Diwali Bonus books and stories free download online pdf in Gujarati

દિવાળી બોનસ

દિવાળી બોનસ

દિવાળી બોનસ એટલે કર્મચારીઓ ને મળતો વધારાનો પગાર.

દિવાળી બોનસ મળે એટલે સિનીયર વાળી ફીલીંગ કે જેમા કશું મળે નઈ છતાં દુનિયા ને કહેવાની પંચાત.

જે મહિના માં દિવાળી આવે એના પગાર કરતા એના બોનસ નું ટેન્સન.

આજે છે વાઘ બારસ, વાઘ બનવાની જગ્યા એ અમારા મનીભાઈ ગાય બનીને પત્ની ની ઈચ્છાઓ ને સાંભળી રહ્યા છે.

૫૦૦૦ નું બોનસ મળશે જ એવું માનીને બેઠી મની ની પત્ની સ્વિટી ,

બેસતા વર્ષ ના દિવસે રાખી છે એને પાર્ટી કીટ્ટી......

...

૮ મહિના થયા છે નોકરી ના ક્યાંથી મળશે બોનસ ૫૦૦૦ ,

મનીભાઈ ની ચિંતા એ કે , આવશે બોનસ ૧૦૦૦...??

ધનતેરસ ની સવાર...

ધીચૂક..ધીચૂક..ધીચૂક..ધીચૂક..

સ્વિટી : મનીડા આ સુ હતું.

મનીભાઈ : શેનું?

સ્વિટી : અરે આ ધીચૂક..ધીચૂક શું હતું....એમ પૂછું છું.

મનીભાઈ : કંપની માં થી આવેલો છે મેસેજ.

સ્વિટી દોડતી આવે છે, મેસેજ બોનસ માટે હોય એમ જાણે સ્વિટી....

૫૦૦૦ ના બોનસ ની ઝંખના આપળી સ્વિટી ને ,

જાણે આવી મનીભાઈ ના ઘર ના આંગણે.....

બાવળા ના ઝાડ માં થી જાણે ગુલાબ નું ફૂલ ઉગીને પોતાની સુંદરતા બતાવી રહ્યું હોય એમ મની તો નીકળ્યો સ્વિટી ના કાંટા માં થી બહાર અને શેફાલી બહેન ના કમળ ના બગીચા માં.

મનીભાઈ : આ વખતે મારું બોનસ આવશે શેફાલી.

શેફાલી : અરે વાહ...સો હેપ્પી...ડાર્લિંગ કેટલું આવશે અને મને બનારસી સાડી લઇ આપશો.?

શું આવશે એ તો સમય ની વાત મારી શેફાલી ,

ધનતેરસે તો પીવડાય એક ચા ની પ્યાલી..

મનીભાઈ પણ અમારા જબરા , એક તો સચવાય નઈ ને રાખી બે.

એક એવી જે પાણી પણ ના પૂછે , અને બીજી ખુદ તરસી.

હલુકતો , મલકાતો મની તો જાય છે ઓફીસ...

કંપની માં પણ બધી જગ્યા એ એવીજ ચર્ચા કે કોને કેટલું બોનસ મળશે.

એક બીજા ની ઉડાવતા કંપની ના વર્કર , પોતાનું નીચે પડવા જ ના દે.

મનીભાઈ : શું ભાઈલોગ , શું ચાલે અને વોટ અબાઉટ બોનસ.

એટલામાં તો બધા મનીભાઈ ની મજાક ઉડાવા લાગ્યા.

વર્કર્સ : આ વખતે તો મનીયા ને બહુ બોનસ નઈ મળે, બે વખત તો હનીમૂન કર્યા ની રજા લીધી હતી.

બાવળા ના ઝાડ ને લઇ ને શિમલા ગયો હતો અને શેફાલી ને લઇ ને પણ શિમલા જ........

હા હા હા હા...

મનીભાઈ પણ ખરા અમારા ઉંચી ફેકવામાં આવે પેલો નંબર ,

બોનસ માટે કર્યું ,આકાશ અને અંબર એક.

ધનતેરસ ની પૂજા વખતે ...

સ્વિટી : હે મારી લક્ષ્મી માતા , બોનસ એવું આપજો કે મારી બધી ઈચ્છા એમાં થી પૂરી થાય.

મનીભાઈ : હે મારી લક્ષ્મી માતા , બોનસ એવું આપજો કે જેથી સ્વિટી અને શેફાલી બંને ને સંતોષ થાય.

સ્વિટી ની પૂજા પતાવીને મની ગયો શેફાલી ના ખોડા માં.

શેફાલી : હે મારી લક્ષ્મી માતા , મારી બનારસી સાડી હવે તમારા હાથ માં છે.

મનીભાઈ : હે મારી લક્ષ્મી માતા , હવે તો મારી ઈજ્જત તમારા હાથ માં જ છે.

દિવાળી બોનસ ના સકંજામાં ઘેરાયેલો મનીભાઈ ની ધનતેરસ પૂરી થઇ અને કાળી ચૌદશ ની રાહ જુવે છે કે જે દિવસે મનીભાઈ ને ખબર પડશે કે કેટલું બોનસ મળવાનું છે.

સૂપ..સૂપ..સૂપ..સૂપ

શેફાલી : આ શું?

મનીભાઈ : ચા તો પીવા દે મારી સ્વીટુ.

શેફાલી : હા પણ અવાજ કર્યા વગર પણ ચા પીવાય. અને પેલી માછલી નું નામ કેમ લીધું મારી સામે.

મનીભાઈ : હા પણ એ તો ખારા પાણી ની માછલી છે અને તું તો મારી દેડકી. આજે કાળી ચૌદશ ના દિવસે મને ખબર પડશે મારા બોનસ વિશે.

શેફાલી : હોતું હશે કઈ , આજના દિવસે કોઈ સારું કામ નઈ કરવાનું તમારે.

હુકુમ તેરા સર આંખો પર ,

બોનસ ની રાહ જોતી સ્વિટી પલ પલ,

કાળી ચૌદશ ના દિવસે સ્વિટી પણ મનીભાઈ જોડે ઓફીસ આવી કે જેથી બોનસ નો હિસાબ મળે.

મનીભાઈ , મનીભાઈ.....અરે મનીભાઈ ક્યાં ગયા.

સ્વિટી : શું બહાર બેસી રહ્યા છો , જાવ તમારા સાહેબ બોલાવે તમને.

મોત ના કુવા માં પાણી ના હોવા છતાં , પલળી જવાય એવી હાલત માં મનીભાઈ અંદર જાય છે.

સાહેબ : કેમ મનીભાઈ , બહુ રજા પાડી તમે તો.

મનીભાઈ : હા સાહેબ , પા.પા.પાડવી તો પડે ને.

સાહેબ : તો હું બોનસ પણ ના આપું તો ચાલશે ને?

મનીભાઈ : ના ના સાહેબ , એવું નથી. હવે થી એવું નઈ થાય.

સાહેબ : સારું ચાલો , તમારી રજા અને વર્ષ નું પરફોર્મન્સ જોઇને તમને ૧૭૫૧ બોનસ આપવામાં આવે છે.

સાહેબ નું મની ને ૧૭૫૧ નું બોનસ ,

દુખ નો દરિયો , ૧૭૫૧ નું બોનસ ,

આઘાત લાગ્યો સાંભળીને , ૧૭૫૧ નું બોનસ ,

શેફાલી બનશે ગાંડી , સાંભળીને ૧૭૫૧ નું બોનસ ,

સ્વિટી તો જશે આઘી , સાંભળીને ૧૭૫૧ નું બોનસ ,

માતા લક્ષ્મી ના આવા ભાગલા , ૧૭૫૧ નું બોનસ ,

ના વેચાય કે ના ભગાય , ૧૭૫૧ નું બોનસ.

સ્વિટી (ગુસ્સામાં) : આ શું , ૧૭૫૧ નું બોનસ? મારી કોઈ વસ્તુ નઈ આવે એમાંથી.

દિવાળી ના દિવસે ....

શેફાલી (ગુસ્સામાં) : આ શું , ૧૭૫૧ નું બોનસ? મારી કોઈ વસ્તુ નઈ આવે એમાંથી.

આમ તો કરતા હતા આખા ગામ ની પંચાત ,

હવે જોઈએ શું આવશે મની નો અંજામ.

મનીભાઈ એ બંને ને સમજાવ્યા કે શિમલા માં વધારે રજા પડી હોવા ના કારણે આ વખત બોનસ ઓછું આવ્યું .

મનીભાઈ : અને બોનસ નઈ તો કઈ નઈ , મારા આ વખત ના પગાર માં થી ઈચ્છાઓ પૂરી કરી લે.

સ્વિટી : હા એ તો છે જ ને વળી , બોનસ નઈ તો મેં પગાર નું તો વિચાર્યું જ

હતું, પણ મારી કીટ્ટી પાર્ટી નઈ થાય આ બજેટ માં.

મનીભાઈ : ના ના કીટ્ટી પાર્ટી પણ કરીજ લે. તું ચિંતા ના કર.

એક ને તો કરી રાજી , બીજી હજુ નારાજ ,

પાર્ટી તો કરી સ્વિટી એ , પણ વોટ અબાઉટ સાડી.

...

મનીયો પણ અમારો આવોજ ,

ચોરી કરે એ ગઠીયો , પણ

ના સમજાવે એ મનીયો નઈ.

મનીભાઈ : મારી દેડકી , આપડે સાડી અગિયારસ પર લાવીએ તો ના ચાલે.

શેફાલી (માથું ડોલાવતા) : પગાર માં થી મારે સાદી સાડી તો જોઈએ ને જોઈએ જ.

મનીભાઈ (હાશકારો લેતા) : ડન.

શેફાલી : પેલી માછલી ની કીટ્ટી ?

મનીભાઈ : ખારા દરિયામાં..… હા..હા..હા..હા

જરૂરી નથી કે બોનસ હોય ૧૭૫૧ ઉપર ,

જરૂરી છે બનારસી આવે અગિયારસ પર ,

...

આ હતું દિવાળી નું બોનસ ,

મની ના બોનસ નો રસ ,

હળી મળીને રહો પ્રેમ રસ ,

મળતું રહે તમને આવું બોનસ ,

દિવાળી ની શુભેચ્છા ની સુગંધ ,

આ હતું દિવાળી નું બોનસ .

***

બીજા રસપ્રદ વિકલ્પો