Whatsupp Zindagi books and stories free download online pdf in Gujarati

Whatsupp જીંદગી

What's up જીંદગી

ડોક્ટર સ્મિત મહેતા

ચંન્દ્રકાંત બક્ષી સાહેબની મને વાત યાદ આવે કે ગુજરાતી સંતાનોની 60% જીંદગી તો માબાપ જ જીવી નાખે છે. શુ કરવુ, કોની સાથે રહેવુ,શુક્રવાર ભણવુ, લગ્ન કોની સાથે કરવા અને અલગ રહેવા જોઈએ તો ત્યાંની બારીના પડદાનો કલર ક્યો રાખવો છેક ત્યા સુધી બોલો!

માણસને જીવનમા સૌપ્રથમ તો સ્વતંત્રતા જોઈએ છે. કોઈ કહે એમ નહી, હુ જ મારી જીંદગી નક્કી કરુ. અને આવુ જ હોવુ જોઈએ નહીંતર તો ગુલામી જેવુ લાગે.

અને સ્વતંત્રતા મળ્યા પછી પણ માણસ પોતાથી જ ડરે છે. અમુક હદની સફળતા પછી જીંદગીનો અંત માની લઈએ છીએ. સારા ભણતર બાદ સારા પગારની નોકરી એ જ જીવન? શુ જિંદગીભર બીજાને જ કમાઈને આપવાનુ? આપણા માટે આપણે ક્યારે કરશુ? શુ નવથી પાંચનુ રૂટીન ત્યા જ બધુ સમાપન? અને નોકરીએ રાખનાર પાછા પાંચ કે દસ ચોપડીઓ ભણેલા. આવુ કેમ?

જે લોકોને પોતાના દમ પર કંઈક કરી બતાવવુ છે એને પેલા એની જાતથી ડરવાનુ છોડવુ પડશે. જો નીડર બનશો તો આજ નઈ તો કાલ લીડર બની શકશો. શુ નરેન્દ્ર મોદીએ આગળ ન વિચાર્યુ હોત તો આજે આ સ્થાન પર હોત? બધાના જેવુ વિચારત તો આજે વડનગર જીલ્લાપંચાયતના પ્રમુખપદે જ હોત. ધીરુભાઈ થોડાકમા સંતોષ માની લે તો રિલાયન્સને જામનગરની બહાર કોઈ ઓળખતુ ન હોત કે આજ એના છોકરાઓ ગુજરાતી થઈને IPLમા મુંબઈની ટીમ ન રમાડતા હોત.

સપના બધા જોવે છે પણ જેમના સપનાઓમા global vision છે અને તેને સાકાર કરી ગયા છે તેમના ઉદાહરણ આપણે ભણીએ છીએ. બાકીના લોકોની વાત કંઈક આવી છે

પહેલા ૨૦ વર્ષ માતાપિતાની અપેક્ષાઓનો બોજો લઈને જીવીએ, પછીના ૨૦ વર્ષ એ બોજ હળવો થતા મુક્ત બનીને રોકટોક વગર જીવીએ, ૪૦ વર્ષ બાદ ખબર પડે કે મારે જે કરવુ હતુ એ થયુ નહી એટલે અસંતોષની આગ દઝાડે અને ઝગડા થાય,૬૦ પર પહોંચીને એમ થાય કે હવે જાજુ ક્યા ખેંચવાનુ છે એટલે માથાકૂટ કોણ કરે, અને આખરે ૮૦ પર પહોંચતા સમજાય કે મારે ૨૦ એ જે કરવુ હતુ એ થયુ જ નહી, મારા સપનાઓ સપના જ રહી ગયા, બસ જીવન સમાપ્ત.

અરે વ્હાલા આજે જોયેલા સપનાઓ સાર્થક કરવાનો સમય આજ જ છે, કાલ પર છોડીને અફસોસ શુકામ કરવો. માટે પોતાના માટે જોયેલા સપનાઓને સાચા કરવા આજે જા વળગી જાવ અને પછી સફળતાના શીખરે પહોંચીને જીંદગીને પુછજો," what's up જીંદગી?"

સપના કરો સાકાર

પ્રેમથી મહેનત કરો તો જ્ઞાાન આવશે, જ્ઞાનથી સારી પ્રેરણા જન્મન તેનાથી જીવનના અંધકાર દૂર થશે માટે તમારા કામને તમારી જાત જેવો પ્રેમ કરો અને કોણ એવો છે જે નથી માનતો કે તેની પ્રેમ કરવાની શક્તિ અમર્યાદ છે?

તમારા સપાઓને ખુબ જ હકારાત્મક ઉર્જા આપો , તેના વિશે સતત વિચાર કરો , તમારી આસપાસ ને આ સપનાઓ થી ભરી દો , તમારી જાતને ખુશીઓમા કલ્પના કરો, તમારી જાત પર વિશ્વાસ રાખો, તમને વિશ્વાસથી કહી શકુ કે તમારુ સ્વપ્ન ગમે તેટલુ મોટુ હશે તો પણ જરુર પુરુ થશે પણ તેના માટે ધીરજ રાખો અને ક્યારેય શંકા ન કરો.

બધા લોકોને સપનાઓ હોય છે પણ તેના વિશે આગળ ન વધતા લોકો નસીબ ને દોષ આપે છે કે પછી ઈશ્ર્વરની ઈચ્છા નથી એવ માનીને જતુ કરે છે . પણ આપણે એ યાદ રાખવુ જોઈએ કે કશુ પણ ભાગ્યમા નથી હોતુ. તમારા સપનાઓ તમારે જ સાકાર કરવાના છે. તમે જ તમારા ભાગ્યવિધાતા છો.

તમારા કર્મને ખુબ પ્રેમ કરો, કશુ નસીબ પર ન છોડો. દુનિયા બદલવા કરતા પોતાની વિચારધારા બદલો એનાથી તમારી દુનિયા બદલાઈ જશે અને બાકીની બધી માથાકૂટ કુદરત પર છોડી દો. જે સપનાઓ આજે જોયા છે તેને આજથી જ સાકાર કરો કારણ કે સમય જતો રહ્યા બાદ અફસોસ કરવાનો કોઈ મતલબ નથી.

એક સારુ પુસ્તક માણસને પસ્તી બનતા રોકે છે માટે પુસ્તકોની મૈત્રી રાખો. માણસ એક વાર સમજણો થઈ જાય પછી પોતાની પરિસ્થિતિઓ માટે પોતે જવાબદાર હોય છે. તમારા જીવનની દોરી તમે જ ચલાવો . હવે નિર્ણય આપના હાથમા છે

BE POSITIVE THE BEST IS COMING!

આપણે

આપણી પોપલી જીવદયા ....

વિદેશોમા રમાતી ખુંખાર રમતો અને આપણી પોપલી જીવદયા પર નજર નાખતા, તેઓ જીવન જોખમમા મુકીને પ્રાણીઓ સાથે રમે છે. આપણી પ્રજાની કમનસીબી એ છે કે આપણે કુકડાની ગરદન કપાતા પણ જોઈ શકતા નથી. કસાઈની દુકાને લટકતા મ્રુત જાનવરોના અંગોને જોઇને કંપારી છુટે છે. ઉપદ્રવ અને રોગ ફેલાવતા વંદન, માંકડ કે મચ્છરને પણ ન મારવા એવી પોપલી જીવદયાના વિચારો આપણા મનમા ઘર કરી ગયા છે.

આવી પ્રજા પર શાસન કરવુ એ કોઈ પણ દેશ માટે સરળ કામ રહેશે. કીડી મકોડીથી ડરતા લોકોનુ ઘડતર કંઈ રીતે કરવુ? આમાથી સિકંદર કે નેપોલિયન કંઈ રીતે પેદા કરવા?આવા મહાન સેનાપતિ વગર મહાસત્તાનુ સ્વપ્ન અધુરુ જ રહેશે

જયારે બીજી તરફ આ જ ડર અંધશ્રધ્ધામા બદલાઈ ત્યારે...

યુરોપે યંત્રો શોધી ફેક્ટરીમા ફીટ કર્યા અને આપણે સિધ્ધિયંત્રો બનાવી ફોટામા ચોટાડ્યા. પશ્ચિમી દેશોએ ઉપગ્રહ અવકાશમા મોકલ્યા જ્યારે આપણે ગ્રહોના નંગ બનાવીને આંગળીઓમા પહેર્યા. જાપાન વિજાણુયંત્રોના વિકાસથી સમ્રુધ્ધ થયા અને આપણે વૈભવલક્ષ્મીના વ્રત કરીને ગરીબ જ રહ્યા. અમેરિકા વૈજ્ઞાનિક અભિગમથી મહાસત્તા બની ગયો અને આપણે કર્મકાંડ કરવામા રહ્યા.ઘણા દેશોએ પરિશ્રમથી સ્વર્ગ ધરતી પર લાવી દીધુ અને આપણે પુજાપાઠથી સ્વર્ગને પરલોકમા જ રાખ્યુ.

એડવર્ડ જેનરે શીતળાની રસી શોધીને નાબુદ કર્યો જ્યારે આપણે તેના મંદિર બનાવીને આખા જગત સામે મૂર્ખ ઠર્યા. વિદેશોમા બ્લડચેકઅપ પછી સગાઈ થાય અને આપણે જન્મકુંડળીમા જ રહ્યા.અહીયા લસણ -ડુંગળી ખાવાથી પાપ લાગે પણ આખીનેઆખી બેંકો ખાઈ જવાથી પાપ નથી લાગતુ.

પણ આજનો શિક્ષિત વર્ગ આ બાબતોથી દૂર બધા સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યો છે જે જોઈને હૈયામા ટાઢક થાય છે.

Sex education- આજની અળવિતરી સમસ્યા

આજે આ બાબત એ સમગ્ર દુનિયા માટે મુખ્ય ચર્ચાનો વિષય છે. પણ આની માત્ર ચર્ચાઓ જ થાય છે. અને એ કયા ગયા’તા તો કયે કયાય નહી એવી વાત થઈ. અત્યારે દૂનિયામા જે ચાલી રહ્યુ છે એની જાણ હોવા છતા આપણા છોકરા-છોકરી એનાથી અલગ છે એવુ માનીને અવગણના કરીએ છીએ. અને એમા કયાક આપણા સંતાન ફસાઈ ત્યારે આપણને ગુસ્સો, ઝઘડો, ફરીયાદ, માન, આબરૂ એ બધુ યાદ આવે છે.

હુ માનુ છુ કે સંતાનોની sex બાબતની સમસ્યાઓમા મા-બાપ પણ એટલા જ જવાબદાર છે. જો યોગ્ય સમય પર ચર્ચા કરીને યુવાવર્ગની લાગણીઓને સમજીને તેના સારા નરસા પરિણામો વિશે ખુલ્લા અવકાશથી વાત કરી હોય તો પરિસ્થિતિઓ પર બાપની બીકથી થતી ખંડણી કે શારિરીક શોષણથી બચી શકાય. આ પરિસ્થતિમા તેઓ કહી શકવા જોઈએ કે જાવ જે કરવુ હોય એ કરી લો, મારો બાપ મારી સાથે છે.

લોકો આજની પેઢીને porn માટે કે પછી આંતરિક સંબંધો માટે દોષ આપે છે પણ એ પેલા તેઓએ વિચારી લેવુ જોઈએ કે આવુ થવાનુ કારણ એ ઉમર મુજબનુ સ્વાભાવિક આકર્ષણ છે. તેમના જમાનામા આ બધુ Available નહોતુ બાકી એ લોકો પણ આમાથી બાકાત ન રહે. એમને પુછજો જરા કે એમના જમાનામા આવેલી ફિલ્મ Boby તેઓ કેટલી વખત જોવા ગયેલા

આપણે વળી આ બધા માટે પશ્ચિમી સંસ્કૃતીને દોષ આપીએ છીએ પણ આપણા ઈતિહાસમા નજર તો નાખો એના કરતા ૧૦૦૦ ગણુ erotic સાહિત્ય તો સંસ્કૃતના કામસૂત્રમા છે. અને એક શોધ મુજબ kiss ની શોધ ભારતમા થઈ હતી. આ બધુ ક્યાકને ક્યાંક આપણા જી વારસામા હતુ. માટે સંતાન સાથે આ બાબતે ડર કે શરમને બદલે એવો વહેવાર બનાવો જેથી એ જીવનમા આ બાબતે તકલીફમા ન મુકાય.

Let's change

આજનો સમય એટલે સ્ત્રીઓને શસક્ત બનાવા માટે અનેકવિધ યોજનાઓનો સમય. સમાજમા દિકરીનો જન્મથી લઈને પુરૂષ સમાન ચડિયાતા બનાવા સુધીની ચળવળ . જન્મ માટેનુ પ્રોત્સાહન, શૈક્ષણિક સહાય, વિવિધ સંસ્થાઓમા સ્ત્રીઓને અનામત વગેરેનો સીધો ફાયદો તો જણાય રહ્યો છે પણ છતાંય આમા ક્યાંક ઓછપ દેખાય છે એ છે

"હુ એક છોકરી છુ યાર"

બધુ ત્યારબાદ જ સફળ થશે જ્યારે સ્ત્રીઓ પોતાના મનની આ માન્યતાઓ ખંખેરશે. અને જે સ્ત્રીઓ આને ખંખેરી નાખે છે એને જ હુ સશક્ત નારી કહુ છુ. બધી યોજનાઓથી ભૌતિક બદલાવ તો આવશે પણ મનથી સ્ત્રીઓ પાછળ રહેશે. કુટુંબમા કે સમાજમા ચાલતા રિવાજો કે ઘટનાઓમા પોતે જાણે છે કે ખોટુ થઈ રહ્યુ છે છતા મૌન રાખશે કારણ કે, "હુ એક સ્ત્રી છુ, મારાથી આમ ન કરાય" નુ વલણ.

આજ નબળી વાતને તમારી તાકાત બનાવો. જ્યા સુધી આ માન્યતાઓ મગજમા રહેશે ત્યા સુધી સ્ત્રીઓ પુરુષોના પગ નીચે કચડાશે કારણ કે તેઓ આગવી હાર સ્વિકાર કરી લે છે. પછી ભલે એ એક દિકરી, મા, પત્ની , બહેન કે પછી મિત્ર સ્વરુપે હોય. મારા મતે આ સશક્તિકરણનો કોઈ મતલબ જ નથી. સ્ત્રીઓતો જન્મજાત સશક્ત જ છે. ખાલી આ માન્યતાઓ મગજમાથી દૂર કરો એટલે કિનારો નજીક જ છે. જાવ જઈને કહીદો એ લોકોને કે શક્તિ માટે જેમની આરાધના કરો છો એના સશક્તિકરણ ન કરવાના હોય, એમને તો આદરથી નાખવાની હોય.

છોકરીઓને શા માટે હંમેશા નાજુક નમણુ કે પરિ જ બનતુ રહેવાનુ? શુ તમારા મા કદમથી કદમ મીલાવાલાળા યોધ્ધાઓ જેવી તાકાત નથી? ( Why are girls always told that they have to be delicate, fragile, Princess?. It's bullshit . Be a warrior, a superpower and a fighter!)આ નબળી વિચારધારા અને પોતાને કમજોર કહેવાનુ પોટલુ વાળીને સમુદ્રમા ફેકી આવો અને એવુ કરી બતાવો કે અમારા સશક્તિકરણના કાર્યક્રમ શરુ થાય ???? ( વળી આમા પણ એમ ન કહેતા કે હુ તો એક છોકરી છુ.........????)

આપનો ડોક્ટર સ્મિત મહેતા

બીજા રસપ્રદ વિકલ્પો