સુખ - હેપ્પીનેસ (૬) ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખ - હેપ્પીનેસ (૬)

સુખ-હેપ્પીનેસ (૬)

(સરખામણી–કંપેરિઝન)

આપણી પાસે જે હોય છે તે સારામાં સારું અને ઉચ્ચ કક્ષાનું જ હોય છે, પરંતુ સરખામણીનાં લીધે આપણે એ વસ્તુનો આનંદ કે એનું સુખ ખોઈ બેસીએ છીએ. આ દુનિયામાં સરખામણી કરવાં જેવી વસ્તુઓ જેવી કે ટીવી, કાર, બંગલો કે કોઈ વસ્તુ હોય, પણ તેની સરખામણી આપણી વસ્તુ સાથે કરવાનો કોઈ મતલબ ક્યાં છે ? દરેક વ્યક્તિ પોતાની આવકના આધારે સુખ મેળવવાની કોશિશ કરે છે, અને પોષાય તે પ્રમાણે એ જરૂરિયાતના સાધનો વસાવે છે. એક કહેવત છે – ચાદર પ્રમાણે પગ લાંબા કરાય ! દેખા- દેખી કે ઈર્ષા મનુષ્યનો દુશ્મન છે !

આપણે સરખામણી એટલી બધી જગ્યા એ કરી નાખીએ છીએ કે જેની કોઈ હદ નહિ. બાળકો બાળકો વચ્ચે, એમના અભ્યાસ વચ્ચે, સુંદરતા માટે, રહેણી-કરણી માટે, આવક માટે, હરવા ફરવા માટે વગેરે વગેરે. આવી કંપેરિઝન તો સતત ચાલતી જ હોય કેમ કે એ એપાર્ટમેન્ટ ક્લચરની દેન છે.

પહેલાના જમાનામાં એવું નહોતું અને કદાચ હોય તો એનો ખ્યાલ બહુ આવતો નહિ.

મહોલ્લાના બાળકો લગભગ એકજ સ્કૂલમાં હોય, બધા સાથે ચાલીને સ્કૂલ જતા હોય, આવતા હોય. અભ્યાસ પણ સાથે બેસીને કરે. હોમ વર્ક સાથે બેસીને કરતા. કોઈ બાળક માંદુ પડે તો પાડોસના બાળકો એને અભ્યાસમાં જાણકારી આપતા, અભ્યાસમાં મદદ કરતા, સાથે રમતા અને પાછા પાકાં ભાઈબંધ તો ખરાજ ! હું જયારે ભણતો ત્યારે અમારા મહોલ્લામાં કોઈપણ વિધાર્થી શાળાના ચોપડા વેચાતો નહિ કે ચોપડા ખરીદતો નહિ. મહોલ્લામાં ઘણાં વર્ષોની પરંપરા હતી કે ચોપડા વેચાય નહિ. એ વિદ્યા કહેવાય, મા સરસ્વતી કહેવાય એટલે વેચાય નહિ. જે વિધાર્થી પાસ થાય તે વિધાર્થી જરૂરિયાતવાળા બીજા વિદ્યાર્થીને પોતાના ચોપડા આપી દે એટલે એ રીતે આખા મહોલ્લામાં પુસ્તકોની આપ-લે થતી. કેટલું સરસ ? મા-બાપના કેટલા પૈસા બચી જતા. સ્વાભાવિક છે કે કોઈ કોમ્પીટીશન કે કમ્પૅરિઝન ના હોય. વિદ્યાર્થીઓને પણ ભણવાની મઝા આવતી એ પણ એક સુખ જ હતું એમાં આનંદ હતો. ઓછાં સાધનો દ્વારા બહોળો આનંદ !

મહોલ્લાની સ્ત્રીઓની પણ ખુબજ એકતા. દરેક સ્ત્રી એકબીજાને મળે, દિલની વાત કરે, કંઈક ઘટતું હોય તો સહજતાથી માંગી લે અથવા અવેજીમાં બીજું કઈ આપી દે. સાજા-માંદા હોય તો મદદ કરવાનીતો ખરીજ. એકદમ સુખી સખીઓ જેવી. તહેવારોમાં પણ બધા ભેગા થાય. તહેવારની ઉજવણી કરે. એવું લાગે કે એકજ કુટુંબ છે. આ પ્રફુલ્લિત કરતો આનંદ મા-બાપને પણ ભુલાવી દેતું.

તેથી જ તો પેલું ગીત લખાયું હશે ને -

“મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેશ

પિયા કા ઘર પ્યારા લાગે...”

મહોલ્લાના પુરુષો પણ રોજ ભેગા થાય. ઓટલા પરિષદ ભરાય રોજની. એક બીજાના હાજરીની, સુખ-દુઃખની ખબર લે. બનતી મદદ કરે. કેવો આનંદ ? બધી ઉજવણીઓ મહોલ્લામાં જ થાય. જુદા જુદા સ્વાદની રસોઈ બનાવીને સાથે બેસીને ખાય. હોટેલમાં કોઈ જમવાના જાય, હોટેલમાં કોઈ પાર્ટી નહિ. કોઈ ટેક્સ નહિ, કોઈ બુમાબુમ નહિ. એટલે સદા સંતોષ અને સુખ. આનંદ અને ઉલ્હાસ.

આજે હોટેલમાં જમવા જવું પડે છે કેમ ? કહે કે આજે ટાઈમન થી, એટલે હોટેલમાં જમી લઈશું. ઓ.કે.ચાલે, પરંતુ હોટેલમાં જઈએ એટલે તો સહેજે દોઢથી બે કલાક નીકળી જાય. જો જમવાનું ના ભાવે તોય પૈસા તો આપવાનાં જ અને ટેક્સ તો ખરોજ ! ખાવાનું હાઈજેનીક – સ્વચ્છ હોય તો નસીબદાર, નહિ તો પછી ડોક્ટરના બિલ, નોકરીમાં રજા, શરીરને નબળાઈ. આનંદ અને સુખ લેવાં જતાં, દુઃખી થવું પડ્યું.

આપણે કદાચ કામકાજને લીધે મહોલ્લાની જિંદગી ના જીવી શકતા હોય તો વાંધો નહિ, પણ પ્રસંગોએ કે રજાના દિવસોએ મિત્રને કે સગાવાળાને પોતાના ઘરે જમવા બોલાવીએ, એમની જોડે વાતચીત કરીએ, મજાક મસ્તી કરીએ તો કેટલો આનંદ થાય ? મને ચોક્કસ ખાતરી છે કે એ આનંદ તમને એક વધુ આમંત્રણ આપીને જશે જમણવાર માટે. આમ એકબીજાને મળવાનો અને જમવાનો સિલસિલો ચાલુ થઇ જશે, ઘરનું ખાઈને કદાચ કંટાળી ગયા હોય તો ચોક્કસ જુદા જુદા સ્વાદનું, ચોખ્ખું ખાવાનું મળે. ભેગા થાઓ એટલે હસી, મજાક, પરસ્પર સંબંધ બને. હોટેલમાં વેસ્ટ જતો ટાઈમ અને ટેક્સ બચાવ્યો. ડોક્ટરના પૈસા બચાવ્યા, માંદગીની રજાના પૈસા બચાવ્યા. બચતના પૈસા બીજી કોઈ જગ્યાએ કામ આવશે.

પરસ્સ્પરની દુરી ઓછી થશે જે તમને એક સરસ વ્યવહારનું બોન્ડિંગ આપશે. તમે પોતાને એકલાં મહેસુસ નહિ કરશો. તમારાં બાળકોને પણ નવા નવા મિત્રો મળશે. ટી.વી. અને સ્માર્ટફોનથી દૂર રાખવા માટે આવા કાર્યક્રમ ઉપયોગી થશે. શક્ય હોય તો વધુ મિત્રો ભેગા થઇ મેદાનમાં રમતગમતના કાર્યક્રમો ગોઠવી શકે છે. કોઈક સરસ જગ્યાએ પીકનીક કરી શકે છે. પરંતુ શર્ત એટલી રાખજો કે તે દિવસે મોબાઈલનો ઉપયોગ બંધ !

મારા કહેવાનો આશય એવો નથી કે તમે આમ કરો, તેમ કરો પૈસા બચાવો. ના…તમે તમારી રીતે જિંદગી જીવી શકો છો કે પોતાને ફાવતું હોય એ રીતે જીવી શકાય, પરંતુ એમાં પછી કમ્પૅરિઝન કે સરખામણીના હોવી જોઈએ.

આજકાલ આપણાં બાળકોને આપણે રમતગમતથી વંછિત કરી દીધા છે. બહુ બહુ તો એમને નોલેજ હોય તો ક્રિકેટનું, કારણ ટી.વી. ઉપર સતત બધી મેચો બતાવાતી હોય એટલે. પરંતુ આપણાં શેરી મહોલ્લાની રમતો તો એમને ખબરજ નથી. હા .. કદાચ હાલની શિક્ષણ પદ્ધતિથી અને અભ્યાસથી રમતગમતને સમય ના આપી શકતાં હોય એટલે જ ઓલમ્પિક્સમા આપણું યોગદાન ઓછું છે. સ્વસ્થ રહેવાં માટે શારીરિક રમતો રમવી જરૂરી છે.

હવે આપણે કમ્પૅરિઝન કે હરીફાઈ પોતાની જાત જોડે કરીએ તે વ્યાજબી કહેવાય. ઉત્તરોત્તર તમે પોતાને શારીરિક, માનસિક અને આધ્યાત્મિકક્ષેત્રમાં ઉત્તમ બનાવો. જિંદગીમાં આવનાર દરેક ક્ષણમાં એની જરૂર છે. સ્વસ્થ શરીર તમને દવા અને ઉપચારોથી દૂર રાખશે. માનસિક ક્ષમતા સારી હોય તો તમે ગમે તેવી મુશ્કેલીને શાંત રહી સમજી શકશો અને આધ્યાત્મિક જ્ઞાનથી આવનાર મુશ્કેલીમાં તમે અડગ રહી શકશો. બનતી દરેક ઘટનાને સમજી એનો નિકાલ કરી શકશો. ખેલ તો બધો કર્મોનો જ છે ને ?

આપણે કડવી દવાઓ તરત જ ગળી જઈએ છીએ અને મીઠી કેન્ડીને મોંમાં લાંબો સમય રાખીએ છીએ, પરંતુ જિંદગીમાં સારા સમયને તરત ભૂલી જઈએ છીએ અને ખરાબ સમય અને સંસ્મરણોને લાંબા સમય સુધી સંઘરી રાખીએ છીએ.

દવાખાનામાં કોઈની ખબર લેવા ગયા હોઈએ ત્યાં દર્દીની વાત સાંભળવા કરતાં આપણી વ્યથા કે થયેલ દર્દની વાત કરવાની શરુ કરી દઈએ છીએ. અરે ભાઈ ... એ બિચારાને સાંભળ તો ખરો, ખરેખરતો તારા આશ્વાસનની અને મદદની એને જરૂર છે. ગમે ત્યાં ગમે ત્યારે કમ્પૅરિઝન અને સરખામણી થઇ જતી હોય છે. હવે ભાઈ.... દુઃખનું ક્યાં એવું પાક્કું સ્પેસિફિકેશન છે ? કે બધે એક સરખુંજ હોય. પણના... મારે વાત કરવા માટે કોઈ સબ્જેક્ટ તો જોઈએ ને ? એટલે... દુઃખનું પણ આવુંકમ્પૅરિઝન .... ?

ચાલો મિત્રો આજે કમ્પૅરિઝન કે સરખામણીને અહીં વિરામ આપીએ, આવનાર દિવસોમાં નીચે લખેલા મહાનુભાવોના વિચારોને વાગોળી એ તો પણ બસ છે.

“કમ્પૅરિઝન કે સરખામણી એ આનંદને ચોરી જનાર ચોર છે.”

“પોતાનીબીજાસાથેકોઈદિવસસરખામણીનાકરશો, એપોતાનુંઅપમાનકરવાંજેવુંછે.”

“જ્યાં સરખામણીનો અંત છે ત્યાંથી વ્યક્તિત્વની શરૂઆત થાય છે.”

“સરખામણીથી પોતાની ક્રિએટિવિટી મરે છે.”

“जीवनमे कभी किसीसे अपनी तुलना मत करो, आप जैसे है सर्व श्रेष्ठ है, ईश्वर की हर रचना अपने आपमें, सबसे उत्तम है, अद्भुतहै |”

Spready Happiness….. Spray Happiness… bloom like flowers everyday…

ફરીમળીશું….