જેક મા - ક્રિએટીવ ડિરેક્ટર્સના વલી, અલીબાબા Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જેક મા - ક્રિએટીવ ડિરેક્ટર્સના વલી, અલીબાબા

જેક મા : ક્રિએટીવ ડિરેક્ટર્સના વલી, અલીબાબા

ચોર ચાલીસ હોય, પણ અલીબાબા’ એક જ હોય. બિઝનેસ મેગ્નેટ, જેક મા એક ગ્લોબલ આઇકોન, ઇન્ફ્લુએન્શિયલ બિઝનેસમેન છે. જ્યારે ખુદ કુબેરપતિ’ તેમના જીવનો કશુંક નિચોડ કહી રહ્યા હોય ત્યારે તેમને સાંભળવા સિવાય કોઈ છૂટકો ન હોવો જોઈએ. તેમની ટૂંકી અને સરળ વાતમાં પ્રેરણાના ધોધમાં નહાવા જેટલી મજા આવી શકે. ઓવર ટુ ‘જેક મા’.

***

“તમે તમારું કાર્ય સાંજે 6 વાગ્યે પૂરું કરો છો અને મધરાતે 12 વાગ્યે પથારીમાં આડા પડો છો.

છ કલાકો તમે કેવી રીતે પસાર કરો છો? TV જોઈને?

ખરેખર, સાંજના 6 થી મધરાતના 12 સુધીમાં તમે જે પ્રવૃત્તિઓ કરો છો તેનું મહત્વ તમે વિચારી શકો, કે તેની કલ્પના કરી શકો તેના કરતાં અનેકગણું વિશેષ છે.

ઘણાં લોકો એવું માને છે કે, તમારી કારકિર્દી 8 કલાકના હાર્ડ વર્ક અને તેના માટે તમે લગાવતા પ્રયાસો પર આધારિત છે. ઉપરાંત, તમને તેવું પણ લાગે છે કે તમારું ભવિષ્ય અને કારકિર્દીની પ્રગતિ તમારા બો અને કંપની પર આધારિત છે. મહત્તમ લોકો માટે આ જ કથાવસ્તુ હકીકત છે. પરંતુ, જે કંઈ છે તે તમે તમારા પોતાના લીધે છે.

‘કલ્ટીવેશન’ (વિકસવું) એ હંમેશા તમારા પોતાના પર આધારિત હોય છે.

જો તમે તમારી જાતને જીવનમાં ઉન્નતિ કરતાં નથી જોઈ રહ્યા, તો તમે તેનું દોષારોપણ કંપની પર ન કરી શકો. તમારા પ્રગતિને આડે તમારી કંપની કદી હોતી નથી.

  • દરરોજ રાત્રે તમે શું કરો છે તે ખૂબ અગત્યનું છે
  • હું મુખ્યત્વે કૉલેજમાં માર્કેટિંગ ભણ્યો, પરંતુ હું ડિઝાઈનર બનવાની અપેક્ષા સેવતો હતો. મારી ડિઝાઈન સ્કીલને વધુ સુધારવા, તેના માટે હું રાત-દિવસ ફ્રી-લાન્સ કામ લેવા માંડ્યો. તેમાં મને ખૂબ સમય લાગ્યો. જ્યારે હું બોસ બન્યો, ત્યારે મને ડિઝાઈન કામમાં સામેલ થવાની કોઈ લાંબી જરૂરિયાત ઉભી થઈ નહીં. તેથી હું માર્કેટિંગ ક્ષેત્રે પાછો ફર્યો.

    દરરોજ, જ્યારે મારા બાળકો સૂઈ રહ્યા હોય ત્યારે હું વધુ જ્ઞાન મેળવવાનું શરુ કર્યું. આમાં પણ મને ઘણો લાંબો વખત લાગ્યો. પરંતુ, મેં ફરી પાછા ફરવાનો અહેસાસ કર્યો. જો મેં માત્ર મારા કામના કલાકોમાં સ્કીલ ડેવલપ કરવા પર આધાર રાખ્યો હોત તો હું કદી ક્રિએટીવ ડિરેક્ટર અને એક પ્રોડક્ટ મેનેજર ન બની શક્યો હોત. અથવા આજની જેમ, માર્કેટિંગ પર MBA વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો હોત.

    હું મારી જાતને ‘લેસન’ આપવા પર ભરોસો કરું છું. હું જે સફળ લોકોને જાણું છું, તેઓ જ રસ્તે ચાલ્યા છે જે રસ્તે આજે હું ચાલી રહ્યો છું.

    મારો એક મિત્ર છે, જે ઈતિહાસમાં ગ્રેજ્યુએટ છે પરંતુ તેને ટેકનિકલ સેલ્સમાં ર હતો. આજે તે ટેલિમાર્કેટિંગ કરી રહ્યો છે અને રાત્રે ‘કૉડિંગ કેવી રીતે કરવું’ તે શીખી રહ્યો છે. આખરે, તે એક સ્ટાર્ટઅપ કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટનો વાઈસ પ્રેસિડેન્ટ બન્યો. આજે, તે CTO છે.

    મારો એક બીજો દોસ્ત છે, જેણે પોલિટીકલ સાયન્સમાં ડિગ્રી મેળવી. પરંતુ, તેને આંત્રપ્રિનિયોર બનાવામાં રસ હતો. તે ‘કંપની કેવી રીતે શરુ કરવી?’ તેના વિષે ખૂબ શીખ્યો. અંતે, તેણે કંપની બનાવી અને વેચી દીધી. આજે તે રિવોર્ડ્સ ભોગવી રહ્યો છે. તેમના માટે, સાંજના 6 થી મધરાતના 12 સુધી તેમણે જે કર્યું તે પોતાના ભવિષ્યને નિર્ધારિત કરવાનું હતું.

    સ્પષ્ટપણે, આપણે લાઈફ અને વર્કને બેલેન્સ રાખવી જોઈએ. જો તમારે પત્ની અને બાળકો હોય તો દરરોજ રાત્રે તમારે તેમની સાથે રહેવું જોઈએ. જો તમે સિંગલ હો તો પણ તમારે સમયની જવાબદારીપૂર્વકની વહેંચણી કરવી જ જોઈએ. તમે જીમ જાઓ, મિત્રોને મળો અથવા એકલા મેડિટેશન કરો વગેરે.. અલબત્ત, ફિલ્મો જોવી અને રમતો રમવી એ સારું જ છે.

    પરંતુ કેટલીક એવી બાબતો છે જે તમારે કરવાની કોઈ જરૂર જ નથી.

    ઉદાહરણ તરીકે,

    નેટફ્લિક્સ ડ્રામાની નવી સિઝન જોવી કે અઠવાડિયાનું 14 કલાક ટીવી જોવું. કેન્ડી ક્રશ જેવી રમતો રમવા કે ફેસબુક પર તમારા હાઈ સ્કૂલના મિત્રો સાથે ટોળટપ્પાંમાં સમય પસાર કરવો. કોઈપણ રીતે યોગ્ય નથી. તો પછી તમારે શું કરવું જોઈએ?

  • ખૂબ વાંચો, તમે કશું પણ કરી શકો છો !
  • મારી કૉલેજના મેન્ટરનો જન્મ અલાબામામાં થયો હતો. એક ગરીબ આફ્રિકન કુટુંબ. તેઓને વેસ્ટ પોઈન્ટ મિલિટરી એકેડેમીમાં દાખલ કરવામાં આવ્યા અને તેઓ પોતાના કુટુંબમાંથી કૉલેજ જનાર પ્રથમ વ્યક્તિ બન્યા. હાર્વર્ડમાં MBA માટે જતાં પહેલા, તેઓ એક તાલીમબદ્ધ ઓફિસર બની ચૂક્યા હતાં.

    જ્યારે હું તેમને મળ્યો, તેમણે તેમની કારકિર્દી કોલોરાડો સ્પ્રિંગ્સમાં બનાવી હતી.

    મેં તેમને પૂછ્યું કે, તેમની સૌથી મોટી સફળતા કઈ છે? તેમણે જવાબ આપ્યો અને સુંદર જવાબ આપ્યો. કારણ કે, તેમને વાંચનની ટેવ હતી. અને આ ટેવ તેમણે કદી છોડી નહીં. તેઓ માનતા હતાં કે, તમારે જીવનમાં જે કંઈ મેળવવું છે તો તેની એકમાત્ર ચાવી ‘જ્ઞાન’ છે. તેઓ ઘણીવાર તેમના ઇન્ટરવ્યૂ લેનારને પૂછતાં, તમે હાલમાં ક્યુ પુસ્તક વાંચી રહ્યા છો? જે શ્રેષ્ઠ હશે તે તરત જ જવાબ આપી શકતા.

    વાંચન તમને શરૂઆતી સમયગાળામાં ખૂબ ઉપયોગી બની રહે છે. ઘણીવાર તમારા સાથીઓ જે નથી મેળવી શકતાં તે તમે મેળવી શકો છો.

    અન્યો સાથેની સરખામણીમાં, તમે અન્ય ઈન્ડસ્ટ્રીઝની સ્ટ્રેટેજી અને યુક્તિઓ વિષે જાણતા હો તો તમે તમારી કંપનીને ખૂબ ઉપયોગી બની શકો છો. તમે તમારા જ્ઞાનને તમારા ઓર્ગેનાઈઝેશનમાં વહેંચી શકો છો, જેથી તમારી કંપની માટે નવી શક્યતાઓના દ્વાર ખૂલે. ઉપરાંત, તમારી ચર્ચાના મુદ્દાઓ વધુ મનોરંજક બનશે.

    એન્થની રોબિન્સ (અમેરિકન લેખક, આંત્રપ્રિનિયોર, ફિલાન્થ્રોપિસ્ અને લાઈફ કૉચ) કહે છે કે,

    “જો તમે મુદ્દાને શીખવામાં દિવસનો એક કલાક ફાળવો છો તો એક વર્ષ બાદ, તમે વિશ્વના 99.999% અન્ય લોકો કરતા વધુ જ્ઞાન મેળવી શકો છો. જો તમારી પાસે દરરોજ રાત્રે 30 મિનિટ પણ હોય તો દર અઠવાડિયે આરામથી તમે એક પુસ્તક વાંચી શકો છો. તમારે નિષ્ણાત બનવાની જરૂર નથી, પરંતુ હું ભરોસો આપું છું કે તમે તમારા સાથીઓ જાણે છે તેના કરતા વધુ જાણતા હશો.

  • કેટલાંક પ્રોજેક્ટ કરો
  • તમે તમારા જ્ઞાનને વાસ્તવિક કાર્યમાં લાગુ કરો, તે વિકસવાનો એકમાત્ર આદર્શ રસ્તો છે. જો તમારી કંપની તમને આ તક આપતી નથી, તો તમે તમારા માટે તક ઉભી કરો.

    તમે કેટલાંક સ્વૈચ્છિક પ્રોજેક્ટ કરી શકો છો, જે તમને ખૂબ નામના આપવશે. ટીમ સાથે કામ કરવાથી તમે સમજી શકશો કે કેવી રીતે દરેક વસ્તુ થાય છે. ઇન્ડસ્ટ્રીની પ્રેક્ટિકલ એપ્લિકેશન, ખરેખર કેવી રીતે વાસ્તવિક ગ્રાહકોને અસર પહોંચાડી શકે છે તે શીખવા મળશે. તમે શીખશો કે, કેવી રીતે દરેક ટાસ્કને સમયસીમાની મર્યાદામાં રહીને પરફોર્મ કરવો અને તેનો ફીડબેક મેળવવો. જેથી તમને સમજાશે કે તમે શું કરી રહ્યા છો અને તેમાંથી શું આઉટપુટ આવી રહ્યું છે.

    જો તમે મજબૂત નથી, તો આ કવાયત તમને કોઈ મૂલ્ય અપાવી શકશે નહીં. તેનો મતલબ કે તમે હજુ શિખાઉ છો. તમે જે કંગાળ પગાર મેળવી રહ્યા છો તેના કરતા અનુભવો ખૂબ મહત્વના છે. જો તમે ખરેખર અન્યને સમજાવી શકતા હો, અને ખાસ કરીને કર્મચારીઓને, તો તમારે જરૂરથી પ્રયત્ન કરવો જોઈ. પરંતુ તમારી પ્રાઈવેટ જોબને અસર પહોંચે તેવી રીતે નહીં.

  • સક્રિયપણે તમારા સંબંધો બાંધો
  • જો તમારી કારકિર્દીના રસ્તામાં, એક મજબૂત સંબંધોનું માળખું હશે તો તે દરેક વસ્તુને ઝડપી બનાવી શકશો. જો તમે કોઈ અંગત સંબંધો બનાવ્યા નથી તો તમારે કેટલોક સમય તેના માટે કાઢવો જરૂરી છે.

    એક મજબૂત સંબંધોનું માળખું તમને સક્ષમ બનાવી શકે છે:

  • સ્માર્ટ મિત્રોનો સંપર્ક કરો અને તેમના મંતવ્યો જાણો
  • પ્રાપ્ત કરવી ઘરી હોય તેવી માહિતી અને જ્ઞાન મેળવો
  • કંપનીને તેના વધુ ક્ષમતાવાન પાર્ટનર શોધવા માટે મદદ કરો
  • અથવા આવક ઉભી થાય તેવી તકો માટે કંપનીને મદદ કરો
  • તમારી સાથે કામ કરતા કર્મચારીઓ અથવા બોસને જાણો. જો તમે એક આંત્રપ્રિનિયોર છો તો તમારું નેટવર્ક કનેક્શન તમારા શરૂઆતના ગ્રાહકો બની શકે છે. તમારો સ્ટાફ તમારી મૂડી છે. તેથી ઘરે જવા, કે બારમાં જવાનું ટાળીને તેમની જોડે વાર્તાલાપ કરો અને તમારા કેટલાંક આંતરિક વર્તુળો શોધો.

    ઘણાં નાના ગ્રૂપ તમારી કારકિર્દી સાથે ખૂબ જ નિકટતાથી જોડાયેલા હશે. તમારે આ દરેક વર્તુળોને જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. દર અઠવાડિયે, તમે નવા મિત્રો સાથે કૉફી પીઓ અને ડ્રિંક અથવા બ્રેકફાસ્ટ કરો. LinkedIn પર અન્ય પ્રોફેશનલ્સની કારકિર્દીનું ડેવલપમેન્ટ જુઓ. પ્રોફેશનલ ઇન્ડસ્ટ્રીના મેન્ટર સાથે સંબંધો નિર્માણ કરો.

    તેઓ કદાચ તમારા ભવિષ્યના જોબ એમ્પ્લોયર હોઈ શકે, કોણ જાણે છે?

    તમારા સંપર્કો તમારી સૌથી મોટી મૂડી છે.

    જો તમને ‘ધ વોઈસ ઓફ ચાઈના’ જોવાનો સમય છે તો તમારી પાસે સોશિયલ નેટવર્ક ઉભું કરવાનો પણ સમય હોવો જોઈએ.

  • તમારા જીવનમાં બદલાવ આજ રાતથી શરુ થાય છે
  • 6 થી 12, ઘરે જાઓ, શારીરિક અને માનસિક થાક હોવા છતાં, મુક્તપણે કશું પણ કરો અને અન્યના કોઈ પણ ઓર્ડર સાંભળો નહીં. સમય દરમિયાન, તમે તમારા કામના સ્થળે કોમ્પ્યુટની સાથે મગજ પણ બંધ કરી દો. આજ રાતથી, પ્રવૃત્તિ કરવા માટે એક કલાક ફાળવો. હું ગેરંટી આપું છું કે એક વર્ષ પછી તમારી કારકિર્દી અને તમારું જીવન બદલાશે.

    ***

    જેક કહે છેઃ હું ગણિતમાં કાચો છું. મેં મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો નથી. મને એકાઉન્ટસના રિપોર્ટ જરા પણ સમજમાં આવતા નથી. પણ કંપની ચલાવતા શીખી ગયો.

    * સફળતા પાછળની ‘હાર્ડશીપ’થી ભરપૂર સ્ટોરી *

    ચીનમાં જન્મેલા જેકનું હાંગઝુ વિસ્તારમાં બચપણ વીત્યું. એ મુશ્કેલીઓ ભરેલા દિવસો હતા. પરિવારમાં એક નાની બહેન અને મોટાભાઈ, આર્થિક સંકટોમાં ઘેરાયેલું પરિવાર, મર્યાદિત સુવિધાઓ અને સાધનો. આની વચ્ચે જીવન જીવતાં શીખાયું.

    ભણતરમાં તેઓ એક સરેરાશ વિદ્યાર્થી હતા. ગણિત અને વિજ્ઞાનમાં તો જેકને સમજ જ પડતી નહોતી. ૧૩ વર્ષની વયે જેકને એક વાતની સમજ પડી ગઈ કે અંગ્રેજી ભાષા શીખવી અત્યંત જરૂરી છે. અંગ્રેજી શીખવા તેમણે એક યુક્તિ શોધી કાઢી. રોજ સવારે વહેલાં ઊઠીને સવારના પાંચ વાગ્યા સુધીમાં તો જેક તેમના શહેરની એક મુખ્ય હોટેલની સામે પહોંચી જવા લાગ્યા. આ હોટેલમાં વિદેશી પર્યટકો ઊતરતા હતા. તેમણે વિદેશી સહેલાણીઓ સાથે હળવા-મળવાનું ચાલુ કર્યું. તેમની સાથે વાતો કરીને અંગ્રેજી શીખી લેવાનું શરૂ કર્યું. તેઓ ગાઈડ બનીને વિદેશી પ્રવાસીઓને શહેર બતાવવા લાગ્યા. તેમની સાથે અંગ્રેજીમાં વાતો કરવાની કોશિશ કરવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે કેટલાક દિવસોમાં તેઓ વિદેશી શૈલીથી અંગ્રેજી બોલવા લાગ્યા. મજાની વાત એ હતી કે એમ કરવાના લીધે તેમને પોકેટમની પણ મળી જતી. આ ઉપરાંત તેમણે પશ્ચિમી દેશોના લોકોની રીતભાત પણ શીખી લીધી.

    શાળાના દિવસોમાં તેઓ તેમના સહાધ્યાયીઓ સાથે આક્રમક રહેતા. તેમનાથી વધુ મજબૂત અને સશક્ત વિદ્યાર્થીઓ સાથે પણ તેઓ સંઘર્ષમાં ઊતરતા. કૉલેજની પ્રવેશ પરીક્ષામાં તેઓ બે વાર નાપાસ થયા. ત્રીજા પ્રયત્નમાં જેકને હાંગઝુ ટીચર્સ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો. ૧૯૮૮માં તેઓ ગ્રેજ્યુએટ થયા. એ પછી તેમણે નોકરીની શોધ શરૂ કરી. ૧૨ જેટલી કંપનીઓમાં નોકરી માટે વારાફરતી અરજીઓ કરી. બધે જ નિષ્ફળતા મળી. ખૂબ પ્રયાસ બાદ છેવટે એક સ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક તરીકે નોકરી મળી. બાળકો સાથે તેમને ખૂબ ફાવતું, પરંતુ તેમના દિલમાં કાંઈક કરી બતાવવાની ઈચ્છા હતી. તેઓ શિક્ષક તરીકેની નોકરી બહુ લાંબા સમય માટે કરી શક્યા નહીં.

    શિક્ષક તરીકેની નોકરી છોડી દીધા બાદ તેમણે ટ્રાન્સલેશનની કંપની બનાવી. ૧૯૯૪માં તેઓ પોતાના ધંધાના કામે અમેરિકા ગયા. અહીં પહેલી જ વાર તેમને ઈન્ટરનેટ વિશે માહિતી મળી. દુનિયા તેમને ચમત્કારિક લાગી. અમેરિકન લોકો તેમના ઘરોમાં બેસીને એકબીજાનો સંપર્ક કરતા હતા. તેમણે જોયું તો અમેરિકનો શોપિંગ અને ભણવાનું કામ પણ ઈન્ટરનેટના માધ્યમથી કરતા હતા. જેક માટે આ એક મોટું આશ્ચર્ય હતું. એ સમયગાળા દરમિયાન ચીનમાં ઈન્ટરનેટ અંગે કોઈ ખાસ જાગૃતિ નહોતી. જેકને ઈન્ટરનેટમાં રસ પડયો. તેમણે ઈન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખી લીધું. તેઓ એક મજબૂત ઈરાદા સાથે ચીન પાછા આવ્યા.

    ચીન પહોંચતા જ તેમણે ઈન્ટરનેટ પર ચાઈના પેજ લોંચ કર્યું. એ ચીનની પહેલી ઓનલાઈન ડિરેક્ટરી હતી. ચીનમાં તેની ખૂબ ચર્ચા થઈ. એમાં સફળતા મળવાના કારણે જેક ચીનમાં મિસ્ટર ઈન્ટરનેટના નામ જાણીતા બની ગયા, પરંતુ મુશ્કેલીઓની શરૂઆત હજુ તો હવે થવાની હતી. એ દિવસોમાં ચીનમાં બહુ ઓછા લોકોના ઘરોમાં કંમ્પ્યુટર્સ હતા. એ કારણે ચાઈના પેજ બધા જ લોકો સુધી પહોંચવામાં મુશ્કેલી હતી. પરિણામે ચાઈના પેજબંધ કરવું પડયું.

    જેક નિરાશ થઈ ગયા.

    જીવન નિર્વાહ ચલાવવા માટે ચીનના વાણિજ્ય મંત્રાલયમાં નોકરી કરવા લાગ્યા, પણ એ નોકરીમાં તેમનું મન લાગ્યું નહીં. થોડા દિવસો બાદ તેમણે કેટલાક મિત્રોને ઘેર બોલાવ્યા. તેમની સામે ઓનલાઈન ખરીદી માટે એક કંપની બનાવવાનો વિચાર રજૂ કર્યો. આઈડિયા ગજબનો હતો. મિત્રોને પસંદ આવ્યો. મિત્રો જેકની ઓનલાઈન ખરીદી માટેની કંપનીમાં પૈસા રોકવા રાજી થઈ ગયા. કંપનીને અલીબાબા એવું નામ આપવામાં આવ્યું. એક નાનકડા ઓરડામાં કંપની શરૂ કરવામાં આવી. તેમણે એક વેબસાઈટ શરૂ કરી. આ વેબસાઈટ દ્વારા કંપનીના સામાનને ગ્રાહકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો. તેમણે એક વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે, ગ્રાહકો ને લોકો સુરક્ષિત અને સસ્તી ચીજવસ્તુઓ ખરીદી શકે.

    શરૂઆત શાનદાર રહી. ધંધો વધારવા ફરી વધુ મૂડીની જરૂર પડી. તેમણે એક જાપાનની સોફટવેર કંપની સોફટ બેંક દ્વારા ધિરાણ મેળવવામાં સફળ રહ્યા. એ બેંકે અલીબાબા કંપનીને લોન આપી. અલીબાબા કંપનીમાં મૂડી રોકાણ કરનાર એક નિવેશક વુ ચિંગ કહે છેઃ એક જૂનું જેકેટ અને હાથમાં કાગળ લઈને જેક અમારી પાસે આવ્યા હતા. માત્ર છ જ મિનિટમાં તેમણે અમારામાં વિશ્વાસ જગાવ્યો, કે અમે બધા તેમને બે કરોડ ડોલરની લોન આપવા તૈયાર થઈ ગયા.

    ધંધો કરવા માટે માત્ર લોકોનો વિશ્વાસ જ જીતવો પૂરતો નથી. ચીનમાં સૌથી મોટી મુશ્કેલી સરકારને પણ વિશ્વાસમાં લેવી. જેક ચીનના નેતાઓને મળ્યા અને તેમને ખાતરી આપી કે તેમની કંપની કોઈ પણ રાજકીય પાર્ટી કે સરકારની વિરુદ્ધ નથી. ચીનની સરકારને પણ જેકની વાતમાં ભરોસો બેઠો.

    કંપનીએ પૂરજોશમાં કામ શરૂ કર્યું. ધંધો વધવા લાગ્યો. આ બધામાં રસપ્રદ વાત એ હતી કે અબજોનો ધંધો શરૂ કરનાર જેક માએ કદી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો નહોતો. એ જ રીતે તેમણે કદીયે કોઈ ધંધાની તાલીમ લીધી નહોતી. આમ છતાં તેમણે તેમની કંપનીનું મેનેજમેન્ટ કુશળતાથી નિભાવ્યું. એ તેમની કોઠાસૂઝ હતી.