર ઘરને ભાંગવાને આરે પણ મૂકી દેતી હોય છે. રમતગમતમાં કેપ્ટનની મનમાની ચાલે એવો વણલખ્યો નિયમ હોય છે, પરંતુ કપ્તાન જયારે આ મનમાનીનો ગેરલાભ ઉઠાવીને પોતાનાં મનપસંદ પણ એવરેજ ખેલાડીઓને ટીમમાં લેવા માંડે ત્યારે આ મનમાની સમગ્ર ટીમને નીચાજોણું દેખાડતી હોય છે.

ઓફિસમાં પણ બોસની મનમાની સદાકાળ જોરમાં હોતી હોય છે, પરંતુ તેની આ મનમાની જો કોઈ એક કે બે એમ્પ્લોઈને ફાયદો કરાવવા માટેજ થતી હોય તો કંપનીના અન્ય કર્મચારીઓમાં પોતનાં કામ પ્રત્યે અણગમો શરૂ થઈ જતો હોય છે. રાજકારણમાં પણ વિરોધ કરવાની મનમાની કરવાની છૂટ હોય છે, પરંતુ આ મનમાની જો દેશને આગળ વધતો રોકતી હોય તો સરકારે તેને કડક હાથે દબાવી દેવી પડતી હોય છે. તો સામેપક્ષે બહુમતીના જોરમાં સરકાર પણ પોતાની મનમાની ચલાવવા માંડે તો વિરોધપક્ષ ઉપરાંત દેશની અદાલતોએ પણ હરકતમાં આવી જવું પડતું હોય છે. ઈદ કે દિવાળીની મોટી રજાઓમાં વર્ષો સુધી ચારથી પાંચ હજાર થીયેટરો બુક કરીને પોતાની ફિલ્મ ચલાવવાની મનમાની સ્ટાર્સ કરતાં હોય છે, પરંતુ એકસમય એવો આવે છે જ્યારે આ મનમાનીથી ગુસ્સે થયેલો અન્ય સ્ટાર ‘ઈનફ ઈઝ ઈનફ’ કહીને આ મનમાનીમાં પોતાનો ભાગ પડાવવાનું શરૂ કરી દેતો હોય છે.

અમારાં જેવા લેખકો પણ મનમાની કરતાં હોય છે. અમારી લોકપ્રિયતાને વટાવી ખાવા અમે લોકો ઘણીવાર પોતાના અંગત વિચારોને પણ વાચકો પર થોપી બેસાડવાની મનમાની કરીજ લેતાં હોઈએ છીએ. તો પત્રકારો અને ન્યૂઝ તેમજ મનોરંજન ચેનલો પણ દર્શકો શું જોશે તે નક્કી કરવાની મનમાની કરેજ છે ને? ટૂંકમાં કહીએ તો મનમાની અચ્છી ચીઝ હૈ, જો તેને કંટ્રોલમાં રહીને કરવામાં આવે તો. નહીંતો કંટ્રોલ બહારની મનમાનીને લીધે તો ઘણાબધા રાજ્યો ખતમ થઈ ગયાનાં ઈતિહાસ આપણે વાંચીજ ચુક્યા છીએ.

૨૩.૦૭.૨૦૧૫, ગુરૂવાર

અમદાવાદ

ઝીંદગી રોક્સ

ભૂમિકા દેસાઈ શાહ

“બાલિકા વધૂ” - એક સદીયો જૂની સમસ્યા

માનવતાની મહેક

" આહે, ડર, ખુશી, રાસ્તે.. કચ્ચી બાતે, સચ્ચે વાસ્તે.. કહી પે ઈન સબ મેં, કહા હું મૈં?"-મારૂં ફેવરેટ સોંગ હેડફોનથી થઈને સીધું દિલમાં ઉતરી રહ્યું છે. અને મ્યુઝિકમાં ખોવાયેલી હું મશીન ની જેમ રોજના રોજીંદા રસ્તે દોરવાઈ રહી છું. અને અચાનક મારી અને મ્યુઝીકની જુગલબંધી તોડતો કોઈક અવાજ સંભળાયો.

"ક્યારની તમને બોલાવું છું. સાંભળો છો કે?"-સામે ઉભેલા મારા પાડોશીએ બુમ પાડી.

"હા, હવે સાંભળું છું, ફરમાવોને!"-મેં હેડફોન કાઢીને સ-સ્મિત વાતનો દોર લંબાવ્યો.

"આજે મારા ઉત્સવનો જન્મ-દિવસ છે એટલે અમે એક કાર્યક્રમ રાખ્યો છે. ચોમાસાની સીઝન ચાલે છે એટલે વરસાદ પડે એ બીકે પહેલેથી કોઈને જાણ નથી કરી એ બદલ માફી. આજે ઉત્સવનો જન્મદિવસ ઉજવવા નજીકના એક આશ્રમમાં જવાનું છે. આપણી ગલીમાં બધા આવે છે. તમે પણ જલ્દી તૈયાર થઈને આવી જાઓ."-એકદમ ઉત્સાહમાં શીતલબેન મને આજનો કાર્યક્રમ સમઝાવી રહ્યા.

"અરે વાહ, હું તો ચોક્કસ આવીશ જ! પણ જવાનું ક્યાં છે? અનાથઆશ્રમ છે કે ઘરડાઘર?"-મેં પણ એક સારા કામમાં સહભાગી થવાની ઉત્સુકતાથી પ્રશ્ન પૂછ્‌યો.

"નાં અનાથઆશ્રમ પણ નથી અને ઘરડાઘર પણ નથી! કૈક અલગ જ આશ્રમ છે. તમે એક વાર આવો તો ખરા, પછી જાતે જ નામ આપજો!"-શીતલબેને હસતા-હસતા મારી જિજ્જ્ઞાસા વધુ વધારી દીધી.

"ચાલો ત્યારે! જેમ તમે કહો!"-કહીને મેં ઘર તરફ પ્રયાણ કર્યું..

શીતલબેન એટલે અમારી ગલીની વસ્તી, આવતા-જતા-નાના-મોટા સૌને ભાવથી બોલાવે અને સામેથી બધાને મદદ પણ કરે જ.

અને આજે અમારી ગલીમાં ઉત્સવનાં જન્મદિવસ નિમિત્તે મોટા ઉત્સવ જેવો જ માહોલ છે. દરેક પરિવારે પોતાના ઘરમાંથી કપડા-રમકડા-નાસ્તો- સ્ટેશનરી, જેટલું શક્ય બધું એકઠું કર્યું છે. એક ટેમ્પો અને બીજી ગાડીઓ થઈને અમારો કાફલો આખરે શીતલબેનની ગાડીની પાછળ આશ્રમ તરફ રવાના થાય છે.

અંકલેશ્વરથી વાલિયા રોડ પર એકદમ નિર્જન રોડ પર ગાડીઓ આશ્રમની વાટમાં દોડી રહી છે અને દરેક વળાંક સાથે આંખો ઉંચી થઈને આશ્રમ આવ્યો કે નહિ એ જોવા ઉંચી નીચી થાય છે. વલિયા જતા રસ્તે "સીલુડી" - લખેલા એક જર્જરિત બોર્ડ પાસે આખો કાફલો ટર્ન લે છે. તૂટેલા, ઉબડ-ખાબડ રસ્તાઓ પર થઈને ક્યાંક જંગલ તો ક્યાંક ઉજ્જડ-વેરાન ભૂતળ વટાવતા અમે સૌ "દોદવાડા" લખેલા બોર્ડ તરફ દોરાયા. અને થોડા જ આગળ વધતા એક ખુબ ખુલ્લા, લીલોતરીવાળા અને હકારાત્મક ઉર્જા ધરાવતા પ્રાંગણમાં અમે સૌએ પ્રવેશ કર્યો.

સામે વિશાળ ખેતરમાં ખુબબધા નાના ટબુડાઓ રમી રહ્યા હતા. જેવી અમારી ગાડીઓ તેમની પાસેના રસ્તા પરથી પસાર થઈ- સૌ બાળકોએ ખુબ ભાવ પૂર્વક હાથ ઉંચો કરીને -"જય માતાજી"નો સાદ કર્યો.

શિસ્તબદ્ધ આનંદપૂર્વક રમી રહેલાઆ ભૂલકાઓને જોઈને અમે અનાયાસે જ કારણ વગર તોફાન-ધમાચોકડી મચાવતા અમારા બાળકોને જોઈ રહ્યા.

અંતે "શ્રી જય માતાજી વનવાસી વિદ્યાસંકુલ, દોદવાડા "નાં બોર્ડ પાસે નાનીસી સ્વચ્છ અને સુઘડ જગ્યાએ બધી ગાડીઓ પાર્ક થઈ અને એક વડીલ તથા થોડા શિક્ષકો ભાવપૂર્વક અમારા સૌનું સ્વાગત કરવા આવી પહોંચ્યા. એક ખુલ્લા મેદાનની બે તરફ બે અલગ અલગ સુઆયોજિત સુઘડ મકાન અને મેદાનની એક તરફ મધ્યમાં શાળા. ટેકનોલોજી અને ડેવલોપમેન્ટનાં આ યુગમાં કોન્ક્રીટનાં જંગલમાં રહેતા અમે સૌ પ્રકૃતિને આટલી નજીક અને ઉઘાડા સ્વરૂપે જોઈને જાણે અઢારમી સદીમાં આવી પહોચ્યા હોય એવો ટ્રાન્સ અનુભવાયો.

"જય માતાજી દીદી."-એક મીઠ્‌ઠા ટહુકાથી અમારા સૌનું ધ્યાનભંગ થયું. અગ્િાયાર-બાર વર્ષની પાંચ-છ દીકરીઓ અમને પ્રેમભાવથી દોરવીને આશ્રમનાં મેદાન તરફ લઈ ગઈ કે જ્યાં ખુબ બધી દીકરીઓ ભેગી થઈને કિલ્લોલ કરી રહી હતી.

"શીતલ દીદી"-એકસાથે કેટલીયે કોયલો ટહુકી હોય એવા મીઠા અવાજે નાની-મોટી દીકરીઓ દોડી આવી અને અમારા આજના યજમાન શીતલબેનને ઘેરી વળી. પોતાના સ્વજન-આપ્તજન સાથે વાત કરતા હોય એમ સૌ દીકરીઓ પોતાની નવા-જૂની શીતલબેનને મોટીબહેન ગણીને જ કહી રહી અને અમે સૌ એ અનોખા સંબંધને જોઈ રહ્યા.

મેદાન પાસે બનાવેલી નાનીસી ઓટલી પર અમે સૌ મહેમાનો ગોઠવાયા એટલે જાણે અમારૂં સ્વાગત કરતી હોય એમ બધી દીકરીઓ પોતપોતાના ટોળામાં ગીતો ગણ-ગણીને સુંદર ગરબા-ગામઠી નૃત્ય કરવા લાગી. અલબત્ત અમને ખુશ કરવાના કે રીઝવવાનાં ઉદ્દેશ્યથી નહિ પરંતુ પોતાની ખુશી વ્યક્ત કરવા. વસ્તુ-ભોજન-નાણાકીય સહાયની આશાએ નહિ, પરંતુ આ દીકરીઓ પ્રેમ અને લાગણી મળવાથી ખીલી ઉઠી હતી. જોત-જોતામાં બાજુના કિશોર-આવાસમાંથી તેમની જ ઉમરના દીકરાઓ પણ આ ઉત્સવમાં જોડાઈ ગયા અને એકતા-સંપનું અભૂતપૂર્વ દ્રશ્ય સર્જાયું.

થોડી વારમાં સહિયારા-રસોડામાંથી એક ઘંટ વાગ્યો અને બાળકો એકદમ શિસ્ત પૂર્વક પોતપોતાની ઉમર પ્રમાણે લાઈનમાં ગોઠવાઈ ગયા. ઉત્સવના જન્મદિવસ માટે લાવેલા સમોસા બાળકોને પીરસવામાં આવ્યા. એકાગ્રતા અને શ્રદ્ધાપૂર્વક બધા બાળકોએ પહેલા પ્રાર્થના કરી અને ત્યાર બાદ શાંતિપૂર્વક વાળુ પતાવ્યું. એકદમ નીરવ શાંતિથી સંતોષપૂર્વક જમી રહેલા આ બાળકોને જોઈને અમને સહેજ વાર સાધન-સંપન્ન પરિવારોના પ્રસંગમાં જમણવારમાં સર્જાતી અફરા-તફરી, ફરિયાદો, ભોજનનો બગાડ અને મીઠાઈ ખૂટવાનાં ઉદાહરણો યાદ આવી ગયા. અમારા બાળકોની જમતી વખતની રો-કકળ, કોળીયે-કોળીયે એમને કરવી પડતી આજીજીઓ અને છતાં જમવામાં તેમના નખરાં અને સામે ચુપ-ચાપ સંતોષપૂર્વક જામી રહેલા લગભગ અઢીસોથી વધુ બાળકો- અમે સૌ નિશબ્દ થઈને જોઈ રહ્યા. જમ્યા બાદ બાળકોને બિસ્કીટ-નાશ્તાનાં પેકેટ-ચોકલેટ અને સ્કેચપેન-પેન-પેન્સિલ-સ્ટેશનરી વહેંચવામાં આવી ત્યારે પણ ખુબ સભ્યતા અને શાલીનતાપૂર્વકનું તેમનું વર્તન અમને અચંબામાં નાખી રહ્યું. આટલી નાની ઉમરે આટલી સમઝણ અને આટલા સારા સંસ્કાર! કૈક નવાઈ સાથે મેં આશ્રમનાં વ્યવસ્થાપક દેવુભા સાથે વાત લંબાવી અને મને જે જાણવા મળ્યું તે કૈક નવી જ કહાની હતી.

મારી સામે બેઠેલા અઢીસોથી વધુ બાળકો કૈક અલગ પ્રકારના પરિવારમાંથી અહી ભણવા-રહેવા આવતા હતા. વાલિયા અને એની આસ-પાસના ગામડાઓમાં પુષ્કળ વનવાસી વસ્તી છે. દુર્ભાગ્યવશાત આ વિસ્તારોમાં હજુ સામાન્ય જરૂરિયાતની સુવિધાઓ સુદ્ધાં પહોંચી નથી અને મોટા ભાગના પરિવારોમાં માતા-પિતા દારૂ-જુગાર જેવા વ્યસનોથી બેહાલ છે. કોઈક પરિવારમાં માત્ર પિતા હયાત છે તો કોઈમાં માત્ર માતા, અને છતાં બાળકોની પરિસ્થિતિ અનાથ જેવી જ છે! આવા પરિવારના વનવાસી બાળકો કે જેમના નસીબમાં માં-બાપના દારૂ-જુગાર માટે બાદ-મજુરી કરવાનું લખાયેલું છે તેમને આ આશ્રમશાળા દ્વારા મફત રહેવાની વ્યવસ્થા-શિક્ષણ અને સંસ્કારો આપવામાં આવે છે. એક સુસંકૃત પરિવારના વડીલો જેમ પ્રેમ-લાગણી-ધાક-સલાહ-સુચન થી પોતાના બાળકોનું ઘડતર કરે છે એમ જ આ બાળકોનું આ આશ્રમમાં ઉછેર કરવામાં આવે છે. આશ્રમમાં કેટલાક સમર્પ્િાત શિક્ષકો ભણાવે છે અને ત્યાજ કન્યા-કિશોર છાત્રાલયમાં રહે પણ છે. ધોરણ આઠ સુધી સરકાર દ્વારા જુજ વિદ્યાર્થીઓ માટેની શાળાને ગ્રાન્ટ મળેલી છે પરંતુ ઉત્તરોત્તર વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. તદુપરાંત આશ્રમ દ્વારા આઠમાં ધોરણથી બારમાં ધોરણ સુધીનું શિક્ષણ પણ આજ શાળામાં મળી રહે તેની નજીવી વાષ્ર્િાક ફી સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર અંકલેશ્વર પંથકનાં વનવાસી સમાજનાં ઉધાર અને વિકાસનાં બૃહદ હેતુ સાથે સંચાલિત આ "શ્રી જાય માતાજી વનવાસી વિદ્યાસંકુલ" દ્વારા માનવસેવાનો અભૂતપૂર્વ યજ્જ્ઞ આરંભાયો છે અને ઈચ્છા-શક્તિ અનુસાર સૌ એમાં જોડાઈ શકે છે.

પોતાના બાળકો પરિવારજનોનાં જન્મદિવસ નિમિત્તે મોંઘી મિજબાની-ભેટ-સોગાદો અને ખોટા ખર્ચા કરવાની જગ્યાએ આશ્રમનાં બાળકોને જમાડવા અને તેમને જરૂરી સામગ્રી પહોંચાડવી એવો અમે સૌએ મનો-સંકલ્પ કર્યો.

"દીદી, તમારૂં નામ શું છે?"-અચાનક મારો હાથ પકડીને કોઈએ કહ્યું અને મેં નજર ફેરવી.

સ્વચ્છ-સુઘડ કપડા પહેરેલી એક છ-સાત વર્ષની મારી દીકરીની ઉમરની ટબુડી મને પૂછી રહી હતી.

"મારૂં નામ ભૂમિકા છે. તું મને માસી કે આંટી કહી શકે છે. તારૂં નામ શું છે?"-મેં પ્રેમથી એના માથે હાથ ફેરવતા પૂછ્‌યું.

"મારૂં નામ રેખા."- "અને મારૂં નામ કાજલ."-"મારૂં નામ નામ જીનલ."- એક પ્રશ્નનના ત્રણ જવાબ મળ્યા અને તુરંત પ્રતિપ્રશ્ન પણ આવ્યો-"તમને આમારૂ નામ યાદ રહેશેને?"

એકદમ ભાવપૂર્વક બોલાયેલા એ શબ્દો મને નિશબ્દ કરી ગયા અલબત્ત મારી આંખો આંસુઓની ભાષામાં ઘણું બોલી ગઈ.

"ચાલોને તમને અમારી ચોપડીઓ બતાવીએ."-કહીને એ દીકરીઓ મને પ્રેમપૂર્વક તેમના રૂમમાં લઈ ગઈ. એક લાંબા સળંગ ડોરમીટરી જેવા રૂમમાં બધી જ દીકરીઓની એક સાથે રહેવા-સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વ્યવસ્થા એટલે નીચે પાક્કું ચણતર, આસપાસ દીવાલો અને ઉપર પાકી છત- માત્ર એટલું જ. અને છતાં આ દીકરીઓ ખુબ આનંદ અને સંતોષ સાથે એક જ રૂમમાં સળંગ પથારીઓ કરીને રહે-ભણે.

હું ઘડીક એ દીકરીઓની નોટબુકમાં તેમના મોતી જેવા સુંદર અક્ષરો જોઈ રહી, તો ઘડીક છત પર એક પણ પંખો નાં હોવા છતાં ચુપ-ચાપ ભણી રહેલી અને એક-બીજાને ભણવામાં મદદ કરી રહેલી દીકરીઓને જોઈ રહી. અભાવ-અસંતોષ-ફરિયાદ-માંગણી જાણે કે એમના શબ્દકોશમાં જ નથી.

મેં આખા હોલની બધી દીકરીઓને ભેગી કરીને બે-ત્રણ વાર્તાઓ કીધી અને બધી ઢીંગલીઓ નાની-નાની સ્વપ્નીલ આંખો પટપટાવીને જાણે એ વાર્તાઓમાં ખોવાઈ ગઈ.

"ચાલો હવે ઘરે રવાના થવાનું છે!"-અચાનક પાછા ફરવાની હાકલ સંભળાઈ અને જાણે હજુ ઘણું રહેવું છે આ જગ્યાએ, ખુબ બધી વાતો કરવી છે આ બાળકો સાથે -એવા અધુરપનાં ભાવ સાથે હું પાછી ફરી.

"દીદી, તમે ફરી ક્યારે આવશો?"

"દીદી, ફરી આવો ત્યારે આખા દિવસ માટે આવજો અને ખુબ બધી વાર્તાઓ કહેજો."

"દીદી, દાદા કહેતા હતા કે તમે બૌ મોટી કોલેજમાં કોમ્પ્યુટર ભણાવો છો, અમને પણ એક દિવસ શીખવાડશો?"

હું તેમના પ્રેમ-લાગણીઓમાં તણાતી ગઈ, અલબત્ત હાજર સૌ કોઈ આ બાળકોની લાગણીઓથી વિભોર હતા.

અને જતા-જતા..

"દીદી, તમને મારૂં નામ યાદ રહ્યું?"-મારી આંગળી ખેંચીને નાનીસી દીકરીએ પ્રેમથી પૂછ્‌યું.

"દીકરા તારો ચહેરો કાયમ માટે મારા દિલમાં ઉતરી ગયો છે!"-મેં પ્રેમથી એના ગાલે ચૂમી કરતા કહ્યું.

પાછા વળતા ક્યાય સુધી સૌએ મૌન ધારણ કર્યું, કદાચ લાગણીઓનાં પૂરમાં શબ્દો તણાઈ ગયા હતા..

"મમ્મા, આજ જેટલુ હેપ્પી મને કોઈ દિવસ ફિલ નથી થયું. મારે એ બધા ફ્રેન્ડસ સાથે બૌ બધું રમવું છે! તુ મને ફરી લઈ જઈશને? મમ્મા આજથી મારા બધા હેપ્પી બર્થડે આપણે અહિયાં જ સેલીબ્રેટ કરીશું. મારો-તારો-પાપાનો બધાનો બર્થડે આપણે ત્યાં જ સેલીબ્રેટ કરીશું. હેને?"-મારી મીઠ્‌ઠીએ એક સરસ વિચાર સાથે બધાના મોઢે સ્મિત રેલાવી દીધા.

અને મને આનંદ થયો કે ભૌતિકતા-સગવડ અને સ્વાર્થભર્‌યા આજના સંબંધોમાં આશ્રમની આ એક મુલાકાત માત્રથી હું, મારો પરિવાર અને દીકરી માનવતાનો એક નવો પાઠ ભણી શક્ય.

***

પોતાના પરિવાર, સ્વજનો અને સ્નેહીઓ માટે પ્રેમ સ્વાભાવિક છે.

જરૂર છે -માનવમાત્ર માટે પ્રેમ, લાગણી, અનુકંપા અને જવાબદારીની ભાવનાની.

પોતાના પાપ ધોવા કે પુણ્‌ય કમાવવા નહિ, પરંતુ જરૂરતમંદને પોતાની ફરજ સમઝીને મદદ કરવી જરૂરી છે.

સમય સતત બદલાય છે, લક્ષ્મી ચંચળ છે, પરંતુ પ્રેમ-લાગણી માત્ર એવી મૂડી છે જે સમય સાથે વધે છે!

આવો વાવીએ માનવતા, દયા, પ્રેમ, અનુકંપાનાં છોડવા અને સિંચીએ એને જવાબદારી પૂર્વક.

***

ઉપર જણાવેલ સંસ્થાને શ્રી દેવુભા કાઠી (૯૪૨૬૪૩૧૦૧૧) દ્વારા સંપર્ક કરી શકાશે.

ર્સ્િીપીંછ

કાનજી મકવાણા

કૌતુક કથા

હર્ષ પંડયા

ગુલશન કુમાર- કેસેટ ક્રાંતિનો સર્જક

નામ તો સુના હી હોગા !! તમને બધાને ગ્રામોફોન રેકર્ડની વાતો ખબર હશે. હા એ જ જેને દાદા દાદીઓ ‘ થાળીવાજું ’ કહેતા. એક જમાનામાં એ ગ્રામોફોન રેકર્ડ અને એનું પ્લેયર ઘરમાં હોય એ માણસ રઈસ ગણાતો. લોકો માટે એ લક્ઝરી ગણાતી હતી. અત્યારે ય એનું મહત્વ એન્ટીક તરીકે ગણાય જ છે. આ ગ્રામોફોન કંપનીનો એક સમયે બધાની ભાષામાં કહીએ તો ‘ જમાનો હતો ’.

એક વખત એવું બન્યું કે દિલ્હી શહેરમાં ફ્રૂટ જ્યુસની લારી ફેરવતા યુવાન ગુલશન કુમારને કેસેટ વેચવાનો વિચાર આવ્યો. કેસેટ એ વખતે મોંઘી ગણાતી ટેકનોલોજી હતી અને ગ્રામોફોન બનાવતી ગ્રામકો ઈન્ડિયા કંપની પણ કેસેટને એટલું મહત્વ આપી રહી નહોતી. કેસેટના દામ પણ ૬૦-૭૦ ના દશકમાં વધુ હતા. એના બદલે લોકોને ગ્રામોફોન રેકર્ડ ખરીદવી વધુ પોસાતી હતી. ૭૦ ના દાયકામાં જો કે બદલાતા સમયને પારખીને ગ્રામકો ઈન્ડિયાએ કેસેટ બનાવતું યુનિટ સ્થાપી દીધું હતું, પરંતુ ગ્રામોફોન જેવી લોકજીભે ચડી ગયેલી પ્રોડક્ટને અને ખાસ તો ૐસ્ફ (હીઝ માસ્ટર્સ વોઈસ) ના જગવિખ્યાત સિમ્બોલ પર મદાર રાખીને ગ્રામકોએ કેસેટને વધુ મહત્વ આપ્યું નહીં. એ વખતે જુનો કોપીરાઈટ એક્ટ પણ બદલાયો નહોતો. ૧૯૮૪ માં ગુલશન કુમારે એ વસ્તુનો ફાયદો લીધો. એમાં એવી શરત હતી કે તમે ઓરીજીનલ ગીત કે સંગીત રચી શકો પરંતુ અલગ ગાયકો હોય તો તમારી પર કોઈ આંગળી ઉઠાવે નહીં. પત્યું, ગુલશન કુમારે બે કામ કર્યા. એક, નવા નવા ગાયકો સાથે જુના ગીતો રેકોર્ડ કરી કેસેટ બનાવીને વેચવાનું શરૂ કર્યું. બે, દુનિયામાં કોઈએ ક્યાંય ન ભાળી હોય એ પ્રકારની ડીસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણ ચેનલ શોધી કાઢી. એ ચેનલ એટલે કિરાણા સ્ટોર અને પાનના ગલ્લા.

જી હા, ગુલશન કુમારે સ્થાપેલી એ કંપની નામે ટી-સીરીઝે કેસેટ વેચાણના અને નવા નવા ગાયકો આપવાના વિક્રમ તોડી પાડયા. એક જમાનામાં જુજ કંપનીઓ (અને કલાકારો) ની જ ચાલતી મોનોપોલીમાં ગુલશન કુમારે ખલબલી મચાવી દીધી. અંગ્રેજોએ ઈ.સ. ૧૯૦૧ માં લંડનમાં સ્થાપેલી કંપનીની ભારતની પહેલી બ્રાંચ નામે ગ્રામકોએ પણ પછી કેસેટ વેચાણમાં ઝંપલાવ્યું અને બરાબરની ટક્કર આપવાનું શરૂ કર્યું. પણ ગુલશન કુમારે વાવાઝોડાની ઝડપે કેસેટોના ભાવ નીચા રાખીને દરેક ભારતીયને ગીતોનો મોહતાજ બનાવવાને બદલે માલિક બનાવી નાંખ્યો. એને પ્રતાપે મ્યુઝીક ઈન્ડસ્ટ્રીને અનુરાધા પોડવાલ, સોનુ નિગમ જેવા બહેતરીન ગાયકો મળ્યા. અને પછી પ્રાઈસ વોર શરૂ થઈ. ગુલશન કુમારના આઈડિયા પર ઉભી થયેલી બીજી કંપનીઓ જેવી કે રમેશ તૌરાનીની ટીપ્સ, સોની કેસેટ્‌સ અને એવા બીજા પ્લેયર્સ પણ કેસેટની કિંમતો ના મામલે ટી-સીરીઝ સાથે સ્પર્ધામાં ઉતર્યા. એક તબક્કે ટી-સિરીઝે કેસેટની કિંમત ફક્ત રૂ઼. ૧૫/- કરી નાંખી હતી જેને જોઈને બધાના જડબા વ્હેંત જેવડા ખુલ્લા રહી જવા પામ્યા હતા. કેમકે ગ્રામકો જેવી ગંજાવર કંપનીને કેસેટ બનાવવાની(રોયલ્ટી અને એક્સાઈઝ ડયુટી વગેરે ન ગણતા) પડતર કિંમત જ રૂ઼. ૮/- થતી હતી, જયારે ટી-સીરીઝ તો રૂ઼. ૧૫/- માં તો કેસેટ વેચી રહી હતી. એય તરત મળી જાય એવી જગ્યાઓએથી. આ મુદ્દે ગજગ્રાહ આ સ્તર પર શક્ય જ ન હતો. આખરે ઈ.સ.૧૯૯૧ માં એક્સપોર્ટના નિયમો હળવા થયા એ પછી બધું શાંત પડયું.

પરંતુ, ગુલશન કુમારે આ રીતે ઈન્ડસ્ટ્રીમાં ઘણા દુશ્મનો ઉભા કરી દીધા હતા. ટી-સિરીઝે ભજનો, રીમીક્સ, પોપ ગીતો, ફિલ્મી સંગીત વગેરેમાં પોતાની રેન્જ વધારતા રહીને ભારતમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. નવાઈની વાત તો એ છે કે ઈ.સ.૧૯૮૮ માં આમીર ખાનની પહેલી ફિલ્મ ‘ કયામત સે કયામત તક ‘ ના તમામ ગીતો ટી-સિરીઝમાંથી વિતરણ પામ્યા હતા અને વીસ વર્ષ બાદ ફિલ્મ ‘ ગજીની ’નું સંગીત પણ ટી-સિરીઝે જ વિતરણમાં લીધું હતું.

પાપીની કાગવાણીઃ

...અને ૧૨/૦૮/૧૯૯૭ ની સવારે મહાદેવની આરતી કરવા જતા ગુલશન કુમારની ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી.

ભલે પધાર્યા

અજય ઉપાધ્યાય

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો ........!!!!!

‘ મહારાજ , જુઓ ને મારો ભાગ્યોદય ક્યારે થશે ? આ બધી મુશ્કેલીઓમાંથી ક્યારે છૂટીશ ? “....’ હજુ ચારેક વર્ષ લાગશે “ ...વાહ !!! એ પછી મારા ‘ અચ્છે દિન ‘ આવશે ને ? ‘ .... ‘ ના , પણ ત્યાં સુધીમાં તમે આ બધી મુસીબતોથી ટેવાઈ જશો .....!!!!!! “ ... જોક જુનો ને જાણીતો છે પણ ભાવીમાં ડોકિયું કરવાની આપણી લાલસા - ઈચ્છા કે તાલાવેલી હજુ આજે ૨૧મી સદીના અંતમાં પણ નવીનક્કોર અને એવી ને એવી જ છે . કોઈ પણ વર્તમાનપત્ર ખોલીને જોઈ લેજો. કોઈનેકોઈ ટચુકડી જાહેરાત મળી જશે જેમાં જાતજાતની અને ભાતભાતની મુશ્કેલીઓનું વિવિધ રીતે નિવારણ કરવાની રીતો બતાવી હશે . થાય પણ શું ? માનવ જીવનમાં કેટકેટલી મુસીબતો આવ્યા જ કરતી હોય છે , કોઈ ટૂંકો સમય ટકે તો કોઈ જવાનું નામ જ નાં લે . માણસ માત્રને આદિકાળથી એ જાણવાની તાલાવેલી હમેશા રહી છે કે યા તો આ ઉપાધી ક્યારે દુર થશે અથવા તો સારો કે સુખી સમય ક્યારે આવશે ? ને આ આગમના એંધાણ પારખવાની કેટકેટલીયે પદ્ધતિઓ પામર મનુષ્ય જીવે સદીઓથી શોધી જ રાખી છે ...!!! જ્યોતિષ અથવા તો ભવિષ્ય દર્શન કરાવતું શાસ્ત્ર ઈઝ વન એમોંગ ધેમ ડીયર ....!!!

મનુષ્યનો સ્વભાવ જ એવો છે કે એને હમેશા એ જાણવાની તીવ્ર ઈચ્છા થયા જ કરવાની કે જે થઈ રહ્યું છે તે કેમ ? શા માટે ? શું થઈ રહ્યું છે ? અને હવે શું થવાનું ? આ બધા અન્સોલવડ કોશચનોને સોલ્વ કરવાની અનેક અપેક્ષિતોમાંથી સૌથી ટોપમોસ્ટ અને ઓલ્વેઝ હીટ છે જ્યોતિષ . જ્યોતિષ શાસ્ત્ર છે કે વિજ્જ્ઞાન એ ચર્ચાનો અને વિવાદનો વિષય હંમેશાથી રહ્યો છે , આપણે પણ એની ચર્ચા ટાળતા પહેલા ફક્ત એટલું જ જાણીએ કે જ્યોતિષ એટલે શું ? જ્યોતિ અને ઈશ આ બે શબ્દોથી બન્યો જ્યોતિષ . જ્યોતિ એટલે પ્રકાશ અને ઈશ એટલે ઈશ્વરી સંકેત . જ્યોતિષ મતલબ કોઈ પરેશાની કે મુશ્કેલીઓનું સ્પષ્ટીકરણ બતાવનારી - પ્રકાશ પાડનારી પદ્ધતિ . બામુલાયજા ઈસ બાત પે ગૌર કિયા જાય કી અહી સ્પષ્ટીકરણ બતાવનારી પદ્ધતિ કહી છે નહિ કે મુશ્કેલીનો નાશ કરનારી પદ્ધતિ . વેઈટ ...વેઈટ ...મને ખબર છે કે આ વ્યાખ્યાના વિરોધમાં પણ દલીલો થઈ શકે છે પણ હકીકત એ છે કે જ્યોતિષ આ ટચુકડી વ્યાખ્યામાં સમાવી શકાય એવી વસ્તુ નથી જ . બીકોઝ જ્યોતિષ ઈઝ ઓલ અબાઉટ ફેઈથ ...અમસ્તુયે જ્યાં ભવિષ્યની વાત આવે ત્યાં શ્રદ્ધાબેન અચૂક હોય જ ( શ્રધ્ધાકપૂર નહિ બે ...)....શ્રધ્ધાનો વિષય એટલે જ્યોતિષ .....આશાની અટારી એટલે જ્યોતિષ ....આગમના એંધાણની આલબેલ એટલે જ્યોતિષ .....!!!!!

આઈ એન્ડ ઈવન યુ ઓલ કનો ધેટ કે ભલે જ્યોતિષને ટચુકડી વ્યાખ્યામાં સમાવી શકાય નહી પણ ટચુકડી જાહેરાતોમાં તો સમાવી શકાય ને બબુઆ ??? વર્તમાનપત્રોમાં આવતી ફલાણા ફલાણા જ્યોતિષીઓની જાહેરાતો ઉપર નજર મારી લેજો ..તમને એમ થઈ જાશે કે આહાહા બધી તકલીફોનો રામબાણ ઈલાજ તો આ લોકો પાસે જ છે ...!!!! યાદ છે ને બચપણમાં આપણામાંથી કેટલાયે આસામીઓએ ફૂટપાથીયા ગ્રીન પોપટ પાસે ભવિષ્ય-કાર્ડ ખેચાવેલા ? હવે લગભગ અલોપ થઈ ગયેલા લાલ-સફેદ ચક્કરવાળા અને મોટેભાગે એસ.ટી.કે રેલ્વે સ્ટેશને મુકેલા પેલા વજનકાંટા પર ઉભા રહીને પછી નીકળેલી વજન ચિઠ્‌ઠી કરતા એની પાછળ લખેલી આપ કી આજ વાંચવામાં લગભગ બધાને સરખો જ ઈન્તેઝાર રહેતો ને ...? કે પછી મેળામાં પેલા કલરફૂલ નાની નાની લાઈટોને ઝબકાવતા રહેતા મશીનમાંથી નીકળતું તમારૂં ભવિષ્ય કાને હેડફોન ભરાવીને સાંભળવામાં પણ તલ્લીન થઈ જ જતા ને ..? જ્યોતિષની સફર ટીપણાથી શરૂ થઈને પોપટ - વજનકાંટા ને હેડફોનીયા મશીનથી આગળ વધીને આજે ટેરોટ કાર્ડ , મેજિક બોલ થી ઈ-કુંડળી સુધી પહોચી ગઈ છે , જમાનો બદલાયો છે , જ્યોતિષીઓ બદલાયા છે ...પણ બકા અસલમાં ફક્ત સાધનો જ બદલાયા છે સાધકો અને ભાવકોની સાથેસાથે જ્યોતિષ તો એ ને એ જ રહ્યું છે ....!!! હૈ કી નઈ ...?

જ્યોતિષ શ્રધ્ધાનો વિષય છે , એણે સુચવેલા ઉપાયોને ફોલો કરવાનો વિષય છે . જ્યોતિષ એટલે અંદાજ - એક એસ્ટીમેટ ...આવું હશે કે થઈ શકે છે ? આવું થશે જ એવું કહેનાર અને માનનાર બંને અંધશ્રદ્ધાળુની કેટેગરીમાં ફીટ કરી શકાય . હવે જ્યાં શ્રધ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની શું જરૂર હે ? સલમાનના કાંડે ઝુલતા ગ્રીન લોકેટ તમારા માટે જે હોય તે પણ એને માટે શ્રધ્ધા છે , સચિનનો મેદાનમાં હમેશા જમણો પગ જ પહેલા મુકતો કે રાકેશ રોશનના ફિલ્મોના નામ દ્ભ થી જ શરૂ થાય એ એમની શ્રધ્ધા છે ....( બાય ધ વે આને ન્યુમેરોલોજી કહેવાય અને એ પણ એસ્ટ્રોલોજીના જ કુટુંબમાં ગણાય છે ..!!! ) જ્યોતિષનો વિરોધ કરનારાઓ હમેશા એક જ મુદ્દો ઉઠાવતા હોય છે અને એ છે ભલા ઉસકી કમીજ મેરે કમીજ સે સફેદ કૈસે ?? આઈ મીન જ્યોતિષનું ફળ એકસરખા પ્રસંગો કે વ્યક્તિઓમાં જુદું જુદું કેમ ? સી , કોઈ બે વ્યક્તિના સરખા ગ્રહોને આધારે સુચવેલા એકસરખા સમાધાનમાં બની શકે કે એક ને લાભ થાય અને બીજા ને ના પણ થાય પણ એનાથી જ્યોતિષની પોતાની શાસ્ત્રીય કે ગણિતીય મહતા ઓછી નથી થઈ જતી . આપણામાંથી ઘણાની કુંડળીમાં બચ્ચન , મોદી કે અંબાણી જેવા જ ગ્રહો પડયા હશે ...સો વોટ ? ડોક્ટરોના હાથે બધા ઓપરેશનો થોડા સફળ થાય છે ? એક જ કોથળામાંથી બધા નારિયેળ થોડા સારા જ નીકળે છે ? ૧૨ઃ૩૯ ના વિજય મુરતમાં ફોર્મ ભરેલા બધા ક્યા જીતે જ છે ...??? લીસ્ટ લાંબુ થઈ શકે એમ છે ....!!!

અહી જ્યોતિષની તંગડી ઉંચી રાખવાનો કોઈ જ ઈરાદો કે સંદેશ નથી એની નોંધ સાથે એટલું તો કહેવું જ પડે કે મૂહર્ત , કુંડળી કે ફળાદેશ કરાવ્યા વગરનો ભારતીય અને ખાસ કરીને હિંદુ કલ્પવો મુશ્કેલ છે . જો કે ખાલી ભારતીય કે હિંદુ જ શુકામ ? વિશ્વભરમાં આ આગમના એંધાણમાં રસ ધરાવનારાઓ મોટી માત્રામાં છે જ ... હા ભલે જે તે પ્રદેશમાં જ્યોતિષ જુદા કે અનોખા નામે ઓળખાતું હોય . આપણે ત્યાં કુંડળી , હસ્ત , નક્ષત્ર , વૈદિક નાડીશાસ્ત્ર જેવી જ્યોતિષની પરંપરાગત પદ્ધતિઓ પ્રચલિત છે એમ જ ચીનનું પશુઓને આધાર રાખીને કરાતુ વાષ્ર્િાક ભવિષ્ય મશહુર છે જ . અમેરિકાની અતિપ્રાચીન માયા સંસ્કૃતિ જાણીતી જ છે કે જેની પોતાની એક આગવી જ્યોતિષવિદ્યા હતી અને હજુ પણ એને માનનારા છે જ . હોંગકોંગમાં ચાયનીઝ કુંડળી બનાવવી અને ભવિષ્યવેત્તાઓની મુલાકાત લેવી નવી વાત નથી રહી . ઈવન ૧૪% જેટલા અમેરીકનો અને ૮% બ્રિટીશરો સુધ્ધા માને છે કે કુંડળી આપણું ભવિષ્ય બતાવી શકે છે .

આગળ લખ્યું એમ ભવિષ્ય જાણવું અને એને માનવું એ અંગત શ્રધ્ધાનો વિષય છે , કુંડળી મેળવ્યા પછી પણ લગ્નો પડી ભાંગતા હોય છે , શુભ મૂહર્તમાં શરૂ કર્યા હોવા છતાં પણ ધંધાઓ બંધ થઈ જતા હોય છે , કથનમાં ૬૦ વર્ષનું આયુષ્ય હોવા છતાં પણ ઘણા અકાળે ઉકલી જતા હોય છે અને આવી વક્ર બાબતોનો જ્યોતિષ પાસે પણ કોઈ સચોટ જવાબ નથી છતાં પણ ખાસ કરીને ભારતમાં જ્યાં દર બીજી સ્ત્રી અને ત્રીજો પુરૂષ જ્યોતિષમાં માનતો હોય અને ભવિષ્ય જાણવાની તાલાવેલી રાજાથી લઈને રંક સુધી એકસરખી જ હોવાની ત્યારે જ્યોતિષની ચડતી ચાલુ જ રહેવાની એ ચોક્કસ છે ,પણ એના માટે જરૂરી છે કે જ્યોતિષની પ્રેક્ટીસ કરનારાઓ જ્યોતિષને ૨૦-૫૦ રૂપિયામાં વશીકરણ કે કાલસર્પ યોગ જેવા નુશ્ખાંઓથી આગળ લઈ જઈને એક ગણિત , એક શાસ્ત્ર કે એક વિજ્જ્ઞાન તરીકે વધુ વિકસીત કે પ્રચલિત કરે .....!!!!!

મંથન

સાકેત દવે

એક મહોરૂં, નામે માણસ...

“ભૈયા... વો આગે સ્વિફ્ટ કાર જા રહી હૈ ન... જલ્દી સે ઉસકા પીછા કરો...”

લગ્નના માત્ર ત્રણ મહિના પછી પોતાના જ પતિ ઉપર શંકા કરી આ રીતે છુપાઈને તેની પાછળ પાછળ જવું રઝિયાને ખૂબ અજુગતું લાગતું હતું, પણ તેણે વિચાર્યું કે હવે અન્ય કોઈ વિકલ્પ ન હતો. પાણી હવે માથાંથી ઉપર વહી ગયું હતું.

વડીલોની મંજુરીથી થયેલા (એરેન્જડ) લગ્ન પહેલા ફિરોઝ સાથે ખાસ વધુ મુલાકાતોનો યોગ થઈ શકેલો નહિ. ને તે દરમ્યાન રઝિયાએ ફિરોઝને અને તેના જીવનને સમજવાનો થોડો પ્રયાસ કરેલો, પણ મુગ્ધતાના એ દિવસોમાં વાગ્દત્તા રઝિયાને ફિરોઝ અને તેની તમામ વાતો પ્રિયકર જ લાગી હતી. પણ અત્યારે રઝિયાને એ સઘળું યાદ આવી રહ્યું હતું અને તેની શંકા વધુ દ્રઢ બને એવા પ્રસંગો પણ બનેલા જ ને! લગ્ન પહેલાંની થોડીક મુલાકાતો દરમ્યાન જ્યારે ફિરોઝે રઝિયાને કહેલું કે, “જો રઝિયા, મારે પાપા તો ઘણા સમયથી નથી, ને અમ્મીજાન પણ ઘરડાં... તો હું કોઈ વન્ય-પંખીની માફક બહુ સ્વતંત્ર રીતે જીવવા ટેવાયેલો છું. હું અનેક વ્યવસાયો સાથે જોડાયેલો છું. મારી નાની એવી આ જિંદગીમાં કોઈપણ અન્ય વ્યક્તિ ચંચુપાત કરે તે મને પસંદ નથી; મારી પત્ની પણ નહિ... પ્લીઝ ડોન્ટ ટેઈક ધીસ નેગેટીવ ડીયર...”

એ સમય જ એવો હતો કે ફિરોઝ જાણે કોઈ કવિતા બોલતો હોય એમ મુગ્ધ રઝિયા આ બધું સાંભળી લેતી ને મીઠું મીઠું મુસ્કુરાતી. આજે ફિરોઝનું એ સ્મિત રઝિયાને મૂર્ખ બન્યાનો એહસાસ કરાવી ખૂંચી રહ્યું હતું. લગ્ન પહેલાંની એ મુલાકાતો દરમ્યાન અચાનક આવેલા કોઈપણ ફોન-કોલને પતાવી ઘણીવાર ફિરોઝ તાત્કાલિક ત્યાંથી નીકળી જતો, ત્યારે રઝિયા તેને એક મીઠો ઝગડો કરવાનો અવસર માત્ર માનતી. આજે યાદ આવેલા આવા પ્રસંગો રઝિયાને વધુ ને વધુ શંકાશીલ બનાવી રહ્યા હતા.

ફિરોઝની ગાડી અમદાવાદની બહાર નીકળી ગાંધીનગર તરફ વળી ત્યારે રીક્ષાવાળાએ પાછળ વળી રઝિયા સામે જોયું ને રઝિયાએ આંખો વડે જ સંમતિ દર્શાવી. કોઈ અઘરી પઝલ-રમતના અંકોડા મળતા હોય એમ ત્રણ મહિનાના લગ્નજીવન દરમ્યાન બનેલા કેટલાક પ્રસંગો રઝિયાના મનમાં ફરી તાદૃશ થઈ ઉઠ્‌યા. એક્સપોર્ટ-ઈમ્પોર્‌ટનો ધંધો તો ફિરોઝને નામનો જ હતો તેવી ખબર ઘણી વહેલી પડી ચૂકી હતી, કારણ તે મોટાભાગે મિટિંગના બહાને ઓફિસની બહાર કોઈ અજ્જ્ઞાત સ્થળે રહેતો અને વીક-એન્ડમાં પણ ઘરેથી કલાકો સુધી ગાયબ થઈ જતો. મોડી રાત સુધી એ ઘરમાં બીજે માળે આવેલા અલગ ઓરડામાં લેપટોપ પર બેસી રહેતો ને રઝિયા આવતાં જ લેપટોપ બંધ કરી દેતો.

થોડાં જ દિવસો પહેલાં ડાબા બાવડાં પર પડેલ ઊંંડા ઘાને ફિરોઝે અકસ્માતમાં થયેલ ઈજા દ્વારા ઢાંકી દેવાની કોશિશ કરેલી; એકવાર જ્યારે તેની બેગમાંથી પડી ગયેલા કેટલાક નકશાઓ વિષે રઝિયાએ તેનું ધ્યાન દોરેલું, ત્યારે પણ એ અજબ રીતે અસ્વસ્થ બની ગયેલો. નકશા શેના છે તેના વિષે રઝિયાને આપવા માટે ફિરોઝ પાસે ઉત્તર નહોતો, આવા તો અનેક પ્રસંગો રીક્ષામાં ઊંભડક બેઠેલી રઝિયાને યાદ આવી ગયા. અને આજે સવારે રઝિયાએ જે જોયું તેને શંકાનું નામ આપી શકવાની તેને જરાય જરૂર ન લાગી. થોડાં દિવસોથી શંકાથી ઘેરાયેલી રઝિયાએ જ્યારે જોયું કે, સવારનો નાસ્તો કરતી વખતે આવેલા ફોન-કોલે ફિરોઝની ગતિવિધિ અચાનક વધારી દીધેલી અને ફિરોઝ કપડાં બદલવા રૂમમાં ગયો ત્યારે ઉતાવળમાં અધખુલા રહી ગયેલા બારણામાંથી ઝાંખીને જોવાનું રઝિયા ટાળી શકી નહોતી. અને જ્યારે ફિરોઝે તેના ટેબલના અંદરના ખાનામાંથી ૨૪ બેરેટની ઓટોમેટિક પિસ્તોલ કાઢીને બેગમાં મૂકી ત્યારે રઝિયા અવાચક બની તેને જોઈ રહી હતી.

રઝિયાએ વિચાર્યું કે, નક્કી ફિરોઝ કોઈ અમાનવીય પ્રવૃત્તિમાં જોડાયેલો હોવો જોઈએ, અન્યથા પોતાની પત્નીથી છુપાઈ, પિસ્તોલ લઈ કોઈ જગ્યાએ દોડી જવાનું પ્રયોજન શું હોઈ શકે? ફિરોઝની ગાડી ગાંધીનગર આવતાં પહેલાં કોઈ ગામડાં તરફ જતી કેડી ઉપર વળી અને દોઢેક કિલોમીટર આગળ જતા એક ખંડેર જેવા મકાનની બહાર ઊંભી રહી. સલામત અંતર રાખી રઝિયાએ રીક્ષા છોડી દીધી અને તે પગપાળા આગળ વધી. તેણે જોયું કે ફિરોઝ ખૂબ ત્વરિતપણે ગાડીમાંથી ઉતરી મકાનમાં પ્રવેશ્યો. મકાનના દરવાજે ઊંભેલા કરડા ચહેરાવાળા એક હટ્ટાકટ્ટા વ્યક્તિએ એને સલામ ભરી તે પણ દૂરથી રઝિયાએ જોઈ લીધું.

લપાતી છુપાતી રઝિયા મકાનની પાછળના ભાગે આવેલી તૂટેલી વાડમાંથી મકાનમાં પ્રવેશી અને ખૂબ સાવધાનીથી મકાનના મુખ્ય ઓરડાની બારી પાસે પહોંચી. અધખુલી બારીમાંથી તેણે જોયું તો લશ્કરી ગણવેશ જેવા કપડામાં સજ્જ અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે ફિરોઝ કોઈ ચર્ચામાં મગ્ન હતો અને ઘરેથી લાવેલા નકશા ટેબલ પર પથરાયેલા હતા. રઝિયાને ત્રુટક વાતચીત પરથી લાગ્યું કે ક્યાંક હુમલો કરવાની સાજીશ રચાઈ રહી હતી. રઝિયા વધુ સાંભળે કે સમજે એ પહેલાં અચાનક કોઈકે પાછળથી આવી રઝિયાને બાવડાથી પકડી તેના લમણાં પર પિસ્તોલ ધરી દીધી. રઝિયા પાસે તે વ્યક્તિને શરણે થવા સિવાય અન્ય વિકલ્પ રહ્યો નહિ. ત્રસ્ત બનેલી રઝિયાને મોંઢે ડૂચો મારી પેલો માણસ તેને લગભગ ઘસડીને મકાનમાં લઈ ગયો તે સમયે તેમના પ્રવેશદ્વાર તરફ પીઠ રાખી ઊંભેલી વ્યક્તિઓ યોજનાને અંતિમ સ્વરૂપ આપી રહેલી લાગી. ઓરડામાં રહેલા એક વ્યક્તિ દ્વારા ફિરોઝને સંબોધીને કહેવાઈ રહેલા તેમની ચર્ચાના અંતિમ શબ્દો, થાકીને લથડી ચૂકેલી રઝિયાના કાને પડયા,

“......તો કેપ્ટન ફિરોઝ, ભારત સરકાર અને સમગ્ર ભારતીય સેનાને આપના જેવા અન્ડરકવર લશ્કરી એજન્ટ અને કમાન્ડો ઉપર નાઝ છે, જેમણે દેશ માટે પોતાનું જીવન અર્પણ કર્યું છે. મને ખાતરી છે કે અન્ય ઓપરેશન્સની જેમ ભારતના અનેક નાગરિકોની સુરક્ષા જેની સાથે સંકળાયેલી છે તેવા આ ઓપરેશનને પણ આપ ખૂબ ખાનગીપણે સફળતાપૂર્વક પાર પાડશો. જય હિન્દ સર....! ”

ફાટેલી આંખે પોતાના પતિના આ નવા સ્વરૂપને જોઈ રહેલી રઝિયા એ સમયે અવાચક બની એક આછા સંતોષકારક સ્મિતને હોઠ પર સમાવી બેહોશ થઈ ઢળી રહી હતી...

સંજય દ્રષ્ટિ

સંજય પિઠડીયા

ગુરૂ તારો પાર ન પાયો....

એક નદીને તીરે ધૌમ્ય ઋષિનો આશ્રમ. આશ્રમમાં અનેક શિષ્યો. કોઈ પાસેના ગામથી નો કોઈ દૂરના ગામથી એમ બધાં ભણવા આવેલાં. ગુરૂ એમને વેદ-પુરાણ ભણાવે, શાસ્ત્રો ભણાવે. સવાર થાય ને આશ્રમ વેદોના મંત્રોના અવાજથી ગાજી ઊંઠે. કોઈ શિષ્ય શાસ્ત્રના મંત્રો બોલતો હોય તો કોઈ આશ્રમના કામમાં મદદમાં લાગી ગયો હોય. કોઈ ઝાડને પાણી પાતો હોય, કોઈ ફૂલો વીણતો હોય, ને કોઈ ગાય દોહતો હોય. કોઈ ધ્યાનમાં ડૂબેલો હોય ને કોઈ ઝાડની ડાળી પર ભીનાં વલ્કલ સૂકવતો હોય. ભણવા આવેલા શિષ્યોમાંના એકનું નામ આરૂણિ. આરૂણિ ગુરૂજીની દરેક આજ્જ્ઞાનું પાલન કરે. ગુરૂની સેવામાંથી વખત બચે તેમાં તે ગુરૂભાઈઓને પણ ઉપયોગી થાય.

એક વાર વર્ષા્રઋતુનો સમયમાં આરૂણિને ગુરૂએ આજ્જ્ઞા આપી : “પ્રિય આરૂણિ ! તું અત્યારે જ ખેતરે પહોંચી જા અને ખેતરને પાળા બાંધી દે કે જેથી વરસાદનું જળ ખેતરની બહાર ન નીકળી જાય. બધું જળ ખેતરમાંથી વહી જશે તો પાક સારો નહીં ઊંતરે. વર્ષાનું જળ ખેતરમાં જ શોષાઈ જવું જોઈએ.” આજ્જ્ઞા સ્વીકારી આરૂણિ ખેતર પર આવ્યો. વરસાદ મુશળધાર તૂટી પડયો હતો. ખેતર જળથી છલકાઈ ગયું હતું. ખેતરને પાળા બાંધેલા હતા, પરંતુ એક ઊંંચી જગાએથી પાળો તૂટી ગયો અને એમાંથી વેગપૂર્વક જળ વહી રહ્યું હતું. આરૂણિએ પાવડો લીધો અને ભીની માટીથી પાળાને પૂરવા લાગ્યો, પરંતુ અનરાધાર વર્ષાને કારણે ખેતરમાંથી જે વેગથી પાણી બહાર નીકળતું હતું એ આરૂણિએ પૂરેલી ભીની માટીને ખેંચી જતું. તનતોડ શ્રમ કરી આરૂણિ પાળાને પૂરવા મથી રહ્યો, પરંતુ એનો શ્રમ એળે જતો હતો. છેવટે પાવડો ફગાવી તૂટેલા પાળાની આડે પોતે સૂઈ ગયો. આમ થવાથી પાણી રોકાઈ ગયું. થોડી વાર પછી વરસાદ પણ બંધ રહ્યો. પરંતુ ખેતરમાં પાણી ભરેલું હતું. જો પોતે ઊંભો થાય તો બધું પાણી નીકળી જાય. એ ચૂપચાપ પડી રહ્યો અને રાત પડી ગઈ. સવારે હવન કરી બધા શિષ્યો ગુરૂને પ્રણામ કરવા આવ્યા. ગુરૂએ જોયું કે એમાં આરૂણિ ન હતો. એમણે શિષ્યોને પૂછ્‌યું, “તમે કોઈએ આરૂણિને જોયો?” શિષ્યોએ કહ્યું, “ગુરૂજી! ગઈ કાલ સાંજ પછી એ દેખાયો નથી.” બે શિષ્યોને સાથે લઈ ગુરૂ આરૂણિને શોધવા નીકળી પડયા. “ઓ આરૂણિ!”, “ઓ આરૂણિ!” એવી બૂમો પાડતા તેઓ આશ્રમથી ઘણે ડાંગરના ક્યારડા હતા ત્યાં આવી પહોંચ્યા. ક્યારડા પાસે ઊંભા રહી ચારે તરફ નજર કરી. કોઈ દેખાયું નહિ. ગુરૂએ ફરીથી મોટેથી બૂમો મારી, “આરૂણિ!”, “આરૂણિ!” ત્યાં તો દૂરથી અવાજ આવ્યો, “ગુરૂદેવ ! હું અહીં છું. આ ઓતરાદી પાળ તરફ આવો.” ધૌમ્ય અને શિષ્યો ઓતરાદી પાળ તરફ દોડી ગયા. ધૌમ્યે નજર કરી તો આરૂણિ ક્યારડાના અંદરના ભાગમાં પાળની આડો પડેલો હતો. ગુરૂજીએ આરૂણિને ઊંભા કહેવા કહ્યું ત્યારે આરૂણિ બોલ્યો, “ના ગુરૂદેવ ! હું જો ઊંભો થાઉં, તો આ ક્યારડાનું બધું પાણી વહી જાય. પાળમાં આ જગ્યાએ કાણું પડેલું છે. તે કાણા આડું મેં મારૂં શરીર ગોઠવ્યું છે. કાણું પુરાય પછી જ મારાથી ઉઠાય.” ઋષિનોએ શંખ ફૂંક્યો. આશ્રમમાંથી ઘણા શિષ્યો દોડી આવ્યા. ચોમેરથી માટી પથરા વગેરે લાવીને તેમણે કાણું પૂરી દીધું. કાણું પુરાયું એટલે હાડમાંસના જીવતા પાળા સમા આરૂણિને ધૌમ્યે આજ્જ્ઞા કરી, “આરૂણિ! ઊંભો થા.” આરૂણિ ઊંભો થયો, ગુરૂના પગમાં પડયો અને બોલ્યો, “ગુરૂદેવ ! કાલે સાંજે હું એકલો ફરતો-ફરતો ડાંગરના ક્યારડા પાસે આવ્યો હતો. મેં જોયું તો ક્યારડાની આ પાળમાં કાણું પડેલું હતું અને તેમાંથી પાણી વહી જતું હતું. તમે અમને કહ્યું હતું કે, ‘આજે વરસાદ જેરદાર છે. એનું પાણી આપણા ખેતરની પાળ તોડી ન નાખે તો સારૂ. પાળ તૂટી જશે અને પાણી વહી જશે તો ડાંગર નહિ પાકે.’ મેં ક્યારડામાંથી માટી લઈને કાણું પૂરવા મથી જોયું. કાણું તો મોટું થવા લાગ્યું. પાણી વધારે ને વધારે વધી જવા લાગ્યું. આશ્રમમાં ખબર આપવા આવું ને બીજાને મદદે બોલાવું એટલામાં તો બધું જ પાણી વહી જાય. એટલે હું કાણા આડે સૂઈ ગયો ને પાણી વહી જતું અટકી ગયું. રાત આખી વરસાદ પડયા કર્યો એટલે ન અવાયું. મને માફ કરો.” ઋષિનો બોલ્યા, “વત્સ ! માત્ર ક્ષમા આપું કે તારા કાર્યની પ્રશંસા કરૂં?” ધૌમ્યઋષિનોનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઊંઠ્‌યો. આરૂણિના આ કાર્યથી ધૌમ્ય ખૂબ ખુશ થયા અને શિષ્યોને લઈ આશ્રમમાં પાછા ફર્યા. સૌએ આરૂણિની ભારે પ્રશંસા કરી. આશ્રમથી ઘેર આવ્યા પછી એ ‘ઉદ્દાલક’ નામે ઓળખાયો. ઉદ્દાલક એટલે પાણીનો બંધ.

શાસ્ત્રોમાં ગુરૂ-શિષ્યોના સંબંધને દર્શાવતી, સમજાવતી ઘણી વાર્તાઓ આપણે સાંભળી છે પણ આરૂણિની આ વાર્તા કોઈની સર્વોપરી તાકાત કે આકાશી શક્તિ વગરની, ફ્ક્ત અને ફ્ક્ત એક શિષ્યની ગુરૂઆજ્જ્ઞા પાળવા માટેની નિષ્ઠા દર્શાવે છે.

*****

ગયા મહિને એક ખૂબ જ સુંદર અને અદ્‌ભૂત બનાવ બન્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ આદરણીય ગુરૂ પ્રમુખસ્વામી મહારાજ સાથેની પ્રેરણાસભર અનુભૂતિઓ પર ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખર વિજ્જ્ઞાની ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે એક પુસ્તક લખ્યુંઃ ટ્રૅન્સેન્ડન્સ - માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખસ્વામીજી! આ પુસ્તકનું વિમોચન ૨૦ જૂન ૨૦૧૫ના રોજ સાળંગપુર ખાતે કરવામાં આવ્યું. આ તો ‘ગુરૂ પોંખાયાની વેળા’ અને આપણે ગુજરાતીઓને ગૌરવ લેવા જેવી એક ખૂબ જ નોંધપાત્ર ઘટના છે. ભાષાના બંધન ગુરૂવંદના કરવામાં નડતા નથી એનું સચોટ ઉદાહરણ એટલે આ પુસ્તક. ડૉ. કલામ ગુજરાતી ભાષા નથી જાણતા અને પ્રમુખસ્વામીજી અંગ્રેજી ભાષા નથી જાણતાં, છતાં આ રીતે ભાવાત્મક એકતા દર્શાવતા આ પુસ્તકમાં એમના ૧૪ વર્ષથી ચાલ્યા આવતા અવિરત સંબંધોનું આલેખન છે. પુસ્તક વિમોચન વખતે ડૉ. કલામ બોલ્યા, “સન ૨૦૦૫ માં દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામનું ઉદ્‌ઘાટન થયું તે પ્રસંગે મેં એક પવિત્ર અનુભવ કર્યો હતો, અને ત્યારે જ આ પુસ્તક લખવાનું બીજ મારા મનમાં રોપાઈ ગયું હતું. આપ મારા ‘અલ્ટીમેટ ટીચર’ (પરમ ગુરૂ) છો. આપની પાસેથી હું ઘણું શીખ્યો છું. આપ લોકોનાં હ્ય્દયમાંથી અહં અને મમત્વ દૂર કરવાનું મહાન કાર્ય કરો છો.”

માસ્તર કહો, શિક્ષક કહો, આચાર્ય કહો - બધાનો અર્થ એક જ! જીવનમાં લઘુ બનવા જ ન દે એનું નામ ગુરૂ! ગુરૂની જરૂર કોને ન પડતી હોય? રાજા રામને પડે, ગીતાના ગાનાર કૃષ્ણને પડે તો આપણને તો પડે જ તે ને? રામચરિતમાનસમાં તુલસીદાસજીએ પહેલા પ્રકરણનું નામ આપ્યું છે ‘ગુરૂવંદના’. તુલસીદાસજી રામકથા લખવાનો પ્રારંભ કરે છે ત્યારે કહે છે કે ‘ગુરૂની ચરણરજથી મારાં નેત્રોને પવિત્ર કરીને હું રામકથાનું વર્ણન કરી રહ્યો છું.’ રોટલો કેમ રળવો તે નહીં પણ દરેક કોળિયાને મીઠો કેમ કરવો એ કેળવણી ગુરૂ આપે છે. ગુરૂ પાસે જવું એટલે નોળવેલ સૂંઘવા જેવું. ઘણાં એમ કહે કે નોળિયાને સાપનું ઝેર ન ચડે પણ એ વાત ખોટી. ઝેર ઝેર છે, ભગવાન શિવને પણ કંઠમાં રાખવું પડેલું, જે જેનો સ્વભાવ હોય એ કદી ન મૂકે. નોળિયા અને સાપનું યુદ્ધ થતું હોય ત્યારે નોળિયાને ઝેર ચડે જ પણ જ્યાં એ રહેતો હોય ત્યાં નોળવેલ નામની વનસ્પતિ એણે રાખેલી હોય, જ્યારે જ્યારે સાપ ડંખ મારે ત્યારે એ આવીને સૂંઘી લે, અને ઝેર ઊંતરી જાય. એમ જ્યારે જ્યારે ગુરૂ પાસે જાઓ ત્યારે આપણી અંદરના ઈર્ષ્યાના, લાલચના, લોલુપ્તાના, કામના ઝેર ઊંતરી જાય છે.

“ગુરૂજી, હું રે વગડાનું કૂણું એક ફૂલડું રે...બાવાજી મને લેતાં તમે જાવ રે...હું રે...

હું રે વગડાનું કડવી વેલનું તૂંબડું રે...બાવાજી મને લેતાં તમે જાવ રે...હું રે...

હું રે વગડાનું સૂકું એક ઈંધણું રે...બાવાજી મને લેતાં તમે જાવ રે...હું રે...”

આ પંક્તિઓ ભગત બાપુના એક ખૂબ જ પ્રાચીન ભજનમાંથી લીધી છે જેનો અર્થ ખૂબ જ ગૂઢ છે. એક સંતનું જંગલમાંથી નીકળવું અને પાછળથી પુકાર થયો. એ પુકાર કોનો કોનો હતો? પહેલો પુકાર ફૂલડાંનો હતો. ફૂલડાંએ કીધુંઃ “બાવાજી તમે મને લેતાં જાવ. જો હું કોઈ બીજાના હાથમાં આવીશ તો હાર બનાવશે, વેણી બનાવશે. કદાચ હાર બનાવે અને પરમાત્મા સુધી પહોંચાડે એની મને તકલીફ નથી પણ જો કોઈ નેતાની ડોકમાં ગ્યો, તો મારૂં જીવતર એળે જાય. મને બીક છે. આપ મને લેતાં જશો તો મને ૧૦૦% ખાત્રી છે કે તમે મને પરમાત્માના ચરણ સુધી પહોંચાડશો.” આગળ ચાલ્યા એટલે બીજો પુકાર થયો - એ પુકાર કડવી વેલના તૂંબડાનો પુકાર હતો. તૂંબડાએ કીધુંઃ “બાવાજી તમે મને લેતાં જાવ. જો હું કોઈ મદારીના હાથમાં આવીશ તો મોરલી બનાવીને કંઈક જીવોને પોતાની સામે નચાવશે. આપ લઈ જશો તો મને વિશ્વાસ છે કે મારૂં કદ નાનું હશે તો કમંડલ બનાવશો અને કદ મોટું હશે તો એમાં વાંસનો ટૂકડો નાખી એનો એકતારો બનાવી કાયમ તમે ભજન ગાશો.” આપણે કડવા હોય તો યે શું? એક વાર પુકાર કરી નાખો તો જીવન સુધરી જાય. આપણે જેવા હોઈએ એવા ગુરૂ આગળ પ્રગટ થઈ જીએ તો વાંધો ન આવે. આગળ ચાલ્યા એટલે ત્રીજો પુકાર સૂકાયેલા ઈંધણાનો પુકાર હતો. ઈંધણાંએ કીધુંઃ “બાવાજી તમે મને લેતાં જાવ. મને વિશ્વાસ છે કે અમે બળી જાશું પણ તમારી ધૂણીની અંદર અમે તપશું તોયે અમારૂં કલ્યાણ થઈ જશે.”

આમ જુઓ તો ટ્રેન જેવું જીવન હોવું જોઈએ. ટ્રેનના ડરાઈવર પાસે બે જ કંટ્રોલ હોય - એક બ્રેક અને બીજું એક્સલરેટર. એ લાલ સિગ્નલ જુએ એટલે બ્રેક દબાવે અને લીલું સિગ્નલ જુએ એટલે એક્સલરેટર દબાવે, બાકી ડરાઈવરની તાકાત નથી કે આ પાટે ચાલતો હોય તો બીજા પાટે ટ્રેન દોડાવવા માંડે. ટ્રેનના પાટા બદલનારો તો ઉપર કંટ્રોલરૂમમાં બેઠો બેઠો પાટા બદલતો હોય. એમ આપણે જીવનમાં લાલ સિગ્નલ દેખાય એટલે ઊંભું રહી જવાય, લીલી લાઈટ દેખાય એટલે ચલાય બાકી આપણા પણ પાટા બદલનારો ગુરૂ ક્યાંય ઉપર બેઠો બેઠો પાટા બદલે છે. ગુરૂ આગળ ક્યારેય ખોટું ન બોલવું એટલે એમને ખબર પડે કે આપણને કયા પાટે ચડાવવા.

ગુરૂ બનવું કંઈ સહેલું નથી. જેમ રડતા બાળકની જોઈને મા દોડતી બાળક પાસે પહોંચી જાય એમ શિક્ષણ વિના તરફડતા વિદ્યાર્થીઓને જોઈને દોડી જાય એ જ સાચો ગુરૂ! શાસ્ત્રોમાં કથન છે કે ‘શિષ્ય જ્યારે તૈયાર હોય છે ત્યારે ગુરૂ તેની સમક્ષ પ્રગટ થાય છે.’ તમે તૈયાર ન હો, તો ગુરૂ સામે હોય તોયે ધ્યાન ન જાય. હીરો શું છે એ તમને ખબર ન હોય તો હીરો સામે પડયો હોય છતાં તમે તેને કાચનો ટૂકડો માની તેના તરફ દુર્લક્ષ કરી પસાર થઈ જાઓ. વળી બે વચ્ચેનો ભેદ ન જાણતા હોય એ કાચના ટૂકડાને હીરો માનીને જિંદગીભર તેનું જતન કરતા રહો એમ પણ બને. ભક્ત અને ભગવાન કરતાંયે વિશિષ્ટ સંબંધ હોય તો તે ગુરૂ-શિષ્યનો છે. અર્જુનના કૃષ્ણ સાથેના ઘણાં સંબંધો હતાં પણ જ્યાં સુધી અર્જુને શિષ્યત્વ ન સ્વીકાર્યું ત્યાં સુધી ઈશ્વર સાથે હોવા છતાં એ ઈશ્વરત્વને પામી ન શક્યો.

પડઘોઃ

હસી રહીતી મંઝીલો, છૂટી ગયો તો કાફલો,

થઈ રહ્યો તો રાત-દિન, દિશાઓનો મુકાબલો,

મને થતું કે કોણ હવે, લઈ જશે ઉજાસમાં,

પ્રભુ કૃપા કે સંત તમે મળ્યા, જીવન પ્રવાસમાં

(ગની દહીંવાલા)

સખૈયો

સ્નેહા પટેલ

સદેહે !

હ્વહાર્ત્ર્% ૈરકિીૂિર્ ાજ ીહટ્ઠ /ાૂેટ્ઠ ઈંજિ ત્નોંન્િ; હર્જા%!

જિ ેુેીન્ીજ ર્ૐાાજર્ ઙ્મુકે િરિ;જ દૃકન્ીેશ્ ઇર્ન્ેજ હ/ાાિ !!

ર્ૐાાાહ્લાઃઢ ઙ્મીકૈઢિર્ ં;કજ્જ હ્વર્’દ્ઘઙ્ઘા ઙ્મઈીો ઙ્ઘદ્ઘજિ ખ્તજી !

કઙ્ઘટ્ઠિૂ ીા= ઙ્મઈીો ૈ;ાઢૈિં ેખ્તરટ્ઠ ખ્તજી !

અટાિાદ્ઘ ઙ્ઘમજદ્ઘ ત્ની હ્લિાા ,ઙ્ઘાટડિા ઙ્મજ ખ્તર ઙ્મઊઅિા બૈિં ખ્તાજરિ ખ્તજી

દૃાજીદ્ઘ હ્વર્’દ્ઘ દૃૌઙ્ઘાજ દૃા’ાર્રાઢહશ્ હજજિ ખ્તજી !

શ્ ર્ટજહ-

સખા તેં કદી ’પ્રેમ’ શબ્દ સાંભળ્યો છે ? શું કહે છે ? ’હા’ ? અચ્છા, સાંભળ્યો તો અનુભવ્યો છે ખરો ?

પ્રેમ એ એક આહલાદક, અવર્ણનીય સ્થિતી છે. જેમાં તમે તમારી ગમતી વ્યક્તિના વિચારોમાં જ રમમાણ રહો. દિવસ, રાત જેવા કોઈ જ કાળનું ધ્યાન ના રહે. ઉંઘમાં ય જાગો ને જાગતાં હોવ ત્યારે જ એક ઘેનમાં જ રહો. તમારી નજર સમક્ષ તમારા પ્રિયતમનો ચહેરો ઈન્દ્રધનુષી રંગ સાથે રમ્યા જ કરે. બસ, મારી ખરી મૂંઝવણ અહીંથી જ શરૂ થાય છે પ્રિય !

મેં તો તને કદી સદેહે જોયો જ નથી. તારી ફરકતી પાંપણ, હોઠ પર રમતું મુલાયમ સ્મિત, તારા સુંવાળા, વાંકડિયા ઝુલ્ફોની હળ્વી હળ્વી ફરફર, તારી નજરમાંથી નીતરતા અમી ...આ બધું તો મારી રોજબરોજની કલ્પના મુજબ બદલાતું રહે છે. એમાં મારા મનની સ્થિતી બહુ અગત્યનો ભાગ ભજવે છે. હું ખુશ હોવું છું ત્યારે તું બહુ જ રૂપાળો લાગે છે - દુનિયાનો સૌથી સુંદર - સુંદરતમ ! પણ જ્યારે હું ઉદાસ હોઉં છું ત્યારે તારી નજરમાંથી મારે ભોગવવી પડતી તકલીફોના અંશ ટપકે છે, તારા લીલાછમ અધરની મધુર લાલી સાવ ફીકાશ પકડી લે છે, સાવ સપાટ - દુનિયાની સર્વ ખુશીઓથી જોજનો દૂર હોય એવી દશામાં વંકાઈ જાય છે. આ બધું શું મારા મનનો ભ્રમ જ હશે કે ? કારણ તો એ જ કે મેં તને માનવસ્વરૂપે જોયો જ ક્યાં છે ! હું તો તારા પ્રત્યેના અદમ્ય આકર્ષણથી અભિભૂત થઈ જાઉં છું અને પછી તો મને કશું ભાન જ ક્યાં રહે છે ! મારી મનઃસ્થિતીનો તારી મૂર્ત્િામાં કાયમ પડછાયો પડે છે. આમ તો

મને ખબર છે કે હું તને કાયમ પથ્થરની મૂર્ત્િામાં જ શોધવાનો યત્ન કરૂં છું. મારા એ પ્રયાસોમાં,વિચારધારામાં હું કેટલા અંશે સાચી, કેટલા અંશે ખોટી છું એની કોઈ જ જાણકારી મને નથી. વળી હું રહી ભારે ગુમાની ! દુનિયાવાળા સમજાવવા આવશે તો પણ હું એમની વાત કાને નહીં ને નહીં જ ધરૂં. મને સમજાવી શકવાની શકવાની તાકાત જો કોઈમાં પણ હોય તો એ ફકત અને ફક્ત તારામાં જ છે બાકી કોઈ કાળામાથાનો માનવી, કોઈ માઈનો લાલ એ માટે સમર્થ નથી. પણ તું મને સમજાવવા આવે એટલો સમય જ ક્યાં છે તારી પાસે . તારે શિરે તો આખી દુનિયાનો ભાર, મારા જેવી કેટલી ય ભગતના મૂડ સાચવવાની ચિંતાનો તાજ છે. હું તારી મર્યાદા સમજી શકું છું અને વર્ષોથી એ મર્યાદાને માન આપીને સ્વીકાર કરતી આવી છું. પણ ઘણી વખત મન થઈ જાય છે કે તને મારી સામે ઉભેલો , સદેહે જોવું. તું તો મર્યાદા પુરૂષોત્તમ છું, તને આ મર્યાદાઓની મર્યાદા શું કામ નડવી જોઈએ. ના, તને જીવથી ય અદકેરો ચાહનારા માટે આવી બધી મર્યાદા નડતી હોય તો તું ભગવાન હોઈ જ ના શકે. મારી શ્રધ્ધાથી ઘડેલી તારી કલ્પના - મૂર્તીમાં આ મર્યાદા શબ્દ ’ખંડન’ સમો લાગે છે.

હું આખરે એક માણસ છું, સાવ જ સામાન્ય માણસ. તું મારી પાસે, મારી કલ્પનાશક્તિ પાસે, મારી શ્રધ્ધા પાસે ગજા બહારની અપેક્ષાઓ ના રાખ અને મને દર્શન આપી દે. બની શકે તારા દર્શન માટેના મારા આ ટળવળાટમાં હું તને સ્વાર્થી લાગુ, પણ તને સદેહે જોવા મળવાનો લહાવો મળતો હોય તો મને એ ’સ્વાર્થી’નું બિરૂદ પણ માન્ય છે . કમ સે કમ તને એક વાર સદેહે જોઈશ પછી મને મારી કલ્પનાને હકીકતનો ઢોળ તો ચડશે. મનોમન બંધાતી જતી તારી મૂર્ત્િામાં પ્રાણ તો પડશે. હું કેટલી સાચી કેટલી ખોટી એની સમજ પણ પડશે.

તને ખબર છે કે પ્રેમમાં પડીએ તો માનવીની શું હાલત હોય છે ? કદાચ તને એ ખ્યાલ નથી જ. કારણ પ્રેમનો એક સર્વસામાન્ય નિયમ છે કે તમે જેને પ્રેમ કરતાં હો એને સ્પર્શવાનું મન થાય. ના..ના..મૂર્ત્િા નહીં - સદેહે જ્સ્તો ! એના વાળમાં હાથ ફેરવવાનું મન થાય, એની નજર સાથે તારામૈત્રક સાધીને એની આંખ વાટે સીધા એના દિલમાં પ્રવેશવાનું મન થઈ જાય. હું તને ચાહું છું, અતિશય ને એ ચાહતના પડઘા તારા દિલમાં પડે તો જ મને મારી ચાહતની સાર્થકતા લાગે છે.

આ એક અદના માણસની મનોસ્થિતી છે. હું બીજા બધા માણસથી અલગ થોડી છું. મારે પણ બે કાન,બે આંખ, બે હોઠ, એક નાક અને એક લાગણીથી છલોછલ હૈયું છે. એ હૈયામાં તારા દર્શનની અદમ્ય તરસ છે. પોતાના ચાહનારાની તું કઠોર પરીક્ષાઓ લે છે અને ચૂપચાપ ઉપર બેઠો બેઠો હસ્યાં કરે છે પણ યાદ રાખજે કે જેની પરીક્ષા લો એને પરિણામ આપવાની તૈયારી રાખવી પડે. પાસ કે નાપાસ એટલું પણ કહેવા નીચે આવવાની તસ્દી તારે લેવી તો પડશે જ. તો બસ, તું તારૂં પરીક્ષાઓ લેવાનું કામ ચાલુ રાખ હું તો એના રીઝલ્ટની રાહ જોવામાં જ દિવસો ગાળું છું !

બોલીસોફી

સિદ્ધાર્થ છાયા

એક માત્ર ભૂલની આટલી મોટી સજા હોય?

૧૯૮૦ના દાયકામાં જીતેન્દ્ર પોતાની આર્થ્િાક સંકટથી બહાર નીકળવા માટે આડેધડ સાઉથની ફિલ્મો સાઈન કરવા માંડયા હતાં. આથી આ સમયગાળામાં એમની કેટલીયે ફિલ્મો આવી અને ગઈ. આમાંથી ઘણી હીટ ગઈ અને ઘણી ફ્લોપ. જે ફ્લોપ ગઈ અથવાતો લોકોની આંખે બહુ ન ચડી એવી એક ફિલ્મ હતી ‘એક હી ભૂલ’ જે ૧૯૮૧માં આવી હતી. આ ફિલ્મમાં જીતેન્દ્ર સાથે રેખા, શબાના આઝમી, મઝહર ખાન, અસરાની અને નાઝ હતાં. આમતો આ એક સંપૂર્ણ મસાલા ફિલ્મ હતી, પરંતુ ફિલ્મમાં એક છૂપો સંદેશ પણ હતો.

ફિલ્મની વાર્તા પ્રમાણે જીતેન્દ્ર અને રેખા એકજ કંપનીમાં કામ કરતાં કરતાં એકબીજાનાં પ્રેમમાં પડી જાય છે અને લગ્ન પણ કરી લે છે. રેખાનો સ્વભાવ એકદમ જીદ્દી, પતિ પર શક કરનારો અને અમુક અંશે ખર્ચાળ પણ હોય છે. પરંતુ જેમ બનતું હોય છે એમ લગ્નનાં શરૂઆતનાં વર્ષોમાં જીતેન્દ્ર તેની આ આદતને સતત ઈગ્નોર કરતો રહેતો હોય છે. એકવાર વધુપડતો દારૂ પીવાને લીધે જીતેન્દ્ર રેખાની ખાસ સહેલી નાઝને ઘેરે રાત રોકાઈ જાય છે. નાઝ વિધવા હોય છે, અને શરાબનાં નશામાં જ જીતેન્દ્ર અને નાઝ વચ્ચે શારિરીક સંબંધ બંધાઈ જાય છે. પોતે ભૂલ કરી છે એનો એકરાર જીતેન્દ્ર તરતજ રેખા સમક્ષ કરી દે છે, પરંતુ જીદ્દી સ્વભાવની રેખા તેને માફ કરવાને બદલે તેને છૂટાછેડા આપવાનું નક્કી કરી લે છે.

છૂટાછેડા મંજુર થયાબાદ રેખાને ખ્યાલ આવે છે કે તે પ્રેગનેન્ટ છે. આથી તે જીતેન્દ્રથી દૂર કોઈ અન્ય સ્થળે જીને નોકરી કરવાનું શરૂ કરી દે છે. પોતાનો પુત્ર જયારે દસ વર્ષનો થાય છે ત્યારેજ જીતેન્દ્ર રેખાની જ કંપનીમાં એનો બોસ બનીને આવે છે. ઓફિસમાં બંને વચ્ચે સતત ઠંડુ યુદ્ધ ચાલતું રહેતું હોય છે. જીતેન્દ્રથી તેનો પુત્ર પણ આકર્ષાય છે કારણકે જીતેન્દ્ર પણ કંપનીના જ ક્વાટર્સમાં રહેતો હોય છે. રેખા ડિવોર્સી છે એ જાણીને તેનો એકલતાનો લાભ લેવા કંપનીમાં કામ કરતો ક્લાર્ક મઝહર ખાન તેને ફસાવવાના ઘણા પ્રયાસો કરે છે પરંતુ કાયમ નિષ્ફળ જાય છે. વારંવાર નિષ્ફળ જવાથી ગુસ્સે થઈને તે રેખાને પોતાને ઘેરે, પોતાની બહેનની બર્થડે પાર્ટીના બહાને બોલાવે છે. ઘરની બહાર તે ઓફિસના અન્ય કર્મચારીઓને પણ છુપાવી દે છે. રેખા ઘરમાં આવતાંજ મઝહર ખાન ઘરનો દરવાજો બંધ કરી દે છે અને અમુક મીનીટો રેખા સાથે કોઈપણ બળજબરી નથી કરતો. રેખાને મઝહરના ઘરમાં ગયે સમય થયો હોવાથી બહાર છુપાઈને બેઠેલા સાથીઓને રેખાના ચારિત્ર્‌ય વિશે ઓફિસમાં વાતો કરવાનો મોકો મળી જાય છે. વાત ઊંડતી ઉડતી બોસ જીતેન્દ્ર પાસે જાય છે અને જીતેન્દ્ર એકજ વાક્યમાં કહી દે છે કે “રેખાનો સ્વભાવ આગ જેવો છે, જે એને અડવા ની કોશિશ કરશે તે બળી મરશે!” પતિની એકમાત્ર ભૂલ પછી રેખાએ તેની સાથે કરેલા વ્યવહાર અને પોતાના તરફ આળ ચડયા બાદ પણ જીતેન્દ્રએ એનાં પર મુકેલા વિશ્વાસના તફાવતનું ભાન રેખાને થઈ જાય છે, અને તેને પોતાની ભૂલ સમજાય છે.

પહેલી નજરે પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડા પર જ કોઈ ફિલ્મ બની હોય એવું જરૂર લાગે. પરંતુ અહીં પતિ-પત્નીના વિશ્વાસની કસોટી કરવાની વાત પણ છુપીરીતે કરવામાં આવી છે. આપણી લગ્ન સંસ્થા પતિ અથવાતો પત્નીને લગ્ન બહાર શારિરીક સંબંધો બાંધવાની છૂટ નથી આપતી. જો કે આપણી પૌરાણિક કથાઓ અને ઈતિહાસ એ બાબતની સાક્ષી પૂરે છે કે એક સમયે આવા સંબંધો વર્જ્ય નહોતાં. પરંતુ પુરાણકાળને અત્યારે ચિત્રમાં ન લાવીએ અને અત્યારની જ વાત કરીએ, તો અમુક કિસ્સાઓમાં જેમ આ ફિલ્મમાં બન્યું તેમ, પુરૂષ અથવાતો સ્ત્રી કોઈ કેફી પદાર્થની અસર હેઠળ કે પછી જ્યારે પોતાનાં સાથી તરફથી શારિરીક સુખ ન મળે ત્યારે કે અન્ય કોઈ કારણોસર લગ્ન બહાર શારિરીક સંબંધ બાંધવા મજબુર થઈ જાય છે. આ કિસ્સામાં દારૂની અસર હેઠળ જીતેન્દ્ર રેખાની જ ખાસ સખી સાથે સંબંધ બાંધી બેસે છે. પરંતુ જીતેન્દ્રને ભૂલ સમજાતાં જ તે તેનો સ્વીકાર કરીને માફી પણ માંગી લે છે અને ફરીવાર આવું નહીં થાય તેની ખાતરી પણ આપે છે.

જ્યારે આપણે આપણો પતિ કે આપણી પત્ની પર એક મર્યાદાની બહાર હક્ક જતાવવાની કોશિશ કરીએ ત્યારે રેખાએ જે કદમ અપનાવ્યું તે અપનાવવાની આપણને ફરજ પડે છે. જ્યારે આપણી વ્યક્તિ પોતાની ભૂલનો એકરાર કરી દે, પછી તે કોઈપણ ભૂલ હોય, ત્યારે શરૂઆતનાં ગુસ્સા પછી, આપણા જોડીદારના આટલા વર્ષના વર્તન પર થોડો વિચાર કરીને આવનારા ભવિષ્ય પર થોડું ધ્યાન દઈને તેને માફ ન કરી શકીએ? જો આપણો જોડીદાર એની ગંભીર ભૂલને સ્વીકારવામાં એક મિનીટની પણ રાહ નથી જોતો, તો પછી તે ભવિષ્યમાં એ ભૂલ ફરીથી નહીં જ કરે તેવો વિશ્વાસ આપણા મનમાં કેમ ન આવે? પઝેસીવનેસ ની પણ એક મર્યાદા હોય છે. આ તો ભૂલ કર્યા પછીની સજાની વાત છે, પરંતુ અમુક પતિ કે પત્ની એકબીજા માટે એટલાબધા પઝેસીવ હોય છે કે તેની દરેક હરકત પર મર્યાદાઓ મુકે છે અને તેનાં પર સતત નજર રાખતા હોય છે. અને જો જરાક પણ ચૂક થઈ તો તેની રીતસરની ધૂળ કાઢી નાખતાં હોય છે. પઝેસીવનેસ કરતાં ખુલ્લી છૂટ પતિ અને પત્નીને એકબીજા તરફ વધુ વફાદાર બનાવે છે એવું તમારા આ લેખક સખાનું અંગત મંતવ્ય છે. જેવી રીતે ફિલ્મનાં અંતમાં જીતેન્દ્રને દસ વર્ષ પછી પણ રેખાના સ્વભાવને યાદ કરીને અને રેખા પાસે કોઈપણ જાતનો ખુલાસો માંગ્યા વગર, મઝહર ખાન કેમ જુઠ્‌ઠો છે એ બાબત કાચી સેકંડમાં સમજી લે છે એવો ટકોરાબંધ વિશ્વાસ આપણને પણ આપણા જીવનસાથી પણ કેમ ન હોઈ શકે? અરે હા! આપણે અહીં રીઢા અને વારંવાર ભૂલો કરનારા વ્યક્તિઓની વાત કરતાં જ નથી હોં કે?

ઘણીવાર કોઈ ભૂલ મોટી અને ગંભીર બિલકુલ હોય છે, પરંતુ વિશ્વાસ પણ હોવો જોઈએ કે આપણો સાથીદાર ભવિષ્યમાં ફરીથી આમ ન કરવા માટે સિરિયસ પણ છે. એક મોટી ભૂલના રીએક્શનમાં આપણી એક નાનકડી ભૂલ આપણા સંસારને વેરવિખેર કરી દે છે.

૨૦.૦૭.૨૦૧૫, સોમવાર

અમદાવાદ

લઘરી વાતો

વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

વરસાદ કેમ નથી આવતો ??

વરસાદ આવી આવી ને જતો રહે છે અને ગરમી અને બાફ માં વધારો કરતો જાય છે એની પાછળ આપણી પોતાની માનવીય ભૂલો કારણભૂત છે શું ભૂલો કરીએ છે આપણે કે વરસાદ તરત જ બંધ થઈ જાય છે અથવા લાંબા સમય સુધી વરસતો નથી ??

બોસ વરસાદ નાં ચાર છાંટા પડયા અને દેડકા કરતા વધારે ફેસબુક પર નાં કવિઓ ફૂટી નીકળ્યા. પણ વરસાદ પણ ટ્‌વીટર જેવો સ્માર્ટ થઈ ગયો છે, આવી કવિતાઓ થી ત્રસ્ત થઈ તરતજ બંધ થઈ જાય છે. એક લોજીક તો એવું કહે છે કે આ વખતે અધિક માસ છે એટલે વરસાદ એક મહિનો વધુ ખેચાયો છે . પણ ખરેખર તો હવે સમાજને અને વરસાદને બન્ને ને ટાઈટલ ક્લીયર કવિઓ ની જરૂર છે ટાઈટલ ક્લીયર કવિ એટલે કેવા કવિ ??

જેનું કવિતા નાં ૭ અને ૧૨નાં ફોર્મ માં માલિક તરીકે નામ ચાલતું હોય એટલે કે જેનો પ્રાસ ફક્ત તુક્ક્કા નહિ પણ ખરેખર કવિતા હોય જે કવિઓ એ છાપામાં પોતાના કવિતા નાં માલિકી પણા અંગે છાપામાં જાહેરાત છપાવી હોય કે મારી કવિતા ઓ ઉપર જો કોઈ નો પણ લાગ, ભાગ, હક્ક, હીત હિસ્સો પોષાતો હોય અથવાતો મારા કવિ હોવા સામે કોઈ પણ જત નો વાધો વિરોધ કે તકરાર હોય તો દિન -૭ મા લેખીત જાણ કરવી જો કોઈ વાંધો વિરોધ કે તકરાર નહી આવે તો અને જો આવશે તો પણ મને ટાઈટલ ક્લીયર કવિ માની લેવામા આવશે જેની ગંભીર નોધ લેવી . અને જો કોઈ વાંધો વિરોધ કે તકરાર નાં આવે તો જ આ કવિ ટાઈટલ ક્લીયર કવિ છે એવું માની એને વરસાદ પર કવિતા લખવાનો હક્ક અપાશે જેથી વરસાદ ને જરાય ખરાબ નાં લાગે તો કદાચ વરસાદ સરખો આવી શકે .

બીજી એક વસ્તુ નું ખરાબ વરસાદ ને લાગે છે કે જેવો એ દસ ઈચ થી વધારે પડે એટલે મીડિયા વરસાદ પર નું પોતાનું ફોકસ છોડી અને ફક્ત તંત્ર ભુવા અને ઝાડ પડયા અને અંડરબ્રિજ પર ફોકસ કરે છે જેથી વરસાદ ને તરત ખોટું લાગી જાય છે અને બીજા જ દિવસ થી વરસાદ આવાનો બંધ થઈ જાય છે. વળી મીડિયા જેવો વરસાદ આવે એવું તરતજ હવામાન ખાતા જોડે પહોચી જાય છે અને હવામાન ખાતું પણ જોશ માં આવીને તરતજ રિપોર્ટ આપી દે છે કે ‘’આગામી ૪૮ કલાકમાં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી’’ બસ આ આગાહી જેવી વરસાદ નાં કાને પડે એવો તરતજ વરસાદ બંધ થઈ જાય છે.

બીજા આ રેડિયો વાળા તરત જ વરસાદ ની પાછળ પડી જાય છે. ટ્રાફિક નાં હેશટેગ બનાવા મચી પડે છે વરસાદ નાં કાને વાગે એવા વરસાદ નાં ગીતો વગાડવાનું શરૂ કરી દે છે જેથી વરસાદ બચારો હજુ તો જન્મ્યો હોય છે અને હેબતાઈ જાય છે અને તરતજ બંધ થઈ જાય છે. .

દાળવડા , મેથીના ગોટા વગેરે ફોટા નાનકડા વરસાદ માં ફેસબુક પર મારો ચલાવી દેવાય છે. વરસાદ એ પણ એક સોશિયલ પ્રાણી છે અને એ પણ હેલ્થ પ્રત્યે જાગૃત હોવાથી આવી તળેલી વાનગીઓ નાં ફોટા જોઈ તરતજ વરસવાનું બંધ કરી દે છે. અને ઘણા નાં મેથીના ગોટા નાં ફોટો પણ ગોફણ જેવા હોય છે .

બીજું વરસાદને ફોટોગ્રાફ અને ઓટોગ્રાફ થી સખત નફરત હોય છે જેવો વરસવાનો શરૂ થાય લોકો વરસાદ નાં ફોટા અપલોડ કરે છે જે વરસાદને જરા પણ ગમતું નથી. આમાંનાં ઘણા તો સેલ્ફી વિથ વરસાદ પણ પાડે છે! વરસાદને પણ કઈક સેલ્ફ રીસ્પેક્ટ જેવું હોય કે નહીં? એ આવા ફોટા થી ગભરાઈને મોટા ભાગે પડતી વખતે વાદળ અને અંધારૂં જ રાખે છે જેથી તમારા સેલ્ફી સારા નાં આવે. તો પણ લોકો ફ્લેશ વાળા કેમેરા લઈને ફોટા પાડેછે જેથી વરસાદ કંટાળીને વરસવાનું બંધ કરી દે છે

ટુકમાં વરસાદ ઘણો કન્ઝરવેટીવ માઈન્ડનો છે એને ખોટો શો - ઓફ, ખોટું મીડિયા એટેનશન વગેરે ક્યારેય પસંદ નથી. વરસાદ ને બ્રેકિગ ન્યુઝમાં રહેવું, પોતાના પર કવિતાઓ થવી વગેરે પણ જરાય પસંદ નથી. વરસાદને ફેસબુક ટ્‌વીટર જેવું સોશિયલ લાઈમલાઈટ પણ પસંદ નથી. જ્યાં સુધી આપણે આ બધી વસ્તુ માં સુધારો નહિ કરીએ ત્યાં સુધી આપણે વરસાદ પેહલાનો બાફ જ સહન કરવાનો છે .