5 સામાન્ય સમસ્યા નું હલ

માણસ ભવિષ્ય બદલી શકે છે

ધારો કે તમે 1st std થી પહેલો જ નંબર લાવતા હોવ પણ જેમ જેમ મોટા થાવ તેમ તેમ માર્ક્સમાં ઘટાડો થવા માંડે અને ટોપર લિસ્ટમાંથી નીકળી જાવ...હવે તમે 8th માં આવ્યા 84% 9thમાં 76% 10thમાં 65%...આ પરિણામ જોઈને લાગે જ નઈ કે તમે આગળ વધો...પણ તમને ક્યાંકથી "ભગવાન ભૂતકાળ બદલી શકતો નથી પણ માણસ પોતાનું ભવિષ્ય બદલી શકે છે." આ વાક્ય સાંભળવા માં આવી જાય ને તમે નક્કી કરી લો કે ના હું કરી શકું છું ....I Can Do... તો તમે કંઈપણ કરી લેશો...હવે તમે 11th માં આવ્યા અને પેલું વાક્ય હજી મગજમાં છે જ અને તમે 70% ઉપર જવા માટે મહેનત કરો છો અને પરિણામ 81% આવી જાય છે...તમે બઉ ખુશ થઈ જાવ છો...તમે હજી પેલા વાક્યને ભૂલ્યા નથી અને એની સાથે જ મહેનત કરી રહ્યા છો....બસ આનાથી આગળ હું નહીં કહી શકું કારણ કે હું હવે 12th માં છું અને હજી પરીક્ષાની વાર છે...સીધુ જ કહું તો આ મારી સ્ટોરી છે…

Thank You For Reading..

Even God Can't Change The Past But Men Will Change The Future..મતલબ કે "ભગવાન ભૂતકાળ બદલી શકતો નથી પણ માણસ પોતાનું ભવિષ્ય બદલી શકે છે."

***

કેવી રીતે પોઝિટિવ વિચારશો!!?

આ વખતે નકારાત્મક વિચારો,બોલી થી સકારાત્મક કઈનું વિચારવું એ ઉપર વાત કરવાનો છુ...આપણા ગુજરાતમાં એક જબરજસ્ત નિયમ છે કે 'જે કરવાનું કહો તેનાથી ઉંધુ જ કરવાનું' ઉદાહરણ તરીકે અહીંયા થુંકવાની મનાઈ છે પણ આપણે તો ત્યાં જ થુંકવાનું , ક્લાસમાં અવાજ બંધ કરવાનું કહે તો આપણે તો અવાજ કરવાનો જ...આવા ઘણાં ઉદાહરણો છે ....પણ કેટલાકને જ ખબર છે કે આ નિયમથી પણ એક તાકાત મળી રહે છે..કેટલાકને થશે કેવી રીતે!? ધોરણ-11 ની ત્રીજી પરીક્ષા પહેલા એક સાંજે હું અને સોસાયટીના બધા કોમનપ્લોટમાં બેઠા હતા..ત્યારે એક કાકા હસતા હસતા એ મારા પપ્પાને બધા સામે કીધું કે ,"ભાઈ આ ભાઈ આગળ જશે એવું લાગે છે!!" પણ હવે એ ભાઈને શુ કેવાનું!! આ સમાજમાં અમુક હોય કે એમનું જ ઠોકે રાખે...હવે પહેલા મેં કીધું એમ કે ના કરવાનું હોય એ જ કરીએ...હા તો મેં એ જ કર્યું ...એ કાકા એ મને કીધું હતું કે,"તારું આઈ રહ્યું છે એના કરતાં ભણવાનું છોડી દે." પણ મને મારા પર વિશ્વાસ હતો કે આ કાકાને તો હું પોપટ બનાવીશ જ...ત્યાર પછી પરીક્ષા આપી પરિણામ આવ્યું અને 3 જો નંબર આવી ગયો કલાસમાં ....એ કાકા હજી મને એવું જ કહી રહ્યા છે....પણ એ કાકા ને ક્યા ખબર પેલો નિયમ..અને એ કાકાને હવે ફરી મને ત્યારે હું એમને એક જ પ્રશ્ન પૂછવા માંગુ છું કે,"કેમ કાકા તમને આવું લાગી રહ્યું છે?"

આ થઈ મારી વાત...તમને બી આવા લોકો મળશે પણ એમનાથી નારાજ ના થતાં પણ એમને ખાલી એમ જ પૂછજો કે ,"કેમ આવું તમને લાગી રહ્યું છે.?" આનો જવાબ મળ્યા પછી એના પર વિચાર કરીને આગળ વધજો ...જો કે મને વિશ્વાસ છે 90% લોકો જોડે આનો જવાબ હશે જ નઇ...તો ચિંતા ના કરતા જે વિચાર્યું છે એ જ કરજો ..

Thank you…

***

કેવી રીતે આળસ દૂર કેવી રીતે કરશો!?

આજે એક છોકરીએ મને પૂછ્યું કે આળસ આવતી હોય તો એને દૂર કરવા શુ કરવું!!? પણ આ પ્રશ્નનો જવાબ આપતાં પહેલા હું મારી સાથેની વાત કરી દઉં કે મને આળસ આવે ત્યારે હું શું કરું છું? ઘરમાં બધા બેઠા હોય અને એક વાર હું ઉભો થઉ તો મારા દાદા તરત જ પાણી માગે પછી વારા ફરતી ઘરના બીજા સભ્યો પણ કામ સોંપે એટલે થોડી આળસ આવી જાય કે ક્યાં ઉભો થયો!! પણ હા ઘરના મોટા માણસ છે તો એ આપણને કહે એ બરાબર છે એમાં આળસ આવે એ દૂર કરવાનો મારી જોડે કોઈ જવાબ નથી પણ હા કોઈ કામ કરવાનું હોય એટલે કે તમે ભણો છો કે નોકરી કરો છો તો એમાં આળસ આવે તો શું!? આ પ્રશ્નનો જવાબ કહેતા પહેલા બીજો એક પ્રશ્ન કે આળસ એટલે શું!? "તમને ખબર છે કે આ કામ કરવાથી મને કંઈક ફાયદો થશે પણ એ કામ જાણી જોઈને ના કરો તો એ આળસ છે." હવે એને દૂર કરવા માટે જ્યારે પણ તમને આળસ આવે તો ઠંડા પાણીથી મોં ધોઈ લો પછી તમને જે બાબતે આળસ આવે છે એના પર શાંતિથી વિચાર કરો કે, "ભાઈ કે બહેન આ કામથી મને શું મળશે??" જો તમને આનો જવાબ મળી જાય તો એ જવાબથી તમને શું ફાયદો કે નુકશાન થવાનું છે એ વિચારો..

જો તમને નુકશાન થવાનું હશે તો એ કામ ન કરો અને જો ફાયદો થવાનો છે તો એ કામ 95% કરો અને બાકીના 5% તો આળસ રેવાની જ છે કારણ કે આ મારો અનુભવ છે..

ધન્યવાદ, આભાર કે તમે સમય કાઢીને આ વાંચ્યું…

Be Happy

Keep Smiling

***

હ્રદયમાંનુ કાર્ય કયારે કરશો !? કોને ગમશે!?

આભાર છે તમારા બધાનો કે તમે મને વાંચી રહ્યા છો..આજે હું મારા દિલની અલગ વાત કરવાનો છું...કોઈ એમ નઈ સમજતા કે પ્રેમ વ્હેમ હશે.. હું આ બધું દિલથી લખું છું...પહેલા પહેલા કોઈને ખબર નહોતી કે હું આવું બધું લખું છું...હું દરરોજ વિચારતો કે બારમાં ધોરણ પછી બહાર લાવીશું લખેલું બધું..સોશિયલ મીડીયા પર મુકીશું..પણ સાલું દરરોજ આવા વિચારો આવ્યા જ કરે પછી એક દિવસ થયું કે લાવને મુકી જ દઈએ...મેં એ જ સમયે મારો ફોટો અને સુવિચાર મુકી દીધો...આ જોઈને અમુક મિત્રો હેરાન થઈ ગયા કે આ નોટ આટલી સુધરી ગઈ..પછી ધીરે ધીરે મારા સુવિચારો અને મારા લખાણો બધે શૅર કરવા લાગ્યો..જેનાથી અત્યારે મારા 5-6 ફૅન્સ પણ છે..જે મને પસંદ કરી રહ્યા છે..આ ફૅન્સ નું કહીને હું કોઈ ધાડ નથી મારી રહ્યો પણ કહી રહ્યો છું કે જે કામ દીલથી કરેલું હોય છે ને એ આ દુનિયાના એક વ્યક્તિને તો જરૂર ગમે જ છે અને એ વ્યક્તિ તમે પોતે છો...અને છેલ્લે એ પણ કહીશ કે જો હૃદયથી કામ કરવાની ઇચ્છા હોયને તો એ કામ કરવાનો સમય આ જ છે…

Thanks For Reading...

***

ન ગમતું કામ કેવી રીતે ગમતું બનાવશો!?

ધોરણ-8 નવું શરૂ થયું હતું ત્યારે પાછળની બેન્ચ પર બેસતો હતો...ધીરે ધીરે જેમ ધોરણ-8 વ્યવસ્થિત શરૂ થયું તેમ જગ્યા બદલાઈ ગઈ..છેલ્લી બેન્ચ પરથી સીધા પહેલી બેન્ચ પર..ત્યારે ખબર નહોતી પડતી કે કેમ આવું!! પછી ફરી થી આ જ ઘટના ધોરણ-11 માં થઈ ત્યારે થયું કે હશે કઈ..છોડો ને બધાને યાર...મારી જોડે મારો ભાઈબંધ પણ આગળ જ આવી ગયો છે ને...મજ્જા કરી લઈશું ..પણ આ જ ઘટના ધોરણ-12 માં છેલ્લી બેન્ચ પર થી પહેલી બેન્ચ પર બેસાડ્યો...છેલ્લી બેન્ચ વાળો મારો ભાઈબંધ મને કહે કે,"ચલ ભાઈ આગળ જા , હું તો અહીંયા જ બેસવાનો છું." હવે , છેલ્લી બેન્ચ છોડવાનુ દુઃખ તો જે બેસતા હોય એને જ ખબર હોય કે શું થાય દિલમાં..પણ છેલ્લા તાસમાં થયું કે ના ભાઈ બરોબર છે..પહેલી બેન્ચ પર નવા મિત્રો બનશે..ડબલ ફાયદો થશે...બે વર્ષ આ ઘટના બની જ છે તો ત્રીજું વર્ષ ફરી એક વાર...પહેલી બેન્ચ પર ભણવામાં વધારે ધ્યાન રહેશે..છેલ્લી બેન્ચવાળા કરતાં વધારે માર્ક્સ લાવીશું...હવે પહેલી બેન્ચ પર કદાચ કંટાળાજનક મિત્રો પણ હોઈ શકે ...તો કશો વાંધો નથી....એમને બદલી નાખીશ...बदल लूँगा ना में। મારુ એક સપનું છે કે મારી સાથે રહે તેને કંટાળો ના આવવો જોઈએ...અને આ ધીરે ધીરે સાકાર પણ થઈ રહ્યું છે....હવે આ ઘટના પરથી શુ જાણવા મળ્યું એ તો ખબર નઈ!? હાહાહા...તો આ ઘટના પર થી જાણવા મળ્યું કે કોઈ કામ કંટાળાજનક નથી હોતું....એને કંટાળાજનક આપણે જ બનાવીએ છીએ..હવે મૂળ વાત એ છે કે કંટાળાજનક ને કેમનું મજેદાર બનાવશો!! એના માટે પહેલા તો તમારે તમારા ચહેરા ઉપર સ્માઈલ રાખવી પડશે...દિવેલ મોં માંથી કાઢી નાખવું પડશે...પછી અંદર ને અંદર એક જ વાક્ય બોલવું પડશે કે," शिख लूँगा ना में । मेरे लिए सब कुछ आसान है भाई।" બસ આ વાક્ય ને ત્યાં સુધી બંધ ના કરતા જ્યાં સુધી તમે એ કામ કરવા માટે રાજી ના થઇ જાઓ..અને એક વ્યકિતએ કહ્યું છે કે ," જો કંટાળાજનક કામ કરી લેશો તો મનગમતું કામ તો રમત છે રમત."

Thank You So Much For Reading..

Rushil Panchal

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Akshaypal 1 વર્ષ પહેલા

Verified icon

Vikram Mithapara 10 માસ પહેલા

Verified icon

Lalubha r Jadeja 11 માસ પહેલા

Verified icon

Patel Ankita 11 માસ પહેલા

Verified icon

Amit Rupavatiya 11 માસ પહેલા

શેર કરો