મિત્રતાના સરનામે Chintan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિત્રતાના સરનામે

“મિત્રતા ના સરનામે”

મિત્રતા એટલે કુંડળી મેળવ્યા વગર સ્થાપિત થતો અને કાયમી રહેતો સબંધ. મિત્રતાના હવનમાં પોતાના વ્યક્તિગત સ્વાર્થ, અભિમાન, અહંકાર અને મોટપની કાયમી આહુતિ અપાતી હોય છે. જો જિંદગીના કોઇ પડાવે મિત્રતાની વ્યાખ્યા કરવા બેસો અને સાથેસાથે યાદોનું સમુદ્રમંથન કરો તો નીચે મૂજબનુ મિશ્રણ મળે.

મિત્રતા એટલે “ સગપણ વગરનો સબંધ, કલમ વગરનું બંધારણ, કારણ વગરનો ઝઘડો ને પછી શરત વગરનું સમાધાન, જવાબદારી વગરની જવાબદારી, સુખ અને દુઃખ ની ભાગીદારી, માંગ્યા વગરની મદદ, તપ કર્યા વગર મળેલું વરદાન, લોન લીધા વગર મળેલી મૂડી.”

મિત્રતા એટલે “રમવા જવાની ઉતાવળે છોડેલી અડધી રોટલી, નાની નાની વાતોમાંથી મળતી મોટી મોટી ખુશી, એક પિપરમેંટને શર્ટ વચ્ચે રાખીને કરેલા બે ભાગ, સાથે કરેલી રખડપટ્ટી, મશ્કરીનો ઠેકડો મારતી આમળી પીપળી, મસ્તી એ કરેલો કાયમી થપ્પો, ક્યારેય ના છુટે એવો પકડદાવ, સત્તત આસપાસ ચકરાવા લેતો જિંદાદિલી નો ભમરડો, ફરજ અદા કરવામાં નિશાન ન ચુકતી લખોટી, ચાલુ ક્લાસે નોટબૂકના છેલ્લા પેજે રમાયેલી શુન્ય ચોકડી, વર્ગખંડમાં થયેલી સાંકેતિક વાતો, હિરોગીરી ની અદામાં કરેલુ પહેલા ક્રશનું વર્ણન, પહેલી ડેટમાં પહરેલા દોસ્તના કપડા, હોસ્ટેલમાં શેર કરેલા શેમ્પૂઓ, શહેરના અલગ અલગ ખુણે બેઠક કરી કરી ને બનાવેલ અડ્ડાઓ.”

મિત્રતા એટલે “ આપણે સૌથી વધુ વખત યૂઝ કરેલો ફ્રિડમ ઓફ એક્સપ્રેસનનો અધીકાર, વગર સાબિતીનો વિશ્વાસ, વાતોમાં વિતાવેલી રાતો, અડધી રાતે કરેલો નાસ્તો, પરાણે લીધેલી પાર્ટીઓ, સાથે લીધેલી ચાની ચુસકીઓ, વિચારોના આપ-લે થી ખુલેલી મગજની ખિડકીઓ,એક મોબાઇલમાંથી શેર કરેલા ઇઅરફોન ના ભુંગળાઓ(Earphone Tips), દોસ્તારનું બાઇક વાપરી વાપરી ને ખાલી કરેલી પેટ્રોલની ટાંકીઓ,જોરથી કરેલી અઢળક ઝપ્પીઓ, કોલેજમાં કરેલી ઠેકડીઓ.”

મિત્રતા એટલે “ હરખ નો ઠેક્ડો, બેસી બેસી ને ભાંગેલા ઓટલાઓ, થિયેટરની સિટી, તળાવનો પહેલો ભુસકો, બાઇકની ફુલ સ્પીડ ટ્રિપ્પ્લ સવારી, મિત્રોની મદદ થી પુરુ કરેલુ ટર્મવર્ક, સ્ટેપ વગરનો ડાંસ, મસ્તીનો ક્લાસ, પોકેટમની વગરના પૈસા, ઝવેરાત વગરનો ખજાનો, હોલમાર્ક વગરનું અસલી સોનું, ટેલીવીઝન વગરનું મનોરંજન, આપણા કંટાળાની દવા, આપણા ખાલીપાનું પુરાણ, અંગતડાયરીનું લખાણવાળુ કોરું પાનુ, મનરૂપી બેંકમાં થયેલુ યાદોનું રોકાણ.”

કાશ વાસ્ત્વિક જીવન જો ઇશ્છાઓ મૂજબ ચાલતુ હોત તો મિત્રતા ના વડલાને મનગમતા રંગોની વડવાઇઓ ફુટતી હોત, પણ જીંદગીમાં થોડા તો થોડા અંશે એ સમય જરાક દુ:ખ દાયક હોય છે જ્યારે પોતાની સામાજીક,આર્થિક જવાબદારીઓ ના કારણે મિત્રોને એકબીજાથી દૂર થવુ પડતુ હોય છે.કેટલુ સારુ થાત જો આ જગત અર્થ ના તંત્ર કરતા લાગણીના તંત્ર પર ચાલતુ હોત.દિવસ દરમિયાનની પોતાની જીવનશૈલી માં ફિટ થઇ ગયેલો ટેમ્પરરી મોડ માટે કાયમી વણાઇ ગયલો, ફાળવાઇ ગયેલો મિત્રો સાથેનો સમય હવે અન્ય જવાબદારીમાં ફાળવાઇ જાય ત્યારે જરૂર કંઇક અજૂગતુ કંઇક ખુટતુ હોય હોય એમ લાગે છે, પણ સમય સાથે નવા મિત્રોનો સાથ પણ મળે છે ને ફરીથી તેમની માટે પણ એક અ‍લગ સમયનો સ્લોટ ફાળવાઇ જાય છે.

મિત્રતાની સૌથી ગજબ વાતતો એ છે કે મિત્રોને પોકેમોન-ગો ની જેમ શોધવા નથી જવુ પડતુ એ તો સમય સાથે તેમનો સંગમ થઇજ જાય છે. કોર્પોરેટ કલ્ચરમાં ફોર્મલ રીતે કરાતા જેટલા પ્રોમિસો પુરા નથી કરાતા તેનાથી તો અનેકગણા તો કદાચ મિત્રતામાં અનફોર્મલ રીતે કરાતા પ્રોમિસિસ પુરા કરાતા હશે.જમાના સાથે આપણા બોલિવૂડે આપણને મિત્રતા ઉપરના અઢળક યાદગાર ગીતો આપ્યા છે, તેમા મિત્રતાનું વર્ણન બદલાયુ છે પણ તેની મુળ ભાવના, મુળ રંગો તો તેના તેજ રહે છે. ફિલ્મ વજીરે આવીજ એક યાદગાર ભેટ આપી છે સોંગ “યારી’ ની.

યારી તેરી યારી

ચલ માના ઇસ બારી

સારી મેરી ફિક્રે

તેરે આગે આકે હારી

ખુબ હે લગી મુઝકો તેરી બિમારી

ઇસ બેઢંગી દુનિયા કે સંગી

હમ ના હોતે યારા

અપની તોહ યારી અતરંગી હે રે

હો બિન કહે ઠેહરા તુ હર મોડ પર

હો યારા મેરે લિયે

ભુલા તુ ખુદ કી ડગર ઓ યારા

મેરે લિયે હર કદમ

સંગ ચલી તેરી યારી

ઇસ બેઢંગી દુનિયા કે સંગી ... અ‍પની તો યારી અતરંગી રે ....

બધી જ યારી અતરંગી જ હોય છે કારણકે મિત્રતામાં કોઇ મુળભુત નિયમો હોતા જ નથી. મિત્રતાની વ્યાખ્યા જ એ હોય છે કે “ જે મદદ કરે તે મિત્ર ”

ગજબ લાગણી મૂકી હશે ભગવાને મિત્રતામાં હે !!એ ખબર હોવા છતા કે આપણા પ્રોબ્લેમ્સનુ સમાધાન મિત્ર પાસેથી નથી મળવાનું છતા સૌથી પહેલા શેરિંગ તો તેની સાથે જ થાય છે, કેમ ! ? માત્ર દિલ હળવુ કરવા માટે ? તો ભાઇ હા, હા કેમ નથી જરૂરી, અરે તન પરના ભાર સાથે તો એકલા ફાઇટ કરી શકાય પણ મનના ભાર સાથે નઇ, દરેક ફ્રેંડશિપ માં એક વ્યક્તિ સાયકોલોજીસ્ટની ભુમિકા અદા કરતો હોય છે. મિત્રની ખાસિયત એ હોય છે કે તે પરિસ્થિતી મૂજબ શ્રોતા અને વક્તા તરીકે વર્તતો જ હોય છે.દોસ્તી માં ફોર્માલીટીનું તો અસ્તિવ જ નથી હોતુ, અને જો હોત તો થેંક્યુના ભારા બાંધવાની જરૂર પડે. મિત્ર એ ગોડ ગિફટ છે.ચહેરા પર ના હાસ્ય પરથી મનમાં ચાલતી વેદના વાંચી શકે તે છે મિત્ર. મિત્રતા ય ઘણા લેસન્સ શિખવાડતી હોય છે જેમ કે એક ટીમ તરીકે કઇ રીતે કામ કરવુ તે જે બધા પ્રોફેશનની એક મહત્વની જરૂરિયાત છે,લીડરશિપ સ્કિલ, ડિબેટ પાવર અને બીજા ઘણા બધા.

Plutarch લખતા ગયા છે કે “મારે એવા મિત્રની જરૂર નથી કે જે મારી હા માં હા મિલાવે ને હુ બદલાવ તો એ પણ બદલાય કારણ કે એતો મારો પડછાયો પણ સારી રીતે કરી શકે છે.” હા બિલકુલ કારણ કે મિત્ર તો એજ હોય છે જે આપણી આંખ માં મિલાવી ને આપણી ભુલો બતાવે.સબંધોની દ્ર્ષ્ટિ એ તો ખરી મિત્રતા આપણા ઇમજીનેશન કરતા પણ આગળ એક અલાયદુ સ્થાન હાસલ કરતી હોય છે.

Jim Henson એ કહ્યુ છે કે “There’s not a word yet for old friends who have just met.” “ જો પુછે કોઇ વ્યસન વિશે તો ગર્વથી કહેજો કે,

હા છે વ્યસન મારે મિત્રોનું, ને મિત્રતાનો નશો કરુ છુ હું.”