Pranav no pranay trikon books and stories free download online pdf in Gujarati

પ્રણવ નો પ્રણય ત્રિકોણ

પ્રણવ નો પ્રણય ત્રિકોણ

"પસ્તી, પેપર, લોખંડ, ભંગાર..." રવિવાર ની સવારે બુમ સંભળાઈ

"ઓ ભાઈ.." મમ્મીએ બૂમ પાડીને પેલો પસ્તીવાળો ઘર આગળ આવીને ઉભો રહ્યો

મને એ બધું સંભળાઈ રહ્યું હોવા છતાં ના સાંભળ્યું હોય એમ અવગણીને હું સુતો રહ્યો

"સમર્થ..." મમ્મી એ બુમ મારીને મને નીચે બોલાવ્યો

ના જવું હોવા છતાં પણ હું આંખો ચોળતો ઉભો થયો અને નીચે થી આવતી બુમો ના પ્રત્યુત્તરમાં પગથીયા ઉતરીને નીચે આવ્યો

નીચે પસ્તીવાળો અને મમ્મી ને જોઈને હું આખો માહોલ સમજી ગયો કે આજે રવિવાર ની સવાર આમાં હણાઈ જશે

"છાપાના તે કઈ ૯ હોતા હશે ?" મમ્મી ભાવ ની રકઝક કરતી હતી

"બેન કઈ ની હેડો બોણીનો ટેમ છે તમે સાડા નવ રૂપિયામાં આપજો બસ" પેલો બોલ્યો

"ના ના દસ રૂપિયા થી એક પણ ઓછો નઈ, નકર રેવા દેજો" મમ્મી બોલી

છેવટે પેલા એ થોડીવારમાં શરણાગતિ સ્વીકારીને દસ રૂપિયા આપવા તૈયાર થયો

"જા તો ઉપર કબાટમાંથી છાપા અને તારા નકામા કાગળિયાં લઇ આવ" હાઈકોર્ટનો ઓર્ડેર આવતાં હું ફરી પાછો ઉપર છાપા લેવા ચાલ્યો

અને મમ્મી પેલાનું ત્રાજવું ચેક કરતી હતી ને હું પેલાની લારી જોડે જઈ ને ઉભો રહી ગયો

પછી પેલો છાપા નું વજન કરવા માં લાગી ગયો અને મમ્મી એ બરાબર વજન કરે છે કે નઈ એ જોવામાં

ત્યાં જ મારી નજર લારીના એક ખૂણામાં પડેલી ચીથરેહાલ જૂની ડાયરી પર પડી

મેં એ ડાયરી ઉઠાવીને જોયું, તો એના પહેલા પાના પર "પ્રણવ ની પર્સનલ ડાયરી" હોવાનું જાણવા મળ્યું

"ઓ ભાઈ, આ ડાયરીના કેટલા લેશો ?" મેં હાથમાં ડાયરી લઇને પસ્તીવાળાને બતાવતા કહ્યું

પસ્તીવાળાએ અને મમ્મીએ મારી સામે જોયું અને હજી પેલો કઈ બોલે એ પેહલા તો મારી મમ્મી બોલી પડી

"તારે શું કરવું આવી ફાટેલી તૂટેલી ડાયરીનું, મૂકી દે પાછી !!" મમ્મીએ મારી સામે નકારમાં માથું હલાવતા કહ્યું

"કેટલા લઈશ બોલને ભાઈ ?" મેં ફરી પેલા ને પૂછ્યું

"પૈસા નઈ જોઈતા, છાપા જોડે મુકું જેટલું વજન થાય એ જ..." એ બોલ્યો

મેં હકારમાં માથું હલાવ્યુ અને મારી મમ્મી એ નકારમાં પણ પસ્તીવાળાએ મારી સામે જોઇને એક બાજુ ડાયરી મૂકી અને બીજું બાજુ પસ્તી મુકવાની ચાલુ કરી

બે-ત્રણ છાપામાં તો બંને બાજુનું વજન સરખું થઇ ગયું અને પછી અને ડાયરી મારા હાથ માં આપી અને હું એ લઇ ને ઘર માં જતો રહ્યો

"જો ભાઈ દસની વાત થઇ હતી હવે તું સાડા નવ કે એ ના ચાલે" "બેન સવાર સવાર માં પાંચ રૂપિયા ક્યાંથી છુટ્ટા લાવું" "તો પાંચ પછી લઇ જજે " આવા સંવાદો મારા કાનને અથડાઈ રહ્યા હતા

પછી હું ડાયરી લઇ ને વાંચવા બેઠો

વાત છે પ્રણવ ની પણ કેહવા જઈ રહ્યો છું સમર્થની જુબાની....

પ્રણવ એન્જીનીયરના પ્રથમ વર્ષમાં ભણતો અને જલસા કરતો છોકરો હતો આવું ડાયરી ના પ્રથમ પાનેથી જાણવા મળતું હતું

પહેલા પહેલા તો બધું નોર્મલ જ હતું રોજબરોજ ની જીંદગી ની વાતો, ક્યાંક વધુમાં એમાં અભિરાજ હોય ક્યાંક એની બેનનો ઉલ્લેખ હોય..

13th March 2012

પ્રણવ ને એના ખાસ મિત્ર એવા અભિરાજ નો ફોન આવતો હતો, પણ અભિરાજ કરતા બધા એને અભિ તરીકે વધુ ઓળખતા

"હા બોલ અભિ.." પ્રણવ ફોન ઉપાડીને બોલ્યો

"આજે બપોરે તારે મારી જોડે મોલમાં આવાનું છે, અને તારા કોઈ પણ જાત ના બહાના હું નઈ ચાલવી લવ.." અભિએ ફરમાન જાહેર કર્યું

"અરે પણ સંભાળ તો .." પ્રણવ બોલ્યો

પણ છેવટે ફરમાનના અને દોસ્તીના કેટલાય વાયદામાંથી એક યાદ અપાવી ને અભિએ પ્રણવને જોડે આવા માટે મનાવી લીધો

"પણ ક્યાં જવાનું અને ક્યારે ?" પ્રણવે પૂછ્યું

"તું બપોરે એક વાગે તૈયાર રેહ્જે હું તને લેવા આવી જઈશ" અભિએ એટલું બોલીને ફોન મૂકી દીધો

અને પ્રણવ ત્યાંથી ઉભો થઇને પછી બાથરૂમ તરફ આગળ વધ્યો

મારા એટલે કે સમર્થના મમ્મીની બુમો આવે એ પેહલા હું ડાયરી મૂકી ને ચા-નાસ્તો કરવા જતો રહ્યો

પણ મારું મન તો આખી ડાયરી વાંચી લેવાનું હતું

"મમ્મી હું ઉપર સ્ટડીરૂમમાં છું" મારા કામ પતાવીને તૈયાર થઇને હું ડાયરી લઇને ઉપર ચાલ્યો ગયો

જેટલેથી બાકી હતી ત્યાંથી ડાયરી ફરી પછી ખોલીને હું વાંચવા બેઠો

"પ્રણવ..પ્રણવ.." બુમો પડતો અને હોર્ન વગાડતો અભી બહાર આવીને ઉભો હતો

"જરાક શ્વાસ તો લઇ લે.." બોલતો પ્રણવ બહાર આવીને બાઈક પાછળ બેસી ગયો

----

"હાશ.. ગરમીમાં ઠંડક મળી.." બોલતો અભિ પ્રણવની પાછળ મોલમાં પ્રવેશ્યો

"ટોપા તું ઠંડક લેવા આવ્યો છે" પ્રણવ AC ની ઠંડકમાં ગરમ થતા બોલ્યો

"ના ના હવે ટીશર્ટ લેવાની છે ચલ તું ઉપર, મારી સામે કેમ જોવે છે.." અભિ બોલતો બોલતો પ્રણવથી બચીને આગળ નીકળી ગયો

બંને ટીશર્ટ જોતા હતા, ત્યાં જ કોઈક છોકરીનો "એક્સ્ક્યુઝ મી પ્લીઝ.." બોલતો અવાજ આવ્યો

"હા કેમ નઈ.." કહેતો અભીએ છોકરી જોડે જઈને બોલ્યો

પ્રણવ તો એ છોકરી ને જ જોઈ રહ્યો હતો, કાળી ભ્રમર, ભૂરી આંખો, ગુલાબી ગુલાબી એના ગાલ, અને એમાં પડી રહેલા ખંજન, ગુલાબી હોઠ પર કરેલી આછી ગુલાબી લિપસ્ટિક એને વધુ સોહામણા બનાવી રહી હતી

બસ પ્રણવ તો એના ચેહરાની સુંદરતામાં જ ખોવાઈ ગયો હતો

"તમારું નઈ તમારા આ ફ્રેન્ડનું કામ છે, જ પાપણ પલાકાર્યા વગર મને જોઈ રહ્યા છે" એ બોલી

અભિએ પ્રણવને કોણી મારી અને પ્રણવ પેલી રૂપસુંદરી કહો કે ભગવાને પૃથ્વી પર કરેલો વધુ એક ઉપકાર એમાંથી બહાર આવ્યો

"પતી ગયું જોવાનું કે હજી કઈ બાકી છે ?" એ બોલી

"તમને બનાવામાં ઉપરવાળાએ મહેનત જ એટલી કરી છે કે ના જોઈએ તો એ ખોટું માની જાય એને દુખી થોડી કરાય !!" પ્રણવ એની આંખોમાં આંખો મિલાવીને બોલ્યો

"નાઈસ વન, કહેવું પડશે જ .." પેલી હસતા હસતા બોલી

"હા તો બોલો શું કામ હતું મારું ?" એની તરફ જોઈ ને પ્રણવ બોલ્યો "જા તું ટીશર્ટ લેવા આવ્યો છે ને તો એ જો જા ચલ અને અમારી બાજુ આવતો નઈ ચલ જા હવે" પ્રણવે અભિને કાનમાં કીધું અને અભિ નાછૂટકે ત્યાંથી ચાલ્યો ગયો

"એકચ્યુલી મારા ભાઈ ની બર્થડે છે તો મારે એની માટે કપડા લેવામાં તમારી મદદ જોઈતી હતી, બીકોઝ એની હાઈટ બોડી તમારા જેવી જ છે સો ઇફ યુ ડોન્ટ માઈન્ડ" ઈ મારી સામે જોઈ ને બોલી

પ્રણવે મનમાં તો સૈયા બનવાના સપના જોઈ લીધા હતા પણ આતો ભૈય માટે શોપિંગ કરવા આવી હતી

પ્રણવ કઈ પણ બોલ્યા વગર અણી સામે લાચારીભર્યું મોઢું કરીને જોઈ રહ્યો

"ચિંતા ના કરો હું તમને ભાઈ ની બનાવું, બાય ધ વે તમારું નામ શું છે ?" એ બોલી અને પ્રાણવ વિચારોની દુનિયામાંથી પાછો ફર્યો

અને બંને એકબીજા સામે જોઈને હસવા લાગ્યા

"હું પ્રણવ પટેલ અને તમે ?" પ્રણવ બોલ્યો

"હું દેવિકા શાહ, બટ ફ્રેન્ડસ કોલ મી ડીસી.." દેવિકા હાથ આગળ કરતા બોલી

"ઓહો તો એ મુજબ તો મારું નામ પીપી થાય પણ આ મારા અભી જેવા દોસ્ત મને ગાળો થી જ બોલાવે છે" પ્રણવ હસતા બોલ્યો

"યુ આર સો ફની મી. પ્રણવ" દેવિકા બોલી અને પ્રણવ મનમાં ખુશ થઇ ને બે ફૂટ ઉંચો ચાલવા લાગ્યો

અને પછી બંને દેવિકાના ભાઈ માટે શોપિંગમાં લાગી ગયા

"થેન્કયુ સો મચ તારા લીધે જ એટલા સારા કપડા લઇ શકી હું.." દેવિકા બિલ કરાવતા બોલી

"વેલકમ ફરી મળીશું ચાલો તો હવે હું જાવ મારો ફ્રેન્ડ મારી રાહ જોવે છે" કહેતો પ્રણવ ત્યાંથી અભિને શોધતો નીકળી ગયો

અને પછી દેવિકા પણ પોતાના માટે ટીશર્ટ જોવા લાગી

"થઈ ગઈ તારી શોપિંગ.." કહેતા પ્રણવએ અભિના ખભે હાથ મુક્યો

"હા મારી તો થઇ ગઈ, પેલી જેના જોડે તું રખડતો એની થઈ કે નઈ ?" અભિ ખભા પર થી પ્રણવનો હાથ હટાવતા બોલ્યો

"ચલ જાનુ ગુસ્સે ના થઈશ આઈસક્રીમ ખવડાવું" કહેતો પ્રણવ અભિની પાછળ ચાલવા લાગ્યો

ત્યાં પ્રણવની નજર દેવિકા પર પડી અને એ બોલ્યો, "એ પિંક નઈ, પેલી ડાર્ક બ્લુ સારી લાગશે તારા માટે"

"ઓકે થેંકયુ યાર..." દેવિકા બોલી અને હસવા લાગી

"અલ્યા ઉભો રે ને" બુમો મારતો પ્રણવ અભીની જોડે પહોચી ગયો

પ્રણવ માટે તો આ એક મુલાકાત જ દેવીકાના પ્રેમમાં પાડવા માટે કાફી હતી, એ પોતે દેવિકાના રૂપ નો કાયલ બની ગયો હતો

રસ્તામાં અભી એની અને દેવીકાની મુલાકાત વિષે પૂછતો હતો પણ એને ગમેતેમ કરીને એ સવાલો ટાળી દીધા

"લો ભાઈ તારું ઘર આવી ગયુ, પેટ્રોલના પૈસા હું બગાડું અને ભાઈ શોપિંગ બીજાને કરાવે" કહેતો અભી પ્રણવને મુકીને ત્યાંથી ચાલ્યો ગયો

ઘરમાં આવીને એણે ફેસબુક નામની દુનિયામાં દેવિકા શાહને શોધવા માટેના પ્રયત્નો શરુ કર્યા, પણ પરિણામ સ્વરૂપે એની સામે ઘણીબધી દેવિકા શાહ હતી પણ જેને એ આજે મળ્યો હતો એ ના શોધી સક્યો

ફરી દેવિકા સાથે મુલાકાત થશે કે નઈ એના વિચારો કરતા પ્રણવ ક્યારે બપોરની ઊંઘમાં ખોવાઈ ગયો એની એને પણ ખબર ના રહી

દિવસો વિતતા ગયા એમ પ્રણવના દિમાગમાંથી દેવિકા ધીમે ધીમે ભૂંસાતી ગઈ

ડાયરી પાછી હવે એ જ રોજીંદી બની ગઈ હતી, પણ મને એટલે કે સમર્થ ને પ્રણવ અને દેવિકાનું શું થયું એ જાણવા માં વધુ રસ હતો

-----

એ દિવસ બપોરની કોલેજ સુધી તો પ્રાણવ માટે ખરાબ હતો કેમકે એ મોડો પડ્યો અને અભી નહોતો એટલે એકલો આખો દિવસ કંટાળી ગયો હતો

પાછુ અધૂરામાં પૂરું એની ઘરે જવા માટેની રોજવાળી બસ પણ એ ચુકી ગયો હતો, બીજી બસ આવીને ખિસ્સામાંથી કાઢેલા ઇઅરફોનને સરખા કરતો એ બસના દાદરા ચડ્યો અને પછી બારીવાળી સીટ પર જઈને ગોઠવાયો

ત્યાં જ ખભા પર કોઈના હાથનો સ્પર્શ થયો અને એણે બારી તરફ થી નજર ઘુમાવીને જોયું તો એ દેવિકા હતી

"ઓહ દેવિકા તું,..." પ્રણવને એની આંખો પર વિશ્વાસ નહોતો થઇ રહ્યો, એણે આજે થયેલી તમામ ખરાબ વાતોને સારી કરી દેનાર આ પળ હતું

એ મનોમન ભગવાનનો આભાર માની રહ્યો હતો

"હું તો રોજ આજ બસમાં હોવ છું તું ક્યાંથી આમાં.." દેવિકાએ સામે સવાલ કર્યો

"અરે હું આજે લેટ પડ્યો તો રોજવાળી બસ મને મુકીને જતી રહી" પ્રણવે બહાર નિસાસો નાખવાનો ડોળ કર્યો પણ અંદરથી તો એ બવ જ ખુશ હતો

"અચ્છા સારું ને આપડી મુલાકાત થઇ ગઈ મારે તને પેલા દિવસ માટે એમ પણ થેન્ક્સ કેહવાનું બાકી હતું" દેવિકા બોલી

"અરે આ તો પેલી જ ટીશર્ટ છે જે મેં સજેસ્ટ કરી હતી" પ્રાણવ અન સામે જોઈ ને હસતા બોલ્યો

"યસ યસ તારી ચોઈસ બવ મસ્ત છે, મારા બોયફ્રેન્ડને પણ ગમી..." દેવિકા બોલી

અને બોયફ્રેન્ડનું સંભાળીને પ્રણવના મોઢા પર ની સ્માઇલ હવે ગાયબ થઇ ચુકી હતી

"બોયફ્રેન્ડ..?" પ્રણવે કન્ફોર્મ કરવા સવાલ કર્યો

"હા કેમ ના હોય.." દેવિકા બોલી

પ્રણવ હકારમાં કે નકારમાં માથું હલાવવું એ નક્કી નહોતો કરી શકતો, બોલવાની વાત તો દુર હતી

"વેટ હું એને લઇ આવું" કહેતી બસની ભીડને ચીરતી એ થોડીવારમાં કોઈનો હાથ પકડીને આવી રહી હતી

"શી ઈઝ વૈભુ, માય બોયફ્રેન્ડ" દેવિકા કોઈ છોકરી જોડે આગળ આવતા બોલી

પ્રણવની ધારણા મુજબ વૈભુ એ વૈભવ હોવો જોઈએ પણ આ તો વૈભવી નીકળી હતી અને પ્રણવના મનમાં ચાલતી ડીબેટનો અંત આવ્યો

વૈભવી પણ સુંદરતાના મામલામાં દેવીકાથી કઈ પાછળ નહોતી

"તું કઈ ખોટું વિચારે એ પેહલા હું કઈ દાવ કે મને અને દેવિકા બંનેને બોયઝ જ ગમે છે હો.. પણ આ તો અમે બંને સિંગલ છીએ સો હું દેવીકાનો બોયફ્રેન્ડ.." વૈભવી બોલતી હતી અને પ્રણવ એની સામે જ જોઈ રહ્યો હતો

"બસ કર કેટલું બોલીશ.." દેવિકાએ એને ચુપ કરવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો

કેમકે વૈભવી હજી પણ બોલી જ રહી હતી અને પ્રણવ ચુપચાપ એને સાંભળી રહ્યો હતો

"હેલ્લો મિસ્ટર પ્રણવ ડીસી ટોલ્ડ મી અબાઉટ યુ કે તારી પસંદગી બવ મસ્ત છે તો કોઈ દિવસ મને પણ શોપિંગ માં મદદ કરવાનું વિચારજો કેમકે મારી પસંદગી બવ ખરાબ છે કપડા અને દોસ્ત બંને માં દોસ્તનું ઉદાહરણ તો મારી બાજુમાં જ તું જોઈ સકે છે" વૈભવી પ્રણવ સામે આંખ મારતા બોલી

"બેન્ગ ઓન, દેવિકાએ સાચું જ કીધું છે તને મારી પસંદગી તો દોસ્ત અને કપડા બંને માં સારી છે" પ્રણવ બોલ્યો અને એણે દેવિકા સામે જોયું

"સો નેકસ્ટ સન્ડે આવીશ ને અમારી જોડે શોપિંગ માટે.." વૈભવી બોલી

"જો તું ફ્રી હોય તો જ આવજે.." દેવિકાએ વૈભવીનો હાથ પકડીને એની સામે જોઇને આંખ બતાવતા બોલી અને પછી મારી સામે જોઈ ને આંખો થી વૈભવી માટે "સોર્રી" કહ્યું

પ્રણવે પણ આંખોની પાપણ નીચી કરીને હસતા મોઢે એ સોર્રી નો સ્વીકાર કર્યો અને બોલ્યો, " ચોક્કસ થી આવીશ"

"ઓકે તો તારો નંબર મને આપી દે હું તને બધું ઇન્ફોર્મ કરી દઈશ" વૈભવીએ એનો મોબાઈલ કાઢીને આગળ કરતા કહ્યું

"હિએર ઈટ ઈઝ.." કહેતા પ્રણવે નંબર લખીને મોબાઈલ પાછો આપતા કહ્યું

વાતો પતી નહોતી પણ પ્રણવને ઉતારવાનું સ્ટોપ આવ્યું અને નાછૂટકે એ ઉતરીને ચાલતો ઘર તરફ આગળ વધ્યો,

આજે તો પ્રણવને પોતાની જાત પર અભિમાન થઇ રહ્યું હતું, એની ખુશીના કોઈ ઠેકાણા જ નહોતા એના દિલની ખુશી છલકાઈ ને મોઢા પર આવી રહી હતી

હવે તો પ્રણવની દેવિકા અને વૈભવી જોડે રોજ વાતચીત થતી હતી, પણ દિલ તો અનુ દેવિકા માટે જ પાગલ હતું

પેલું કહેવાય છે ને કે છોકરી પટાવવા પહેલા એની ફ્રેન્ડ પટાવી પડે એ જ સિધ્ધાંત પર પ્રણવ કામ કરી રહ્યો હતો

આ બાજુ અભિ પ્રણવને એની ઓળખાણ દેવિકા અને વૈભવી જોડે કરવા હેરાન કરતો હતો, પણ પ્રણવ અને કોઈના કોઈ બહાના કરીને ટાળી દેતો હતો

પ્રણવ જે દિવસની રાહ જોતો હતો, એ રવિવાર આવી ગયો હતો, એ સવારનો તૈયાર થઈને આમતેમ વૈભવીના ફોનની રાહ જોઇને ઘરમાં આંટાફેરા મારી રહ્યો હતો

"ભાઈ આજે તો રવિવાર છે તો કેમ એટલા જલ્દી તૈયાર થઈ ગયો એમ તો દસ વાગ્યા સુધી ઉઠતો નથી..." પ્રણવની બેન બોલી

"તું છે ને નાની છે મારાથી તો વધારે મોટા બનવાની કોશિશ ના કર ચિબાવલી..." પ્રણવ એની બેનનો કાન પકડીને બોલ્યો

"મમ્મી, ભઈલો ક્યાંક જાય છે સવાર સવારમાં.." એને બુમો પાડી

"ચુપ કર, અરે અભિનું કામ છે તો એક ફ્રેન્ડને મળવા જવાનું છે" પ્રણવે એને કીધું અને વાત વાળવાનો પ્રયત્ન કર્યો

"કઈ ફ્રેન્ડ પાછી, સોર્રી આઈ મીન કયો..?" એ પ્રણવને ચીડવતા બોલી

પ્રણવ એના તરફ જતો હતો પણ ફોન ની રીંગ વાગી અને પ્રણવ ફોન ઉપાડવા ગયો

"હા બોલ" પ્રણવ બોલ્યો

"હું અને ડીસી નીકળી ગયા છીએ, તો તું પણ આવી જજે ને" વૈભવી ઉતાવળમાં બોલી

"હા હું હાલ જ આવ્યો ત્યાં.." પ્રણવ બોલ્યો

"ક્યાં ચાલ્યા બંદા સવાર સવારમાં એકલા " આવતા આવતા અભી બોલ્યો

"પત્યું, સત્યનાશ આ ક્યાં આવ્યો હાલ અહિયાં" પ્રણવ મનમાં બોલ્યો

"કઈ નઈ ભાઈ કેહતો હતો કે તમે કોઈ ફ્રેન્ડને મળવા જવાનો છો એટલે એ રેડી થઈને બેઠા છે" પ્રણવની બેન બોલી

"ક્યાં જવાનું છે લ્યા હું તો એમ જ આવેલો" અભી પ્રણવ સામે જોઇને બોલ્યો

"પેલા જવાના મેસેજ કરે અને પછી કે ક્યાં.." બોલતા બોલતા પ્રણવ એને બહાર ખેચી ગયો

"પણ જવાનું છે ક્યાં એ તો બોલ" અભીને એના જોડે શું થઇ રહ્યું છે એની હજી પણ ખબર નહોતી

"તું બાઈક ચાલુ કર હું લઇ જાવ તને" પ્રણવને હવે અભીને જોડે લઇ ગયા વગર છૂટકો નહતો

થોડીવારમાં તો બંને મોલના પાર્કિંગ આગળ પહોચી ગયા હતા

"હાહાહા દરવખતે તને દેવિકા જેવી છોકરી ની મળે મોલમાં" અભિએ પ્રણવ સામે જોઈને બાઇક પરથી ઉતરતા કહ્યું

પ્રણવે એનું મોઢું પકડીને સામેની તરફ જોઇને બોલ્યો," જો હવે ત્યાં"

ત્યાં સામે દેવિકા અને વૈભવી પ્રણવની રાહ જોઇને ઉભા હતા, અભીને સુ બોલવું અને સુ કરવું કઈ સમજણ નહોતી પડી રહી

પ્રણવને પોતાની તરફ આવતો જોઇને વૈભવીએ હેલ્લોનો ઈશારો કર્યો અને પ્રણવના બદલે અભિઈ એની સ્પીડ વધારી અને વૈભવી જોડે પહોચી ગયો

"હેલ્લો" કહેતો અભીએ હાથ આગળ કર્યો

"તમે કોણ..?" કહેતા વૈભવી થોડી પછી પડી

"હું આ પ્રણવિયાનો દોસ્ત, લંગોટીયો મિત્ર બધું જ, એને મને તમારા વિષે વાત કરેલી..." અભી બોલ્યો અને પછી પ્રણવ તરફ જોઇને હસ્યો

"આપડે અહિયાં જ રેહવાનું છે કે અંદર મોલમાં પણ જઈશુ..?" દેવિકા બધાને ઉદ્દેશીને કહ્યું

અને પ્રણવ તો વૈભવી અને દેવીકાને શોપીંગમાં મદદ કરવામાં લાગી ગયો જયારે અભી ઘડીકમાં દેવીકાને જોતો તો ઘડીકમાં વૈભવીને

શોપિંગ તો થોડા સમયમાં પૂરી થઇ ગઈ પણ અભિ હજીપણ એ બંનેને જોઈને ધરાયો નહતો

"થેન્ક્સ, તું ના હોત તો આટલી સારી શોપીંગ ના થઇ હોત થેન્ક્સ અ લોટ.." વૈભવી પ્રણવની સામે જોઇને બોલી રહી હતી

"બસ હવે ઘરે જતું રેહવાનું યાર" હજી પ્રણવ કઈ બોલે એ પેહલા તો અભી પ્રણવ સામે જોઇને બોલ્યો

"ના ના હજી તો મુવી જોવા જઈશું, તમે અમને જોઈન કરશો ?" દેવિકા બોલી

"ના ના, મારે ઘરે થોડું કામ છે તો અમે હવે નીક્લીશું" પ્રણવ બોલ્યો

અત્યારની જનરેશન પ્રમાણે "સી યુ, ટીસી, બાય" આવું બોલીને અભી અને પ્રણવ બંનેથી છુટા પડ્યા

"બે યાર આપડે પણ જાતને મુવી જોવા, મજા કરતને શું તું પણ ના પાડી દીધી" કિક મારતા અભી બોલ્યો

"તારે મુવી નઈ એ બંનેને જોવી હતી શોપિંગ વખતે જોયું એટલું ઓછુ પડ્યું હવસી નજરવાળા" બોલીને પ્રણવ પાછળની સીટ પર ગોઠવાયો

"ભાઈ આવી છોકરી હોય તો કયો ના જોવે અને ના જોવે એ ગે કહેવાય" અભિએ ગિઅર પાડીને ક્લચ છોડીને બાઈક હંકારતા કહ્યું

"હા આંખોથી બળાત્કાર કરવાવાળા હા, સામે જોઇને ચલાવ હવે" પ્રણવ બોલ્યો

----

દિવસો હવે પ્રણવ અને દેવિકાની મુલાકાત માટે ઓછા પડી રહ્યા હતા, મોટાભાગના સમયે વૈભવી અને અભી પણ ત્યાં હાજર રેહતા જ

પ્રણવનું દિલ હવે દેવિકાના કાબુમાં થઇ ગયું હતું, પણ હવે તો પ્રણવને પણ દેવિકા અને પ્રેમ કરે છે આવા સંકેત મળતા રેહતા પણ પૂછવાની હિંમત એ કરી સકતો નહોતો

"ભાઈ, દેવિકા ગમે છે એમ ને તને" અભીએ અચાનક એક દિવસ પૂછી લીધું

"હા ગમે તો છે પણ તું કેહતો નઈ કોઈ ને" પ્રણવ બોલ્યો

"અરે ભાભી મળી ગઈ હવે તો પાર્ટી થશે" અભીએ ખુશીથી ઉછળતા બોલવા લાગ્યો

"એટલે જ તને નહોતો કેહતો ગામની ફઈ, એને હાલ નથી કેવાનું અને તારે તો નથી જ કેહવાનું હું કહીસ મારી રીતે સમજ્યો" પ્રણવે થોડા પ્રેમ અને થોડી દાદાગીરીથી સમજાવતા કહ્યું

"ઓકે" પણ અભિ એમ માને આવો થોડી હતો

-----

"આજે મળીયે મારા ઘરે કોઈ નથી તો એન્જોય કરીશું" અભિનો ગ્રુપમાં મેસેજ આવ્યો

"આઈ એમ ઇન" આવા વારાફરતી વૈભવી અને દેવીકાના મેસેજ આવી ગયા હતા, પણ પ્રણવે મેસેજ સૌથી પેહલા જોઇને પણ ઇગ્નોર કર્યો હતો અને પછી વૈભવી અને દેવીકાના "આઈ એમ ઇન" મેસેજ જોઇને કઈ રીપ્લાય ના કર્યો એટલામાં તો દેવીકાનો કોલ આવી ગયો

"અરે તું નહિ આવાનો કે શું..? મેસેજ જોઇને પણ રીપ્લાય નઈ આપતો આવો તો ક્યાં બીઝી છે સવાર સવારમાં" દેવિકા બોલી

"અરે હાલ જ ઉઠ્યો તને તો ખબર હું વેહલા નઈ ઉઠતો" પ્રણવ બગાસું ખાતા બોલ્યો

"કુંભકરણના ભાઈ ઘડિયાળ જો દસ વાગ્યા જલ્દી તૈયાર થા" દેવિકા ગુસ્સો કરતી હોય આવું લાગતું હતું

"હા બસ એક કલાકમાં તૈયાર થઈને નીકળું અને પેલા ચમનને મેસેજ કરું કે મને લેવા આવે"

"એ આવે એના કરતા હું જ આવું લેવા માટે તને" દેવિકા બોલી

"ઓહ તું સાચેમાં આવીશ મને લેવા" પ્રણવ હસતા બોલ્યો

"હા કેમ તને વિશ્વાસ નઈ મારા પર" દેવિકા બોલી

"ના નથી" પ્રણવ ફરી હસતા બોલ્યો

અને દેવિકાએ ફોન કાપી નાખ્યો અને પ્રણવે પછી બાથરૂમ તરફ પ્રયાણ કર્યું

પ્રણવ બાથરૂમમાં હતો અને એના ફોનની રીંગ વાગી

"હેલ્લો, કોણ બોલો" પ્રણવની બેને ફોન ઉપાડતા કહ્યું

"હું દેવિકા બોલું પણ તમે કોણ " દેવિકા સામેથી આવતો અજાણ્યો અવાજ સાંભળી ને બોલી

"હું પ્રણવની નાની બેન જીનલ બોલું ભાઈ હાલ નહાવા ગયા છે" જીનલ બોલી

"ઓકે એ આવે એટલે કહી દેજો કે ચેલેન્જ ડન હું એની રાહ જોવું છું" કહીને દેવિકાએ કોલ કાપી દીધો

પ્રણવ બાથરૂમમાંથી બહાર આવીને તૈયાર થતો ત્યાં જીનલ બોલી,"ભાઈ કોઈ દેવિકાનો કોલ હતો ચેલેન્જ ડન આવું કેહવાનું કીધું છે એ તમારી રાહ જુવે છે"

"પેલા ના કેહવાય" બોલતો ફટાફટ તૈયાર થઈને પ્રણવ બહાર ભાગ્યો

ત્યાં જ દેવિકા એની રાહ જોઇને ઉભી હતી પછી બંને ત્યાંથી અભિના ઘરે જવા માટે રવાના થયા

વાતો વધારે હતી અને રસ્તો ટૂંકો થોડીકવાર માં તો બંને અભિના ઘરે ઉભા હતા

***

બીજા રસપ્રદ વિકલ્પો