Sneh-Milan books and stories free download online pdf in Gujarati

સ્નેહ-મીલન

સ્નેહ_મિલન

સ્નેહા ને મિલન કોલેજ ના બીજા વર્ષ માં અભ્યાસ કરતા ખાસ્સી દોસ્તી રોજ મળવું, ક્યારેક હરવું ને ફરવું, ભેગું ભણવું, હેલ્પ કરવી ઘણાં કામ માં, લન્ચ બોક્સ શેર કરવા, ઘણા મુદ્દા ની ચર્ચા, ઘણું બધું કે જે તેઓ સંપી ને કરતા..

હવે લાગણી તો કુણી કળી કહેવાય ક્યારે ક્યારે ઉગે ને ખરી પડે એના એંધાણ ન હોય… બે બે વર્ષ થી ક્યારેક ગ્રૂપ માં, કલાસ માં, ને એકલા પણ સંગાથ રહ્યો હોય ત્યાં સાવ આમ ફિક્કી જ ટાઢક રેય તો અજુકતું લાગે લાગે ને લાગે જ...

તે અહીં પણ કૂંપળ ફૂટી સ્નેહા ના દિલ માં કે આ ખાલી દોસ્તી નથી...આ સાથ શુ ખાલી હર્યા ફર્યા ને વાતો કર્યા માં જ અટકી પડશે...શુ કોઈ લાગણી ત્યાં નહિ હોય? રોજ ની મુલાકાત ને વાતો, રોજ બનતી બન્ને જોડે માણ્યા ની પળો તો સ્નેહા પ્રેમ સમજતી રહી.

સ્નેહા કહે કદાચ મિલન કોઈ કારણ સર લાગણી ન કહે પણ હવે અભી નહિ તો કભી નહિ... એક પ્રવાહ જેવો ભળી ગયો સ્નેહા ના ઉર માં કે હવે વહેલી તકે એ પોતે મિલન ને પોતાની લાગણી કહેશે… બે વર્ષ જાણ્યા બાદ હવે સ્નેહા ને લાગ્યું કે એ મિલન જ હશે જે પુરી શાન ઓ શૌક્ત સાથે એને પરણશે...

આજ મિલન સમયસર કોલેજ આવ્યો હતો એકદમ ફ્રેશ ને થોડો રમૂજી મિજાજ હતો એનો..સ્નેહા ને લાગ્યું આજ ની તક ન વિસરવી જોઈએ...હવે તો આ પાર કે પેલે પાર.. કહી ને જ શાંતિ વળશે...તો આજે લન્ચ ના સમયે કેન્ટીન માં જો બન્ને એકલા હશે તો સ્નેહા રાજ ને પોતાના દિલ માં એના માટે રહેલા પ્રેમ નો એકરાર કરશે...

કેન્ટીન માં ગયા ખુણા માં એક ટેબલ ખાલી જોયું ચાર ચેર હતી પણ કોઈ ત્યાં હતું નહીં..કેમ કે હજુ લન્ચ પડ્યો જ હતો..ને રોજ ની જેમ સ્નેહા એ પોતાની બેગ માંથી ટીફીન કાઢ્યું ને મિલન એ કેન્ટીન માં બે ગ્રીલ સેન્ડવીચ નો ઓર્ડર આપ્યો.

સ્નેહા એ તક ની તલાશ ને કેમ કરી કહું ની વાત માં મુંજાયેલ હતી..ને મિલન એ ત્યાં બોક્સ માં ગોઠવેલી પ્લાસ્ટિક ની ચમચી ઉઠાવી ને ડબ્બા માં રહેલા પૌવા બટાકા નો ટેસ્ટ કર્યો જ્યારે સ્નેહા મિલન ને હજુ નીરખી રહી હતી એ જ ચોર નજરે...એટલા માં મિલન નો ફોન રણકે છે ને રિંગ વાગે છે..

"સચ્ચિ મહોબત શાયદ વહી હૈ જીસમે ઝુનુંન હૈ જીસમે સૂકુંન હૈ.... ચનના મેરેયા મેરેયા મેરેયા ચનના મેરેયા મેરેયા....."

બીજી રિંગ પર મિલન ફોન પિક કરે છે...

"જય શ્રી કૃષ્ણ, કેમ છે મમ્મી?"

ફોર્મલિટી સ્ટાર્ટ કરી ને વાત ચાલુ કરે છે...ને કેન્ટીન ના કોલાહલ ને કારણે વાત માં વિલંબ થવા થી સ્નેહા ને "ઓઈ સ્નેહલી બે મિનિટ માં આવ્યો" કહી ને કેન્ટીન બહાર જઇ ને વાત પતાવે છે...

મિલન ફોન પર ની વાત પૂરી કરી ને ફરી પોતાના ટેબલ પર ગોઠવાયો કે જ્યાં સ્નેહા કાગડોળે એની રાહ જોઈ રહી હતી...ને કેમ વાત કરું ની અવઢળ માં સ્નેહા ના લન્ચ બોક્સ માં રહેલા પૌવા બટાકા એમ ને એમ પડ્યા હતા… ત્યાં મિલન કહે છે..

"યાર આટલા ટેસ્ટી છે મને એમ કે આ ફોન ના ચક્કર માં મારા હિસ્સા માં એક ચમચી જ માંડ નસીબ થશે ને તું પણ આમ ક્યાં ખોવાયેલ છે સવાર થી... સાવ બાઘ્ઘા જેવું વર્તન કરે છે આજ કઈ?"

એટલું બોલી ને બીજી ચમચી ભરી ને મો માં મૂકે છે...

સ્નેહા વાત કરવા ની શરૂઆત કરે છે...કે

"શું તું પણ મમ્મી જોડે પણ વાત નું સ્ટાર્ટ ફોર્મલિટી થી જ કરે છે?"

મિલન "ના યાર મમ્મી ખરી પણ એ મારી સાસુ નો ફોન હતો.. આજે મારા ઘરે આવ્યા છે તે એણે ખબર અંતર ને ભણવાનું કેવું ચાલે છે એ પૂછવા ફોન કરેલો"

સ્નેહા ને તો હવે કાપો તો ય લોહી ન નીકળે એવું થઈ પડ્યું..કે ઘણા સમય થી પોતાની ફીલિંગ્સ રજૂ કરવા જાત જાત ની કરામત ને ટિપ્સ ખોળતી.

હજુ હમણાં જ ચંદ મિનિટ પહેલા જ નક્કી કર્યું હતું કે મિલન ને મારા પૌવા બટાકા નો ટેસ્ટ ઘણો ગમ્યો તો એને એમ પૂછીશ કે તો આ ટેસ્ટી બટાકા પૌવા બનાવા વાળી વિશે તારો શુ વિચાર છે બોલ...

બધી લાગણી, બધી ફીલિંગ્સ, બધો પ્રેમ, એ સ્નેહ આ સ્નેહા ને હાથ માંથી સરી ને કોઈ રસ્તા પર નાહક નો વરસાદ વેડફાય એમ વેડફાઈ જતો લાગ્યો.

ઘડી ના છઠ્ઠા ભાગ માં ખાલી મિલન એ બોલેલા એક વાક્ય થી બધું ખતમ થઈ રહ્યું હોય નું સ્નેહા મહેસૂસ કર્યું, હજુ બે મિનિટ પહેલા તો આ દિલ માં જ હતી એ લાગણી ગઈ તો ગઈ ક્યાં એમ શોધવા મથી રહી હતી...

હજુ મિલન કઈ બોલે ત્યાં એક છોકરો બે પ્લેટ ને સોસ ની બોટલ હાથ માં લઈ ને આવે છે..ને કહે છે "લ્યો મિલન ભઈ તમારો હુકમ ટેબલ પર"

ને એક પ્લેટ સ્નેહા તરફ ધરી ને અને એક પ્લેટ પોતાની સાઈડ ખેંચી ને વચ્ચે સોસ ની બોટલ મુકતા કહે છે

"અમારા માં આવું જ હોય નાનપણ માં અમારા વડીલ અમારા સબન્ધ નક્કી કરી નાખે છે...પણ એ છોકરી સરસ છે ક્યારેક મેડ પડે એટલે તને આપડે ત્રણેય મળશું એને...એ લોકો મારા ગામ ની બાજુના શહેર માં જ રહે છે"

હવે તો સ્નેહા ના હાથ માં પેલી પકડેલી પ્લાસ્ટિક ની ચમચી પણ છટકી ને પડી ગઈ..ને લાગણી વશ ગુસ્સે થતા બોલી

"તો આજ સુધી કહ્યું કેમ નહિ એના વિશે?"

ને એના હાવભાવ કઈક અજીબ જ મિલન એ અનુભવ્યા કે શું થઈ ગયું છે આને આજ પહેલા તો કોઈ આવા ઓબજેક્સન ન હતા આને ને એ બોલ્યો

"આ મુદ્દે ક્યારેય ચર્ચા કરવાનો મોકો ક્યાં મળ્યો? નર કઈ ખાસ એટલું જરૂરી કહી દીધા જેવુ મને ન લાગ્યું.હું તો તને સીધી મારા લગ્ન ની કન્કોત્રી તારા હાથ માં મૂકી ને સરપ્રાઈઝ આપવાનો હતો પણ આજે એ રાઝ પણ ખુલી ગયું."

સ્નેહા ને પોતે કરેલ ભૂલ સમજાઈ ને યાદ આવ્યું કે હા આ ખાલી નિખાલસ ભાવ ની મિત્રતા હોઈ શકે...એ નાહક ની લાગણી ના વમળ માં તણાઈ રહી હતી..કઈ એવું છે જ નહીં જે એ ધારી બેઠી હતી....

ત્યાં મિલન ને સ્નેહા ના બે ક્લાસમેટ એ ટેબલ પર આવી પહોંચે છે..ને બાકી ની બે ચેર માં આવી ને બેસી જાય છે જાણે એ જન્મજાત હક લઈ ને આવ્યા હોય ને હા છે હક એમને પણ આમ ક્લાસમેટ ફ્રેન્ડ જોડે બેસી ને લન્ચ ને ટોપિક શેર કરવાનો..

ત્યાં રાકેશ બોલ્

"મિલન તારા અસાઈનમેન્ટ કમ્પ્લેટ થઈ ગયા કે? કેમ?"

મિલન કહે થોડા હળવાશ ભર્યા સ્વર માં "ના યાર આપડે તો આ વખતે પણ એ જ કોપી પેસ્ટ..સ્નેહા મેડમ ઝીંદાબાદ.."

સ્નેહા હવે લગભગ પોતાની ભૂલ સમજી ને સંભાળી ચુકી હતી...ડબ્બા માં પડેલ પ્લાસ્ટિક ની બીજી ચમચી હાથ માં લઇ ને પૌવા બટાકા ભરી ને મોઢા માં નાખતા ને એને ચાવતા બોલી.."હા ભઈ તમે રહ્યા નઠારા તે અમારે તમારી જેવું થોડું થવાશે.. યારી કી હૈ તો નિભાની પડેગી..થઈ જશે કાલ રેડી કરી લેજો કોપી પેસ્ટ"

ને પછી પોતાના એ જ રોજિંદા મિજાજ માં મોઢુ મચકોડે છે ને એ ચારેય મિત્રો ભર્યું ટેબલ હાસ્ય થી થોડી વાર ગુંજી જાય છે..ને ફરી પાછો પેલો છોકરો રાકેશ નો ઓર્ડર લઈ ને ટેબલ પર આવે છે...

ફરી એ જ તંત્રવત પણ ખુશહાલ ઝીંદગી ને ટેસ્ટફૂલ યારી એક મિસઅન્ડર સ્ટેનિંગ નું સ્ટેશન છોડી ને પુરી તેઝી થી આગળ રવાના થાય છે.....

(સમાપ્ત)

નોંધ :- વાંચક મીત્રો હજી લખવાની દુનિયામાં પાપા પગલી માંડુ છું તો જરા વ્યાકરણઅને વીરામચીહ્નો જેવી મારી ભુલ માફ કરશો. હા પરંતુ હુ એ સુધારવા ભરપુર પ્રયાસ કરીશ .

આભાર

બીજા રસપ્રદ વિકલ્પો