Hu Gujarati - 26 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

Hu Gujarati - 26


હુંુ ગુજરાતી - ૨૬


COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.કલશોર - ગોપાલી બૂચ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.લાઈફ - એ- ગુજરાતી - અનિશ વઢવાણીયા

૫.માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

૬.ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

૭.કાફે કોર્નર - કંદર્પ પટેલ

૮.ટેક ટોક - યશ ઠક્કર

૯.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

એડિટરની અટારીએથી....

સિદ્ધાર્થ છાયા

વરસાદનો વિરહ

જુન મહિનો શરૂ થાય એટલે ગુજરાતીઓ વરસાદની રાહ જોવાની શરૂ કરે. જુનનો મધ્ય આવે ત્યાં સામાન્યરીતે ગુજરાતની ધરતીને ઈન્દ્ર દેવ પાવન કરે. એકાદ-બે દિવસ વરસાદ પડે અને પછી તે એક લાંબો વિરામ લે. આ વિરામ એ પેલી પ્રથમ રાહ કરતાં પણ વધુ વસમો લાગે છે. પેલા બે-ત્રણ દિવસના વરસાદે અત્યંત ગરમ વાતાવરણને ઠંડુ કરી દીધું હોય છે. ટેમ્પરેચર પણ લગભગ પાંચથી સાત ડિગ્રી નીચે જતું રહ્યું હોય છે. આમ શરીરને માંડમાંડ મળેલી શાતા માત્ર થોડાંજ દિવસમાં જતી રહે છે. હા વાદળાંઓની મદદ હોવાથી ગરમી પૂર્વવત નથી થતી, પરંતુ ઉકળાટ ખુબ હોય છે. આવામાં જયારે વરસાદ વિરામ લે ત્યારે ભલભલાને ‘આંટા આવી જતાં હોય છે’. પરંતુ આ ક્રમ કુદરતી છે અને લગભગ દર વર્ષે આમ થતું હોય છે. પરંતુ રોજિંદી જિંદગીના આટાપાટામાં આપણે વર્ષ જેટલો સમય જતો રહેતાં આ બધું ભૂલી જતાં હોઈએ છીએ. બસ આશા અમર છે. જેમ આપણને કાયમ પોઝીટીવ રહેવાની સલાહ લોકો આપતાં હોય છે, એમ વરસાદના સેકન્ડ રાઉન્ડની પોઝીટીવ આશા રાખવામાં કોઈજ વાંધો નથી હોતો.

વરસાદને જયારે આવવું હોય ત્યારે આવે પરંતુ અમે હું ગુજરાતીનો છવ્વીસમો અંક લઈને તમારી સમક્ષ હાજર જરૂર થઈ ગયાં છીએ. આ અંકની ટેક ટોકમાં સોની એક્સ્પીરીયાના નવાં મોડલ વિશે પોતાની એક્સપર્ટ રાય લઈને આવ્યા છે યશ ઠક્કર. તો અમારી ટીમનાં બીજા ઠક્કર એટલે કે યશવંતભાઈ, આ વખતે એક મતદાતાનો કટાક્ષથી ભરપુર પત્ર આપણને વંચાવવાના છે. માર્કેટિંગ મંચના મુર્તઝાભાઈ તોવળી અલીબાબા (ડોટ કોમ) અને વિધાઉટ ચાલીસ ચોર વાળી કંપનીના કર્તાધર્‌તા જેક મા ના સોનેરી સુત્રોનો રસાસ્વાદ કરાવશે. હર્ષાબેન કોરપેની સંઘર્ષપૂર્ણ પરંતુ પોઝીટીવ સંદેશ આપતી લાઈફ વિશે આપ અનિશ વઢવાણીયા ની અનોખી કોલમ લાઈફ એ ગુજરાતીમાં વાંચી શકશો.

સબંધોની બારીકાઈને ઉર્વીશ વસાવડાએ પોતાની ગઝલમાં કેવી રીતે વ્યક્ત કરી છે તે સમજાવશે કાયમ કલશોર કરતાં ગોપાલી બૂચ. તો કેરાલીયન વાનગીઓથી તમારી જીભને પાણી પાણી કરી દેશે ફૂડ સફારીના આકાંક્ષા ઠાકોર. કાફે કોર્નરના યુવા લેખક કંદર્પ પટેલ પોતાના સહ-યુવાનોને કોઈ ઘરેડમાં ન પડી રહેતાં આગળ કેમ વધવું તેની સોનેરી સલાહ આપી રહ્યાં છે. આ તમામ ફેન્ટાસ્ટિક આર્ટીકલ્સ તમે આ અંકમાં વાંચવા જઈ રહ્યા છો એ ઉપરાંત તમને બે ઘડી મરકાવી દેતું કાનજી મકવાણાનું અફલાતુન કાર્ટુન પણ હાજર છે. અરે હા, નાદુરસ્ત તબિયતને લીધે આપણને કાયમ પ્રાઈમ ટાઈમ દેખાડતાં હેલી વોરા આ વખતે ‘ઘેર હાજર’ છે, એટલે આપણે એમના સ્વાસ્થ્યલાભની કામના કરીએ અને અંક અઠ્‌યાવીસમાં તેઓ ફરીથી આપણી સાથે જોડાઈ જાય તેવી પ્રાર્થના કરીએ?

કાયમની જેમ તમારાં મંતવ્યો એપ્પમાં આપતાં રહેશો અને જો ખરેખર તમને અમારાં આ લેખો ગમ્યાં હોય તો આ અંકને વધુને વધુ સ્ટાર આપીને અમારાં લેખકોને પ્રોત્સાહન આપતાં રહેશો.

કલશોર

ગોપાલી બૂચ

તૂટી નથી જતા એ પ્રભુનો જ પાડ છે

તૂટી નથી જતા એ પ્રભુનો જ પાડ છે

પ્રત્યેક સંબંધોમાં પડેલી તિરાડ છે

તારાં સ્મરણની વાદળી વરસી ગઈ છતાં

આંખોના આભમાં તો હજી ક્યાં ઉઘાડ છે

પ્રસ્તાવનામાં નામ ફક્ત એમનું લખ્યું

મારી કથાનો જોઈ લો કેવો ઉપાડ છે

થાકી ગયા છે સ્કંધ ઉપાડી અતીતને

લાગે છે બોજ એટલો જાણે કે પ્હાડ છે

ભાંગી પડયો છું સાવ ને રગરગ પીડા થતી

કારણમાં દોસ્ત ! કાળની ધોબીપછાડ છે

- ઉર્વીશ વસાવડા

ઈશ્વરના આશિર્વાદ અને રૂણાનુબંધને આધારે સચવાઈ જતા સંબંધોથી શરૂ થતી આ ગઝલનો પ્રત્યેક શેર આખરે તો સબંધની જ વાત લઈને આવે છે.કોઈપણ નાની મોટી વાતને લઈને સંબંધ વિખવાદમા પરિણમે છે ત્યારે એને ટકાવી રાખવાની ઈચ્છા આખરે તો વ્યક્તિ અને સગપણનો લગાવ જ દર્શાવે છે.ગમતા માણસની મોટી ભુલો પણ આપણે ભુલી જવા,માફ કરવા તૈયાર હોઈએ છીએ એજ આપણી લાગણી પ્રદર્શિત કરે છે.અને કદાચ એટલે જ આપણે જીવી જઈએ છીએ.નહીતર તો કદી ના ભરાય એવો ખાલિપો જીવતરને ધમરોળી નાખે.સંબંધોની આંટીઘૂંટીને બારીકાઈથી મુલવીને કવિ શ્રી ઉર્વિશ વસાવડાએ અદભૂત કવિકર્મ કર્યુ છે.

કવિ શ્રિ મુકુલ ચોક્સીનો એક શેર યાદ આવે છે ,"જેને ખાલીપો લાગે છે પળભર તેઓ ગમતુ કશુક અડી લે છે,જે ભયાનક રીતે અટુલા છે તે તો ટોળામા પણ રડી લે છે."

આંસુથી હળવા થવાય છે પણ ક્ષણભર.બાકી હ્ય્દય ધોધમાર વરસી જાય તો પણ આંખમાથી ભેજ સુકાતો નથી.તુટી ગયેલા સંબંધો,પ્રિયજનનો વિરહ અને મરણ જીવનભર રડાવે છે.

કોઈક સંબંધો એવા પણ હોય છે જે જીવનકથનમા અમર છાપ મુકી જતા હોય છે. એક એવો બંધ જે કદાચ સાથે ન પણ હોય તો પણ એની વાત,એના સાર વગર જિંદગી અધુરી લાગે છે.પણ એનો એક બીજો રંગ પણ છે.કેટલાક સગપણ એવા હોય કે જે હોય ભલે નહી પણ દુખદ યાદ બની રહી જતા હોય ,તો એ પણ તો જિવનકવનને વેગ આપનારા બની રહેતા હોય છે.વાત જ્યારે લાગણીભરી ભિનાશની હોય ત્યારે જીંદગીને કહેવાનુ મન થાય કે ,"તું ભલે હથિયાર માફક વાપરે, આમ એને લાગણી કહેવાય છે." - ગુંજન ગાંધી

હા,આ જીવનના અકળ પાસા છે જે સમજી શકાતા નથી,ભુંસી શકાતા નથી અને એને સાથે લઈને ચાલવુ પડે છે.મણ મણનો ભાર આપે એવા બંધનો સાથે, એવા વળગણો સાથે ,યાદોના પોટલા ખભે ઉપાડીને જીવવુ પણ પડે છે.બાંધેલાં કોઈ સંબંધ સ્થૂળ દ્રષ્ટીએ કદાચ જુદો થતો પણ હશે ,પણ સૂક્ષ્મ સ્વરૂપે તો ક્યાક સચવાઈને બેસે છે ,ત્યારે એ પહાડ જેટલો ભારરૂપ થઈ જાય છે.

ભાંગી પડાય છે,અને પાછી જ્યાત્યાથી હિંમત એકઠી કરી ઉભા પણ થવુ પડે છે.બહુ જ દુખદાયક ઘટનાક્રમ છે આખો.કવિ અનંત એના માટે ખુબ સચોટ આલેખે છે,"મને હાથમા લઈને બાળકની જેમ જ રમાડે છે ને ભાંગીને ભુક્કો કરે છે,પછી યાદ આવુ છુ ત્યારે ફરીથી એ જ્યાત્યાથી વીણીને ભેગો કરે છે".

જીવન ક્યારેય આપણી ઈચ્છાઓ મુજબ આવતુ નથી. આવે વખતે નૅઈલ ગૅમૅનની વાત યાદ આવે છે કે,“ર્રૂે ર્ઙ્ઘહ’ં ખ્તીં ીટઙ્મટ્ઠહટ્ઠર્ૈંહજ ૈહ િીટ્ઠઙ્મ ઙ્મૈકી. ર્રૂે દ્ઘેજં ખ્તીં ર્દ્બદ્બીહંજ ંરટ્ઠં ટ્ઠિી ટ્ઠહ્વર્જઙ્મેીંઙ્મઅ, ેંીંઙ્મિઅ, ૈહીટઙ્મૈષ્ઠટ્ઠહ્વઙ્મઅર્ ઙ્ઘઙ્ઘ.” જીંદગી બધું જ ગમતું આપતી નથી.પણ સમયાંતરે કાળની પછડાટો વાગતી રહે છે અને જીવન સરકતું રહે છે.સમય ક્યાં કોઈને છોડે છે,સમય સમય બલવાન હે ,નહી પુરૂષ બલવાન,કાબે અર્જુન લુટયો,વો હી ધનુષ,વો હી બાણ "તો પછી સામાન્ય માણસના રગરગમા દુજતી પીડાનુ શું ગજુ ?

ર્સ્િીપીંછ

કાનજી મકવાણા

ર્સ્િીપીંછ

લાઈફ - એ - ગુજરાતી

અનિશ વઢવાણીયા

લાઈફ - એ - હર્ષાબેન કોરપે

આપણી આસ-પાસ રહેતા લોકોની વાત, આપણી પાસેથી પસાર થઈ જતા આપણા જેવાજ લોકોની લાઈફની વાત. તમારીને મારી જેવા જ લોકોની જિંદગીમાં રહેલી વાર્તાઓની વાત. આજુબાજુ નજર નાખીયે તો કેટલાય લોકો - જીવતી વાર્તાઓ પાસેથી પસાર થઈ જાય છે. આવીજ ઍક જીવતી વાર્તા મને પણ મળી ઍક ચા ની લારી પર!

હર્ષાબેન નામ છે ઍ સુપર વુમનનું જેની જિંદગીના પત્તાઓ આજે વાંચીશું. હા, હર્ષાબેન મને ચા ની લારી પર મળ્યા. મા જેવા જ પ્રેમથી તેઓ તેમની ચા બનાવે છે અને બધાને પીવડાવે છે. સાચું સમજ્યા તમે, ચા ની લારી તેઓની છે - ઈલેશ ટી સ્ટોલ.

૨૪ જાન્યૂઆરી ૧૯૮૮ ના દિવસે બાળપણના ગોઠીયા ઈલેશ કોરપે જોડે પ્રેમ લગ્ન કરી લગ્ન જીવનની શરૂઆત કરી. હર્ષાબેન અને ઈલેશભાઈઍ બાલમંદિરથી સાથે ભણતા ભણતા પ્રેમના પાઠ પણ સાથેજ ભણ્‌યા અને જીવન ઍક સાથે વિતાવવાના કોલ ઍકબીજાંને આપ્યા. બંને પરિવારે તેમના પ્રેમ લગ્નનો અસ્વીકાર કર્યો પરંતુ હર્ષબેનનાં પરિવારે ૨ મહિના પછી અને ઈલેશભાઈના પરિવારે ૨ વરસ પછી આખરે સ્વીકાર કેરી લીધો. લગ્ન પછીનો થોડો સમય ખૂબજ કપરો રહ્યો.

ઈલેશભાઈ ઍક ટેક્સટાઈલ મીલમાં બદલી કામદાર તરીકે જોબ કરતાં હતા. બદલી કામદાર મતલબ જો કોઈ મજુર કામ ઉપર ના આવે તો તેના બદલે ઈલેશભાઈને કામ મળે. બદલી કામદાર તરીકે તેમને અડધો મહીનો કામ મળતું અને અડધો મહીનો કામ વગર પસાર કરવો પડતો અને કોઈ કોઈ વાર તો તે કરતાં વધારે દિવસો પણ. લગ્ન પછી થોડો સમય તેઓ ઍક મિત્રના ઘરે રહ્યાં અને પછી ૨ વરસ કરતાં વધુ સમય ઍક ઝૂંપડપટ્ટીમાં રહ્યાં. ઘણાં દિવસ ઍવાં પણ જતાં કે ભૂખ્યાં સૂવું પડતું પરંતુ કોઈ પૂછે કે જમ્યાં ક નહી તો કહેતાં કે ઈલેશ આવે પછી સાથે જમીશું. ઈલેશભાઈની નોકરી હાટકેશ્વરમાં હતી અને તેઓ રહેતાં બોપલમાં. ઘરેથી ચાલીને નોકરી પર જવાનું અને તે રસ્તો ચાલીને કાપતા તેમને ૩ કલાક જેટલો સમય જતો. નોકરી પરથી પાછા ઘરે આવતાં સમયે લોગાર્ડન પાસે નાની દુકાનમાં વાસણ ઘસતાં. આ બધું જોઈ હર્ષાબેન ઘણાં દુઃખી થતાં; કોઈ પણ પત્ની માટે પતિને આવી હાલતમાં જોવું ઍ દુષ્કર હોય છે. ઈલેશભાઈની મેહનત જોઈને દુકાનના માલિકે તેમને પૈસાનાં કાઉંટરની સંભાળનું કામ સોપ્યું.

થોડા સમય પછી ઈલેશભાઈઍ ઑટોરિક્ષા ચલાવવાનું શરૂ કર્યુ. ધીરે ધીરે પરિસ્થિતિ થોડી સુધારી અને જીવનમાં મુસીબતો ઓછી થઈ. ભગવાને તેમને ૩ દીકરીઓ લક્ષ્મી સ્વરૂપે આપી. ૨૦૦૬માં હર્ષાબેને ફૂલ-પ્રસાદની લારી લાલદરવાજા વિસ્તારનાં ગણેશજીનાં મંદિર પાસે શરૂ કરી અને તેના થોડા જ મહિનામાં તેના નજીક જ ચા ની લારી કરી. આજે પણ તેઓ વહેલી સવારે ૫ વાગે ઉઠીને તેમની સૌથી નાની પુત્રી જોડે ફૂલ-પ્રસાદની લારી ખોલે છે. પછી તેઓ ચા ની લારી ખોલે છે. હવે તો તેમણે મંદિરની પાસે જ પોતાનું ઘર પણ ખરીદી લીધું છે.

સવારે લારી શરૂ કર્યા પછી તેઓ ઘરનું કામ કરવા માટે ઘરે પાછા જાય છે અને ઘરનું કામ ખતમ કરીને તેઓ ૧૦ વાગે ચા ની લારી પર પાછા આવી સાંજ સુધી ત્યાંજ રહે છે. ચા ની લારી ચલાવવામાં તેમને ઘણાં સારા-ખરાબ અનુભવો થયાં છે. ઘણાં લોકોઍ અદેખાઈ કરીને તેમને હેરાન પણ કર્યા છે. ઍવા અદેખાઈ કરનારા લોકો અને ગુંડા-લુખ્ખા લોકોઍ ઘણી વાર તેમની ચા ની લારી વિરૂદ્ધ દબાણ માટેની ફરિયાદ પણ કરી છે અને તોડ-ફોડ કરીને તથા બીજી ઘણી રીતે પરેશાન કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ હર્ષાબેન અડીખમ રહ્યાં છે.

બીજી તરફ તેઓ તેમના કામને કારણે તેમની પુત્રીઓ માટે પૂરતો સમય ફાળવી નથી શકતા. પરંતુ તેઓ હમેશાં તેમની પુત્રીઓને સમજાવતા આવ્યા છે કે હર્ષાબેન અને ઈલેશભાઈ આ બધી મહેનત તેમના સંતાનો માટે જ કરે છે અને તેમની દીકરીઓ પણ બહુ જ સમજુ છે અને આ વાતને સમજે છે. આજે તેમની બે પુત્રીઓનાં લગ્ન થઈ ગયા છે અને આ વરસે જ સૌથી નાની દીકરીઍ ૭૫% કરતાં વધુ માર્ક્સ્ સાથે ૧૦મું પાસ કર્યું છે. ૧૦માંની પરીક્ષા પહેલાં તેમની પુત્રીનાં ૨ ઑપરેશન થયા હતાં પરંતુ તેઓ ઍ સમયે પણ હાજર રહી શક્યા નહતા; સાંજે ચા ની લારી બંધ કર્યા પછી હોસ્પિટલ જતાં અને ઍમની દીકરી જોડે રહેતા. હવે ઈલેશભાઈ પણ ચા ની લારીમાં તેમને મદદ કરે છે. અને અચરજની વાત તો ઍ છે કે જ્યારે મેં તેમને પૂછ્‌યું કે તમને ક્યારેય તમારી લાઈફ સાથે કોઈ અસંતોષ થયો છે તો તેમણે ઍક સ્મિત આપીને કહ્યું કે "હું મારી જિંદગીથી બહુ જ ખુશ છું."

અહીં જ તેમણે મા જેટલાં જ પ્રેમ થી બનાવેલી ચા નો કપ ખાલી કરી અને તેમની વાતોથી ભરાઈને મેં તેમની રજા લીધી.

માર્કેટિંગ મંચ

મુર્તઝા પટેલ

અલીબાબા. કૉમના બિઝનેસ-બાબા જેક મા ના

માણવા (અને માનવા) લાયક માર્કેટિંગ સૂત્રો...

પાછલાં કેટલાંક મહિનાઓથી (આમ તો વર્ષોની અથાક મહેનત બાદ, પણ દુનિયાને તો રાતોરાત દેખાયેલો) ચાઈનાનો અબજપતિ જેક મા તેની અલીબાબા.કૉમની ગુફામાંથી બિઝનેસનાં ખજાનાને લઈ લાઈમ-લાઈટ આવ્યો છે.

આ માણસે સાવ નાનકડું શરીર રાખીને પણ અમેરિકાની સાથે ચીનની પણ ગંજાવર બિઝનેસ-ઈકોનોમિને ખર્વોમાં ફેરવી દીધી છે. ઈન્ટરનેટનાં માધ્યમોનો કણેકણ ઉપયોગ કરી જેકબાબાએ યુવા-હવાને તેના વર્ષોના પર્સનલ અનુભવોનું મોટિવેશનલ કન્ટેનર ડીલિવર કર્યું છે.

જેમને તેના વિશે વધુ જાણવું હોય તેઓ નેટ-સર્ચ કરી શકે છે. પણ આજે આપ લોકો સાથે તેના બોલાયેલાં પ્રેરણાદાયી પ્રેક્ટિકલ ક્વોટસનું આચમન કરાવવું ગમશે.

ધ્યાન રહે કે આવા સૂત્રોમાંથી જે અવાજ નીકળે છે તેને પકડી ખુદનાં વિકાસ માટે જો યોગ્ય ઉપયોગ કરી શકીએ તો મિલિયન ડોલર્સ આપણા ખિસ્સામાં પણ આવી જ શકે જ છે જ. તો હો જ્જાય ??!!!!

“તમારી સાથે કામ કરનાર ‘બેસ્ટ’ નહિ પણ ‘રાઈટ’ માઈન્ડસેટ વ્યક્તિઓ હશે તો તમે જલ્દી આગળ વધી શકશો.”

“રસ્તામાં ગમે તેવી મુશ્કેલીઓ આવે પણ તમારો ગોલ જો અવિરત અને અચલ હશે તો મુસાફરી પણ બેફિકરી અને બિન્દાસ્ત બનશે. બસ આગળ ધસતા રહો....”

“મને ક્યારેય પૈસાની ખોટ નડી નથી. હા ! એવી વ્યક્તિઓની કાયમ ખોટ વર્તાય છે જેઓ સ્વપ્નલક્ષી હોય, અને તેમના ખુદના સપના સાકાર માટે મરવા પણ તૈય્‌યાર હોય.”

“તમારી પ્રોડકટ/ સર્વિસને વેચવાની હરીફાઈમાં ‘પ્રાઈસ’ (કિંમત)નું ફેક્ટર ન લાવો. બલકે એવી હરીફાઈ રચો કે જેમાં કસ્ટમર સર્વિસ અને સતત ઈનોવેશન આવતું હોય.”

“સફળ માણસની ‘સફળતા’માંથી નહિ, પર તેમની થયેલી નિષ્ફળતામાંથી શીખજો. કેમ કે એમાંજ એવી બાબતો છુપાયેલી છે જે તમને ‘સાચ શું કરવું’ એની સલાહ આપે છે.”

“ક્યારેય હાર ન માનશો. આજે સમય-સંજોગો કદાચ તમારી ફેવરમાં ન હોય, કાલે કદાચ હજુયે ખરાબ પરિસ્થિતિ સર્જાય શકે. પણ પરમ દિવસ એવો ઉગશે છે, જેમાં તમારી મહેનત, શ્રધ્ધા અને સબુરીનાં કિરણો ચમકીને બહાર આવશે. હાર...ક્યારેય ન માનશો.”

“યુવાન હૈય્‌યાને મદદ કરવા તત્પર રહો. જે નાનકડા છે એવા છૈય્‌યાંને મદદ કરો. આ એવાં લોકો છે જેઓ કાલે મોટા થઈ શકે છે. કદાચ તમારી મદદનું તેમાં એવું બીજ રોપાયેલું હશે કે જેનાથી નવી દુનિયાનું નિર્માણ થયું હશે. (જેમાં તમે પણ ભાગીદાર હશો.)”

“હું મારી જાતને સૌથી પહેલા સુખી રાખું છું. જો હું સુખી હોઈશ તો મારા કર્મચારીઓ સુખી રહેશે, મારા શેર-હોલ્ડર્સ સુખી રહેશે, દોસ્તો સુખી રહશે અને છેવટે મારૂં પરિવાર પણ...”

“જો તમે ક્યારેય કોઈક નવી બાબતે પ્રયત્ન જ નહિ કર્યો હોય તો ‘આમાં સફળતાની તક કેટલી?’ જેવો પહેલો સવાલ કરવાનો કોઈ અર્થ નથી રહેતો. અને હા ! જો તમે દિલદારીપૂર્વક પ્રયત્ન કર્યો હશે તો કદાચ તમને બીજી અન્ય તકો આપોઆપ મળતી રહેશે.”

“જેમના ખિસ્સા ઊંંડા હોય પણ દિલ સાવ છીછરૂં એવાં લોકોની મને કે ચીનને જરાયે જરૂર નથી.”

“તમે જે કાંઈ કરી રહ્યા છો તેની અસર તમારા ભાવિ પર કે તમારા સમાજ પર કેટલી પડશે તેનો તમને જરાયે અંદાજ છે?- ધ્યાન રહે તમારૂં કરેલું દરેક કામ એ આખા સમાજના નિર્માણનો હિસ્સો છે.”

“જ્યારે તમે નાનકડા હોવ ત્યારે, તમારૂં મગજ શું વિચારી રહ્યું છે એનો સતત ખ્યાલ રાખજો.”

“આજના ઈન્ફો-ટેક જમાનામાં પૈસા કમાવવું ખૂબ સહેલું છે. પણ તેની સાથે સમાજને અને આસપાસ રહેલી દુનિયાને પણ વિકસિત કરતા રહેવું ઘણું ચેલેન્જીંગ વાળું કામ છે.”

“શાંતિ-મંત્રણા મારા માટે સૌથી મોટો ઘોંઘાટ વાળો વિષય છે. જેમાં અટપટી વાતો હોય એવી ચર્ચાઓથી દૂર રહેવું જરૂરી.”

“તમારા હરિફને કાયમ ધ્યાનમાં રાખજો, પણ તેની બાબતોનું ‘કૉપી-પેસ્ટ’ ક્યારેય ન કરશો. જો કરશો તો...મરશો.”

“જો તમારા ગ્રાહકો તમને ખૂબ ચાહતા હોય પછી સરકાર પણ તમને ચાહવા લાગશે. હા ! સરકાર સાથે ક્યારેય ધંધો ન કરવો. તેની સાથે લવ-અફેર કરી શકાય પણ મેરેજ?!?!?!- નોટ એટ ઓલ !!!”

“જ્યારે પૈસા વધે તો સમજવું કે ભૂલો પણ...”

“તકો ત્યાં જ સંતાયેલી છેઃ જ્યાં તમને મુશ્કેલી દેખાય છે, જ્યાં તમને ફરિયાદ કરવી હોય છે.”

“ઝીંદગી બહુ નાનકડી છે, પણ ખૂબ જ સુંદર છે. બસ જરાયે ગંભીર થયા વિના મોજથી જીવજો....”

ફૂડ સફારી

આકાંક્ષા ઠાકોર

કેરાલીયન ક્વીઝીન

યુરોપ સાથે મસાલાના વ્યાપારને કારણ કેરળ "સ્ટેટ ઓફ સ્પાઈસીસ" તરીકે ઓળખાય છે. આ રાજ્યની ખાસિયત એ છે કે અહીં ફૂડ પરંપરાગત રીતે કેળાના પાન પર પીરસવામાં આવે છે અને લગભગ દરેક વાનગીમાં સ્વાદ માટે નાળિયેર અને મસાલા ઉમેરવામાં આવે છે, જેનાથી આ ક્વીઝીનના સ્વાદમાં એક અલગ જ પ્રકારનો તીવ્ર સ્વાદ આવે છે. અહી શાકભાજી જમીની ભાગો પર મુખ્ય ખોરાક છે, જ્યારે સીફૂડ, દરિયાઈ વિસ્તારમાં મુખ્ય ખોરાક છે. માંસ આદિવાસીઓના અને ઉત્તરીય કેરળના મુખ્ય કોર્સમાં પીરસવામાં આવે છે. કેરાલીયન ડીશની રેંજ એકદમ સરળ એવી ’કાંજી’ (ચોખા ઘેંસ) થી લઈને એક ભરચક ઉજવણી રૂપ ‘સાધ્ય’ સુધી ફેલાયેલી છે.

કેરાલિયન ક્વીઝીન આ રાજ્યના ઈતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ સાથે કડીરૂપ છે. કેરળ રાંધણકળા શાકાહારી અને માંસાહારી વાનગીઓનું એક ટોળું ધરાવે છે જેમાં ભાતને એક અક્મ્પનીમેન્ટ તરીકે પીરસવામાં આવે છે. મરચાં, કરી પત્તા, રાઈના બીજ, આમલી અને હિંગનો મસાલામાં મહત્તમ ઉપયોગ થાય છે.

૨૦૦૦ વર્ષો પહેલાંથી ગ્રીસ, રોમ, પૂર્વીય ભૂમધ્ય, આરબ દેશો અને યુરોપના વેપારીઓ સહિત દરિયાઈ મુસાફરોને કેરળ મુલાકાત માટે આકર્ષે છે. આમ, કેરળ રાંધણકળામાં સ્વદેશી વાનગીઓ અને વિદેશી વાનગીઓનું એક સુંદર અને સ્વાદિષ્ટ રીતે સ્વીકારવામાં આવેલું મિશ્રણ છે.

કેરળનો પરંપરાગત ખોરાક શાકાહારી છે જેમાં સાધ્ય સમાવેશ થાય છે, જે એક વિસ્તૃત ભોજન સમારંભ છે જેને તહેવાર અને વિવિધ પ્રસંગોની ઉજવણી પર બનાવવામાં આવે છે પરંતુ સમકાલીન કેરળ ખોરાકમાં માંસાહારી વાનગીઓ સમાવેશ પણ થાય છે. એક સંપૂર્ણ સાધ્ય કે જે ભાત સાથે લગભગ વીસેક જેટલી વાનગીઓ અને મીઠાઈઓ ધરાવે છે, જે એક પ્રસંગોપાત લેવાતું ઔપચારિક ભોજન છે. સાદયા લગ્નો, ઓણમ અને વિશુ સહિત ઉજવણી પ્રસંગોએ સામાન્ય રીતે લેવામાં આવે છે, તેને સામાન્ય રીતે કેળના પાન પર પીરસવામાં આવે છે. કારણ કે તેના સમૃદ્ધ વ્યાપારી વારસાને કારણે સમયકાળે અનેક વિદેશી વાનગીઓને કેરળ વાનગીઓ સાથે ભેળવવામાં આવી છે જેને પરિણામે કેરળમાં એક અદ્‌ભુત સ્થાનિક સ્વાદ ઉભો થયેલ છે.

કેરળના મોટા ભાગના હિન્દુ, તેના બ્રાહ્‌મણ સમુદાય સિવાય, માંસાહારી ખોરાક ખાય છે. બીજી બાજુ પર બ્રાહ્‌મણ સમુદાય તેમના ચુસ્ત શાકાહારી, લગભગ વેગન એવી રાંધણકળા, ખાસ કરીને વિવિધ પ્રકારના સંભાર અને રસમ, માટે પ્રખ્યાત છે. કેરળના ઘરોમાં, એક આદર્શ ભોજન તરીકે ચોખા, માછલી, અને શાકભાજીનો સમાવેશ થાય છે. કેરળ પાસે ઈડલી, ઢોસા, અપ્પમ, ઈડીયાપ્પ્મ અને પુટ્ટુ જેવી વિવિધ બ્રેકફાસ્ટ વાનગીઓ હોય છે. આ વાનગીઓને, કેટલીક મીઠી અને ખાટી ચટણીઓ સાથે પીરસવામાં આવે છે.

અહીની લોકપ્રિય મીઠાઈઓ પાયસમ અને હલવો છે. ખાસ કરીને અમ્બલાપુહા મંદિર જેવા મંદિરોમાં બનાવવામાં આવતા પાયસમ તેમના સમૃદ્ધ સ્વાદ માટે જાણીતા છે. કેરળ અને કોજીકોડી(કાલીકટ)ની બેકરીમાં સૌથી સામાન્ય રીતે જોવા મળતી અને સરળતાથી ઓળખાતી મીઠાઈઓમાંની એક છે, કે જે તેના અનન્ય સ્વાદ માટે પ્રખ્યાત છે. તેને સામાન્ય રીતે “કોઝીકોડન હલવા” તરીકે ઓળખવામાં આવે છે.

યુરોપિયનો કારણે તેના ટેક્સચરને કારણે “કોઝીકોડન હલવા”ને ’સ્વીટમીટ’ તરીકે ઓળખતા હતા. કોઝીકોડનો એક રસ્તો જ્યાં “કોઝીકોડન હલવા” વેચવામાં આવતા હતા તેને સ્વીટ મીટ સ્ટ્રીટ (ટૂંકમાં એસએમ સ્ટ્રીટ) નામ આપવામાં આવ્યું હતું. “કોઝીકોડન હલવા” મોટાભાગે મેદામાંથી બનાવેલ છે, અને કેળા, ઘી, નારિયેળ, કાજુ, ખજૂર, કાચુ કોપરૂં, અનેનાસ, જેકફ્રૂટ જેવા અનેક સ્વાદમાં મળે છે.

ભૂતકાળમાં, કેરળ તમિલ બોલતા વિસ્તારનો ભાગ હતો, અને આ તામીલિયન પ્રભાવનો ખ્યાલ સંભાર, ઈડલી અને ઢોંસાની લોકપ્રિયતા પરથી આવી જાય છે. અહીની અનેક બેકરીમાં યુરોપિયન પ્રભાવ જોવા મળે છે જે ત્યાંની કેક, ક્રીમ રોલ્સ, અને પશ્ચિમી શૈલીના ખમીરવાળી બ્રેડ જોઈને ખબર પડે છે અને તેમાં એંગ્લો-ભારતીય રાંધણકળા પ્રતિબિંબિત થાય છે.

આવા જ મસાલાથી ભરપૂર કેરાલીયન ક્વીઝીનની બે વાનગીઓ આપણે જોઈશું, એક છે પાઈનેપલ પચડી, જે પાઈનેપલ રાઈતાને મળતી આવતી વાનગી છે. અને બીજી છે પાલ પાયસમ, કે જે ઓનમ અને વિશુ જેવા તહેવારના દિવસે સાધ્યને અંતે પીરસવામાં આવે છે.

પાઈનેપલ પચડીઃ

સામગ્રીઃ

૧.૧ અનેનાસ

૨.૨ ચમચી મરચાંનો પાઉડર

૩.૧ ચમચી હળદર પાવડર

૪.અડધું નાળિયેર

૫.૧ ચમચી વરીયાળી

૬.૩ અથવા ૪ લીલા મરચાં

૭.૨ ચમચી ખાંડ

૮.મીઠું જરૂર મુજબ

૯.૪ સૂકા લાલ મરચાં

૧૦.૨ ચમચી રાઈ

૧૧.૧ ડાળખી મીઠા લીમડાના પાન

રીતઃ

* પાણી મદદથી અનેનાસની સ્લાઈસને બાફી લો.

* જ્યારે તે રંધાઈ જાય ત્યારે તેમાં હળદર પાવડર અને મરચાંનો પાઉડર ઉમેરો.

* તેમાં મીઠું અને ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

* ત્યારબાદ તેમાં લીલું મરચું, નારીયેલ અને વરીયાળી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

* ત્યારબાદ તેમાં દહીં ઉમેરી, સારી રીતે મિક્સ કરી ગેસ બંધ કરી દો.

* હવે એક અન્ય પેન કે વઘારીયામાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે તેમાં સૂકા લાલ મરચાં અને લીમડો નાખી લગભગ ૨-૩મિનીટ માટે સાંતળો. ત્યારબાદ આ મિશ્રણને પચડી પર રેડો અને બરાબર હલાવી દો.

* આ પચડીને રાઈસ અથવા પર્રાટ્ટા સાથે સર્વ કરો.

પાલ પાયસમઃ

સામગ્રીઃ

૧/૨ કપ ચોખા

૧-૧/૨ લીટર દૂધ (૩ પેકેટો)

૧ કપ ખાંડ

થોડી ઈલાયચી

સજાવટ માટે કાજુ અને દ્રાક્ષ

૧ ટેબલ સ્પૂન ઘી

રીતઃ

* ચોખાને સારી રીતે ધોઈ લો.

* એક પ્રેશર કૂકરમાં દૂધ, ખાંડ અને ચોખા ઉમેરો.

* મિશ્રણને એક સીટી વાગે ત્યાં સુધી હાઈ ફ્લેમ પર પકવો, ત્યાર બાદ ફ્લેમ એકદમ ધીરી કરી બીજી ૨૦ મિનીટ માટે પકવો. ત્યારબાદ ગેસ બંધ કરી દો.

* કૂકર ઠંડુ પડે એટલે તેને ખોલી દો.

* ખીર જેટલી થીક્નેસ ધરાવતું મિશ્રણ હોવું જોઈએ, જો મિશ્રણ હજી પાતળું હોય તો તેને હજી થોડીવાર ઉકાળો.

* તેમાં ખાંડેલા એલચીના દાણા ઉમેરો.

* કાજુ-બદામ વડે સજાવીને સર્વ કરો.

કાફે કોર્નર

કંદર્પ પટેલ

જસ્ટ મૂવ ઓન...!

એક છોકરી મનમાં કેટલાક સવાલો સાથે બારીની ઓથે બેઠી છે. પગ વાળી અને ચહેરાને ઘૂંટણ પર ટેકવીને એ કંઈક વિચારે છે. થોડી ચિંતિત છે, થોડી ભવિષ્યની ભીતિ છે, કેટલાક સવાલોની ખયાલી છે અને કેટલાક જવાબોની અપેક્ષિત છે. હાથમાં રહેલા મોબાઈલમાં વોટ્‌સએપની એપ્લીકેશન ખુલ્લી છે. તેના કોઈ નજીકના દોસ્ત સાથે વાત કરે છે. ‘હેય..!’

‘હા બોલ..!’ દોસ્ત એ પૂછ્‌યું.

‘એક સવાલ પૂછું?’ એ છોકરીએ પૂછ્‌યું.

‘મને હજુ ભણવું છે. જો પાંચ વર્ષ મહેનત કરૂં તો બાકીના પચાસ વર્ષ આરામથી નીકળી જાય.’ એ છોકરી એ પોતાની અંદરની વાતોને બહાર વહેતી મૂકી.

‘હું આખા ઘરની જવાબદારી કઈ રીતે લઈશ? મારે મેરેજ નથી કરવા હમણાં. જો ભણી લઉં તો લાઈફ સેટ થઈ જાય. પછી નો ટેન્શન..! સાસુ-સસરા... એવા બધા સંબંધ હજુ નથી જોડવા. મારે જલસા કરવા છે. મોજ કરવી છે. હજુ પોતાના માટે જીવવું છે. પછી તો બીજાના માટે જ કરવાનું છે બધું..!’

‘હજુ હું એ દરેક માટે તૈયાર નથી, એવું મને લાગે છે. આઈ વોન્ટ ટુ એન્જોય માય લાઈફ.’

એકદમ સાચી વાત. પોતાની ફીલિંગને ડંકાની ચોટ પર કહી. કેટલાક ઈમોશન્સ સાથે દરેક વાતો ખરેખર હકીકત છે. પરંતુ, ભવિષ્યથી આટલું ડરીને કેમ જીવવાનું? પ્રશ્નો સાથે કેમ શ્વાસ લેવા? પોતાનો અંતરાત્મા ક્યારેય જવાબ નથી આપતો? કે આપણને માત્ર નેગેટિવ વાતોની અસર રહેવાથી તેનો નશો ચડી જાય છે? ભવિષ્યની હકીકતનો સામનો ન કરતા દૂર ભાગવું, એ જ આ વાતનો નિષ્કર્ષ છે.

આ ઘટના આજના દરેક જુવાનિયાઓની જિંદગીની જિંદગાની સમાન દરેક સાથે બની હશે. પણ, આ કન્વર્ઝેશન કેટલીયે વાત પર મોટા ભારે-ભરખમ પ્રશ્નાર્થચિહ્‌નો મૂકી જાય છે.

શું આજનું શિક્ષણ એક ‘શિખામણ’ ને બદલે ‘શિક્ષા’ બની ચુક્યું છે? રાક્ષસી ડરેગનની જેમ આવનારા ૫૦ વર્ષની જિંદગીનો ડર આજથી બતાવી રહ્યું છે?

ભવિષ્યમાં કોઈ જ દુઃખ સહન (નથી કરવા/નહિ આવે)ના વિચારને એક ગ્રંથિ બનાવીને જીવવું એ શક્ય છે?

જો આટલા વર્ષ મહેનત કરીશું તો આવનારી આખી લાઈફ ‘સોનેરી’ બની જશે અને આટલા વર્ષ જીવીશું(એન્જોય) તો બાકીની લાઈફ ઘસાઈને-કુટાઈને-અથડાઈને કાઢવી પડશે? અલ્ટીમેટ મોરલ તો એ જ થયો ને...!

ખેર, વાત કરવી છે તેની પાછળના કારણની.

પહેલું કારણ છે આપણી આસપાસનો ઘેટાછાપ સમાજ.

આપણો એક જ ઘરેડમાં ચાલતો અને ‘સોશિયલ એપ્રુવલ’ના લેબલ સાથે પાસ થયેલો સમાજ બાળકથી યુવાન બનવા તરફની ઉંમરમાં એવા કૃત્રિમ બિયારણોનું વાવેતર તેના મનમાં કરે છે કે જે, યુવાનીને બાળીને ખાખ કરવા પુરતું છે. કુદરતી અને જે ખરેખર ઉપયોગી છે તેવી જાણ હોવા છતાં એ બિયારણને મન નામની ‘રિસાયકલ બિન’માં સાચવીને રાખે છે. સામાજિક, વ્યવહારિક અને આર્થ્િાક ફોર્માલીટી-ભર્‌યા સંબંધોનું દબાણ એવું તે લાદવામાં આવે છે કે જાણે એ વ્યક્તિ માટે તેમની છોકરી કે છોકરો ‘પ્રેશર કૂકર’ છે અને પોતે ‘સીટી’ છે, જે યંગ બ્રિગેડ ઉંચી થાય એટલે તરત જ વાગે અને નીચે બેસાડી દે છે.

બીજું કારણ છે આજનું શિક્ષણ.

શિક્ષણ એ ‘શિક્ષા’નો પર્યાયી છે, એવું આજકાલની ગુજરાતીની ચોપડીમાં આવતા ‘ટિપ્પણ’માં આવે તો નવાઈ નહિ..! ભવિષ્યનો ડર બતાવીને ભવિષ્ય અને પૈસાનો શિરચ્છેદ કરતુ આજનું થર્ડ ક્લાસ શિક્ષણ જે આજે ભવિષ્યના પચાસ વર્ષ સુધી ‘થર્ડ ડિગ્રી’નો ‘ડિગ્રી-કરંટ’ પૂરો આપી જાય છે. કોણે કહ્યું કે આ પાંચ વર્ષ તમારી પચાસ વર્ષની જિંદગીના દિવસો લખશે? આ સદંતર અસત્ય અને ભ્રમથી ભરાયેલ કરોળિયાના જાળા જેવા માનવીય મગજની ઉપજ છે. દરેક વાતને ભવિષ્યના ઓથાર હેઠળ રાખીને તેનો નિર્ણય લેવો જોઈએ એ સમજ બહારનો વિષય છે. જુવાનિયાઓ આવતી કાલની ‘માથાકૂટ’માં આજને ‘ફૂટી-ફૂટી’ને ‘માથા’માં પથ્થરની માફક મારે છે.

ત્રીજું અને મહત્વનું કારણ છે સ્વઃ અસત્ય.

‘મારે મારી લાઈફ હજુ જીવવી છે. એન્જોય કરવી છે. મહેનત કરવું છે અને બાકીના પચાસ વર્ષ શાંતિથી કાઢવા છે.’ આ વિધાન બોલ્યા પછી પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે, ‘શું ખરેખર આપણે લાઈફને એન્જોય કરીએ છીએ?’ આ તો એવું થયું, કે લાઈબ્રેરીમાંથી કોઈ બુક વાંચવા લઈ આવ્યા અને પછી દેવાની થાય ત્યારે યાદ આવે કે હજુ તો વાંચવાની બાકી છે. તે દિવસે કોઈક પૂછે, ‘ભાઈ...! તે દિવસે જે બુક લઈ આવેલો એ વંચાઈ ગઈ હોય તો આપ ને..!’ ત્યારે જવાબ આપીએ કે, ‘મારે હજુ બાકી છે. હું રિન્યુ કરાવું છું.’ બસ, આવું જ આપણું છે. કોઈકને યાદ અપાવવું પડે છે, કે મોજ-મસ્તી કરવાની રહી ગઈ છે. ‘કેવું ચાલે છે?’ ત્યારે જવાબ આપીએ છીએ, ‘જો આમ થાય ને, તો કંઈક મજા આવે. બાકી તો ઠીક બધું.’ દરેક વ્યક્તિ એ વસ્તુની પાછળ જ પડેલા રહે છે, પણ એ વસ્તુ જ યાદ નથી હોતી એ હકીકત છે. મોજ-એ-દરિયા છે, એવું બોલવા માટે પણ કોઈકને યાદ કરાવવું પડે છે, ‘ભાઈ...! જલસા ને?’ ત્યારે યાદ આવે કે જલસા કરવાના તો રહી જ ગયા.

જે કહીએ છીએ, એ ખરેખર આપણે કરતા હોતા નથી પરંતુ એ કરવાનું વિચારી રહ્યા હોઈએ છીએ. જે ક્યારેય થતું નથી. પડછાયાને પકડવામાં વ્યક્તિ ઓળખી શકાતો નથી, તેમ મૃગજળનો પીછો કરવાથી પાણી મળતું નથી. થોડું રિઅલ બનવું પડે છે, સ્વીકાવું પડે છે અને આત્મસાત કરવું પડે છે. ક્યાં સુધી એક જ બસની રહે એ ‘સ્ટોપ’ પર સ્ટોપ થઈને ‘સ્ટેન્ડ’ લીધા કરીશું? જો એ પાંચ વર્ષનું શિક્ષણ માત્ર જ ‘લિટ ઓફ લાઈફ’ બની રહેવાનું હોય તો ડોક્ટર, સી.એ. કે એન્જીનિયરીંગના કોર્સને જ કેમ મહત્વ? એક જ ઘરેડમાં ચાલતો રહેલો ધંધો કરીને પાંચ વર્ષ મજા આવે દોસ્ત...! પચાસ વર્ષ નહિ. એ તો માત્ર કરવું ‘પડે’.

અમુક કોર્સમાં ભણીએ તો જ ભવિષ્ય છે, બાકીના માટે અંધકાર છે. તો પછી મનોરંજન પૂરૂં કોણ પડશે? સ્પોર્ટ્‌સ કોણ રમશે? ડરાઈવર અને કંડકટર કોણ બનશે? લેખક, ચિત્રકાર, વૈજ્જ્ઞાનિક, ક્લીનર... આ બધું તો કોઈકને બનવું પડશે ને? તમારી આઠ કલાકની બેકાર, ફિક્કી અને રસહીન નોકરી પરથી આવ્યા પછી કોઈક તો એન્ટરટેઈનમેન્ટ જોઈશે ને? એનિમેશન ફિલ્મ, એક્ઝીબીશન, ઈન્ટીરીઅર, ગ્રાફિક્સ, સિરામિક શ્ ગ્લાસ, ફર્નીચર, આર્કિટેક્ચર, કેનવાસ, ફેશન, ક્રાફ્ટ, ફાઈન આર્ટ્‌સ, ક્રોકરી, ટોય શ્ ગેમ..! આ દરેક ડિઝાઈનના એવા ક્ષેત્રો છે જેમાં વ્યક્તિ અસાધારણ પ્રગતિ કરીને તેવી જ પ્રતિભા ઉભી કરી શકે છે. બસ, એ ઘરેડમાંથી બહાર નીકળવાનું છે. પરિઘની બહારની દુનિયામાં ઝાંકવાનું છે. અનુભવોની લ્હાણી કરવાની છે.

બોરિંગ નથી બનવાનું...! કોઈકના દિલમાં ‘બોર’ કરીને અમૃતનું મીઠું ઝરણું વહાવવાનું છે.

ભવિષ્યને ‘ભાવ’ આપ્યા વિના વર્તમાન સાથે પૂરી પ્રમાણિકતાથી ‘વર્તન’ કરવાનું છે.

આજનો ‘નાથિયો’ બનીને આવતી કાલનો ‘નાથાલાલ’ બનવામાં જ મજા છે.

‘ચિંતા’ની ‘ચિતા’ પર જલસાની મીઠી ચાદર આઢીને સૂવાનું છે.

આવતી કાલની ફિકર કરશે એ ‘ભજ ગોવિંદ’...! પણ આજે તો ‘ગોવિંદ’ બનીને રમવું છે.

‘રિયાલીટી’ની ‘લીટી’ લાંબી કરીને ‘નિયતિ’ની ‘નીતિ’ પર વિશ્વાસ રાખવો છે.

ઈશ્વર આપણા માટે ‘સારૂં’ જ કરે છે તેની નોંધ લેવાની ‘શરૂ’ આજથી જ કરવી છે.

‘જસ્ટ મૂવ ઓન...!’

કોફી કેપેચીનોઃ

“બે ગરમ શરીર વડે અંધકારની શાંતિમાં સંભળાતા શ્વાસના અવાજો બંધ થાય અને મુખનો ખાલીપો પર્ણોની જેમ એકબીજા સાથે તન્યતાથી બીડાઈને શૂન્યાવકાશ સર્જે તે બે ઠંડા હોઠના સોમરસનો આસ્વાદ એટલે ચુંબન.” - હેપ્પી વર્લ્ડ કિસિંગ ડે (૧૫ જુલાઈ ૨૦૧૫)

ટેક ટોક

યશ ઠક્કર

સોની એક્સ્પીરીયા સ્૪ છૂેટ્ઠ

ટેક ટોકના પ્રથમ આર્ટીકલ માં એપલ આઈ-ઓએસ વિષે વાત કર્યા બાદ આજે બીજા વર્ઝનમાં આપણે સોની એક્સ્પીરીયા સ્૪ છૂેટ્ઠ વિષે વાતો કરશું. આ ફોન માં એવું શું છે કે જેને લીધે તમારે એને ખરીદવો કે ઈગ્નોર કરવો જોઈએ?

સોની એક્સ્પીરીયા સ્૪ છૂેટ્ઠ આ વર્ષે માર્ચ મહિનામાં બાર્સેલોનામાં યોજાયેલા મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે તે માર્કેટ માં પણ ઉપલબ્ધ છે. આ ફોન ડયુઅલ સીમ ઓપ્શન સાથે ઉપલબ્ધ છે, જેના માટે ૨૪૯૯૦ રૂપિયા ચુકવવા પડશે.

હવે વાત ફોન ના ટેકનીકલ સ્પેસીફીકેશન વિષે કરીએ તો સોની ના આ ફોન ને ક્વોલ્કોમ સ્જીસ્૮૯૩૯ સ્નેપડ્રેગોન ૬૧૬ ચીપસેટ અને ક્વોડ-કોર ૧.૫ ગીગાહર્ટઝ કોર્ટેક્ષ-છ૫૩ ખુબ જ પાવરફુલ બુસ્ટ આપે છે. જોકે સેમસંગ અને ૐ્‌ઝ્ર જયારે સ્નેપડ્રેગોન ૮૧૬ ચીપસેટ સુધી પહોંચી ગયા છે, આથી આ જ બજેટ માં ત્યારે સોની નો આ મુવ થોડો પાછળ જણાય છે. કોઈ પણ ફોન ખરીદતા પહેલા આપણે અમુક વસ્તુઓ ખાસ જોતા હોઈએ છીએ જેમાં રેમ અને ઈન્ટરનલ સ્ટોરેજ ખુબ જ મહત્વનું હોય છે. સોની ના આ ફોન માં તમને ૧૬ જીબી નું ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે જયારે ૧૨૮ જીબી ના માઈક્રો એસડી કાર્ડ નો પણ ઉપયોગ કરી શકો છો. રેમ ની વાત કરીએ તો ૨ ય્મ્ ની રેમ તમારા મલ્ટીટાસ્કિંગ ને સરળ બનાવશે તથા ફોન હેંગ થવાની ફરિયાદ ઓછી થશે. ૫ ઈંચ ની સ્ક્રીન સાઈઝ ધરાવતો આ ફોન ૭૨૦ટ૧૨૮૦ પીક્ષ્લ ની ૈંઁજી ન્ઝ્રડ્ઢ ડિસ્પ્લે ધરાવે છે અને હા ફોન ના ડિસ્પ્લે ને પ્રોટેક્ટ કરવા સ્ક્રેચ રેઝીસ્ટંટ ગ્લાસ મુકવામાં આવ્યો છે. દરેક કંપની સતત ગોરિલા ગ્લાસ નો ઉપયોગ વધારી રહી છે ત્યારે સોની દ્વારા આ ફોનમાં ગોરિલા ગ્લાસ ને ઈગ્નોર કરતા ફોન પડે કે ડિસ્પ્લે તૂટવાની શક્યતાઓ વધારે છે.

આ તો વાત થઈ ફોન ના ટેકનીકલ સ્પેસીફીકેશન વિષે અને હવે ફોન ની ખાસ ખૂબીઓ વિષે વાત કરશું.

સોની ના દરેક ફોન તેના કેમેરા પરફોર્મન્સ અને સાઉન્ડ માટે ખુબ જ લોકપ્રિય છે. જે સમયે મોબાઈલ ફોનમાં કેમેરા ઓપ્શન નવોસવો હતો એ જ સમયે સોની એ ઝ્રટ્ઠઙ્મિ ઢીૈજજ લેન્સ સાથે કેમેરા ફોન લોન્ચ કર્યો હતો અને ત્યાર થી આજ સુધી સોની અને ઝ્રટ્ઠઙ્મિ ઢીૈજજ લેન્સ નો સબંધ અતુટ રહ્યો છે. આ ફોન માં પણ સોની ના કેમેરા નું પરફોર્મન્સ ખુબ જ અદભૂત રહ્યું છે. ૧૩ મેગાપિક્સલ નો રીઅર કેમેરા તથા ૫ મેગાપિક્સલ નો સેલ્ફી ફ્રન્ટ કેમેરા તમારા માં રહેલા ફોટોગ્રાફરને અદભૂત આનંદ આપી શકે છે. સોની ના દરેક ફોન માં કેમેરા સાથે જ મુવી ક્રિએટર, છઇ ફન, પોર્ટરેઈટ રી-ટચ અને સાઉન્ડ ફોટો જેવા બેઝીક એપ્લીકેશન હાજર હોઈ લગભગ કોઈ અલગ એપ્લીકેશન યુઝ કરવાની જરૂર પડે તેની શક્યતા નહીવત છે.

૨૦૧૧-૧૨ માં જયારે વોટરપ્રૂફ ફોન વિષે વાતો કરવામાં આવતી એ સમયે એક સપના જેવી લાગતી ટેકનોલોજી નો સોનીએ ભરપુર ઉપયોગ કર્યો છે. તમે વરસતા વરસાદ માં કે બાથરૂમ માં શાવર લેતા લેતા પણ તમારા સોની એક્ષપીરીયા સ્૪ છૂેટ્ઠ નો ઉપયોગ કરી શકો છો. વોટરપ્રૂફ તથા ડસ્ટ રેઝીસસ્ટંટ બનાવ્યો છે. ૧.૫ મીટર સુધી ઊંંડા પાણીમાં ૩૦ મિનીટ સુધી આ ફોનને કશું નહિ થાય તેવો દાવો સોની દ્વારા કરવામાં આવ્યો છે. જોકે અત્યારે સમગ્ર ભારતમાં ચોમાસું શરૂ થઈ ગયું હોય સોની ના આ દાવા ને ટેસ્ટ કરવાનો સાચો સમય છે.

હવે આ ફોન ની એક એવી ખૂબી જે આજકાલ લગભગ દરેક યુઝર ને જોઈએ છે અને અમુક ને તો પાવર બેંક અને ચાર્જર સુદ્ધા જોડે ને જોડે જ રાખવા પડે છે. બેટરી કેપેસીટી વિષે વાત કરવામાં આવે તો ૨૪૦૦દ્બરડની ક્ષમતા ધરાવતી બેટરી ૨ દિવસ સુધી તમારા ફોન ને બંધ નહિ થવા દે (જોકે અહિયાં કન્ડીશન એપ્લાય). બેટરી ની ખાસ વિશેષતા વિષે વાત કરૂં તો ૩ અલગ અલગ ઓપ્શન આપવામાં આવ્યા છે.

ઓપ્શન-૧ઃ એક્ષટેન્ડેડ સ્ટેન્ડબાય મોડ

આ ઓપ્શન દ્વારા જયારે તમારા ફોન ની ડિસ્પ્લે ઓફ હશે ત્યારે અમુક સિલેક્ટેડ એપ્લીકેશન્સ, અલાર્મ, જીસ્જી સર્વિસ તથા ઈનકમિંગ અને આઉટગોઈન્ગ ચાલુ રહેશે બાકીની તમામ એપ્લીકેશન્સ અને ફંક્શન બંધ થઈ જશે અને હા જેવું પાવર બટન પ્રેસ કરશો કે ફોન ફરી જૈસે થે મોડ પર આવી જશે.

ઓપ્શન-૨ : એક્ષટેન્ડેડ યુઝેજ મોડ

આ ઓપ્શન દ્વારા પણ બેટરી નો યુઝ વધારી શકાય છે. આ ઓપ્શન નોર્મલી આજ-કાલ બધા જ ફોન માં પાવર સેવિંગ મોડ ના નામે ઉપલબ્ધ છે.

ઓપ્શન ૩ : અલ્ટ્રા સ્ટેમિના મોડ

અલ્ટ્રા સ્ટેમિના મોડ પર ફોન મુક્ત જ તમારો સ્માર્ટફોન માત્ર ફોન બની જશે જેમાં તમે કોલિંગ તથા મેસેજિંગ નો ઉપયોગ કરી શકશો.

આ સાથે જ ર્જીહઅ ઠીિૈટ્ઠ સ્૪ છૂેટ્ઠ વિષે જો કઈ આખરી નિર્ણય લેવાનો હોય તો આ ફોન ચોક્કસ થી ખરીદી શકાય તેમ છે. જો તમારૂં બજેટ ૨૫૦૦૦ સુધી નું હોય તો ;ૐ્‌ઝ્ર અને ર્જીહઅ આ બનેમાં તમને ઘણા ઓપ્શન્સ મળશે.

ટીટ-બીટ

ર્જીહઅ ઠીિૈટ્ઠ સ્૪ છૂેટ્ઠ પછી સોની એ ઢ૩+ લોન્ચ કર્યો છે જોકે હજુ ખાલી લોન્ચિંગ જ થયું છે અને એની કીમત ૫૫૯૯૦ જેટલી અધધધ રાખવામાં આવી છે.

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

નેતાઓ, નિવેદનો અને અર્થઘટનો હે ભારત દેશના નવરંગી નેતાઓ

દેશના એક સામાન્ય નાગરિક તરીકે શું કહું તમને? નમસ્કાર. દેશનો સામાન્ય માણસ તમને દિલથી નમસ્કાર કરે એ વાત તો તમને પણ માનવામાં નહિ જ આવતી હોય. આપણે એમાં નથી પડવું. વખત આવ્યે સહુ એકબીજાને નમસ્કાર કરતા જ હોય છે. જેમ કે, ચૂંટણી વખતે તમે લોકો પ્રજાને નમસ્કાર કરો છો અને ચૂંટણી પછી પ્રજા તમને અને તમારા લાગતાવળગતાને.

આજે તમને લોકોને આ દેશની પ્રજા વતી મારો એક પ્રશ્ન છે કે, શું તમે લોકો નિવેદન કર્યા વગર ન જીવી શકો? શું હવા, પાણી અને ખોરાક પછી નિવેદન એ તમારી ચોથી મૂળભૂત જરૂરિયાત છે? શું એ કુદરતી હાજત છે કે જેને રોકી ન શકાય? અને, એવાં તે કેવાં નિવેદનો કે જેના પર વિવાદ જ થાય?

એક સામાન્ય પ્રક્રિયા થઈ ગઈ છે કે, કોઈ નેતા પહેલાં એવું નિવેદન કરે કે જે બળતા પદાર્થ જેવું હોય. પછી મીડિયા એ બળતાં પદાર્થમાં ઘી રેડવાની પોતાની ફરજ બજાવે. પછી તમારા વિરોધી નેતાઓ એ નિવેદનનો વિરોધ કરે અને જાહેર જગ્યાઓ પર તમારાં પૂતળાંને આગ લગાડે. એ આગ પર તમે અને તમારા વિરોધી નેતાઓ ભેગા મળીને તમારા રાજકીય પરોઠા શેકો. અને, પ્રજાજનો કે જેના ચૂલાઓની આગ તમે મોંઘી કરી દીધી છે એ તમારા આ રસોઈ શો જોઈને જીવ બાળે!

પછી, તમારાં નિવેદનો બદલ તમારા વિરોધીઓ દ્વારા તમારા પર આક્રમણ તેજ થાય, તમારાં રાજીનામાં મંગાય, તમારી બચાવ ફોજ દ્વારા તમારો બચાવ થાય, આગળપાછળના હિસાબો ચૂકતે થાય, મીડિયામાં એની ચર્ચાઓ થાય, ચર્ચાઓમાં બીજા અનેક વિવાદાસ્પદ નિવેદનો થાય અને છેવટે બાર વરસે બાવાજી બોલતા હોય એવું એક નિવેદન થાય કે, ‘મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. એને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું છે.’

એકાદ વખત આવું થાય એ માની શકાય. પરંતુ, વારંવાર અને લગાતાર? તમારાં નિવેદનો એવાં કેવાં કે જેનાં અર્થઘટન કરવા પડે! અરે, હવે તો સાહિત્યકારો પણ સુધરી ગયા છે. એ લોકો પણ અર્થઘટન કરવી પડે એવી ભાષા વાપરતા નથી, સામાન્ય માણસને ઝડપથી સમજાઈ જાય એવી સહેલી ભાષા વાપરે છે. એ લોકોને પણ સમજાઈ ગયું છે કે આજના માણસ પાસે શબ્દકોશમાં જોવાનો સમય નથી. અર્થઘટન કરવું પડે એવી અઘરી ભાષા વાપરનારા સાહિત્યકારોનાં પુસ્તકો કબાટ પ્રિય થાય છે જ્યારે સહેલી ભાષા વાપરનારા સાહિત્યકારોનાં પુસ્તકો લોકપ્રિય થાય છે.

સામાન્ય માણસ પાસે ભલે તમારાં નિવેદનનું અર્થઘટન કરવાનો સમય ન હોય પરંતુ તમારી પાસે તો એકબીજાનાં નિવેદનોનાં અર્થઘટન જ નહીં, અવળાં અર્થઘટન કરવાનો પણ ઘણો સમય છે. ન હોય તો એ કામ માટે પણ તમે માણસો રોકો છો. કારણ કે નિવેદનો કરવાથી, એનાં સવળાં અને અવળાં અર્થઘટનો કરવાથી અને એની ચર્ચા થવાથી છેવટે તો તમને જ ફાયદો થાય છે. તમારા અસ્તિત્વની નોંધ લેવાતી રહે છે. તમે તમારા અસ્તિત્વની નોંધ લેવાય એ માટે નિવેદનો આપવાનાં બદલે કોઈ સારૂં કામ ન કરી શકો?

તમે નેતા છો તો નેતા તરીકે ન રહી શકો? તમે પ્રજાનાં કામ કરો એટલે તમારી ફરજ પૂરી. કોણ તમને પૂછે છે કે, મહમદઅલી ઝીણા માણસ તરીકે કેવા હતા? છોડોને એ વાત. પાકિસ્તાનના અત્યારના નેતાઓ કેવા છે એ ખોંખારો ખાઈને કહોને. આ દેશની મહાન વિભૂતિઓ વિશે વિષે જાણકારી આપનારા અનેક યોગ્ય વક્તાઓ છે. એમના પર વિશ્વાસ રાખોને. એમની રોજીરોટી પર શા માટે તરાપ મારો છો? કોઈ તમને તમારી બુધ્ધિમત્તા વિષે પૂછવાનું નથી. હા, તમારી માલમત્તા વિષે સવાલો થશે. એ સવાલોના સાચા જવાબો તૈયાર રાખો. પરંતુ, એ ક્યા સહેલું છે!

ધાર્મિક અને ઐતિહાસિક પાત્રોનો ઉલ્લેખ કર્યા વગર તમારાથી રહેવાતું નથી. રામ, સીતા, રાવણ, કુંભકર્ણ, અર્જુન, દુર્યોધન, દ્રૌપદી, શિખંડી, બાબર, શિવાજી, ચંગીઝખાન... તમે ક્યારે કોને તમારી જબાન પર લાવી દો એ નક્કી નહિ. ભૂતકાળમાં કોણે કોને અન્યાય કર્યો હતો એની ચિંતા કરવાના બદલે વર્તમાનમાં પ્રજાને થતા અન્યાયની ચિંતા ન કરી શકો? તમે તો નિર્દોષ પશુપંખીઓને પણ નથી છોડતા. તમારા વિરોધીઓની સરખામણી વાંદરા, કૂતરા, ગધેડા, કાગડા, ઘૂવડ વગેરે સાથે કરવાની તમારી આદત હવે પ્રજાથી છાની નથી રહી. પ્રજા, તમે કહો એને વાનર અને તમે કહો એને સિંહ માની લેશે? પ્રજાને ખબર નથી કે સિંહ કેવો હોય? સપનાંમાંય ગર્જના ન કરી શકતો હોય એને પ્રજા સિંહ માની લેશે? ઉપમા આપો તો વાજબી આપો. ટાઢા પહોરની ઉપમા નહિ આપો. ઉપમા અલંકારો વાપરવાના આટલા બધા કોડ હોય તો તમારે કવિ કે લેખક જ બનવું’ તુને. નેતા શા માટે બન્યા?

કેટલાક નેતાઓ ટીવીના પરદે ચર્ચા કરતા હોય છે એ દૃશ્ય જો શેરીના કૂતરાઓ જુએને તો એ લોકો પણ ભસવાની બાબતમાં તમારી સમક્ષ હાર માની લે! મદારી જેમ બાળકોને, સાપ અને નોળિયાની લડાઈ બતાવતો હોય એમ-ટીવી એન્કર દર્શકોને તમારી લડાઈ બતાવે છે. તમારા કર્કશ અવાજમાં થતી ચર્ચાઓથી કેટલાય લોકોનાં ટીવી બગડી ગયા છે. કોઈ પણ અર્થ વગરની આવી ચર્ચાનું સમાપન સમાપન ટીવી એન્કર, સમયનો હવાલો આપીને કરે છે. સાર એવો નીકળે છે કે, આ દેશના નેતાઓને તંદુરસ્ત ચર્ચા કરતા આવડતી નથી.

એકબીજા તરફ માનભર્યું વર્તન, મુદ્દાસર વાત, સમસ્યાઓ વિષે વાત કરતી વખતે ધાર્મિક કે ઐતિહાસિક પાત્રોને વચ્ચે લાવવાના નહિ, નિર્દોષ પશુપંખીઓને ઝપાટામાં લેવાના નહિ, હારજીત થયા પછી પણ અરસપરસ વચ્ચે સૌમ્ય વ્યવહાર, દેશના હિત માટે સહકાર ... આ બધું તમે ન કરી શકો?

તમારી ફરજ એ છે કે, પ્રજાને જીવન જરૂરી પદાર્થો જેવા કે, શાકભાજી, અનાજ, દૂધ, ગેસ, પેટ્રોલ વગેરે સહેલાઈથી અને વાજબી ભાવે પ્રાપ્ત થાય. પરંતુ, એ બધા પદાર્થોને નજર અંદાઝ કરીને તમે ક્યારેક ક્યારેક પ્રેમ-પદાર્થ વિષે નિવેદનો કરવા લાગો છો ત્યારે પ્રજાને લાગે છે કે, આ તે નેતાઓ છે કે વરણાગી વાલમાઓ છે! બરાબર છે કેઃ પ્રેમ, પ્રિયતમા, પત્ની વગેરે દરેકના જીવનના યથાશક્તિ ભાગ ભજવતાં જ હોય છે. પરંતુ, ક્યા નેતાની પ્રિયતમા કે પત્ની કેવી છે એની સાથે પ્રજાને શું મતલબ? અને, કોઈ નેતાને એની પ્રિયતમા કે પત્ની સાથેનો સંબંધ કેવો રંગીન છે એનાથી શું લાગેવળગે? વળી, તમે તો રંગીન તબિયતના હો એનાથી પ્રજાનો શો દહાડો વળે? પ્રજાનાં જીવનમાં રંગીનતા જળવાઈ રહે એવાં કામ કરી બતાવો તો પ્રજા પણ રાધાકૃષ્ણનાં ગીતોની જેમ તમારાં સ્નેહગીતો ગાશે! નવી-જૂની પ્રિયતમા કે નવી-જુની પત્ની, આ બધું શું છે? તમે દેશ ચલાવી રહ્યા છો કે હિન્દી ટીવી-સિરિઅલ ચલાવી રહ્યા છો?

તમે નેતાઓ ક્યારેક ક્યારેક હાસ્યકલાકારનો રોલ ભજવવા લાગો છો. વિધાનસભામાં કે સંસદમાં પણ તમારાં નિવેદનો મારફતે હાસ્યનાં મોજા ફેલાવો છો! ચૂંટણીમાં કેટકેટલો ખર્ચ થયા પછી તમે લોકો સંસદમાં પહોંચો છો. તમારે ત્યાં જીને જો હાસ્યનાં મોજાં જ ફેલાવવા હોય તો આ દેશના હાસ્યકલાકારો શાકામના છે? તમે લોકો ગુનેગારોને સજા ફટકારી નથી શકતા અને સંસદમાં શાયરીઓ ફટકારો છો! દેશમાં શાયરો ઓછા છે? બરાબર છે કે, ક્યારેક હસીમજાક થાય. ક્યારેક શેરશાયરી પણ થાય. પરંતુ, એ તમારો મુખ્ય વ્યવસાય નથી એ વાત તમારે ધ્યાનમાં ન રાખવી જોઈએ?

તમે લોકો ક્યારેક ક્યારેક મંથન કરવાનો કાર્યક્રમ રાખો છો. ગમે તેટલાં મંથન કરજો. પણ નિવેદનો માટે ખાસ મંથન કરજો. બને તો એના નિવેદનો પર કાપ મૂકજો. વર્ષનાં દસબાર નિવેદનો બહુ થઈ ગયાં. જો તમે માનતા હો કે પ્રજાને રાહત ભાવના માત્ર દસબાર ગેસના બાટલાથી ચાલી શકે, તો તમારે એ વાત પણ માનવી જોઈએ કે પ્રજાને તમારાં દસબાર નિવેદનોથી પણ ચાલી શકે. અરે! તમારાં નિવેદનો વગર પણ ચાલી શકે. કારણ કે, તમારાં કેટલાંક નિવેદનોથી પ્રજાના હૈયામાં આગ લાગે છે. ચૂલામાં નહિ.

ટૂંક સમયમાં જ તમારી વાણીની સ્વચ્છતા માટેનું કોઈ અભિયાન શરૂ થશે એવી આશા સાથે આ પત્ર પૂરો કરૂં છું.

લિ. દેશનો મતદાતા + કરદાતા.