Hu Gujarati 28 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati 28

admin1

2015-07-20


હુંુ ગુજરાતી - ૨૮


COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.કલશોર - ગોપાલી બૂચ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.લાઈફ - એ- ગુજરાતી - અનિશ વઢવાણીયા

૫.માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

૬.ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

૭.કાફે કોર્નર - કંદર્પ પટેલ

૮.પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

૯.ટેક ટોક - યશ ઠક્કર

૧૦.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

એડિટરની અટારીએથી....

સિદ્ધાર્થ છાયા

એડિટરની અટારીએથી....

સ્કીલ છે? તો એને ડેવલોપ કરો

ગરીબી અને બેરોજગારી સમાજ પર કાયમી અભિશાપ બનીને ઉભા રહેતા હોય છે. નોકરી વગર બેકાર ફરતાં યુવાનો પોતાની કોઈ નબળી ઘડીમાં અતિશય માનસિક દબાણને લીધે કાયદાનો કોઈને કોઈ રીતે ભંગ કરી બેસે છે. નોકરી આપનારી ખાનગી કે સરકારી સંસ્થાઓની પણ એક મર્યાદા છે. આ વિષચક્ર માટે આપણો વસ્તીવધારો મૂળમાંથી જ જવાબદાર છે તેની આપણને બધાંને ખબર છે. તો પછી એનો ઉપાય શું? ભારતની વસ્તીના રેશિયો મુજબ નોકરી ઉપલબ્ધ નથી એ હકીકતની જો જાણ હોય તો પછી અપના હાથ જગન્નાથ, સીવાય અન્ય કોઈ રસ્તો પણ નથી. બાળપણથી અત્યારસુધી આપણે માત્ર ભણ્‌યા સિવાય અમુક એવી પ્રવૃત્તિઓ જરૂર કરી છે જે આપણને કાયમ ગમતી હોય અને કુદરતીરીતેજ આપણે તેને હસ્તગત કરી લીધી હોય એ પ્રવૃત્તિને નવેસરથી પીછાણવાની જરૂર છે.

આ તમામ પ્રવૃત્તિઓ જે આપણને સ્કુલમાં કદીયે ભણાવવામાં નહોતી આવી, પરંતુ આપણે કાં તો આપણી આસપાસ કોઈને એ પ્રવૃત્તિ કરતાં જોઈને શીખ્યા હોઈએ, કાં તો એ આપણા લોહીના સંબંધોને લીધે એ આપણામાં પણ આવી ગઈ હોય કે પછી, અમસ્તીજ આપણને ગમતી હોય એવું બને. આ જાતે હસ્તગત કરેલી કળાને અંગ્રેજીમાં સ્કીલ કહે છે. જો આવું તમારી સાથે પણ બન્યું હોય તો પછી નોકરીની રાહ વધુ સમય ન જોતાં આપણે આ સ્કીલને જ અપનાવીને કમાણીનો રસ્તો ઉભો ન કરી શકીએ? આપણા મિસ્ત્રી પિતાના ધંધાને, આપણને તે કળા હસ્તગત હોવા છતાં તેને અપનાવવાથી કદાચ આપણું ઉચ્ચ ભણતર શરમ આપતું હોય એવું બને, પણ તો શું એને કોઈ મોડર્ન આઈડિયા આપીને આજના જમાનાનાં લોકોને આકષ્ર્િાત ન કરી શકાય? ફોર એકઝામ્પલ, સીધાસાદા બારી-બારણા પર કોઈ આર્ટીસ્ટીક લૂક આપીને તેને ભવ્ય ન બનાવી શકાય? જો સ્કુલ કે કોલેજમાં કાવ્ય કે ગદ્ય લખવાનું ગમતું હતું અને અસંખ્ય કવિતાઓ કે લેખો લખીને લોકો શું કહેશે એ શરમે છુપાવીને રાખ્યા હોય. અથવાતો એ સમયે તમારી આ ટેલેન્ટને ખુબ વખાણ મળ્યાં હોય, પરંતુ નોકરી શોધવાની ફિરાકમાં સમયનાં અભાવે તેને ક્યાંક અભેરાઈએ ચડાવી દીધા હોય, તો આ જ સમય છે તેને બહાર લાવવાનો. સોશિયલ મિડિયા કે પછી બ્લોગ્સની મદદ આધારે તમે ફરીથી લોકપ્રિય થઈ શકો છો અને એપણ એક મોટા વર્ગ સામે. અને પછીજો એકવાર ગાડી ચાલી તો પછી પગાર કરતાં પણ બમણી કે અનેકગણી રકમ તેમાંથી કમાઈ શકશો.

આ તો થઈ માત્ર બે જ સ્કીલની વાત, દુનિયામાં એવીતો હજારો સ્કીલ્સ છે જેનાથકી લોકો અઢળક કમાણી કરતાં હોય છે. આથી, જરા તમારો ભૂતકાળ અને શોખને ફરીએકવાર નજર નાખો, કદાચ બેરોજગારીની અંધકારમય ટનલને છેવાડે કોઈ સૂર્યકિરણ જરૂર દેખાશે.

કલશોર

ગોપાલી બૂચ

“બાલિકા વધૂ” - એક સદીયો જૂની સમસ્યા

મને મંજૂર નથી

કોઈની બુદ્‌ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,

ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;

કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,

અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;

જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું.

મને આવું ઓલવાનું મંજૂર નથી.

પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,

પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,

મનની માલિક હું મારે તે બીક શી?

હું તો મૌલિક છું,

હા માં હા કહીને ઠીક ઠીક રહીને,

મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.

માપસર બોલવાનું માપસર ચાલવાનું,

માપસર પહેરવાનું માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું,

માપસર હળવાનું માપસર ભળવાનું,

આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું

મને આવું પીગળવાનું મંજૂર નથી.

કોઈની બુદ્‌ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,

ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.

- પન્ના નાયક

વાહ!

એક સ્ત્રી હિંમતભેર દહાડ નાખે છે.પોતાના અલાયદા અસ્તિત્વનો સ્વીકાર કરી ચૂકેલી આ નારાયણીએ નક્કી કરી લીધું છે કે કોઈના પડછાયા તળે હવે એને જીવવું મંજુર નથી.અને હોય પણ શા માટે? માણસ છે.ઈશ્વરનુ ઉતકૃષ્ટ સર્જન છે.પુરૂષ જેવુ જ એનુ શરીર છે.હા,થોડા ફેરફારો શારિરીક ખરાં.પણ એ સૃષ્ટિના સર્જન માટે જરૂરી છે.પણ મન !દિલ !દિમાગ !બુધ્ધિ ! વિચારો ! ખેવના ! અનુભૂતિ !આ બધું જ બિલકુલ પુરૂષ જેવું જ આપ્યું છે તો શા માટે નારી રસોડાની કે દિવાનખાનાની શોભા બની પોતાનું હોવાપણું માત્ર મૅલ ઈગૉને સંતોષવામા સમર્પ્િાત કરે ?

એક નારી સમગ્ર વિશ્વની નારી તરફથી અવાજ લઈને આવી છે.આ કોઈ એક પન્ના નાયકનો અવાજ નથી.દરેક સ્ત્રીની અંદર રહેતી પન્ના નાયકનો અવાજ છે.સ્ત્રી પાંજરાનું બુલબુલ નથી કે બસ જેમ રાખો એમ રહે અને મલક્યાં કરે.જેમ બિન વાગે એમ ડોલ્યા કરે એવી કેદ હવે એને મંજૂર નથી.એને કોઈના તાલે નથી નાચવું.પગમા પાયલની છમછમ સાથે એને કાંચના ટુકડા પર ચાલવું ફાવે એમ છે પણ કોઈકે ઠોકી બેસાડેલી સુંવાળી ફુલોની કેડી એને ખપતી નથી.

કન્યા કેળવણી અને બેટી બચાવો, બેટી પઢાવો, સ્ત્રીસશક્તિકરણના આ યુગમા નારીને કઈ રીતે બાંધી શકાય.એને સદાકાળ શોષતા આવેલા સમાજથી એ સુપેરે પરિચીત થઈ ચુકી છે.સ્વતંત્ર રીતે વિચારી શકે છે.પોતાના અધિકારો અને ફરજ બન્ને અંગે સભાન છે ત્યારે એને માત્ર મનોરંજનનુ સાધન અને ઘરની શોભા ગણતા સમાજ સામે આ કાવ્ય દ્વારા લાલ આંખ થઈ છે.

સ્ત્રી સ્વતંત્રતા ઝંખે છે. સદીઓથી ક્યારેક સીતા તો ક્યારેક દ્રૌપદી, તો કદી અહલ્યા કે ઊંર્મિલા સ્વરૂપે એ અગ્નિપરિક્ષા આપતી જ આવી છે. ત્યા સુધી કે ભારતમા તો લક્ષ્મીબાઈ અને રઝીયા સુલતાન જેવી વીર સ્ત્રીઓ પણ માત્ર સ્ત્રી હોવાના કારણે અન્યાયનો ભોગ બની છે.અત્યારે જ્યારે સુનિતા વિલિયમ, કલ્પના ચાવલા, ઈન્દ્રા નુયી, નીતા અંબાણી, અરૂંધતી ભટ્ટાચાર્ય, અનિતા ડોંગરે, સોનાલી કુલકર્ણી જેવા રૉલ મૉડેલ એ દુનિયાના તમામ ક્ષેત્રે પોતાની સફળતા સાબિત કરી બેસાડી છે ત્યારે,

પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,

પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,

મનની માલિક હું મારે તે બીક શી?

હું તો મૌલિક છું,

હા માં હા કહીને ઠીક ઠીક રહીને,

મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી."એ વાતમા દમ તો છે જ.

આ ખુમારી છે. સ્ત્રી સહજ હુંકાર છે.શા માટે કોઈના બોલે બોલુ અને કોઈ કહે તેમ ડોલુ ?મારી અલગ બુદ્ઘિ છે.મારા અલગ સમીકરણો છે.સ્વતંત્ર વિચારધારા છે.મને ખુશ થવાનો અને મારી રીતે જીવન જીવવાનો હક છે.આ એક સ્ત્રીનો પોતાની વિચારધારા હેઠળ ,મર્યાદાના ઓથા હેઠળ નારીશક્તિને દબાવતા આવેલા દંભી સમાજને પડકાર છે. અર્થહીન નિતીનિયમોની જંજીરમા બંધાયેલી વિચારધારાનો બળવો છે. નારીક્રાંતિની ઉઘડેલી બારિમા ડોકિયુ કરવાની સમાજને મળેલી તક છે.સ્ત્રી સન્માનની સમાન દાવેદાર છે એ હવે સમાજે સમજી લેવાની જરૂર છે.

૧૪મી સદીમા ક્રિસ્ટીના ડી પિઝાન નામની એક ફ્રેંચ લેખિકાએ કવિતા અને લેખ દ્વારા ફ્રેંચમા નારીજાગૃતિનો જુવાળ પેદા કર્યો.અને ધીરે ધીરે સામાજીક બદલાવ પણ શરૂ થયો.દબદબાભેર ઉજવાતો ઈન્ટરનેશનલ વિમેન્સ ડે પણ તો સ્ત્રી હકની લડતની જીતનુ જ પરિણામ છે. સાહિત્ય દ્વારા આજે પણ નારીશક્તિ સમાજમા જાગૃતિ લાવવા પ્રયત્નશીલ છે. લેખનના માધ્યમ થકી પોતાનો અવાજ બુલંદ કરી સમાજના બહેરાં કાનને ખખડાવવાનો એક વિરલ પ્રયાસ છે જેને સંપુર્ણ સહકાર સાથે સલામ.

ર્સ્િીપીંછ

કાનજી મકવાણા

લાઈફ - એ - ગુજરાતી

અનિશ વઢવાણીયા

લાઈફ - એ - નલિનભાઈ પટેલ

નોખા છે દરેક ના ચહેરા ને અનોખી છે વાત,

વાર્તા સૅમી રોચક છે આ માણસ નામે જાત!

કદીક કદરૂપી તો કદીક રૂપાળી ઘણી લાગે છે,

રંગબીરંગી છે આ કાળી-ધોળી જિંદગીની ભાત!

હા, ખરે જ આ માણસની જિંદગી છે તો અજબ જ! દરેક વ્યકિત પોતાનાં અંદર ઍક વાર્તા લઈને ચાલે છે. આજુ-બાજુ, આમ-તેમ, આગળ-પાછળ, બધેજ.. જ્યાં જૂવું ત્યાં જીવતી વાર્તાઓ! અવનવી વાર્તાઓ! સરળ પણ રોચક, પોતાની જ લાગે ઍવી વાર્તાઓ! આવી જ ઍક વાર્તા છે નલિનભાઈ પટેલની.

બે ભાઈ અને એક બેનમાં સૌથી નાના નલિનભાઈ આજે તો ૪૨ વરસના થઈ ચૂક્યા છે. ૧૯૭૩ ના જાન્યુઆરીમાં તેમનો જન્મ થયો અને બહુ લાડથી મોટા થયા, સૌથી નાના હતાં ને! આજે પણ જ્યાં જન્મ થયેલો એજ વહેલાલ ગામમાં (તાલુકોઃ દસ્ક્રોઈ) રહે છે. ઍમનાં ફેમિલીમાં તેઓ, તેમના પત્ની, તેમના પપ્પા, પુત્રી અને સૌથી નાનો પુત્ર! તેમની પુત્રીઍ આ વરસેજ ૧૦મું પાસ કર્યું અને તે પણ ખૂબજ સારા માર્ક્સ્ સાથે. નલિનભાઈ પોતે બી.કોમ. સુધી ભણ્‌યા. ૧૯૯૨માં ભાઈ અને બહેનના લગ્ન થયાં અને ૧૯૯૩માં તેમણે બી.કોમ. પુરૂં કર્યુ.

તેમના મોટા ભાઈઍ નરોડા જી. આઈ. ડી. સી. માં કેન્ટીન શરૂ કરી હતી. તે સમય હતો ૧૯૮૮ નો અને તેઓ ભાઈને મદદ કરાવવા શનિવાર અને રવિવાર કેન્ટીન જતા પરંતુ ભણવાનું પુરૂં કર્યા પછી તેઓ માણેકચૉકમાં ઍક દુકાને નોકરીઍ લાગ્યા. તેમની ઍ પહેલી નોકરી હતી; અને તેમની પહેલી નોકરી તેમણે ૧૦ દિવસ કરી. માલિકઍ તેમની પાસે પાણી માંગ્યું, તેમણે આપ્યું તો માલિકે ગ્લાસ છૂટો તેમના ઉપર ફેંક્યો અને ગ્લાસ ફરી સાબુથી ધોઈ પાણી આપવા કહ્યું. આ વાત જ્યારે તેમણે ભાઈને કહી તો ભાઈઍ કહ્યું કે વાસણ જ ધોવાના હોય તો આપણી કેન્ટીન ઉપર ધો! તે પછી તેઓઍ ઍક લોડિંગ રિક્ષા ખરીદી, જો કે ઍ માટે તેમણે વ્યાજે પૈસા રકમ ઉધાર લીધી હતી પરંતુ તેમનું કામ સારૂં ચાલ્યું અને તેમણે ઍક ની બે લોડિંગ રિક્ષા કરી. તે સમયે તેઓ સવારે ૯ થી રાતે ૧ઃ૩૦ સુધી કામ કરતાં અને સારા પૈસા પણ કમાયા.

૧૯૯૫માં ગામની જમીન વેચી બંગલો બનાવ્યો અને ઍ બંગલાની કિંમત તે સમયે ૫.૫ લાખ હતી. જે થોડી જમીન વેચી હતી તેમાંથી ૨.૨૫ લાખ અને બાકીના ૩ લાખ જેવા વ્યાજે પૈસા લઈ પોતાની જમીન પર જ તેમના ભાઈઍ બંગલો બનાવડાવ્યો હતો. ૧૯૯૬ ની સાલ માં પપ્પાને પ્રૉસ્ટેટનું કેન્સર હોવાનું નિદાન થયું અને ડોક્ટરે કહ્યું કે તેમના પપ્પા ૬ મહિના માંડ જીવી શકશે; પરંતુ બધા જ ડોક્ટરને ખોટા પાડી તેમના પપ્પા આજે પણ હયાત છે! ૧૯૯૮માં કરીયાણાની દુકાન કરી જે તેમના પપ્પા ચલાવતા. ૧૯૯૯માં નલિનભાઈના લગ્ન થયાં અને ૨૦૦૦ની સાલમાં તેમના ઘરે સુંદર લક્ષ્મી સમી દીકરી ઍ જન્મ લીધો. તેમના જીવનની સૌથી સુંદર ક્ષણ આ હતી.

પુત્રી જન્મનાં થોડા સમય પછી ૧-૬-૨૦૦૧ના રોજ ઍમના કુટુંબનાં ભાગલા પડયાં અને તેમના ભાગમાં બંગલો, બધું જ દેવું અને રીક્ષાઓ આવી જ્યારે ભાઈના ભાગે ગામનું જૂનું ઘર અને કેન્ટીન. તેમનાં ભાઈ જુનાં ઘરે રહેવા જતાં રહ્યાં પણ ૧૪-૬-૨૦૦૧ના દિવસે હાર્ટ ઍટેકથી તેમનાં ભાઈનું મૃત્યું થયું. હવે બંને ઘરની જવાબદારી તેમના શિરે હતી પરંતુ તેમણે ક્યારેય પૈસનો વહીવટ કર્યો નહોતો. તેમણે હમેશાં કામ કર્યું અને પૈસાનો વહીવટ તેમના ભાઈ કરતાં. તેમણે ભાભીને પાછા સંયુક્ત કુટુંબમાં રહેવા આવી જવા કહ્યું પણ ભાભીઍ તે વાત નકારી દીધી. તેમણે ભાભીને ફરી લગ્ન કરી લેવા પણ કહ્યું અને તેમ કરાવી આપવાની તૈયારી દર્શાવી સાથે સાથે ભાઈ-ભાભીનાં છોકરાઓને સાચવવાની તૈયારી પણ બતાવી ઍ પણ ભાભીઍ નકારી દીધું.

નલિનભાઈનાં ઘરે તેમના મમ્મી અને પત્ની વચ્ચે ઝગડા થવા લાગ્યા. તે ઝગડાઓની આડ અસર સ્વરૂપે તેમણે દારૂ પીવાનું શરૂ કરી દીધું. તેમની આ આદતને લીધે રિક્ષાઓ વેચી દેવી પડી પણ કેન્ટીન તથા કરીયાણાની દુકાન ચાલુ રાખી. તેમના પપ્પા જ્યારે બાથરૂમ જતાં, ભાભી દુકાનનો વકરો લઈ જતી. ઍ કારણે પૈસા દેખાતા નહી પરંતુ દેવું કરીને પણ દુકાનમાં સામાન ભરતાં. તેમણે ૨૦૦૫ સુધી બંને ઘર ચલાવ્યા. ૨૦૦૫નાં અંતમાં તેમણે ૬.૭૫ લાખમાં બંગલો વેચી દીધો અને તેમાંથી ૩ લાખનું દેવું ઉતારી દીધુ અને બાકીની રકમ શેર બજારમાં રોકી જો કે નસીબે ત્યાં પણ સાથ ના આપ્યો અને ૩ લાખ હારી ગયા અને સાથે . તેઓ ગામનાં જૂના ઘરમાં રહેવા ગયા. આજ કારણે તેઓ ૩.૫ વરસ સુધી ઘરની બહાર ના નીકળ્યાં. તે સમયે તેમના પપ્પા જમીન પર મજુર રાખી ખેતી કરાવતાં અને ઘર ચાલતું કારણ કે નલિનભાઈ બહુ જ ડિપ્રેશનમાં જતાં રહ્યાં હતાં.

જ્યારે તેઓ ડિપ્રેશનમાંથી બહાર આવ્યા ત્યારે તેમનાં બનેવીઍ તેમને કોઈ ધંધો કરવા કહ્યું પરંતુ તેમણે શરૂ કરેલો કોઈ પણ બિઝનેસ ૧૫ દિવસ કરતાં વધુ ના ચાલતો અને તેમ કરતાં કરતાં ફરી બીજાં ૧.૮૦ લાખનું દેવું થઈ ગર્યું. ધંધો ના ચાલવાને કારણે બનેવીઍ તેમને નોકરી કરવા સૂચન આપ્યું અને તેઓ ઍક્વા+ મિનરલ વૉટરની કંપનીમાં ડરાઈવર તરીકે નોકરી ચાલુ કરી.

હવે ધીમી ગતિઍ તેમની પરિસ્થિતિ સુધરી રહી છે અને તેમણે હાર નથી માની. તેમણે ૧ લાખ રૂપિયા વ્યાજે લઈ તેમણે કાર ખરીદી. ૧ વરસ સુધી ઍક કોન્ટ્રાકટરના હાથ નીચે સચિવાલયમાં કાર ચલાવી પરંતુ કોંટ્રક્ટેર ૮૦૦૦૦ રૂપિયા જે તેમણે લેવાના નીકળે તે પણ આપ્યા નહી ઍટલે તેમણે સચિવાલયનું કામ બંધ કર્યું. અત્યારે તેઓ ઍક કોન્ટ્રાકટર માટે કાર ચલાવે છે જેમાં તેમણે ઍક કંપનીના ઍમ્પલોયીઝને રાતનાં સમયે જોબ માટે પિક કરીને ઑફીસ લાવવાનાં હોય છે અને વહેલી સવારે તેમને પાછા ઘરે ડરૉપ કરવાનાં હોય છે જે તેઓ પાછલા ૬-૭ મહિનાથી કરે છે.

"મેં મારા ઘરનાં ભાગલાં થયા પછી કોઈ શોખ નથી કર્યાં; ના પતંગ ચગાવ્યા, ના ધુળેટી રમ્યો પરંતુ મારા છોકરાઓને કદી કોઈ ઓછું નથી આવવા દીધું અને આવવા દઈશ પણ નહી." આવા ખુમારી ભર્યા શબ્દો સાથે જ્યારે તેમની વાત તેમણે પુરી કરી ત્યારે સવાર ઉગી રહી હતી, ઍમની આશાઓ સાથે સાથે! ઍજ આશાઓ અન જીવનની ખુમારી લઈ તેઓ તેમના ઑફીસના ઍમ્પલોયીસને ડરૉપ કરવા નીકળી પડયા.

માર્કેટિંગ મંચ

મુર્તઝા પટેલ

માર્કેટીંગમાં રહેલો આ છે ‘એક્સ્ટ્રા માઈલ’....

બોલો તમને ચાલવું ગમશે?- ધ્યાન રહે અહીં ભીડ ખૂબ ઓછી છે...

અત્યારે તો આ હાઈપર સ્ટોર્સ (સુપર કરતા પણ થોડો ઉંચો ગણી શકાય એવો) પોતાની સુપર ગ્રાહક-સેવાથી જગમશહૂર થઈ ચુકયો છે. જેણે હજારોની સંખ્યામાં પોતાના સ્ટોર્સની જાળ દુનિયાભરમાં ફેલાવી દીધી છે. પણ વર્ષો પહેલાં એક સામાન્ય રિટેઈલ સ્ટોર્સ તરીકે જ શરૂઆત કરનાર આ ચેઈન સ્ટોરમાં તે વખતે એક (અ)સામન્ય ઘટના બની..

“સાહેબ! મારા પતિ ગઈકાલે જ તમારે ત્યાંથી અમારી ગાડી માટે આ ટાયર લઈ આવ્યા છે. પણ ભૂલમાંથી તેમણે બીજી ગાડીનું ખરીદી લીધું છે એટલે ફીટ બેસતું નથી.. માટે શક્ય હોય તો બદલી આપો અથવા આ પાછુ લઈને અમને રિફંડ આપો.”

“પણ બેન ! અમે આ ટાયર પાછુ કેમ લઈ શકીએ?..”

“એમ કેમ?પ.જે વસ્તુ અમને ના પસંદ હોય એ પાછી લેવાની તમારી ફરજ છે. મને તો મારા પૈસા પાછા જોઈએ.”- જાણે લડવાનો ઈરાદો હોય એ અદામાં બહેને વાત સાંભળ્યા વગર ફરી હુકમ છોડયો..

“બેન ! તમને પાકી ખાતરી છે કે તમારા પતિએ આ સ્ટોર્સમાંથી જ ટાયર ખરીદ્યુ છે?”

“કેમ તમને અમારી પર શક છે?”..

“ના બેન..પણ અમે તો..”

“અરે ! પણ ને બણપકાં તો બદલી આપો અથવા રિફંડ કરી આપો.”

કાઉન્ટર-સેલ્સમેન અને ગ્રાહક વચ્ચે શરૂ થયેલી ચડભડનો આ બનાવ (નસીબજોગે) થોડે જ દૂરથી તે સ્ટોરનો માલિક જોયા કરતો હતો. વાત વધુ વણસે તે પહેલા ‘શાંતિ-સ્થાપન’ કરવા તે આ બંને વચ્ચે આવી ગયો.

“માફ કરજો બેન..મારા સેલ્સમેનથી ભૂલ થઈ ગઈ છે. તમને આ ટાયરની જે કિંમત હશે એટલુ રિફંડ હમણાં જ મળી જશેપબસ!” - પોતાને માટે આમ અચાનક મદદ માટે આવી ચઢેલા ગ્રાહકબેનને ‘માલિક’ તરીકેની ઓળખાણ લેવી જરૂરી ન લાગી. અને તે દરમિયાન આ માલિકે કેશિયરને બોલાવી બિલ-રસીદ માંગ્યા વગર જ ‘બેક પેમેન્ટ’નો હુકમ પણ આપી દીધો.

“પણ સર.. આપણે તોપ”-

કાઉન્ટર-સેલ્સમેનના આ ઓબ્જેક્શન પર પોતાના બંને હોઠો પર આંગળી મૂકી માલિકે ત્યારે સેલ્સમેનને ચુપ રહેવા જણાવ્યું. ખરીદ કિંમત જેટલી જ રકમ લઈને કેશિયર ત્યાં પાછો આવી ગયો. ગ્રાહકબેનના ‘કેશ’ની ચુકવણી અને ‘કેસ’ની સમાપ્તિ ત્યાં જ થઈ ગઈ.

“પણ સઅઅઅર!..આપણે તો સ્ટોરમાં ટાયર વેચતા જ નથી.. તે છતાં પણ કોઈક બીજાનું ટાયર પાછું લઈને આપે પૈસા પણ ચૂકવી દીધાં?!?!?!?!- શાં માટે?” —

એ બહેન તો ચાલ્યા ગયા પણ મૂળ મુદ્દો ‘સેલ્સમેનના સવાલ’ રૂપે હજુ ત્યાં જ ઉભો હતો.

“હા દોસ્ત! મને ખબર છે. પણ એ બહેનને તેની ખબર નથી. ટાયર પાછુ લઈપપૈસા પાછા આપી મે ગ્રાહક ગુમાવ્યો નથી પણ બીજા સેંકડો મેળવ્યા છે. હવે ધ્યાન રાખજે આ બહેનતો ખરીદી માટે વારંવાર આપણે ત્યાં પાછી આવશે પણ તેની સાથે બીજા સેંકડો દોસ્તો અને સગા-વ્હાલાંઓને પણ આ સ્ટોરમાં ટાયરની સાથે બીજુ ઘણું બધું ખરીદવા મોકલતી રહેશે.”

માલિક પોતાની પોકેટ લીક-પ્રૂફ પોકેટમાં બંને હાથ નાખી ત્યાંથી ચાલતા થયા..

દોસ્તો, મને કહેવુ તો પડશે જ ને કે.. બીજે દિવસે ઓટો-પાર્ટ્‌સનો એક નવો વિભાગ એ સુપર સ્ટોરમાં ખુલી ગયો હતો. પિનથી પિયાનો સુધી હજારો વસ્તુઓ-સેવાઓ વેચતા આ સ્ટોરે ટાયરના પૈસા પાછા આપી પોતાને ક્યારેય ‘રિ-ટાયર’ કરી નથી.

એમની કસ્ટમર સર્વિસનું ચક્કર (ટાયર) આજદિન સુધી ચાલ્યું આવે છે..

એક વાર બસ.. અજમાવી તો જુઓ..

તમારા બીલમાં (ઈન્વોઈસમાં) પેલું એક વાક્ય હોઈ શકે ‘વેચેલો માલ પાછો લેવામાં નહિ આવે’- ભૂસી જ નાખોપકે લીટો ફેરવી દો..

તેમણે ખરીદેલી વસ્તુ / સેવાનું પૂરેપૂરૂં રીફંડ આપી દો. ભલે પછી એમણે એ ન માંગ્યું હોય તો પણ, પપ.. અરે તેનો ગેરેંટી પિરિયડ સમાપ્ત થઈ ગઈ હોય તો પણ..

માફી માંગી લો. સામે ચાલીને, ઈ-મેઈલ (જો મળ્યો હોય તો) લખીને, કે જીસ્જી લખીને (એમ આપણે ગુજ્જુઓ માસ્ટર છીએ!). આમાં નાટક ના કરશો સાહેબ!.. પુરા દિલથી માંગજો.

તમને લાગે કે આ ગ્રાહક જી રહ્યો છેપત્યારે એમની પાસે પહોંચી એક સવાલ કરી લેજોઃ “સાહેબ, તમને શું ન ગમ્યું, ક્યાં ખોટ લાગી?”

તમે દિલેર છો?- તો પછી કોઈ એક એવી ભેંટ આપજો જેથી તમને એ યાદ જરૂર રાખે..

દોસ્તો, તમારામાંથી કોઈપણ આવા ‘એક્સ્ટ્રા માઈલ’ પર ચાલ્યા હોવ તો તેમનો અનુભવ મારી સાથે શેર ીદ્બટ્ઠૈઙ્મ દ્વારા કરી શકોઃ હીંદૃીટ્ઠટ્ઠજ્રિખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ફૂડ સફારી

આકાંક્ષા ઠાકોર

કોર્ન કાર્નિવલ

જયારે વરસાદી મોસમ હોય ત્યારે ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં મકાઈ કે તેમાંથી બનતી વસ્તુ નહિ ખવાતી હોય. મકાઈ અને મકાઈના દાણા અને તેમાંથી બનતી વિવિધ વાનગીઓ જાને ચોમાસાનો પર્યાય બની ગઈ છે. આ મકાઈ આજે ભારતમાં બહુ વિશાળ પાયે ઉગાડવામાં આવે છે, વિશ્વમાં મકાઈના ઉત્પાદનમાં ભારતનું સ્થાન છઠ્‌ઠું છે. પરંતુ અન્ય ઘણા અનાજ અને શાકભાજીની જેમ મકાઈનું મૂળ ‘જન્મસ્થાન’ ભારત નથી. મકાઈ મૂળ મેક્સિકોની પેદાશ છે અને એને મેક્સિકોથી ભારત લાવવામાં સ્પેનીશ પ્રજાનો બહુ મોટો ફાળો છે. આજે આપણે મકાઈ વિષે થોડી વધુ માહિતી મેળવીશું અને ત્યારબાદ મકાઈમાંથી બનતી બે નવી વાનગીઓ જોઈશું.

વૈજ્ઞાનિકો માને છે કે સેન્ટ્રલ મેક્સિકો માં રહેતા લોકોએ લગભગ ૭૦૦૦ વર્ષ પહેલાં મકાઈ વિકસાવ્યા હતા. તેની શરૂઆત તેઓસિન્ટે (ર્ીંજૈહીં) તરીકે ઓળખાતા જંગલી અને નકામાં ઘાસ તરીકે થઈ હતી.. તેઓસિન્ટે દેખાવમાં આજના મકાઈ કરતા ખૂબ જ અલગ હતા. તેના દાણા આજના મકાઈના દાણાના પ્રમાણમાં ખૂબ જ નાના હતા.

મેક્સિકો થી મકાઈની સફર ચાલુ થઈ અને તે ઉત્તરમાં યુ.એસ.એ. નાં દક્ષિણ-પશ્ચિમ રાજ્યોમાં અને દક્ષિણમાં પેરૂનાં દરિયાકિનારાના પ્રદેશમાં તેનો પ્રભાવ ફેલાયો. લગભગ એક હજાર વર્ષ પહેલા રેડ ઈન્ડિયન્સએ મેક્સિકોથી ઉત્તર અમેરિકાના પૂવીર્ ય જંગલોમાં સ્થળાંતર કર્યું ત્યારે તેઓ તેમની સાથે મકાઈ લાવવા આવ્યા હતા. આજે મકાઈ એ ઉત્તર અમેરિકામાં મુખ્ય ખોરાક તરીકે લેવામાં આવે છે.

કોલંબસ અને તેના જેવા અન્ય યુરોપીયનોએ ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં રહેતા લોકો સાથે સંપર્ક કયાર્ ે હતો ત્યારે મકાઈ સૌથી મૂળ લોકો આહારમાં એક મુખ્ય ભાગ હતો. જ્યારે કોલંબસએ અમેરિકાની "શોધ" કરી ત્યારે તેમણે મકાઈની પણ શોધ કરી. પરંતુ ત્યાં સુધી, યુરોપમાં રહેતા લોકોને મકાઈ વિશે ખબર ન હતી.

કોલંબસ જયારે પાછો યુરોપ પહોંચ્યો ત્યારે તેના થકી સ્પેનીશ લોકો મકાઈના સંપર્કમાં આવ્યા અને તેઓ બહુ જ ઝડપથી આ ‘વનસ્પતિ’ને એક મહત્વના ‘ખોરાક પાક’ તરીકે ઓળખી ચુક્યા હતા કારણકે ઈ.સ. ૧૫૨૫માં હજુ જ્યારે બાકીનું યુરોપ મેક્સિકો અને પેરૂમાં પોતાનો કબજો જમાવી રહ્યું હતું ત્યારે સ્પેન એ પહેલેથી જ એન્ડેલુસિયા ક્ષેત્રોમાં મકાઈની ખેતી ચાલુ કરી દીધી હતી. આ નવો છોડ અતિ અનુકૂલનશીલ હતો, ઝડપથી ઉગતો હતો અને તેની ઉપજ ઘણી ઊંંચી હતી, જે સ્પેન અને ઉત્તર ઈટાલીના ગરીબ અને ભૂખે મરતા ખેડૂતો માટે એક વરદાન હતું. મકાઈ ઈટાલી મારફતે બાલ્કનમાં ઝડપથી ફેલાઈ અને પછી પોર્ટુગીઝ જહાજો મારફતે દક્ષિણ પૂર્વ એશિયા, ભારત, ચાઈના અને જાપાનમાં તેનો વ્યાપ વધ્યો.

આમ આપણે જે મકાઈ આજે આટલી લિજ્જતથી માણીએ છીએ તેને આપના સુધી પહોંચાડવા માટે આપણે સૌ પ્રથમ મેક્સીકન્સનો, ત્યાર બાદ રેડ ઈન્ડિયન્સનો, કોલંબસનો અને પોર્ટુગીઝનો આભાર માનવો પડે.

પરંતુ આજે હવે આટલા બધા વર્ષોની સફર બાદ મકાઈને આપણે એટલી હદે સ્વીકારી લીધી છે કે તે લગભગ સંપૂર્ણ ભારતીય ખોરાક તરીકે અપનાવી લેવામાં આવી છે. અમેરિકન મકાઈના વધતા જતા ક્રેઝની સાથે સાથે દેશી મકાઈનો પણ એટલો જ ઉપયોગ કરવામાં આવે છે.

આજે આપણે આ વખતે ચોમાસામાં, વરસતા વરસાદમાં માણવા માટે મકાઈની બે નવીન વાનગીઓ જોઈશું. પહેલા આપણે જોઈશું કોર્ન પકોડા, વરસતા વરસાદ માટે પકોડાથી ઉત્તમ કશું જ નથી. ત્યારબાદ આપણે જોઈશું કોર્ન ચાટ જે ફટાફટ બની જતી એક ખૂબ જ સરસ વાનગી છે.

કોર્ન પકોડા

સામગ્રીઃ

૧.૧.૫ કપ મકાઈ દાણા

૨.૧.૫ કપ બેસન

૩.૨ થી ૩ લીલી ડુંગળી અથવા ૧ મધ્યમ કદની ડુંગળી, ઝીણી સમારેલી

૪.૧ લીલું મરચું, સમારેલું

૫.ઘ ઈંચ આદુ, સમારેલું

૬.ભ ટીસ્પૂન લાલ મરચું પાવડર

૭.ભ ટીસ્પૂન હળદર પાવડર

૮.ભ ટીસ્પૂન ગરમ મસાલા પાવડર

૯.હિંગ એક ચપટી

૧૦.મીઠું સ્વાદમુજબ

૧૧.જરૂર પ્રમાણે પાણી

૧૨.આ પકોડા પર છંટકાવ માટે જરૂરી ચાટ મસાલો

૧૩.તળવા માટે તેલ

રીતઃ

* મકાઈના દાણાને બાફી લો.

* હવે એક બાઉલમાં તેલ સિવાયની બધી જ સામગ્રીને બાફેલા મકાઈના દાણા સાથે ભેળવી લો.

* પાણી ઉમેરીને પકોડાના ખીર જેવું મિશ્રણ તૈયાર કરો.

* એક કડાઈમાં તેલ ગરમ કરો.

* તેલ ગરમ થાય એટલે તેમાં ચમચીની મદદથી ખીરૂં નાખો.

* પકોડા સોનેરી અને કરકરા થાય ત્યાં સુધી તળો.

* તૈયાર થાય એટલે પેપર ટોવેલ પર કાત્તી વધારાનું તેલ નીકળી જવા દો.

* હવે એક સર્વિંગ પ્લેટમાં લઈ, પકોડા પર ચાટ મસાલો ભભરાવી ચટણી કે ટોમેટો સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.

કોર્ન ચાટ

સામગ્રીઃ

૧.૧ મધ્યમ અથવા મોટા મકાઈ ડોડામાંથી નીકળતા દાણા

૨.૧ નાની ડુંગળી, ઝીણી સમારેલી

૩.૧ મધ્યમ ટમેટા, ઝીણો સમારેલો

૪.૧ લીલું મરચું, ઝીણું સમારેલું

૫.૧ ટેબલસ્પૂન કોથમીર, ઝીણી સમારેલી

૬.૧ ટીસ્પૂન લીંબુનો રસ

૭.ભ ટીસ્પૂન લાલ મરચું પાવડર

૮.૧ ટીસ્પૂન ચાટ મસાલા પાવડર

૯.જરૂર મુજબ મીઠું

૧૦.સજાવટ માટે ઝીણી સેવ અને કોથમીર

રીતઃ

* મકાઈના દાણાને બાફી લો.

* હવે એક બાઉલમાં બધી જ સામગ્રીને બાફેલા મકાઈના દાણા સાથે ભેળવી લો.

* એકવાર ચાખી સ્વાદ મુજબ જો જરૂરી હોય તો વધુ મીઠું અથવા ચાટ મસાલા અથવા લીંબુ રસ ઉમેરો.

* હવે નાના સર્વિંગ બાઉલમાં તેને તરત જ કાત્તી, ઉપરથી સેવ અને કોથમીર ભભરાવીને સર્વ કરો.

કાફે કોર્નર

કંદર્પ પટેલ

કૂદકો લગાવું...? વાગશે તો નહિ ને...!

આજે ૮ઃ૦૦ વાગ્યે કંપનીથી ઘરે આવ્યો. જમીને ઉભો થયો. કમ્પ્યુટર શરૂ કરીને બેઠો. મમ્મી પણ બાજુમાં હતી. તેણે પૂછ્‌યું, ‘કેવો રહ્યો આજનો દિવસ?’

‘બસ, એકદમ મસ્ત.’ ગમે તેટલો થાક લાગ્યો હોય છતાં હું ક્યારેય કહું નહિ. પરંતુ, દુનિયામાં ભગવાને ‘મમ્મી’ નામનું એવું સેન્સર બનાવ્યું છે જે કોઈ પણ અવ્યક્ત વાતને તરત જ સેન્સ કરી લે.

મેં મમ્મીને કહ્યું, ‘ચલ મમ્મી....! આજે તને હું મારા લખેલા કેટલાક આર્ટિકલ વંચાવું.’

‘હા, ચાલો..! એમ પણ તું ક્યારેય લખતો હોય ત્યારે અમને બાજુમાં બેસવા નથી દેતો.’ મમ્મી પણ ખુશ અને હું પણ.

વાતમાં ટ્‌વિસ્ટ એ હતું કે વાંચવાનું મારે હતું અને મમ્મીને સાંભળવાનું. આમ તો હું નાનો હતો ત્યારે મમ્મી સવાલોના જવાબો પાકા લેતી અને હું કડકડાટ બોલ્યે જતો. એ પછી આવી પ્રોસેસ ક્યારેય નહોતી થઈ.

આજે પણ મને એક વાતનો ગર્વ છે કે, આ ૨૧ વર્ષના જુવાનની અંદર અઢી વર્ષનું બાળક છુપાયેલું છે પરંતુ બુદ્‌ધિ-બાલિશતા જરાયે નથી.

બસ, કમ્પ્યુટરની સામે જ હું અને મમ્મી ગોઠવાઈ ગયા. એક આર્ટિકલ વાંચવાનો મેં શરૂ કર્યો. જેમ હું નાનો હતો ત્યારે મમ્મી મને વ્હાલી-વ્હાલી કરીને વાર્તાઓ અને પાઠ શીખવાડતી, એમ જ મેં બાળક બનીને વાંચવાનું શરૂ કર્યું. સમય જતો ગયો. મમ્મી ગાલમાં હસ્યે જતી હતી. હું બોલતો જતો હતો. મારી અને મમ્મી વચ્ચે એક પાઠનો ‘પથ’ રચાતો જતો હતો. મમ્મીને એ શબ્દોને ઉકેલવાની તસ્દી નહોતી, પરંતુ એ શબ્દોની મીઠી વાણીમાં ખોવાઈ જવાની ઉતાવળ હતી.

વાંચતા-વાંચતા હું એક જગ્યાએ જાતે કરીને અટક્યો.

‘પછી?’ તરત જ મમ્મી બોલી. તેને હું બોલ્યા જ કરૂં અને એ સાંભળ્યા કરે એમાં વધુ રસ હતો. કર્ણપટલ પર શબ્દો અથડાવાનો મીઠો પડઘો મમ્મીને પસંદ પડતો હતો. સમગ્ર આર્ટિકલ વંચાઈ ગયા પછી મમ્મીને મેં પૂછ્‌યું, ‘કેવો લાગ્યો?’

‘મસ્ત.’ બીજું કંઈ જ બોલી નહિ. એક જ શબ્દમાં દરેક એક્સપ્રેશન પોતાના ચહેરા વડે આપી દીધા. એમનો હસતો ચહેરો હૃદયમાં મસ્ત મજાની તૃપ્તિનો અહેસાસ કરાવતો હતો. હું પણ તેણે જોઈ રહ્યો હતો. ઊંંડો શ્વાસ લઈને ઉભી થઈ. ‘બાકીના કાલે વાંચીશું. રોજનો એક...! પાછી હું ભૂલી જાઉં..’ એવી મજાક કરીને ચાલતી થઈ.

વાત કરવાનો હેતુ કંઈક આ હતો. જયારે આજથી ૮ મહિના પહેલા એન્જીનિયરીંગના ૭ માં સેમેસ્ટરની એક્ઝામ શરૂ થવાને આડે ૧૫ દિવસ હતા અને હું રાત્રે ૧૧ વાગ્યે આર્ટિકલ લખતો હતો. અચાનક પપ્પા આવ્યા, હું ધરબાઈ ગયો. મોનીટરની સ્ક્રીન પર ગુજરાતી શબ્દો..! અને માત્ર એક વાક્ય બોલ્યા, ‘જે કરવાનું છે એ કરો. આ બધું એક્ઝામ પછી પણ થશે.’ ચિંતા હશે એમને...! રીઝલ્ટની. મેં કહ્યું, ‘હા.’

બસ, એ દિવસ છે અને આજનો દિવસ છે. કોણ શું કહેશે એની ચિંતા મેં ત્યારે પણ નહોતી કરી અને આજે પણ નથી કરતો. સારૂં લાગ્યું, ખરાબ લાગ્યું, ઠીક છે, મસ્ત છે...! આ બધું તો ચાલ્યા જ કરવાનું. પણ જે વસ્તુ મારા હૃદયની સૌથી વધુ નજીક છે એ કરવામાં શરમ કે ડર રાખીએ તો આખી જિંદગી દબાયેલા અવાજે કોઈકની ભાઈશા’બી કરવી પડે એ ખ્યાલ હતો જ. આજે મમ્મી અને પપ્પા બંને મારી ‘ડોન્ટ થિંક, જસ્ટ ડુ’ ની એ વાત સાથે ૧૧૦% સહમત છે.

*****

દોસ્ત...! દુનિયા એક જંગલ છે. જંગલનો એક રાજા છે, ડર. જે પળે-પળે ડરાવ્યા કરે છે. દૂરથી અવાજો નાખ્યા કરે છે. આપણે તેણે સિંહની ગર્જના સમજીને ડરીને બેસી જીએ છીએ. આગળ વધવાની હિંમત થતી નથી. ઉભા થતા જ એ ‘ડર’ નામનો સિંહ ફરીથી ડરાવીને બેસાડી દે છે. એ માણસ ડરના ઓથાર હેઠળ જીવીને ઘરડો થઈ જાય છે. છેલ્લા દિવસોમાં એ વિચારે છે, ‘આમ પણ હું મારી જવાનો છું. તો પછી ઉભો થાઉં અને ત્યાં સુધી જાઉં. થોડું જંગલ ફરી લઉં.’ એ ઉભો થઈને ચાલતો થયો, ચાલતો રહ્યો, ચાલતો રહ્યો.

અંતે, જોયું તો એક સુંદર મજાનું ઝરણું ત્યાંથી વહેતું હતું. થોડી ઉંચાઈએથી ધોધ પડતો હતો. જે અણીદાર પથ્થરોને ઘસીને ચમકાવતો હતો. મેઘધનુષ્યના સાત રંગો વાતાવરણમાં પ્રાણ રેડતા હતા. સુંદર માછલીઓ પકડદાવ રમતી હતી. પતંગ્િાયાઓ પુષ્પો પર ખો-ખો રમતા હતા. ભમરાઓ નર પરાગરજને માદા સાથે મિલન કરાવીને તેના રસને ચૂસવાનો આનંદ માનતા હતા. પક્ષીઓ કલરવ કરતા હતા. આ દ્રશ્ય જોઈને એ ઘરડા વ્યક્તિનું મન પ્રફુલ્લિત થઈ ગયું.

એ વિચારતો હતો, આ રોજ મને કોણ સિંહનો અવાજ સંભળાવીને ડરાવતું હતું? તેણે આંખો બંધ કરી. કાન ખુલ્લા કરીને દરેક અવાજોને ઓળખતો ગયો. છેવટે તેણે સમજાયું, કે પાણી આટલી ઉંચાઈએથી પથ્થર પર અથડાતું હતું તેથી તેનો ખુબ મોટો અવાજ આવતો હતો. જે વૃક્ષોની ડાળીઓમાં થઈને મારા સુધી પહોંચતા સુધીમાં ચવાઈ જતો હતો. જે બિહામણો-ડરામણો લાગતો હતો. અંતે, તે વ્યક્તિ ખુબ પસ્તાયો, રડયો, નિરાશ થયો. ફરીથી દુનિયાને જીવવાની તેને ચાનક ચડી. હજુ તેને જીવવું હતું, અનુભવવું હતું, કુદરતને માણવી હતી, પ્રકૃતિમાં ખોવાઈ જવું હતું, પ્રેમ કરવો હતો. પરંતુ, આજે તેની પાસે સમય અને શક્તિ બંને નહોતા. હૃદયમાં ગાળા સુધી આવેલો ડૂમો ઘૂંટાતો હતો.

બસ, મિત્ર..! આજ કહાની છે દરેક વ્યક્તિત્વની. કૂદકો લગાવવો છે..! પરંતુ વાગશે તો? તેનો વિચાર કૂદકો લગાવ્યા પહેલા આવી જાય છે. કોઈ શું કહેશે? કોણ શું વિચારશે? તેનું પરિણામ શું આવશે? કદાચ હું સફળ નહિ થાઉં તો? જો હું ગુમાવીશ તો? ધાર્યું નહિ થાય તો? આ દરેક શેતાની પ્રશ્નોના દૈવી જવાબો શોધવાને બદલે આપણે પ્રોબ્લેમ્સને આવકારીએ છીએ. બસ, કૂદકો લગાવી દે. થવાનું હશે તે થશે અને જે થશે તે જોયું જશે. ગુમાવીશ તો શીખીશ અને મેળવીશ તો પચાવીશ. મારતી વખતે જો ભગવાનને એમ ‘ના’ કહી શકીએ કે, ‘બોસ..! થોડા લેટ પડયા. આપણે તો જિંદગી મસ્ત મજ્જાની જીવી લીધી છે. કોઈ ઈચ્છા-અપેક્ષાઓ બાકી નથી. ચાલો જલ્દી..!’ તો જિંદગી બેક્કાર છે, ફિક્કી મોળી ચા ની ચૂસકી જેવી છે. હવાઈ ગયેલા મમરા જેવી છે.

સિમ્પલ ફંડા છે બોસ...! ‘અપની સુનતે રહો, સુનાતે રહો.’ પણ, બેફિકરાઈથી હવામાં મસ્તીની છોળો ઉછાળીને નહિ. એ બેફિકરાઈની ફિકર કરીને કોઈક મનગમતું પેશન શોધીને ફકીર બની જવું પડે. એ ‘પેશન’માં એટલું ‘ડિવોશન’ હોવું જોઈએ કે જેથી પરિણામ સમયે ‘ટેન્શન’નો ટોપલો માથા પર ન હોય પરંતુ કંઈક મેળવ્યા કે ગુમાવ્યાની લિજ્જતનો આસ્વાદ હસતા ચહેરા પરના ગાલના ખાડામાંથી ઢોળાતો હોય. સબસે બડા ‘રોગ’, ક્યાં કહેંગે ‘લોગ’. તેનો જવાબ, ‘લોગોં કો કહેને દો, લોગોં કા કામ હૈ કહેના..!’

કોફી રિસ્ટ્રેટો :

‘કાનુડો’ જો ‘કાલુડો’ હોય તો જ એ ‘વાલુડો’ લાગે. જેથી ‘પેશન’ની પિચકારીમાં ‘પ્રેમ’નું માખણ ભરીને જિંદગીમાં ‘પ્રેમિત્રતા’ની રંગોળી પૂર્યા કરવી. ‘ડોન્ટ થિંક, જસ્ટ ડુ ઈટ.’

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

“મોબાઈલ કે સાઈડ ઈફેક્ટસ”

“ચીંટીયા કલૈયા વે” રિયા ના મોબાઈલની રીંગ વાગી રહી હતી. ખોળામાં રહેલા આયુષ ને જરા ખસેડી તે બેડ પર થોડી લાંબી થઈ અને મોબાઈલ ઉપાડયો. આયુષ ને મૂવમેન્ટ થવાના કારણે દુખ્યું એટલે થોડું રડયો.

‘બેબી ફોન આવે છે ને સમાજ તો ખરો...’

તેણે દ્‌વિભાષ ને કારણે થોડો અનકમ્ફર્ટેબલ ફેસ બનાવ્યો ને પછી ફોન ઉપાડયો. ‘હા મમ્મી, બોલ.. અરે હું સત્તત એની પાછળ જ રહું છું... હા ઘર ના પગથીયા પરથીજ પડયો.’

‘મેડમ, ઘા સાફ થઈ ગયો છે હવે સ્ટીચીસ લેવા માટે ડોક્ટર સાહેબ પાસે લઈ જવો પડશે બાબાને. ને’ મોબાઈલ હોલ્ડ પરજ રાખીને ડરેસર ને કહ્યું “ઓહ ઓકે ઓકે, વેઈટ અ મિનટ” કહી મોબાઈલ પર “હા મમ્મી દસેક મિનીટ માં ફોન કરને.”

“નિશીથ નિશીથ.....” રિયા એ બૂમ પડી. બારી પર મોબાઈલ માં વાત કરી રહેલ નિશીથ બીજા હાથ માં રહેલ મોબાઈલ પર કોઈના કોન્ટેક્ટ નમ્બર ચેક કરી રહ્યો હતો, ચિડાઈને ખભા પર માથું ટેકવી વચ્ચે મોબાઈલ ને બેલેન્સ કરતા કરતા નિશીથે કહ્યું “ક્મોન રિયા, દસ મિનીટ શાંતિ રાખ ફ્રેન્ડની પાસે કાર છે તેના નમ્બર લઈ લઉં કદાચ કામ લાગે.” “પણ આયુષ ને અંદર ડોકટર પાસે લઈ જવાનો છે...”

“ચીંટીયા કલૈયા વે” ફરી રિયા ને રીંગ વાગી અને ગાયત્રી બેન નો ફોન પણ આવે છે. આયુષ ફરી રડયો. “બહેન, હુંજ લઈ જાઉં છું” ડરેસરે કહ્યું. આયુષ ભયનો માર્યો જોરથી રડયો. તેને અંદર શું થવાનું છે તે તો ખબર નહોતી પણ મમ્મી પપ્પા પાસેથી કોઈ અજાણ્‌યું ઊંંચકી જાય છે એટલે ફફડી ઉઠ્‌યો.

આયુષ, રિયા અને નિશીથ નો અઢી વર્ષ નો પુત્ર છે. નવું નવું ચાલતા શીખેલો આયુષ ઘર ના ઓટલા પરથી પડયો અને નીચેનો અણીદાર પથ્થર વાગતા દાઢીના ભાગે ટાંકા લેવા પડે તેમ હતા. આયુષને ડોક્ટર પાસે ટાંકા લેવા લઈ ગયા પછી કોઈ સ્ટોરી નથી. ટાંકા લેવાયા. ૧૪ વાર રિયાને ફોન આયા અને ૧૧ વાર નિશીથના, બંને ના મોબાઈલ માં પાંચ પાંચ મિસ્ડ કોલ. અને ઘર ગયા પછી ફોન આવવાના બંધ.. હા.....શ. ના, હા....શ નહિ પછી તેમણે બધાને ફોન કરવાના શરૂ કર્યા.

આ વાત એક ઘર પુરતી સીમિત નથી. આપણી સોશિયલ ક્ન્સર્સ નું મોબાઈલફીકેશન વિવેકબુદ્‌ધિ ની બાઉન્ડરી ટપાવી રહ્યું છે. કોન્ટેક્ટ માં રહેવાનો એક ચાર્મ છે એક મજા છે પણ કન્સર્ન રહેવું માંથી ડીસ્ટર્બ કરવું ના ઝોન માં પ્રવેશી ને ખોટે ખોટું કીચડ કરવાથી કંટાળો નીપજે છે. મુશ્કેલીઓ અને અનકમ્ફર્ટ વધે છે.

હવે આપણે રહ્યા સ્વમાની જીવો. આપણો જવાબ છે ‘મારો ફોન, મારા રીલેટીવ, મારો ટાઈમ તમને શું?’ તો એનો જવાબ છે કે એ વાત તમારા પુરતી સીમિત નથી. તમારી આસપાસ ના લોકો સાથે સીધો સંબંધ છે.

૧.ટુ વ્હીલર પર મોબાઈલાસન માં વ્યસ્ત લોકો રોડ ની વચોવચ્ચ આવી જાય અને હોર્ન વગાડીએ તો સામા ભડકે એ જોયું છે?

૨.ઘેર આવેલા ગેસ્ટ ને ગરમાગરમ ડીનર પીરસી ટેબલ પર બધા બેસીને વાત શરૂ કરીએ “કહેતે હૈ હમકો પ્યારસે ઈન્ડિયા વાલે” ૭ વખત વાગે. જેવી વાત શરૂ કરીએ કે કાકાની તબિયત બતાવવા હોસ્પિટલ લઈ ગયા.... “ઈન્ડિયા વાલે”... ડોક્ટર ને રીપોર્ટસ બતાવ્યા તો એમણે કહ્યું કે.. “ઈન્ડિયા વાલે”... ટાઈફોઈડની અસર વધારે છે એવી ખબર પડી એટલે અમે તો.... “ઈન્ડિયા વાલે”... પ્રીતિ ના લગ્ન માથે હતા એટલે “ઈન્ડિયા વાલે”... આવું કન્વર્સેશન થાય તો ફેર તો પડેને?

૩.રાતે સાડા અગ્િાયાર વાગે નોકરીએથી છૂટી ઓફીસ બસમાં રેસીડન્ટ હોસ્ટેલ પર જવા નીકળેલ કર્મચારિયો થાકીને લોથ સુતા હોય ત્યાં “ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ માં..” વાગે પિંકેશ ના મોબાઈલ માં અને પિંકેશ ની મમ્મી પૂછે કે “ઓફિસે થી નીકળ્યો કે નહિ, જમ્યો કે નહિ, ચિંતા થતી હતી એટલે ફોન કર્યો” ત્યારે આજુબાજુ વાળા ને પિંકેશ નો ઢોલ વગાડી નાખવાનું મન થાય, ધારોકે આંટી તમારો પીંકુ જમ્યો ન હોય તો તમે ખંભાળિયા થી ખંભાત ભાખરી શાક લઈ ને આવી શકશો?

૪.ડોક્ટર મેડમ મારી પત્ની ને સતત ચક્કર આવે છે, આજે ૨ વખત પડી ગઈ, અને ડોક્ટર ના ટેબલ પર ફોન વાઈબ્રેટ થાય... “અરે યાર તારી શિફ્ટ માં પેલી ડોક્ટર શેફાલી આવી હતી? શું કહેતી હતી? ૨ વીકથી એ નાઈટ શિફ્ટ લેતી નથી એવું થોડી ચાલે... અચ્છા... પછી? તે એને શું કહ્યું?કોણ બીમાર છે એનું? એના સાસુ?એના સાસુ તો મુંબઈ હતા ને ?ક્યારે આવ્યા?ઓહો એમ શિરડી ગયા હતા?પોતાની કાર માં કે હાયર કરી હતી?”....પેલા ની ઘરવાળી નેથાય કે આના કરતા તો ચક્કર સારા.

આમાંથી કોઈપણ મારા મન ની કલ્પના નથી. તમામ બનાવો આપણે સૌએ જોયેલા છે. સામાજિક સૌજન્ય કે શિસ્ત ને પડખે મૂકી ને મોબાઈલ વાપરવો એ ઉપયોગ નહિ પણ ન્યુસન્સ બની જાય છે.

એટલુજ નહિ પણ માતા પિતા, પુત્ર, પુત્રી, મિત્ર, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, ફિયાન્સી, પત્ની કે પતિને પોતાની લાઈફ છે. પોતાનો કોમનસેન્સ છે એ યાદ રાખવું. જે પ્રશ્નો તેમના છે તે તેમનાજ છે. ઘડી ઘડી ફોન કર્યા કરવાથી એ પ્રશ્નો આપણે લઈ નહિ શકીએ. ઉલટું તેમને ડીસ્ટર્બ કરીશું. આપણો પ્રેમ આવું કરવાથી વ્યક્ત નથી થતો પણ ગેરશિસ્ત અને દખલઅંદાજી વ્યક્ત થાય છે.

વિવેકબુદ્‌ધિ દાખવવા આટલા મુદ્દા દિમાગમાં રાખીએ તો થોડુ સારૂં થાય,

* કોઈને ફટ ફોન કરીને પૂછવા પહેલા એક વખત જાતે વિચારી જુઓ કે પ્રશ્ન નું સમાધાન પોતાની રીતે ખોળી શકાય એમ છે કે નહિ?

* કામની વાતે ફોન કર્યો હોયતો બિનજરૂરી વાતો કટ કરીને જરૂર પુરતી વાતચીત કરી ફોન પૂરો કરવો.

* અમસ્તા ફ્રી બેઠા હોઈએ એટલે ફોન કે મેસેજ સિવાયની પણ પ્રવૃત્તિ કરવા બાબતે વિચારી શકાય.

* આપનો સ્વભાવ ચિંતાળ હોય તો એ આપણો પ્રશ્ન છે. બીજાને એના માટે ફોન કરે રાખવાનો કોઈ અર્થ નથી.

* હોસ્પીટલાઈઝ લોકોના પરિવારજનોને ઘડી ઘડી ખબર પૂછવા ફોન કર્યા ન કરવો.

* ફ્રી કે ખુબ ઓછા રૂપિયા માં વાત થાય એવી સ્કીમ હોય એનો અર્થ એ નહિ કે બિનજરૂરી ડીટેઈલિંગ કર્યા કરવું, કે છાસમાં પાણી નાખ્યું અને પપ્પા ને ફોડલી થઈ છે અને બેબી ની ચડડી ટૂંકી થઈ ગઈ છે.....

* હિલ સ્ટેશન ફરવા ગયેલા કે પ્રસંગોએ ગયેલા પરિવારજનોને હવે ક્યાં છો? શું ખાધું? બજાર માંથી શું લાવ્યા? અને સામાજિક પ્રસંગોએ હાજરી આપવા ગયેલ પરિવારજનો ને કેટલા ફેરા થયા ને નાની મામી ને મોટા મામા શું કરેછે એવા ખોટે ખોટા ફોન કરી તેમનો ચાર્મ બગાડવો નહિ. તેજરીતે આપણે જરાક ઘેરથી નીકળીએ કે તરતજ “પછી આમ થયું ને તેમ થયું, ગરમી બહુ છે ને ઠંડી ઓછી છે” ને એવા નાના મોટા અહેવાલ આપ-લે કરવા નહી.

* ઓફીસ કે ધંધાના સમય દરમિયાન બિનજરૂરી ફોન લગાડયા કરવાથી ઓફીસમાં કલીગ કે ગ્રાહકો ને મુશ્કેલી ઉભી થાય છે એટલે આવું તો બિલકુલ કરવું નહિ. ખાસ કરીને જો તમેં મેડીકલ ફિલ્ડ જેવા ગંભીર પ્રોફેસન માં હોવ તો આ વાત વધુ ગંભીર બને હે. એક ફાર્માસ્યુટિકલ સ્ટોર ની બહાર એક અત્યંત જરૂરી દવાનું પાનું લેવા ૨૦ મિનીટ ઉભી રહેલી વ્યક્તિની કેવી પરિસ્થિતિ થાય? જયારે બીજો કોઈ ગ્રાહક ન હોય .અને કેમિસ્ટ ફોન પર ચોંટી રહ્યો હોય?

* મિત્રો સાથે પ્રેમ હોય તો ક્યારેક તેમને મળવા જવું, જરૂર ના સમયે હાજર રહેવું ને મદદરૂપ થવું એ કરી શકાય. મિત્રતા ફોન પર વ્યક્ત કર્યા કરવી નહી.

* ફલાણા એ આટલા ફોન કર્યા અને ઢીકણાએ ન કર્યા, પેલી એ તમારો ફોન ન ઉપાડયો, પેલા એ મિસ્ડ કોલ માર્યો, જેવા હિસાબ રાખવાનું બંધ કરી દઈએ. હિસાબ રાખવા માટે બીજી ઘણી જટિલ બાબતોયે છે.

આટલું શિસ્ત અને વિવેક જાળવીએ તો મોબાઈલ ની મીઠાશ એન્જોય કરી શકીએ અને નહીતર ડાયાબીટીસ થઈ જશે.

ટેક ટોક

યશ ઠક્કર

ટોક વર્ઝન ૩

આપણા દરેક ના ઘરમાં એક સમસ્યા તો હોય જ છે અને એ સમસ્યા એટલે મમ્મી ની. આપણા માટે ની સતત ફરિયાદ "આ તારા વાયર અહી થી દુર કર ને ભાઈ" "જેમતેમ વાયર પડયા હોય છે મારે ઝાડું મારવું હોય તો કેમ મારવાનું" " અમારા થી અડાય પણ નહિ તારા આ વાયર ને નહિ ને બગડી જાય તો". ટેકનોલોજી એ આ સમસ્યા નો લગભગ અંત આણી જ દીધો છે. લગભગ દરેક ઘરમાં લેપટોપ આવી ગયા છે કે પછી ટેબ્લેટસ અને એમાં ઈન્ટરનેટ માટે વાઈ-ફાઈ પણ છે એટલે વાયર નો એ ગુચ્છો તો ગયો. આ સિવાય હવે વાયરલેસ ચાર્જર અને પાવર બેંક પણ ઉપલબ્ધ છે એટલે એ ગુચ્છો પણ ગયો તો હવે જે એક વસ્તુ બાકી રહી જાય છે એ પણ વાયરલેસ થઈ જ ગઈ છે. આજે વાત કરશું વાયરલેસ સ્પીકર્સ વિષે.

સૌથી પહેલા વાયરલેસ સ્પીકર્સ એટલે શું એ સમજી લઈએ. જેમ નામ જ કહે છે વાયરલેસ સ્પીકર્સ એટલે વાયર ના કોઈ જ ઉપયોગ વગર તમે તમારૂં મનપસંદ સંગીત સાંભળી શકો છો. તમે બ્લ્યુટુથ વડે તમારા લેપટોપ કે મોબાઈલ ને આ સ્પીકર્સ સાથે કનેક્ટ કરી શકો છો. બ્લ્યુટુથ સિવાય ઓક્સીલરી તથા યુએસબી ડરાઈવ સ્લોટ પણ અવેલેબલ હોય તમે તેના દ્વારા પણ સંગીત સાંભળી શકો છો. મોટેભાગે આ પ્રકારના સ્પીકર્સ પોર્ટેબલ હોય છે એટલે તમે ગમ્મે ત્યાં એનો ઉપયોગ કરી શકો છો. આ સ્પીકર્સને ચાર્જ કરવા માટે નોર્મલ યુએસબી કેબલ આપવામાં આવે છે. સામાન્ય રીતે એક વખત ચાર્જ કર્યા બાદ તમે ૮-૧૦ કલાક સુધી અવિરત મ્યુઝીક ની મજ્જા માણી શકો છો તેમ છતાં દરેક સ્પીકર ની કેપેસીટી તથા ફીચર્સ અલગ અલગ હોય તેનો બેટરી બેકઅપ પણ અલગ હોય છે. આજે આપણે અહી ઝ્રિીટ્ઠૈંદૃી,મ્ીટ્ઠંજ, અને ત્નમ્ન્ ના વાયરલેસ સ્પીકર્સ વિષે વાત કરશું.

ક્રિએટીવ મૂવો ૨૦ઃ

ક્રિએટીવ હંમેશા થી પોતાના મ્યુઝીક માટે ખુબ જ પ્રસિદ્ધ રહ્યું છે અને એટલું જ પોકેટ ફ્રેન્ડલી પણ છે. આ સ્પીકર તમને અમેઝોન ની વેબસાઈટ પર થી ફક્ત ૩૯૪૯ રૂપિયા માં મળશે. આ સ્પીકર ની સૌથી મોટી ખૂબી ની જો વાત કરીએ તો વધુમાં વધુ ૩-૪ કલાક માં આ ફૂલ ચાર્જ થઈ જાય છે અને લગભગ ૧૦ કલાક જેટલો લાંબો બેટરી બેકઅપ આપે છે. બ્લ્યુટુથ, ઓક્સીલરી તથા યુએસબી થી મ્યઝિક સિવાય આ એક પાવરબેંક તરીકે પણ કામ આપે છે. તમે તમારા યુએસબી કેબલ દ્વારા તમારા સ્માર્ટફોનને ચાર્જ કરી શકો છો તથા દ્ગહ્લઝ્ર એટલે કે વાયર અને બ્લુટુથ વગર પણ તમે સંગીત સાંભળી શકો છો, બેશક તેના માટે તમારો ફોન દ્ગહ્લઝ્ર સપોર્ટેડ હોવો જરૂરી છે. મ્યુઝીક તથા ચાર્જીંગ સિવાય તમે આ જ સ્પીકર દ્વારા ફોન નો પણ ઉપયોગ કરી શકો છો. બિલ્ટ-ઈન માઈક દ્વારા તમે કોઈ પણ સાથે લાઉડસ્પીકર પર જ વાત કરી શકો છો.

બીટ્‌સઃ

સાચું નામ મ્ીટ્ઠંજ હ્વઅ ડ્ઢિ. ડ્ઢિી છે અને સ્પીકર્સ ની દુનિયામાં આ સૌથી મોટું નામ છે. સામાન્ય રીતે બીટ્‌સ ના સ્પીકર ની શરૂઆત ૧૫૦૦ રૂપિયા થી થતી હોય છે, પણ જો તમારે ખુબ જ સારી ઈફેક્ટ જોઈએ તો ઊંંચું મોડેલ પસંદ કરવું પડશે. આ સિવાય ડુપ્લીકેટ સ્પીકર્સ ની દુનિયામાં પણ બીટ્‌સ સૌથી વધુ કોપી થાય છે માટે જયારે બીટ્‌સ ના સ્પીકર ખરીદવા હોય ત્યારે કોઈ વિશ્વાસપાત્ર જગ્યા થી ખરીદવા ખુબ જ જરૂરી છે. આજે આપણે અહી બીટ્‌સ સ્લીવ ફોર પીલ પોર્ટેબલ સ્પીકર ની વાત કરશું. આ સ્પીકર અમેઝોન ની વેબસાઈટ પર ૨૬૨૫ રૂપિયા ની કિમંત સાથે હાજર છે. ૧૭૭ ગ્રામ નું વજન ધરાવતું આ પાવરફૂલ સ્પીકર ખરેખર પોર્ટેબલ છે અને તમે બહુ આસાની થી એને પોતાની સાથે લઈ જી શકો છો. આ સ્પીકર પણ તમારે યુએસબી કેબલ દ્વારા ચાર્જ કરવું પડશે. બ્લ્યુટુથ, યુએસબી કેબલ તથા પેન ડરાઈવ દ્વારા તમે આ સ્પીકર નો ઉપયોગ કરી શકો છો. ક્રિએટીવ મૂવો ની જેમ બ્લ્યુટુથ વડે કોલ રીસીવ નહિ કરી શકો અને એ જ કદાચ આ સ્પીકર નું એક માત્ર નબળું પાસું છે.

ત્નમ્ન્ઃ

આમ જુઓ તો આ પણ ખાલી નામ જ કાફી છે. સ્પીકર્સ ની દુનિયામાં બીટ્‌સ, બોસ, ક્રિએટીવ ને જો કોઈ હાથોહાથ ટક્કર આપે તો એ માત્ર અને માત્રત્નમ્ન્ છે. જ્યાર થી વાયરલેસ સ્પીકર્સ માર્કેટમાં આવ્યા ત્નમ્ન્ ખરેખર તેમાં એક હથ્થુ શાસન ભોગવવા માંગતું હોય તેમ ધડાધડ મોડેલ લોન્ચ કરે છે અને એમાં પણ મોટે ભાગે પોકેટ ફ્રેન્ડલી મોડેલ્સ લોન્ચ કરવામાં આવે છે. જેબીએલ ગો મોબાઈલ-ટેબ્લેટ સ્પીકર ની કિંમત ફક્ત ૧૯૦૦ રૂપિયા છે. ઓક્ઝીલરી કેબલ તથા બ્લ્યુટુથ વડે તમે આસાની થી મ્યુઝીક પળે કરી શકો છો. જયારે આ સ્પીકર ની બેટરી ની વાત કરીએ તો ૬૦૦દ્બર ની ક્ષમતા ધરાવતી રીચાર્જેબલ બેટરી ઈનબીલ્ટ આવે છે જેને ચાર્જ કરવામાં ૨ કલાક જેતો સમય લાગે છે અને તે ૫-૬ કલાક સુધી ચાલે છે. જોકે આ સ્પીકરમાં પણ કોલિંગ ઓપ્શન હોય તમે બ્લ્યુટુથ દ્વારા જ લાઉડસ્પીકર થી કોઈના પણ ફોન નો જવાબ આપી શકો છો. ત્નમ્ન્ સ્પીકર્સ ની વાત કરીએ ત્યારે ફ્લીપ ૨ નામના મોડેલ ની વાત ના કરીએ તો કેમ ચાલે ? ૪૭૦૦ રૂપિયા નું જેબીએલ ફ્લીપ ૨ ખરેખર ક્રિએટીવ મૂવો ને ટક્કર આપે છે. બંને ડીવાઈસ ના ફીચર્સ મળતા આવે છે.

મ્યુઝીક અને સ્પીકર્સ ની દુનિયા ખરેખર ખુબ જ મોટી છે. યામાહા, સ્ક્લ્કેન્ડી, પેનેસોનીક વગેરે વગેરે ઘણી બધી બ્રાન્ડસ આ માર્કેટ માં પ્રવેશી ચુકી છે અને યુઝર્સ ને પોતાની તરફ આકષ્ર્િાત કરી રહી છે. કોઈ પણ વાયરલેસ સ્પીકર ખરીદતા પહેલા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

૧.તમે કઈ બ્રાંડ ના સ્પીકર ખરીદો છો તથા કઈ જગ્યા થી ખરીદો છો

૨.કંપની વોરંટી/ગેરેંટી ડીટેલ્સ તથા જે-તે શહેરમાં સર્વિસ સેન્ટર ક્યાં ઉપલબ્ધ છે તે ખાસ જાણી લેવું

૩.સ્પીકરમાં ઈન્બીલ્ટ બેટરી કેટલી છે તથા બેટરી બેકઅપ કેટલો છે

૪.દ્ગહ્લઝ્ર સપોર્ટ છે કે નહિ.

૫.બ્લ્યુટુથ વડે ફોન કોલ્સ કરી શકાશે કે કેમ.

૬.સામાન્ય રીતે દરેક વાયરલેસ સ્પીકર ની રેંજ ૨૫ થી ૩૦ ફૂટ જેટલી હોય છે છતાં પણ જે-તે કંપની ના સ્પીકર ખરીદતા પહેલા આ પણ ખાસ જાણી લેવું જરૂરી છે.

ટીટ-બીટ

એપલ આઈ-ઓએસ ૯ નું બેટા વર્ઝન અથવા તો ડેવલોપર વર્ઝન લોન્ચ થઈ ચુક્યું છે. જો તમે આઈ ફોન ૪જી/૫/૫ઝ્ર/૫જી/૬/૬ઁઙ્મેજ ધરાવતા હોય તો એપલ ની સાઈટ પર રજીસ્ટર કરી અને આઈઓએસ ૯ તમારા ફોનમાં ઈન્સ્ટોલ કરી શકો છો.

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

ગટુભાઈ સર્કલ ક્યાં આવ્યું?

જશુભાઈ ઘરેથી વૈકુંઠધામ જવા નીકળ્યા. એમણે ક્યારેય જોયું નહોતું. પણ એટલી ખબર હતી કે ગટુભાઈ સર્કલની નજીકમાં જ છે. અને વિશેષમાં એ ખબર પણ હતી કે ગટુભાઈ સર્કલ રેલ્વે સ્ટેશનની પાછળ આવેલું છે. આજના જમાનામાં તો પૂછતાં પૂછતાં પાટણ જ નહીં, પેરિસ પણ જવાય. તો પછી વૈકુંઠધામ પણ જવાય જ ને?

જશુભાઈ સિટિબસમાં બેસીને રેલ્વે સ્ટેશન પહોંચ્યા. પછી એમનો પગપાળા પ્રવાસ શરૂ થયો. પ્રથમ તો ગટુભાઈ સર્કલ પહોંચવું જરૂરી હતું એટલે એમણે વિચાર્યું કે કોઈને પૂછી જોંઉ કે ગટુભાઈ સર્કલ ક્યાં આવ્યું. પણ કોને પૂછે? બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. પાનવાળો પાન બનાવવામાં, ચા વાળો ચા બનાવવામાં, બાલ કાપવાવાળો કોઈના બાલ બનાવવામાં.

એવામાં એક ગંભીર મુખમુદ્રા ધરાવતો માણસ આવતો જણાયો. જશુભાઈએ એને પૂછ્‌યું કે ‘ગટુભાઈ સર્કલ ક્યાં આવ્યું?’ તો એ માણસે વળતો સવાલ કર્યો કે ‘તમારે ગટુભાઈ સર્કલ જીને શું સિદ્ધ કરવું છે?’

જશુભાઈએ જવાબ આપ્યો કે ‘ભાઈ, મારે કશું સિદ્ધ કરવું નથી. મારે વૈકુંઠધામમાં જવું છે અને વૈકુંઠધામ ગટુભાઈ સર્કલની નજીકમાં જ છે.’

‘મારે વૈકુંઠધામમાં જવું છે એમ ન બોલાય. મારે વૈકુંઠધામ સોસાયટીમા જવું છે એમ બોલાય. તમારા બોલવામાં હકીક્ત દોષ રહેલો છે.’ એ માણસે જશુભાઈને ઠપકો આપ્યો.

જશુભાઈ તો મૂંઝાઈ ગયા. આવું તો સ્વપ્નેય નહોતું વિચાર્યું. જશુભાઈ કશો જવાબ આપે તે પહેલાં તો એ માણસે પોતાનો પરિચય પણ આપી દીધો : ‘મારૂં નામ મનન મહેતા. ગુજરાતી સાહિત્યનો વિવેચક છું એટલે તમારૂં ધ્યાન દોર્યું.’

‘હાજી.’ જશુભાઈથી વધારે બોલાયું નહીં.

‘અત્યારે ‘દર્શક’ જન્મજયંતીની ઉજવણી નિમિત્તે મારૂં એક પ્રવચન છે. ચાલો આનંદ આવશે.’

‘જી. આપ મને ગટુભાઈ સર્કલ ક્યાં આવ્યું તે દર્શાવી શકો?’ જશુભાઈએ જેટલો એકઠો થઈ શકે એટલો વિવેક એકઠો કરીને અને હાથ જોડીને પૂછ્‌યું.

‘ના. એ મારા અભ્યાસ ક્ષેત્રમાં આવતું નથી. રસ હોય તો મારૂં પ્રવચન સાંભળવા આવો. પ્રવેશ નિઃશુલ્ક છે અને સુરૂચિ ભોજનનો પ્રબંધ પણ છે.’

જશુભાઈએ એ માણસની ક્ષમા માંગી અને આગળ વધ્યા. એક વ્યવહારિક જણાતો માણસ રસ્તાની કોરે જ ઊંભો હતો. જશુભાઈએ એને પૂછ્‌યું કે ‘ગટુભાઈ સર્કલ ક્યાં આવ્યું?’

પરંતુ જશુભાઈનો પ્રશ્ન પૂરો થાય તે પહેલાં જ એણે તાડૂકીને જવાબ આપ્યો કે ‘મને નથી ખબર.’

જશુભાઈ તો હેબતાઈ જ ગયા. આટલો બધો આક્રોશ!

‘માફ કરજો. તમને ખબર ન હોય તો કશો વાંધો નહીં. હું બીજાને પૂછી લઈશ.’ જશુભાઈએ સમજદારી દાખવી.

‘પૂછો તમારે જેને પૂછવું હોય એને. મેં કાંઈ લઈ ખાધું છે? અહીં રસ્તો પૂછવાવાળા તમારા જેવા પચાસ આવી ગયા.’

‘જુઓ ભાઈ, મને એવી ખબર નહોતી. નહીં તો હું તમને પૂછત જ નહીં.’

‘તમે જ કહો કે હું જેની રાહ જોઈને ઊંભો છું એ ન આવે અને બીજા આવી આવીને મગજ ફેરવે એ કેમનું સહન થાય? પછી મગજ ફાટે જ ને!’

જશુભાઈ અને એ માણસ વચ્ચે સંવાદ કે વિવાદ આગળ વધે તે પહેલાં એક બહેને એ બંનેની નજીકમાં જ એમનું મોપેડ ઊંભું રાખી દીધું. ‘જય શ્રીકૃષ્ણ’ એમણે પેલા માણસને કહ્યું.

‘જય શ્રીકૃષ્ણ. ચંદ્‌રિકાબેન. બહુ વાર લગાડી?’ પેલા માણસે એ બહેનને પૂછ્‌યું.

‘અરે ભગાભાઈ, શું વાત કરૂં? આ તમારા એરિયાના માણસો સાવ કહેતાં સાવ થર્ડ ક્લાસ છે. કોઈ સરખો રસ્તો બતાવે નહીં. એક જણાને પૂછ્‌યું તો ગુસ્સામાં મને કહ્યું કે મને મારૂં કામ કરવા દો. માથું ન ફેરવો. સાવ નવરો ઊંભો હતો તોય આવો જવાબ આપ્યો. બોલો. હું એમ કહું કે રસ્તો ન બતાવવો હોય તો ન બતાવે પણ લોકો કૂતરાની જેમ ડાચિયાં શા માટે કરતાં હશે? એમના માબાપે આવા સંસ્કાર આપ્યાં હશે?’

ચંદ્‌રિકાબહેને જાણે કે જશુભાઈના મનની વાત કરી દીધી. પેલા માણસે તો જશુભાઈની સામે જોયું ને પછી જે મોઢું ફેરવ્યું છે!

‘ભગવાન એ માણસને હૃદયરોગથી બચાવે’ એવી શુભ ભાવના સાથે જશુભાઈ આગળ વધ્યા. એ દરમ્યાન એમણે નક્કી કર્યું કે - હવે ઉતાવળ કરીને કોઈને પૂછવું નથી. આ જમાનામાં લોકો હજાર જાતની ઉપાધિઓ ધરાવતા હોય છે. એમેની ઉપાધિમાં વધારો કરવો તે ઠીક નહીં. એટલે જેને પૂછવું હોય એનો ચહેરો વાંચવાનો પહેલાં પ્રયાસ કરવો. ખુશ જણાય એવા માણસને જ તકલીફ આપવી.

થોડે દૂર જતાં એમણે જોયું કે એક ખુશખુશાલ યુવાન કોઈ ગીત ગણગણતો પોતાની બાઈક ચાલુ કરવાની તૈયારીમાં જ હતો. જશુભાઈ એનો ચહેરો વાંચે તે પહેલાં જ એ યુવાને જશુભાઈનો ચહેરો વાંચી લીધો.

‘બોલો બોલો. તમારે મને શું પૂછવું છે?’ એ યુવાને જશુભાઈને સામેથી સવાલ કર્યો.

‘ના ના. મારે કશું નથી પૂછવું.’ જશુભાઈ બોલ્યા.

‘અરે! તમારો ચહેરો કહે છે કે તમે મને કશું પૂછવા માંગો છો. પૂછો પૂછો. વિના સંકોચે પૂછો.’

હવે કોઈ આટલો અગ્રહ કરતું હોય પછી પૂછવામાં શો વાંધો? એટલે જશુભાઈએ બીતાં બીતાં પણ પૂછી નાખ્યું કે ‘ભાઈ, ગટુભાઈ સર્કલ ક્યાં આવ્યું?’

‘બેસી જાવ મારી પાછળ. હું એ તરફ જ જઉં છું.’ એણે બાઈકને કિક મારતાં કહ્યું.

એ જાણે કે જશુભાઈની રાહ જોઈને જ ઊંભો હતો! ગટુભાઈ સર્કલ આવ્યું એટેલે એણે બાઈક ઊંભું રાખીને જશુભાઈને કહ્યું કે ‘આ ગટુભાઈ સર્કલ આવી ગયું. તમારે ખરેખર ક્યાં જવું છે?’

‘વૈકુંઠધામમાં જવું છે.’ જશુભાઈએ કહ્યું. અને તરત જ હકીકત દોષ સુધારીને કહ્યું કે ‘વૈકુંઠધામ સોસાયટીમાં જવું છે.’

‘એકલું વૈકુંઠધામ બોલો તો પણ ચાલે. પણ વૈકુંઠધામ બે છે. તમારે એકમાં જવું છે કે બેમાં?’

‘બેમાં.’

‘ઘર નંબર?’

‘બાવીસ’

‘બેસી જ રહેજો. આ રહ્યું વૈકુંઠધામ નંબર બે.’ એવું બોલીને એણે બાઈક ફરી દોડાવી.

એને જશુભાઈને જેને ત્યાં જવું હતું એના ઘર સુધી છેક પહોંચાડયા. જશુભાઈ એનો સરખો આભાર માને તે પહેલાં તો એણે ગજવામાંથી પોતાનું વિઝિટિંગ કાર્ડ કાઢીને જશુભાઈના હાથમાં મૂક્યું. ‘લો આ મારૂં કાર્ડ છે. ફરી કોઈ વખત સેવાનો મોકો આપજો.’ આટલું બોલીને એ ઝડપથી નીકળી પણ ગયો.

જશુભાઈએ કાર્ડ પર નજર કરી તો એમને ખ્યાલ આવ્યો કે એ યુવાન ટુરિઝમના વ્યવસાય સાથે જોડાયેલો છે. જશુભાઈને એક નાનકડો પ્રવાસ કરાવીને જાણે કે એણે એની સેવાનો નમૂનો પૂરો પાડયો હતો!

‘વાહ!’ જશુભાઈથી બોલાઈ ગયું. એમને દેવાનંદની એક જૂની ફિલ્મનું ગીત યાદ આવી ગયું.

દુનિયા ઈસી કો કહતે હૈં દુનિયા ઈસી કા નામ હૈ..