"લવ મેરેજ" - વાત વ્યથાની
"ધણાં ધણાં ઊમંગોથી લહેરાતી લાગણીનાં સંબંધ ચાલુ થાય'ને એક સમયે જિંદગીની અધુરી એકબીજાની કહાની બની જાય."
- રવિ ગોહેલ
"ઓય!! ચાલને બકા - નાસ્તો કરવા જઈએ"
"તો ચાલને પણ! કોણ, ના પાડે છે!!" - આકાશ જુસ્સા સાથે બોલ્યો...
"હવે, ચલ જાને ચમ્પુ, દસવાર પુછ્યું ત્યારે એકવાર જવાબ આપ્યો'ને પાછો તો ડાહ્યો થાય છે....આ તારો મોબાઈલ ફેંકી દઈશ કચરામાં...ધ્યાન જ નથી તારું'ને - એક તો ભુખ લાગી છે મને"
નાસ્તો કરવા બંને એટલે કે પુર્ણિમા અને આકાશ કોલેજની કેન્ટીન બાજુ ગયા. અડધા કલાકનાં બ્રેક બાદ ફરી કોલેજનાં લેક્ચર એટેઈન કર્યા. અભ્યાસમાં હોશિયાર એટલે કોઈને કહેવાની જરૂર ન પડે તેવી દોસ્તી મેચ સારી થઈ. આમ પણ બધી જગ્યાએ સાથે રહેતા, હરતા - ફરતા અને કોલેજની શરૂઆતથી ગાઢ દોસ્ત બની ગયેલાં એ બે'ય જવાન દિલને પ્રેમ પ્રણયનાં એવાં મનમાં ઉઠેલાં આવેગે એક બનાવ્યાં. હા, 'પુર્ણિમા' અને 'આકાશ' એકબીજાને ખુબ જ પસંદ કરવા લાગ્યા. બંનેમાંથી કોલેજ વગર પણ અલગથી મળ્યા વિના કોઈની સવાર ન પડતી તો કોઈની સાંજ ન પડતી. રસ્તામાં ભેગામળીને કોલેજ પહોંચવાનો નિત્યક્રમ બની ગયો.
શહેરનું એકપણ ફરવા લાયક સ્થળ બાકી ન હતું જેમાં કોઈ તેમની બંનેની યાદી જોડાયેલી ન હોય. બંનેની ઘરની આર્થિક પરિસ્થિતિ ધણી સારી એટલે ખાવા-પીવા કે હરવા-ફરવા જવામાં એવી અમુક તકલીફ સતાવતી ન હતી. જિંદગી ધણી ખુશખુશાલ બની, સપનાંઓનું નવું વાવેતર થયું. બીજરૂપે એ યુવાનીનાં જોશને કાયમી જીવીત રાખવા "મેરેજ" કરવાનું નક્કી થયું. નિર્ણય લીધો "લવ મેરેજ" કરવાનો કેમ કે ઉંમરની વધતાની સાથે પુર્ણિમાનાં સગપણની વાત ઘરમાં ઊઠી. સારા કામમાં સમસ્યા કાંઈ ઓછી ન હોય તેમ ધણી બાધાઓ પાર કરવી પડે તેમ હતી. એ કોઈ સામાન્ય વાત ન હતી "લવ મેરેજ"ની, એકબાજુ જ્ઞાતિ બંનેની અલગ એટલે અથડામણનો ડર, ઘરનાં સભ્યોને કેવી રીતે મનાવવા? તેની ચિંતા...ટુંકમાં હવે સમજાયું કે પ્રેમ તો સહેલાઈથી થઈ ગયો પણ પરખનો સમય હવે આવી ગયો હતો એકદમ નજીક.
સાથ તો છોડવો જ ન હતો, એટલે તો જ્યારથી મેરેજની વાત બંને વચ્ચે ઊઠી ત્યારથી ધણાં પ્રયત્નો કરવા પડશે એ જાણ મનમાં પહેલેથી હતી. એમાં વિચારોની નગરીની કંઈક વ્યથા પણ ખાસ વેદનાં ભરેલ બની. થોડીવાર થતાં અલગ વિચાર આવે મનમાં, ફરી કશુંક યાદ આવતાં ફરી નવો વિચાર આવે એ બંને પ્રેમી યુવાન ચહેરાને. બંને એ સાથે બેસીને ધણાં પ્રયત્નો કર્યા કે એવી ચાવી ક્યાંકથી મળી જાય'ને જેથી ઘરેથી રાજીખુશીથી મેરેજ માટે માની જાય. પણ જેમ જેમ સમય જાય છે તેમ કસોટી આકરી થતી જાય છે. મિત્રો, સગાં-સંબંધી, કોઈ યુક્તિ કે વ્યક્તિ વગેરેમાંથી કાંઈ જ કામ લાગતું નથી. જેને અપનાવવાથી મા-બાપની મેરેજની મંજુરી કાયમી ધોરણે મળી જાય.
"સમજૂતી"થી મેરેજ કરવા હતાં એટલે ડરી-ભાગી જઈને મેરેજ કરવાનો તો પ્રશ્ન જ હતો નહીં. કસોટી બહું ભારે પડી ધણી આપતિ આવી. ધણી મનની અને બહારની વેદના સહન કરવી પડી. અંતે તો બંનેનાં માતા-પિતાએ મેરેજ શક્ય નહીં બને એવાં જ બાણ ચડાવી રાખ્યાં. સામ સામે પક્ષે માન મોભાની ચિંતા. સમય આવ્યો જુદાઈનો.... ગાઢ મિત્રોથી - સાચા પ્રેમ સુધીની મધુર સફરમાં કડવાશ ભરેલો સમય આવી પહોંચતાં જરા પણ વાર ન લાગી. જિંદગીની નાવ વેર વિખેર બની તબાહ થઈ ગઈ. સંબંધ તૂટ્યો બંનેનો, અંતે મેરેજની વાત વિખરાઈ ગઈ.
સમય જતાં ધાવ થોડો રૂઝાય જાય એવા વિચારથી નોકરી ધંધાથી આકાશ વ્યસ્ત જીવન જીવવા માંડ્યૉ અને પુર્ણિમાને પણ મળી ગયું એક સારું ઘર'ને વર. મેરેજ બાદ જીવન સરખું થતાં યાદની છબીને છુપાવી રાખી તેને જીવનને અપનાવી લીધું. જે છે તેમાં ખુશ રહેવાની મનમાં લાગણી ઊપજી અને બંનેની જીવનની ગાડી ફરી થોડી પોત પોતાનાં પાટા પર ચડી.
આકાશ હજી યાદમાંથી છુટ્યો નથી ત્યાં બીજી બાજુ પુર્ણિમા જેને આકાશ સાથે જોડાયેલ કોઈ યાદને યાદ કરવાની એક નાની અમથી ફુરસત મળતી નથી.
રવિવારનો દિવસ - રજાનો દિવસ કહેવાય. મિત્રો ગણ્યા બે ચાર અને એ પણ પત્ની સાથે રજાનાં દિવસે ફરવામાં તે વ્યસ્ત. તો કોઈ સાથે બેસવું કે ગપ્પાં મારવાં ક્યાં? એ પણ વિચારવાં જેવું બન્યું. ટાઈમપાસ માટે બાઈક લઈને રસ્તામાં નીકળી પડ્યો એ ઊતાવળીયો આકાશ. થયું મનમાં કે ગાર્ડન બાજુ ચક્કર લગાવવા જઉં ને તે દિશામાં નીકળી પડ્યો. આકાશ જેવો પહોંચ્યો'ને હજું તૉ પાર્ક કરે છે એની બાઈકને એટલામાં જ મળી ગયો તેનો જીગરી ભાઈબંધ તેમની પત્ની સાથે ગાર્ડનમાંથી બહાર નીકળતાં. આમ મિત્રતામાં એકદમ નજીક પણ અંગત વાતોમાં થોડો અવકાશ જરૂર જોવા મળે એવા બે મિત્રો મળ્યાં ગાર્ડનની બહાર.
"મનોજ, તું અહીં?"
"ઓહ! ભાઈ આકાશ આવ"
"શું ફરવા નીકળ્યો એમને?"
"હા, ધરે કંટાળો ચડ્યો તો થયું કે ચક્કર લગાવું ગાર્ડન સાઈડ"
"અચ્છા એવું છે એમને" - શાંતિબધ્ધતા મનોજે દર્શાવી વાતમાં..
બે ત્રણ મીનીટ ત્રણેય ઉભાં રહ્યાં મુંગા ચુપચાપ
મનોજે ફરી આકાશને પુછ્યું...
"એકલૉ છો કે ગર્લફ્રેન્ડ સાથે આવ્યો છો?"
"ના! યાર એકલો ચક્કર મારવા નીકળ્યો હતૉ ધરેથી" - આકાશ થોડા હતાશા ભરેલાં ચહેરાનાં ભાવ સાથે બોલ્યો..
"તો પુર્ણિમાને પણ લઈને અવાયને અહીં"
હસીને આકાશ બોલ્યો "હવે એવું નથી રહ્યું"
મનોજની પત્ની બોલી એટલામાં તો - "શું થયું આકાશભાઈ?? બ્રેકઅપ કરી નાખ્યું?"
"Yes But"
"કરી નાખ્યું નહીં, થઈ ગયું ભાભી..."
"એવું!!! અમને તો ખબર જ ન'તી કાંઈ એટલે, પણ અત્યાર માટે સોરી હો.."
"ઓહ રીયલી સોરી યાર!! આકાશ મેં તને ખોટું બધું અત્યારે યાદ કરાવી દીધું"
"ના! ના એવું તૉ ચાલ્યા કરે"
"It's Ok..."
ત્રણેય જણ ગાર્ડન પાસે ઊભેલી મકાઈની લારી પાસે ઊભા ઊભા મકાઈ ખાય છે અને આકાશ તેમનાં મિત્ર અને તેની પત્નીને વાતો વાતોમાં આખી માંડીને વાત કરે છે. પોતાની સાથે બનેલ સ્ટોરીની દાસ્તાન સંભળાવતા ભાવુક થઈ જાય છે. આકાશની આગળ વાત કહે છે.."લવ મેરેજ"ની,
"યાર! મનોજ સમજાતું નથી મને - પુર્ણિમા મારી જિંદગીમાં આવી અને આ બધું જે બન્યું એ ધટના ગણવી કે દુર્ધટના??"
"આકાશ! ચિંતા છોડને બધી" - આશ્વાસનનાં આ શબ્દો મનોજનાં
પણ દિલ દિમાગ એમ કાંઈ સીધી રીતે માનવા તૈયાર જ નહીં - માનસીક આકાશની ધણી તૈયારી પુર્ણિમાને ભુલાવવાની પણ એ યાદ ન આવે એવું કાંઈ બનતું હશે! ધણી બધી વાતો સાંભળી આકાશની, મનોજે અને તેમની પત્નીએ પછી અંતે મનોજ બોલ્યો,
"અરે આકાશ!, તમારો મેરેજનો જ નિર્ણય હતો તો કોર્ટ મેરેજ કરી લેવાતા'ને.."
"પણ અમારા બંનેનો પર્સનલી એવો વિચાર હતો મનોજ કે મેરેજ તો કરીશું પણ વડીલોની સહમતીથી"
"દોસ્ત, આ જ ભુલ નડી ગઈને બંનેને" મનોજ હસીને કહે છે.
"હા, પણ શું થાય હવે બીજું"
"એ તો છે જ ને" મનોજની પત્ની બોલી
"બધું ભુલી જાવ - આકાશભાઈ અને નવી જિંદગી ચાલુ કરો બીજું શું? જે બનવાકાળ હતું એ બની ગયું"
"હમમમ સાચું"
ગાર્ડનથી છુટાં પડે છે એ બે મિત્રો'ને ફરી ચહેરાની ઊદાસીથી લઈ સવારથી ચાલું થતી નોકરી સુધીમાં પુર્ણિમાની યાદ મનમાં છવાયેલી રહે. આમ તૉ તેની પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો - 'યાદ સિવાયનો'.
એક ફક્ત તસ્વીર રહી ગઈ પુર્ણિમાની આકાશ પાસે કેમ કે એ છોકરીનું મેરેજ બાદનું જીવન આગળ વધતું દિવસે દિવસે અને આકાશ એની યાદમાં રહી જતો. કાંટા માફક ચુભતી યાદને મીટાવી તૉ શકાય પણ તેનાં માટે વ્યક્તિ પાસે કઠણ મન જોઈએ અને એ જ આકાશ કરી નથી શકતો.
• પ્રેમની કાયમી પ્રતિક્ષા મીટાવી દેવી'તી બે દિલનાં સંગમથી. કેમ? નથી શક્ય જીવનમાં એક થવાનું એ ફક્ત એટલું સમજવા આટલું મથામણ જીવનમાં કરી નાખ્યું આકાશે... પુર્ણિમાએ તો જીવનને વળાંક એવો આપી દીધૉ કે પાછું ફરવું શક્ય ન હતું.
આજ પ્રેમકહાની ને વાંચો આગળ ભાગ - ૨ માં અને રજું કરું છું તમારા માટે...
શું આકાશ અંતે તેની સાથે બનેલ વાતને ધટનાં સમજશે કે દુર્ધટના???
જાણવા માટે Wait For Next Part....
- રવિ ગોહેલ