Featured Books
શ્રેણી
શેયર કરો

લવ મેરેજ - વાત વ્યથાની - ભાગ - ૪

લવમેરેજ - વાત વ્યથાની

ભાગ - ૪

આકાશ અને તેમનો પહેલો પ્રેમ પુર્ણિમા સાથે કાયમીનું જીવન શક્ય ન બન્યું. એવી નિ:રસ જિંદગીમાં નવી વ્યક્તિનું આગમન થયું તેનો આનંદ સમાતો નથી. એશ્વરી નામની વ્યક્તિ આકાશનાં જીવનમાં આવી ત્યારથી તેની જિંદગી નવાં રંગરૂપ લઈ રહી છે. થોડાં સમય બાદ ફરી બંનેની વાત લગ્ન સુધી પહોંચી અને આકાશ તેમજ એશ્વરી બંને હંમેશાં માટે એકબીજાથી... વધુ વાંચીએ ભાગ - ૪ માં,

ક્રમશ:

આજે આકાશનાં પપ્પા બહારથી મિટીંગ અટેઈન કરી ડાયરેક્ટ (સીધા) ઘરે પહોંચશે. આકાશનો વિચાર છે, મમ્મી-પપ્પાને બધી વાત કરી જ દઉં. એશ્વરી અને મારી વાત લગ્ન સુધીનાં નિર્ણય પર આવી ગઈ છે એ જણાવી જ દઉં. મનમાંથી ડર પણ નિકળી જાય અને ઘરની પરિસ્થિતીનો ખ્યાલ આવી જાય. આકાશ બધું વિચારતો વિચારતો ઓફીસેથી વહેલો નીકળી ઘરે પહોંચે છે. ઘરે પહોંચતાં જોયું તેમનાં પપ્પા બહારથી ઘરે આવી ગયા હતાં. આકાશ રોજની જેમ જ તેમનું વાણી-વર્તન બનાવી આજે પણ ઘરમાં એવો જ માહોલ રાખે છે. જમ્યા બાદ ફ્રી થઈને આકાશ ચર્ચા ચાલુ કરે છે,

"પપ્પા-મમ્મી મારે તમને મહત્વની વાત કહેવી છે"

આટલું જ બોલવામાં પહેલાં તો આકાશની મન હી મનમાં કસોટી થઈ રહી હતી. ધણી હિમ્મત સાથે વાતની રજુઆત કરી હતી.

"હા, બોલ દિકરા"

"પપ્પા, આપણી ઓફીસની નવી વર્કિંગ ટીમ વૃંદા કન્ટ્રકશન ને તો તમે ઓળખો જ છો"

"હા હા ઓળખું જ છું - તો?"

આકાશની જીભ શબ્દો માંડમાંડ કરી બહાર કાઢતી હતી. પરિસ્થિતી એવી ઊભી થઈ કે શું કહેવું? એ સમજાતું ન હતું. પહેલાં તો આગળ તેમનાં સાથે બનેલ પુર્ણિમાની ઘટના મગજમાં ચકરાવો લેતી હતી અને બીજી બાજુ હવે એશ્વરીની સાથે લગ્ન માટે ઘર પરીવારની મંજુરી. બધાં સંજોગો સાથે સાથ આપશે કે કેમ? એ તો જોવું જ રહ્યું આકાશ માટે. આકાશ વાત આગળ કહેતાં બોલ્યો,

"એ કંપનીની એશ્વરી અને હું એકબીજાને પસંદ કરીએ છીએ અને અમારાં વચ્ચે લગ્ન સુધીની વાત થઈ છે".

આ સાંભળી આકાશનાં પપ્પાનો ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમનાં ચહેરા ઊપરથી જ ખબર લાગે કે દુર દુર સુધી વિચારો ચાલી રહ્યાં હોય. આકાશ બિલકુલ ચુપચાપ. તેમનાં પપ્પા પણ બિલકુલ ચુપચાપ. આકાશની મમ્મી એ બંને સામે નિરખી નિરખી જોઈ રહી છે. દસ-પંદર મિનીટ તો આ જ વાતાવરણ રહ્યું. તેમનાં પપ્પા શું કહે, તેની રાહ જુએ છે. તેમનાં શ્વાસ ઊપર ચઢેલ છે. જાણે મુઠ્ઠીમાં જીવ સમાયેલ હોય એવી અનુભુતિ...ઘરમાં મંદિરથી વિશેષ શાંતિ છવાઈ ગઈ. એકબીજાની સામે જોઈ જોઈને નિરખીને વાત સમજાવતાં હોય એટલી ગંભીર સ્થિતી બની ગઈ. એશ્વરી સાથે લગ્નની મંજુરી માટેની માત્ર રજુઆત ઘર સમક્ષ મુકતાં પલભરમાં વાતાવરણ ગરમ બની ગયું.

"મમ્મી તું તો બોલ કંઈક, હું શું કરું?"

"બેટા!, ઘરમાં મારાથી મોટા તારા પપ્પા છે. એનો નિર્ણય એ જ મારો નિર્ણય"

આકાશ : "પપ્પા બોલો ને', હું શું કરું?"

આકાશ માટે તેમનાં હંમેશાં આદર્શ પિતા આજ ગરમ સગડી માફક તપી રહ્યાં છે, અચાનક સોફા પરથી ઊભાં થઈ જાય છે અને વગર તુટેલાં શ્વાસે સડસડાટ આકાશને કહેવાં લાગ્યાં....,

"તને આ માટે અમે અત્યાર સુધી મોટો કર્યો. આ જ છેલ્લે અમારે સાંભળવાનું હતું. તું અમને બંનેને કહેવા આવ્યો છો કે પુછવા આવ્યો છો? સમજાવવાની કોશિષ રહેવા દે અને તમારો પાક્કૉ નિર્ણય શું છે એ કહી દે."

"મમ્મી સમજાવને પપ્પા ને - પપ્પા એવું કાંઈ નથી તમે વાતને ખોટી રીતે સમજી રહ્યાં છો. મેં તમારી બંનેની સમક્ષ વાત રજુ કરી એટલાં માટે કે, મને તમારા સાથ-સહકારની જરૂર છે"

"તો પછી અહીં આવા નિર્ણયમાં જ તારે અમારા સહકારની જરૂર પડી" - તેનાં પપ્પા ગુસ્સેથી ઊંચે અવાજે બોલ્યાં,

"Papa, you take a wrong turn on my talk તમે મારી વાતને અલગ જ સમજો છો"

આટલી ચર્ચા પછી ત્રણેય એકદમ ચુપચાપ છે. કોઈ કોઈની સામે નજર નથી મીલાવતું. આકાશનો અવાજ ખરડાયેલ છે અને મનમાં ડર બેસી ગયો છે. તેમનાં પપ્પાનાં અવાજ માત્રથી તેમનાં ધબકારા વધી ગયા છે. નિર્ણય જાણવા સુધીની હિમ્મત તેમની પાસે નથી રહી. મનમાં વિચારોનું વાવાઝોડું ચાલે છે. શું કરવું? અને શું ન કરવું? એ સમજાતું નથી. નાખુશ આકાશનો ચહેરો સતત નીચે જોઈ રહ્યો છે, એ ઊપર થઈ શકે તેમ નથી. એટલામાં તેમનાં કાનને જોરજોરથી હસવાનો અવાજ સંભળાય છે.

તેમનાં મમ્મી-પપ્પા એકબીજાની સામે જોઈ ખડખડાટ હસી રહ્યાં છે. બંને આકાશને કહે છે,

"આકાશ, અમને પહેલેથી જ ખબર હતી દિકરા. તારી બધી ચહલપહલ અમે પલપલની જાણતાં હતાં. તારી ઈચ્છા એ જ અમારી ઈચ્છા. ચિંતા છોડ, અમે તારી સાથે જ છીએ. તારા થી અમારી દુનિયા શરૂ થાય છે અને તારાથી જ ખતમ. જલ્દીથી એશ્વરીને જાણ કરી દે કે મમ્મી-પપ્પાની લગ્ન માટેની 'હા' છે"

આકાશ અચંબા સાથે શું સાંભળી રહ્યો છે એ ખબર નથી પડતી. ખિસ્સામાંથી ફોન કાઢી ને' એશ્વરીને ફોન કરે છે. એવામાં તો એમનો જ સામેથી ફોન આવી જાય છે.

"આકાશ, એક ખુશ ખબર આપું?"

"હું તને એક ખુશીનાં સમાચાર કહું?" - આકાશ એશ્વરીને સામે કહે છે,

"ના, પહેલાં મારી વાત સાંભળો..."

"પહેલાં મારી વાત તું સાંભળ"

"ના....ના...ના...હું કહું...!!"

"સારું ચાલ બોલ"

"આકાશ મને ઘરેથી લગ્નની મંજુરી મળી ગઈ છે. મારા Brother પણ હા કહે છે. મેં બધી વાત કરી. ભાઈએ ક્હ્યું મને કે આકાશ સાથે મુલાકાત કરાવજે."

"ઓઓહહહ ગ્રેટ...મેં પણ તને એટલે જ ફોન કર્યો તૉ મમ્મી-પપ્પા એ મને 'હા' કહી દીધી છે. એમને તો પહેલેથી જ ખબર પડી ગઈ હતી"

આમ જ એકતા ટ્રેડીંગ અને વૃંદા કન્ટ્રકશનનાં બિઝનેસ થી ચાલુ થયેલ સંબંધને હવે નવું નામ મળશે. બંનેનાં પરીવાર એક થશે અને નવી જિંદગીનાં સરનામાં લખાશે. બધી વાતમાં હજું એશ્વરીનાં સગા મોટા ભાઈની આકાશ સાથેની વાતચીત અને તેમનાં ધર પરીવારની જાણકારી મેળવવી બાકી છે.

આકાશ એશ્વરીને લઈને મનમાં ધણો ખુશ છે અને જેની રાહ જોવાય રહી હતી એ સમયની ઘડી આવી પહોંચી. એશ્વરીનાં ભાઈ - આકાશને મળવા માટે બોલાવે છે.

સાંજે નજીકનાં રેસ્ટોરન્ટની કોફી શોપમાં એશ્વરી, તેમનાં ભાઈ અને આકાશ એકસાથે મળે છે.

"હા, તો આકાશ તમને કહીં જ દઉં કે, અમારા ઘરને કે ખુદ મને તમારા બંનેનાં કોઈ નિર્ણયથી તકલીફ નથી. એશ્વરી અને તમારે - જિંદગીની હરએક ક્ષણે ખુશ રહીને એકબીજાનો સાથ નિભાવવાનો છે. અમારી બધી શુભકામનાં તમારી સાથે જ છે પણ આ તો એક મોટા ભાઈ તરીકે મારી ફરજ નીભાવું છું. તમારા બંને કરતાં મારી ઊંમર વધારે છે અને હું પણ ધણાં જિંદગીનાં દાવ પેચમાંથી પસાર થયો છું એટલે બધી સમજણ મને આવી ગઈ છે."

આકાશ વચ્ચેથી સમય લઈને,

"તમારી વાત બિલકુલ સાચી છે. હું મારો બનતો પ્રયત્ન કરીશ અને એશ્વરીની જિંદગીને કંઈક અલગ ઓળખાણ અપાવવા જરૂરથી આગળ વિચારીશ. એશ્વરીને જ્યાં સુધી હું જાણું ત્યાં સુધી એ એક પ્રભાવશાળી વ્યક્તિ છે. મારે તેમની બિઝનેસ પ્રત્યેની પ્રતિભાને ભુંસવી નથી"

"હા તમારી વાત સાચી છે - આકાશ"

"મેં ઘરે બધી વાત મારા મમ્મી-પપ્પા સમક્ષ રજુ કરી છે. તેમને અમારા લગ્નથી કોઈ પ્રશ્ન નથી"

"એ ખરી વાત કહી, મારે તમને પુછવું જ હતું કે તમારા ઘરનો શું નિર્ણય છે? પણ તમે કહી દીધું એ....."

"તો તમને બંનેને મારા તરફથી 'હા'. ભગવાનને મારી પ્રાર્થના છે કે તમારી લવ લાઈફ બેસ્ટ ચાલે અને હંમેશાં આમ જ રહે"

એશ્વરીનાં ભાઈએ હાથથી અંગુઠાનું નિશાન બતાવી વાત પુરી કરી. ત્રણેય એકબીજા સામે ધીમું ધીમું હસી રહ્યાં છે..

"આકાશ તમે ખોટું ન લગાડતાં કે મેં તમને સમજાવવા થોડો સમય લીધો તો"

"અરે, ના - ના"

ફરી એશ્વરીનાં ભાઈ તેમની વાત કરે છે,

"મારા લગ્ન બહું જ સમજણવાળી વ્યક્તિ સાથે થયાં છે અને અમારો ઘરસંસાર ખુબ સારી રીતે ચાલે છે. હા, એક વાત છે.....

વધુ આવતાં અંકે...

Author : - રવિ ગોહેલ